મશનવી મૌલાના રૂમી, ભાગ-૧ તારવણી
વાર્તા - ૯
વાર્તા - ૯
૨૯૮૦. જો તું દરેક ફટકાએ ગુસ્સે થઈશ તો તું ચોખ્ખો અરિસો, વગર પોંલીસે કેમ થઈ શકીશ?
કઝવીનનો માણસ પોતાના ખભાપર સિંહનું ચિત્ર વાદળી રંગનું રંગાવતાં તેના સોયના ભોંકાવાથી થતાં દુઃખમાં હાયકારો કરવા વિષે.
૨૯૮૧.વાત કહેનાર પાસેથી, કઝવીનના લોકોના રીત રીવાજ વિષેની આ વાત સાંભળ.
૨૯૮૨. તેઓ પોતાના શરીર ઉપર સોયની અણીથી છૂંદણા(tattoo) કરાવતા કે જેથી તેમને કાંઈ નુકશાન સહન કરવાનું ન થાય.
૨૯૮૩. કઝવીનનો અમુક માણસ હજામ પાસે ગયો અને કહ્યું, મને છુંદણાં કર. અને કલામય રીતે કર.
૨૯૮૪. તેણે કહ્યું, ઓ બહાદુર સાહેબ! હું કેવા આકારનું છૂંદણું કરું? ઝનુની સિંહનું ચિત્ર ભોંક.
૨૯૮૫. સિંહ જેવું ચિત્ર મારૂં માનીતું છે. સિંહ જેવું છૂંદણું કર. તારી જાતે મહેનત કર. વાદળી રંગ પૂરેપૂરો નાખ.
૨૯૮૬. તેણે પુછ્યું, કઈ જગ્યાએ હું તમોને છૂંદણું કરૂં ? મારા ખભા ઉપર સુંદર રૂપનું છૂંદણું કર.
૨૯૮૭ જેવી તેણે સોય ભોકવી શરૂ કરી કે, તેનું દર્દ તેના ખભામાં અસર કરી ગયું.
૨૯૮૮. અને તે બહાદુર નિસાસા નાખવા મંડ્યો. (કહે) ઓ ખ્યાતનામ, તેં મને લગભગ મારી નાખ્યો, તું છૂંદણાનો કયો ભાગ કરી રહ્યો છે?
૨૯૮૯. તે કહે, શા માટે? તેં મને સિંહ ચિતરવાની ફરમાયશ કરી છે. ફરીથી પૂછયું, (સિંહના) કયા અવયવથી તેં શરૂઆત કરી છે ?
૨૯૯૦. તે કહેઃ મેં પુંછડીથી શરૂઆત કરી છે, તે રાડ પાડી કહે, ઓ મારા વહાલા દોસ્ત, પૂછડી (ચીતરવી) છોડી દે.
૨૯૯૧. સિંહની પૂછડી અને કુલાએ મારો શ્વાસ અટકાવી દીધો છે. મારા શ્વાસની નળી તેના કુલાએ મજબુત દબાવી દીધી છે.
૨૯૯૨. ઓ સિંહ બનાવનાર, સિંહ ભલે પૂછડી વગરનો બને. કારણ કે મારૂં દિલ તારી સૂઈના 'ઘા'થી મૂર્છા ખાઈ ગયું છે.
૨૯૯૩. પેલા શખ્સે કાંઈપણ બીક વગર, કાંઈ મહેરબાની કે દયા વગર (તે માણસના ખભાના) બીજા ભાગમાં છૂંદણું કરવું શરૂ કર્યું.
૨૯૯૪. તે ચીસ પાડી ઊઠ્યો, આ ક્યો ભાગ (ચિતરે છે)? બાબરે જવાબ દીધો, ભલા માણસ, આ તેનો કાન છે.
૨૯૯૫. તે કહે: ઓ હકીમ ભલે તેને, તેના કાન ન હોય, કાન ઓછા કરી નાખ. અને ટૂંકમાં પતાવ.
૨૯૯૬. હજામે બીજા ભાગમાં (સોય) ભોંકવી શરૂ કરી. એકવાર ફરીવાર કઝવીનનો માણસ શોક કરવા મંડયો.
૨૯૯૭. તે કહે: આ ત્રીજી જગ્યાએ હવે ક્યો ભાગ (ચિતરે છે). મારા વહાલા સાહેબ, આ સિંહનું પેટ છે.
૨૯૯૮. તે કહેઃ ભલે સિંહને પેટ ન હોય. તે કહે ચિત્રને પેટની જરૂર પણ શું છે?
૨૯૯૯. હજામ અકળાઈ ઉઠયો, અને ગુસ્સામાં આવી ગયો. તે પોતાના દાંતમાં આંગળાં રાખી, લાંબો વખત ઉભો રહ્યો.
૩૦૦૦. પછી માસ્તરે (હજામે) સોય જમીન પર ફેંકી અને કહ્યું, દુનિયામાં આમ ક્યાંય બન્યું છે?
૩૦૦૧. સિંહને કદી કોઈએ પૂંછડી વગરનો માથા વગરનો, અને પેટ વગરનો જોયો છે? ખુદાએ પોતે આવો સિંહ કદી પેદા કર્યો જ નથી.
૩૦૦૨. ઓ ભાઈ, દાક્તરની છરીનું દુઃખ સહન કર, કે જેથી તું તારા નફસે અમ્મારાના ઝેરથી છટકી શકે.
૩૦૦૮. કીર્તિવંત અને મહાન ખુદાનો અર્થ શું થાય છે? પોતાને તુચ્છ અને ધૂળ સમજ.
૩૦૦૯. ખુદાની એકતાનું જ્ઞાન મેળવવાનો અર્થ શું છે? તેની આગળ તને પોતાને નહિવત સમજવું (તે છે).
૩૦૧૦. દિવસની માફક ચમકવાની તારી ઈચ્છા હોય તો તારી રાતની ખુદીને બાળી નાખ.
૩૦૧૧. તારા અસ્તિત્વને ઓગાળી નાખ. જેમ ત્રાંબુ અર્કમાં (ઓગળી જાય છે), તેમ થવામાં તે (સોનામા) ફેરવાય છે.
૩૦૧૨. તેં તારા બંન્ને હાથ “હું” અને “અમે” માં સખત ભીડાવ્યા છે, આ (રૂહાની) નાશ બેપણાને અંગે છે.
સિંહ સાથે વરૂ અને શિયાળનું શિકાર કરવા જવું.
૩૦૧૩. એક સિંહ, એક વરૂ અને એક શિયાળ ખોરાકની શોધમાં પર્વતમાં શિકાર કરવા ગયા.
૩૦૧૫. તે ગહન જંગલમાં તેઓ ત્રણેય સાથે રહીને, વધુ સારો શિકાર કરી શકે.
૩૦૧૬. જો કે ઝનુની સિંહ તેનાથી (વરૂ અને શિયાળને સાથે રાખવામાં) શરમાતો હતો. છતાં તેણે તેઓને માન આપ્યું, અને તેઓને રસ્તામાં સાથે લીધા.
૩૦૧૭. આવી રીતે સિપાઈઓનું રાજાને વળાવવા જવું એ પીડા છે. પણ તેણે તેઓને સાથે લીધા. સંપેલો સમુહ એ આર્શીવાદ છે.
૩૦૧૮. આ ચંદ્રમા જેવો તારાઓથી નામોશી પામે છે, તે તારાઓની વચ્ચે ઉદારતાને અંગે જ છે.
૩૦૧૯. પયગમ્બર સાહેબને (ખુદાનો) હુકમ થયો “તેઓ સાથે સલાહ મસવરો કરો !” જોકે તેની (પયગમ્બરની) સલાહ જેવી (ઉપયોગી) બીજા કોઈની સલાહ ન જ હોય.
૩૦૨૦. ત્રાજવામાં જવ સોનાનો સાથીદાર બને છે, (તેનો અર્થ એમ નહિ કે) જવ સોના જેવો કિંમતી છે.
૩૦૨૧. રૂહ શરીરનો સાથી મુસાફર બન્યો છે. કૂતરો થોડા વખત માટે રાજાના મહેલનો ચોકીદાર બન્યો છે.
૩૦૨૨. સિંહ, બાદશાહ અને મહાન સાથીની ટુકડી (વરૂ અને શિયાળ) સાથે રહીને પર્વત ઉપર ગયા.
૩૦૨૩. તેઓએ જંગલી બળદ, બકરો અને જાડા હરણનો શિકાર કર્યો. આમ તેઓનું કામકાજ ગતીમાં આવ્યું.
૩૦૨૪. જે કોઈ તેની એડી ઉપર એટલે કે સિંહ સાથે શિકારમાં (શામિલ હોય) તો, રાતે કે દીવસે ભૂંજેલા ગોશ્તમાં (કદી ખામી ન આવે).
૩૦૨૫. જ્યારે તેઓ પ્રાણીઓને જંગલના પહાડથી મરેલા, ઘાયલ થએલા કે લોહી નીતરતા ખેંચી લાવ્યા ત્યારે.
૩૦૨૬. વરૂ અને શિયાળે આશા રાખેલી કે, શિકારના ભાગ બાદશાહીના ન્યાય મુજબ થશે.
૩૦૨૭. તે બંન્નેની આશાનું પ્રતિબિંબ સિંહને અથડાયું, તેવી આશા રાખવાનું કારણ સિંહ જાણતોજ હતો.
૩૦૨૮. જે કોઈ સિંહ અને (રૂહાની) રહસ્યોનો રાજા છે, તે (આપણે) જે ધારીએ તેને જાણતોજ હોય છે.
૩૦૨૯. તારી પોતાની ચોકી કર (ધ્યાન રાખ), તેની હાજરીમાં ખરાબ વિચારો કરવામાં ખબરદાર રહે.
૩૦૩૦. તે જાણે છે, અને ચૂપકીદીથી પોતાના અંતરની અસર છૂપાવવા, તે તારા ચહેરા સામે હસે છે.
૩૦૩૧. જ્યારે સિંહે તેઓના બદ ઈરાદાઓ જાણ્યા, (છતાં) ત્યારે તેણે (તેની) જાહેરાત ન કરી. તે વખતે તેઓ તરફ વિવેક કર્યો.
૩૦૩૨. પણ તેણે પોતાના મનમાં કહ્યું “ઓ ભિખારડા બદમાસો, તમો શાને લાયક છો, તે હું તમને બતાવીશ.
૩૦૩૩. તમારા માટે મારો ઈન્સાફ શું પૂરતો નથી? શું મારી ઉદારતાનો તમારો અભિપ્રાય આજ છે?
૩૦૩૪. (આખી) દુનિયામાં વખણાએલી મારી બક્ષિસ અને ઈન્સાફને તમારી સમજણ અને ન્યાય તિરસ્કારથી હસી રહી છે?
૩૦૩૫. ચિત્રકાર માટે, ચિત્ર (ભલાઈ) સિવાય બીજું શું વિચારી શકે? જ્યારે તેણે પોતાના વિચારો અને જ્ઞાન તેમાં ઉતાર્યું હોય છે.
૩૦૩૬. એ તે કે જેઓ દુનિયા માટે કલંકરૂપ છે, તેઓને (મારા માટે) આવો જંગલી મત છે?
૩૦૩૭. જેઓ ખુદા માટે બદ ઈરાદા કરે છે, તેઓના નાસ્તિક માથાં હું ભાંગી નાખીશ.
૩૦૩૮. આ વાત દુનિયામાં હંમેશા (ચેતવણી તરીકે) રહે તેમ, હું તમારી નામોશી ભર્યાં કાર્ય પ્રદેશોમાં રજૂ કરીશ !
૩૦૩૯. આવા (દિલના) વિચારો સહિત દેખીતી રીતે સિંહે હસવું ચાલુ રાખ્યું. સિંહના હસવાનો ભરોસો ન કર.
૩૦૪૦. દુનિયાની દોલત એ ખુદાના હસવા જેવી છે, તેણે આ૫ણને નશામાં નાખેલ છે, વ્યર્થ અને તૂટેલા (જેવા) (રૂહાની આઝાદીનો માર્ગ રૂંધનાર).
૩૦૪૧. ગરીબાઈ અને તકલીફો તારા માટે વધુ ઉત્તમ છે, ઓ માલિક ! (પછી) તે હસવું તેના લલચાવવામાંથી હટી જશે.
સિંહની વરૂની ચકાસણી કરવી અને કહ્યું: ઓ વરૂ આગળ આવ અને શિકારના ભાગ પાડ.
૩૦૪૨. સિંહ કહે, ઓ વરૂ, આ (શિકારનો) ભાગ પાડ. ઓ વૃદ્ધ વરૂ નવો ઇન્સાફ કર (તારા દાખલાથી ઈન્સાફ તાજો કર).
૩૦૪૩. વહેંચણી કરવાની મારી કચેરીનો નાયબ થા. કે જેથી ખબર પડે કે તું કેવો સમજણો છે?
૩૦૪૪ તે કહેઃ ઓ બાદશાહ! જંગલી બળદ એ તારો ભાગ છે. તે મોટો છે. તું પણ મોટો મજબુત અને ચપળ છે.
૩૦૪૫ બકરો મારો છે. કારણકે બકરો મધ્યમ અને વચલા કદનો છે, ઓ શિયાળ કાંઈ પણ ભૂલચૂક વગર તું સસલો લે.
૩૦૪૬. સિંહ કહેઃ ઓ વરૂ, તું આમ કેમ બોલે? કહે, જ્યારે હું પોતે અહીં છું. ત્યારે “હું અને તું" એમ છે?
૩૦૪૭. ખરેખર વરૂ કેવો બાલીશ છે? હું સિંહ કે જેની અમીરાત અને (મર્દાનગીમાં) જેનો જોટો નથી તેની હાજરીમાં તે પોતાને (મહાન) સમજ્યો?
૩૦૪૮. (૫છી) તે કહે, ઓ અહંકારી ગધેડા! આગળ આવ. તે તેની નજદીક આવ્યો, સિંહે તેને પોતાના પંજા વડે પકડયો અને ફાડી નાખ્યો.
૩૦૪૯. (સિંહે) તેનામાં સારી રીતભાતનું તત્વ ન જોતાં શિક્ષા તરીકે તેના માથાની ચામડી ઉતરડી નાખી.
૩૦૫૦. જેની નજર પોતાના સિવાય (બીજે ન હોય), તેવા જીવે આવી દયાજનક મોતે મરવું જોઈએ.
૩૦૫૧. મારી હાજરીમાં તું તારી ખુદીમાંથી બહાર નીકળી ન શકે તો તે કૃત્ય તારૂં માથું ભાંગી નાખવાની (સજાવાળું) છે.
૩૦૫૨. તેના ચહેરા સિવાય દરેક ચીજ નાશવંત છે, જ્યાં સુધી તું તેના ચહેરા(તત્વ)માં ન હો, ત્યાં સુધી (ખુદીપણાની) તલપ ન કર.
૩૦૫૩. જે કોઈ પોતાની ખુદીમાંથી મારા ચહેરામાં દાખલ છે “દરેક ચીજ નાશવંત છે” તે તેને લાગુ પડતી નથી.
૩૦૫૫. જે કોઈ (ખુદાઈ દરબારના) દરવાજે હું અને અમે ઉચ્ચારે છે, તેને તેના (ખુદાના) દરવાજેથી પાછો હાંકી કાઢવામાં આવે છે.
દોસ્તના દરવાજે જઈ બારણું ખખડાવનારની વાત તેના દોસ્તે અંદરથી પૂછયું: કોણ છે? તેણે કહ્યું “હું છું” અને મિત્રે જવાબ દીધો, જ્યારે તું, તું છે, તો હું દરવાજો ખોલીશ નહિ, કોઈ હું હોય તેવા દોસ્તને હું ઓળખતો નથી.
૩૦૫૬. અમુક માણસે દોસ્તના દરવાજા પાસે આવી, દરવાજો ખખડાવ્યો. તેના દોસ્તે તેને પૂછ્યું, ઓ વિશ્વાસું ! તું કોણ છે?
૩૦૫૭. તેણે જવાબ આપ્યો: "હું". દોસ્ત કહેઃ ચાલ્યો જા. આના જેવી બેઠકમાં તારા જેવા કાચા માટે જગ્યા નથી.
૩૦૫૮. ગેરહાજરી અને જુદાઈનો અગ્નિ સાચવ. કાચાને કોણ પકાવશે? તેના નાસ્તિકપણામાંથી કોણ બચાવશે? (જુદાઈનો અગ્નિ).
૩૦૫૯. દુ:ખી માણસ ચાલ્યો ગયો. એક વર્ષની મુસાફરીમાં તેના દોસ્તની જુદાઈમાં, તે અગ્નિની જવાળાથી બળતો હતો.
૩૦૬૦. પેલો બળતો માણસ પાકી ગયો હતો. પછી તે પાછો ફર્યો. અને ફરીવાર તેના દોસ્તના ઘરની નજીક આંટા મારવા શરૂ કર્યા.
૩૦૬૧. હજારો બીક અને માનપૂર્વક તેણે ફરીવાર દરવાજો ખખડાવ્યો. રખેને તેની જીભમાંથી પેલો અપમાન ભર્યો એકાદ શબ્દ પણ બહાર આવે.
૩૦૬૨. તેના દોસ્તે તેને સવાલ કર્યો, દરવાજે કોણ છે? તેણે જવાબ આપ્યો, ઓ દિલના દિલાવર, દરવાજા પાસે તુંજ છે.
૩૦૬૩. દોસ્તે કહ્યું, હવે જ્યારે તું હું જ છો, (તો) અંદર આવ. આ મારા પોતાના ઓરડામાં બે “હુ” માટે જગ્યા નથી.
૩૦૬૪. દોરાના બે છેડા સોય માટે હોય નહિ. તેવીજ રીતે તું જ્યારે એકલો જ છે, તો આ સોયમાં (ઘરમાં) આવ.
૩૦૬૫. દોરો જ છે જે સોય સાથે જોડાએલો છે. સોયનું કાણું ઉંટને માટે માફક (આવે તેવું) નથી.
એકત્ર થવા ઉપર વિવરણ
૩૦૭૭. તેના દોસ્તે તેને કહ્યું, બગીચામાં ગુલાબ અને કાંટા જૂદા હોય છે તેની માફક નહિ, પણ તું જે મારામાંજ સમાઈ ગયો છે તો (હવે) અંદર આવ.
૩૧૦૦.(ખુદાઈ) હુકમ “કુન" થા, એ એકજ કૃત્ય હતું. અને બે અક્ષરો કાફ અને નૂન એકજ શબ્દમાં ઉચ્ચારેલ. જ્યારે આંતરિક અર્થ પવિત્ર(એકતા) હતી.
૩૦૭૮. દોરો એકલો બન્યો છે. અક્ષરો 'કાફ' અને 'નુન’ બે છે, એમ જોવાની ભૂલમાં હવે પડતો નહિ.
૩૦૭૯. ‘કાફ” અને ‘નુન’ ગળા ફાંસાની માફક ખેંચે છે. એટલા માટે કે તેઓ નહિવતને મોટા કાર્યક્ષેત્રમાં ખેંચી જાય.
૩૦૮૦. રૂપની (દુનિયામાં) ગળાફાંસો બે ગણો હોવો જોઈએ. જો કે આ બન્ને અક્ષર અસરમાં એક જ (શબ્દ-કૃત્ય) છે.
૩૦૮૧. પગ ચાર હોય કે બે હોય તેઓ એક જ રસ્તે જઈ રહ્યા છે. બે કાતર (ના પાંખા) એકજ કાપ મૂકે છે.
૩૦૮૨. પેલા બે ધોબીઓ તરફ જુઓ. તે પેલો અને આની વચ્ચે દેખીતી રીતે તફાવત છે.
૩૦૮૩. પેલો એક સુતરાવ કપડાં પાણીમાં નાખે છે, જ્યારે બીજો તેમને સૂકવી રહ્યો છે.
૩૦૮૪. તે એમ લાગે છે કે પેલો વેરની ખાતર, તેનાથી ઉલટો વર્તી રહ્યો છે.
૩૦૮૫. છતાં આ બંને વિરેાધીઓ જાણે ઝગડામાં હોય તેમ લાગે છે, તેઓ એક જ દિલ છે, અને સંપીને કાર્ય કરે છે.
૩૧૦૧. આ વાતનો છેડોજ નથી. પાછો ફર અને જો, કે વરૂનું (સિંહ) સાથેની બાથમાં શું બન્યું?
શિકારના ભાગ પાડવામાં અસભ્યતા બતાવનાર વરૂને સિંહે કેવી શિક્ષા કરી તે વિષે.
૩૧૦૨. તે સત્તાશાળીએ વરૂનું માથું ભાંગી નાખ્યું, એટલા માટે કે બે માથાનો (અહંકાર) અને પ્રતિષ્ઠા રહેવા ન પામે.
૩૧૦૩. “તેથી અમોએ તેઓ પર વેર વાળ્યું” તે આ છે. ઓ ઘરડા વરૂ, એટલા માટે કે તું અમીરની હાજરીમાં મૃત્યુ પામેલો (મરેલા જેવો) ન બન્યો.
૩૧૦૪. ત્યારબાદ સિંહ શિયાળ તરફ ફર્યો, અને કહ્યું, ઓ શિયાળ, આના ભાગ પાડ.
૩૧૦૫. તે શિયાળે નીચા વળીને નમન કર્યું, ઓ કીર્તિવંત બાદશાહ! આ જાડો બળદ તમારા નાસ્તામાં ખાવા માટે છે.
૩૧૦૬, ખરે બપોરે જમવા માટે વિજયી બાદશાહ માટે, આ બકરો જૂદોજ રાખ્યો છે.
૩૧૦૭. દયાળુ અને કીર્તિવંત માટે રાત શરૂ થવાના વખતે જરૂર પડશે, માટે આ સસલું તમારા રાતના ભોજન માટે છે.
૩૧૦૮. સિંહ કહેઃ ઓ શિયાળ તેં ન્યાયને ઉજળો કરી બતાવ્યો છે. આવી સરસ રીતે ભાગ પાડવાનું તું કોની પાસેથી શીખ્યો?
૩૧૦૯. ઓ પ્રખ્યાત થએલા, તું આ ક્યારે શીખ્યો? તેણે જવાબ આપ્યો: ઓ પૃથ્વીપતિ, વરૂના કિસ્મતે (મને શીખવાડયું છે.)
૩૧૧૦. સિંહે કહ્યું, મારો ચાહક બનવાની તેં વિનંતી કરી છે, તો પછી આ ત્રણેય (જનાવરો) ઉપાડી લે, અને તે લઈ રવાના થા.
૩૧૧૧. ઓ શિયાળ, જ્યારે તું મારોજ બની ગયો છે, ત્યારે હું તને નુકશાન કેમ કરી શકું? તું મારો પોતાનો જ બની ગયો છે.
૩૧૧૨. હું તારો છું અને બધાં શિકારનાં જનાવરો પણ તારાજ છે. તારા પગલાં સાતમા આસમાને લઈ જઈ સવારી કર.
૩૧૧૩. જ્યારે તે જંગલી વરૂના (કિસ્મતથી) ચેતવણી લીધી તો તું હવે (શિયાળ) નથી, તું મારો પોતાનો સિંહ છે.
૩૧૫૬. સુંદર ચહેરો અરિસાનો આશક છે. તે આત્માને સ્વચ્છ કરનાર છે (પ્રકાશ પાથરનાર) “ તેઓના દિલમાં ખુદાઈ બીક.”