મશનવી મૌલાના રૂમી, ભાગ-૧ તારવણી
વાર્તા - ૧૦
વાર્તા - ૧૦
૩૧૫૬. સુંદર ચહેરો અરિસાનો આશક છે. તે આત્માને સ્વચ્છ કરનાર છે (પ્રકાશ પાથરનાર), “તેઓના દિલમાં ખુદાઈ બીક.”
યુસુફની હુજૂરમાં તેના દોસ્તનું આવવું કે જે દોસ્ત બહાર દેશથી આવ્યો, તેની પાસેથી હજરત યુસુફની ભેટની માંગણી કરવી તે વિષે
૩૧૫૭. એક ચાહક દોસ્ત, દુનિયાના બીજા છેડાથી, સત્યવાદી હજરત યુસુફનો મહેમાન થયો.
૩૧૫૮. તેઓની નાનપણથી ઘણી સારી ઓળખાણ હતી. મુલાકાતના સોફા પર સાથે બેસી આરામ કરતા કરતા....
૩૧૭૦.(હજરત યુસુફ)કહેઃ ઓ ફલાણા, તેં આ મુસાફરીમાં મારા માટે કેવી ભેટો આણી છે?
૩૧૭૧. દોસ્તના દરવાજે ખાલી હાથે આવવું, એ ચક્કી પાસે ઘઉં વગરના આવવા બરાબર છે.
દોસ્તનું હજરત યુસુફને પોતાની ભેટ અરીસો હોવા વિષે કહેવું, જેથી જ્યારે તમો તેમાં તમારો ચહેરો જુઓ ત્યારે મને યાદ કરો.
૩૧૯૨. હજરત યુસુફે કહ્યું, આવ તારી ભેટ રજૂ કર.
૩૧૯૩. તેણે જવાબ આપ્યો, મેં તારા માટે કેટલા ઈનામો શોધવા કોશિશ કરી, પણ તારા લાયક કોઈ ચીજ મારી નજરમાં ન આવી.
૩૧૯૪. હું (સોનાની) કણને સોનાની ખાણ પાસે કેમ લાવું? હું પાણીનું ટીપું ‘ઓમાન”ના સમુદ્ર પાસે કેમ લાવું?
૩૧૯૭. મને લાગ્યું કે પવિત્ર દિલના પ્રકાશ જેવી આરસી, તમારા માટે ભેટ તરીકે લાવવી, એ મને યોગ્ય લાગ્યું.
૩૧૯૮. કે જેથી તમે તમારો ખૂબસૂરત ચહેરો તેમાં જોઈ શકો. ઓ તું કે જે સૂર્યની માફક સ્વર્ગની મીણબત્તી છો.
૩૧૯૯. (ઓ મારી આંખોના પ્રકાશ), હું તમારા માટે આરસી ભેટ તરીકે લાવ્યો છું. તેથી જ્યારે તમો તમારો ચહેરો જુઓ, ત્યારે મને યાદ કરો.
૩૨૦૦. તેણે પોતાના હાથ નીચે રાખેલી આરસી બહાર કાઢી. સુંદર-રૂપાળા લોકોને આરસીથી સંબંધ છે.
૩૨૦૧ અસ્તિત્વની આરસી શું છે? “નીસ્તી" બની જવું, (ભેટ તરીકે) તું નીસ્તી બની જા. જો તું મૂર્ખ ન હોતો.
૩૩૦૯. ઈન્સાન માટે બધાં જનાવરોની કુરબાની કરો, હેતુ માટે બધી માણસ જાતની કુરબાની કરો.
૩૩૧૦, હેતુ શું છે? “અકલેકુલ ” ની સમજણ, “અકલેજૂજ”ની સમજણ એ સમજણ તો છે પણ અનિશ્ચિત (અચોક્કસ).
૩૩૧૧. બધાં જનાવરો જેઓ ફાડી ખાનારા, માણસ જાતના (દુશ્મન) છે તે મનુષ્ય પ્રાણીથી ઉતરતા છે.
૩૪૪૬. રૂહાની ગૂઢાર્થનું જ્ઞાન તેમને (ઉંચા) ઉંચકે છે. વિષય વાસનાનું વિજ્ઞાન (જાહેરી ઈલ્મ) તેઓ ઉપર બોજો છે.
૩૪૪૭, જ્યારે જ્ઞાન દિલમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે ઉપયોગી બને છે. જ્યારે જ્ઞાન શરીર સાથે ભટકાય છે, ત્યારે બોજો બને છે.
૩૪૪૮. ખુદાએ કહ્યું છે. (ગધેડાની માફક) તેની ઉપર બુકો લદાએલી છે. તેનામાંથી (ખુદામાંથી) આપેલા જ્ઞાન સિવાયનું જ્ઞાન બોજો છે.
૩૪૪૯. જે તેના (ખુદા) તરફથી સીધું જ્ઞાન નથી, તે વેઠી લેવા જેવું નથી, તે વૃદ્ધ સ્ત્રીની વેશભૂષા જેવું છે.
૩૪૫૦. પણ જ્યારે તું આ બોજો સારી રીતે ઉપાડીશ, ત્યારે બોજો હટાવી લેવાશે, અને તને (રૂહાની) ખુશી આપવામાં આવશે.
૩૪૫૬. હકીકત વગરનું કદી નામ સાંભળ્યું છે? તેં કદી 'ફૂલ' નામમાંથી ગુલાબનું ફૂલ ચૂંટયું છે?
૩૪૫૭. તેં નામનો ઉચ્ચાર કર્યો છે. તું તે નામની વસ્તુંની શોધ કર, જાણ કે ચંદ્રમા ઉંચે છે, નહિ કે નીચે ઝરાના પાણીમાં (પ્રતિબિંબ).
૩૪૫૮. જો તું નામ અને અક્ષરની પર જઈ શકયો હોય તો (સારુ). અરે, તારા પોતાનામાંથી સંપૂર્ણપણે સાફ થઈ જા.
૩૪૫૯. સાફ કરેલા લોઢાની માફક ગંદા રંગથી સાફ બની જા. ચોકખી આરસીની માફક દરવેશી શિસ્ત.
૩૪૬૦. ખુદાથી પોતાને પવિત્ર બનાવ, (કે જેથી) તું તારા પોતાના પવિત્ર સત્યનું 'તત્વ' જોઈ શકે.
૩૪૬૧. પયગમ્બરોએ બતાવેલું જ્ઞાન, તારા પોતાના દિલમાં જો, કિતાબ કે શિક્ષક કે સમજાવનાર વગર.(મુરશીદની કૃપાને અંગે સમજી જઈશ).
૩૪૬૨. હજરત પયગમ્બર સાહેબે ફરમાવ્યું છે, મારા લોકોમાંના કેટલાક, મારી પ્રકૃતિ(nature) અને મહત્વાકાંક્ષા(aspiration)માં, મારા સાથે એક થઈ ગયા છે.
૩૪૬૩. હું જે પ્રકાશથી તેઓને જોઈ રહ્યો છું. તેઓના આત્માઓ મને તેજ પ્રકાશથી જુએ છે.
૩૪૬૫. આ ખાનગી (ખુલાસો) જાણઃ "સાંજના હું કુર્દ હતો અને સવારમાં હું અરબ હતો," તેનું ગૂઢાર્થ વાંચ.
૩૪૯૨. જેઓએ પોતાના દિલને ઉજાળ્યું છે. તેઓ રંગ અને વાસથી નાસી છુટ્યા છે, તેઓ વિના વિલંબે દરેક પળે ‘રોશની’ જુએ છે.
૩૪૯૩. તેઓએ રૂપ અને જ્ઞાનનું છીલટું છોડી દીધું છે, તેઓએ ગૂઢાર્થ જોવાની આંખનો વાવટો ફરકાવ્યો છે.
૩૪૯૪. વિચારો ખતમ થયા તેઓએ “રોશની' મેળવી છે, તેઓએ ખરૂં (સત્ય) મેળવ્યું છે, અને (આખરી મંજિલ) સમુદ્ર મેળવ્યો છે.
૩૪૯૫. મૃત્યુ કે જેનાથી બધા સખત બીએ છે, આ લોકો (સંપૂર્ણ હદે પહોંચેલા) તેની (મૃત્યુની) હાંસી ઉડાવે છે.
૩૪૯૬. છીપને(કાયાને) નુકશાન થાય છે, મોતીને નહિ.
૩૪૯૭. જો કે તેઓએ વ્યાકરણ અને ન્યાય શાસ્ત્રને જવા દીધું છે, છતાં તેઓએ રૂહાનિયત ગરીબાઈ અને પોતાને ઓળખવાનું ગૂઢાર્થ જ્ઞાન સંપાદન કર્યું છે.
૩૪૯૯. (તેઓ) તારાથી મઢેલા અવકાશની સો છાપો મેળવે છે, “નહિ.” “ તે ખુદ - ખુદાનો દીદાર છે.”
ગુલામો અને સાથીદારોનું લુકમાન પર તહોમત મુકવું અને કહેવું કે તેઓ (શેઠ) માટે લાવતા હતા તે ફળો તેણે (લુકમાને) ખાધાં છે.
૩૫૮૪. (બીજા) ગુલામોની (સરખામણીમાં) લુકમાન તેના શેઠની નજરમાં (તેના બહારના દેખાવને) લીધે હલકો હતો.
૩૫૮૫. તે (શેઠ) તેના ગુલામોને પોતાની ખુશી માટે બગીચામાં ફળો લાવવા માટે મોકલતો હતો.
૩૫૮૬. બીજા ગુલામો વચ્ચે લુકમાન જાણે પરોપજીવી પ્રાણી માફક હતો. (પરંતું) તે (રૂહાની) જ્ઞાનથી ભરપુર રાતના દીપક જેવો હતો.
૩૫૮૭. પેલા ગુલામો કંજુસાઈમાં ફસેલા, (શેઠ માટેના) બધાં ફળો આનંદપૂર્વક ખાઈ ગયા.
૩૫૮૮. અને તેના શેઠને કહ્યું કે લુકમાન ખાઈ ગયો છે. (જેના અંગે) શેઠ લુકમાન તરફ નાખુશ અને કરડો બન્યો.
૩૫૮૯. જ્યારે લુકમાનને આ વાતની ખબર પડી, ત્યારે તેણે તેના શેઠને ખુલાસો કરવા પોતાની જીભ ખોલી.
૩૫૯૦. લુકમાન કહે, ઓ સાહેબ, મહેરબાન, ખુદાની નજરમાં અવિશ્વાસુ નોકર સ્વીકારાએલો નથી.
૩૫૯૧. તમે અમો બધાની કસોટી કરો, ઓ ભલાશેઠ, અમો બધાને ગરમ પાણી પીવા માટે આપો.
૩૫૯૨. અને પછી આ૫ ઘોડેસ્વાર અને અમે બધા પગે, એમ દરેકને ખુલ્લા મેદાનમાં દોડાવો.
૩૫૯૩. ૫છી ખરાબ કૃત્ય કરનારને જોજો. તેઓએ કરેલ કાર્યો જ આ ભેદ ખોલશે.
૩૯૯૪. શેઠે નોકરોને ગરમ પાણી પીવા આપ્યું. અને તેઓ (તેની) બીકથી તે પી ગયા.
૩૫૯૫. ત્યારબાદ તે તેઓને ખુલ્લા મેદાનમાં હાંકી ગયો, અને તેઓ અનાજના ખેતરમાં દોડા દોડી કરવા લાગ્યા.
૩૫૯૬. તેઓ દુઃખથી ઉલટીઓ કરવા લાગ્યા. (ગરમ) પાણી, પેલાં ખાધેલાં ફળો બહાર લાવતું હતું.
૩૫૯૭. જ્યારે લુકમાને ઊલટી કરી ત્યારે તેમાંથી ચોક્ખું પાણી બહાર આવતું હતું.
૩૫૯૮. જ્યારે લુકમાનનું ડહાપણ આમ ચોખ્ખું દેખાણું, તો પછી અસ્તિત્વના માલિકનું ડહાપણ કેવું હશે?
૩૫૯૯. “તે દિવસે કે જ્યારે છુપા વિચારો શોધી કાઢવામાં આવશે”, ત્યારે તમે જે સંતાડ્યું હશે, તે ગુપ્ત જાહેર થશે.
૩૬૦૦. જ્યારે “ તેઓને ગરમ પાણી પીવા માટે આપવામાં આવશે” ત્યારે બધા પડદાઓ “જેને ધિક્કારવામાં આવ્યું” તેના ચીરાઈ જશે.
૩૬૦૪. દુષ્ટ સ્ત્રીઓ દુષ્ટ પુરૂષો માટે એ ડહાપણ છે, બદસૂરતનો દોસ્ત બદસૂરત એ માફકસર જ છે.
૩૬૦૫. પછી જે પણ તું તેની સરખામણી કરીશ. જા. વ્હાલી (વસ્તુમાં) તલ્લીન બની જા. અને તેના જેવો આકાર અને ગુણ મેળવ.
૩૬૦૬. જો ‘નૂર'ની ઈચ્છા છે તો, 'નૂર' મેળવવા માટે ખુદને તૈયાર કર. જો તું (ખુદાથી) દૂર થવા ઇચ્છા કરે તો, તું ખુદ મુખત્યાર અને દૂર થા.
૩૬૦૭. આ નાશવંત કેદખાનામાંથી બહાર જવાનો રસ્તો (શોધવા) ઈચ્છા છે. તો માશૂકથી તારૂં મોઢું ફેરવ નહિ, પણ નીચો નમી સિજદો કર અને નહિવત બનીજા.
૩૬૧૨. ખુદા ઈચ્છે છે કે નાસીપાસ થએલા પણ, તેનાથી (ખુદાથી) તેની યાદીમાંથી, તેઓના ચહેરા દૂર ન રાખે.
૩૬૧૩. તેઓની ઉમેદ થકી પણ તેઓ નવાજિશ થએલા બને. (ખુદાની યાદીમાં) તેઓ થોડા દિવસ (ટૂંક વખત) પેગડામાં (પગ) રાખીને દોડે છે. (following Divine worship).
સુલેમાન પયગમ્બરની વાર્તા, સુલેમાન પયગમ્બરને માછીમારના રૂપમાં જોઈ એક માણસનું દ્વિધામાં પડવું.
૩૬૧૮. એક જુવાન માણસે નદીના કિનારે (પોતાના મનમાં) વિચાર્યું “(અહીં) આપણો માછીમાર સુલેમાન છે."
૩૬૧૯. (પણ) જો આ તે જ સુલેમાન છે તો શા માટે એકલો અને છૂપા વેશે છે? અને જો તે સુલેમાન નથી તો તે શા માટે સુલેમાનનો દેખાવ કરે છે?
૩૬૨૦. આમ વિચાર કરવામાં તે બે વિચારો વચ્ચે રહ્યો, જ્યાં સુધી કે સુલેમાન ફરીવાર રાજા અને સંપૂર્ણ બાદશાહ બન્યો.
૩૬૨૧. હજરત સુલેમાનની શહેનશાહી અને ગાદીથી સેતાન છૂટો થઈ ભાગ્યો, તેના ભવ્ય નસીબની તલવારે દૈત્યનું ખૂન રેડયું.”
૩૬૨૨. તેણે (સુલેમાને) પોતાની આંગળીમાં વીંટી પહેરી, દૈત્યો અને દેવતાઓનાં ટોળાં ભેગાં થયાં.
૩૬૨૩. માણસો જેઓ જોવા આવ્યા હતા, તેમાં તે માણસ પણ હતો કે જે દ્વિધામાં હતો (માછીમાર જ હજરત સુલેમાન છૂપા વેશમાં હતા કે નહિ તે જોવા).
૩૬૨૪. જ્યારે તેણે (હજરત સુલેમાને) હાથ ઉઘાડ્યો અને વીંટી જોઈ તેનું વિચારવું અને શોધવું એકદમ અદ્રશ્ય થયાં.
૩૬૨૫. જ્યારે (દિલની ઇચ્છિત વસ્તુ) સંતાએલી હોય છે ત્યારે ચિંતા થાય છે, આ શોધ અદશ્ય પાછળ હોય.
૩૬૨૬. જ્યારે તે અજ્ઞાન હતો ત્યારે જ તેના દિલમાં તરંગો વધ્યા. જેવો તે હાજર થયો (ભાનમાં આવ્યો) કે તેના તરંગો અદૃશ્ય થયા.
૩૬૨૮. ખુદાએ (કુરાનમાં) કહ્યું, હું ઈચ્છું છું કે તેઓ અદ્રશ્યમાં માને.
૩૬૩૩. (આંખથી ન જોયેલ છતાં વિશ્વાસથી) જે ખિદમત કરવામાં આવે એ સારી અને સુંદર છે. જ્યારે ખુદા તરફથી ખિદમત માંગવામાં આવે ત્યારે તે તેને ખુશ કરી અદ્રશ્ય યાદીમાં આવે છે.
૩૬૪૨. ઓ ભાઈ, ભાષણ આપવામાંથી દૂર રહે, ખુદા પોતેજ જ્ઞાન, કે જે તેની પાસે છે તે જાહેર કરશે.
૩૬૪૩ સૂર્યનો સાક્ષી, તેનો (સૂર્યનો) ચહેરો જ બસ છે, કઈ ચીજ (સૌથી) વધુ મોટી સાક્ષી છે? "ખુદા".
૩૬૫૧. બીજનો ચંદ્રમા કે સાત દિવસનો ચંદ્રમા કે પૂર્ણિમાનો ચંદ્ર, દરેક ફિરસ્તાનો 'નૂર' અને રૂહાની લાયકાતનો ખાસ દરજ્જો હોય છે.
૩૬૫૨. દરેક ફિરસ્તાને દરજ્જાઓ પ્રમાણે ત્રણ કે ચાર જોડ ચળકતી પ્રકાશની પાખો હોય છે.
૩૬૫૩. મનુષ્યની બુદ્ધિની પાંખો માફક કે જે દરેકમાં ઘણો તફાવત હોય છે.
૩૬૫૪. મનુષ્ય પ્રાણી કે જે ભલા કે બૂરા માટે સાથી હોય છે, તેને કે તેણીને ફિરસ્તાની મદદ સંદેશા આપ લે કરે છે.
૩૬૮૭. રૂહાની પીડા શું છે? મોત તરફ આગળ વધવું અને જિંદગીના પાણીને પકડવું નહિ. (રૂહને ભૂલી જવું).
૩૬૯૦. કાળી રાત્રિમાં તે (ચમકતી રોશની) દિવસને શોધ, અંધારામાં આગળ વધ, સમજણને વાપરી નાખ.
૩૬૯૧. ખરાબ (કાળો) રંગ લાગતી રાત્રિમાં ઘણું ઉત્તમ પણ છે. અંધારૂં જિંદગીના જીવનનું મિત્ર છે.