Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૧ તારવણી

વાર્તા - ૧૧

વાર્તા - ૧૧

0:000:00

અમીરૂલ મોમનીન મૌલા મુર્તુઝાઅલીના ચહેરા પર દુશ્મનનું થૂંકવું અને મૌલા અલીનું હાથમાંની તલવારને ફેંકી દેવા વિષે

૩૭૨૧. હ. મૌલા મુર્તુઝાઅલી પાસેથી શ્રદ્ધાપૂર્વક વર્તવાનું શીખ, જાણ કે શેરે ખુદા (મૌલા અલી) દગા ફટકા બાબતમાં પવિત્ર હતા.

૩૭૨૨. નાસ્તિક સાથે લડવામાં તેઓ ફાવી જતા હતા, કે જે અમીરને (મારવા માટે) તેઓએ તલવાર કાઢી.

૩૭૨૩. તે (હ. મૌલા મુર્તુઝાઅલીના) ચહેરા ઉપર થૂકયો, કે જે ચહેરો દરેક પયગમ્બર અને ઔલીયાઓની મગરૂરી હતો.

૩૭૨૪. તે, તે ચહેરા ઉપર થૂંક્યો, કે જેના ઉપર ચંદ્રમા ઈબાદત કરવાની જગ્યાએ સિજદો કરે છે.

૩૭૨૫. તુરતજ હજરત મૌલાઅલીએ તલવાર ફેંકી દીધી અને તેની સાથે લડવામાંથી ઢીલા પડયા.

૩૭૨૬. પેલો લડનાર આ કાર્યથી પ્રસંગ વગરની દયા અને માફી જોઈ નવાઈ પામ્યો.

૩૭૨૭. તેણે કહ્યું, તમે તમારી તલવાર મારા ઉપર ઉગામી, અને (પછી) શા માટે તે દૂર ફેંકી દીધી, અને મને બચાવ્યો?

૩૭૨૮. મારી સાથે દ્વંદ્વ યુદ્ધ કરતાં વધુ સારું તમે શું જોયું, કે જેથી તમે મારો સંહાર કરવામાં ઢીલા પડયા?

૩૭૨૯. તમે શું જોયું કે જેથી તમારો ગુસ્સો ઓછો થયો? આછી વીજળી ચમકી અને (વળી) પાછી પડી?

૩૭૩૦. તમે શું જોયું કે મેં (માત્ર) તેનું પ્રતિબિંબ જોયું અને મારા દિલમાં આત્મામાં ભડકો દેખાણો ?

૩૭૩૧. તમે શું જોયું કે આ (દુન્યવી) અસ્તિત્વ અને અવકાશથી પર કે જે મારી જિંદગી કરતાં વધુ ઉત્તમ છે, તમે મને જિંદગી આપી. (બચાવી).

૩૭૩૨. બહાદુરીમાં તમે શેરે ખુદા છો, ઉદારતામાં ખરેખર કોણ જાણે કે તમે કેવા મહાન છો?

૩૭૩૩. હજરત મુસાના (વખતમાં) રણમાં વાદળાઓમાંથી ખાવાના થાળા અને ભાખરીઓ આવતી, તેવી જ ઉદારતાવાળા આપ છો.

૩૭૩૪. સખત પરિશ્રમના પ્રતાપે પેદા થતા ઘઉં, માણસોને માટે રાંધેલા મધ જેવા મીઠા વાદળાઓમાંથી આવતા.

૩૭૩૫. હજરત મુસાના વાદળાં દયાની પાંખો ફેલાવતા, અને રાંધેલો મીઠો ખોરાક કાંઈ પણ મહેનત વગર આવતો.

૩૭૩૭. ચાલીસ વર્ષો સુધી આ ખોરાક અને બક્ષિસ, એક પણ દિવસ માટે, આ ઉમેદ ભરી પ્રજામાં આવતાં અટક્યા નહિ.

૩૭૩૮. ત્યાં સુધી કે તેઓ પોતે પોતાની ધૃષ્ટતાના કારણે, લસણ, લીલોતરી અને બકાલાની માંગણી કરવા લાગ્યા.

૩૭૩૯. આ હજરત અહમદના લોકો, કે જેઓ ઉદાર છે. “તે ખોરાક કયામતના દિવસ સુધી ચાલુ રહેનાર છે.”

૩૭૪૦. જ્યારે (હજરત પયગમ્બરે ફરમાવ્યું : ) મેં મારા માલિક સાથે રાત્રિ પસાર કરી, (આ શબ્દો) ઉચ્ચારવામાં આવ્યા : તેણે મને ખાવાનું તથા પીવાનું આપ્યું, આ અલંકારિક શબ્દો (રૂહાની ખોરાક માટેના છે.)

૩૭૪૧. આ (હદીસ) કાંઈપણ અર્થ બેસાડયા વગર કબૂલ કર કે જેથી તે તારા ગળામાં મધ ને દૂધ માફક (કબૂલાતમાં) આવે.

૩૭૪૨. અર્થ બેસાડવાના કારણોની (કોશિશ કરવી) એ બક્ષિસની અવગણના કરવા બરાબર છે, જ્યારે તે (દુભાષિયો) ખરા (અસલ) અર્થને ભૂલભરેલ માને છે.

૩૭૪૩. ભૂલ ભરેલો દેખાવ તેની સમજણની ખામીના અંગે ઉત્પન્ન થાય છે. 'સર્વવ્યાપક સમજણ' (universal reason) સત્ય છે અને આપણી સમજણ એ છીલટું છે.

૩૭૪૪. પોતાને ફેરવી નાખ, નહિ કે હદીસને, તારા મંદ બુદ્ધિના મગજને દોષ દે, નહિ કે ગુલાબની ફૂલવાડીને.

૩૭૪૫. ઓ મૌલાઅલી, તમો જ મારૂં ધ્યાન અને આંખ છો. તમોએ જોયેલામાંથી થોડું મને જાહેર કરો.

૩૭૪૬. તમારી ક્ષમાની તલવારે મારી જિંદગી બચાવી છે, તમારા જ્ઞાનના પાણીએ મારી જમીન (દિલ) પવિત્ર કર્યું છે.

૩૭૪૭. ખુલ્લું કહો, હું જાણું છું કે આ બધું (ખુદાનું જ) ગૂઢાર્થ છે, કારણ કે તલવાર વગર મારવું તે તેનું જ કામ છે.

૩૭૪૮. તે હથિયાર વગર અને અવયવો વગર કામ કરે છે, તેજ આવી ફાયદાજનક બક્ષિસો નવાજિશ કરે છે.

૩૭૪૯. બુદ્ધિ લાખો શરાબોનો સ્વાદ લેવાનું એવી ડાહી રીતે કારણ બને છે, કે આંખો અને કાનો તેનાથી અજાણ હોય છે.

૩૭૫૦. ખુલ્લેખુલ્લું કહો, ઓ સુંદરમાં સુંદર શિકાર કરનાર અવકાશી બાજ ! કહો, કે જેથી (હું જાણું કે) તે વખતે તમોએ પેદા કરનારથી, આ જોયું છે.

૩૭૬૩. જ્યારે તમો જ્ઞાનના શહેરના દરવાજા છો. જ્યારે તમે ઉદારતાના સૂર્યના કિરણો છો.

૩૭૬૪. “ઓ દરવાજા”, જેઓ દરવાજો શોધે છે. તેને માટે જરૂર ખોલો, કે જેને પ્રતાપે છીલટું મગજ સુધી પહોંચે.

૩૭૬૫. ઓ દયાના દરવાજા, હંમેશ માટે ખુલ્લા રહો! ઓ દાખલ થવાના મહેલ, " તેની અંદર દાખલ થનાર બીજો કોઈ નથી.”

૩૭૬૬. દરેક હવા અને રજકણ જ્યાં સુધી તે ગુપ્ત છે, ત્યાં સુધી તે (ખુદાઈ) દીદારની જગ્યા બની જાય છે, કે જેઓ કહે છે, “પેલીપાર દરવાજો છે.”

૩૭૬૭. જ્યાં સુધી ચોકીદાર દરવાજો ખોલતો નથી, ત્યાં સુધી ખ્યાલ અંદર હલચલ કરતો નથી.

૩૮૦૩. કે જેથી મારું નામ “તે ખુદાની ખાતર ચાહે છે.” તે હોય. “તે ખુદાની ખાતર ધિક્કારે છે" મારી ઈચ્છા હોય.

૩૮૦૪. કે જેથી મારી ઉદારતા જ “તે ખુદાની ખાતર આપે છે” હોય કે જેથી મારું કાર્ય “તે ખુદાની ખાતર અટકાવે છે” હોય.

૩૮૦૫. મારો ચટકો ખુદાની ખાતર હોય, મારી બક્ષિસ ખુદાની ખાતર હોય. હું સંપૂર્ણ ખુદાનો છું, હું કોઈ (બીજાનો) નથી.

૩૮૨૬. અંદર આવ, કારણકે ખુદાની દયાએ તને સ્વતંત્ર કર્યો છે, કારણ કે તેની દયા તેના કોપ ઉપર સરસાઈ ભોગવે છે.

૩૮૨૭. હવે અંદર આવ, કારણ કે તું ભયમાંથી મુક્ત થયો છે. તું એક (સામાન્ય) પથ્થર હતો. અર્ક થકી તું જવાહિર બન્યો છે.

૩૮૨૮. તું અવિશ્વાસ અને તેના કાંટાના જાળામાંથી બહાર આવ્યો છે. “હું”, (ખુદાના) બગીચામાંના ખીલેલા ગુલાબની કળીની માફક.

૩૮૨૯. તું હું છે અને હું તું છે, ઓ રોશની પામેલા, તું અલી (માં સમાઈ ગયો), હવે હું અલીને કેમ કાપું?

૩૮૩૦. તેં જે પાપ કર્યું તે દયાના કાર્ય કરતાં વધુ સારૂં છે, એક પળમાં તું (આ) અવકાશમાં ફરતો બની ગયો.

૩૮૩૧. માણસે પાપ કર્યું તે બહુ નસીબદાર હતો. શું ગુલાબના પાંદડાંઓ કાંટામાંથી ખીલતાં નથી?

હ. પયગમ્બર સાહેબનું મૌલા મુર્તુઝાઅલીના ઘોડાનું પેંગડું પકડનાર નોકરને કાનમાં કહેવું કે તારા હાથથી હજરત મૌલા મુર્તુઝાઅલી શહીદ થશે.”

૩૮૪૪. (હજરત અલીએ કહ્યું) હું એવો શખ્સ છું કે મારી દયાનું મધ મારા ખૂનીના વેરમાં પણ ઝેર થતું નથી.

૩૮૪૫. હજરત પયગમ્બરે મારા નોકરના કાનમાં કહ્યું કે, તે એક દિવસ મારી ગરદન ઉપરથી, મારું માથું જુદું કરશે.

૩૮૪૬. હજરત પયગમ્બર સાહેબ, (ખુદાઈ) દિવ્ય સંદેશના પ્રતાપે મારા દોસ્તને જણાવ્યું કે ; છેવટે મારો (જીસમાની) અંત તેના હાથથી થશે.

૩૮૪૭. તે (મારો દોસ્ત) છેવટે કહે છે, પહેલાં મને મારી નાંખો. કે જેથી આ તુચ્છ કાર્ય મારા હાથથી બનવા ન પામે.

૩૮૪૮. હું કહું છું. મારું મૃત્યુ તારાથી જ થનાર છે (તો) હું દૈવી ભાવિને અટકાવવાનો શા માટે પ્રયત્ન કરું?

૩૮૪૯. તે મારા પગે પડીને કહે છે કે ઓ દયાળુ, ખુદાની ખાતર મને બે ભાગમાં વહેરી નાંખો.

૩૮૫૦. કે જેથી આવો ખરાબ અંત મારા માટે ન આવે, કે જેથી મારો આત્મા દિલગીરીમાં બળ્યા ન કરે, કારણ કે તમેજ મારી (જિંદગી) છો.

૩૮૫૧. હું કહું છું, ચાલ્યો જા. “કલમ સૂકાણી છે” (ખુદાઈ ભાવિ ભૂંસી ન શકાય) તે કલમથી ઘણા ઊંચા ખડકો તૂટી પડયા છે.

૩૮૫ર. મારા આત્મામાં તારા માટે જરાપણ તિરસ્કાર નથી, કારણકે હું આ કૃત્ય તારાથી (છે) તેમ માનતો નથી.

૩૮૫૩. તું ખુદાનું હથિયાર છે, ખુદાનો હાથ જ (ખરો) પ્રતિનિધિ છે. હું ખુદાના હથિયાર સામે કેમ હુમલો કરું?

૩૮૫૪. તેણે (અમીરે) કહ્યું, તો પછી વેર લેવાનું કારણ શું છે? હજરત મૌલા અલીએ કહ્યું, તે પણ ખુદામાંથી છે, તે છૂપો ગૂઢાર્થ છે.

૩૮૫૫. જો તે પોતાના કાર્ય થકી ગુનાહ કરે (છતાં) તે ગુનાહ થકી (ભલાઈના) બગીચામાં વાવેતર કરે છે.

૩૮૫૬. તે પોતાના કાર્ય માટે બદલો લેવા આજીજી કરે છે પણ. વેર અને દયામાં તે એકજ છે.

૩૮૫૭. આ નોંધવા યોગ્ય શહેરમાં તે બાદશાહ છે. દરેક રાજ્યનો તે રાજા છે.

૩૮૫૮. જો તે પોતે પોતાનું હથિયાર ભાંગે છે, તો તે જ ભાંગેલાને સાંધે છે.

૩૮૫૯. ઓ ભલા આદમી, આ સમજ, (જે) “આયાત ને અમે મનસુખ કરીએ કે ભૂલાવી દઈએ છીએ, અને અમે વધુ સારી લાવીએ છીએ.”

૩૮૬૦. દરેક (મઝહબી) (કાયદો) જે (ખુદાએ) મનસુખ કર્યો, તે તેણે ઘાસ લઈ લીધું, અને તેની બદલીમાં ગુલાબ આણ્યું.

૩૮૬૧. રાત દિવસના કામકાજને ખતમ કરે છે. જીવંતપણું જે સમજને રોશની આપે છે, તે છે.

અમીરૂલ મોમનીન મૌલા મુર્તઝાઅલીની વાત તરફ પાછા ફરવું અને કેવી ઉદારતા તેના ખૂની તરફ બતાવી, તે વિષે

૩૯૨૪. હજરત મૌલાઅલી અને તેના ખૂનીની (વાત) તરફ પાછો ફર અને તેણે હજરત અલીએ જે માયાળુપણું તેના તરફ બતાવ્યું, ખૂની તરફ પોતાનું ઉત્તમપણું (બતાવ્યું).

૩૯૨૫. તેમણે કહ્યું, દિવસ અને રાત્રે હું મારી આંખોથી મારા ખૂનીને જોઉં છું (છતાં પણ) મને તેના તરફ ગુસ્સો નથી.

૩૯૨૬. કારણકે મૃત્યુ મને “મન્ના ” ની જેમ મીઠું બન્યું છે, મારા મૃત્યુએ ક્યામતને મજબૂત પકડી રાખી છે.

૩૯૨૭. મૃત્યુ વગરનાનું મૃત્યુ આપણને કાયદાસર લાગે છે, આપણને પૂરી ન પાડનારની ખાદ્ય સામગ્રી બક્ષિસ (લાગે છે).

૩૯૩૪.ઓ વિશ્વાસુ દોસ્ત, મને મારી નાખ. હું અધમ છું. ખરેખર મને મારી નાખવામાં વધુ સારી જિંદગી છે.

૩૯૩૫. ઓ યુવાન, ખરેખર મારા મૃત્યુમાં મારું જીવન છે, ક્યાં સુધી હું મારા વતનથી જુદો રહીશ? ક્યાં સુધી?

૩૯૩૬. જો મારા (અહીં) રહેવામાં જુદાઈ નથી તો તેણે આમ (કુરાનમાં) ન કહ્યું હોત, “ખરેખર, અમે તારી તરફ જ પાછા ફરનાર છીએ.”

૩૯૩૭. પાછો ફરનાર તે જ છે, કે જે પોતાના શહેરમાં પાછો ફરે છે. એકતામાં.

૩૯૬૪.ખુદાનો સિંહ તે છે, જે (જીસ્માની) રૂપથી નાસી છુટેલો છે.

૪૦૦૩. ધીરજ ઇચ્છિત ચીજોને લાવે છે, નહિ કે ઉતાવળ. ધીરજ ધર. શું સાચું છે, તે માત્ર ખુદા જ જાણે છે.

-: ભાગ- ૧, સંપૂર્ણ :-