મશનવી મૌલાના રૂમી, ભાગ-૧ તારવણી
વાર્તા - ૭, ઘરડા સારંગીવાળાની વાત.
વાર્તા - ૭, ઘરડા સારંગીવાળાની વાત.
૨૦૭૧. આનો છેડો જ નથી. શરૂઆત કરવાના સ્થળે પાછો ફર. કવિની કથામાં પાછો ફર.
હજરત ઉંમરના વખતમાં ઘરડાસારંગી વાળાની વાત કે જેણે ભૂખે મરતાં ખુદા ખાતર કબ્રસ્તાનમાં સારંગી વગાડી.
[((સારંગી = ઈબાદત), (કવિતા = ઈલમ))]
૧૯૧૩. શું તે સાંભળ્યું છે કે, એકવાર હજરત ઉંમરના વખતમાં "એક સારંગીવાળો", સુંદર અને "કીર્તિવંત કવિ" હતો.
૨૦૭૨. પેલો કવિ કે જેનાથી દુનિયામાં અત્યાનંદ(ખુશી) છવાએલ છે, કે જેના અવાજમાંથી અદ્ભુત કલ્પનાઓ ઉત્પન્ન થતી હતી.
૨૦૭૩. કે જેના ગીતે આત્માનું પંખી પાંખ ફફડાવે છે, જેના સૂરથી અંત:કરણ બે ધ્યાન બન્યું હોત.
૨૦૭૪. સમય પસાર થતો ગયો અને તે વૃદ્ધ થયો. બાજ પકડનાર તેનો આત્મા અશક્તિથી ડાંસ પકડનાર બન્યો.
૨૦૭૫. શરાબની બરણીની માફક તેની પીઠ વાંકી વળી ગઈ. તેની આંખોની પાંપણો જાણે પટપટીયું હોય, (તેવી બની).
૨૦૭૬. તેનો સુંદર અને રૂહને તાજગી આપતો અવાજ કઢંગો બન્યો, કોઈના ઉપયોગનો ન રહ્યો.
૨૦૭૭. અવાજની ઢબછબ કે જે જોહરાને પણ અદેખાઈ ઉપજાવે તેવી હતી તે હવે ઘરડા ગધેડાના ભૂંકવા જેવી બની ગઈ.
૨૦૮૨. જ્યારે કવિ વૃદ્ધ અને નબળો બન્યો, કાંઈ કમાણી (ન રહી,) તે એક રોટલાના ટુકડાનો કરજદાર બની ગયો.
૨૦૮૩. તેણે કહ્યું, “તેં મને લાંબી જિંદગી અને ટૂંકી વિશ્રાંતિ આપી છે, ઓ ખુદા હું એક ગુનેહગાર ઝાલીમ (છું) (જેના પર) તેં પસંદગીની નવાજીશો કરી છે.
૨૦૮૪. સીત્તેર વર્ષથી હું પાપ આચરતો આવ્યો છું, (છતાં) એક દિવસ માટે પણ તેં તારી કૃપા મારા પરથી હટાવી નથી.
૨૦૮૫. હું કાંઈ કમાઈ શકું તેમ નથી. આજે (હવે) હું તારો મહેમાન છું, હું મારી સારંગી તારા ખાતર વગાડીશ. હું તારો જ છું.
૨૦૮૬. તેણે તેની સારંગી લીધી અને ખુદાની શોધમાં મદીનાના કબ્રસ્તાને અફસોસની બુમ પાડતો ગયો.
૨૦૮૭. તેણે કહ્યું, હું રેશમના તારની કિંમત માટે તારી પાસે આજીજી પૂર્વક માગું છું. કારણ કે તે (ખુદા) તેના માયાળુપણાને અંગે ખોટા સિક્કા પણ સ્વીકારે છે.
૨૦૮૮. તેણે સારંગી લાંબા વખત સુધી વગાડયા કરી, અને (પછી) રૂદન કરતાં કરતાં પોતાનું મસ્તક નીચે મુક્યું, તેણે સારંગીનો તકીઓ બનાવ્યો અને કબર પર ઢળી પડ્યો.
૨૦૮૯. નિંદ્રાએ તેને ઘેરી લીધો. પછી તેનો આત્મા બંદિખાનામાંથી નાસી છુટ્યો, તેણે સારંગી અને સારંગી વાળાને જવા દીધા, છોડી દીધા.
૨૦૯૦. આ જગતના દુઃખ અને શરીરથી તે સાદા (પવિત્ર) બહોળા આત્મિક જગત માટે છૂટો થયો.
૨૦૯૧. ત્યાં તેના આત્માએ તે અનુભવ્યું, જે તે ગાતો હતો અને કહેતો હતો કે જો તેઓ મને અહીં રહેવા દે તો! મને અહીં રહેવા દીયો.
૨૦૯૨. આ વસંત ઋતુ અને આ બગીચામાં મારો આત્મા ખુશ છે, આ મેદાનોનાં પીણાં અને આ ખેતરોનાં ફળો ખાવામાં (પણ ખુશ છે).
૨૦૯૩. હું માથા અને પગ વગર મુસાફરી કરું છું. હોઠ કે દાંત વગર હું સાકર ખાઉં છું.
૨૦૯૪. મગજના થાક વગર સ્વતંત્ર યાદી અને વિચારમાં હું બહેસ્તના રહેવાસીઓ સાથે વાતો કરૂં છું.
૨૧૦૧. જો કોઈને આ (રૂહાની) જગત અને તેના રસ્તાની માહીતી માલમ પડી હોત તો આ (પાર્થિવ જગતમાં) રહેત નહિ, એક પળ માટે પણ (નહિ).
૨૧૦૨. (કવિને) ખુદાઈ સંદેશા આવતા હતાં, “નહિ”, લાલચુ બન નહિ. હવે જ્યારે તારા પગનો કાંટો બહાર નીકળી ગયો છે, ત્યારે રવાના થા.
૨૧૦૩. તેનો આત્મા તેની (ખુદાની) દયા અને રહેમતના વિશાળ હૈયામાં (અત્યાનંદ થકી) વિલંબ કરતો હતો દરમ્યાનમાં.
હજરત ઉમર સુતા હતા ત્યારે આકાશી અવાજે તેમને કહ્યું: “બયતુલ-માલમાંથી ચોક્કસ રકમ કબ્રસ્તાનમાં સુતેલા માણસને આપી આવ"
૨૧૦૪. પછી ખુદાએ હજરત ઉમર ઉપર એવું આળસ મોકલ્યું કે તે પોતાને જાગૃત અવસ્થામાં રાખી શક્યા નહિ.
૨૧૬૨. હજરત ઉંમરને ખુદાનો હુકમ આવ્યો. કહે, ઓ ઉંમર, અમારા ચાકરને. તેની તંગીમાંથી મુક્ત કર.
૨૧૬૩. અમારી પાસે પસંદગીનો અને ઘણી જ ઉંચી લાયકાતવાળો ચાકર છે. કબ્રસ્તાને પગે ચાલવાની મહેનત કરીને જા.
૨૧૬૪. ઓ ઉમર ! બયતુલમાલમાંથી સાતસો દીનાર તારા હાથમાં લઈને ઉભો થા.
૨૧૬૫. તે તેની પાસે લઈને જા, (અને કહેજે) ઓ તું કે જે અમારી પસંદગીનો છે. આ રકમ હમણાં સ્વીકાર અને દરગુજર કર (આટલી નાની રકમ માટે).
૨૧૬૬. આ રકમ રેશમ (ખરીદવાની) કિંમતમાં વાપર. જ્યારે તે વપરાઈ જાય, ત્યારે ફરીવાર અહીં આવજે.
૨૧૬૭. પછી હજરત ઉંમર, માન યુક્ત ભય ભરેલી હાલતમાં ઉભા થયાં કે આ ખિદમત કરવામાં પોતાની કમર કસે.
૨૧૬૮. પોતાના હાથમાં (નાણાની) કોથળી સહિત હજરત ઉંમરે પોતાનો ચહેરો કબ્રસ્તાન તરફ કર્યો. (ખુદાઈ પસંદગી પામેલાને) શોધવા દોડ્યા.
૨૧૬૯. (તેમને) કબ્રસ્તાનની આજુબાજુ બહુ લાંબુ દોડવું પડયું ત્યાં કોઈ ન હતું માત્ર એક ગરીબ ઘરડો માણસ.
૨૧૭૪. જ્યારે તેમને ખાત્રી થઈ કે ત્યાં પેલા વૃદ્ધ સારંગીવાળા સિવાય બીજો કોઈ નથી, ત્યારે તેમણે કહ્યું, ખરેખર કેટલાય પ્રકાશ પામેલા દિલવાળા (અંધારામાં) નજરે પડે છે.
૨૧૭૫. તેઓ આવીને તેની નજદીક સેંકડો માન સહીત બેઠા, હજરત ઉંમરને (ઓચિંતી) છીંક આવી અને પેલો વૃદ્ધ પોતાના પગ ઉપર ઉભો થઈ ગયો.
૨૧૮૩. (ઉમરે કહ્યું) જો અહીં રેશમ ખરીદવા સોનાના સિક્કા છે, આ વાપરી નાખીને ફરીવાર પાછો અહીં આવ.
૨૧૮૪. (પશ્ચાતાપમાં) આખા શરીરે ધ્રૂજતો, પોતાના હાથ કરડતો અને કપડાં ફાડતો વૃદ્ધ આ સાંભળી રહ્યો.
૨૧૮૫. તે બુમ પાડી કહે, ઓ ખુદા! તારા જેવો (મહાન) બીજો કોઈ નથી. તે ગરીબ ઘરડો માણસ શરમથી પાણી પાણી થઈ ગયો.
૨૧૮૬. આખરે જ્યારે તે ખૂબજ રોયો અને જ્યારે દીલગીરી હદ વટાવી ગઈ ત્યારે તેણે સારંગી જમીન ઉપર પછાડી અને તેના ટૂકડે ટૂકડા કરી નાખ્યા.
૨૧૮૭. તે કહે, ઓ (સારંગી) તું ખુદાથી મારા માટે પડદો હતી. અરે તું તો બાદશાહના રાજમાર્ગથી દૂર રાખનાર લૂંટારો હતી.
૬૧૮૮. ઓ તું, કે જેણે મારું ૭૦ વર્ષ સુધી લોહી પીધું, ઓ તું કે જેના થકી મારો ચહેરો કાળો થયો. (નામોશી પામ્યો).
૨૧૮૯. દયા કરો, ઓ ઉદાર માલિક (તું) કે જે અન્યાય પૂર્ણ જીંદગી પસાર કરનારને (પણ) ઈનામ અર્પે છે.
હજરત ઉંમરનું તેને રોવાની સ્થિતિ કે જે (ખૂદીપણું) છે તેમાંથી ધ્યાન ફેરવી (ખુદામાં) એકતાર થઈ જવાની હાલત કે જે (બેખૂદી) છે તેમાં જવા ફરમાવવું.
૨૧૯૯. પછી હજરત ઉંમરે તેને કહ્યું, આ તારો શોક તે પણ તારી ગંભીરતાની નિશાની છે.
૨૨૦૮ જ્યારે ફારૂક (ઉમર) ગૂઢાર્થોનો પડછાયો બન્યો ત્યારે વૃદ્ધ ઇન્સાનનું દિલ અંદરથી જાગૃત થયું.
૨૨૦૯. તે હાસ્ય અને રૂદન વગરનો બન્યો. રૂહની માફક તેનો (ઈન્સાની) આત્મા છૂટો પડ્યો, અને બીજા આત્માએ જિંદગીમાં પ્રવેશ કર્યો.
૨૨૧૦. તે ઘડીએ તેના અંતરમાં એવો અત્યાનંદ ઉત્પન્ન થયો કે તે દુનિયા ઉપરથી આસમાન તરફ રવાના થયો.
અબુ જહલની મુઠીમાંના કાંકરાઓ સાથે હજરત પયગમ્બરની વાતચીત કરવી. (નબી મહમ્મદ મુસ્તફા) માટે કાંકરાની સાહેદી પૂરવી હ. મહમ્મદ પયગમ્બર સત્ય હોવાની સાક્ષી આપવી.
૨૧૫૪. અબુ જહલના હાથમાં થોડા કાંકરા હતા. તે કહે, ઓ આહમદ જલ્દીથી કહે, આમાં શું છે ?
૨૧૫૫. જો તમે ખુદાના પયગમ્બર છો, તો કહો (કે) મારી મુઠ્ઠીમાં શું છે? આસમાની રહસ્યોનું જ્ઞાન તમોને છે? (તો કહો).
૨૧૫૬. તેમણે કહ્યું: તું મારી પાસે શું કરાવવાની ઈચ્છા રાખે છે? તેમાં શું સંતાડેલું છે તે હું કહું, અથવા તો તેઓ જાહેર કરે કે, હું ખરું કહેનાર સાચો છું.
૨૧૫૭. અબુ જહલ કહે, આ બીજી (વસ્તુ) વધુ અદભૂત છે. હજરત રસુલે કહ્યું: હા. (પણ) ખુદાને તેનાથી વધુ સત્તા છે.
૨૧૫૮. કાંઈપણ ઢીલ વગર તેની મુઠી વચ્ચેના કાંકરાએ, કલમો પઢવો શરૂ કર્યો.
૨૧૫૯. કહે, લા ઈલાહા ઇલ્લલ્લાહ (ખુદા સિવાય બીજો ખુદા નથી) અને કહે, મુહમ્મદ રસુલીલ્લાહ (મહમ્મદ ખુદાના પયગમ્બર છે).
૨૧૬૦. જ્યારે અબુ જહલે આ પથ્થરમાંથી સાંભળ્યું ત્યારે ગુસ્સામાં તે પથ્થરો જમીન ઉપર ફેંક્યા.