Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૧ તારવણી

વાર્તા - ૬

વાર્તા - ૬

0:000:00

૨૦૧૧. વરસાદનો દિવસ છે. રાત સુધીની મુસાફરી છે. આ (દુન્યવી) વરસાદથી ન ભીંજા પણ માલિકના વરસાદથી તરબોળ થઈ જા.

હ. આયશા ની વાત કે તેણી હજરત મુસ્તફાને પૂછયું, આજે વરસાદ પડયો છે. તમો કબ્રસ્તાને ગયા હતાં. છતાં તમારા કપડાં ભીના કેમ નથી?

૨૦૧૨. એક દિવસ હજરત નબી મુહમ્મદ મુસ્તફા પોતાના દોસ્તોમાંના એકના જનાજામાં કબ્રસ્તાને ગયા.

૨૦૨૭. જ્યારે હજરત પયગમ્બર કબ્રસ્તાનેથી પાછા ફર્યાં, તેઓ હજરત સીદ્દીકા પાસે ગયા અને તેમનામાં વિશ્વાસ મુક્યો.

૨૦૨૮. જ્યારે હજરત સીદીકાની આંખો (પયગમ્બર સાહેબ) પર પડી, તેણી આગળ વધી અને તેમના ઉપર હાથ ફેરવવો શરૂ કર્યો.

૨૦૨૯. તેઓની પાઘડી પર, ચહેરા પર, તેમના વાળ પર, તેઓના કોલર પર; છાતી પર અને હાથ પર.

૨૦૩૦. હજરત પયગમ્બરે કહ્યું, આવી ઉતાવળમાં તું શું શોધી રહી છો? તેણીએ જવાબ આપ્યો, આજે વાદળામાંથી વરસાદ પડ્યો છે.

૨૦૩૧. હું કપડાની (ભીનાસ) તપાસી રહી છું, મને (તમારા કપડા) વરસાદના લીધે ભીનાં થએલાં લાગતાં નથી, અરે એ કેવી વિચિત્રતા છે?

૨૪૩૨. હજરત પયગમ્બર સાહેબે કહ્યું, “તારા માથા પર તેં શું વિંટાળ્યું છે? તેણી કહે, તમારી ચાદર મેં મારા માથાપર વિંટાળી છે.

૨૦૩૩. તેઓ કહે, ઓ પવિત્ર દિલવાળી, ખુદાએ અદ્દીઠ વરસાદ તારી પવિત્ર આંખને બતાવેલ છે.

૨૦૩૪ વરસાદ તારા વાદળોમાંનો નહતો. તે બીજાં વાદળ અને બીજું જ આકાશ છે.

૨૦૩૫. અદીઠ દુનિયાના આ સિવાયના વાદળો અને પાણી છે તેને બે સૂર્ય અને આકાશ છે.

૨૦૩૬. ચૂંટાએલા સિવાય કોઈ આ ભેદ સમજી શકતો નથી. બાકીનાઓ બીજી વારની ઉત્પત્તિ (રૂહાની જગતના અસ્તિત્વ) માટે શંકામાં છે.

૨૦૩૭. કેળવવાની ખાતર વરસાદ છે, સડાવવાની ખાતર પણ વરસાદ છે.

૨૦૩૮. વસંત ઋતુનો (Spring time) વરસાદ મહાન ફાયદા કારક છે. પણ વરસાદ બગીચાને પાનખર ઋતુમાં (autumnal rain) તાવ જેવો છે.

૨૦૩૯. વસંત ઋતુનો વરસાદ નાજુકતાથી પોષણ આપે છે. જ્યારે પાનખર ઋતુનો વરસાદ તેને બીમાર અને તેજ હીન બનાવે છે.

૨૦૪૫. પવન પોતાનું કાર્ય કરે છે અને ફૂંકાય છે. તેના પોતાના પસંદગીના આત્માને તેણે પસંદ કર્યો હોય છે.

"વસંત ઋતુની ઠંડીનો લાભ લે” એ હદીસના અર્થ બાબત.

૨૦૪૬. પયગમ્બર સાહેબે કહ્યું છે કે, મારા દોસ્તો ધ્યાન રાખો, વસંત ઋતુંની ઠંડીથી તમારા શરીરને ઢાંકો નહિ.

૨૦૪૭, કારણ કે તે વસંત ઋતું ઝાડને જેમ (ફાયદો) કરે છે, તેમ તે તમારા આત્માને ફાયદો કરે છે.

૨૦૫૧. ખુદાની દૃષ્ટિમાં પેલો શિયાળો એ 'નફસ' અને તેની ઈચ્છાઓ સમજ. અને આત્માએ વસંતનું તત્વ અને અમર જિંદગી છે.

હ. સીદીકાનું હજરત મુસ્તુફાને પૂછવું, આજના વરસાદનો આંતરિક અર્થ શું હતો?

૨૦૬૦. હજરત સીદીકાએ કહ્યું, ઓ અસ્તિત્વની મલાઈ (કે જે તમો) આજના વરસાદનું ખરૂં કારણ શું હતું?

૨૦૬૧. શું તે દયાના વરસાદમાંનો (એક) હતો? અથવા તો ગભરાટનો કે કીર્તિવંતના ન્યાયનો (વરસાદ) હતો?

૨૦૬૨. શું તે વસંત ઋતુની શાખાની ભલાઈ થકી હતો? અથવા તો ઝેરી તાવદાયક ઉનાળાની અસર હતી?

૨૦૬૩. તેમણે કહ્યું, આ (વરસાદ) ગમને શાંત કરનાર હતો. જે (ગમ) આદમ જાતને સુખચેનમાં આફ્તરૂપ છે.

૨૦૬૪. જો માણસ ગમના અગ્નિમાં રહેવાનો હોય તો તે ઘણું જ નાશકારક નુકશાન વહોરી લેત.

૨૦૬૯. પેલી પારની દુનિયામાંની એક જરા જેટલી સમજણ(વરસાદ) ટપકે તો આ દુનિયામાં કંજુસાઈ અને અદેખાઈ (આટલી) જોર ન પકડે.

૨૦૭૦. જો અદૃષ્યમાંથી જરા વધુ ટપકે તો આ દુનિયામાં ભલાઈ અને બુરાઈ બાકી ન રહે.

૨૦૭૧. આનો છેડો જ નથી. શરૂઆત કરવાના સ્થળે પાછો ફર. કવિની કથામાં પાછો ફર.