Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૧ તારવણી

વાર્તા - ૫, હકીમ (સિનાઈ)ના વચનનું વિવરણ.

વાર્તા - ૫, હકીમ (સિનાઈ)ના વચનનું વિવરણ.

0:000:00

હકીમ (સિનાઈ)ના વચનનું વિવરણ. રસ્તે જતાં જે કોઈ કારણ તને પાછળ રાખે તે નાસ્તિકતા હોય કે ઈમાન તેની શી ફિકર ? જે પણ રૂપ તને પ્યારાથી પાછો પાડે તે ખૂબસૂરત છે કે બદસુરત તેની શી ફિકર? અને હ. પયગમ્બર સાહેબના શબ્દો “ખરેખર સાદ અદેખો છે. અને હું સાદ કરતાં વધુ અદેખો છું. અને અલ્લાહ મારા કરતાં વધુ અદેખો છે, અને તેની અદેખાઈ અંગે જ જાહેરી કે બાતુની દંભી કૃત્યની તેણે મના ફરમાવી છે.

૧૭૬૭. હરકોઈ કે જે રાજાનો પ્રીતિ પાત્ર મિત્ર બને અને (જો) તે "દરવાજે" ઊભો રહે તો તે તેને માટે અપમાનજનક અને છેતરામણું છે.

૧૭૬૮. જ્યારે રાજાનો હાથ ચૂમવાનો તેને ખાસ હક મલ્યો હોય, ત્યારે તે રાજાના પગ ચૂમે તો ગુન્હો છે.

૧૭૬૯. અલબત રાજાને પગે માથું મૂકવું એ આધીનતા છે. (છતાં) આગલી આધીનતાના કાર્યો તરફ જોતાં (બીજી દ્રષ્ટિએ) તે ભૂલ અને પીછેહઠ છે.

૧૭૭૦. રાજાને એવા કોઈપણની ઈર્ષ્યા થાય છે જે, ચહેરો જોયા પછી, (માત્ર) સુગંધ પસંદ કરે છે.

૧૭૭૧. દૃષ્ટાંતની ભાષામાં કહું તો ખુદાની અદેખાઈ ઘઉં છે. (જ્યારે) ઈન્સાનની અદેખાઈ ડાળાનું ખડ (સુચલું) છે.

હદીશનું વિવરણ, ખરેખર તારા ખુદાએ તારી જિંદગીના દિવસો દરમ્યાન ચોક્કસ રહેમતો મોકલી છે, “ઓહ! તેઓને મેળવવા અરજ કર"

૧૯૫૧. હ. પયગમ્બર સાહેબે કહ્યું છે કે, અત્યારના દિવસોમાં ખુદાઈ શ્વાસો (રહેમતો) ફાવી ગએલ છે.

૧૯૫ર. આ રૂહાની અસરો તરફ તારૂં ધ્યાન અને કાન દે. આવા શ્વાસો (રહેમતો) ઝીલી લે.

૧૯૫૩. (દૈવી) (Divine) રહેમતો તારી પાસે આવે છે અને ચાલી જાય છે. જેને જોઈએ તેને તે નવજીવન આપે છે અને છૂટી પડે છે.

૧૯૬૦. ગઈ રાત્રે આ (રહેમત) જુદી રીતના, જુદા દેખાવે, પોત મેળે મારી પાસે રજૂ થઈ, પણ (ખોરાકના) થોડા કોળીયાઓએ અંદર આવી તેનો રસ્તો રોકી લીધો.

૧૯૬૧. એક કોળીયાને ખાતર લુકમાનને બાના તરીકે રહેવું પડયું, આ લુકમાનનો વખત છે. ઓ કોળીયા, ચાલ્યો જા.

૧૯૬૨. આ છીદ્રો કોળીયાને પ્રતાપે છે. તું લુકમાનના તળીયામાંથી જલ્દી કાંટો કાઢી નાખ.

૧૯૬૭. ઓ ઉંટ, તારી પીઠ પર ગુલાબની ગુણો છે. અને તેના અત્તરોની સેંકડો ગુલાબદાનીઓ તારામાં ઉગી છે.

૧૯૬૮.તારો ખ્યાલ બાવળ (કાંટાના ઝાડ) અને રેતીના રણ તરફ છે. મને અજાયબી થાય છે કે કિંમત વગરના કાંટામાંથી તું કયા ગુલાબો એકઠાં કરીશ?

૧૯૬૯. ઓ તું, આ શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આંટાફેરા લઈ રહ્યો છે, ક્યાં સુધી તું કહીશ, આ ગુલાબનો બગીચો ક્યાં છે? ક્યાં છે?

૧૯૮૬. સંપૂર્ણતા એ જ આત્મા છે. અને તેને સંપૂર્ણતાથી બોલાવવામાં આવે છે, હ. મુસ્તફા ફરમાવતા, ઓ બીલાલ અમોને તાઝગી આપ.

૧૯૮૭. ઓ બીલાલ મેં તારા દિલમાં ફૂંકેલા શ્વાસમાંના શ્વાસથી તારા સુરીલા અવાજને સંભળાવ.

૧૯૮૯. હ. મુસ્તુફા આ સુંદર અવાજથી પોતેજ પ્રભાવિત થયા. તઅરીસની રાત્રિએ તેમની નમાઝ ચુકાઈ ગઈ.

૧૯૯૦. આશિર્વાદીત ઉંઘમાંથી તેઓએ પોતાનું માથું ઉંચું કર્યું જ નહિ, ત્યાં સુધી કે સવારની નમાઝથી બપોરની નમાઝ વેળા થઈ.

૧૯૯૧. તઅરીસની રાત્રિએ તેમના પવિત્ર આત્માને “નવોઢા”ની હાજરીમાં હાથ ચુંબવાનો (ખાસ અધિકાર) મળ્યો.

૨૦૦૪. (નુરની) ધરતી કે જેનાથી હ. મુહમ્મદ સૌથી વધારે પવિત્ર થયા. હદીશના (કહેવા મુજબ) (નુરાની) ધરતી ઉપર સૌથી વધુ શાનદાર બન્યા.

૨૦૦૫ આ રૂહાનીયત તેમના વંશજોમાં વહેતી આવી છે. તેઓના ગાદી વારસો તારી સામે જ છે, તેઓને શોધ.

૨૦૦૬. તે હજરત મુહમ્મદના રૂહાની ગાદીવારસ તારી આગળ જ બેઠા છે, (પણ) ખરેખર તારો ચહેરો (નજર) ક્યાં છે? તે તારી સામેજ છે. પણ આવો ખ્યાલ કરનાર આત્મા ક્યાં છે?

૨૦૦૭. જો તું આગળ પાછળની કલ્પના કરીશ તો તું શરીરથી બંધાએલો છે અને રૂહથી પડી ગએલો છે.

૨૦૦૮. નીચે અને ઉપર, આગળ અને પાછળ એ કાયાને લાગુ પડે છે, તેજસ્વી રૂહનું સત્વ દિશા વગરનું છે.

૨૦૦૯. (રૂહાની) બાદશાહના પવિત્ર પ્રકાશથી તારા (અંદરની) આંખ ખોલ. કલ્પનાઓથી ચેતતો રહે, તેની માફક કે એક માણસ ટૂંકી નજરનો હોય.

૨૦૧૦.તું ગમ અને ખુશીમાં માત્ર કાયા છે. ઓ તું કે જે શૂન્ય છો તો શૂન્ય ને આંગળ પાછળ ક્યાંથી હોય?