Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૧ તારવણી

વાર્તા - ૪, પોપટના મરી જવાની વાર્તા.

વાર્તા - ૪, પોપટના મરી જવાની વાર્તા.

0:000:00

વેપારી કે જે (હિંદ) વેપાર કરવા જવા પ્રસંગે તેના પોપટે હિંદના પોપટો માટે સંદેશો આપ્યો તેની કથા.

[પોપટ = આત્મા, મરી જવું = નહીવત થવું]

૧૫૪૭. એક વેપારી હતો, અને તેની પાસે એક પોપટ હતો, પાંજરામાં પૂરેલો, સુંદર પોપટ.

૧૫૪૮. જ્યારે વેપારી હિન્દુસ્તાન મુસાફરીએ જવા રવાના થવાની તૈયારીમાં હતો.

૧૫૪૯. તેની ઉદારતાને લીધે તેણે દરેક ગુલામ અને ચાકરડીને પુછયું, “હું તમારે માટે શું લાવું? (મને) જલ્દી કહો.

૧૫૫૦. દરેકે પોતાની ઈચ્છા મુજબની ચીજો માંગી. પેલા ભલા માણસે તેઓ દરેકને તે ચીજો માટેનું વચન આપ્યું.

૧૫૫૧. તેણે પોપટને પુછ્યું, હિંદ મુલકમાંથી તારી પસંદગીની કઈ ચીજ છે કે જે હું તારા માટે લાવું?

૧૫૫૨. પેલો પોપટ કહે. "જ્યારે તમો ત્યાં પોપટને જુઓ તો, તેઓને મારી કફોડી દશા જણાવજો” (અને કહેજો).

૧૫૫૩. આ અને આવો પોપટ જે તમારા તરફ લાગણી ધરાવે છે, તે તેના કર્મ સંજોગે મારી કેદમાં છે.

૧૫૫૪. તે તમને સલામ મોકલાવે છે, અને ન્યાય માંગે છે, અને તમારી પાસેથી યોગ્ય દોરવણીનો રસ્તો અને રીત (શીખવાની) ઉમેદ રાખે છે.

૧૫૫૬. આ શું યોગ્ય છે કે હું અહીં બંદીખાનામાં દુઃખમાં છું. જ્યારે તમો લીલા મેદાનોમાં વૃક્ષો ઉપર ફરીને (આનંદ કરો છો).

૧૫૫૭. દોસ્તો ઉપર શું આવો જ વિશ્વાસ રાખવો? હું અહીં બંદીખાનામાં અને તમે ફૂલવાડીમાં.

૧૫૫૮. ઓ ભલા ભાઈઓ, આ દયાજનક પક્ષી તરફ ધ્યાન આપો. સવારના ઘાસના મેદાનોમાં ઝરાઓમાં (મારી યાદીમાં પાણી પીઓ).

૧૫૫૯. સુખી દોસ્ત તે છે કે જેના દોસ્તો તેને યાદ કરતા હોય, અને તેમાં ખાસ કરીને જ્યારે (માશુક) લયલા હોય અને (આશક) મજનું.

૧૫૬૦. ઓ તમો કે જેઓ પોતાના વહાલા સાથે ખુશી મનાવો છો. ત્યારે હું (જુદાઈમાં) મારા પોતાના ખૂનથી ભરેલા પ્યાલા પી રહ્યો છું.

૧૫૬૧. (તમે કે જેઓ મારા વહાલા છો) મારી યાદીમાં એક શરાબનો પ્યાલો ગટગટાવી જાઓ. જો તમારી ઈચ્છા મને ન્યાય કરાવવાની હોય.

પક્ષીની પાંખો કે જે દેવી સમજ છે તેનું વર્ણન.

૧૫૭૪. તે સર્વવ્યાપક(universal)નો આશક છે. અને ખુદ સર્વવ્યાપક(universal) છે. તે પોતાનાજ પ્રેમમાં તે પોતાનોજ પ્રેમ શોધે છે.

૧૫૭૫. આ પ્રમાણે "પોપટ"ની વાત છે કે જે "આત્મા" છે. તે ક્યાં છે કે જેને (રૂહાની) પંખીઓનો વિશ્વાસ હોય?

૧૫૭૭ જ્યારે તે આભાર કે ફરિયાદ વગર સખત ગીરીયાજારી કરે છે. ત્યારે સાતેય આસમાનમાં ગડબડ (ઉઠે છે).

૧૫૭૮ દરેક પળે ખુદા તરફથી તેની પાસે સેંકડો સંદેશા અને સંદેશ વાહકો (આવે છે), 'ઓ મારા ખુદા'ની તારા તરફથી એક જ "આહ", ખુદા તરફથી સો (અવાજો, "હું હાજર છું").

વેપારીનું હિંદના પોપટોને મળવું અને પોપટનો સંદેશો પહોંચાડવો.

૧૫૮૭. જ્યારે તે હિંદના દૂરના સ્થાને પહોંચ્યો, ત્યારે ત્યાં મેદાનમાં સેંકડો પોપટ જોયા.

૧૫૮૮. તેણે પોતાનું જનાવર (ઘોડો) થંભાવ્યો. અને તેણે અભિનંદનનો અવાજ કર્યો, અમાનત (શંદેશો જાહેર કર્યો).

૧૫૮૯. પોપટમાંનો એક ખૂબ જ આંચકાઓ સાથે ધ્રુજી નીચે પડયો અને મરીગયો, તેનો શ્વાસ થંભી ગયો.

વેપારીની હિંદના પોપટોની પોતાના પોપટને વાત કહેવી.

૧૬૪૯. વેપારી તેનો વેપાર સંપૂર્ણ કરી, પોતાના દિલમાં રાજી થતો ઘરે પાછો ફર્યો.

૧૬૫૦. તે દરેક ગુલામ માટે ભેટ લેતો આવ્યો હતો. તેણે દરેક બાંદીને પણ ભેટો આપી.

૧૬૫૧. પોપટે પૂછયું, મારી ભેટ ક્યાં છે? જે તમોએ કહ્યું અને જોયું, તે મને જણાવો.

૧૬૫૨. તે કહે “નહિ.” ખરેખર મેં (જે કહ્યું.) તેના માટે પસ્તાઉં છું. મારા હાથ કરડું છું. અને મારી આંગળીઓને બચકાં ભરું છું.

૧૬૫૩. શા માટે મેં અજ્ઞાનતામાં અને મૂર્ખાઈમાં ન સમજવા જેવો સંદેશો પહોંચાડયો?

૧૬૫૪. પોપટ કહે, ઓ શેઠ, તારો પશ્ચાતાપ શા કારણે છે. આ અકળામણ અને દુઃખ શાથી ઉત્પન્ન થાય છે?

૧૬૫૫. તેણે કહ્યું, મેં તારી ફરિયાદો, તારા જેવાજ પોપટોના ટોળામાં કહી.

૧૬૫૬. એક પોપટે તારા દર્દની વાત (હકીકત) જાણી. તેનું દિલ તૂટી ગયું, અને ધ્રુજીને મરી ગયો.

પેલા પોપટોએ કરેલું વેપારીના પોપટે સાંભળવું. અને પિંજરામાં મરી જવું, અને વેપારીનો તેના માટે પશ્ચાતાપ કરવો.

૧૬૯૧. પેલા બીજા પોપટે શું કર્યું તે જ્યારે પક્ષીએ સાંભળ્યું, ત્યારે તે (પણ) હદ ઉપરાંત ધ્રુજી, ઠંડુ થઈ ગયું.

૧૬૯૨. વેપારી તેને આમ પડેલું જોઈ, ઉભો થઈ ગયો અને પોતાની ટોપી જમીન પર પછાડી.

૧૬૯૩. જ્યારે તેણે તેને આવા ખોટા દેખાવ અને આવી હાલતમાં જોયો, વેપારી આગળ વધી પોતાના કપડાં ફાડવા લાગ્યો.

૧૬૯૪. તેણે કહ્યું, ઓ મધુર સ્વરના સુંદર પોપટ, આ તને શું થયું છે? આમ શાથી બન્યું?

વેપારીનું પોપટને પીંજરામાંથી કાઢવુ અને મરેલા પોપટનું ઉડી જવું.

૧૮૨૫. ત્યાર બાદ તેણે તેના પીંજરામાંથી પોપટને બહાર કાઢયો. નાનો પોપટ ઝાડની ઊંચી ડાળીએ જઈને બેઠો.

૧૮૨૬. મરી ગયેલા પોપટે એવી (ઝડપી) ઉડાન ભરી, જેમ પૂર્વીય સૂર્ય ઉપર આવવાની દોડ મૂકે છે.

૧૮૨૭. વેપારી પક્ષીના કૃત્યથી અચંબો પામ્યો. તેણે એકાએક (કાંઈપણ) સમજ્યા વગર પક્ષીના રહસ્યો જોયાં.

૧૮૨૮. તેણે પોતાનો ચહેરો ઉંચો કર્યો અને કહ્યું, ઓ બુલબુલ, તારી વાત સમજાવી, અમોને ફાયદો પહોંચાડ.

૧૮૨૯. (હિંદના) પોપટે શું કર્યું કે જે તું શીખ્યો, યુક્તિ સમજાવ અને અમોને (દિલગીરીમાં) બાળ.

૧૮૩૦. પોપટે તેને જવાબ આપ્યો, તેણે હિન્દુસ્તાનના પોપટે, પોતાના કૃત્યથી મને શિખામણ આપી કે તારી મીઠી બોલી અને તારો સ્નેહ (તારા શેઠ તરફનો) છોડી દે.

૧૮૩૧. કારણ કે તારો અવાજ જ તને કેદખાનામાં લાવ્યો છે. આ શિખામણ સમજાવવાની ખાતર તેણે મરેલ હોવાનો ઢોંગ કર્યો.

૧૮૩૨. (તેના કહેવાનો) અર્થ, ઓ તું કે જે ઊંચે અને નીચે ગાનાર બન્યો છે, (તું) મારી માફક મરેલો બની જા. કે જેથી તું છુટકારો મેળવી શકે.

૧૯૦૯. પોપટે નમ્રતાથી આજીજી કરી એ એના મરી જવાનો અર્થ હતો. ગરીબાઈ અને નમ્રતા પુર્વક આજીજી કરવામાં તું મરેલા જેવો બની જા.

૧૯૧૦. હ. ઈસાની તે ફૂંક તને જીવાડે અને લાયક બનાવે અને પોતા માફક આર્શિવાદ પામેલો બનાવે.

૧૭૫૧. અરે, આશકોની જિંદગી મોતમાં સમાએલી છે. જ્યાં સુધી તેં તારૂં દિલ ગુમાવ્યું નથી, ત્યાં સુધી માશુકનું દિલ જીતી શકીશ નહિ.

૧૭૫૪. અરે જ્યારે તું દ્વિતપણું જુએ છે, ત્યારે તેં “વ્હાલાને” કેવો ધારી લીધો છે ?

૧૭૨૭. હું કવિતાઓ (જ્ઞાન) વિષે વિચાર કરૂં છું, ત્યારે મારૂં મધુર દિલ મને કહે છે; પ્યારાના દિદાર સિવાય બીજો વિચાર ન કર.

૧૭૨૮. આરામથી બેસ. મારી કવિતાના ધ્યાની (meditating) દોસ્ત. તું મારી હાજરીમાં કવિતાની (સમજણનું) પરમસુખ મેળવનાર છો.

૧૭૨૯. તેં વિચારેલા તેઓના માટેના શબ્દો ક્યાં છે? શબ્દો શું છે? અંગુરની વાડીનાં વાળના કાંટા.

૧૭૩૦. હું મારો શબ્દ, અવાજ અને બોલી ગભરાટમાં ફેંકીશ, (બોલીશ). આ ત્રણ સિવાય (પણ) હું તારી સાથે વાત કરૂં.

૧૭૩૧, તે “શબ્દ " કે જે મેં હજરત આદમથી છૂપો રાખ્યો તે હું તને કહીશ. ઓ (તું કે જે) દુનિયાનો જાણકાર છે.

૧૭૩૨. તે શબ્દ કે જે મેં હ. ઈબ્રાહીમને ન જણાવ્યો તે (હું તને કહીશ) અને તે દુ:ખ (પ્રેમ) કે જે હ. જીબ્રાઈલ જાણતા નથી.

૧૭૩૩. હ. ઈસા તે શબ્દ બોલી ફૂંક મારતા હતા. તે ખુદાઈ શબ્દ (બોલતા હતા) “મા” વગર કાંઈ જ ઉચ્ચારતા ન હતા.

૧૭૩૪. ભાષામાં “મા”(શબ્દ) શું છે? હકારાત્મક(positive) અને નકારાત્મક(negative) બન્ને. હું હકારાત્મક નથી. હું બેખુદ અને નિસ્વાર્થ છું.

[મન્સુરનો "હું" હકારાત્મક, ફિરોનનો "હું" નકારાત્મક]

(ફારસીમાં "મા" યાને "હું")

૧૭૩૫ મને વ્યક્તિપણું બેખુદીમાંથી મલ્યું છે, તેથી જ હું મારૂં વ્યક્તિપણું બેખુદીમાં ફેરવું છું.