Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૧ તારવણી

વાર્તા - 3, યહુદી બાદશાહના પ્રધાનની ઈર્ષાનું- હસદનું વર્ણન

વાર્તા - 3, યહુદી બાદશાહના પ્રધાનની ઈર્ષાનું- હસદનું વર્ણન

0:000:00

૪૩૯, જે કોઈ શખ્સ ઇર્ષાથી પોતાનું નાક કપાવે છે. તે પોતે જ નાક કાન વગરનો બને છે. (રૂહાની રહસ્યો સમજી શકતો નથી.)

૪૪૦. નાક એ છે કે જે વાસ સુંધી શકે, કે જે વાસ તેને (રૂહાની હકીકત) તરફ દોરી જાય.

૪૪૧. જે કોઈ સુંઘવાની શક્તિ ધરાવતો નથી તે નાક વગરનો છે. વાસ(ની મકસદ) એ વાસ કે જે દીનની (રૂહાની હકીકત) છે.

૪૪૨. જે કોઈ આ વાસ પ્રાપ્ત કરે અને તેના માટે આભાર ન માને તો તે અનુપકારી બને છે અને તેનું નાક આ વાસ સુંઘવાની શક્તિને ગુમાવી દે છે.

૪૪૩. આભાર માન, આભાર માનનારાઓનો દાસ બનીજા, તેઓની હાજરીમાં મરેલો બની જા.

૫૬૭. મસ્તકના કાન એ દિલના કાનનું રૂ (પૂમડું) છે જ્યાં સુધી આ કાન બહેરાં થતા નથી ત્યાં સુધી દિલના કાન બહેરા રહે છે.

૫૬૮. ઈંન્દ્રિય વગરના કાન તથા વિચાર વગરનો બની જા. કે જેથી (ખુદા તરફનો) અવાજ 'પાછા ફરો' સાંભળી શકો.

૫૬૯. તું જાગ્રત અવસ્થામાં વાતચિતમાં (મશગુલ) છે, ત્યાં સુધી તું સ્વપ્નાવસ્થાની (સૂક્ષ્મ) વાતચિત ક્યાંથી સાંભળી શકીશ?

૫૭૦. આપણી વાણી અને કાર્યો એ જાહેરી મુસાફરી છે. (રૂહની) બાતુની મુસાફરી આકાશથી પણ ઉંચે છે.

૫૭૧. (જાહેરી) ઈન્દ્રીય માત્ર સુકુ જુએ છે. કારણકે તેનો જન્મ જમીન પર થયો છે. (જ્યારે) હ. ઈસાના આત્માએ (રૂહાની) સાગર પર પગ મુક્યા હતા.(ચાલ્યા હતા).

૫૭૨. સૂકી (જાહેરી) કાયાની મુસાફરી સૂકી (જાહેરી) દુનિયા પર છે, (પણ) રૂહાની મુસાફરીએ સાગરના મધ્યમાં પોતાના પગ મુક્યા છે.

૫૭૭. જાહેરી વાતચિત (દિલપર) ધૂળ (નાખવા) બરાબર છે. ચૂપ રહેવાની ટેવ પાડ, સાવચેતી રાખ.

હજરત મુસ્તફા તરફ પુજ્યભાવનું વર્ણન કે જે ઇંજીલમાં હતું.

૭૨૭. હજરત મુસ્તફાનું (પવિત્ર) નામ ઇંજીલમાં હતું કે જેઓ પયગમ્બરોના સરદાર અને પવિત્રતાના દરિયા છે.

૭૨૮. આપના (મુબારક) ચહેરા, રૂપરંગ અને ગુણનું વર્ણન (ઇંજીલમાં) હતું. આપના ધર્મયુધ્ધો, રોજા અને ખાનપાનનું વર્ણન હતું.

૭૨૯. ઈસાઈઓનો અમુક સમુહ સવાબ મેળવવા ખાતર. જ્યારે જ્યારે તેઓ (પવિત્ર) નામ અને બોધ પ્રત્યે આવતા હતા.

૭૩૦. ત્યારે તેઓએ પવિત્ર નામ પર ચુંબન આપતા હતા. એ ઉમદા વખાણ તરફ પુજ્ય ભાવથી જોતા હતા.

૭૩૧. આ (યહુદી વજીરના) ફિસાદમાં જેનું આપણે આ વાર્તામાં વર્ણન કર્યું છે, આ (હજરત મુસ્તફાના નામ ઉપર ચુંબન કરનાર ઈસાઈયોનો) સમુહ ફીતના અને ભયથી સલામત રહી ગયો.

૭૩૨. હજરત અહમદના પવિત્ર નામનું શરણ લઈને પ્રધાનના અમીરોની ખરાબીથી (એ સમુહ) સહી સલામત રહી ગયો.

૭૩૭. હજરત અહમદનું (મુબારક) નામ જ્યારે આવી મદદ કરે છે, ત્યારે એમનું (પવિત્ર) નુર (NC) કેવી મદદ કરી શકતું હશે?

૭૩૮. જ્યારે હજરત અહમદનું (પવિત્ર) નામ કિલ્લો બન્યું, ત્યારે રૂહુલ અમીનની પવિત્ર જાત કેવું (રક્ષણ) કરતી હશે?

બીજા એક યહુદી રાજવીની વાર્તા

યહુદી રાજવીનું એક સ્ત્રીને તેના બાળક સાથે લઈ આવવું અને તેના બાળકને આગમાં ફેંકી દેવું અને બાળકનું બોલી ઊઠવું. આગની અંદરથી...

૭૮૩.પેલો યહુદી (રાજવી) એક સ્ત્રીને તેણીના બાળક સાથે એ મૂર્તિ પાસે લઈ આવ્યો. જ્યાં આગ ભડકી રહી હતી.

૭૮૪. તેણે કહ્યું, હે સ્ત્રી આ મૂર્તિ આગળ સિજદો કર. નહિતર વગર બોલ્યે, તું આગમાં સળગી જઈશ.

૭૮૫. તે સ્ત્રી પવિત્ર ધર્મ (પાળનારી) અને પૂરી ઈમાનદાર હતી. (તેથી) તે ઈમાનના (પ્રતાપે) તેણીએ મૂર્તિને સિજદો ન કર્યો.

૭૮૬. (તેથી) તેણે તેની પાસેથી બાળક છીનવીને આગમાં નાખી દીધું. (આથી) સ્ત્રી ડરી ગઈ અને તેણીનું દિલ ઇમાન પરથી ડગવા લાગ્યું.

૭૮૭. તેણી મૂર્તિ આગળ સિજદો કરવા વિચાર કરતી હતી. (તેવામાં) તે બાળકે (આગમાંથી) બૂમ પાડી, “ ખચિત હું મૃત્યુ પામ્યો નથી.

૭૮૮. હે માતા (તું) અંદર ચાલી આવ. હું અહીં આનંદમાં છું. જો કે જાહેરમાં તો આગમાં છું.

૭૮૯. (આ) આગ (ગુપ્ત ભેદને) પડદામાં રાખવા એક નજર બંધી છે. (ખરી રીતે) આ ખુદાઈ રહેમત છે, જે અગ્નિ સ્વરૂપે (પ્રગટ કર્યું) છે.

૭૯૦. અંદર આવ, અને હ. ઈબ્રાહીમ નબીના ભેદો નીરખીને જેમણે આગમાં(NC માં) ગુલાબ અને ચમેલીનાં ફૂલો પ્રાપ્ત કર્યાં હતાં.

૭૯૧. તારાથી જન્મતી વેળાએ હું તેને મૃત્યુ સમજતો હતો. તારાથી અવતરતા મને ખૂબ જ બીક લાગતી હતી.

૭૯૨. જ્યારે મેં જન્મ લીધો ત્યારે મને (લાગ્યું) કે સાંકડા કેદખાનામાંથી છુટીને આનંદી અને ખૂબસૂરત જગતમાં (આવ્યો છું).

૭૯૩.જ્યારે હું આ અગ્નિમાં શાંતિ અનુભવું છું. ત્યારે હવે આ જગત ગર્ભાશય પ્રમાણે દેખાય છે.

૭૯૪. આ આગમાં મેં એક એવું જગત જોયું છે. જેના દરેક અણુ હજરત ઈસાની ફૂંક. (જેવા) છે.

૮૦૧. હે મુસલમાનો, તમે બધા અંદર ચાલ્યા આવો. આ રૂહાની મીઠાશ સિવાય (જે છે) તે આપદા છે.

૮૦૨. ઓ લોકો, તમો બધા પતંગિયાની પેઠે અંદર આવો. આ ખુશ નશીબીમાં કે જે સેંકડો વસંતો ધરાવે છે.

૮૦૩. તે લોકો વચ્ચે પડકાર કરી રહ્યો હતો. લોકોના દીલ પ્રેમ સાથે હેબત ભર્યાં બન્યા હતા.

૮૦૪. ત્યાર બાદ બધા લોકો પુરૂષો અને સ્ત્રીઓ (એક સાથે) બેશુદ્ધ બનીને પોતે પોતાને આગની અંદર નાંખવા લાગ્યા.

૮૫૪. હજરત હુદ ઈમાનદારોની આસપાસ લીટી દોરી હતી. પવન જ્યારે એ જગ્યાએ પહોંચતો તો શાંત થઈ જતો.

૮૫૫. જે લોકો (કાફરો) આ લીટીની બહાર હતા, તેઓ બધાઓને પટકીને ટુકડે ટુકડા કરી નાખતો હતો.

૮૫૬. એજ પ્રમાણે રબારી શાયબાન પોતાનાં (ઘેટાં બકરાના) ટોળાંને ચારે બાજુ દેખાય તેવી લીટી દોરીને જતા હતા.

૮૫૭. જ્યારે તેઓ શુક્રવારે નમાઝના વખતે જતા હતા, (ત્યારે લીટી દોરતા) કે જેથી તે સ્થળે કોઈ વરૂ હુમલો કરી પાયમાલી ન કરે.

૮૫૮. ન તો કોઈ વરૂ તેની અંદર દાખલ થતું. ન કોઈ બકરૂં તે નિશાનીની બહાર નીકળી પડતું.

૮૬૦. એજ પ્રમાણે મૃત્યુનો પવન મોમીનો માટે બગીચાના ઠંડા અને આનંદી વાયુ પેઠે થઈ જાય છે.

૮૬૫. જળ અને માટીએ જ્યારે હજરત ઈસાની ફૂંકનો ખોરાક આરોગ્યો. ત્યારે પાંખ અને પીંછા ફેલાવ્યા અને પક્ષી બનીને ઉડવા લાગ્યા.

૮૬૬. તારા (શબ્દ)નું રટણ જળ અને માટીની (કાયા)માંથી શ્વાસોશ્વાસથી ઊંચે ચઢે છે. જે તારી શુદ્ધ હૃદયની ફૂંક થકી બહેસ્તનું પક્ષી બની જાય છે.

૮૬૭. હજરત મુસા જેની તજલ્લી માટે ઈચ્છા બનાવી હતી, તે ખુદાના નૂરથી તૂર પર્વત નાચવા મંડી પડયો. વળી કામિલ સૂફી બની ગયો, વળી ઐબથી બચી ગયો.

૮૭૯. પાણી જો કે હોજની અંદર કેદી છે પરંતુ હવા તેને શોષી લે છે, કેમકે તે પાણી હવાના મૂળ તત્વમાંથી છે.

૮૮૦. તે (હવા) (પાણીને) મુક્ત કરી તેના મૂળ સ્થાન સુધી થોડું થોડું કરીને એવી રીતે લઈ જાય છે કે જેથી તું તેનું લઈ જવું જોઈ પણ ન શકે.

૮૮૧. એવી જ રીતે આ શ્વાસોશ્વાસ આપણા આત્માઓને જગતના કેદખાનામાંથી ધીરે ધીરે ચોરી જાય છે.

૮૮૨. એજ પ્રમાણે આપણા “પવિત્ર શબ્દો ” પણ તેના (ખુદાના) તરફ ઊંચે ચઢે છે. આપણામાંથી નીકળીને એ સ્થાન સુધી ઊંચે ચઢે છે કે જેની ખબર માત્ર ખુદાને જ છે.

૮૮૩. આપણા શ્વાસો ચુનંદા (શબ્દો) સહિત આપણી તરફની ભેટ તરીકે 'દારૂલ બકા' ભણી ઊંચે ચઢે છે.

૮૮૪. પછી આપણા "શબ્દ"નો બદલો આપણી તરફ પાછો આવે છે. કીર્તિવંત ધણી તરફથી રહેમત તરીકે તેનાથી બમણો (બદલો આવે છે.)

૮૮૫. પછી તે આપણને એ જ પ્રમાણે (પવિત્ર શબ્દોનું) ઝીક્ર કરવા પ્રેરે છે. કે જેથી તેનો બંદો જે પ્રાપ્ત કરી ચુકયો છે (તેનાથી) વધારે પ્રાપ્ત કરી શકે.

૮૮૬. આવી રીતે નિરંતર (આપણા પવિત્ર શબ્દો) ઉંચે ચડતા રહે છે. જ્યારે એ (ખુદાઈ રહેમત) નીચે ઉતરતી રહે છે. (ખુદા કરે) એ હંમેશાં જારી રહે.

૮૮૭. હવે આપણે ફારસી ભાષામાં કહીએ, મતલબ કે આ આકર્ષણ (ખેંચાણ) એ તરફથી આવે છે કે જે તરફથી એ આનંદ આવ્યો હતો.

૮૮૮. દરેક સમુહના લોકોએ એ તરફ મીટ માંડી હોય છે, કે જે તરફ એક દિવસ તેઓએ મજા ચાખી હોય છે.

૮૮૯. ખરેખર (દરેક) જાતીને પોતાના સજાતીયમાંથી જ આનંદ પ્રાપ્ત થાય છે, 'જુઝ'ને પોતાના ‘કુલ્લ'માંથી જ આનંદ આવે છે તે જોઈ લે.

૮૯૦. અગર તે કોઈ વિજાતીય માટે કાબેલ હશે, (અને) જ્યારે તે તેમાં મળી જશે તો તેની સજાતીય બની જશે.

૮૯૧. જેમ પાણી અને રોટલી આપણું સજાતીય નહોતા (પણ જમ્યા પછી) આપણા સજાતીય બની ગયા. અને આપણા (કદ અને શક્તિ)માં વધારો કર્યો.

૮૯૨. પાણી અને રોટલીમાં આપણા સજાતીય હોવાનો દેખાવ નથી. (પણ) પરિણામની નજરે તું તેને સજાતીય સમજી લે. (સમાઈને, એકાકાર બનીને શક્તિ આપે છે).

૧૦૧૨. માટીમાંથી બનાવેલા આદમે ખુદા પાસેથી જ્ઞાન મેળળ્યું. તે જ્ઞાને સાતે આસમાનને (પ્રકાશથી) ભરી દીધા.

૧૦૧૩. તેણે (હજરત આદમે) ફિરસ્તાઓની મહત્તા અને ખ્યાતિ તોડી નાખી. ખુદાની કુદરતમાં શંકા કરે છે તે આંધળો છે.

૧૦૧૪. છ લાખ વરસની ઇબાદત કરનાર ઝાહિદ (ઈબલીસ) (આદમને સીજદો ન કરવાથી) બળદના જેવો મૂર્ખ ગણાયો.

૧૦૧૫. (ઇબલીસે ધાર્યું, હસદ કરી કે) તે (હજરત આદમ) રૂહાની જ્ઞાનનું દૂધ પીવાને શક્તિમાન ન થાય અને તે બહેસ્તના ઉંચા મહેલમાં ફરતા ન હોય.

રૂમના એલચીએ (પયગમ્બર સાહેબના જમાનામાં હજરત ઉમરને સવાલ કરવો.

૧૪૪૬. તે માણસે તેને કહ્યું, ઓ મોમીનોના સરદાર, રૂહ ઉપરથી નીચે જમીન પર કેમ આવ્યો?

૧૪૪૭. અનંત પક્ષી પીંજરામાં કેમ આવ્યું? તેણે જવાબ આપ્યો, ખુદાએ “ શબ્દો ” ઉચ્ચાર્યા અને રૂહાની પર જાદુઈ (અસર) પડી.

૧૪૪૮. જ્યારે તે જે અસ્તિત્વમાં ન હોય, આંખ કે કાન ન હોય, તેના પર “શબ્દો ” ઉચ્ચારે છે (તો તે ખુદાના) શબ્દો થકી તેઓ હાલવા ચાલવા માંડે છે.

૧૪૪૯, તેમના (ખુદાના) ‘શબ્દો' થકી અસ્તિત્વ ન ધરાવતું રૂપ. તેજ પળે અસ્તિત્વમાં આવી ખુશાલીમાં નાચતું હોય છે.

૧૪૫૦. જ્યારે તે ફરીવાર રૂપમાં આવેલ ઉપર “શબ્દ" ઉચ્ચારે છે. એ શબ્દ થકી અસ્તિત્વમાં આવેલની હસ્તી મટી જાય છે.

૧૪૫૧. તેણે ગુલાબના કાનમાં “શબ્દ” ઉચ્ચાર્યો અને તેને હસતું કર્યું.

૧૪૫૯. જા તારું અંતકરણ (ગૂંચવણની) હાલતમાં ન હોય તો, તું આ રૂનું પૂમડું તારા રૂહાની કાનમાં ન ખોસ.

૧૪૬૦. કે જેથી તું તેની આટી ઘુંટીઓ સમજી શકે. કે જેથી તું ખુલ્લી અને અદૃશ્ય નિશાની નિહાળી શકે.

૧૪૬૧. પછી રૂહાની કાન ‘વહી’ (સંદેશો) ઉતરવાની જગ્યા બને છે, ખુદાઈ સંદેશો 'વહી” શું છે? ઈંદ્રીયની સમજથી છૂપેલ સંભાષણ.

૧૪૬૨. રૂહાની કાન અને આંખ, ઇંદ્રિયની સમજથી જુદા જ છે.

રોમના એલચીને હાલ અને મુકામ વિષે સમજાવવું.

૧૪૩૩. ત્યારબાદ તેણે (શેખે, એલચીને) તેને ગૂઢ સંભાષણો સંભળાવ્યા ખુદાના પવિત્ર સંબંધ વિષે, કે ખુદા કેવો ભલો મિત્ર છે!

૧૪૩૪. અને ખુદાનું તેના વલીઓ તરફનું માયાળુપણું (સંભાળાવ્યું), એટલા માટે કે તે (એલચી) "મુકામ" (નો અર્થ) અને "હાલ" (બદલાતી સ્થિતિનો અર્થ) જાણી શકે.

૧૪૩૫. તે ખૂબસૂરત નવોઢાનો ઢાંકેલો ઘૂંઘટ ખુલે, તેને “હાલ” કહેવામાં આવે છે. અને જ્યારે નવોઢાનું (પતિ-રાજા) સાથેનું એકાંતમાં મિલન થવું, તેને મુકામ (કહે છે).

૧૪૩૬. પડદો ઉંચકાયાની વખતે એ રાજા અને બીજાઓ સાક્ષી પૂરતા હોય છે. (પરંતુ) (નવોઢા) સાથે તે કીર્તિવંત બાદશાહનું એકાંતમાં હોવા વખતે, બીજું કોઈ હોતું નથી.

૧૪૩૭. નવોઢા, સામાન્ય અને અમીરો (બંન્નેની) પાસે ઘૂમટો ખોલે છે, પરંતુ લગ્ન મંડપમાં રાજા સાથે નવોઢા એકલી હોય છે.

૧૪૩૮. સૂફીઓમાં ઘણા આ 'હાલ'નો આનંદ માણતા હોય છે. (પરંતુ) "મુકામ” ના દરજ્જે પહોંચ્યા હોય તેવા કોઈ વિરલા જ હોય છે.

૧૪૩૯. તેણે એ (શેખે) તેને સફર કરતા રૂહના સ્થળોની માહિતી આપી. અને તેને રૂહની મુસાફરીઓની પણ યાદી આપી.

૧૪૪૦. તે વખત કે જે વખત કદી રદ નથી થતો. જે 'પવિત્ર'નું રહેઠાણ (અર્શે અઝીમ) જે નિરંતર સુશોભિત છે (તેની પણ યાદી આપી).

૧૪૪૧. વાતાવરણ કે જેમાં રૂહાની ‘સીમુર્ગ” આ દુન્યવી જિંદગી પહેલાં પણ ઉડ્યો છે. અને (ખુદાની દયાની) લિજ્જતનો અનુભવ કર્યો છે.

૧૪૪૨. તેની માત્ર એકજ ઉડ્ડયન, દુન્યવી ક્ષિતિજ કરતાં વધુ લાંબી હોય છે, પ્રેમીના ચાહવાની આશા કે ઉત્કંઠા કરતાં પણ વધારે.

૧૪૪૩. જ્યારે (શેખ) ને તે અજાણ્યો દોસ્ત માલમ પડ્યો, (જાણ્યું કે) તેનો આત્મા (દૈવી) ભેદો જાણવાની તલાશમાં છે.

૧૪૪૪. શેખ એક્કો (હોંશિયાર) હતો. અને મુરીદ (એલચી) આતુર હતો. ઉતાવળો માણસ (ઘોડેસ્વાર ચાલાક) હતો. પશુ (ઘોડો) બાદશાહી તબેલાનો હતો.

૧૪૪૫. તે રૂહાની દોરવણી આપનારને જણાયું કે, તે (એલચી) રૂહાની (દોરવણી) સમજી શકે તેવો હતો. તેણે સારી જમીનમાં સારાં બી વાવ્યાં.