Ilm Majalis Logo

ILM MAJALIS

વજ હે દીન - દીનનો ચહેરો

રેકોર્ડીંગ - ૩

રેકોર્ડીંગ - ૩

0:000:00

પ્રકરણ -૧૧.

કલમએ ઈખલાસ વિષે સમજણ. (ટૂંક સાર).

“લા ઈલાહા ઈલલ્લાહ” “નથી કોઈ ખુદા, સિવાય અલ્લાહના”

“લા” શબ્દના બે અર્થ થાય છે. (૧) લા યાને નથી. નકારાત્મક (૨) લા યાને નિરાકાર - અલ્લાહ - અલ લા, સકારાત્મક.

જેમ “હું” શબ્દ હું પણા માટે વપરાય છે. નમરૂદ માટે તે નકારાત્મક છે. અને હું શબ્દ હકારાત્મક રૂહ માટે હક માટે, મન્સુર માટે વપરાય છે. તે સકારાત્મક.

કલમો પઢવો યાને સાક્ષી આપવી. નકારાત્મક લા થી શરૂ થાય છે અને હકારાત્મક લા યાને અલ-લા (અલ્લાહ) પર પૂરો થાય છે.

કારણકે ઈન્સાન નાશવંત, ફના થનાર છે એટલે નકારાત્મકથી શરૂ થાય છે અને અલ્લાહ અનંત છે એટલે હકારાત્મકમા પૂરો થાય છે.

અલ્લાહે રસુલિલ્લાહને પોતાના હોવાની સાક્ષી તેમની અતરાફમાં યાને તેમની મુઠ્ઠીમાં કાંકરા કલમો પઢ્યા હતા અને તેમના આત્મામાં મએરાજમાં પ્રત્યક્ષ દિદાર આપ્યો.

એ પ્રમાણે અલ્લાહે રસુલલ્લાહને બન્ને રીતે જાહેર અને બાતુનમાં ખાત્રી આપી અને રસુલિલ્લાહના કહેવાથી આપણે સાક્ષી આપી તેથી રસુલીલ્લાહનો દીન અંગીકાર કરવા મોમીનો પણ સાક્ષી આપે છે. બાતુનમાં બાતુની કલીમા.

ખુદા આપણી નજરથી છુપાએલ છે પણ તે, જમીન, આસમાન અને તેના દરમિયાન સર્જાએલ તમામ ચીજોનું વજુદ ખુદાના કારણે છે. આ સર્જાએલ વસ્તુંઓ અને આપણું પોતાનું અસ્તિત્વ ખુદાના અસ્તિત્વ પર આધારીત હોવાથી તે ખુદાની સાક્ષી છે અને આપણે પણ આપણા આત્મામાં સાક્ષી મેળવી શકીએ છીએ.

“તમે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે અમારા નુરને જુઓ” આ સંપૂર્ણ સાક્ષી છે. “જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે સૂકી જમીન તમોને મળશે અને તમારું દિલ તમોને ખાત્રી(સાક્ષી) આપશે.”

“…સો મએરાઝ મોમનકું હોવે, અપને રબકા દિદાર”

“અલ” શબ્દનો અર્થ મુઅર્રિફ(મારીફ-આરીફ) યાને ઓળખનાર થાય છે.

અલ્લાહ શબ્દના ચાર અક્ષર છે. અલીફ-લામ-અડધો લામ અને હે.

અલીફથી મુરાદ અકલેકુલ, લામથી મુરાદ નફ્સેકુલ, અડધા લામથી મુરાદ નાતિક અને હે થી મુરાદ અસાસ છે. આ ચાર હદો-દરજ્જાઓ છે.

નફ્સેકુલ કરતા નાતિકનું મૂલ્ય અડધું છે. હે અક્ષર પાછો વળેલો છે તે દર્શાવે છે “પાછા ફરો”

અલ્લાહ શબ્દના ચાર અક્ષર છે તે ચાર અક્ષર સાથે આવે તો અલ્લાહ શબ્દ બને છે તેવીજ રીતે અક્લેકુલ-નફ્સેકુલ-નાતિક-અસાસ ચાર દરજ્જા અક્લેકુલમાં ભેગા મળે છે ત્યારે વહેદત, અલ્લાહ જાહેર થાય છે.

ચાર અક્ષર યાને ચાર હદો તે જન્નતની ચાર નદીઓ છે.

ખુદાનો શબ્દ કુન-થા-be ખુદાએ અમ્ર ઉચ્ચાર્યો અને તેના અમલ તરીકે અક્લેકુલ પેદા થયો.

હવે શબ્દ કુન અને અકલેકુલ એક થયો. કોઈપણ બે વસ્તું ભેગી થાય ત્યારે ત્રીજી વસ્તું પેદા થાય છે એ પ્રમાણે અક્લેસાની યાને નફ્સેકુલ, જદ્, ફત્હ, ખ્યાલ જેવા દરજ્જાઓ અસ્તિત્વમાં આવ્યા.

(૧) અકલેકુલ “પાણી”ની નદી.

(૨) નફ્સેકુલ “દૂધ”ની નદી.

(૩) નાતિક “શરાબ”ની નદી.

(૪) અસાસ “મધ”ની નદી.

“ઈલમ ગીનાનનો મુશાહેદો કરતી વખતે હાજર ઈમામની શનાખત દેખાડવામાં આવે છે.”

“મન અરફકા ભેદ ઈલમમેં, પીર કામિલસે પાવે”

આ ચાર હદો ખુદાનું પ્રગટીકરણ છે, ખુદાની જહુરાત છે, ખુદાના સરૂપો છે જે ઉપરથી નીચે તરફ નદીઓના રૂપમાં વહી રહી છે.

બીજી રીતે જોઈએ તો ઈન્સાનના રૂહના આ ચાર દરજ્જા છે રૂહ તેમાંથી ફાયદો (ફયજ) મેળવીને ઉપરની તરફ આગળ વધે છે. તે ૪ નંબરથી ૩ અને ૨ અને છેવટે ૧ નંબર અકલેકુલમાં પહોંચીને વહેદતના દરિયામાં એક થઈ જાય છે.

ફરમાન પ્રમાણે :-

૧ - ફનાફીલ્લાહ.

૨ - આઝાદી.

૩ - જીકરજાપ ઈબાદત.

૪ - રૂહાની ઈલમ - તાવિલી ઈલ્મ.

આ હકીકત ચાર નદીયોના પ્રતિકો દ્વારા સમજાવી છે.

૧ - પાણીની નદી, પાણી અસલ હાલતમાં રહે છે. પાણીની નદી તે અક્લેકુલ છે. નિરાકાર અર્થાત લા. Universal Intellect સર્વ વ્યાપક બુદ્ધિ છે. Divine Soul, સબસે ન્યારા. તે સર્વે ચીજોનું મૂળ, અસલ છે. નીચેની બધી નદીયો તેમાંથી પ્રગટ થાય છે.

૨ - દૂધની નદી, દૂધ દરેક બાળકનો ખોરાક છે. અને અમુક પ્રાણીયોના બચ્ચાઓનેજ પ્રાપ્ત થાય છે. ઘણા ઓછાને તેની બક્ષિસ મળે છે. તે નફ્સેકુલ છે. આલમ-ઝરે છે, રૂહની શનાખત છે. Universal Soul છે. ઈલાહી સુરત છે. પસરીયા સો રબકા નૂર. દૂધ પાણી વગર અસ્તિત્વમાં આવી શક્તું નથી.

નફ્સેકુલથી ફાયદો મેળવનાર ખાસ નાતિક છે.

૩ - શરાબ (ખમર)ની નદી, મિસાલ નાતિક છે. ખમરથી કુવ્વત મળે છે. દુનિયાના શરાબમાં નશો હોય છે જે અક્કલની કમજોરી પેદા કરે છે. જ્યારે આ નાતિકનો શરાબ પીવાથી રૂહાની સમજણો પ્રાપ્ત થાય છે અને હિંમત પેદા થાય છે અને દુનિયા અને જીસ્માની ભાન ભૂલાય છે. “શરાબ પીનાર જેમ ભાન ભૂલી જાય છે તેમ તમે ઈબાદતમાં મશગૂલ થાઓ.” શરાબનો સ્વાદ ચાખેલ નથી તે શરીઅતી મસલાઓમાં વાદ વિવાદ કર્યા કરે છે. નાતિક ઈન્સાની જીસમમાં પયગમ્બર રૂપે છે પણ તાવિલી રીતે બાતુનમાં “સતશબ્દ” છે. હ. ઈશા અને રસુલીલ્લાહ જે નાતિક હતા તેઓ ફરમાવ્યું છે- હું ખુદાનો શબ્દ છું, કલીમા છું.

૪ - મધની નદી, તે અસાસ (પાયો) રૂહાની ઈલમ, તાવિલી ઈલ્મ છે. “મૌલા મુર્તજાઅલી ઈલમના દરિયા છે.” અસાસનું મધ મીઠું છે તાવિલ યાને બાતુન સમજે છે તેને મીઠાસ લાગે છે.

“અમારા ફરમાન(નું બાતુન) સમજી શકશે તેને મીઠાસ લાગશે”

મધ જેને મળે છે તેની જાહેર પરસ્તી અને વસવસા દૂર થાય છે અને “જુગત જોલ સંતોષ પ્રાપ્ત થાય છે અને સંતોષથી ભક્તિ (નાતિક) તરફ આગળ વધે છે. અને હકની ઓળખ થાય છે.

કુરાનમાં બહેશ્તની આ ચાર નદીયોનો ઉલ્લેખ છે તેનો આ તાવિલી અર્થ છે.

ઈમામ પણ જે નવા સેન્ટર બનાવે છે ત્યાં આ ચાર નદીયો અથવા ચાર બગીચાનો કોન્સેપ્ટ રાખે છે તે આ ચાર તબક્કાઓ તરફ ઈશારા કરેલ છે.

પીરોએ ગીનાનમાં આ ચાર શબ્દોનો ઉલ્લેખ કર્યો છે.

૧ - રહેમાન = અકલેકુલ = લાલ રંગ.

૨ - રબ = નફ્સેકુલ = લીલો રંગ.

૩ - રહીમ = નાતિક = બ્લુ રંગ (ભૂરો રંગ).

૪ - કરીમ = અસાસ = પીળો રંગ.

પીળો(Asas) અને બ્લ્યું રંગ(natik)ની મેળવણી કરવામાં આવે તો લીલો રંગ(Nafse kul) જાહેર થાય છે. રૂહની શનાખત થાય છે. રબની શનાખત થાય છે.

“જેણે પોતાને ઓળખ્યો તેણે પાતાના રબને ઓળખ્યો”

“બચ્યાને રંગ આપશો તો લાલ અથવા લીલો રંગ હશે તો પસંદ કરશે.”

“બલ્બના રંગ લાલ, લીલો, બ્લ્યું, પીળો જુદા જુદા છે પણ તત્વ એનું એજ છે.”

જેટલી પોતાના રૂહની, રૂહના દરજ્જાની ઓળખ વધારે તેટલી ખુદાની નજદીકી.

હવે કુરાનમાં બીજી આયત સુરે વત્તીન જેમાં ખુદા ચાર હદના કસમ ખાય છે.

“વ ત્તીને વ ઝયતુન વ તૂરે સીનીન વ બલદીન અમીન”

૧ - તીન યાને અંજીર અક્લેકુલ છે. તે આખું ખાય શકાય છે. તેમાંથી કાંઈ પણ ફેકવામાં આવતું નથી. અંજીર યાને અક્લેકુલ સંપૂર્ણ છે. પ્યોર છે તેમાં કાંઈ પણ ભેળસેળ નથી. છેવટે અકલેકુલમાં ચારે હદ એકત્રીત થતી હોવાથી વહેદતના દરિયામાં રૂહ એક થઈ જાય છે.

ફરમાન અકલેકુલ વિષે:- “તમારું અસલ શું છે ?

“નિરાકાર અર્થાત લા”

ગીનાન :- “નૂર નિરાકાર જાણજો”

“અરૂપ સમુદ્ર”

૨ - ઝયતુન જાણે નફ્સેકુલ છે. તે અકલેકુલથી મદદ મેળવે છે. ઝયતુનનું તેલ (રૂહાની ઈશ્ક) અને છીલટા (સુગંધ - જુદાઈનો ફીરાક) ઉપયોગમાં લેવાય છે. તેના બીયાં અને મલમો ફેકી દેવામાં આવે છે. એટલે કે અકલેકુલના ફરમાન મુજબ જોઈતી પાકીઝા ચીજ લે છે તેને સવાબ મળે છે.

જેમ પૃથ્વી ઉપર સમગ્ર એકજ માનવજાત વસે છે. પરંતુ દરેક ઈન્સાન વ્યક્તિગત રીતે જન્મે છે અને મરે છે. જેમ હ. ઈશા, હ. રસુલ, મન્સુર, પીર શમ્સ અને દુનિયાના વજીર સાલેહ જેવા થોડા માણસો નફ્સેકુલમાંથી વ્યક્તિગત રીતે અક્લેકુલમાં પહોંચ્યા. અક્લેકુલના ફરમાન મુજબ જોઈતી વસ્તું (છીલટા - સુગંધ - જુદાઈનો ફીરાક) લેશે તે વ્યક્તિગત રીતે નફ્સેકુલમાંથી અક્લેકુલમાં પહોંચે છે.

નફ્સેકુલ ઈમામનું રૂહાની રાજ્ય છે. ઈમામતનું નૂર છે. ત્યાં રૂહને અનંતતા પ્રાપ્ત થાય છે. ઈમામનું સરૂપ છે. સકળ પસારા. ઈમામ અક્લેકુલ રાજા છે. સબસે ન્યારા.

નફ્સેકુલ અકલેકુલમાંથી ઉત્પન્ન થયેલ છે અને નફ્સેકુલ નીચલી દુનિયાનો સર્જનહાર છે. તે જદ્, ફત્હ, ખયાલ, નાતિક, અસાસ, ઈન્સાની રૂહ અને ભૌતિક જગતનો સર્જનહાર છે.

નફ્સેકુલ વિષે ફરમાન:- “આલમ ઝરેમાં જીણા રજકણ જેવા” યાને સૂક્ષ્મ સરૂપે, Subtle હતા.

ગીનાન:- “નિરંજન જ્યોતિ સરૂપ”

૩ - તૂરે સીનીન એક પહાડ છે. સીનાઈ પર્વત. તે જાણે નાતિક (શબ્દ- ઉચ્ચાર - અક્ષરોના લખાણમાં) છે. પહાડનો દેખાવ જાહિરમાં ખડબચડો લાગે છે અને તે જોનારને સારો પણ નથી લાગતો.

“બ્રોકલી(નાતિક) દેખાવમાં બેડોળ(ugly) લાગે છે, તમે તેની સામે જુઓ ત્યારે હસજો”

“આજે સાંજે પુષ્કળ પ્રમાણમાં બીરીયાની (ન.કુલ) પીરસાશે તેમાં બ્રોકલી નહી હોય.” 😀

પહાડના અંદરના ભાગમાં હીરા, માણેક, યાકૂત, ઝમરુદ જેવા કિંમતી રત્નો અને ચાંદી સોના જેવી કિંમતી ધાતુઓ છુપાએલી હોય છે. બહારથી ખડબચડા દેખાતા પહાડમાંથી માણસને જ્યારે અંદરની કિંમતી વસ્તુંઓ સાંપડે છે ત્યારે તેને બેહદ ખુશી થાય છે.

પણ જે ફક્ત તેના બહારના રૂપમાં પનાહ લે છે અને અંદર દાખલ થતો નથી તેના “કાન મોટા થઈ જાય છે (મૂર્ખ બની જાય છે), મૂછના વાળ જાડા થાય છે (અહંકાર), પગ નાના થઈ જાય છે (રૂહાનીયત પ્રગતિ મુસાફરી થતી નથી.)

“નામ લીયા સો ‘અતિ ઘણા’ પણ પ્રેમ પીડા ન લાય, એતો ધૂળી ઉપર લીંપણા plaster on dust.

“ફળનું ઉપલું છીલટું દેખાવમાં સારું લાગે છે, પણ ખાશો તો કડવું લાગશે. ગર્ભ ખાશો તો મીઠાસ આવશે.”

“તમે બદામના છીલટા ખાઓ છો, મગજ ખાઓ તો વધારે એતબાર અને ખુશી હાંસલ થાય”

“ઈમામના બદન ઉપર નહી, ઈમામના રૂહ ઉપર ઈશ્ક હોવો જોઈએ.

“જુગતીસર દેહીથી છુટા થાઓ.”

“અજર શબ્દ ધ્યાનસું જરીયા, સહેજે કામ મુક્તિ કા સરીયા.” ન પચી શકે તેવો શબ્દ સુરતીના બળ વડે પચી જાય છે ત્યારે સહેલાઈથી મુક્તિ મળે છે.

જીકર જાપનું અજંપીયા જાપમાં રૂપાંતર થાય.

“નામ લેતા નામીકું પાવે”

“સોના વેચી સાજન લીજીયે મોતી કેરે મુલ”

"કેટલાક મુર્ખાઓ રસી પકડીને કૂવાના અંધારા તળીયે બેસી રહ્યા છે. તેમાં રસીનો શું વાંક ? તેમને મથાળે પહોંચવાની ઈચ્છાજ નથી !

નાતિક ઈન્સાની બુદ્ધિ સાથે જોડાએલ છે. સમયના બંધનમાં છે. જ્યાં સુધી અક્કલ ઠેકાણે હોય અને તૌબા કરો તો કબુલ થાય. તૌબા કરવાનો તાવિલી અર્થ પાછા ફરવું. નાતિકમાંથી ઈન્સાની રૂહને નફ્સેકુલમાં પાછું ફરવું જોઈએ. જે રૂહાની જીવન અનંત છે.

“હ. અલીના નૂર યાને નામ મારફત ઈમામતના નૂર (નફ્સેકુલ)માં દાખલ થવાની ચાહના રાખો.”

“બોલ અને બોલના અર્થ ઉપર એકાગ્રચિત્ત બનો.”

“ગંભીરતા પૂર્વકની એકાગ્રતાની જરૂર છે”

“બંદગી એ રૂહાની જીવનનો પાયો છે.”

૪ - હાઝલ બલદીન અમીન યાને સલામતીનું શહેર તે અસાસ છે. અસાસ શબ્દનો અર્થ પાયો, foundation. બાતુની ઈલ્મ, રૂહાની ઈલ્મ એ રૂહાની દીનનો પાયો છે. આકિલ ઈન્સાનને શરિયતના મતભેદ અને શંકાથી આ શહેરમાં અમાન-શાન્તિ મળે છે.

અસાસ પોતાના સહીત ચાર હદોનું મહત્વ અને અસ્તિત્વનું ભાન કરાવે છે જે રૂહાની પ્રગતિ માટે અતિ આવશ્યક છે.

“તમારો દીન સીધી સડક જેવો (અસાસથી નાતિક, નાતિકથી નફ્સેકુલ, નફ્સેકુલથી અક્લેકુલમાં જવું) છે. તે સડક પર સીધા ચાલ્યા જશો તો તમે તમારે ગામ યાને અસલ નુરાની મકાને(નિરાકાર, અક્લેકુલ) પહોંચી જશો.”

અસાસ ચાર હદોની સમજ આપે છે. તેથી તેનું પહેલું અને શ્રેષ્ઠ મહત્વ છે. મકસદ સુધી પહોંચવા ઉત્તમ ભોમિયો છે. પાયો છે.

બે ચીજ અક્લેકુલ અને નફ્સેકુલ રૂહાની દીનના દરજ્જા છે.

બીજા બે નાતિક અને અસાસ જીસ્માની દીનના (બૌદ્ધિક) દરજ્જા છે.

અક્લેકુલ અને નફ્સેકુલની મદદ આપણને નાતિક અને અસાસ દ્વારા પ્રાપ્ત થાય છે.

બે દરજ્જા રૂહાની કબુલ કરવાના છે. યાને ઈમાન રાખવાનું છે.

બે જીસ્માની દરજ્જાનો મનન ચિંતન અને એકાગ્રતા દ્વારા અમલ કરવાનો છે.

“જીસમથી રૂહ તરફ જવું”

તીન (અંજીર) અને ઝયતુન એકાકી શબ્દ છે. યાને અક્લેકુલ અને નફ્સેકુલ રૂહાની છે જેમાં બીજું કંઈ સંયોજન હોતું નથી. પછીના બે તૂરે સીનીન (સિનાઈ પર્વત) અને હાજલ બલદિલ અમીન (સલામતી શાન્તિનું શહેર) જોડિયા શબ્દો છે. યાને નાતિક અને અસાસ જીસ્માની છે. જીસ્મમાં શરીર અને રૂહ બન્ને જોડાએલ છે. સંયોજીત છે.

સૂરજના = અકલેકુલના = રૂહના આશક.

ચાંદના = નફ્સેકુલના = રૂહના દોસ્ત.

રાત - દિવસ = નાતિક અને અસાસનો પ્રેમ યાને મોમન.

અલ્લાહ અને તેની વહેદત આ ચાર દરજ્જાથી પર છે. વહેદત પ્રાપ્ત થાય એટલે આશક અથવા દોસ્ત કોઈનું વજુદ રહેતું નથી.

“વહેદતના દરિયામાં રૂહ એક થઈ જાય છે”

“નદી દરિયામાં મળ્યા પછી કોઈ નદીનું નામ આપતું નથી”

“ફનાફિલ્લાહ યાને ખુદાની જાતમાં નાબૂદ થઈ જવું”

૧ - અકલેકુલ = પયગમ્બર Universal Intellect ભાહૂત.

૨ - નફ્સેકુલ = જીબ્રાઈલ Universal Soul હાહૂત.

૩ - જદ્ = મિકાઈલ. Good fortune લાહુત.

૪ - ફત્હ = અસરાફીલ Victory જબરૂત.

૫ - ખયાલ = અજરાઈલ Imagine મલકુત.

હવે જે કલેમતુ-શહાદત(કલમો - Divine Word) ખરા દિલથી પઢશે તે હંમેશાના અઝાબથી છુટકારો પામશે.

યા અલી મદદ