વજ હે દીન - દીનનો ચહેરો
રેકોર્ડીંગ - ૨
રેકોર્ડીંગ - ૨
પ્રકરણ - ૧૧.
કલેમએ ઈખ્લાસ “લાઈલાહ ઈલ્લલ્લાહ" વિષે.
(૭૭) "લા ઈલાહા ઈલ્લલ્લાહ"ને કલમે ઈખ્લાસ અથવા તો કલેમએ શહાદત કહીએ છીએ. આ કલેમા ક્લેમએ શહાદત એટલા માટે કહેવાય છે કે તેનો ઉચ્ચારનાર ખુદા માટે શાક્ષી આપી કહે છે કે: “નથી કોઈ ખુદા, સિવાય અલ્લાહ."
સાક્ષી બે પ્રકારની હોય છે; ખરી સાક્ષી અને ખોટી સાક્ષી. ખરી સાક્ષી તે કહેવાશે કે જે ‘શખ્સની ખૂબીઓ આપણે વર્ણવીએ છીએ તે તેનામાં હોય છે; અથવા તે જે ખુબીઓનો દાવો કરે છે તે તેનામા નથી. આ બન્ને તથ્ય સાબિત કરવા માટે આપણા પાસે મજબૂત પૂરાવા પણ હોવા જોઈએ. ખોટી સાક્ષી તે કહેવાશે કે જે સામા પક્ષમાં ખૂબીઓ નથી તેને સાબિત કરવાની આપણે વ્યર્થ કોશિશ કરીએ અથવા જે ચીઝ તેનામાં છે, તેને આપણે છુપાવવાની કોશિશ કરીએ.
(૭૮) કલમે ઈખ્લાસમાં પણ બે પ્રકારની શાક્ષી છે. એક નકારાત્મક જેમ કે “લાઈલાહા" અને બીજી હકારાત્મક "ઈલલ્લાહ"
નકારાત્મક શાક્ષી ખોટી કહેવાય અને હકારાત્મક શાક્ષી ખરી કહેવાય. એવી સામાન્ય માન્યતા છે. વળી દીને ઈસ્લામમાં મુમીને જે ચીઝ જોઈ ન હોય તેની સાક્ષી આપવી દુરસ્ત (વાજબી) નથી.
અહીં એ સવાલ પયદા થાય છે કે, જ્યારે દીનમાં ખોટી સાક્ષી આપવું દુરસ્ત નથી ત્યારે રસુલે ખુદા (સ.અ.વ.) એ ખુદાને જોયા વિના કઈ રીતે શાક્ષી આપી હશે ? રસુલે ખુદાએ ખુદાને જોયા નહોતા એ વાત ખરી પણ ખુદા છે અને તે પણ એક જ છે. તેનો સુબૂત ખુદ ખુદાતઆલાએ નબીને આપ્યો છે. દાખલા તરીકે આ જગત અને તેમાંની તમામ વસ્તુંઓ સબૂત છે. હદીસમાં છે કે રસુલિલ્લાહ (સ.અ.વ.)એ ખુદાને પૂછયું કે: “તું જે કંઈ હોવાનો દાવો કરે છે તેના તારા પાસે શું પૂરાવા છે ? તારો શાક્ષી કોણ છે ? ખુદાએ જવાબ દીધો કે “દરેક પથ્થર અને ઢેફા મારા શાક્ષી છે.”
આ હદીસને ખુદ ખુદાનો કૌલ પણ ટેકો આપે છે કે “અમે નઝદીકમાં તેઓના અતરાફના આલમમાં અને તેઓની ઝાતમાં એવી નિશાનીઓ બતાવીશું કે જેથી ઝાહિર થઈ જાય કે તે હક છે.”
(૭૯) આ આયત ઉપરથી સાબિત થાય છે કે, ખુદા આપણી નઝરથી છુપાએલા છે પણ તે ઝમીન, આસમાન અને તેના દરમિયાન સર્જાએલી તમામ ચીઝોના વુજૂદની શાક્ષીથી ઝાહિર થાય છે.
ત્યારે ખુદા માટે શાક્ષી આપનાર ઈન્સાન છે કે જે પોતાની ઝબાનથી “લાઈલાહા ઈલલ્લાહ”નો કલેમો પઢીને ખુદાના હોવાનું સુબૂત આપે છે.
આ કલેમાના બે ભાગ છે: " લાઈલાહા" અને "ઈલલ્લાહ” પહેલા ભાગનો સંબંધ ખુદાના સર્જન સાથે છે. કેમકે સાક્ષીનો આપનાર મખલૂક છે, તે ભાગ નકારાત્મક એટલા માટે છે કે શાક્ષી આપનાર નાશવંત છે. ઈન્સાન ફના થનાર છે. કલમાના બીજા ભાગનો સંબંધ સુબ્હાન બારીતઆલાની વહદાનિયત સાથે છે. તે હકારાત્મક એટલા માટે છે કે તે કાયમ-નિરંતર છે. મતલબ કે મખલુક ફાની છે અને ખાલિક અમર છે.
પયગમ્બરે ખુદા (સ.અ.વ)એ કલમે શહાદતની શરૂઆત નફારથી એટલા માટે કરેલી છે કે શાક્ષીનો આપનાર ખુદાની ખલકત કે જે નાશ પામનારી છે તેને જોઈને નક્કી માની લે કે આ સૃષ્ટિનો પયદા કરનાર કોઈ ન કોઈ હોવો જ જોઈએ. ત્યારબાદ તેનું ધ્યાન ખુદાના તરફ કેન્દ્રિત થાય કે જે હંમેશાનો રહેનાર છે, સારાંશ કે ઈન્સાન ખલકત ને જોયા પછી જ પોતાનો ખ્યાલ ખાલિકના તરફ દોરવે છે.
(૮૦) વળી હું એમ પણ કહું છું કે રસુલે અકરમ (સ.અ.વ)એ કલમે શહાદતની શરૂઆત નકારથી અને સમાપ્તિ હકાર પર એટલા માટે કરી છે કે ઈન્સાન જે ખુદા માટે શાક્ષી આપે છે તેની શુરૂઆત એટલે જન્મ શરીરથી થઈ છે કે જે જડ (નાબૂદ થનાર - નકારાત્મક) છે. પરંતુ મરણ પછી તેનો આત્મા બાકી રહેશે કે જે લતીફ (અમર- હકારાત્મક) છે. આ મર્મ જાણ્યા બાદ હવે જે કોઈ કલમે શહાદત (Divine Word)ને ખરા દિલથી ઉચ્ચારે તો તેને ખુદાએ જન્નતમાં જગ્યા આપવાનો વાયદો કરેલો છે; ખરેખર કલમે શહાદતના પઢનાર માટે બહિસ્ત છે જ.
કલેમએ શહાદત “લાઈલાહા ઈલલ્લાહમાં પાંચ 'અલિફ' પાંચ 'લામ' અને બે 'હય' છે અને તેના બે ભાગ છે.
પાંચ અલિફ તે ઈન્સાનના પાંચ હવાસે બાતિન છે: ફિક્ર (reflection), ઝહન(intelligence), ખાતિર(conscience), હિફ્ઝ(retention) અને ઝિક્ર(memory), પાંચ લામ તે ઈન્સાનના હવાસે ઝાહિર છે; સાંભળવું(hearing), જોવું(sight), સુંધવું(smell), ચાખવું(taste) અને સ્પર્શવુ(touch). બે હયથી મુરાદ ઉપર જણાવેલા ઝાહિર અને બાતિન લવાસ છે.
(૮૦/૮૧) પયગમ્બર મુસ્તફા (સ.અ.વ)ની શાન અને અઝમત આ કલમે ઈખ્લાસથી ઝાહિર થાય છે. માત્ર ચાર જ શબ્દોમાં આપે ખુદાની તૌહીદ સમજાવી દીધી છે. ખરેખર પરવરદિગારે આલમે પોતાના પ્યારા રસુલનેજ પોતે કોણ છે. અને શું છે ? તે સમજાવવાની અને પોતાની ઉમ્મતને સમજાવવાની કુવ્વત બખ્શેલી હતી.
(૮૧) જેમ અલ્લાહ શબ્દ એક છે, તેમ ઈન્સાન પણ પોતાની મેળે એક છે. અલ્લાહ શબ્દના બે ભાગ છે - અલ-લા તેવીજ રીતે ઈન્સાન પણ શરીર અને આત્મા બન્ને ધરાવે છે. અલ્લાહ શબ્દ ચાર અક્ષરોનો બનેલો છે. બે “લામ”, એક “અલિફ” અને એક “હય” ઈન્સાનમાં પણ ચાર ચીઝ છે; સફરા (yellow bile), સૌદા (black bile), ખૂન (blood) અને બલગમ (phlegm-cough). જ્યારે અલ્લાહ શબ્દને છૂટા પાડીને લખીએ ત્યારે તેના ચાર અક્ષરો વચ્ચે ત્રણ ખાલી જગ્યા રહે છે. અને તેનો સરવાળો સાત થાય છે. તેના ઉપરથી આપણે કલેમાના સાત ભાગ કરીશું તેની તાવીલ હવે પછી સમજાવીશ.
અબજદ પદ્ધતિના આધારે અલ્લાહ શબ્દની ગણત્રી ૬૬ થાય છે. (૧+૬૦+૫=૬૬) ૬૬ના આંકડાનો સરવાળો કરીએ તો ૧૨ થાય. ઈન્સાનના શરીરના ૧૨ ભાગ છે. બે આંખ, બે કાન, બે પિસ્તાન (છાતી), બે ગુપ્ત અવયવો, એક મોઢું અને નાફ (દુંટી) અને બે હાથ.
(૮૧/૮૨) કલમે શહાદતની શરૂઆત “લામ"થી થાય છે. "લામ"ની ગણત્રી ૩૦ થાય છે. આ ત્રીસમાં એકમનો આંકડો ૩ છે. ઈન્સાનમાં ત્રણ કુવ્વત છે. વધવાની, બોલવાની અને ચાલવાની. વળી આલમે જીસ્માનીની શરૂઆત ત્રણ ચીઝોથી થયેલી છે. લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ આ ઉપરથી માલુમ પડે છે કે, કલમે શહાદતનો પહેલો ભાગ ઉચ્ચારવાથી ઈન્સાન પોતાના વુજૂદની પણ સાક્ષી આપે છે, કે જે વજૂદ ખુદાના કારણે છે.
(૮૨) અરબી ઝબાનમાં 'અલ' શબ્દ મુઅરીફ એટલે ઓળખનાર કહેવાય છે. દાખલા તરીકે રજુલ (માણસ), વલદ (છોકરો) ઈત્યાદી શબ્દો આગળ 'અલ' લગાડવાથી 'અર્રજુલ', 'અલ વલદ' એટલે ચોક્કસ માણસ, ચોક્કસ છોકરો એવો અર્થ થશે. (અંગ્રેજી ઝબાનમાં ‘અલ'ની સરખામણીમાં 'ધી' (The) શબ્દ છે -અનુવાદક.
અલ્લાહ શબ્દમાં જે ‘અલ' છે તેમાં અલિફથી મુરાદ 'અક્લેકુલ'ની છે, જેનું સર્જન અલ્લાહ પાકે સૌ પ્રથમ કર્યું, લામથી મુરાદ 'નફ્સેકુલ'ની છે. 'અલ'નો સરવાળો ઈલ્મ અબજદ મુજબ ૨૧ થાય છે.
કલમે શહાદતની શરૂઆતમાં અલ્લાહ (લા)ના હર્ફની જેમ અલીફ અને લામ છે. પણ તેમાં “લામ' પહેલા આવે છે અને ‘અલિફ' પછી તે એમ બતાવે છે કે ઈન્સાન નાદાન જન્મે છે, પરંતુ અક્લ મેળવ્યા બાદ તે સમજદાર થાય છે. મતલબ એ કે આ દુનિયા નફ્સની છે, અને પેલી દુનિયા અક્લની છે.
(૮૩) કલમે શહાદત પર વિચાર કરીએ તો જણાશે કે તેમાં પહેલા 'લામ' અને પછી 'અલિફ' એટલા માટે છે કે ઈન્સાન નફ્સેકુલથી જ અક્લેકુલને મેળવી શકે છે તે જ પ્રમાણે નાતિકને અસાસ મારફત જ ઓળખી શકાય છે.
અલિફ અને લામની વચ્ચે ૨૧ અક્ષરો છે તે બતાવે છે કે દીનમાં એકવીસ હદ છે; જેમકે નાતિક અસાસ, સાત ઈમામ અને બાર હુજજત જગતનું સર્જન પણ એ જ પ્રમાણે છે; હયઉલા (matter), સુરત (form), સાત સયારા (seven planets) અને બાર બુર્જ (twelve constellations) ઈન્સાનની રચના પણ એકવીસ ચીઝોથી થયેલી છે; શરીર, આત્મા, શરીરના સાત મુખ્ય ભાગો - મગજ, દિલ, જીગર, ઝારા, ગુરદા, ફેફસા અને તિલ્લી. તે ઉપરાંત બીજા બાર ભાગ શરીરમાં છે જેનું વર્ણન ઉપર કરી ગયો છું.
અરબી મૂળાક્ષરોમાં અક્ષરોનો જે ક્રમ છે તેમાં 'લામ' અને 'હય' આવે છે ક્રમમાં લામ અને હય વચ્ચે બીજા ત્રણ અક્ષર મીમ, નૂન અને વાવ આવે છે. એક અર્થમાં તે બતાવે છે કે નફ્સેકુલ (લામ) અને નાતિક (હય) વચ્ચે ત્રણ રૂહાની હદ છે. જદ્, ફત્હ અને ખ્યાલ - 'હય' પછી છેલ્લો અક્ષર 'યે' આવે છે તે બતાવે છે કે નાતિક એટલે કે મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) પછી, કાયમ (અ.સ.) આવનાર છે. રસુલિલ્લાહ (સ.અ.વ.) એ પણ એક હદીસમાં આ બાબતનો ઈશારો કર્યો છે કે : “હું અને ક્યામત સાથે સાથે આવ્યા."
(૮૪) મતલબ કે અલ્લાહ શબ્દના ત્રણ અક્ષરો અલિફથી મુરાદ 'અક્લેકુલ' લામથી મુરાદ 'નફ્સેકુલ' અને હયથી મુરાદ નાતિકની છે.
(૮૪) અક્લેકુલ, નફ્સેકુલ, નાતિક અને અસાસ આ ચાર હદે અઝીમ છે. પહેલા બે અક્લેકુલ અને નફ્સેકુલ રૂહાની છે. જ્યારે પછીની બે હદ નાતિક અને અસાસ જીસ્માની છે, આમાં એક રૂહાની અને જીસ્માની હદ સાથે રહે છે જેમકે અક્લેકુલ અને અસાસ. નફ્સેકુલ અને નાતિક.
આમ, આપણે કહીએ છીએ કે આ ચાર મહાન હદો, જેમાંથી બે આધ્યાત્મિક છે, એટલે કે અક્લેકુલ અને નફ્સેકુલ, અને બે ભૌતિક, એટલે કે નાતિક અને અસાસ, ક્રમમાં અનુરૂપ છે, એક આધ્યાત્મિક એક ભૌતિક સાથે. આમ, અક્લેકુલ અસાસ સાથે ક્રમમાં અનુરૂપ છે અને નફ્સેકુલ નાતિક સાથે ક્રમમાં અનુરૂપ છે. એક (અક્લેકુલ) તાય્યિદ (તત્કાલ મદદ આપનાર) માલિક છે, કારણ કે તે મૂળ (origin) છે. બીજો (અસાસ) તાવિલનો માલિક છે, જે વસ્તુંઓના અર્થને તેમના મૂળ (origin)માં પાછો લઈ જાય છે. નફ્સેકુલ નાતિક સાથે ક્રમમાં અનુરૂપ છે, કારણ કે (નફ્સેકુલ) તે વિશ્વની રચનાનો માલિક છે અને બીજો (નાતિક) શરીઅતના સંકલનનો માલિક છે. શરીરની રચના અને વાણીનું સંકલન એકબીજાને અનુરૂપ છે. આમ, આપણે કહીએ છીએ કે શહાદત (કલીમા)ના ચાર શબ્દો ચાર મૂળ દર્શાવે છે, દરેક શબ્દ એક મૂળને અનુરૂપ છે. (Taken From English Book).
"લા"એ અસાસનો ઉલ્લેખ કરે છે જે પોતાના તાવિલ દ્વારા ખુદાની તવહીદમાંથી સૂક્ષ્મ અથવા ગાઢ જગતને નકારે છે, જે આ શબ્દના બે અક્ષરો દ્વારા રજૂ થાય છે, એક "અલિફ" છે, જે સરળ અને સૂક્ષ્મ છે, અને બીજો "લામ" છે, જે સંયુક્ત અને ઘટ્ટ છે. જે લોકો આ બે તસ્બિહ (ગુણ)ને તૌહીદથી યોગ્ય રીતે નકારે છે, તેઓ તૌહીદના સંદર્ભમાં, જેમ યોગ્ય છે, નકાર કરે છે. (Taken From English Book).
"ઈલાહ" શબ્દનો અર્થ નાતિક થાય છે, જે ભૌતિક હુદુદમાં પ્રથમ છે જેણે લોકોને ખુદાની ઈબાદત કરવા માટે આમંત્રણ આપ્યું હતું. આ શબ્દ ત્રણ અક્ષરોથી બનેલો છે, કારણ કે નાતિકમાં ત્રણ પદ છે, રિસાલત (પ્રબોધ યાને દાવત), વસાયત (વારસો) અને ઈમામત, જ્યારે અસાસમાં બે અક્ષરો છે, એક વસાયત, (વસીની નિમણૂક - legateeship) અને બીજો ઈમામત. નાતિકની મદદ (એટલે કે તાય્યિદ) ત્રણ આધ્યાત્મિક શાખાઓમાંથી આવે છે, (Taken From English Book).
(૮૪) કલમે ઈખ્લાસને ચાર ભાગમાં વહેંચી શકાય છે. લા, ઈલાહ, ઈલ્લા અને અલાહ. લા થી મુરાદ અસાસની, અને ઈલાહથી મુરાદ નાતિકની છે. ‘લા' શબ્દમાં બે અક્ષર છે. તે બતાવે છે કે અસાસના બે દરજ્જા છે. વસાયત અને ઈમામત. ઈલાહ શબ્દમાં ત્રણ અક્ષર છે તે બતાવે છે કે નાતિકના ત્રણ મરતબા છે - રિસાલત, વસાયત અને ઈમામત. ઈલ્લા શબ્દથી મુરાદ અક્લેસાની (નફ્સેકુલ)ની છે, કેમકે ઈલ્લા (સિવાય) કલમે નફી (નકારવાચક) છે. સાની ખુદાને ઓળખવામાં પાછળ રહી ગયા. તેથી તેઓ શાકમુતહહર કહેવાયા. છેલ્લા શબ્દ અલ્લાહથી મુરાદ અક્લેકુલની છે. અલ્લાહ શબ્દમાં ચાર અક્ષર છે તે બતાવે છે કે આ શબ્દમાં અસાસ, નાતિક, અક્લે અવ્વલ અને સાનીનો મજમૂઓ છે. એટલે ચારે સાથે ભેગા થઈ ગયા છે. ઉપરાંત અસાસ, નાતિક, અક્લે અવ્વલ અને સાની આ ચાર જન્નતની નહેરો છે. જેના માટે ખુદાએ, ઈન્સાનને, કુરઆનમાં વાયદો કરેલો છે.
જન્નત કે જેના માટે મુત્તકી (ખુદાથી ડરવાવાળા મોમીન) લોકોને વાયદો કરવામાં આવ્યો છે. તેની સિફત એ છે કે તેમાં પાણીની નહેરો છે, જેમાં કદી દુર્ગંધ નહીં આવે અને તેમાં દૂધની નહેરો છે, જેનો સ્વાદ નહીં બદલાય, તથા શરાબની નહેરો છે જેમાં પીનારાઓ માટે લિઝઝત છે. વળી તેમાંની સાફ અને સ્વચ્છ મધની પણ નહેરો છે.
ઉપર જણાવેલી જન્નતની ચાર નહેરો તે ચાર હદ છે. ઈન્સાનને આ જગતમાં રૂહાની અને જીસ્માની કુવ્વત જન્નતની આ ચાર નહેરોથી મળે છે.
જન્નતમાં પાણીની નહેર છે, તે અક્લેકુલ છે. પાણી જ્યારે માટી સાથે મળે છે ત્યારે તેમાંથી વનસ્પતિ પયદા થાય છે. તેજ પ્રમાણે અક્લે અવ્વલ અને બારીતખાલાના કલીમા (કુન-divine word)નો સુમેળ થવાથી અક્લેસાની (નફ્સેકુલ), જદ્, ફત્હ, ખ્યાલ અને બીજા નાના મોટા હુદુદ વજૂદમાં આવે છે.
(૮૫/૮૬) પાણી પોતાની મૂળ સ્થિતિ બદલતું નથી. તેવી જ રીતે ઈન્સાન જ્યારે કોઈ પણ ચીજને અક્લેકુલમાંથી મેળવે છે; ત્યારે તે ચીજ તેની અસલી હાલતમાં જ રહે છે. પાણીની પ્રકૃતિમાં ઠંડક અને ભિનાશ છે. તે ગરમ અને સુકું હોઈ શકતું નથી. એ વાત ખરી છે કે આપણે તેને ગરમ કરી શકીએ છીએ. પરંતુ આ ગરમી કુદરતી હોતી નથી તે તો માત્ર બહારની હોય છે.
(૮૬) જન્નતમાં બીજી નદી દૂધની છે. દૂધ દરેક બાળકનો ખોરાક છે. કેટલાક પ્રાણીના બાળકો પણ દૂધથી ઉછરે છે, પાણીના જેમ દૂધ પણ તેની અસલ હાલત બદલતું નથી. દૂધની નહેર તે નફ્સેકુલ છે. નફ્સેકુલના લીધે જ આ આલમની પરવરિશ થઈ છે. અગણિત ફાયદા મળ્યા છે એમાં પણ નફ્સેકુલથી ખાસ ફાયદો મેળવનાર તે સાહેબે ક્યામત છે.
ખમર (શરાબ)ની નહેર એ જન્નતની ત્રીજી નહેર છે. તેનાથી નાતિકની સરખામણી છે, ખમરથી શરીરને કુવ્વત મળે છે. જન્નતની ખમર અને દુનિયાના ખમરમાં તફાવત છે, દુન્યવી ખમરમાં ખમીર પયદા થએલું હોય છે, ત્યારે જન્નતના ખમરમાં આ ખામી હોતી નથી, આથી દુન્યવી શરાબ પીવાથી ઈન્સાન પોતાના હોશોહવાસ ગુમાવી દે છે. આ રીતે જોઈએ તો જે લોકો શરીઅતની તાવીલથી વાકિફગાર હોતા નથી, એટલે કે જન્નતી શરાબનો સ્વાદ ચાખેલો નથી હોતો. તેઓ શરીઅતની બાબતમાં ગમે તેવી વાત કરે છે. અને તેમ કરવામાં તેએા એકબીજા સાથે લડાઈ ઝઘડો પણ કરી બેસે છે.
(૮૭) જન્નતની ચોથી નદી મધની છે. તેનું પ્રમાણ અસાસનું મધ મીઠું છે અને તેનાથી શરીરની તંદુરસ્તી સચવાય છે, બીમારીઓ દૂર થાય છે અસાસ કિતાબ અને શરીઅતનું તાવીલ સમજાવે છે તેથી મતભેદો દૂર થાય છે અને હક ઝાહિર થાય છે.
અરબીમાં પાણીને ‘મા', દૂધને 'લબન', શરાબને 'ખમર' અને મધને 'અસલ' કહે છે. આ ચાર અરબી શબ્દોના અક્ષરોનો સરવાળો ૧૧ થાય છે. એક અર્થમાં તે સાત ઈમામ અને ચાર હદના તરફ ઇશારો કરે છે.
કુરઆને મજીદમાં ખુદા 'વત્તીન'ની સુરામાં ચાર હદના કસમ ખાય છે. “વ ત્તીને વઝ ઝયતૂન વ તૂરે સીનીના વ બલદિલ અમીન" તીનનો અર્થ અંજીર થાય છે. ખુદા અંજીરના કસમ ખાય છે. અંજીર જાણે અક્લેકુલ છે, તે તેના છિલ્ટા સાથે ખાઈ શકાય છે. તે જ પ્રમાણે પાકીઝા નફ્સેકુલ અક્લેકુલથી ખોરાક મેળવે છે.
(૮૭/૮૮) ઝયતૂન જાણે નફ્સેકુલ છે. ઝયતૂનનું તેલ અને છીલટા ઉપયોગમાં લેવાય છે, ત્યારે તેના બિયાં અને મલમો ફેંકી દેવામાં આવે છે. એટલે કે પાકીઝા અક્લેકુલના ફરમાન મુજબ જોઈતી ચીઝ લે છે, આથી ઉલટું નાપાક નફ્સ અક્લેકુલની નાફરમાની કરી પોતાની ઈચ્છા મુજબ ચીજો લે છે. જે નફ્સ અક્લેકુલના ફરમાન મુજબ તેલ અને છીલટા ઉપયોગમાં લે છે. તેઓને સવાબ મળે છે અને જેઓ બીયા અને મલમો (જે ફેકી દેવાના હોય છે) તેનો ઉપયોગ કરે છે તેઓના ઉપર ખુદાની આફતો વરસે છે, તૂરે સીનીન જાણે નાતિક છે, તે નફ્સેકુલથી છૂપી રીતે ફાયદા મેળવે છે. ખુદાની શરીઅત લોકોના દરમિયાન રજૂ કરે છે અને શરીઅતની તાવિલ સમજાવવા માટે અસાસને કાયમ કરે છે.
(૮૮) તૂરે સીનાન (સીનાઈ પર્વત) એક પહાડ છે. પહાડનો દેખાવ ઝાહિરમાં ખડબચડો લાગે છે અને તે જોનારને સારો પણ નથી લાગતો. પરંતુ પહાડના અંદરના ભાગમાં હીરા, માણેક, યાકૂત, જમરુદ જેવા કીમતી રત્નો અને ચાંદી સોના જેવી કિમતી ધાતુઓ છુપાએલી હોય છે. બહારથી ખરબચડા દેખાતા પહાડમાંથી માણસને જ્યારે અંદરની કીમતી વસ્તુંઓ સોંપડે છે ત્યારે તેને બેહદ ખુશી થાય છે.
એજ પ્રમાણે નાતિકની ઝાહિરી શરીઅત લોકો માટે મૂંઝવણ પણ પયદા કરે છે પણ જ્યારે તેઓ શરીઅતનું બાતિન જાણે છે ત્યારે રાહત અનુભવે છે.
"હાજલ બલદિલ અમીન" જાણે અસાસ છે. અસાસ સલામતીનું શહેર છે. આકિલ ઈન્સાનને, શરીઅતના મતભેદ અને શંકાથી આ શહેરમાં અમાન (શાન્તિ) મળે છે.
(૮૯) ઉપરની આયાતમાં ખુદાએ જે ચાર ચીઝના કસમ ખાધા છે, તેમાં બે ચીજ અક્લેકુલ અને નફ્સેકુલ રૂહાની છે. જ્યારે બે ચીજ નાતિક અને અસાસ જીસ્માની છે. અક્લેકુલ અને નફ્સેકુલના ફાયદાઓ આપણને નાતિક અને અસાસ મારફત મળે છે.
'તીન' અને 'ઝયતૂન' એકાકા શબ્દ છે, જ્યારે 'તૂરે સીનીન' અને 'હાઝલ બલદિલ અમીન' જોડીયા શબ્દો છે. પહેલા બે શબ્દો અક્લેકુલ અને નફ્સેકુલ રૂહાની છે, જેમાં કોઈ બીજું સંયોજન હોતું નથી. પછીના બે શબ્દો નાતિક અને અસાસ જીસ્માની છે. જીસ્મમાં, શરીર અને રૂહ બન્ને આવી જાય છે.
કુરઆને મજીદમાં ખુદા એક જગ્યાએ ફરમાવે છે: તમારામાંથી કોઈ છૂપી રીતે વાત કરે અથવા ખુલ્લી રીતે કરે. રાતના કહે અને છૂપી જાય અથવા દિવસમાં ઉઘાડી રીતે ચાલે તે તેના નઝદીક બરાબર છે.
આ આયતમાં છૂપી રીતે વાત કરવાની જે જીકર છે તે અક્લેકુલની તરફ ઈશારો છે. નફ્સેકુલ અને અસાસને તેના તરફથી પોશીદા (છુપી મદદ) તાઈદ મળે છે. ખુલ્લી રીતે વાત કરવાની ઝિકરમાં નફ્સેકુલની તરફ ઈશારો છે. કેમકે તેનો ઝમાનો છે તેથી તેનુ ઈલ્મ તાવીલ જાણનારા જ મેળવી શકે છે. દિવસમાં આશકાર (ઝાહિર) હોવાની નાતિકના તરફ ઈશારો છે કેમકે તેની દાવત અને કિતાબ બન્ને ઝાહિર છે.
(૯૦) કલમે શહાદતમાં જન્નતની જે ચાર નહેરોની સમજ છે. તેનું રહસ્ય આપણે અહીં સરસરી રીતે જાણી લીધું હવે એજ દિશામાં આગળ વધીએ.
કુરઆને મજીદમાં અલ્લાહતઆલા 'સુરે અર્રહમાની'માં ફરમાવે છે: “જે શખ્સ પોતાના ખુદાના સામે ઊભો રહેતા ડરે છે તેના માટે બે જન્નત છે." અહીં બે જન્નતથી મુરાદ અક્લેકુલ અને નફ્સેકુલ છે. પછી કહેવાયું છે. “તેની અનેક ડાળીઓ છે." તેની મતલબ નાતિક, અસાસ અને હકના ઈમામોની છે. પછી ઉમેરાયું છે કે: “તેમાં બે નહેરો વહી રહી છે." આમાં એક નહેર પાણીની અને બીજી દૂધની છે. જે "કુન" શબ્દમાંથી વહે છે. જેનાથી નફ્સેકુલ અને અક્લેકુલને ફાયદો પહોંચે છે.
આ બે જન્નતથી બે રૂહાની હદ અક્લેકુલ અને નફ્સેકુલથી મુરાદ છે. તેના પછી બે નાની જન્નતનો ઉલ્લેખ આવે છે જેનાથી મુરાદ અસાસ અને નાતિક છે.
(૯૦/૯૧) તેથી આગળ વધતા કહેવાયું છે: “તે બન્ને (અક્લેકુલ અને નફ્સેકુલ) લીલી છે. લીલો રંગ બે ખાલિસ રંગ ભૂરા (blue) અને પીળા (yellow)થી બનેલો છે. આ બે ખાલિસ રંગ એક અર્થમાં નાતિક (blue) અને અસાસ (yellow) છે. આ બન્ને જીસ્માની છે છતાં જે કોઈ તેના તરફ વળે છે તે રૂહ (નફ્સેકુલ) મેળવે છે. એટલે તેને (અનંત રૂહાની) જીવન મળે છે. આથી લીલો રંગ હંમેશા સરસબ્ઝ તરોતાઝા લાગે છે.
અંતમા જન્નતના વખાણમાં કહેવામાં આવે છે; "તેમાંથી બે ઝરણા ઉછળી રહ્યા છે." આ ઝરણા શરાબ અને મધના છે, જે નાતિક અને અસાસના તરફ વહે છે.
સૂરે અર્રહમાની આ આયાતોનો મર્મ જાણ્યા પછી હવે આપણે કુરઆનની એક બીજી આયતનો ભેદ જાણીએ "તેની (અલ્લાહની) રાત અને દિવસની એધાણીઓમાંથી સૂરજ અને ચાંદ છે. તમે સૂરજ અને ચાંદને સજદો ન કરો પરંતુ અલ્લાહને કરો જે બધાનો પયદા કરનાર છે.
(વહેદતની પ્રાપ્તિ વખતે કોઈ હદનું અસ્તિત્વ રહેતું નથી).
અહીં ચાર બાબતોની ઝિકર થએલી છે. રાત, દિવસ, સૂરજ અને ચાંદ. રાત નાતિક છે જે તાવીલના સાહેબ છે. જેમ રાત અંધારી હોય છે તેમ તાવીલ પણ યોશીદા (છુપું) હોય છે. દિવસની સરખામણી અસાસથી થાય છે. દિવસ રોશન હોય છે એટલેકે અસાસના કલામ, દિવસની રોશનીની જેમ લોકો ઉપર ઝાહિર થાય છે. સૂરજ અક્લેકુલ અને ચાંદ નફ્સેકુલ છે. જેમ ચાંદને સૂરજથી પ્રકાશ મળે છે, તેમ નફ્સેકુલને અક્લેકુલથી ફયઝ (ફાયદા) પહોંચે છે.
(૯૨) ખુદા સૂરજ અને ચાંદને સિજદો કરવા મના કરે છે કારણકે તે (અલ્લાહ) બન્નેનો સર્જનહાર છે. જ્યારે ખુદા નફ્સેકુલ અને અક્લેકુલ બન્નેથી આલા છે. ત્યારે સૂરજ અને ચાંદની સિફત (ગુણ) તેનામાં જોડી શકાય નહીં. દુનિયામાં ઘણા એવા લોકો પણ છે જેઓ નફ્સ અને અક્લની પૂજા કરે છે.
પાક પરવરદિગાર, તું અમને તારા સિવાય બીજાની બંદગી કરવાથી રોકજે.
હજી ખુદા કુરઆનમાં ફરમાવે છે; “બે પૂર્વ અને બે પશ્ચિમના રબ છે. "બે મશરિક (પૂર્વ)ના રબ તે અક્લેકુલ અને નફ્સેકુલ જેનાથી વહેદતનું નૂર ઝાહિર થાય છે. અને બે પશ્ચિમ (મગરિબ)ના રબ તે નાતિક અને અસાસ. અક્લેકુલ અને નફ્સેકુલનું નીતરેલું નૂર, નાતિક અને અસાસ તરફ વળી તે બન્નેમાં મળી જાય છે.
ખુદા કુરઆને મજીદમાં સુરએ અબસામાં ફરમાવે છે: “ઈન્સાન માટે જરૂરી છે કે તે પોતાના (રૂહાની) ખોરાક તરફ નઝર કરે અર્થાત રૂહાની આલમ (આત્મિક જગત) સાથે તેને શું સંબંધ છે તે તેણે જાણવું જ જોઈએ.
આ આયત પછી આગળ કહેવાયું છે કે : “ખરેખર અમે પાણી વરસાવ્યું તે પછી અમે ઝમીનને ફાડી પછી તેમાં અનાજ ઉગાવ્યું.”
(૯૩) આ આયાતોમાં એવો મતલબ રખાએલો છે કે નફ્સેકુલથી નાતિકની તરફ તાઈદ (સૂચના) આવે છે, તે તાઈદ જ્યારે નાતિકના દિલમાં ઉતરે છે - ઝમીન ફાટે છે - ત્યારે તેનાથી અસાસની તાલીમ થાય છે. અર્થાત અનાજ પયદા થાય છે. અનાજના આ સાત ખોશાઓની ગણત્રી સાત કરવામાં આવેલી છે. તે સાત ખોશાથી હકના ઈમામોના સાતરાની સરખામણી થાય છે. દઅવતમાં સાત ઈમામોનો એક સાતરો ગણાય છે.
આગળ વધતા, એ જ સુરામાં કહેવાયું છે: “અમે અંગૂર અને સાગ, ઝયતૂન અને ખજૂર, લીલાછમ બગીચા, ફળ અને ફળાદી ઉગાવ્યા.
આ આયાતોની સરખામણી પહેલા સાત ઈમામોથી થઈ શકે છે, પહેલા ઈમામ (હ.અલી) હ. હસન ઈમામના બાબ અંગૂરની સરખામણીમાં છે,
બીજા ઈમામ હુસેન (અ.સ.)ની સરખામણી સાગથી કરવામાં આવેલી છે. આપની નસલ સાગની ડાળીઓની જેમ વધેલી છે. ઈમામત આપના ફરઝંદોમાં કાયમ છે. એક ફળના બીજમાંથી બીજું ફળ પયદા થતું રહે છે.
ત્રીજા ઈમામ ઝયતૂન છે કારણ કે આપ બહુ નાની વયમા ઈમામતના તખ્ત ઉપર બિરાજમાન થાય છે,
(૯૩/૯૪) ઝયતૂનના ઝાડની સિફતમાં ખુદાતઆલા, કુરઆને મજીદમાં એક જગ્યાએ ફરમાવે છે : “તેમાં એક મુબારક ઝાડ - ઝયતૂનનું તેલ છે કે જે ન પૂર્વમાં છે ન પશ્ચિમમાં એ એવું તેલ છે કે જે પોતાની મેળે રોશન થયું છે. રોશની પર રોશની. એની ઝાતમાં રોશની અને ચિરાગમાં પણ રોશની.
ચોથા ઈમામ, મોહમ્મદુલ બાકિર (અ.સ.)ને ખજૂરથી સરખાવેલા છે.
પાંચમા, ઈમામ જાફર સાદિક હરાભરા બાગના જેવા છે.
છઠ્ઠા, ઈમામ ઈસ્માઈલ ઈબ્ને જાફર (અ.સ.) ફળ છે અને તેમના પિતાની હૈયાતીમાં તેમને ગાદી વારસ ઈમામ જાહેર કરવામાં આવ્યા હતા.
સાતમા ઈમામ મોહમ્મદ ઈબ્ને ઈસ્માઈલ (અ. સ.) ફળાદિ (ફળનો ગરભ) છે. જેમને કિયામત (પુનરુત્થાન)નો દરજ્જો હતો.
(૯૮) કલેમાના ત્રણ મુખ્ય શબ્દોથી મુરાદ ત્રણ ફરિશ્તાઓની છે. જે જદ્, ફત્હ, અને ખ્યાલ, તેઓ કાદિરે મુત્લક (સર્વ શક્તિમાન ખુદા) તરફથી પયગમ્બરને ફરમાનો પહોંચાડે છે.
કલેમાના ચાર ભાગથી મુરાદ દીને ઈસ્લામના ચાર અસ્લ છે, અક્લે અવ્વલ, અક્લે સાની, નાતિક અને અસાસ. કલેમાના સાત ફસલ (ભાગ)થી મુરાદ ઈમામના સાત સાતરાની છે.
(૯૯) કલેમાના બાર અક્ષરથી મુરાદ બાર હુજ્જતથી છે. જેઓ ઈમામોથી ફયઝ (મદદ) લઈ મુમીનોને પહોંચાડે છે. જેથી મુમિનીન જાણી લે કે હક શું છે ?
ત્યારે ખુદાના મહેબૂબ મુહમ્મદ (સ. અ. વ.)એ કલેમો પઢી ઉમ્મતને તે પઢવા એટલા માટે તાકીદ કીધી કે તેના એકરારથી લોકો જાણી લે કે, રૂહાની અને જીસ્માની કુવ્વત, ત્રણ ફિરશ્તા, ચાર અસ્લ, સાત ઈમામો અને બાર હુજ્જત આ બધા 'લાઈલાહા' છે, તેઓમાંથી કોઈ પણ ખુદા નથી. પરંતુ આ બધાને પેદા કરનાર જ ખુદા છે અને તે એક છે – “ઈલ્લાહ"
ખુદાએ પોતાના સાક્ષી આપણા શરીરમાં, ઝમીનમાં અને આસમાનમાં મૂકેલી છે, અને ત્યાર પછી જ આપણાથી તેનો એકરાર માંગેલો છે. કુરઆનની અનેક આયાતોમાં તેનો ઉલ્લેખ થએલો છે.
(૯૯/૧૦૦) “અમે નઝદીકમાં તે બધાને પૃથ્વી ઉપર અને તે બધાના જાનોમાં નિશાનીઓ બતાવીશું. જેથી બધામાં એમ રોશન થઈ જાય કે ખરેખર તે જ હક છે.”
“મુત્તકી (ખુદાથી ડરનાર મોમીન) લોકો માટે ઝમીનમાં નિશાનીઓ છે, અને તેઓની જાનોમાં. જો તેઓ નઝર કરે તો."
(૧૦૦) “કોઈપણ ચીઝ એવી છે કે, તે ખુદાના શુક્રની તસ્બીહ નથી કરતી ? પરંતુ તમે તેની તસ્બીહ સમજતા નથી બેશક તે હલીમ અને ગુનાહનો માફ કરનાર છે.”
હવે જે શખ્સ કલેમતુ-શહાદત (Divine word)ને ખરા દિલથી પઢશે તે હંમેશાના અઝાબથી છુટકારો પામશે.
યા અલી મદદ