Ilm Majalis Logo

ILM MAJALIS

જ્ઞાન અને આઝાદી

રેકોર્ડીંગ - ૪

રેકોર્ડીંગ - ૪

0:000:00

ભાગ ચોથો - ધર્મશાસ્ત્ર (Theology)

દિવ્ય શબ્દ જે પહેલું કારણ છે તેના વિશે.

(૧૧૭) ઓ ભાઈ તમે પૂછ્યું: 'તેની શું સાબિતી છે કે દિવ્ય શબ્દ અનંત છે અને બધા અસ્તિત્વવાળાઓનું કારણ છે ? શબ્દ (અમ્ર) અને અક્કલ (અકલેકુલ) વચ્ચે શું ફરક છે, અને તેમાંથી ક્યુ વધારે મહાન છે ? કોઈ આ શબ્દને અક્કલ(અકલેકુલ) સાથે કેવી રીતે ઓળખી શકે છે, કેમ કે એવું કહેવામાં આવે છે કે અક્કલ(અકલેકુલ) એ શબ્દથી જુદું નથી ? આ બે હસ્તીઓ જે એકબીજાથી અલગ ન થઈ શકે તે કેવી રીતે અસ્તિત્વમાં છે ? તમે એ પણ ઈચ્છયું કે (તમારા સવાલોના અમારા જવાબોથી) તમે તમારું મૂળ આંતરિક રીતે ઓળખી શકો.

(૧૧૮) જાણો, ઓ ભાઈ, કે આ જગત આપણને એક કાર્ય કરવાવાળો કે જે અજ્ઞાન છે તેના (જેવું) લાગે છે. આપણે જાણીએ છીએ કે આ જગત પોતાની મેળે કાર્ય નથી કરતું. અને કેમ કે એક વસ્તું પોતાની મેળે કાર્ય નથી કરતી તે ચોક્કસ કોઈના હુકમથી કાર્ય કરે છે, કે આ જગત અને તેમાં જે સમાએલું છે તે કોના હુકમ અનુસાર કાર્ય કરે છે. અજ્ઞાન કાર્ય કરવાવાળાનું કાર્ય, એક ડહાપણવાળા ઈન્સાનના હુકમ પ્રમાણે હોય છે, અને આ કાર્ય બે રીતે (દર્શાવવામાં) આવે છે, વાણીથી અથવા કાર્યથી, કાર્ય વાણીથી નીચલું છે કેમ કે કાર્ય (બધા) પ્રાણીઓ માટે હોય છે, જ્યારે કે વાણી (ફક્ત) ઈન્સાન માટે જ હોય છે.

(૧૧૮/૧૧૯) કાર્ય અને હુકમનો સંબંધ ડહાપણવાળા માણસના કાર્યમાં (દર્શાવવામાં) આવે છે, જે પોતાના અંગોથી કામ કરે છે. એના કામની કામગીરી (ડહાપણવાળા) માણસનું અજ્ઞાન માટેના હુકમનું (પરિણામ છે). તો પછી, જ્યારે એક સુથાર પોતાના હાથથી કુહાડી વાપરે છે. કુહાડી જે અજ્ઞાન છે જે તેનો (ડહાપણવાળાનો) હુકમ માને છે કારણ કે તેને ડહાપણવાળા માણસે પોતાના ડહાપણથી બનાવી છે અને તે હિસાબથી તે ડહાપણ તેના કામમાં વ્યક્ત થાય છે. દા.ત. મિલ (factory)નો કારીગર (મેકેનીક) એક મિલ બનાવે છે અને એના યંત્રોને ફિક્સ કરે છે, તો તે કાર્ય તેના ડહાપણના સદગુણોના લીધે કરે છે જે તેને તેનાથી મેળવ્યુ છે; તેથી અક્કલવાળા માણસને તેને મિલ બનાવવામાં અક્કલનો વપરાશ એક જ્ઞાનીને અજ્ઞાન માટેના હુકમને દર્શાવે છે. જો કે, આ એક કાર્યનો હુકમ છે. જ્યારે કે વાણીનો હુકમ કાર્યના હુકમથી ઉચ્ચ છે, કારણ કે આપણે જોઈ શકીએ છીએ જ્યારે એક માણસ કહે છે, 'મારા માટે એક ઈમારત બનાવો’, સેંકડો કર્મચારીઓ અને શિલ્પીઓ, જેમ કે ઈંટ બનાવવાવાળા, ચીકણી માટીમાં કામ કરવાવાળા, સુથારો અને લુહારો, (તેના માટે) કામમાં લાગી જાય છે.

(૧૧૯/૧૨૦) તેથી, આપણે કહીએ છીએ, આ હુકમ કે જેનાથી દુનિયા કામ કરવા લાગી તે ખુદાની વાણી હતી. અને કમાન્ડરના જેટલા ઓછા ઉચ્ચારેલા શબ્દો તેટલો તેનો હુકમ વધારે અસરકારક, અને (કેમકે) એક નંબરથી બીજો કોઈ નંબર ક્રમમાં ઓછો નથી, આપણે કહીએ છીએ કે ખુદાની વાણી એક શબ્દ હતો - જેને અરબીમાં કલિમા કહેવામાં આવે છે અને ખુદાએ તેનું ઝિક્ર (કુરાનમાં) કુન (‘થા') તરીકે કર્યુ છે - અને ખુદાની વાણી આ અર્થમાં દુનિયાની ઉત્પત્તિનું કારણ હતું. આ સ્પષ્ટ સમજુતી છે.

(૧૨૦) તમારા સવાલોના સંદર્ભમાં અક્કલ(અક્લેકુલ) અને શબ્દમાં શું તફાવત છે, આ એક અતિશય મહત્વપૂર્ણ સવાલ છે, અને તેનાથી ઉંચુ ત્યાં કંઈક વિચારવા માટે ન કોઈ રસ્તો છે અને બોલવાવાળા માટે ન કોઈ શક્યતા છે; તો (મારા માટે) આ બારામાં બોલવું એટલુજ અઘરુ છે જેટલું (તમારા માટે) આ સમજુતીને સાંભળવુ. (જો કે), છુપા ઈલ્મના ખજાનચી, ખુદાના રહસ્યના ટ્રસ્ટી અને ઈમાનવાળા રૂહોનુ પોષણ આપવાવાળા, ઈમામે ઝમાન અબુ તમીમ મહાદત્ત અલ મુસ્તનસીર, ઈમાનદારના કમાંડરની આજ્ઞાથી, હું ટૂંકમાં ઉપયોગી શબ્દો જે બિન જરૂરીપણાઓથી મુક્ત છે, તે કહીશ. ખુદા તમને હકીકત સાંભળવામાં અને તેમાં ઈમાન લાવવામાં સફળતા આપે.

(૧૨૧) અમે કહીએ છીએ કે ખુદાનો હુકમ કે જેની હેઠળ : બધી હસ્તીઓ છે. તે એક શબ્દ હતો: આ દિવ્ય શબ્દ છે. જેમ અમે સમજાવ્યુ છે, કે જેને શૂન્યમાંથી ખુદાની ઈચ્છાથી (પોતાપણામાંથી) અસ્તિત્વમાં લાવવામાં આવ્યો, અને તે પહેલો (અથવા સંપૂર્ણ) અસ્તિત્વ છે. ખુદા હસ્તી અને બિનહસ્તી (બન્ને)થી પર છે. ડહાપણવાળો માણસ જાણે છે કે ખુદાની ઈચ્છા (પોતાપણું) અને તેના શબ્દ વચ્ચે કોઈ મધ્યસ્થ નથી, કારણ કે શબ્દ પોતેજ પહેલો મધ્યસ્થ છે. અગર ત્યાં કોઈ બીજો મધ્યસ્થ તેને અસ્તિત્વમાં લાવવા માટે હોત, તો પછી (શબ્દ) પહેલો મધ્યસ્થ અને પહેલું અસ્તિત્વ ન હોત. તેથી, શબ્દ (ખુદાના પોતાપણાથી) કોઈ મધ્યસ્થ વગર અસ્તિત્વમાં આવ્યો.

(૧૨૧/૧૨૨) (શબ્દની) સંપૂર્ણતા ઉચ્ચતર દરજ્જાની છે. એનો અર્થ એમ થાય છે કે અસ્તિત્વને જે કાંઈ નામ લાગુ પડે, તે સઘળું તેની સંપૂર્ણતામાં શબ્દમાં હોવું જોઈએ. (હવે), અસ્તિત્વો તેની સંપૂર્ણતામાં યા તો એક કારણ છે યા તો એક અસર છે, અને બીજું કાંઈ નહિ. કારણ એ છે કે જે ફાયદો આપે છે અને અસર એ છે કે જે ફાયદો લે છે. દા. ત. વનસ્પતિ એ કારણ છે અને પ્રાણી અસર છે, અથવા તો તત્વો કારણ અને વનસ્પતિ અસર. કારણને તેના અસરથી જાણી શકાય છે તેની અંદર જો તમે કારણને કાઢી નાખો, તો અસર નું અસ્તિત્વ રહેતું નથી, પણ જો તમે અસર ને કાઢી નાખો, તો પણ કારણ રહેશે.

(૧૨૨) તેથી, જો તમે વનસ્પતિને કલ્પનામાંથી કાઢી નાખો, પ્રાણીનું અસ્તિત્વ રહેતું નથી, પણ જો તમે પ્રાણીને કાઢી નાખો તો પણ વનસ્પતિનું અસ્તિત્વ રહેશે. આ અર્થે, કારણ અસરથી ચઢીયાતું છે તેમાં જો તમે કારણ ને કાઢી નાખો, અસરનું અસ્તિત્વ રહેતું નથી, જેમ અમે સમજાવ્યું.

જ્યારે તમે આ હાલતને સમજી ગયા, ત્યારે તમારે એ પણ સમજવું જોઈએ કે ખુદાનો શબ્દ કોઈ પણ મધ્યસ્થ વગર અસ્તિત્વમાં આવ્યો છે, તે ખરેખર સંપૂર્ણ છે; અને કેમ કે એક સંપૂર્ણ હસ્તી કારણ અને અસર બંને છે, દિવ્ય શબ્દ બધા અસ્તિત્વવાળાઓનું કારણ અને અસર બન્નેનું સ્ત્રોત છે.

(૧૨૨/૧૨૩) હવે, તમે જાણો કે એક પાસાથી શબ્દ બધા કારણોનું કારણ છે, અને બીજા પાસાથી તે કારણ અને અસર બન્ને છે કારણ કે તે સંપૂર્ણ છે. અને કેમ કે (ફક્ત) તે સંપૂર્ણ છે કે જે કારણ અને અસર બન્ને સાથે છે. જેથી જે કાંઈ અસ્તિત્વમાં છે તે તેની અંદર આવી જાય છે, શબ્દ એક કારણ છે કે જેની અસર તેની સાથે જોડાએલી છે અને નહિ કે તેનાથી જુદી છે; જો તેની અસર તેનાથી અલગ હોત, બીજા (અસરો અને) કારણોની જેમ, તો પછી તે સંપૂર્ણ ન હોત કારણ કે અસર અસ્તિત્વવાળામાંનો એક છે (અને બધા અસ્તિત્વવાળા) શબ્દમાં સમાએલા છે.

(૧૨૩) કેમ કે, અમે પહેલા સમજાવી ગયા કે, પહેલું કારણ તે (શબ્દ), કારણ અને અસર બંને છે, તો એમ સ્થાપી શકીએ કે દિવ્ય શબ્દ તે બન્ને (રૂહાની અને જીસ્માની) જગતોનું કારણ છે, કારણ કે આ બન્ને જગતો કારણ અને અસર સિવાય બીજુ કાંઈ નથી, એ અર્થમાં કે તેઓ બે હસ્તિઓ છે, એક લાભ દેવાવાળો અને બીજો લાભ લેવાવાળો.

(૧૨૩/૧૨૪) શબ્દ અને અક્કલના તફાવત વિશે, એ (બે) સમજાય શકે તેવી ચીજોના તફાવતના વચમાં જે એક બીજાથી અલગ છે તેના જેવું નથી; તે બે ફક્ત વાણીમાં છે, પણ હકીકતમાં તે એક છે, અને તે એક બીજાથી જુદા ન પડી શકે તેવા છે. તેને કલ્પનામાં વધારે નજીક લાવવા માટે (તેનો સંબંધ) કાળાપણા અને કાળા જેવું છે, જેમા કાળાપણું જયારે કોઈ રંગની ચીજને જુએ તો જ મળી આવે. જોકે કાળાપણાનું અસ્તિત્વ કાળા રંગના તત્વમાં છે, ડહાપણવાળો માણસ તે જાણે છે કે તે, (એક કાળી ચીજ) ને 'કાળું' નામ તેના કાળાપણાના ગુણના કારણે મળ્યું છે ન તો બીજા કોઈ ચીજના કારણે.

(૧૨૪/૧૨૫) શબ્દને 'એકપણું' અને અક્કલ (અક્લેકુલ)ને 'એક' કહેવામાં આવે છે. જો કે એકપણું એકમાં દેખાય છે, ડહાપણવાળો માણસ જાણે છે કે એ કોઈ 'એક' કેહવાને લાયક એટલા માટે છે કારણ કે એકપણું તેમાં સમાએલું છે. આપણે જાણીએ છીએ કે અક્કલ (અકલેકુલ)નો દરજ્જો એકનો છે કારણ કે જેને પણ અસ્તિત્વ મળ્યું છે, જે પોતાની મેળે જીવંત છે, અને જેને નંબર લાગુ પડે છે, તે 'એક' કહેવાય અને એક તરીકે ઓળખાય છે. જે કાંઈ ઓળખાય છે તે અક્કલ (અક્લેકુલ)ની અંદર આવે છે, અને અક્કલ (અક્લેકુલ) કે જે (પણ) તેની અંદર આવે છે તેનાથી (તે) પહેલું છે, જેમ કે (નંબર એક) જે પણ નંબરોમાં અસ્તિત્વ ધરાવે છે તેની પહેલા તે છે; દરેકને 'એક' નું નામ છે, જેમ કે એક હજાર, એક સો, એક દસ, અને વગેરે. તેઓનું આ નામ તે હકીકતના કારણે છે કે જે બધા નંબરોનું કારણ એક છે, અને તેના ઉપર કોઈ નંબર નથી. વાસ્તવિકતામાં એક નંબર બધા નંબરોમાં અસ્તિત્વ ધરાવે છે. પણ કોઈ પણ નંબર એકની અંદર અસ્તિત્વ ધરાવતું નથી સિવાય કે બળમાં, કારણ કે નંબર એક નંબરોનું કારણ છે અને બધા નંબરો તેની અસર છે, જેમ કે વાસ્તવમાં લોખંડ બધી તલવારોમાં છે, પણ લોખંડમાં કોઈ તલવાર નથી, સિવાય કે તેના બળમાં.

(૧૨૫) તેથી આપણે કહીએ છીએ કે શબ્દ પહેલું (અથવા સંપૂર્ણ) અસ્તિત્વ ધરાવે છે અને તે સંપૂર્ણ છે, પણ સંપૂર્ણતા શબ્દ તેને લાગું નથી પડતો જ્યાં સુધી તમે જાણો કે તે બન્ને કારણ અને અસર છે. કેમ કે આ જગતના બધા કારણો તેની અસરોથી જોડાએલ છે અને એક બીજાથી અલગ નથી તે અર્થે કે જ્યારે કારણને કાઢી નાખવામાં આવે તો અસરનું અસ્તિત્વ રહેતું નથી, પેહલું કારણ, જે (દિવ્ય) શબ્દ છે, તે તેની અસરથી જુદા ન થવામાં હજુ વધુ લાયકાત ધરાવે છે, (કારણ કે) બધા અસ્તિત્વવાળા તેની અસરની અંદર આવે છે, જે (અક્લેકુલ) છે. શીખો તો તમે જાણો ! ઓળખો તો તમે આઝાદી પ્રાપ્ત કરો !

ઈન્સાનજાત ખુદાના બંદાઓ તરીકે તેના વિશે.

(૧૪૧) ઓ ભાઈ ! તમે પૂછ્યું: 'ઈન્સાનને બંદો કહેવામા આવે છે, પણ પ્રાણીને બંદો કહેવામાં નથી આવતો. આનું શું કારણ છે કે ઈન્સાન (ખુદાનો) બંદો છે ? શું તે આ હકીકતના કારણે છે કે તેનું સર્જન શક્તિ વગર કરવામાં આવ્યું હતું, અથવા આપણે એમ કહીયે કે તે બંદો બની ગયો કારણ કે તેને કોઈ ગુનો કર્યો હતો ? જો એવું નથી, તો તે શા માટે બંદો બન્યો અને બીજા (પ્રાણીઓ) ન બન્યા ?' શાંતિ !

જાણો, ઓ ભાઈ, કે આ દુનિયામાં જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તે ખુદાના બંધનની મર્યાદામાં છે, જેમાંથી કોઈ આઝાદ નથી થઈ શકતું. પહેલું, આપણે કહીયે કે આકાશો અને ગ્રહો તેઓ આકારો, પરિભ્રમણ, અને માપના બંધનોમાં બંધાયેલા છે, એટલા માટે કે તે દરેકને એક (ચોક્કસ) આકાર અને માપ હોય જેમાંથી તે નાસી નથી શકતા. સાતમું ગ્રહ છઠ્ઠા જેવું નથી થઈ શકતું અને છઠ્ઠું સાતમા જેવું નથી થઈ શક્તું, (કારણ) કે દરેક ગ્રહો (પોતાના) ગોળામાં બંધાયેલા છે જેમાંથી તેઓનું નાસવું શક્ય નથી.

(૧૪૨) એવીજ રીતે, દરેક ચાર તત્વો એક બંધનમાં બંધાયેલા છે જેમ કે આગ ગરમી અને સૂકાપણાના બંધનમાં બંધાએલી છે, કે જેમાંથી તે નાસી શકતી નથી, જેવી રીતે હવા ગરમી અને ભેજના બંધનમાં બંધાયેલી છે. જેવી રીતે પાણી ઠંડાપણા અને ભેજના બંધનમાં બંધાયેલુ છે, અને જેવી રીતે પૃથ્વી ઠંડાપણા અને સૂકાપણાના બંધનમાં બંધાયેલી છે.

(૧૪૨/૧૪૩) જ્યારે તમે તત્વોને પસાર કરીને ઉત્પન્ન થયેલી હસ્તીઓના જગતમાં આવો છો, ત્યારે (તમે જુઓ છો) કે દરેક એક બંધનમાં બંધાયેલ છે જેમાંથી તેઓ નાસી નથી શકતા. દા.ત, વનસ્પતિ દાંડી વગર, જેમ કે કદદુ અથવા તરબૂચ જે જમીન પરથી આધાર વગર ઉભું નથી થઈ શકતું, આધારિત મુદ્રાના બંધનમાં બંધાએલું છે, જ્યારે એવા વનસ્પતિ જેની દાંડી જમીન પર દેખાય છે, જેમ કે ઘઉં, જવ, અથવા બીજ, ઉભી મુદ્રામાં બંધાયેલા છે અને નીચે ઢળી નથી શકતા. (એજ પ્રમાણે), દરેક વનસ્પતિ એના બીજના બંધનમાં બંધાએલી છે કે જેના વગર તે કાંઈ ઉત્પન્ન કરી શકતી નથી. અને તમે જ્યારે વનસ્પતિઓને પસાર કરીને આગળ જાઓ, ત્યાં પ્રાણીઓ છે, જે દરેક એક બંધનમાં બંધાએલા છે કે જેમાંથી તે નાસી નથી શકતા. આ રીતે. શાકાહારી પ્રાણી માંસ નથી ખાતા અને માંસાહારી ઘાસ નથી ખાતા (કારણ કે) દરેક એક દિવ્ય બંધનમાં બંધાએલા છે જે અર્થે અમે સમજાવ્યું છે; વધુમાં દરેક પ્રાણી પોતાની જોડી સિવાય બીજા કોઈ સાથે પ્રજનન નથી કરી શકતા, અને આ પણ દિવ્ય બંધન છે.

(૧૪૩) આ રીતે, બધી એ વસ્તુંઓ જેનો આપણે ઉલ્લેખ કર્યો છે, સિવાય કે ઈન્સાન, બધા આ દિવ્ય બંધનમાં બંધાએલા છે, દરેકને (બીજાથી) એક અલગ વાડથી જુદા રાખવામાં આવ્યા છે. બધા આ બંધનોમાં હોવાથી, તેઓ એવો પુરાવો આપે છે કે, તેઓ ભરાય ગએલા, બંધાએલા, અને ભીડાઈ ગએલ છે; તેઓ માને છે કે તેઓ એક કે જે જબરદસ્ત અને અનિવાર્ય છે તેના સાથે (બંધાએલા છે), ન કે તે જે ભરાઈ ગએલું અને ફરજમાં છે, અને 'તે એક, પ્રચંડ છે’ (૧૩:૧૬).

(૧૪૩/૧૪૪) જો કે આ હસ્તીઓ જેનો આપણે (ઉપર) ઉલ્લેખ કર્યો (જેમ કે ઈન્સાન બોલી શકે છે) તેમ બોલી શકતા નથી, દરેક પોતાના, સદગુણ પ્રમાણે એવા ક્રમમાં ઉભા છે, બોલે છે (સંયોગિક ભાષામાં) પોતાની અક્ષમતાના બારામાં અને ખુદાની (સંપૂર્ણ) શક્તિના બારામાં. જેમ ખુદા કહે : 'એવી કોઈ ચીજ નથી જે એના (ખુદાના) વખાણ કરતી ન હોય, પણ તમે તેઓની સ્તુતિને સમજી શકતા નથી. ખરેખર, એ ધીરજવાળો, અને સહુથી ક્ષમાશીલ છે.’ (૧૭:૪૪)

(૧૪૪/૧૪૫) જ્યારે તમે આ બંધનોની (વિચારણામાંથી) પસાર થાઓ, ત્યારે તમને ખબર પડશે કે, ખુદાના હુકમથી, એક બાજુ, તત્વોના સેવકોની જેમ ગ્રહો અને આકાશી (ગોળો) છે, કારણકે તેઓ તત્વોને લાભ આપે છે અને પ્રદક્ષીણા કરે છે, એવી રીતે કે જેમ કે સેવકોનો સમૂહ તેમના માલિકના આસપાસ ફરે છે; અને બીજી બાજુ, તત્વો કે જે આકાશો અને ગ્રહોના સેવકો જેવા છે, કારણકે તેઓ તેમાંથી પોષણ મેળવે છે અને સમૃદ્ધ થાય છે. આજ રીતે, એક પાસાથી, આ ચાર તત્વો વનસ્પતિના સેવક જેવા છે, કારણકે દરેક વનસ્પતિ તેમાંથી તેમને જે ગમે છે તે લે છે, જેમ કે માલિક પોતાના સેવકો પાસેથી લે છે; અને બીજા પાસાથી, વનસ્પતિઓ તત્વોના સેવકોની જેમ છે કારણ કે તેઓ ખોરાક અને પોષણ તેમાંથી શોધે છે, તેવીજ રીતે કે જેમ સેવક પોતાના માલિક પાસેથી પોષણ મેળવે છે. ફરી, એક પાસાથી, પ્રાણીઓ વનસ્પતિઓના સેવકો જેવા છે, કારણ કે પ્રાણીઓનો નિર્વાહ વનસ્પતિ પર નિર્ભર છે, જેમ કે સેવકોનું પોષણ તેમના માલિકો ઉપર નિર્ભર છે; બીજા પાસાથી, વનસ્પતિ પ્રાણીઓના સેવકો જેવા છે, કારણકે તેઓ ઉપર પ્રાણીઓનું શાસન છે, જેમ કે સેવકો ઉપર માલિકોનું શાસન છે.

(૧૪૫) જ્યારે તમે પ્રાણીઓમાંથી જે ઈન્સાન જાત છે ત્યાં પહોંચશો, તો તમે જાણશો કે ઈન્સાન આખા સર્જનમાં બાદશાહ છે, કારણકે આખું જગત તેના હાથમાં છે. દા.ત. તે આકાશોના ફાયદાને પૃથ્વી ઉપર પહોંચવાથી રોકી શકે છે; અગર એક ખેડૂત સમયમાં બીજ નથી રોપતો, તો વ્યવસ્થા કરેલા આકાશોના અને ગ્રહોના ફાયદા જાહેર થતા નથી, કે ન તો તત્વોના ફાયદાઓ (વનસ્પતિને મળે છે). - (આવીજ રીતે), ઈન્સાન વનસ્પતિને પાણી ન આપવાથી - અથવા સમય પહેલા રોપીને તત્વોના ફાયદાઓ રોકી શકે છે (જેમ કે) તે વનસ્પતિનો ફાયદો પ્રાણીઓ સુધી પહોચવાથી રોકી શકે છે, પ્રાણીઓને વનસ્પતિથી દૂર રાખીને.

(૧૪૫/૧૪૬) તેથી, આપણે જાણી શકીએ છીએ કે ઈન્સાનજાત આ આખા સર્જન પર રાજ ધરાવે છે. અને જે કઈ તેની નીચે છે, જેમ કે વનસ્પતિઓ, પ્રાણીઓ, તત્વો, ગોળાઓ અને ગ્રહો, (એવી હાલતમાં છે કે) યાતો કોઈના તાબામાં છે યાતો કોઈને ગુલામ બનાવે છે. જેમ ખુદા કહે છે : 'શું તેઓ તમારા ખુદાની દયાને વહેંચે છે ? તે અમે છીએ કે જે આજીવિકા આ જગતના જીવન વચ્ચે વહેંચી છે. અને કોઈને બીજાઓથી દરજજામાં ઉચ્ચે ચડાવીયા છે, જેથી તેઓ બીજાને ગુલામ બનાવી શકે' (૪૩:૩૨). તેથી, વનસ્પતિઓએ તત્વોને ગુલામ બનાવ્યા, પ્રાણીઓએ વનસ્પતિને ગુલામ બનાવ્યા, અને ઈન્સાન એ બધાને ગુલામ બનાવ્યા.

જ્યારે ખુદાએ ઈન્સાન જાતને વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપર બાદશાહ બનાવ્યો, ખુદાએ તેનો શબ્દ ઈન્સાનને મોકલાવીને (એકલાને) આખા જગતમાં તેના બંદાપણાનું આમંત્રણ આપ્યુ. (પહેલે) તો ઈન્સાનને સર્જનના બંધનમાં બાંધ્યો, પછી ખુદાએ તેને ડર અને આશા, અને ઈલ્મના બંધનમાં બાંધ્યો.

(૧૪૬/૧૪૭) ગુણોથી, કે જેમાંથી ખુદાએ ઈન્સાન જાતનો તફાવત કર્યો, ઈલ્મ સર્વથી ઉચ્ચ ગુણ છે. જ્યારે ઈન્સાનને આ ચોક્કસ ગુણ મળ્યો, કે જે ઈલ્મનું બંધન છે, તે બીજા (પ્રાણીઓથી) અલગ થઈ ગયો જે આ ગુણના બંધનમાં બંધાએલો નથી . તે ઈલ્મનું બંધન ઈન્સાન માટે અક્કલ છે, કે જેના (સદગુણોથી) તેના અવયવો ખરાબ કામ કરવાથી અટકે છે અને તેની જબાન અયોગ્ય ચીજો ન બોલવાથી બંધાએલી છે, પણ બીજા પ્રાણીઓને આ (ગુણ) નથી. શરમ એક બીજું બંધન છે જેનાથી ખુદાએ ઈન્સાનજાતને બાંધ્યો છે, જેમ કે દોષનો ડર અને વખાણની આશાનું બંધન પણ છે, જે બીજા પ્રાણીઓ ધરાવતા નથી.

(૧૪૭) આવા (બંધનોમાં ઈન્સાન જાતને) બાંધ્યા પછી, ખુદાએ તેને (તેનો) પયગંબર, કિતાબ, અને અમ્ર મોકલ્યો, અને તેમને ગૈરકાનૂની ચીજો કરવાથી રોક્યા અને કાનૂની ચીજો કરવાનું સમજાવ્યું, અને તેને (ઈન્સાનને) તેની (ખુદાની) ઓળખાણ માટે આમંત્રણ આપ્યુ, તે હકીકતના સદગુણોથી કે ખુદાએ તેને (અક્લેકુલમાંથી) અંશ બક્ષ્યું. આ હાલત એક અમીર આદમીના જેવી છે જેની પાસે (ઘણા) ગુલામો છે અને દરેકને તેના ગુલામગીરીના માપથી તેનું ભરણપોષણ આપ્યુ છે, પણ તેમાંથી (એકને) જ અણમોલ રત્ન આપ્યું છે અને તેને વેપાર કરવાનો હુકમ કર્યો છે. તેની ઈચ્છા છે કે તે ગુલામ (બંદો) તેના માસ્ટર જેવો અમીર થાય અને તે મુડીમાંથી નફો કરે, અને બીજા ગુલામોની જેમ ગરીબ ન રહે.

(૧૪૮) આપણે કહીયે કે અમીર આદમી દિવ્ય અમ્ર (જેવો છે); તેઓ કે જે તેના ગુલામો છે એ આ જગત છે, અને જે કઈ જગતમાં સમાયેલું છે; તે ગુલામ કે જેને તે અણમોલ રત્ન આપ્યું છે તે ઈન્સાન જાત છે ; અને અણમોલ રત્ન તે અક્કલ છે; અને નફો જે તે શોધે છે તે (હકની) ઓળખાણ છે, જેથી ઈન્સાન તે નફાથી સમૃદ્ધ થઈ શકે છે અને અક્કલ (અકલેકુલ)ના દરજ્જે પહોંચી શકે છે.

તેથી, આપણે કહીયે કે જ્યારે ખુદાએ ઈન્સાનનો તફાવત તેના અમ્રથી ઈન્સાનના લાભ માટે કર્યો, દિવ્ય અમ્ર તેના માટે બંધન બન્યું અને "બંદો" નામ તેના માટે નક્કી કરવામાં આવ્યું બીજા પ્રાણીઓ કે જેઓને આ બંધન નથી તેમાંથી અલગ પાડવા માટે.

(૧૪૮/૧૪૯) તમે તે પણ પૂછ્યું કે શા માટે, જો ઈન્સાને કોઈ ગુન્હો ન કર્યો હોત કે જ્યારે તેનું સર્જન કરવામાં આવ્યું, ત્યારે શું તેને ગુલામ બનવું પડયું હોત અને બીજા પ્રાણીઓને નહિ ? આનો જવાબ એ છે કે, પહેલા તમને જાણવું જોઈએ કે બીજા પ્રાણીઓ ઈન્સાનના ગુલામો છે, અને ઈન્સાન ખુદાનો ગુલામ છે. (તમારો) સવાલ યોગ્ય હોત અગર જો માણસ આ ગુલામીનો ભોગ બન્યો હોત. તમે શા માટે (તેના બદલે) એવું નથી કહેતા કે ઈન્સાને તેના સર્જન પહેલા સારા કાર્ય ન કર્યા હોત, તો તે અનંત રહેઠાણમાં પહોંચવા માટે તે બંદાપણા માટે લાયક બન્યો ન હોત, એવા દરજ્જે કે જ્યાં બીજા પ્રાણીઓ નથી પહોંચી શકતા ?

(૧૪૯) આ સાબિતી મુજબ કે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે, ઈન્સાન સર્વે ઉપર બાદશાહ બન્યો, તે અર્થમાં કે એ તેના સારા કાર્યો હતા કે જેનાથી તે (ખુદાની) બંદાપણાને લાયક બન્યો. અને કેમ કે ઈન્સાન, આ બંદાપણાને લીધે, (તેની પાસે ક્ષમતા છે) હેવાનિયતની હદમાંથી ફિરસ્તાની હદ્દમાં પહોંચવા અને અનંત જીવન પ્રાપ્ત કરવાની, તે ખુદા તરફથી એક બક્ષિશ હતી. કે તેને 'બંદો' નામ તેના ઉપર નવાજિશ કર્યું, તેનો તફાવત કરવા માટે અક્કલની ભેટ આપી અને ન કે તેના ગુનાહને કારણે. જો આ બંદાપણું ગુનાના કારણે હોત તો, તે હેવાનિયતમાંથી ફિરશ્તામાં પહુચવાને (બદલે) ફિરશ્તાની હદ્દમાંથી હેવાનિયતની હદ્દમાં પહોંચ્યો હોત. તેથી, હકીકતમાં, ખુદાનો બંદો તે છે જે ખુદાના હુકમને માને છે અને તેનું રક્ષણ કરે છે, જેથી તે તત્વોના બંધનોમાંથી આઝાદ થાય, અને હેવાની રૂહની સર્વોપરિતાનો એનામાંથી નાશ થઈ શકે.

(૧૫૦) જ્યારે ઈન્સાન (ખુદાનો) સાચો બંદો બને છે, હેવાની રૂહની સર્વોપરિતા, જે હકીકતમાં તેનો શેતાન છે, એમાંથી નીકળી જાય છે; તે ફિરશ્તો બને છે અને અનંતતાની બહેશ્તમાં પહોંચે છે, જેમ ખુદા કહે છે: 'મારા (સાચા) બંદાઓ માટે, તું (ઈબ્લીસ) તેઓના ઉપર સર્વોપરિતા ધરાવતો નથી.’ (૧૫:૪૨).

શીખો તો તમે જાણો ! ઓળખો તો તમે આઝાદ થાઓ !

યા અલી મદદ