Ilm Majalis Logo

ILM MAJALIS

જ્ઞાન અને આઝાદી

રેકોર્ડીંગ - ૩

રેકોર્ડીંગ - ૩

0:000:00

ભાગ ત્રીજો

ભૌતિક શાસ્ત્ર (Physics).

બે પ્રકારના પદાર્થ (matter) વિશે.

(૬૬) ઓ ભાઈ ! તમે પૂછયું : હયઉલા (આદી પદાર્થ) છે. અને તેના કેટલા પ્રકારો છે, અને આ નામનો શું (અર્થ) છે ? અમને બતાવી તો અમે જાણી શકીએ ?

જાણો, ઓ ભાઈ, કે હયઉલા શબ્દ અરબી ભાષામાંથી લેવામાં આવ્યો છે; પર્શિયનમાં તેનો મતલબ થાય છે. અવ્વલ રચના (prime formation).

(૬૬/૬૭) હયઉલા યાને પદાર્થ બે પ્રકારના છે, એક સંપૂર્ણ અને બીજો સંબંધિત, સંબંધિત તે છે કે જેમ લાકડું ખુરસી માટે છે. એટલે કે, લાડકું કે જેને ખુરશી બનાવવા માટે તૈયાર કરવામાં અને ગોઠવવામાં આવે છે. એવીજ રીતે, મુદ્રિકાનું (સંબંધિત) પદાર્થ ચાંદી છે જેને તૈયાર અને ગોઠવીને (બનાવવામાં) આવી છે. સંપૂર્ણ તે છે કે જે આકાર વગર સમજાતું નથી. (તેનાથી ઉલટું) લાકડું અને ચાંદી જે ખુરશી અને મુદ્રિકાના આકાર વગર સમજાય છે. (આ) સંપૂર્ણ પદાર્થ જે (બુદ્ધિને) બુદ્ધિગ્રાહીય છે. પણ (ઈન્દ્રિયો)ને સમજાતું નથી તેને અવ્વલ પદાર્થ કહેવામાં આવે છે. (સંબંધિત પદાર્થના બાબતમાં) ખુરશી સમજાય છે, લાકડું જે ખુરશીની રચનાનો પદાર્થ છે તે પણ સમજાય છે, અને આપણે જાણીએ છીએ કે પહેલા ત્યાં લાકડું હતું તેમાંથી ખુરશી બની. (સંપૂર્ણ પદાર્થના બાબતમાં તેનો સંબંધ) તત્વો સાથે એવો છે કે જે લાડકાનો ખુરસી સાથે છે, જેમ કે આપણે જાણીએ છીએ કે લાકડું જમીનમાંથી પાણી, હવા અને આગની મદદથી ઉગે છે.

(૬૭/૬૮) (માટી, પાણી, વાયું, અગ્નિ) આ (ચાર) તત્વોને પણ પદાર્થની જરૂર પડે છે, કારણ કે દરેકને લંબાઈ, પહોળાઈ, અને ઊંડાઈ છે, અને તે ગરમી, ઠંડી, ભીનાશ, અને સુખાપણું સ્વીકારે છે. આપણે કહીએ છીએ કે આ દરેક ચાર તત્વોને પણ લંબાઈ, પહોળાઈ અને ઊંડાણને સમજવા પદાર્થની જરૂર છે જે બધા સૂક્ષ્મ (ગુણો છે, જેમ કે) ગરમી, ઠંડી, ભીનાશ અને સુખાપણાને પણ તેમને સ્વીકારવા માટે કોઈની જરૂર પડે છે. જ્યારે લાકડું ખુરશીનું સ્વરૂપ લે છે, ત્યારે શબ્દ 'ખુરશી', શબ્દ 'લાકડા'ને રદ્દ કરે છે જે તેને આપવામાં આવ્યું છે. એવીજ રીતે, અવ્વલ હયઉલા જેનું અસ્તિત્વ અક્કલથી સ્થાપિત કરી શકાય, જ્યારે તે લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ લે છે, તો ચોક્કસ આ ત્રણ ગુણોનો, ચોથો ગુણ બની જાય છે, કારણ કે તેના (પરિમાણોને) સ્વિકારવા માટે, પહેલા ત્યાં એક ચીજનું હોવું જોઈએ. તેથી, તે ચીજ સંપૂર્ણ પદાર્થ છે જેમાં તે ગુણો રહેલા છે, અને જ્યારે તે તેમાં દેખાવવામાં આવે છે, ત્યારે તે શબ્દ "પદાર્થ" નીકળી જાય છે અને તેને શરીરનું નામ લાગુ પડે છે. તે અવ્વલ પદાર્થ બુદ્ધિગ્રાહીય છે અને ઈન્દ્રિયગમ્ય નથી. અને જે ઈન્દ્રિયોથી સમજાય છે તે બુદ્ધિગ્રાહીયનો સંકેત છે. પૂછો તો તમે જાણો ! ઓળખો તો તમે આઝાદ થાઓ !

(૭૫) આલમ નામ (જ્ઞાન) ઈલ્મ (શબ્દમાંથી) આવ્યું છે.

ભૌતિક અને રૂહાની જગતો વિશે.

જેવી રીતે બે (પ્રકાર)ની હસ્તીઓ આ જગતમાં છે, તેવી રીતે બે (જુદા) જગતો પણ છે: તેમાંનો એક નીચેનો, ભૌતિક, અને ગાઢ જગત છે જેને આપણે ઈન્દ્રિયોથી સમજી શકીયે છીએ, અને બીજું ઉચ્ચ, રૂહાની અને સૂક્ષ્મ જગત છે જે આપણે (આપણા) સૂક્ષ્મ રૂહોથી પ્રાપ્ત કરી શકીએ છીએ. અગર (કોઈ) પૂછે કે તમારી પાસે શું સાબિતી છે કે આ જગતના સિવાય બીજું પણ જગત છે, આપણે જવાબ આપીએ કે આ જગતમાં (કેટલીક) વસ્તુંઓ છે જે તેમાંથી નથી અને તે તેની નથી, જેમ કે બુદ્ધિગમ્ય રૂહ અને તે અક્કલ જે સમજી શકે તેનાથી ઈન્સાન બનેલો છે.

(૭૯/૮૦) (ભૌતિક) જગત પોતે આ બે મહાન વસ્તુંઓ વગરનો અને તેનાથી વંચિત છે જે આપણા (ગાઢ) શરીરથી જોડાએલા છે જે આ (ગાઢ) જગત જેવું છે, અને તેને જીવિત, હરતું ફરતું, અને ઉત્પાદિત રાખે છે. (રૂહ અને અક્કલ)એ આ જગતના (બીજા) ભાગો કરતા ઈન્સાનના શરીરને મહાન બનાવે છે, કારણ કે આ જગતના ભાગો જે (ચાર) તત્વો છે જે જ્ઞાન વગરના છે. જ્યારે કે આપણું શરીર જ્ઞાનવાળા તત્વોથી બનેલુ છે. અને તે કે જે જાણે છે, તે કે જે જાણતો નથી તેના કરતા શ્રેષ્ઠ છે, જેમ કે ખુદા કહે છે: 'શું તેઓ કે જે જાણે છે અને તેઓ કે જે નથી જાણતા સરખા છે ? ફક્ત અક્કલવાળા યાદ રાખે’ (૩૯:૯). આ રીતે, આપણા શરીરો આ અજ્ઞાનતાના (ભૌતિક) જગતથી ચઢિયાતું છે.

(૮૦/૮૧) આપણે જ્યારે સમજીએ છીએ કે આ બે મહાન ચીજો, રૂહ અને અક્કલ, આ ગાઢ શરીરથી જોડાએલા છે જે આ જગતનો એક ભાગ છે, જે આપણને આ સાબિતીથી જણાય છે કે (નફ્સેકુલ) અને (અક્લેકુલ) જે આપણા રૂહો અને અક્કલોના ભાગો છે, તે પણ આ જગત સાથે જોડાએલા છે; અને તેઓના કારણે જગત સ્થિર અને જીવંત છે, જેમ કે આપણું શરીર આપણા રૂહ અને અક્કલના કારણે સ્થિર, જીવંત અને મહાન છે. આપણું શરીર આ જગત કરતા વધારે મહાન છે તે હકીકતના કારણે કે આ જગત 'રૂહ' અને 'અક્કલના' સંબંધમાં બીજમાંથી એક ઝાડ જેવું છે. અને ઈન્સાન તેનું ફળ છે. જો કે ઝાડ ફળ કરતા વધારે મોટું છે, હકીકતમાં બીજ એની સંપૂર્ણતામાં તેના ફળમાં છે જ્યારે તે દેખાય છે. ના કે ઝાડના (બીજા કોઈ ભાગમાં). કેમ કે (ભૌતિક) જગત આકાર અને સ્વરૂપમાં લાભ લેવાના અને લાભ આપવાના બે ગુણો ધરાવે છે, જેમ કે અમે જણાવ્યું (રૂહાની) જગત કે જે આ દુનિયાનું બીજ છે તેને પણ આ બે ગુણો હોવાજ જોઈએ. અગર જો સૂક્ષ્મ અને છુપાયેલ જગત કે જે ઉચ્ચ જગત છે તેને પણ આ બે ગુણો ન હોત, તો પછી આ ગાઢ અને દેખીતું જગત, ભૌતિક દુનિયા કે જે પહેલી દુનિયામાંથી બહાર આવી છે, તે આ ગુણો સાથે અસ્તિત્વમાં ન આવી હોત.

(૮૧/૮૨) તેથી આપણે કહીયે કે સુક્ષ્મ જગતને લાભ આપવાવાળા અને લાભ લેવાવાળા આ બે ગુણો હોવાજ જોઈએ. લાભ આપવાવાળો અક્કલ (અક્લેકુલ)અને લાભ લેવાવાળો રૂહ (નફ્સેકુલ) છે, જેમકે આપણે જોઈએ છીએ કે (ઈન્સાનોની) દેખાતી હાલતમાં કે જે અજ્ઞાન રૂહ અક્કલ પાસેથી લાભ લઈને ડહાપણવાળું થાય છે. જો કોઈ પુછે કે હકીકતમાં શું સાબિતી છે. સૂક્ષ્મ જગત કંઈજ નથી પણ અક્કલ (અકલેકુલ) અને રૂહ (નફસેકુલ) છે, જેમાંથી એક લાભ આપવાવાળો અને બીજો લાભ લેવાવાળો છે, કેમ કે આ દુનિયામાં ઘણી વસ્તુંઓ છે જે બીજા જગતમાં નથી. આપણે તેને જવાબ આપશું અને કહેશું કે આ જગતનું અંતિમ ઉત્પાદન માનવજાત છે. અને જે અંતમાં દેખાય છે તેજ તેના મૂળની સાબિતી છે. જેમકે જ્યારે એક બદામનું ઝાડ અથવા એક અખરોટનું ઝાડ ફળ આપે છે. ડહાપણવાળો જાણે છે કે આ ફળ આવ્યુ છે. કારણ કે શરૂઆતમાં બદામ અને અખરોટનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઈન્સાન, જે આ જગતનું અંતિમ ઉત્પાદન છે, શરીરના સંબંધમાં પુરુષ અથવા સ્ત્રી જેવું જનમ્યુ છે, અથવા આત્માના સંબંધમાં શિક્ષક અથવા વિદ્યાર્થી જેવું. જેથી ભૌતિક જોડીમાંથી ભૌતિક જગત (સમૃદ્ધ બની શકે છે) અને રૂહાની જોડીમાંથી ધર્મનું જગત સમૃદ્ધ બની શકે છે.

(૮૨/૮૩) પહેલી ભૌતિક જોડી આદમ અને હવા છે, (અને) દીની જોડી નાતિક (રસુલ) છે અને અસાસ. જેવી રીતે ભૌતિક ઉત્પાદન, જોડી વગર અશક્ય છે. દીની ઉત્પત્તિ, કે જે, ઈલ્મનું ઉત્પાદન છે. તે (જોડી વગર) અશક્ય છે. પણ આ (દીની) જોડીએ કોઈ પાસેથી આ શીખ્યું નથી, તેના બદલે તેઓનું જ્ઞાન (બક્ષિસમાં) મળેલું છે. (વધુમાં), જે છુપાયેલું (બાતિન) છે એ દેખીતા (જાહેર)ના હેઠળ છે, ખુદા પુરાવો આપતા આ બે દુનિયાના ગુણો વિશે આ આયતમાં કહે છે. 'રાતના જ્યારે તે ઢંકાય છે, અને દિવસના જ્યારે તે તેજસ્વી દેખાય છે, અને તેનાથી કે જેમાંથી પુરુષ અને સ્ત્રીનું સર્જન થયું' (૯૨:૧૩),

(૮૩) અમે કહીયે છીએ કે આ બે જગતના ગુણો આ આયતમાં જણાવ્યા છે, કે જેમાં (ખુદા તરફથી) પ્રતિજ્ઞા છે. બીજી દુનિયા રાત્રી જેવી છુપાયેલી છે અને આ દુનિયા દિવસ જેવી દેખીતી છે, અને કે જેણે પુરુષ અને સ્ત્રીને બનાવ્યા તે દિવ્ય અમ્ર છે.

(૮૩/૮૪) રૂહાની જગતમાં પુરુષ હકીકતમાં અક્લેકુલ છે અને સ્ત્રી હકીકતમાં રૂહ(નફસેકુલ) છે; અને ધર્મના (દીની) જગતમાં પરુષ હકીકતમાં નાતિક છે અને સ્ત્રી હકીકતમાં અસાસ છે. ભૌતિક જગતમાં કે જેમાં ઈન્સાન તેનું ઉત્તમ ઉત્પાદન છે. જે આ ગુણો અનુસાર, પુરુષ કે જે અક્કલ (અક્લેકુલ) જેવું છે તેના જેમ આવે છે અથવા સ્ત્રી કે જે રૂહ (નફ્સેકુલ) જેવું છે તેના જેમ આવે છે. પુરુષ ઉચ્ચતર (અક્લેકુલની) દુનિયાની જેમ આવે છે અને સ્ત્રી નીચેની (નફ્સેકુલ-રૂહાની) દુનિયામાંથી; જે ભૂતપૂર્વ છે તે ગોળાઓ અને ગ્રહો જેવું લાભ આપવાવાળું છે, અને બીજું જે લાભ લેવાવાળું છે જેમ કે તત્વો.

(૮૪) આમ, આપણે સ્થાપ્યું કે બે જગતો છે, અને ગુણ કે જે બન્નેને ઘેરાએલા છે તે લાભ દેવાવાળો અથવા તો લાભ લેવાવાળો છે. પૂછો તો તમે જાણો ! ઓળખો તો તમે મુક્ત થાઓ !

(૯૦) તમારા સવાલના સંબંધમાં (કે શા માટે) જે પાણી નીચે આવે છે. તે (પાણી) ઉપર ચડે છે તેના કરતા વધારે (દેખાય) છે, તેનો જવાબ એ છે કે (કુલ) પાણીનો જથ્થો જે ખુદાએ સર્જન કર્યું છે તેમાં ક્યારે પણ એક બુંદ વધ્યું કે ઘટ્યું નથી.

(૯૪) આપણે કહીયે છીએ કે પાણી પૃથ્વીની સરખામણીમાં હલકું છે, પણ હવાની સરખામણીમાં ભારે છે, અને હવા પાણીની સરખામણીમાં હલકી છે પણ આગની સરખામણીમાં ભારે છે. જો તમે જાણવા ઈચ્છો કે કેવી રીતે પાણી પૃથ્વીની સરખામણીમાં હલકું છે અને હવાની સરખામણીમાં ભારે,

(૯૪/૯૫) તો નોંધ કરો કે પાણીની જગ્યા પૃથ્વીના ઉપર છે અને હવાની નીચે, એ કહેવું એના સમાન છે કે જેમ પાણી કહે છે, 'મારી નીચે પૃથ્વી છે કારણ કે હું તેના કરતા હલકું છું, અને મારી ઉપર હવા છે કારણ કે હું તેનાથી વજનદાર છું.' તેવીજ રીતે હવા, પાણી અને આગની વચ્ચેની તેની (હાલત) થી કહે છે કે, 'હું પાણી કરતા હલકી છું જે મારી નીચે છે, પણ આગ કરતા ભારે છું જે મારા ઉપર છે.' તેથી, ઓ ભાઈ, તમારે એમ ન વિચારવું જોઈએ કે હવા અતિશય હલકી છે. જો તેમ હોત તો, તે પાણી અને પૃથ્વીની સપાટી ઉપર ન રહેતી હોત.

(૯૯) જે તત્વોના જગતને ઓળખતો નથી, તેનો રૂહ આનાથી (તત્વોથી) બંધનમાં અને મર્યાદામાં રહે છે, અને તે બીજા જગતમાં આંધળો બની જાય છે.

(૧૦૬) મીઠી તુલસી જે, જ્યારે મધમાખીની કળાને સ્વીકારે છે, ત્યારે તે મધમાં પરિવર્તિત થાય છે.

યા અલી મદદ