Ilm Majalis Logo

ILM MAJALIS

જ્ઞાન અને આઝાદી

રેકોર્ડીંગ - ૨

રેકોર્ડીંગ - ૨

0:000:00

ભાગ બીજો

ખુદા વિશેનું જ્ઞાન (Ontology).

જુદા જુદા પ્રકારની હસ્તીઓ વિશે.

(૩૬) જાણો, ઓ ભાઈ, હસ્તીયો બે પ્રકારની છે : એક જેને જરૂરી (વાજીબ) અને બીજાને શક્ય (મુમકીન) કહેવાય છે. "જરૂરી હસ્તી" "શક્ય હસ્તી" કરતા ઉંચી છે. (કારણ કે) "જરૂરી હસ્તી" વગર "શક્ય હસ્તી" અસ્તિત્વમાં નથી આવી શકતી. દા.ત, "જરૂરી હસ્તી" એક પક્ષી જેવી છે અને "શક્ય હસ્તી" તેના ઈંડા જેવી. ઈંડા માટે પક્ષીની હાલતે પહોંચવુ કે જેમાંથી તે અસ્તિત્વમાં આવ્યું છે તે શક્ય નથી અને પક્ષીનો દરજ્જો જરૂરી હસ્તી જેવો છે.

(૩૭/૩૮) આ સંપુર્ણ જગત એક શક્ય હસ્તી છે જે જરૂરી હસ્તી વગર અસ્તિત્વમાં નથી આવી શકતી. અનિવાર્યપણે ખચીતજ અને ખરેખરો, આ દુનિયાનો સર્જનહાર (અક્કલેકુલ) જરૂરી હસ્તી હોવી જોઈએ.

(૩૮/૩૯) જે સંપૂર્ણ હસ્તી છે, હસ્તી જે બિનહસ્તીમાંથી અસ્તિત્વમાં આવી. તેની અંદર જરૂરી હસ્તી છે, જે (અક્કલેકુલ) છે અને શક્ય હસ્તી, કે જે (નફસેકુલ) છે જે અક્કલની નીચે છે. ‘રૂહમા’ તેના પ્રયાસથી, એક દિવસ તેના અસલ જેવા થવાની ક્ષમતા છે, જેવી રીતે ખજૂરનો ઠળીયો એક દિવસ તાડનું ઝાડ બની શકે છે. પણ ખુદા માટે જાતી હોવું લાગું નથી પડતું, કારણ કે જાતીનો દરજ્જો તેનેજ આપવામાં આવે છે, જેની નીચે પ્રજાતિ હોય. તો પછી જાતી કારણ જેવું છે અને પ્રજાતી તેના કારણભૂત જેવુ છે. ખુદા માટે કારણ અથવા કારણભૂત હોવું યોગ્ય નથી, અને તેટલા માટે ખુદાને એક હસ્તી કહેવું યોગ્ય નથી. એ જાણવુ જરૂરી છે કે સંપુર્ણ હસ્તી (અમ્ર) અલ્લાહે ઉદ્દભવ્યું છે, અને (Absolute extence) અલ્લાહનું તત્વ, અસ્તિત્વ (અને) તેના વિરૂધ્ધ જે બિનઅસ્તિત્વ છે તેનાથી પર છે.

(૪૦) જેવી રીતે પ્રાણીઓની જાતી, જે "જરૂરી હસ્તી જેવુ" છે, જે એક છે, જ્યારે કે પક્ષી અને બુધ્ધિગમ્ય પ્રાણી (માનવજાત), જે તેના હેઠળ પ્રજાતી છે, તે "શક્ય હસ્તીઓ" છે. પક્ષી, સરિસૃપ, અને ઈન્સાનનું અસ્તિત્વ પ્રાણીની (જાતી) ઉપર નિર્ભર છે; જો તમે પ્રાણીને કાઢી નાખો તો, આ બઘી પ્રજાતી (પણ) નીકળી જાય.

આ રીતે, જો કલ્પનામાં તમે જરૂરી હસ્તીને કાઢી નાખો, શક્ય હસ્તીઓ પણ નીકળી જાય. પ્રાપ્ત કરો તેથી તમે જાણો ! ઓળખો તેથી તમે આઝાદ થાવ.

રૂહના અસ્તિત્વ અને બિન અસ્તિત્વ વિષે : સવાલ:

(૪૫) ઓ ભાઈ ! તમે પુછ્યું હતું જુથનો સિધ્ધાંત કે જે કહે છે, કે ઈન્સાનનો રૂહ એ કાંઈ નથી પણ તત્વોનું સમતુલન છે, અને તે જ્યારે તત્વો યોગ્ય રીતે ભેગા મળે છે, એ એક તારણ સુધી પહોંચે છે. જ્યાં હલનચલન અને જ્ઞાન ઉત્પન્ન થાય છે. (જુથ) આ સિધ્ધાંતને એ દલીલથી આધાર આપે છે કે જ્યારે શરીર પોતાનું સમતુલન ખોવે છે, રૂહનું પણ અસ્તિત્વ ખતમ થઈ જાય છે. તેથી, રૂહ એ કાંઈ નથી પણ તત્વોનું સમતુલન છે, અને જ્યારે તેઓ પોતાના મૂળ તરફ પાછા જાય છે, રૂહનું પણ અસ્તિત્વ ખતમ થઈ જાય છે.

જવાબ - જો એમ હોત, તો પછી (રૂહ માટે બીજી દુનિયા) ન તો બક્ષીશ હોત ન તો સજા હોત. તમને આના સંદર્ભમાં સ્પષ્ટ જવાબ જોઈતો હોય તો, તમે આ સિધ્ધાંતને રદ કરો અને આત્માના અસ્તિત્વ ઉપર ઠોસ ઈમાન લાવો.

(૪૬) તમે એ જાણો કે આત્મા એ તત્વોનું સમતોલન એવી રીતે નથી કે જેવી રીતે શરીર ચાર તત્વોનું સમતોલ છે. જ્યારે તેઓ (તત્વો) પોતાના મૂળ તરફ પાછા જાય છે ત્યારે તેમનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે; તેના બદલે આત્મા એ (સ્વભાવના) તત્વોના સમતુલન કરતા બીજું જ કાંઈ છે. શાંતિ !

(૪૭) તેઓ (જેને રૂહ હોવાનો) દાવો કરે છે તે એક પદાર્થ નથી. જો તે એક પદાર્થ હોત જે (તત્વોથી બનેલો હોત), તો આપણને દેખાત અને સમજાત કે જેવી રીતે તે (ઈન્દ્રિયોને) દેખાય છે અને સમજી શકાય છે.

(૪૮) શરીર પોતાની મેળે પેદા થવું અથવા તો ઉદ્દભવવું શક્ય નથી. અને કેમ કે જેને સમતુલન કહેવામા આવે છે જેને કોઈ કાર્ય નથી. તો પછી તે કાર્યો કે જે આપણને રૂહમાં જોવામા આવે છે - જેમ કે ચીજોને સમજવું, એક ચીજમાંથી બીજી ચીજનો તફાવત કરવો વગેરે આ બધુ સમતુલન ન હોઈ શકે, કે જે તેઓ રૂહ હોવાનો દાવો કરે છે. તેથી તે સ્પષ્ટ છે કે, કારણકે સમતુલનને કાર્ય નથી હોતું. તેથી તેઓનો દાવો કે તે (તત્વોનું સમતુલન) રૂહ છે તે ખોટુ છે.

(૫૦/૫૧) આમ, આપણે એ સ્થાપ્યું કે રૂહ (તત્વોનું) સમતોલન નથી. તે એક પદાર્થ છે જે વિરોધી તત્વોને એકપણામાં લાવે છે અને તેની શક્તિ કે જે ખુદાએ તેને બક્ષી છે તેનાથી બધાને સાથે લાવે છે. અને મહાન ડહાપણ જે રૂહને તેના શરીર (છોડ્યા) પછી કયામતમા સમજાશે. જેમ કે ખુદાએ સર્જનનું એક પછી એક વિગતવાર વર્ણન કર્યા પછી આ આયાતમા કહ્યુ: "અને ચોક્કસ અમે ઈન્સાનને માટીના સત્વમાંથી બનાવ્યો, પછી અમે વીર્યની (એક બુંદને) જેને અડગ (સુરક્ષિત) સ્થાને રાખ્યો, પછી અમે એ વીર્યને થીજી ગએલું લોહી બનાવ્યું પછી અમે એક થીજી ગએલા લોહીમાંથી માંસનો લોચો બનાવ્યો, પછી અમે એ માંસના લોચામાંથી હાડકા બનાવ્યા, અને અમે એ હાડકાઓને ચામડી પહેરાવી, પછી અમે બીજુ (રૂહનું) સર્જન બનાવ્યું. તો ધન્ય છે ખુદાના, જે સર્વોત્તમ સર્જનહાર છે (૨૩:૧૨-૧૪). પછી વધુમાં ખુદાએ કહ્યુ; 'એના પછી તમે ચોક્કસપણે મરશો. પછી ચોક્કસપણે ક્યામતના દિવસે તમને ઉભા કરવામાં આવશે (૨૩:૧૫-૧૬).

(૫૨) જો તે આ સર્જનનું કારણ ન હોત, તો પછી કોઈ પણ ડહાપણ આ દુનિયામા જાહેર થયું ન હોત. પણ રૂહ, જે વિરૂધ્ધ (તત્વોને) શરીરમાં ભેગા લાવે છે, એમને પાછું છોડી દે છે.

જો એ પોતાને સર્જનહારની ઓળખાણથી (ચાર તત્વો અને સ્વભાવના તત્વોથી પોતાને) જુદો કરે છે અને ફરમાનબરદારી અને ઈબાદતમાં રહે છે, તો પછી એ કાયમી દુનિયાના આનંદમાં તે રહેશે, પણ જો એ (તાવિલિ) જ્ઞાન હાસલ નથી કરતો અને અજ્ઞાનતા અને નાફરમાનીમાં ચાલ્યો જાય છે, તો પછી તે દોજખમાં રહેશે. પ્રાપ્ત કરો તો તમે જાણો ! ઓળખો તો તમે મુક્ત થાવ !

રૂહના અસ્તિત્વ (existence) અને સ્વ-અસ્તિત્વ (self-subsistence) વિશે.

(૫૧/૫૨) ઓ ભાઈ ! તમે રૂહના બારામાં પુછ્યું : 'શું તે અસ્તિત્વ ધરાવે છે કે નહી, અને શું તે સ્વ-અસ્તિત્વ ધરાવે છે કે પછી તેનું અસ્તિત્વ શરીર ઉપર આધાર રાખે છે ? શું તે પદાર્થોમાનો છે કે અકસ્માતમાનો (accidental) ? તેની શું સાબિતી છે કે રૂહ એક પદાર્થ છે અને સ્વ-અસ્તિત્વ ધરાવે છે જ્યારે આપણે તેને શરીર વગર નથી શોધી શકતા, અને શરીર વગર કોઈ પણ કાર્ય તેમાંથી બહાર ન આવવું જોઈએ ? (સાબિત) કરી દેખાડો કે અમે જાણીએ.

(૫૨) જાણો, ઓ ભાઈ, કે આપણા શરીરો આત્માને લીધે જીવિત છે, અને આ સાબિતીની મજબુતાઈ એ છે કે આપણા શરીરો હલનચલન કરી શકે છે અને જે કાંઈ હલનચલન કરી શકે છે, તેના હલનચલનનું (કારણ) બહારથી છે અથવા અંદરથી. એ હસ્તી કે જેનું હલનચલન બહારથી થાય છે તેને (અથવા) તો બીજુ કોઈ હલાવે છે, જેમ કે પવન ઝાડને હલાવે છે અથવા પાણી ચક્કીને અને નાવને હલાવે છે, અથવા બીજી કોઈ હસ્તી તેને પોતાની તરફ ખેંચે છે, જેવી રીતે બળદ રહેટ (રેંટ) ને ખેચે છે અને લોહીચુંબક લોખંડને ખેચે છે.

(૫૨/૫૩) (જો કે), આપણા શરીરો કોઈથી ખેંચ્યા વગર અથવા તો પાછુ હટાવ્યા વગર (સ્વઈચ્છા) થી હલે છે. કેમ કે આપણા શરીરોના હલનચલનનું (કારણ) બહારથી નથી, એ જરૂર અંદરથી જ છે. એ હસ્તીનું હલનચલન જે અંદરથી આવે છે તે કુદરતી અથવા રૂહાની છે. (હસ્તી કે જેની સાથે) કુદરતી હલનચલન છે તે એ છે કે જે કદી આરામ નથી કરતો અને એક હાલતમાંથી બીજી હાલતમા બદલાતો નથી.

(૫૩) આપણા શરીરોની બાબતમાં, જ્યાં સુધી રૂહ શરીરો સાથે છે, તે ક્યારેક હલન ચલન કરે છે અને ક્યારેક આરામ કરે છે, પણ જ્યારે રૂહ શરીરોથી જુદો થાય છે ત્યારે શરીર (નિષ્ક્રિય) બની જાય છે. આમ, એ સ્પષ્ટ થાય છે કે આપણા શરીરોનું હલનચલન એ શરીરના (કારણે) નથી; અગર જો - એ શારીરિક હોત, તો તે આત્માના અલગ થવાથી (ગતિહીન) ન બની જાત. આપણા શરીરોનું હલનચલન રૂહના કારણથી છે.

(૫૩/૫૪) આ સમજુતીથી એ સ્પષ્ટ થાય છે કે તે રૂહ છે જે - આપણા શરીરોને જીવીત રાખે છે અને રૂહ આપણા શરીરોમાં પોતાની મેળે અસ્તિત્વમાં છે. રૂહ એ જવહર અને સ્વ-નિર્વાહ છે, શરીરને જીવીત રાખવાવાળો પ્રેરક અને - પાલક રૂહ છે. શરીર જવહર નથી, ન તો સ્વ-નિર્વાહ છે, ન તો જવહરનો પ્રેરક છે, કેમ કે જવહરનો પ્રેરક જરૂર (બીજો) જ છે. આત્મા કે જે શરીરને પ્રેરે છે તે જવહર છે (કારણ) કે જવહરની વ્યાખ્યા એ છે કે એ વિરૂધ્ધ ચીજોને સ્વીકારે છે, અને છતાંપણ (તેનું તત્વ હંમેશા) એજ રહે છે; તેઓને સ્વીકારવાથી તેની હાલત એકમાંથી બીજામા બદલાતી નથી. આમ ઈન્સાનનો રૂહ વિરૂધ્ધ વસ્તુંઓને સ્વીકારે છે, જેમ કે બોલવું અને સાંભળવુ, હલનચલન અને આરામ, બહાદુરી અને કાયરતા વગેરે.

(૫૪) આ બયાન સંબંધિત એ કે રૂહનું કાર્ય શરીરના વગર અસ્તિત્વમાં આવતું નથી ? તેનો જવાબ એ છે કે રૂહનું કાર્ય જાણવું છે, અને એ જાણવા માટે એને શરીરની જરૂરત નથી. પણ જયારે રૂહને તે જ્ઞાનના સ્વરૂપને જાહેરમાં દર્શાવવું હોય, તો તે (ઈન્સાનના) શરીરની મદદ લે છે કે જે એનાથી જોડાએલ છે, અને તે આમ (બે શરીરોના વચ્ચમાં) તેની સુસંગતતાના લીધે કરી શકે છે. પૂછો તો તમે જાણો ! ગ્રહણ કરો તો તમે મુક્ત થાવ !

ઝવહર (substance)ની વ્યાખ્યા વિશે

(૫૪) ઓ ભાઈ તમે પુછ્યું: 'ઝવહર (ચીજ) એટલે શું ? તેના કેટલા પ્રકાર છે ? અને દરેકને શું કહેવાય છે ? શું આપણને ખુદાને ઝવહર કેહવાની પરવાનગી છે કે નહી ?’

(૫૫) જાણો, ઓ ભાઈ, કે ઝવહરને (સર્વશ્રેષ્ઠ) જાતીની જાતી કહેવાય છે, કે જેની હેઠળ બધું આવી જાય છે. કારણ કે બધા અસ્તિત્વ તેની હેઠળ અને તેની અંદર છે. ઝવહરની (substance) બે પ્રજાતીઓ છે: એકને સરળ (બસીત) કહેવાય છે, એટલે કે વીખરાએલું (જુદા જુદા છે), અને બીજાને મિશ્રણ, જે (સેળભેળ) વાળો છે. (તો) જ્યારે તમને પુછવામાં આવે કે ઝવહર એટલે શું ? કહો કે તે એ છે કે જેનું તત્વ એકજ છે, કે જે વિરૂધ્ધ વસ્તુંઓને ભેગી લાવે છે પણ તેની પોતાની હાલત બદલાયા વગર.

(૫૫/૫૬) જ્યારે તમને પુછવામાં આવે કે ઝવહર કેટલા પ્રકારના છે, કહો કે બે પ્રકારના છે, એક સરળ અને બીજુ મિશ્રણ છે. જો તમને પુછવામાં આવે ક્યુ સરળ છે ? કહોકે તે રૂહ છે. અને જો તમને પુછવામાં આવે છે કે ક્યું મિશ્રણ (સંયોજન) છે ? તો કહો કે તે આ સંપુર્ણ જગત છે અને બઘી ચીજો તેના અંદર છે. જો તમને પુછવામાં આવે કે કઈ ચીજો રૂહે પોતાની હાલતને બદલ્યા વગર ભેગી લાવી છે, કહો જ્ઞાન અને અજ્ઞાનતા, દેવતા અને દુષ્ટતા, સુખાકારી અને તોફાન, અને જો તમને પુછવામાં આવે કે જગત એ કંઈ વિરૂધ્ધ વસ્તુંઓ સાથે લાવે છે, કહો કે એણે છ દિશાઓ કે જે એક બીજાથી વિરૂધ્ધ છે તેને સાથે લાવે છે - તે છે, ઉપર અને નીચે, ડાબે અને જમણે, આગળ અને પાછળ. બધી ત્રણે (જોડીઓ) એક બીજાથી વિરૂધ્ધ હોય, જેમ કે પૃથ્વી, પાણી, હવા, અને આગ, અથવા જેમકે, પ્રકાશ અને અંધકાર, જે (પણ) એક બીજાથી વિરૂધ્ધ છે.

(૫૬) આ વ્યાખ્યા એક સરળ ઝવહર અને બીજું મિશ્રણ ઝવહરની છે, એટલા માટે કે તમે જાણો કે, આપણી વ્યાખ્યાની સમજુતી મુજબ ખુદાને ઝવહર કહેવુ અને જાણવું સ્વિકાર્ય નથી. જ્યારે જવહરની આ વ્યાખ્યા છે, તો પછી તેનું વર્ણન કર્યુ છે, અને તે કે જેનું વર્ણન થયુ છે તે પોતાની વ્યાખ્યાની બહાર આવવા અસમર્થ છે. જે વ્યાખ્યા કરવાવાળો છે તેને જરૂરી બની જાય છે કે તે ઝવહરને (તે વ્યાખ્યાના) ક્ષેત્રની અંદર રાખે. જેથી કે ડહાપણવાળો જાણશે, (અમે કહીએ); કે જે વ્યાખ્યા અથવા હદની મર્યાદામાં છે તે ખુદા (કહેવાને) લાયક નથી. તે ખુદા છે કે જે તેને વ્યાખ્યા કરેલી હદમાં રાખે છે. જે જવહર અને અકસ્માતથી મુક્ત છે, અને બધી ચીજો તેના સર્જનના હદમા સામાએલી છે. જેમ ખુદા કહે છે: 'તેણે બધું સર્જન કર્યુ અને માપ્યુ જેવી રીતે માપવું જોઈએ (૨૫:૨).

આ એક ઝવહરનું માપ છે. શીખો જેથી તમે જાણો ! ઓળખો જેથી તમે આઝાદ થાવ !

રૂહના શરીર સાથેના સંબંધ વિશે

(૫૭) ઓ ભાઈ ! તમે પુછ્યું : "શરીરમાં ઈન્સાનનો રૂહ કેવી રીતે અને ક્યાં છે ? આગળ તમે દર્શાવ્યું કે ઈન્સાનના શરીરનું હલનચલન તે અંદરથી (રૂહના કારણે છે). સમજાવો કે (રૂહ) કેવી રીતે (શરીરની) અંદર છે ? શું તે એવી રીતે છે કે જેમ કોઈ ઘરની અંદર હોય, અને જો તે એવી બાબત છે તો જ્યારે તેનો માર્ગ બંધ થાય છે, તો રૂહ કેવી રીતે અચાનક શરીરને છોડી શકે છે ? શાંતી !

(૫૭/૫૮) જાણો, ઓ ભાઈ કે એક હસ્તી બીજી હસ્તીની અંદર જુદી જુદી ૧૨ (બાર) રીતે હોઈ શકે છે: પહેલુ, તે આખામાં એક ભાગ જેવું છે, જેવી રીતે ઈન્સાનના શરીરમા તેનો હાથ અથવા પગ છે;

બીજુ ભાગમાં આખા જેવું છે, જેમ કે ઇન્સાનના શરીરમા તેના અવયવો, જે અવયવોની સમગ્રતા છે;

ત્રીજું જેમ પાણી એક કુંભમાં છે;

ચોથું જેમ એક જવહરમાં એક અકસ્માત, જેવી રીતે ઘડપણમાં વાળનું સફેદ થવું;

પાચમું જેમ કે એક ચીજને બીજા સાથે ભેગુ કરવુ, જેવી રીતે સુરકો અને મધને જેને (oxymel) કહેવાય છે;

છઠું જેમ કે જહાજનો કેપ્ટન છે;

સાતમું એક દેશના રાજા જેવું છે;

આઠમું એક પ્રજાતિમાં જાતી જેવું છે જેવી રીતે પ્રાણી ઈન્સાનમાં, એટલે કે, ઈન્સાન પ્રાણીની પ્રજાતી છે અને પ્રાણીનો સમાવેશ ઈન્સાનમા છે;

નવમું જેવી રીતે એક જાતીમાં એક પ્રજાતી છે, જેમ ઈન્સાન પ્રાણીમાં છે;

દસમું જેમ કે પદાર્થમા સ્વરૂપ, જેમ કે ચાંદીમાં કોતરેલી વીંટીનું સ્વરૂપ;

અગિયારમુ જેમ કે સ્વરૂપમા પદાર્થ છે, જેમ કે કોતરેલી વીંટીનો આકાર ચાંદીમાં;

અને બારમુ સમયમા એક હસ્તી જેવું છે.

(૫૮/૫૯) તેથી, તે ચોક્કસ છે, કે રૂહ શરીરમાં આ (બાર) રીતો જેનો આપણે ઉલ્લેખ કર્યો તેમાંનું કોઈ એક તેના જેવું હોવું જોઈએ. આપણે કહીએ કે રૂહ શરીરમા આખામા એક ભાગ જેવુ નથી, જેમ કે એક હાથ ઈન્સાનના શરીરમા, કારણ કે હાથ શરીરનો છે પણ રૂહ શરીરનો નથી.

વધુ, રૂહ શરીરમા તેના ભાગોમા આખા જેવુ નથી કારણ કે દરેક અવયવો શરીર છે, એટલે કે, શરીર બીજુ કાંઈ નહી પણ અવયવો છે, પણ રૂહ પોતે શરીર નથી પરંતુ એક જુદુ ઝવહર છે.

વધુ, રૂહ શરીરમાં એક કુંભ અથવા જગમાં પાણી જેવું નથી, (કારણ) કે જગ કે કુંભ એક પાણીની જગ્યા છે, પણ રૂહને પોતાને (રેહવા માટે) કોઈ જગ્યાની જરૂર નથી.

વધુ, રૂહ શરીરમાં એક કેપ્ટન જેવો નથી, તેમાં કેપ્ટન એક જગ્યામાં છે અને (જહાજની બીજી બધી જગ્યા તેનાથી વંચિત છે, પણ ઈન્સાનના શરીરમાં એવી કોઈ જગ્યા નથી કે જે રૂહથી વંચિત ન હોય; જો એક પણ જગ્યા તેનાથી વંચિત હોય, તો તે જગ્યા જીવંત અને ગતીશીલ ન હોત.

(૬૯/૬૦) વધુમાં, રૂહ શરીરમા એક પદાર્થમાં અકસ્માત જેવો નથી, કારણ કે રૂહ પોતેજ એક ઝવહર છે ન કે અકસ્માત; અને જયારે એક અકસ્માત ઝવહરને છોડે છે, ઝવહર તેવીજ હાલતમાં રહે છે, પણ જ્યારે રૂહ શરીર છોડે છે ત્યારે શરીર તેવીજ હાલતમાં નથી રહેતું.

વધુમાં, રૂહ શરીરમાં સુરકો અને મધ (oxymel) માં હોય તેવો નથી, કારણ કે સુરકો અને મધ બંને તેની હાલતો બદલે છે; જ્યારે આવી કોઈ ચીજ ભેગી કરવામાં આવે તો તેની હાલત બદલાય છે; જેમ કે જયારે સુરકો અને પાણી ભેગુ કરો તો કોઈ પણ તેની પહેલાની હાલતમાં રહેતું નથી, પણ ભળવા છતાં રૂહ અને શરીર તેની હાલતમાં રહે છે.

વધુમાં, રૂહ શરીરમાં એક જાતીમાં પ્રજાતી જેવુ નથી જેમ કે ઈન્સાન પ્રાણીમાં છે, તેઓ બન્ને ખાવામાં અને પેદા કરવામાં એક સરખા છે, પણ રૂહ શરીરને છોડે છે અને (તેથી) તે તેની પ્રજાતી જેવું નથી.

વધુ, રૂહ શરીરમા જાતીમાં એક પ્રજાતી જેવુ નથી જેમ કે પ્રાણી ઈન્સાનમાં, કેમ કે જાતી અને પ્રજાતી ઘણા પાસાઓમાં એકબીજાથી સંકળાયેલા છે સિવાય કે તેના સ્વરૂપોમાં જે જુદા છે, પણ રૂહનું જોડાણ શરીર સાથે નથી જેમ કે જાતી કારણ કે રૂહ સૂક્ષ્મ છે અને શરીર ઘટ્ટ છે.

વધુમાં, રૂહ જે શરીરમાં છે તે કોઈ હસ્તી જે સમયમાં છે તેના જેવું નથી, કારણ કે સમય, તે હસ્તીના પહેલાથી છે કે જે સમયમાં છે અને જે સમયની સાથે અસ્તિત્વમાં આવેલું છે, પરંતુ રૂહની પહેલા, શરીર ન હતું અને ન છે.

(૬૨) તેથી, આપણે કહીએ છીએ કે રૂહ શરીરમાં એક ઘટ્ટ પદાર્થમાં સુક્ષ્મ સ્વરૂપે છે, જેવી રીતે ચાંદીમાં મૃદ્રીકા સ્વરૂપે છે, કારણ કે રૂહ સ્વરૂપની જેમ સુક્ષ્મ છે અને પદાર્થ શરીરના જેમ ઘટ્ટ છે, અને રૂહ શરીર નથી. પુછો તેથી તમે જાણો ! શીખો તો તેથી તમે આઝાદ થાવ !

યા અલી મદદ