Ilm Majalis Logo

ILM MAJALIS

જ્ઞાન અને આઝાદી

રેકોર્ડીંગ - ૧

રેકોર્ડીંગ - ૧

0:000:00

ભાગ પહેલો

વિશ્વવિજ્ઞાન (બ્રહ્માંડ) Cosmogony

સર્જનહાર (અક્લેકુલ) અને સર્જન (નફ્સેકુલ) અને મખલુક (ભૌતિક જગત) વિશે.

(પેજ-૨) (હું) તમને સીધો માર્ગ બતાવીશ. જેવી રીતે ત્યાં છુપા ઈલ્મ માટે એક માપ અને સમતોલ છે. હું તે ઈલ્મને (તમારા માટે) ન્યાયના માપથી માપીશ અને સચ્ચાઈના સમતોલનથી તોળીશ.

(૩) પહેલે એ જાણવું જરૂરી છે કે સમય શું છે તેથી આપણે આ ગાંઠને ખોલી શકીએ. તે જાણવું જોઈએ કે હકીકતમાં, સમય પ્રતિનિધિ (agent)ના કાર્યમાં (સમાએલો) છે, કારણ કે તે (આકાશી) ગ્રહનું પરિભ્રમણ એક (માપ) છે. તો, જ્યારે એક નક્ષત્ર જેટલું માપ ગ્રહમાંથી પસાર થાય છે, ત્યારે આપણે કહીયે છીએ કે બે કલાક રાત અથવા દિવસમાંથી પસાર થઈ ગયા, અને જ્યારે અર્ધગ્રહ પસાર થાય છે ત્યારે આપણે કહીયે છીએ કે બાર (૧૨) કલાકનો સમય દિવસ અથવા રાત્રિમાંથી પસાર થઈ ગયો. (જો કે), અગર તમે (તમારી) કલ્પનામાંથી ગ્રહને કાઢી નાખો, તો સમય રહેતો નથી. જ્યારે એક ચીજનું અસ્તિત્વ બીજી ચીજ ઉપર નિર્ભર કરે છે, તો જો તમે પહેલું કાઢી નાખો, જે પહેલા પછી પાછલા તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું તો તે (પણ) ચાલ્યું જશે. ઉદાહરણ તરીકે, અગર આપણે સૂર્યને (આપણી) કલ્પનામાંથી કાઢી નાખીશું, તો દિવસ પણ નીકળી જશે. આ બાબતથી એ સ્પષ્ટ થાય છે કે અગર આપણે કલ્પનામાંથી ગ્રહને કાઢી નાખીશું, તો સમય (પણ) નીકળી જશે. (હકીકતમાં) જેમ કે ગોળાઓનું પરિભ્રમણ સર્જનહારના હુકમથી પ્રતિનિધિનું કાર્ય છે, સમય સર્જનહારના પોતાનાજ કાર્યનું (કારણ) છે.

(૪) આના સંદર્ભમાં, જેઓ ડહાપણની માલિકી ધરાવે છે તેઓએ એમ પણ કહ્યું છે કે સમય બીજું કાંઈ નથી પણ એક શારીરિક હાલતમાં, એક પછી એક બદલાવનું (એક માપ) છે. કારણ કે (જગત યાને) શરીરની સંપૂર્ણતા ગોળાઓના ઘુમ્મટની અંદર છે, અને જ્યારે ગોળાઓ ફરે છે ત્યારે તેઓની હાલત બદલાઈ જાય છે. જેમ કે તેના દરેક બિંદુ (point) એક મૌજુદ જગ્યાએથી બીજી જગ્યા ઉપર ખસે છે. (વધુમાં) ગોળાઓનું ફરવું સતત છે ત્યાં સુધી સમય પુરો થનાર નથી.

(૪/૫) સમયને કાઢી નાખવું તે સામાન્ય માણસ માટે અકલ્પનીય છે. આનું કારણ એ છે કે વાસ્તવમાં ઈન્સાનનો રૂહ શરીર સાથે જોડાએલો છે જે સમયની મર્યાદામાં છે, તે (સમય અને જગ્યાથી) પર નથી જઈ શકતો, સિવાય કે તેનું પાલન પોષણ સચ્ચાઈના ઈલ્મથી થાય. જેમ કે ખુદા કહે છે: "ઓ જીન્ન અને માણસોની જમાતો, જો તમે આકાશ અને પૃથ્વીની મર્યાદાને ભેદી શકો, તો કરો પણ તમે સાબિતી (હુજ્જત) વગર નહિ કરી શકો" (55:33) એટલે કે, જીન્ન અને માણસો પોતાના રૂહોની અંદર વિચાર નથી કરી શકતા તેના સિવાય કે જે તેઓ આકાશ અને પૃથ્વી ઉપર જુએ છે, અને તેઓ જે કાંઈ ગ્રહો અને સમયની અંદર છે તેનાથી પર નથી જઈ શકતા. જ્યાં સુધી તેઓને ઈમામે ઝમાન કે જેઓ આ પૃથ્વી પર હુજ્જતે ખુદા છે તેની પાસેથી (સાચા ઈલ્મનું) પાલન પોષણ મળે.

(૫) તમે કોઈ પણ બાજુથી સમયની સચ્ચાઈ શોધવાનો પ્રયત્ન કરો, તો તમે જાણશો કે સમય (પ્રતિનિધિના) કાર્યમાં (સમાયેલો છે). જ્યારે તમે આ જાણશો તો, તમને સમજાશે કે કોઈના માટે પૂછવું કે અગર ત્યાં સર્જન અને સર્જનહારની વચમાં સમય હતો તો તે વાહિયાત છે.

(૫/૬) આનું કારણ એ છે કે (એક બાજુએ), જ્યારે તે જાહેર કરે છે કે સર્જનહારને સર્જનની પહેલા આવવું જોઈએ, જ્યારે સમય પોતેજ સર્જનની અંદર હતો, જેમ કે અમે સમજાવ્યુ છે. તો આ તેના કબુલ કર્યા બરોબર છે કે સર્જનહાર સર્જનની પહેલા અસ્તિત્વમાં હતો; (બીજી બાજુ), એ જ્યારે તે કહે છે કે ત્યાં સર્જનહાર અને સર્જનની વચમાં સમય હતો, તો તે એક વિરોધાભાસ છે. કારણ કે તેના કહેવાનો મતલબ એમ થાય છે કે ત્યાં સમયની પહેલા સમય હતો, જે એમ કહેવા બરાબર છે કે ત્યાં સર્જન પહેલા સર્જન હતું, અને તે વાહિયાત ગણાય.

સર્જન પહેલા સર્જનહાર અને તેની બાદશાહીનો તમારો દાવો, (તમારો સવાલ) : તો જાણવું જોઈએ કે સર્જનહાર અને સર્જન બંને તેની સંપૂર્ણતામાં ખુદાના અમ્રની અંદર હતા, (amr - i bari) - પવિત્ર અને મહાન તે છે. તેઓની અસ્તિત્વવાદની - હાલતમાં કઈ પણ પહેલું કે પાછલું ન હતું. ખુદાનો અમ્ર તેનો (અલ્લાહનો) ભાગ નથી, પણ એક ચિન્હ જેવું છે જેમ કે એક લેખકનું લેખન, જેમાં તેના તત્વનું કંઈ નથી હોતું. કારણ કે ખુદાની જાત (તત્વ) પદાર્થ, સાધન, શક્તિ, આકાર, પ્રતિમા, અને કાર્યથી પર છે, તેનો અમ્ર તે રીતે સમજી શકાય કે તે સ્વ-અસ્તિત્વ (self subsistent) છે, અને બધા અસ્તિત્વવાળાઓ તેમાં સમયેલા છે.

(૭) જેમ કે લેખકનો આત્મા શરીરના કાદવમાં અને અંધકારભર્યા સ્વભાવમાં રહે છે, તેનું લેખન કે જે તેનામાંથી એક નિશાની (ચિન્હ) છે. તે પોતાની મેળે અસ્તિત્વમાં આવી શકતું નથી અને અસ્તિત્વ ધરાવવા માટે અસમર્થ છે, સિવાય કે તે ચિન્હ ને આગળ લાવવા માટે પ્રકૃતિ પાસેથી પેપર, શાહીનો ખડિયો, પેન, જગ્યા, સમય, અને હલનચલનની તૈયારી માટે મદદ લે છે, પણ કેમ કે ખુદા પદાર્થ અને આકારથી મુક્ત છે, બધા અસ્તિત્વવાળા અસ્તિત્વમાં સાથે (અને) એકજ સમયે તેના અમ્ર જે એક ચિન્હ છે તેનામાંથી આવ્યા. સર્જનહાર અને સર્જન, બાદશાહ અને બાદશાહી, બધા તેના તત્વથી કોઈ પણ જોડાણ વગર તે ચિન્હમાં હતા; જેમ કે લેખનનું જોડાણ લેખકના આત્મા સાથે નથી હોતું. જે કંઈ પણ લખ્યા પછી વધ્યા કે ઘટ્યા વગર તે તેની જગ્યાએ અખંડ રહે છે.

(૮) આ રીતે બાદશાહ ખરા અર્થમાં પહેલો છે. એટલે કે પ્રથમ ઉદ્દભવેલું અસ્તિત્વ (First Originated Being) જેની સાથે દિવ્ય અમ્ર તરતજ એક થઈ ગયો. અને તે છે અવ્વલ અક્કલ (First Intellect અક્લેકુલ), જે સર્જનહાર વાસ્તવિકતામાં અને શક્તિમાં સંપૂર્ણ છે. અને (સર્જનહારનો) પ્રતિનિધિ હકીકતમાં નફ્સેકુલ છે, જે અક્લેકુલ (પહેલી અક્કલ છે) તેના સંબંધમાં, નફ્સેકુલ એ અક્લેકુલના એક વિચાર જેવો છે.

તે પ્રમાણે, સર્જનહાર અને સર્જન, બાદશાહ અને બાદશાહી, બધા તેના દિવ્ય અમ્રમાં છે જેનું ખુદાના તત્વથી કોઈ જોડાણ નથી. આ વાક્યની બૌદ્ધિક સાબિતી તે છે કે જે કાંઈ આ જગતમાં દેખાય છે, જેમ કે વનસ્પતિઓ અને પ્રાણીઓ, તત્વના સમુદાય અને મિશ્રણથી, સમયના આધારે અને અવકાશના સંયોજનથી અસ્તિત્વમાં આવે છે.

(૮/૯) વાસ્તવમાં જેમ કે આ બધી ચીજો એક બીજાને આધાર આપે છે એ એમ બતાવે છે કે આ બધા એક અસ્તિત્વમાંથી ઉદ્દભવ્યા છે, જેવી રીતે વિવિધતા એક નંબરમાંથી ઉદ્દભવવામાં આવી છે. જો આ ઉપર જણાવેલી ચીજો, જેમ કે તત્વો, સમય, અને સ્થળ, એક અસ્તિત્વમાંથી ઉદ્દભવ્યા ન હોત, તો તે એક બીજાને આધાર ન આપત પણ એક બીજાનો વિરોધ કરત. કેમ કે આ બધા એક બીજા સાથે કાર્ય કરે છે અને આધાર આપે છે, તેઓ બધા એક હુકમ (અમ્ર)નુ પાલન કરે છે. તે પ્રમાણે, પ્રથમ એક અમ્ર હોવો જોઈએ, પછી તેઓ કે જેઓ અમ્રનું પાલન કરે.

(૯) તેથી તે સ્પષ્ટ છે, કે બધા અસ્તિત્વો અને અસ્તિત્વવાળાઓ દિવ્ય અમ્રમાં ભેગા હતા, બધા એકજ સમય શૂન્યમાંથી, ત્યાં કોઈ એક બીજા ઉપર પહેલું કે છેલ્લું હોવા વગર આવ્યા. અને દિવ્ય અમ્રને આપણી કલ્પનામાં નજદીક લાવવા માટે- તે એક ખજૂરના બીજ જેવું છે જેમાં બધું એકજ સાથે અને સમય વગર ઝડપથી આવ્યું જે ઝાડમાં (ત્યારબાદ) ધીરે ધીરે દેખાણું, જેમ કે તેના પાંદડા, શાખાઓ, મૂળ, લાકડું, તંતુઓ, કાંટાઓ, ખજુરો વગેરે. જો આમાંની અમુક વસ્તુંઓ ખજુરના બીજમાં ન હોત, તો પછી ખજૂરી, શાખાઓ, લાકડાઓ, તંતુઓ (ઉપજાવી) ન શકત. જો આ તત્વો ખજૂરના બીજમાં ન હોત, તેમાંથી કઈ પણ ન આવી શક્યું હોત અને તે વધ્યા વગર, અપરિપક્વ રહયું હોત; પણ જ્યારે તે પાકી જાય છે, ત્યારે બધા તત્વો તેમાં જાહેર થઈ જાય છે.

(૧૦) આ વાસ્તવમાં એક સાબિતી છે કે ઝાડના બધા તત્વો બીજમાં એક સાથે એકજ સમયે અને ઝડપથી અસ્તિત્વમાં આવ્યા. જ્યારે આવી ચીજો ઈન્દ્રિયોથી સમજી શકાય છે, તો પછી દિવ્ય અમ્ર, જેને કોઈ પણ ચીઝના આધારની જરૂરત નથી, તે જે કઈ કરે, તે બધા અસ્તિત્વવાળાને સમય અને સ્થળ વગર પોતાની અંદર રાખવા માટે વધુ લાયકાત ધરાવે છે.

જેમ કે ખુદા કહે છે: 'અમારો અમ્ર તો એક છે, આંખના પલકારાની જેમ' (54: 50). એટલે એમ કહેવું કે, અસ્તિત્વમાં આવવું અથવા સમય અને સ્થળમાં (તરત) અસ્તિત્વમાં આવવું જે આંખથી લાઈટને જોવા જેવું છે. આ રીતે, જેમ કે ખજુરના બીજમાં જે કઈ એકજ સાથે અસ્તિત્વમાં આવે છે તે સમયમાં બહાર આવે છે. તેવીજ રીતે જે કઈ દિવ્ય અમ્રમાં એકત્રિત અને અસ્તિત્વમાં હતું, તે તરતજ, ઝડપથી અને શૂન્યમાંથી (સર્જનહારના) કાર્યથી બહાર આવે છે.

(૧૧) ઉત્પત્તિના (વિશે), હકીકતમાં તે એક ચીજમાંથી ઉદ્દભવે છે, જ્યારેકે, તે જે શૂન્યમાંથી ઉદ્દભવે છે તેને અનંત કેહવામાં આવે છે. હકીકતમાં દિવ્ય અમ્ર, અનંત છે કે જેમાંથી બધી વસ્તુંઓ અસ્તિત્વમાં આવે છે. જેમ કે આપણે સ્થાપિત કર્યું છે કે 'ઉત્પન્ન' શબ્દ દિવ્ય અમ્રને લાગુ નથી પડતો, તો પછી (ખુદા) કે જેણે અમ્રને ઉદ્દભવ્યો, તેના માટે ઉત્પન્ન શબ્દ લગાડવું વધારે અયોગ્ય ગણાય.

મખલુક (માટે), તે એ છે કે જે મદદ અને શક્તિ બીજા કોઈમાંથી મેળવે છે. હકીકતમાં (પહેલું) સર્જન નફ્સેકુલ છે જેની મદદ દિવ્ય અમ્રમાંથી (અક્લેકુલના) માધ્યમથી આવે છે, અને જે ઉત્પન થયું છે તે આ ભૌતિક જગત છે, કારણ કે ઉત્પન્ન થયેલું તે છે જેને ઉત્પાદન લાગુ પડે છે, એટલે કે તે હાલતો જેવી કે હલનચલન, આરામ, વધવું, અને ઘટવું, જે આ બધું ભૌતિક જગતમાં મળી આવે છે.

(૧૧/૧૨) તેથી આ સમજૂતી જે અમે આપી છે તેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે સર્જનહાર, સર્જન અને મખલુક આ બધા દિવ્ય અમ્રમાં હતા. ખુદાના તત્વને તેનાથી કોઈ જોડાણ કે અલગતા નથી કારણ કે ખુદા (બધા) સંબંધથી મુક્ત છે.

(૧૨) એક માણસ બીજાઓને એક મોટી ઈમારત બનાવવાનો હુકમ કરે છે, તેને સુથારો અને બીજા કારીગરો બનાવે છે. છ્તાં એવું નથી કહેવાતું કે તેઓએ બનાવ્યું છે. પણ એમ કે આ મોટી ઈમારત ફલાણા ફલાણા માણસે બનાવી હતી. જ્યારે તેણે કોઈ કામ નથી કર્યું સિવાય કે હુકમ આપવાનો. સર્જનહાર અને સર્જન અને દુનિયાના સર્જન વિશેની તમારી માન્યતા આવી હોવી જોઈએ તેથી તમારો રૂહ આઝાદ થાય.

(૨૩) આ જગતમાં એવું (એક પણ) શરીર નથી જે બનાવનાર છે, ન તો પ્રાણી ન તો વનસ્પતિ, કારણ કે હકીકતમાં બનાવનાર રૂહ છે, અને શરીર તેના એક સાધન જેવું છે. રૂહના ત્રણ સ્તર છે: એક વનસ્પતિ રૂહ, બીજું પ્રાણી, અને ત્રીજું બુદ્ધિગમ્ય રૂહ - (ઈન્સાની રૂહ, rational soul). (હવે જેને) પણ પ્રજાતિ છે તેને જાતિ હોવી જોઈએ.

(૨૩/૨૪) (જાતીની અંદર), ઘણી પ્રજાતિ હોય શકે, જેમ કે પ્રાણી એક જાતિ છે અને તેના પ્રજાતિ પક્ષીઓ, સરિસૃપ (સાપ વગેરે) અને જંગલી જાનવરો છે. જ્યારે આપણને એહસાસ થાય છે કે રૂહના ત્રણ સ્તર છે, આપણને જણાય છે કે તેની (પણ) જાતિ છે, જે (નફ્સેકુલ છે), જે બધા રૂહનું મૂળ છે. (જેમ કે) આપણે જાણ્યું કે (ત્રણ તબક્કામાંથી) બુદ્ધિગમ્ય રૂહ (ઈન્સાની રૂહ, rational soul) સૌથી ઉચ્ચ રૂહ છે, જે વિવિધ અને સારા ગુણવાળો, આપણને જણાય છે કે તે નફ્સેકુલમાંથી ઈલ્મ હાસિલ કરવાની ક્ષમતા ધરાવે છે.

(૨૪) વનસ્પતિ અને પ્રાણીઓના કાર્ય જ્ઞાન ઉપર નહિ. પણ તેના (ચોક્કસ) લક્ષણ પર આધાર રાખે છે. લક્ષણ તે છે જે કોઈ ચીજ (અથવા પ્રજાતિની) હોય છે. જેમ બીજી પ્રજાતિઓને તેનાથી અલગ પાડે છે, જેમ કે હસવાની (ક્રિયા) અને વાળ સફેદ થવાની (ઘટના) ઈન્સાનના લક્ષણો છે જે બીજા કોઈ પ્રાણી પાસે નથી.

(૨૪/૨૫) તેવીજ રીતે મધ, અથવા રેશમ બનાવવું મધમાખી અને રેશમકીડા અનુક્રમે તેના લક્ષણ છે. દરેક વનસ્પતિ અને ઝાડ તેના દાણા અને ફળથી લાક્ષણિકતા ધરાવે છે, જેના વગર તે કાંઈ પણ ઉત્પન્ન કરી શકતો નથી, જેમ કે ઝાડ અને વનસ્પતિમાં (પાંદડાનું) વધવું. ઈન્સાન પાસે ઘણી કળાઓની (ક્ષમતા) છે. આ બધી કળાઓ યાતો કુદરતી (જન્મજાત) અથવા સ્વઈચ્છિત છે. મધમાખી, રેશમકીડા, છીપ અને વનસ્પતિની કળાઓ કુદરતી છે. અને ઈન્સાનોની કળાઓ સ્વઈચ્છિત છે - આ બધી કળાઓને રૂહે શોધી છે નહિ કે શરીરે. જ્યારે (એક શરીરમાં) જે રૂહ છે તે (બીજા) શરીર ઉપર કળા ઉત્પન કરવી તે જાણે છે તો તે તેમ શરીરની મદદથી કરી શકે છે, કે જે તેના સાથે સુસંગત છે અને તે (બે શરીરો વચ્ચેની) સમાનતાના કારણે તેની કળાને સ્વીકારે છે.

(૨૫) જો કે અગર રૂહને તે કળા પોતાની અંદર ઉત્પન્ન કરવી હોય તો તેને કોઈ શરીરના મધ્યસ્થની જરૂર નથી અને તે પોતાની મેળે (કલ્પનામાં) ઉત્પન્ન કરી શકે છે. દા.ત. એક સુથાર જેને ખબર છે કે દરવાજો કેવી રીતે બનાવવો, તે પોતાની અંદર તે સમજી શકે છે. કોઈ સમય, સાધન, અને શરીરના મધ્યસ્થ વગર, અને તે બનાવવા માટે તેના રૂહને શરીરની જરૂર નથી. (કેમકે) આપણે જાણ્યું કે રૂહ કળા ધરાવે છે અને જગત તેની કળા સ્વિકારે છે આપણે જાણી શકીયે છીએ કે જગતને બનાવનાર નફ્સેકુલ જાતિ છે અને રૂહના આ ત્રણ (તબક્કાઓમાં) જે આપણે જણાવ્યું તે તેની પ્રજાતિ છે.

(૨૫/૨૬) દરેક બનાવનારને તેની કળા પુરતી રીતે ઉત્પન્ન કરવા માટે છ (6) હસ્તીઓની જરૂર પડે છે: પહેલું: તેનું શરીર; બીજું: પદાર્થ કે જેની ઉપર તે તેની કળા ઉત્પન્ન કરે છે. જેમ કે સુથાર માટે લાકડું અને લુહાર માટે લોખંડ, ત્રીજું: સાધન, જેમ કે કુહાડી અને કરવત સુથાર માટે. અથવા અરણી અને હથોડી લુહાર માટે; ચોથું: હલનચલન અને તેની કળા ઉત્પન્ન કરવા માટે તેની ગતિની જરૂરતથી તે ડહાપણવાળાને સ્પષ્ટ થાય છે કે એક કાર્ય કરવાવાળો જરૂરતથી મુક્ત નથી. (કારણ કે) જેને જરૂરત નથી તે કાર્ય નથી કરતો; પાંચમું: એક જગ્યા કે જેમાં તે કળા ઉત્પન કરે છે; અને છઠું: એ સમય કે જે સમયગાળામાં જેમાં તે તેની કળા પૂર્ણ કરે. જ્યારે આ છ (6) હસ્તીયો પ્રાપ્ત થાય છે, કળા તેમાનો સાતમો થશે, જે આ છ (6) હસ્તીઓનો હેતુ છે.

(૨૬/૨૭) તેથી, નફસેકુલની કળા આ જગતમાં વનસ્પતિ અને પ્રાણીઓનું (સામ્રાજ્ય ધરાવવું છે). વનસ્પતિ તે પ્રાણીનું કારણ છે અને પ્રાણી તે તેનું કારણભૂત છે. કારણ તે છે જે, તેને જો કાઢી નાખવામાં આવે તો, કારણભૂત પણ નીકળી જાય છે; દા.ત, જો તમે વનસ્પતિ ને કાઢી નાખો, પ્રાણી નીકળી જાય છે. કારણ કે પ્રાણી ભરણપોષણ માટે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. પણ ઈન્સાન બીજા કોઈનું કારણ નથી; પરંતુ તે આ (સર્જનનો) હેતુ છે, અને તેનો મકસદ ખુદાને ઓળખવાનો છે જેથી તે (અસલ) મૂળ કે જ્યાંથી તે આવ્યો છે ત્યાં પાછો ફરે.

(૨૭) તેથી, આપણે કહીયે છીએ કે આદીકાળનો બનાવનાર નફ્સેકુલ છે કે જેણે આ છ (6) હસ્તીઓ જેનો આપણે અગાઉ ઉલ્લેખ કર્યો તે તેણે પ્રાપ્ત કર્યું છે. પહેલી ચીજ જે તેણે પ્રાપ્ત કરી છે, શરીરના બદલે, તે મહાન અવિનાશી ગોળો (great imperishable sphere) ; બીજું, પદાર્થના બદલે, ચાર તત્વો છે, એટલે કે માટી, પાણી, હવા, અને અગ્નિ, જેમાંથી તે વનસ્પતિયો અને પ્રાણીઓને ઉત્પન્ન કરે છે; ત્રીજું, સાધનોના બદલે, સાત ગ્રહો છે, જેનાથી તે આકારો, રંગો, અને વૈભવ વનસ્પતિયો અને પ્રાણીઓ માટે બનાવે છે; ચોથું, જગ્યાને બદલે, વિશાળ સ્થળ જેની અંદર સર્વ વ્યાપક શરીર સમાએલું છે; પાંચમું અનંત ગતિ છે જે તેનુ શરીર જે ગોળો છે તેમાં દ્રશ્યમાન થાય છે - આ મહાન ગતી તેના બધા સાધનોના કે જે સાત ગ્રહો છે, અને ચાર તત્વોમાં જે પદાર્થની જગ્યા પર છે તેમાં સ્પષ્ટ છે, છઠું ગતિશીલ સમય છે જે ક્રમવાર પસાર થાય છે, ત્યાર સુધી કે તે સાતમું ઉત્પન્ન કરે, જે આપણે જોઈ શકીએ છીએ, જે આ જગતના વિવિધ શણગારોમાં (જાહેર થાય) છે.

(૨૮) જેમ કે એક સુથારના વિશે, આપણે જોઈએ છીએ તેનું શરીર, તેના સાધનો, અને તેની કળા કે જે તે ઉત્પન્ન કરે છે, પણ તેની અંદર જે રૂહ છે કે જે બનાવનાર છે તે અદ્રશ્ય છે, (તો નફસેકુલની બાબતમાં) આપણે ગોળાને જોઈએ છીએ જે તેના શરીરનું રૂપક છે અને તત્વો જે પદાર્થનું રૂપક છે, પણ નફ્સેકુલ પોતેજ આંખથી અદ્રશ્ય છે. જ્યારે સુથારનો આત્મા તેનું શરીર છોડે છે, શરીર કાર્ય કરવાનું બંધ કરી દે છે; તેથી આપણે જાણીયે છીએ કે જો નફ્સેકુલ તેની ગતી અને તેના સાધનો છોડી દે તો કોઈપણ કળા તેમાંથી ઉત્પન્ન ન થઈ શકે, પણ તેઓ વેરવિખેર થઈ જાય. અને જેમ કે આપણે જાણીયે છીએ કે જ્યારે સુથારનું શરીર તેના આત્માથી અલગ થયા પછી વેરવિખેર થઈ જાય તો તેની કળા અર્થ વગરની (રદ) થઈ જાય છે, તો આપણે જાણીયે છીએ કે જ્યારે નફ્સેકુલ જે આ જગતનો બનાવનાર છે, તે તેનો આધાર આ જગત પરથી હટાવી લે તો આ જગતની બધી કળાઓ વિનાશ પામશે. તેથી, જે કાંઈ આ જગતના અંગભૂત ભાગ (સુક્ષ્મતામાં) જે મળી આવે છે તે જગતની આખી (સૃષ્ટિ) માટે ખરું છે.

(૨૯) કેમ કે ઈન્સાન જગતના ભાગમાંનો એક ભાગ છે, જ્યારે આપણે જોઈએ છીએ કે તેનું શરીર તેના રૂહના કારણે ઉભુ છે અને કાર્ય કરે છે, ત્યારે આપણે જાણીયે છીએ કે આ જગતનું શરીર પણ તેના રૂહના કારણે સ્થિર છે અને કાર્ય કરે છે. અને જેમ માણસનો રૂહ, જે તેનો શરીરનો બનાવનાર છે, જે આપણે આપણી ઈન્દ્રિયોથી સમજી શકતા નથી. જ્યારે કે તેનું શરીર અને સાધનો સમજી શકાય છે, ત્યારે આપણને જણાય છે કે આપણે જે કાંઈ જોઈએ છીએ અને આ જગતમાં આપણી ઈન્દ્રિયોથી શોધીયે છીએ તે શરીર, સાધનો, અને (નફસેકુલના) પદાર્થ છે, કે જે તેનો બનાવનાર છે, પણ (રૂહ) પોતેજ ઇન્દ્રિયોથી સમજી શકાતો નથી.

તેથી, તે સ્થાપિત થાય છે કે જગતનો બનાવનાર તે છે જે ઈન્દ્રિયોથી ન સમજી શકાય, અને કેમ કે જે કાંઈ ઈન્દ્રિયો સમજી નથી શકતી તે શરીર કરતા જુદું છે, આ સ્પષ્ટ છે કે આ જગતનો બનાવનાર એક શરીર નથી. આ તમને ચિંતન કરવા માટે અને સમજવા માટે એક સ્પષ્ટ સાબિતી છે, કે જેથી તમે આઝાદ થાવ.

સુક્ષ્મ (subtle) અને ઘટ્ટ (dense) વિશે.

(પેજ-૩૦) ઓ ભાઈ ! તમે પૂછ્યું જગતની હાલતના બારામાં : 'નફ્સેકુલે' આ જગતનું સર્જન શામાંથી કર્યું ? કેમ કે નફ્સેકુલ સૂક્ષ્મ છે, તે આટલી વિપુલતામાં ઘટ્ટ (પદાર્થ) ક્યાંથી લાવ્યો, અને કેવી રીતે ગાઢ સૂક્ષ્મમાંથી ઉદભવ્યું ? જ્યારે (રૂહે) આ જગતનું સર્જન કરવાનું ઈચ્છયું, તે છ (6) હસ્તીઓ કઈ હતી જેનું તમે વર્ણન કર્યું, કે જે દરેક બનાવવાવાળાને તેની કળા ઉત્પન્ન કરવા માટે જરૂર પડે છે, કેમ કે આ જગત રચાયેલું છે ? સમજાવો કે જો, ખુદા ઈચ્છે, તો અમે જાણીએ.

(૩૦/૩૧) જાણો, ઓ ભાઈ, નફ્સેકુલ માટે ગોળાઓ (sphears) શરીર જેવા છે, તારાઓ સાધનો જેવા છે, અને ચાર કુદરતી (તત્વો) દરેક બનાવવાવાળા માટે પદાર્થ જેવા છે. આ બધી (છ હસ્તીઓ) જેનો આપણે ઉલ્લેખ કર્યો તે નફ્સેકુલે સંયુક્ત, રચેલું અને બનાવેલું છે. પણ તેના ગોળાઓ બનાવવા અને તેમાં જે સમાએલો છે તે વનસ્પતિ અને પ્રાણીઓને બનાવવા જેવું નથી; પરંતુ તે એવું છે કે જેમ ઈન્સાનનો રૂહ પોતાનું શરીર બનાવે છે. (જેમ કે) આપણે આજે જોઈએ છીએ કે દરેક બનાવવાવાળો કળા ઉત્પન કરે છે જે તેને ખબર છે, તેનાથી આપણને ભાન થાય છે કે તેનું શરીર પણ રૂહે રચેલું અને બનાવેલું છે. પણ જેવી રીતે સુથારના રૂહે તેનું શરીર બનાવ્યું છે તે એવું નથી જેમ કે તે એક સિંહાસન અથવા ખુરશી બનાવે છે. તેનાથી ઉલટું, સુથારના રૂહે જે મૂળમાંથી શરીર બનાવ્યું તે એક બક્ષીશ હતી. જેનું બીજ દિવ્ય શબ્દમાં હતું જે શૂન્યમાંથી (ઉદભવ્યું).

(૩૧/૩૨) આ ભૌતિક જગતમાં, સુથારના રૂહે જે બક્ષીશ મેળવી છે તે, તે પાણી હતું જે તેના બાપની પીઠમાંથી માતાના ઉદરમાં આવ્યું છે, તેના મૂળમાંથી જે તેણે મેળવ્યું હતું, (રૂહે) પોતાના રહેવા માટે એક પાત્ર તરીકે એક શરીર બનાવ્યું, એવી રીતે કે કોઈને પણ ખબર નથી કે તેને આ શારીરિક ઈન્દ્રિયો સમજી શકે એવા સાધનની (મદદ વગર) કેવી રીતે બનાવ્યું. જે સાધને ઈન્સાનના રૂહને તેનું શરીર બનાવવાનું (શક્ય બનાવ્યું) તે, તે ખુદા તરફની એક શક્તિ હતી - જેમાંથી સાત આંતરિક અવયવો - જેવા કે હૃદય, લીવર, પિત્તાશય, બરોડ, ફેફસા, કિડની, અને મગજ - માતાના ઉદરમાં બન્યા હતા. તે શક્તિથી (માતાએ લીધેલો ખોરાક) જે શુક્ષ્મ હતો તેમાંથી ઈન્સાનના રૂહે સાત આંતરિક અવયવો બનાવ્યા, અને જે ઘટ્ટ હતો તેમાંથી તેણે હાડકા, માંસ, ચામડી વગેરે બનાવી. (આવી રીતે, આત્માએ) પોતાની આસપાસ શરીરથી પોતાને વીંટી લીધો. અને આવી રીતે આ ભૌતિક જગતમાં પોતાની સીમા (હદ) બનાવી, આમ તે બીજા શરીરો બનાવવા સમર્થ બન્યો.

(૩૨) વધુમાં, જેવી રીતે કે (નફ્સેકુલે) મૂળભૂત પદાર્થમાંથી આ જગતને પોતાના શરીર તરીકે બનાવ્યુ જે ખુદા તરફથી એક ભેટ હતી, પણ આત્માએ (નફ્સેકુલે) તેમાંથી ગોળાઓનું સર્જન કેવી રીતે કર્યું તેનું જ્ઞાન છુપાયેલું છે. અને કોઈ પણ અક્કલ તે સમજવા ક્ષમતા ધરાવતી નથી, તો આજે કોઈ પણ જાણતું નથી કે એક આત્માએ કેવી રીતે માતાના ગર્ભાશયમાં તેણીએ લીધેલા ખોરાકમાંથી આંતરિક અવયવો જેમ કે હાડકા, માંસ, અને ચામડી બનાવી.

(૩૨/૩૩) બધા જાણે છે કે આ શક્તિ ઈન્સાનના રૂહમાં જન્મજાત છે, પરંતુ રૂહનું તત્વ આ શક્તિને ખુદાની બક્ષિશ સિવાય પ્રાપ્ત નથી કરી શકતું - અલ્લાહ પવિત્ર હો. અને જેમ કે ઈન્સાનના રૂહને તેના શરીરનું સર્જન કરવા માટે કોઈ પણ સાધનોની જરૂર નથી પડતી, નફ્સેકુલને તેનું શરીર બનાવવા માટે કોઈ પણ સાધનોની જરૂરત નથી પડતી; પરંતુ તે ગોળાઓને પોતાનું શરીર બનાવી શક્યું તે શક્તિમાંથી જે તેના તત્વમાં મૂળભૂત પદાર્થ તરીકે હતું જે તેણે ખુદા તરફથી ભેટ તરીકે પ્રાપ્ત કર્યું.

(૩૩) જેવી રીતે ઈન્સાનના રૂહનું સાધન તેના શરીરને બનાવવા માટે પોતાની અંદર (આપેલી) શક્તિ હતી, નફ્સેકુલનું સાધન ગોળા બનાવવા માટે પણ પોતાની અંદર રહેલી શક્તિ હતી. અને જેમ ઈન્સાનના રૂહ પાસે સંભવિત રીતે સાત અવયવો હતા જેનું આપણે પહેલા ઉલ્લેખ કર્યો અને જેનાથી તેનું શરીર બન્યું. નફ્સેકુલમાં પણ, તે મૂળભૂત પદાર્થની બક્ષિસમાંથી કે જેનાથી તેનું શરીર અસ્તિત્વમાં આવ્યું, તે સાત શક્તિઓ હતી, કે જેમાંથી સાત ગ્રહો આવ્યા- જેમ કે શનિ, ગુરુ, મંગલ, સૂર્ય, શુક્ર, બુધ, ચંદ્ર- જગત બનાવવા માટે જે નફ્સેકુલનું શરીર છે. અને જેવી રીતે ઈન્સાનનો રૂહ ઘટ્ટ બન્યો અને માતાના લીધેલા ખોરાકમાંથી સૂક્ષ્મતાને અલગ કર્યું, સાત આંતરિક અવયવો જે પાક (ચોક્ખુ) અને સૂક્ષ્મ હતું તેમાંથી બનાવ્યા અને જે ઘટ્ટ હતું તેમાંથી હાડકા, માંસ અને ચામડી બનાવ્યા.

નફ્સેકુલે પણ મૂળભૂત પદાર્થને ઘટ્ટ બનાવ્યો જે તેને ખુદાની બક્ષિશ તરીકે મળ્યું હતું, જે સૂક્ષ્મ અને તેજસ્વી હતું તેમાંથી સાત સક્રિય ગ્રહો બનાવ્યા, અને પછી જે રહી ગયું તેમાંથી ગોળાઓ અને તત્વો બનાવ્યા જે આપણે આ જગતમાં જોઈએ છીએ, જેનું માપ અક્કલના ત્રાજવાથી થાય છે.

(૩૪) તે જે જગતના સર્જનની (શક્તિ) વિશે જાણે છે, તે પોતાના સર્જનની શક્તિ વિશે જાણે છે, અને તે પોતાના રૂહના આકારનું ઘડતર એવાજ તોલથી કરી શકે છે જે મુજબ તેના શરીરનો આકાર ઘડાયો છે. માટે જેમ કે ખુદાએ કહ્યું: "ખરેખર, તમે પહેલા (શરીરના) સર્જનને જાણો છો, તો પછી શા માટે (રૂહ વિષે) ચિંતન કરતા નથી ?" (56:62). આ આયાત મુજબ, તે જે સર્જન (રૂહ-નફ્સેકુલ)ને નથી સમજતો અને તેના (સાચા સ્વભાવને) નથી ઓળખતો, તે ખુદાના હુકમનો ઉલ્લંઘન કરે છે, અને તે જે ખુદાના હુકમનો ઉલ્લંઘન કરે છે તેની જગ્યા આગમાં છે.

(૩૪/૩૫) હવે, આપણે મુખ્ય વિષય ઉપર આવીયે જે આ છે: જેમ કે નફ્સેકુલનું શરીર અને સાધન, વનસ્પતિ અને પ્રાણીઓના સંબંધિત આપણી ઓળખ દ્રશ્યમાન છે. પણ તે (આપણી) બુદ્ધિથી સમજી શકાય એવું નથી, તેથી તે સાધનો કે જેમાંથી તેણે ગોળાઓ અને તારાઓ બનાવ્યા તે સમજી શકાય છે. પણ તે પોતે દ્રશ્યમાં નથી (અદ્રષ્ય છે). એનું કારણ એ છે કે જગતનું કારણ (નફ્સેકુલ) તેના મૂળ, એટલે કે પહેલું કારણ (અક્લેકુલથી) નજીક આવે છે, તેટલુંજ તે શોધવાથી અને જાણવાથી દૂર થતું જાય છે. (જ્યારે નફ્સેકુલ માટે પહેલા કારણે પહોંચવું શક્ય નથી તો પછી તે ઈન્સાન માટે કેવી રીતે શક્ય હોઈ) તેને પહોચવા માટે, જે તેનું પણ (પહેલું) કારણ છે ? તેના ઉપરાંત, ઈન્સાન જે પણ શોધે છે તે (અક્કલના) કારણે છે, પણ તે સમજી શક્તો નથી, કેમ કે તે પહેલું કારણ સર્વવ્યાપક (બુદ્ધિ અક્લેકુલ) છે, જેનો ઈન્સાન એક સૂક્ષ્મ ભાગ છે. પણ ઈન્સાન બીજું કાંઈ નહી પણ માત્ર એક તેનું ચિન્હ (trace) છે. અને કોઈ ચિન્હ સંપૂર્ણતાની સ્પષ્ટતા નથી આપી શકતો. જેવી રીતે કે એક લેખકનું લેખન કે જે તેનું ચિન્હ છે, તે તેની ઓળખાણ નથી આપી શકતું. આ ગાંઠ હવે ખુલી ગઈ છે. પ્રાપ્ત કરો તેથી તમે જાણો ! ઓળખો તેથી તમે મુક્તિ મેળવો.

યા અલી મદદ