Ilm Majalis Logo

ILM MAJALIS

જ્ઞાન અને આઝાદી

રેકોર્ડીંગ - ૫

રેકોર્ડીંગ - ૫

0:000:00

ભાગ પાંચમો - ધર્મશાસ્ત્ર (Theodicy)

રૂહની આઝાદી વિશે.

(પેજ-૧૫૬) ઓ ભાઈ ! તમે પુછ્યું : 'ઈન્સાનની આઝાદી કોના પર આધાર રાખે છે, અને (ઈનામ) શબ્દનો અર્થ શું છે ? સમજાવો તો અમે જાણીએ.’

જાણો ઓ ભાઈ, કે ઈન્સાનની આઝાદી જ્ઞાનમાં છે. માણસ પાસે બે ચીજો છે કે જેનાથી તે જ્ઞાન હાસલ કરી શકે છે : તેમાંથી એક છે દિલ કે જેનાથી તે જાણે છે, અને બીજુ છે શરીર કે જેનાથી તે ઈલ્મને અમલમાં મુકી શકે છે. એજ પ્રમાણે જેમ કે એક માણસને એક વ્યવસાયને શીખવા માટે સુજબુજવાળી અક્કલ અને એક તંદુરસ્ત શરીરની જરૂર પડે છે, કે જેનાથી તે પોતાના વ્યવસાયની કસરત શારીરિક સમયમાં જ્યાં સુધી તે તેને સારી રીતે જાણી ન લ્યે ત્યાં સુધી કરે છે. એવી રીતે, તે વ્યવસાયની પ્રેક્ટીસ કરવી એ એના જ્ઞાનનું સાર છે કે જે તેના વ્યવસાયનું મુળ છે, અને તેને સુક્ષ્મ દિલથી જાણવું તે કામનું સૂક્ષ્મ સ્વરૂપ છે કે જે વ્યક્તિ કરે છે.

(૧૫૭) દા.ત, એક સુથાર તેના રૂહમાં લાકડા કાપવાનું, અને ટુકડાઓને માપવાનુ, અને કેટલા ત્રિકોણ આકાર, ચતુષ્કોણ, અને ષટકોણના ટુકડાઓ સંપુર્ણતામાં ખુરશી માટે જરૂર પડે છે, તે જ્ઞાન તેના રૂહમાં સ્થિર કરે છે, જેથી જ્યારે વારે ઘડીએ ખુરશી બનાવવી હોય તો તેના રૂહની અંદર (જ્ઞાનની) નુકશાની વગર તે કરી શકે છે. તો પછી, આપણે કહીએ છીએ 'કાર્ય કરવું'નો અર્થ સુક્ષ્મમાંથી ઘટ્ટમાં લાવવું, અને 'કાર્યને જાણવું', એટલે કે ઘટ્ટને સુક્ષ્મ સ્વરૂપમાં લઈ જવું.

(૧૫૭/૧૫૮) તેથી, એ જાણવું જોઈએ કે, નફ્સેકુલ પહેલા "હયુલ્લા" થકી આ જગતને બહાર લાવ્યું, કે જેનું સુક્ષ્મ સ્વરૂપ પહેલે તેના રૂહમાં હતુ, કે જેના કાર્યનો સાર (આકારમાં) આવ્યો તે ઈન્દ્રિઓથી સમજી શકાય છે, એટલા માટે કે જ્યારે નબળા વ્યક્તીગત રૂહો આ જગતમાં આવે તે પ્રથમ ઘટ્ટ જગતને શોધશે અને જાણશે, અને જાણ્યા પછી તે તેઓના સુક્ષ્મ જગત તરફનો રસ્તો શોધી લેશે. રસુલો, જેને (નફ્સેકુલ) તરફથી સોંપવામાં આવેલ (અક્લેકુલની રૂહાની મદદથી), તેના જેવું કાર્ય કર્યું. તેઓએ લોકોને તન્ઝીલ આપી જેમાં શરીઅત (ધર્મના કાનુનો)નું જાહેરી અને (આમ) પાસું સમાએલું છે. તેઓએ લોકોને અમલ કરવાનો હુકમ કર્યો, જેમકે એક સોની તેના વિદ્યાર્થીઓને (સોનાના બદલે) પીત્તળના નાના ટુકડાઓ અનેક વાર આપે છે જેથી તેઓ તેને કેવી રીતે પીટવું અને કાપવું, થોડું થોડું કરીને (શીખે), ત્યાં સુધી કે જ્યાં સુધી તેઓ સોનારના વિજ્ઞાનમાં, નિષ્ણાત ન બની જાય, સોના ઉપર માસ્ટરી કરે, અને તેમાંથી જે તેઓને જોઈએ છે તે બનાવી શકે. કેમકે નફ્સેકુલનું પ્રથમ કાર્ય સુક્ષ્મને ઘટ્ટ બનાવવાનું હતું, એટલે કે તેણે સુક્ષ્મ જ્ઞાનને જે પોતાની અંદર હતું તેને ઘટ્ટ જગતમાં સાર બનાવીને આગળ લાવ્યો, રસુલોનુ કાર્ય છેલ્લું હતું, એટલે કે તેઓને જરૂરી હતું (તેઓના શિક્ષણ દ્વારા) ઘટ્ટને સૂક્ષ્મ બનાવવું. તેથી, રસુલોની શરીઅત આ જગત જેવી છે, કે તેમાં જે આ દુનિયામાં નથી આવતો તે પેલી દુનિયામાં નથી પહોંચી શકતો, જેમકે તે જે શરીઅતને અમલમાં નથી મુકતો તે વિજ્ઞાનના તાવિલને (બાતુની અર્થ ઘટનને) નથી પહોંચતો.

(૧૫૮/૧૫૯) જેમ ખુદા કહે છે : 'અમે કુરાનને નીચે મોકલ્યું જે ઈમાનવાળા માટે ઈલાજ અને દયા છે, પણ અન્યાયીઓ માટે તે બીજુ કંઈ નહિ પણ અધોગતીનું કારણ બને છે.’ (૧૭:૮૨) તમને જાણવું જોઈએ કે (આ આયાતમા) ‘નીચે મોકલ્યાનો’ અર્થ સુક્ષ્મને ઘટ્ટમાં લાવવાનુ છે, કારણ કે સુક્ષ્મનું બહેશ્ત જેવુ ઉચ્ચ સ્થાન છે, અને ઘટ્ટનું પૃથ્વી જેવુ નીચલું સ્થાન છે.

(૧૫૯) તેથી, તન્ઝીલનો અર્થ સુક્ષ્મને ઘટ્ટમાં લાવવુ છે. અને તાવિલનો અર્થ ઘટ્ટને સુક્ષ્મમાં લાવવું, અને વસ્તુંને તેના મુળ (અવ્વલ) તરફ પાછું લઈ જવાનો છે. એ જાણવું જોઈએ કે તન્ઝીલ એ એક ઉપર ચઢવા માટેની સીડી જેવી છે, જે બહેશ્તમાંથી નીચેના લોકોના રૂહોને ઉપર તરફ લઈ જવા માટેની છે. ઈમાનવાળા માટે જરૂરી છે કે સીડીના નીચેના પગથીયામાંથી તેના ટોચ ઉપર ચઢે કે જેથી તે બહેશ્તમાં પહુંચી શકે. (આનો) અર્થ તે થાય છે કે તેણે તન્ઝીલ અને શરીઅતને બરાબર પકડી રાખવી જોઈએ, જે સીડીનું પહેલું પગથીયું દર્શાવે છે, જેથી તે એક દિવસ તે સીડીની ટોચ ઉપર પહોચી જશે, કે જે તાવિલનું વિજ્ઞાન છે.

(૧૫૯/૧૬૦) જેમ ખુદા કહે છે : 'સારો શબ્દ તેની (ખુદા) તરફ ઊંચે ચઢે છે. અને સારા કાર્ય તેને ઉપર ચઢાવે છે.' (૩૫:૧૦), આ હકીકતની સાબિતી છે કે આપણે તન્ઝીલને મજબુતીથી પકડી રાખવી જોઈએ જે ઉચ્ચથી નીચે આવે છે, [જેથી આ] પાયાથી આપણે (તાવીલ તરફ) ઉચ્ચ ચઢી શકશું.

(૧૬૦) જ્યારે ડહાપણવાળો ઈન્સાન જાણે છે કે કેવી રીતે નફ્સેકુલ, આ જગતના સર્જનથી, સૂક્ષ્મ ઈલ્મને ઘટ્ટ (સ્થૂળ)માં લાવ્યો, અને પછી રસુલોને વાણી દ્વારા લોકોને રૂહાની ઈલમ આપવાનો હુકમ કર્યો, ઘટ્ટવાળી શરીયત અને વાસ્તવીક કહેવતોથી, તે જાણે છે કે તેઓને મળ્યું છે તે દિવ્ય દયા છે.

જ્યારે ઈન્સાન શરીયતને અમલમાં મુકવા માટે પ્રયત્ન કરે છે, તાવિલના વિજ્ઞાનની (સમજુતીને) પ્રાપ્ત કરે છે, ઘટ્ટ (સ્થૂળ)ને સુક્ષ્મમાં બદલે છે, અને તેના બન્ને અવયવો, શરીર અને રૂહ, જે તેને આપવામાં આવ્યુ છે (તેને જ્ઞાન હાસીલ), કરવા ઉપયોગમાં લે છે, તે નફ્સેકુલ જેવો થાય છે. નફ્સેકુલ પાસે ઈલમ હતુ, પછી તેણે કાર્ય કર્યું; ઈન્સાન કાર્ય કરે છે, પછી જ્ઞાન પ્રાપ્ત કરે છે, જેથી તે નફ્સેકુલ જેવો બને છે. અને તે જે પોતાને શરીઅત (દીન) મુજબ કાર્ય કરીને, નફ્સેકુલ જેવું બનાવે છે, નફ્સેકુલ તેને ઈલમમાં પોતાના જેવું બનાવે છે.

(૧૬૧) જેમ ખુદા કહે છે : 'ઓ ઈમાન લાવવાવાળાઓ ! જો તમે અલ્લાહને મદદ કરશો, તો તે ચોક્કસ મદદ કરશે અને તમારા કદમ મજબૂત કરશે.' (૪૭:૮) તેથી, જ્યારે ઈન્સાન ઈલમથી કાર્ય કરે છે. તેના સમયના રસુલોના (ફરમાન) મુજબ, અને સમયના ખુદાવંદે (ઈમામે ઝમાનની) ફરમાનબરદારી કરે છે, તે નફ્સેકુલ જેવો બને છે, અને જ્યારે તેનો રૂહ આ શરીર છોડે છે, તે ઉચ્ચ જગતે પાછું ફરે છે, જ્યાં તે આ જગત ઉપર સત્તા ધરાવે છે અને રાજ કરે છે. ત્યાં એ આ જીવનના કાર્ય અને પીડામાંથી અનંત આરામમાં શાંતિ પામે છે, એક એવો આરામ કે જે ન કોઈ જબાનથી વર્ણવી શકે અને ન તે કોઈ હૃદય પામી શકે.

આ (શબ્દ ઈનામ), નો અર્થ પાછું ફરવું છે. જ્યારે રૂહ આજ્ઞાકારી હોય તો તે ડહાપણવાળો બને છે, અને જ્યારે એ ડહાપણવાળો બને છે તે તેના મૂળ તરફ પાછો ફરે છે અને ડહાપણની દુનિયાએ પહોંચે છે, તેના કારણે કે તેનો સંબંધ કે જે તે દુનિયા સાથે છે, અને એથી એ અજ્ઞાનતાની દુનિયાના સંભવિત દોઝખથી મુક્ત છે. શીખો તો તમે જાણો ! ઓળખો તો તમે મુક્ત થાવ !

સિરાત અલ-મુસ્તકીમના અર્થ વિશે

(૧૬૨) ઓ ભાઈ ! તમે પુછ્યું : 'સિરાત (માર્ગ, રસ્તો, પુલ) એટલે શું ? એમ કેહવાય છે સિરાત એ દોઝખ ઉપરથી પસાર થાય છે, જે વાળ કરતા બારીક અને તલવારથી તેજ છે, અને બધા લોકોને તેને પાર કરવાની છે. નસીબદાર તે લોકો છે જે પાર કરે છે અને બહેશ્તને પહોંચે છે, જ્યારે કમનસીબવાળાઓ એમાંથી દોઝખમાં પડી જાય છે. સમજાવો, તો અમે જાણીએ.

(૧૬૨/૧૬૩) જાણો ઓ ભાઈ, કે સિરાત (શબ્દનો) અર્થ રસ્તો અથવા માર્ગ થાય છે. આ રસ્તા બે પ્રકારના છે : પહેલો બાહ્ય રસ્તો કે જે પૃથ્વીની સપાટી છે કે જેના ઉપર લોકો ચાલે છે, અને બીજો માર્ગ એ છે કે જે લોકો સારા અને નરસામાં પોતાના રૂહોથી અનુસરે છે. જો દોઝક ઉપર ખેંચાએલો આ એકજ માર્ગ હોત જે લોકોને પાર કરવાનો હોત, તો ખુદાએ પોતાની કિતાબમાં સુરત-અલ-હમ્દમાં તેનો ઉલ્લેખ ન કર્યો હોત અને અલ્લાહને યાદ કરવાનો હુકમ ન કર્યો હોત કે જેથી તે આપણને માર્ગ દેખાડે, જેમ કે ખુદા આ આયાતમાં કહે છે કે : 'તું અમને સીધા માર્ગે ચલાવ (અલ-સિરાત-અલ-મુસ્તકીમ)’. (૧:૫) કેમ કે તેણે આપણને સીધા માર્ગને શોધવાનો હુકમ કર્યો છે, આ એક સાબિતી છે કે એવા માર્ગ ઉપર કે જે સીધો નથી પણ અવળો છે તે માર્ગથી ખુદા નહિ મળે.

(૧૬૩) જો ખુદાએ ફક્ત એકજ માર્ગ બનાવ્યો હોત જેના ઉપર ચાલવાનું અને પસાર કરવાનું હોત, તેણે આપણને ગીરીયાજારી કરવાનો હુકમ ન કર્યો હોત.

જેમ ખુદા કહે છે કે: જેના પર ખુદાએ (પોતાની) નિયામતોની નવાજેસ કરી : રસુલો, સાચાઓ, સાક્ષીઓ અને પ્રમાણીકો (૪:૬૯).

(૧૬૩/૧૬૪) આ રીતે, એ સ્થાપિત થાય છે કે સિરાત એ (શરીરનો માર્ગ નથી) પણ રૂહનો માર્ગ છે કે જે તેણે પસાર કરવાનો છે, કારણ કે ખુદાએ પહેલા રસુલોને, પછી તેના વસીઓ, અને સાચા ઈમામો, અને પછી તેના હુજ્જતોને, (આ માર્ગ) આપીને એહસાન કર્યો છે, જેમ કે અમે ઉલ્લેખ કર્યો છે. આ તેઓ છે કે જેના ઉપર ખુદાએ એહસાન કર્યો છે : રસુલ કે જે પયગંબર છે, તેઓ પેલી દુનિયાના સંદેશાઓ લોકોને પહોંચાડે છે. ખુદાના હિસાબે સાચો એટલે વસિહત વાળો જેણે શરીઅતની અને કિતાબની તાવિલ લોકોને (સવિસ્તાર પણે સમજાવી), અને આમ કરવાથી દ્રષ્ટાંતોમાં જે હકીકત સમાએલી છે, તે જાહેર કરી અને પયગમ્બરો સાચા છે એવી સાબિતી જ્ઞાનીઓને આપી, 'સાક્ષીઓથી' અર્થ થાય છે સાચા ઈમામો કારણકે તેઓ ખુદાના સાક્ષીઓ છે. "લોકોમાંથી" અને "પ્રમાણિકતા"નો અર્થ થાય છે તેની (સાબિતીઓ) કારણ કે લોકોના રૂહની સુધારણા તેમના થકી છે.

જ્યારે આપણને ખબર પડે કે સિરાતએ રૂહનો માર્ગ છે ન કે શરીરનો, અને તેની બાબતમાં એમ કહેવું છે કે, તે દોઝક ઉપરથી પસાર થએલ છે, કે જે વાળ કરતાં ઝીણું અને તલવાર કરતા તેજ (તીવ્ર) છે, કે લોકોને બહેશ્તમાં જવા માટે તેને પાર કરવું પડે છે. અને જો તેઓ ત્યાંથી પડી ગયા તો તેઓ અનંતની આગમાં જઈ પહોંચશે. આ બધુ સાચું છે, પણ એનો બાતુની અર્થ (તાવીલ) જાણવું જરૂરી છે, અને ન કે (ફક્ત) જાહેરી વર્ણન.

(૧૬૫) આ રીતે, આપણે કહીએ છીએ કે સિરાત એ ઈન્સાનનો દરજ્જો છે, (કે જેને) હેવાનીયત અને ફીરશ્તા વચ્ચે રાખવામાં આવ્યો છે, અને તેના ઉપર સીધું ચાલવું આવશ્યક છે કારણ કે જ્યાં સુધી તે તેને પસાર નહી કરે તો તે બહેશ્ત સુધી નહી પહોચી શકે. બહેશ્ત એ ઉંચ (રૂહાની) જગત છે અને દોજખ એ નીચેના (ભૌતિક જગતની) આસપાસની આગ છે. આ વાક્યની તાવિલ એ છે કે બહેશ્ત એટલે આપણી હેવાની જગતમાંથી મુક્તી, અને દોજક એટલે (હેવાનની) હાલતમા રેહવું.

(૧૬૫/૧૬૬) જો ઈન્સાન શરીયત પાળે છે તેના તાવિલને સમજ્યા વગર, તો તે પોતાને હેવાન બનાવી નાંખે છે, તે પોતાને ડાબા હાથ તરફ વાળે છે અને સિરાતમાંથી દોઝખમાં પડે છે. જો તે (રૂહાની) જ્ઞાન પ્રાપ્ત કરે, પણ શરીઅત નથી પાળતો અને ફિરસ્તાઈ હાલતનો દાવો કરે છે, તો તે પોતાને જમણા હાથ તરફ વાળેલ છે અને સિરાતમાંથી દોઝખમાં પડે છે. જો કે, જ્યારે ઈન્સાન ઈન્સાનીયતના માર્ગ ઉપર ચાલે છે, જેમાં હેવાનીયત અને ફિરસ્તાઈ બન્ને ગુણોનો હિસ્સો તેમાં છે - એટલે કે એ કાર્ય કરે છે જે શરીરનો ભાગ છે અને ઈલમ મેળવે છે જે રૂહનો ભાગ છે. એ સિરાત-અલ-મુસ્તકીમ પર ચાલે છે. પછી જ્યારે એ સિરાતને પાર કરે છે ત્યારે એમ કેહવાય છે કે તે બહેશ્તમાં પહોંચી ગયો. આ એટલા માટે છે કારણ કે ઈલમ અને અમલનો ઉપયોગ કરીને તે સીધા માર્ગે ચાલ્યો, કે જ્યારે તેનો રૂહ શરીર છોડે છે ત્યારે તે ઉચ્ચતર જગતે પહોંચે છે કે જે તેની સિરાત છે, જે ફિરશ્તાઓનું સ્થાન અને સાચી બહેશ્ત છે.

(૧૬૬/૧૬૭) ધર્મમાં, ઈન્સાન માટે જરૂરી છે કે તે પોતાની જગ્યાએ રહે અને ઉચ્ચ દરજ્જાનો દાવો ન કરે જેનાથી તેનો સબંધ નથી. આવી રીતે, ઈમાનવાળો કે જે મુસ્તજીબ (શરૂઆત)ના તબક્કામાં છે એણે માઝુનની જેની પાસે સત્તા છે તેના કરતાં પોતાને વધુ પ્રધાન્ય ન સમજવું જોઈએ, કે તે (સમજે) કે તે તેના કરતાં વધુ જાણનાર છે. (આ પ્રકારે), એક માઝુને એક દાઈના દરજ્જાનો દાવો ન કરવો જોઈએ,ન કે દાઈએ હુજ્જતનો (સાબિતી), ન કે હુજ્જતે ઈમામનો, ન કે ઈમામે અસાસનો (સ્થાપક ઈમામ), ન કે અસાસે નાતિકનો. આમાંથી જે કોઈ પોતા કરતા ઉચ્ચ દરજ્જાને ધારે છે એ જમણા હાથ તરફ વળે છે, અને જે કોઈ એ માર્ગ તરફ જાય છે એ ખચીત જ સિરાતમાંથી દોઝખમાં પડે છે.

(૧૬૭) જે કોઈ (યોગ્ય) જગ્યાને છોડીને અને પોતાના દરજ્જા કરતા નીચેના દરજ્જાને ધારે છે, એ સીધામાર્ગે ડાબી તરફ વળે છે, અને ખચીત જ સિરાતમાંથી દોઝખમાં પડે છે. અને જે કોઈ કહે છે કે તેણે કંઈ જાણવાની જરૂર નથી અને એમ દાવો કરે છે કે તે જાણવાની જરૂર નથી. અને એમ દાવો કરે છે કે તે એનાથી ચઢીયાતા લોકો કરતા વધુ જાણે છે, એ (ખોટી) રીતે ફિરસ્તાઈ દાવો કરે છે, અને તે જે કહે છે કે જે પણ જ્ઞાન ખુદાએ તેને આપ્યું છે એ તેના માટે પુરતું છે. તેણે હેવાનીયતમાં રહેવાનું પસંદ કર્યુ છે. આવા લોકો જેઓ સીધામાર્ગમાંથી દુર ચાલી ગયા છે તેઓની જગ્યા દોઝખ છે.

પવિત્ર પયગંબર આ હદીસમાં બન્ને જુથને શ્રાપ આપ્યો છે: "ખુદા એવા પુરૂષો કે જેઓ પોતાને સ્ત્રીથી સરખાવે છે. અને એવી સ્ત્રીઓ કે જેઓ પોતાને પુરૂષોથી સરખાવે છે તેઓને શ્રાપ આપે."

(૧૬૭/૧૬૮) ખરૂ ઈમાન તે છે કે તેમને ડર અને આશાની વચ્ચે રહેવું જોઈએ. જો તમારી પાસે આવો દરજ્જો હોય કે લોકો તમારી પાસેથી શીખી શકે, તો પછી તમારે તમારી નીચેના દરજ્જાવાળાને શીખવવું જોઈએ અને જેઓ તમારી કરતા ચઢીયાતા દરજ્જાવાળા હોય તેની પાસેથી ઈલમ શીખો. જેમ ખુદા રસુલોના ઉપદેશો વિશે કહે છે; ‘તે (ખુદા) તેમને કિતાબ અને ડહાપણ શીખવે છે, જો કે તેઓ આગાઉ હતા ખરેખર પ્રકટ ભૂલમાં' (૬૨:૨), અને ખુદા તેના રસુલોને કહે છે: 'કહો ઓ મારા ખુદા ! મને ઈલ્મમાં વધાર’ (૨૦:૧૧૪) જેમ ખુદાએ આ બે હુકમો તેના રસુલો પર મોકલાવ્યા. આપણે જાણીએ છીએ કે તે સીધો રસ્તો સુચવે છે, અને ખુદા તેની સાબિતી આપે છે: ‘ખરેખર, તમે (લોકોને) સીધે રસ્તે દોરવો.’ (૪૨:૫૨) તેથી, ખુદા તે હકીકતની સાક્ષી આપે છે કે સીધા માર્ગ પર છે અને કે તે લોકોને એજ સીધો માર્ગ દેખાડી શકે છે કે જેના પર તે છે. શીખો તો તમે જાણો ! ઓળખો તો તમે આઝાદ થાવ !

હિસાબના અર્થ વિશે

(૧૬૮) ઓ ભાઈ ! તમે પૂછ્યું: 'હિસાબ શું છે જેનાથી ખુદા લોકોને ચેતવણી આપે છે અને કહે છે કે તેમનું વચન સાચુ છે ? (૧૩:૪૦; ૮૮:૨૫-૨૬) કેવી રીતે આ ભાવને (સમજી શકાય) ? સમજાવો તો અમે જાણીયે, જો ખુદા ઈચ્છે.

(૧૬૯) જાણો, ઓ ભાઈ, કે બધા રસુલો જે આવ્યા તેઓ દિવ્ય શબ્દમાંથી અક્લેકુલની રૂહાની મદદથી નફ્સેકુલનો સંદેશો લાવ્યા. રસુલોને નાતિક કહેવામાં આવે છે અર્થાત તે જે બોલે છે (અથવા જાહેર કરે છે), તે વાણી નફ્સેકુલની છે. કે જે નફ્સેકુલ તરફથી, નાતિક દ્વારા (લોકોને) મોકલવામાં આવે છે.

(૧૭૧) આ રીતે આપણે કહીયે કે પયગંબરોએ લોકોને ખુદાની (તોહીદ) એક ખુદામાં માનવું, એ માટે દાવત કરી, તેઓને જે નફસેકુલનો સંદેશો મળ્યો એ અક્લેકુલ અને દિવ્ય શબ્દની રૂહાની મદદથી તેઓએ લોકો સુધી પહોંચાડ્યો. એથી પયગંબરો માટે એ (ભાવોનો ઉપયોગ કરવાનો) જરૂરી બન્યું. "અમે આમ કહ્યું" અને 'અમે આમ સર્જ્યુ,' જેથી તે ખોટું ન હોઈ શકે.

(૧૭૧/૧૭૨) અને (તે આયાતોમાં) જ્યાં ખુદા કહે છે 'મેં આમ કહ્યું,' તે ફક્ત એક દરજજા (હદ) માટેજ કહે છે, જે (આયાતમાં છે): 'ચોક્કસ હું, હું તમારો ખુદા છું, તેથી તમારા જોડા કાઢો.' (૨૦:૧૨) આ નફસેકુલની વાણી મુસા માટે છે, કારણકે પયગંબરોના (નાતિક) ખુદા નફ્સેકુલ છે. અને જ્યાં આ વાણી એક દ્વારા છે-જેમ (આયાતમાં) તે (ખુદા) કહે છે: 'ચોક્કસ હું, હું અલ્લાહ છું. ત્યાં કોઈ ખુદા નથી પણ, હું છું, તો મારી ઈબાદત કરો.' (૨૦:૧૪) આ એક પવિત્રતા તૌહીદ (દિવ્ય એકતા) માટે સંદેશ છે કારણ કે તેણે (ખુદાએ) કોઈ દરજ્જાનો સંકેત નથી કર્યો, કે જેથી, લોકો ઉચ્ચતર દરજ્જાઓ (જેવા કે, અકલેકુલ અને નફસેકુલ), ને ખુદા માની લે, જોકે તેઓને તેમાંજ પાછું ફરવાનું છે. કેમકે પયગમ્બરોએ ખુદાનો હુકમ લોકો સુધી પોંહચાડયો હતો, તેથી પયગમ્બરને માનવું જોઈએ, અને કેમ કે આ સંદેશ ખુદા તરફથી છે, પયગમ્બરોની ફરમાનબરદારી એ ખુદાની ફરમાનબરદારી કરવા બરાબર છે.

(૧૭૨) આગળ સવાલમાં, ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ભૌતિક જગત હિસાબવાળી વસ્તુંઓનું બનેલું છે. આથી જરૂરી થાય છે કે આ હિસાબવાળી વસ્તુંઓના અસ્તિત્વનું કારણ પણ એકજ છે, કારણકે બધો હિસાબ આ કારણ ઉપર આધાર રાખે છે જેમાંથી વસ્તુંઓની અનેક્તાનો ઉદ્ધભવ થયો છે, જેવી રીતે ઘણી સંખ્યાઓની ઉત્પત્તિ એકમાંથી થઈ છે, કેમકે અક્લ (અક્લેકુલ)નું જગત એક છે અને બધાને એકનું નામ તેમાંથી મળ્યું છે, બધા અસ્તિત્વવાળાનું કારણ જરૂરી પણે એક છે; દરેક ચીજ જે અસ્તિત્વમાં છે અને અસ્તિત્વ ધરાવવાનું ચાલુ રાખે છે. પોતાનું નામ (તેના કારણ)માંથી મેળવે છે અને તેના લીધે તે ભોગવે છે.

(૧૭૩) (હવે), કેમકે અક્કલની દુનિયા એક છે અને તેની અંદર બધું જે છે તેનું નામ 'એક' છે, અને સંપૂર્ણ જગત ઓળખાય છે એ અર્થે કે તે અક્લેકુલથી સમજાય છે. આપણે જાણીએ છીએ કે જગતનું મુળ એકજ છે જે બધા અસ્તિત્વોનું કારણ છે. જો કે, આપણે એમ ન કહી શકીયે કે આ એક અને અક્લ (અક્લેકુલ) તેની સાથે બે કારણો બને છે કારણકે આ જગતનું, કારણ એકથી વધુ હોવાનું શક્ય નથી, તેથી, આપણે જાણી શકીયે છીએ કે આ એક જે જગતનું, કારણ છે તે (અક્કલેકુલ) છે.

જ્યારે એ સ્થાપિત થયું કે જગતનું કારણ અક્લેકુલ છે, તે અક્લેકુલ એક છે, કે આ જગત અને તેમાં જે કાંઈ સમાયેલું છે તે તેમાંથી અસ્તિત્વ મેળવે છે, અને બધું તેના મુળ તરફ પાછું ફરે છે, તો પછી તાર્કિક રીતે (આનો મતલબ) એ થાય છે કે આ જગતને અક્લેકુલ તરફ પાછું ફરવાનું છે.

(૧૭૩/૧૭૪) આપણે કહીયે છીએ કે આ જગત અકલેકુલ તરફ પાછુ ફરે છે બુદ્ધિગમ્ય રૂહ થકી જે આ જગતમાં અસ્તિત્વમાં આવે છે, અને બીજું કાંઈ નહિ સિવાય કે ઈન્સાનજાત અક્લેકુલ તરફ પાછો ફરે છે. આ વિચારની મજબૂતાઈ તે હકીકતથી સાબિત થાય છે કે આ જગતમાં ઈન્સાનના રૂહ સિવાય કોઈ પણ અક્કલ મેળવી શકતું નથી, અને બુદ્ધિગમ્ય (ઈન્સાની) રૂહનું આ જગતમાં અક્કલ મેળવવું તે સંકેત છે કે જ્યારે તે આ શરીર છોડશે તેને (અક્કલેકુલ) તરફ પાછું ફરવાનું છે. જ્યારે તે સ્થાપિત થાય છે કે લોકોને અક્લ (અક્લેકુલ) જે એક છે તેના તરફ પાછું ફરવાનું છે અને તે એક હિસાબ લેશે, પછી એમ પણ સ્થાપિત થાય છે કે તેઓનું પાછું ફરવું (હિસાબ) લેનાર તરફ છે કે જે અક્લેકુલ છે.

(૧૭૪/૧૭૫) જેમ ખુદા કહે છે: 'જો તમે માત્ર જોઈ શકત (ઓ મહમદ), જ્યારે તેઓને તેઓના પાલનહાર સામે ઉભા કરવામાં આવે છે, તે પૂછશે: 'શું આ સત્ય નથી ?' તેઓ કહેશે: 'હા, અમારા પાલનહાર થકી !' (૬:૩૦). (આ આયાતનો અર્થ) એ છે કે અક્લેકુલ,જે બુદ્ધિગમ્ય (ઈન્સાની) રૂહોનો પાલનહાર છે, તેમને પૂછશે: 'શું આ સત્ય નથી કે તમે મારી તરફ પાછા ફર્યા છો, કે તમને હું એ મોટા કાર્ય (brought up), અને તેથી તમે મારા તરફ પાછા ફરવા માટે લાયકાત કેળવી ?' અને તેઓ જવાબ આપશે, હા, કે આ સત્ય હતું. જેવી રીતે આ દુનિયામાં લોકો જોઈ શકે છે કે જે કંઈ એક વસ્તુંમાંથી અસ્તિત્વમાં આવે છે તે તેજ વસ્તું તરફ પાછી ફરે છે, તે જાણવું જરૂરી છે કે ઈન્સાનજાત અક્લેકુલ તરફ પાછી ફરે છે. (જે તેનો હિસાબ લેનાર છે).

શીખો તો તમે જાણો ! ઓળખો તો તમે આઝાદ થાઓ !

સમતુલાના અર્થ વિશે

(૧૭૫) ઓ ભાઈ ! તમે પૂછ્યું: 'કે તે કંઈ (સમતુલા) છે જેનું ખુદાએ લોકોને વચન આપ્યું છે ? તેણે કહ્યું છે કે તે કે જેનો વજન ભારે હશે તે બહેશ્તના લોકોમાંથી છે, અને તે કે જેનો વજન હલકું હશે તે દોઝખના રહેવાસીઓમાંથી છે. (૧૦૧:૬-૯). કેવી રીતે ફરમાનબરદારી અને નાફરમાની લોકોનું કાર્ય વજનમાં તોળી શકાય, કારણકે ભારેપણું અને હલકાપણું શરીરથી સબંધ ધરાવે છે, જ્યારે ઈન્સાનના કાર્યનું (રૂહાની ગુણ) ભૌતિક નથી ? સમજાવો !'

(૧૭૫/૧૭૬) જાણો, ઓ ભાઈ, કે આ જગતની ચીજો જે સમતુલાથી નક્કી થાય છે તે પાંચ પ્રકારના છે: પહેલું, જે તેમાંથી સર્વેથી ઉંચું છે તે ગણત્રીનો સમતુલા (માપ) છે, કારણ કે જે કંઈ બીજા સમતુલા વજન કરે છે, બધાને તેનો સહારો લેવો પડે છે. (આ સંખ્યાનો હિસાબ) જગતના એ પ્રાણીઓ, અને ખાદ્ય વસ્તુંઓ માટે છે જેની ગણત્રી કરી શકાય છે અને ન કે (સામાન્ય રીતે) જેને માપી શકાય. જેમ કે તત્વો, ઝાડ, પક્ષીઓના ઈંડાઓ.

બીજો સમતુલા તે ચીજો માટે છે જે પદાર્થ જેમ કે અખરોટ એ મપાય છે અને ન કે (સામાન્ય રીતે) ગણાય છે જેમ કે મોતીઓ, સોનું, ચાંદી, રત્નો અને ખાદ્ય પદાર્થ જેમ કે પાઉં અને માંસ.

(૧૭૬) ત્રીજું સમતુલા તે (દાણા જેમ કે) ઘઉં અને જવ (બાર્લી)ને માપવા માટે છે.

ચોથું તે પ્રવાહીનો સમતુલા છે જે તેલ, પાણી, દૂધ અને બીજા પ્રવાહીઓને માપવા માટે છે.

પાંચમું સમતુલા તે હાથનો છે જેનાથી (કપડું જેમકે) કેનવાસ, અને બ્રોકેટ (જરીનું બુટ્ટીવાળું કાપડ) મપાય છે.

જે કાંઈ ચીજો આ દુનિયામાં અસ્તિત્વમાં છે તે આ પાંચ સમતુલાથી (ગણાય), મપાય અથવા વજન થાય છે જે આ ચીજોનો તફાવત કાઢી નાખે છે. લોકો આ સમતુલાના હિસાબથી કામ કરે છે અને તેના દ્વારા દરેક પોતાની આવક મેળવે છે.

(૧૭૬/૧૭૭) હવે, આ પાંચ ભૌતિક સમતુલાઓના અનુરૂપ પાંચ રૂહાની સમતુલાઓ છે. અગાઉ આકાર ચીજોની સમતુલાઓ છે અને પછી સૂક્ષ્મ ચીજોની સમતુલાઓ છે, જેથી ભૌતિક અને રૂહાની ચીજોનો તફાવત દર્શાવી શકાય.

સૂક્ષ્મ ચીજો જેમ કે - સારું અને નરસું, સાચું અને જૂઠું, કાયદેસર અને ગેરકાયદેસર, સાચું અને ખોટું, શબ્દ અને આમાલ, ફરમાનબરદારી અને નાફરમાની, નમ્રતા અને બેઅદબી (તોછડાઈ), આ બધું જે સૂક્ષ્મ છે. તેમની સમતુલાઓ પણ સૂક્ષ્મ છે. અને જેવી રીતે આકાર (ભૌતિક) સમતુલાઓ એક બીજાથી નથી મળતી, (રૂહના) સૂક્ષ્મ સમતુલાઓ એક બીજાથી નથી મળતી.

(૧૭૭/૧૭૮) અજ્ઞાન માણસ, તેની દુશ્મનીને લીધે પવિત્ર નબી સાહેબના કુટુંબ સાથે જેમના હાથમાં સચ્ચાઈનું જ્ઞાન છે, કહે છે કે ત્યાં એક સમતોલ છે જે બહેશ્તમાંથી લટકે છે સારું અને નરસું તોળવા, એક સમતોલ તેમાંનો પૂર્વમાં છે અને બીજો પશ્ચિમમાં. જ્યારે તેમને પૂછવામાં આવે છે કે, 'શા માટે તમારા દાવા અનુસાર, સમતોલને જોતા નથી. જે, સંપૂર્ણ જગતને પોતાની સમતોલની દંડીની અંદર પકડી રાખે છે, અને કેવી રીતે સારું અને નરસું તેનાથી તોળી શકાય ?', તેઓ ક્રોધિત અને રક્ષણાત્મક બની જાય છે; તેઓ વસ્તુંઓની હકીકતને જાણતા નથી ન તો તેની શોધ કરે છે. પણ ખુદા તેઓ જે કહે છે તેને કબુલ કરતો નથી. તેઓ (ખુદા) કહે છે કે: 'અમે તેમની સાથે (રસૂલો) કિતાબ અને સમતોલ મોકલાવ્યું, જેથી ઈન્સાન ન્યાયમાં આગળ ઉભો રહે'. (૫૭:૨૫) કેમ કે કિતાબ કુરાન છે, અમે જાણીયે છીએ કે સમતોલ પણ કિતાબના (સંદેશા)માંજ છે, કેમ કે કિતાબ અને રસૂલો (બન્ને) ખુદાએ મોકલાવ્યા છે; અને તેઓ કે જેઓ (એક સમતોલ જે બહેશ્તમાંથી સ્થાપિત કરવામાં આવ્યું છે તેના વિશે) જૂઠું બોલે છે, તેઓ દોઝકના રહેવાસી છે.

(૧૭૮) તેથી, આપણે કહીયે છીએ કે રૂહાની સમતુલા જેનાથી રૂહાની ચીજોનો તોલ કરવામાં આવે છે અને રૂહ મુક્તિ મેળવે છે, તેઓ પણ પાંચ છે.

પાંચમાંથી પહેલું, પહેલા દરજજામાં જે બીજાથી ઉચ્ચ છે, તે (અક્કલેકુલ) છે, જે (રૂહ)ના હિસાબનું કારણ છે (જે વસ્તુંઓનો હિસાબ સંખ્યાથી થાય છે, તે માપના અનુરૂપે છે);

બીજો સમતોલ નફસેકુલ છે, જે સોના અને ચાંદીને તોળવાના સમતોલના અનુરૂપે છે;

ત્રીજો નાતિકનો સમતોલ છે, જે દાણો માપવાનો સમતોલના અનુરૂપે છે;

ચોથી નાતિકના (વસી-અસાસ)ની સમતોલ છે, જે પાણી અને તેલને માપવાનું અનુરૂપે છે;

પાંચમું જમાનાના ઈમામનું સમતોલ છે (જે કાપડ હાથથી માપવાનું માપના અનુરૂપે છે).

(૧૭૯) તે ઈમાનવાળા રૂહ માટે જરૂરી છે કે તેઓ ખુદાની વાણી સ્વિકારી હોવાનું ચિન્હ ધરાવે, અને આ ચિન્હ તે સચ્ચાઈનું ઈલ્મને સાંભળવાનું છે અને જુદાપણાનો ત્યાગ કરવાનું. દરેક રૂહ જે સચ્ચાઈનો શબ્દ સ્વિકાર્યો છે તેણે નફ્સેકુલના માપથી તોળશે, જે રત્નોના સમતોલને અનુરૂપ છે; અને (એવો રૂહ) રત્નમાં પરિવર્તે છે, અને જ્યારે તે બીજા જગતમાં પહોંચે છે, નફ્સેકુલ તેની નિશાનીઓ તેમાં જોશે અને તેઓની સુસંગતના સદગુણોના લીધે તેને સ્વિકારશે.

ઈમાનવાળા માટે એ પણ જરૂરી છે કે આદર આપે અને નાતિકની શરિયતના જાહેરી પાસા ઉપર કાર્ય કરે, જે (દાણાના સમતોલને અનુસરે છે જેનાથી શરીરનું પોષણ મપાઈ છે, જેથી શરીર તાકાતવર રહે. શરિયતના જાહેરી પાસા મુજબ કાર્ય કરવા માટે, જેના વગર તે સચ્ચાઈની શોધ નથી કરી શકતો.

(૧૭૯/૧૮૦) ઈમાનવાળા માટે એ પણ જરૂરી છે કે (વસી)નું બાતુની શિક્ષણ (તાવિલ)ને સ્વિકારે જે પાણી, (દૂધ અને બીજા પ્રવાહીઓ)ના અનુરૂપે છે, અને તે શીખે અને તેના ઉપર અમલ કરે, જેથી તે અનંત જીવનનું પાણી પીવાને લાયક બને અને હંમેશ માટે કાયમ રહે.

(૧૮૦) ઈમાનવાળાને જમાનાના માલિકને પણ ઓળખવું જોઈએ જે હાથના (માપને) અનુરૂપ છે, તેને સ્વીકારે અને તેની ફરમાનબરદારી કરે, માલિકના (રૂહાની) દરજ્જા જે લોકો લાયકાત ધરાવતા નથી તેનાથી છૂપું રાખે, અને તેનું ઈલ્મ (જીવનની) મુસાફરીમાં ઉપયોગ કરે જેથી તેને માલિકની પવિત્ર જગ્યામાં સ્થાન આપવામાં આવે. આ પાંચ રૂહાની સમતુલાઓ છે જેનાથી લોકોના કાર્યોને ક્યામતના દિવસે તોળવામાં આવશે અને આમાંથી સૌથી પહેલું અક્લ (અક્લેકુલ) છે. ઓળખો તો તમે આઝાદ થાવ !

યા અલી મદદ