કલામે પીર
પ્રકરણ - ૪
પ્રકરણ - ૪
નબુવત અને વસાયત યાને હ.પયગમ્બર રસુલ (સ.)ના વસીયતનામાના વહીવટ કરનારના દરજ્જા સંબંધી, કુરાને શરીફનું નાઝિલ થવું અને તેની તાવિલ વિષે.
(પેજ-૯૯) “પયગમ્બર” “નબી” સંજ્ઞાનો સાધારણ અર્થ ખબર આપનાર થાય છે; અને “કાસદે” મુર્સલેના અર્થ કોઈના તરફ કોઈ પણ બાબત વિષે ખબર આપવા વિષે મોકલાયેલ શખ્સ એવો થાય છે. તેઓશ્રી યાને હ. રસુલ (સ.)ને “ઉલુલ આઝમ” એટલે કે "નિર્ણય કરનાર ધણી” પણ ગણવામાં આવે છે. કારણ કે તેઓશ્રીનું કામ મનુષ્ય જાત માટેના જુના ધોરણ યાને શરીયતને રદ કરી, નવું ધોરણ યાને નવી શરીયત દાખલ કરવાનું છે.
(૧૦૦) મખલુકાતની ઉત્પતિનો હેતુ અને તેનો અંતિમ ધ્યેય સરજનહાર ખુદાતઆલાની મારિફત હાંસલ કરવાનો છે. પણ અમુક વસ્તુનું જ્ઞાન તેના સ્વરૂપ અને તેના ગુણ વિષેનો કાંઈક ખ્યાલ મેળવ્યા વગર કોઈને પણ થઈ શકતું નથી. ખુદાતઆલાના સ્વરૂપ અને તેના ગુણો સંબંધી જ્ઞાન (પરબારું) મેળવવાનું મનુષ્ય માટે અશક્ય છે.
આ જગત ઉપરના દરેક પદાર્થની સ્થુળમય કે વિચારમય ઉત્પતિ મનુષ્ય હસ્તી દ્વારા જ થયેલ છે. વળી મનુષ્ય પ્રાણીને ખુદાતઆલા સાથે જેટલો (નિક્ટનો) સંબંધ છે તેટલો બીજા કોઈ પ્રાણીને નથી.
(૧૦૧) બુદ્ધિમત્તા બાબતમાં બધા જીવંત પ્રાણીયોમાં મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે, જે વિચાર અને બુદ્ધિની શક્તિઓ ધરાવે છે. આ બે શક્તિઓની મદદ વડે તે સાર-અસાર પારખી શકે છે, તેમજ કાયદા કાનુનો અને તેના તત્વોને પિછાણી શકે છે. અગરતો જો પોતે દ્રઢ નિશ્ર્ચય કરે તો, ખુદાઈ મારિફત હાંસલ કરી શકે છે.
કૌવતે ઈલાહી યાને ખુદાઈ શક્તિ કે જેનાથી જગતની દરેક વસ્તું હૈયાતી ભોગવે છે, તેની સંપુર્ણ જાહેરાત એજ ‘માણસ’ છે. અને એથી શ્રૃજન કાર્યશક્તિના દરેક સ્વરૂપો જે કુદરતમાં વિખરાએલા પડેલા છે તે, સંયોજીત પણે માણસમાં સમાયેલા છે; એટલા ખાતર એ તેના ઝાત યાને તત્વ અને સિફાત યાને ગુણ રૂપ, સંપુર્ણ પરિકાષ્ટાએ પહોંચેલ ઉત્પતિ છે. આનુ કારણ એ છે કે, તે (મનુષ્ય) તમામ મખલુકાતના બધા તત્વોમાંથી બનેલો છે. તે યાને મનુષ્ય પોતાની બનાવટમાં દરેક ચીજનો કાંઈક અંશ અને તત્વોનું મિશ્રણ ધરાવે છે.
(૧૦૧-૧૦૨) તેનું ખરું સત્વ યાને હકીકત, પોતાના ક્રમશ વિકાસ દરમ્યાન, દરેક હસ્તી ધરાવતી ચીજના ખ્યાલ (મલકુત)માંથી પસાર થાય છે. અને આવી દરેક આલમમાંથી પસાર થતી વખતે તે, તે આલમના ગુણ અને સત્વ (હકીકત) ચુસી લે છે જો એમ નહિ હોત તો, મનુષ્યનું મન ખુદાતઆલા અને જગતના કુદરતી કાનુનોની સમજ અને જ્ઞાન ધરાવતે નહિ.
દિવ્ય નભોમંડળમાં પહેલા દાખલ થતાં, તે સ્વતંત્રપણે હલન ચલન કરવાની શક્તિ મેળવે છે અને પોતાની અસલિયાત સંબંધમાં તેનામાં ખુદાઈ પ્રેરણા (દિવ્ય પણે) ઉત્પન્ન થાય છે; તેમાંથી મનુષ્ય સ્વભાવ જે જ્યોત્સના (અનવાર-light) ધરાવે છે, તે ઉત્પન્ન થાય છે.
ત્યાર પછી મુળ તત્વોના પ્રદેશમાં દાખલ થતા, તે ચાર પ્રકારની ગરમ, શિતળ, લીલી અને સુકી પ્રકૃતિઓ કે જેનું મીશ્રણ મનુષ્ય પ્રકૃતિમાં હોય છે, તે મેળવે છે. ત્યાર પછી તે નક્કરપણાના પ્રદેશમાં દાખલ થાય છે, જ્યાં તે ગર્ભનું સ્વરૂપ ધારણ કરે છે અને ત્યાર પછી માંસ, ચામડી અને અવયવોમાં તે વિકાસ પામે છે કે જે તેને નક્કરપણું અને બળ આપે છે. ત્યાર બાદ તે વૃદ્ધિ આપનાર “રૂહ”ને અંગિકાર કરે છે, કે જે તેની વૃદ્ધિનું કારણ બને છે; એ પછી જાતિય પ્રેરણા, ભુખ તરસની લાગણી અને પ્રજોત્પાદન શક્તિ તેનામાં માલમ પડે છે; આ શક્તિઓ છોડ-ઝાડમાં ઘણીજ તિવ્ર હોય છે, જેમકે ખજુરીનું ઝાડ કે જે દુરની જગ્યાએથી પાણી ખેંચી લે છે, તેના એક બીમાંથી અનેક બીજ આપોઆપ ઉત્પન્ન થાય છે.
ત્યાર પછી આત્મા, હેવાની રૂહ અંગિકાર કરે છે, કે જે તેનું (માનસિક) જીવન અને બુદ્ધિનું મૂળ બની જાય છે. તેમાંથી તે ગુસ્સા પ્રત્યાઘાતનું બળ અને ઈન્દ્રિયો દ્વારા સમજ શક્તિ મેળવે છે. પહેલાની મદદથી, તે જે બાબતો તેને નુકશાન કારક લાગે તેને પાછી હઠાવે છે અને બીજાની મદદથી તેને માટે શું સારું છે અને શું નરસું છે તે ઓળખી કાઢે છે.
ત્યાર બાદ આત્માને ઈન્સાની રૂહ પ્રાપ્ત થાય છે, કે જે બુદ્ધિ અને સાર—અસાર સમજવાની શક્તિ છે; આની મદદ વડે તે વસ્તુંઓનું વાસ્તવિકપણું સમજવાને અને અંતે ખુદાઈ મારિફત મેળવવાને શક્તિવાન બને છે.
એ મુજબ અમે બતાવી આપ્યું છે કે, મનુષ્ય પ્રકૃતિની રચનામાં બેઉ ચીજો સરખી રીતે મેળવેલી છે; એક તો ખાવાની પ્રેરણા અને બીજી શાણપણ અને હુશીયારી. એથી સાબિત થાય છે કે, મનુષ્ય પ્રકૃતિમા શયતાની તેમજ ફિરસ્તાઈ અને માણસાઈ તત્વોની હાજરી રહેલી છે. જેમકે એક કવિએ કહ્યું છે કે:
"તું (એકજ વખતે) શયતાન, હૈવાન, ફિરસ્તો અને મનુષ્ય છે.
આ મુજબ તારામાંના આ તત્વોમાંના જે તત્વ વધારે પ્રબળ હોય તેવો તું છે.”
(૧૦૪) આ ઉપરથી જરૂરી સાર એ નીકળે છે કે, મનુષ્યજાતને હયવાનિયત અને શયતાનિયતની હાલતમાંથી, ફિરસ્તાઈ અને ખરી માણસાઈની હાલતમાં, બદીમાંથી નેકીમાં અને અજ્ઞાનતામાંથી જ્ઞાની હાલતમાં લાવવા સારૂ, મનુષ્યપ્રાણીઓ વચ્ચે કોઈ એક શખ્સની જરૂર છે. આ હેતું તોજ બર આવી શકે કે, જો માણસને કોઈ ચીજથી ડરાવવામાં આવે અને (તે સાથે નૈતિકતા ભર્યા આચરણો માટે) તેને કાંઈક આશા આપવામાં આવે.
સ્વભાવે જુનો અનુભવી માણસ એવી કોઈ ચીજને ખરી નથી માનતો કે, જે સ્થુળ વસ્તુંએ તેને સુખ કે દુ:ખનો અનુભવ કરાવ્યો ન હોય. એટલા માટે પેયગમ્બરને માટે એ જરૂરની બાબત છે કે, તે જંગલી અને શયતાની વર્તણુંકને, મગજમાં ઉતારી શકે એવા, સંગિન દાખલા દલીલો આપીને સમજાવે અને અયોગ્ય આદતો ગ્રહણ ન કરે એ ખાતર એજ રીતે આવા જુના અનુભવી લોકોને ડર બતાવે.
એટલા ખાતર એ ફરમાવે છે કે :- “પાપીઓ માટે રહેવાની જગ્યા દોઝખ છે અને દોઝખ એવી જગ્યા છે. કે જે આગ, સાપ અને વિંછી અને ઝેરી રોપાઓથી ભરપુર છે.” એજ પ્રમાણે મનુષ્યની ફિરસ્તાઈ ખસલતોની મતલબ પણ સંગિન સ્વરૂપમાં તે સમજાવે છે અને તેમને કહે છે કે: "નેક માણસોની જગ્યા બહેસ્ત છે કે જે સારા ખાનપાન, સુંદર કુમારીકાઓ અને છોકરાઓથી ભરપુર બાગ છે.”
(૧૦૫) પૈયગમ્બરે હમેશાં પોતાનું શિક્ષણ એવા અસલ ઉપમાલંકાર સ્વરૂપોમાં યુક્તિપુર્વક અને હેતુસર રજુ કરવાનું હોય છે કે, જે ઠેઠ સર્વથી નીચી પંક્તિની બુદ્ધિ ધરાવનાર લોકોની સમજમાં એક સરખી રીતે ઉતરી શકે. અસલી ઢબના આ લોકો પોતાની ઇન્દ્રિયોથી અનુભવમાં આવી શકે એ સિવાય બીજું કાંઈ સમજતા નથી અને એથી વિશેષ કોઈ બાબતમાં તેમની સાથે વાત કરવી નકામી છે. પણ બુદ્ધિવાન લોકો ઉપમાલંકારનો હેતું તરત જ સમજી જાય છે.
એ સાથે સાથે પેયગમ્બરે લોકોને તેમના વર્તન માટે એવી આજ્ઞાઓ આપવાની હોય છે, કે જેથી જગત અંધાધુંધીમાં સરકી ન પડે અને આ આજ્ઞાઓ બધાને માટે એક સરખી હોય છે. જો એમ ન હોય તો દરેક જણ પોતાને તેમાંથી બાકાત રાખવા અથવા પોતાને ખાસ હક આપવા માંગણી કરે અને જો એમ થાય તો મનુષ્ય જાતને નુકશાન પહોંચે.
(૧૦૫-૧૦૬) પણ સિતારાઓની અસરના કારણે અને જુદા જુદા જમાનાની વિશેષતાઓને લીધે, મનુષ્ય જાતની સ્થિતિઓ બદલાતી રહે છે અને તેથી શરીયત યાને મનુષ્ય જાત માટે જાહેર થયેલા કાનુનો બદલાવવા જોઈએ. એથી જો પયગમ્બર તેમના માટે કિતાબ મુકી જાય તો, તેની ભાષા અલંકારિક અને તેમાંનું શિક્ષણ ઉપમાલંકારોમાં દર્શાવેલું હોવું જોઈએ; આજ રીતે જુના જમાનાના લોકો સમજી શકે. તેઓ વસ્તુંઓની જાહેરી યાને બહારની બાજુ સિવાય વધારે આગળ કાંઈ પણ સમજવાને અશક્ત હોય છે; કારણ કે તેઓ તેમની બુદ્ધિમત્તાના વિકાસમાં પશુ જેવા છે; એમણે તો હ. રસુલ (સ.)ના બોધની જાહેરી બાજુને જ અનુસરવું જોઈએ; અને આ (જાહેરી બાજુ) ખરી રીતે ઘાસ અને ઝાડની છાલ બરાબર છે, પણ જેઓ અંદરનો અર્થ સમજવાને શક્તિવાન છે અને જેઓ પોતે હકીકતની શોધ કરે છે અને જેઓ પોતાના હલકા મનોવિકારોને આધારે નહિ પણ અક્કલ અને સમજશક્તિ વડે પોતાનું જીવન જીવે છે, તેઓ આવા શિક્ષણ અને આજ્ઞાઓનું રહસ્ય પારખી શકે છે.
(૧૦૬) હવે જ્યારે, જેમ આપણે સાબિત કરી ગયા તેમ, મઝહબના બંધારણને જાહેર પરહેઝગારીની આજ્ઞાઓ સાથે સંબંધ છે અને તે હંમેશ બદલાતી આ દુનિયામાંની દરેક બાબતો સાથે બદલાતી રહે છે, ત્યારે એ સિદ્ધ થાય છે કે, શરીયતના બાતુની અર્થનો સંબંધ સત્ય અને અમરતાની દુનિયાની હસ્તી સાથે છે. તેમાં તબદિલી કે ફેરફાર થવાને મુદ્દલ અવકાશ નથી, કારણ કે તેનો સંબંધ ખુદાતઆલા અને ઈલાહીપણાની દુનિયા સાથે છે કે જે, તેના વાસ્તવિકપણામાં જરાએ ફેરફાર થાય એવી નથી.
(૧૦૭) સત્ય ગમે તેવા અર્થમાં જાતે સત્ય જ રહે છે અને (રૂહાની) જગતનું વાસ્તવિકપણું સત્ય છે. દ્રઢ હસ્તી હમેશાં દ્રઢ રહેવાની છે. આ મુજબ આપણે જોઈએ છીએ કે, આ જગતમાંની વસ્તુઓ બાહ્ય સ્વરૂપે જુદી જુદી સ્થિતિઓમાંથી પસાર થાય છે, પણ તેનો મુળ પદાર્થ કે જે કુવ્વતે પરવરદિગાર છે, તે અવિનાશી અને બિનરૂપાંતરયુક્ત છે. એથી મઝહબી શરીયતનું જાહેરી સ્વરૂપ કે જેનો સંબંધ પ્રત્યક્ષ દેખાતી દુનિયા સાથે છે, તેનુ પરિવર્તન નિરંતર થવું જોઈએ. જ્યારે તેની અંદરનો ભાવાર્થ યાને "બાતિન” કે જે અવિનાશી કાનુનનું સ્પષ્ટિકરણ છે તેનો સંબંધ વાસ્તવિક જગત સાથે છે અને એ જગત ઈલાહી આલમની બરાબર હોવાથી, તેમાં કાંઈ પણ ફેરફાર થતો નથી.
એ મુજબ એ જરૂરનું છે કે કોઈ શખ્સ જાહેરી મઝહબની સ્થાપના કરે, કે જેના બંધારણના કાનુનો એવા હોય કે, જે બધાને માટે ફરજીયાત હોય અને એક સાદા અને સંગિન સ્વરૂપમાં વર્ણવામાં આવ્યા હોય અને એ મુજબની શરીયત આ પૃથ્વી ઉપર દાખલ કરે. આવા શખ્સને નબી અથવા પયગમ્બર કહેવામાં આવે છે, પણ એજ મુજબ એક એવો શખ્સ પણ હોવો જોઈએ, કે જેને શરીયતની અંદર રહેલા ગુઢાર્થની મતલબ સમજાવવાની હોય.
(૧૦૭-૧૦૮) મનુષ્ય પ્રાણીઓ જો કે શારિરીક રીતે એકબીજાને મળતાં હોય છે, છતાં તેઓ તેમની બુદ્ધિમતાની શક્તિઓમાં ભિન્ન હોવાથી, આવો શખ્સ દરેકને એક સરખી આજ્ઞાઓ નહિ આપતા, દરેક વ્યક્તિને આપવા યોગ્ય જુદી જુદી આજ્ઞાઓ સંભાળપુર્વક તારવી કાઢીને જુદી જુદી આપે છે. તેણે હ. પેયગમ્બર સાહેબના બોધની ખરી મતલબ સમજાવવાની હોય છે, કે જે બોધ તેણે યાને હ. પૈયગમ્બરે દરેક જણ સમજી શકે એવા રૂપમાં આપવું પડ્યું હતું. જેઓ ફક્ત અંલકારોથી સમજી શકે તેમ હોય તેવા લોકોમાંથી અહલેહકીકત યાને મારિફત મેળવવાને લાયક હોય તેવા લોકોને તે જુદા તારવે છે. જેમ હ. પૈયગમ્બર જ્ઞાનેન્દ્રિયોથી સમજાય એવી દુનિયાને લગતી બાબતોજ પોતાના બોધ કાર્યોમાં ઉપયોગમાં લે છે, તેજ મુજબ આ એવી બાબતોનો અર્થ તેના રૂપાલંકારોને તેના તાત્વિક સ્વરૂપમાં રજુ કરીને સમજાવે છે.
(૧૦૮) શરીયત એ હકીકતી કાનુનોનું બાહ્ય સ્વરૂપ છે. જ્યારે તે યાને હકીકત ધાર્મિક ક્રિયાઓનો આંતરિક અર્થ છે. બાહ્ય સ્વરૂપ અંદરના ભાવાર્થના એક સુચન તરીકે છે. વાસ્તવિક મઝહબ એક રૂપક છે, હકીકતના અવિનાશી કાનુનો તેમાં ફક્ત રૂપાલંકારિક રીતે સમાયેલા હોય છે. રૂપ કે તેમાં સમાયેલ અર્થ સાથે સંપુર્ણપણે મેળ ખાવો જોઈએ.
(૧૦૮-૧૦૯) એ મુજબ હકીકી દુનિયા કે જે આલમે ઈલાહી જેવીજ છે, તેમાં આ ખાકી જગતમાંથી મૃત્યુ પામ્યા પછી જીવવાનું છે. જેમકે કુરાને શરીફ (સુરા ૨૯, આ. ૬૪)માં ફરમાવેલું છે કે "અને આ સંસારની ઝિંદગી રમત અને ખેલ સિવાય બીજુ કાંઈ નથી, અને આવતી ઝિંદગીનું રહેઠાણ નિરંતર જિંદગીનું રહેઠાણ છે જો તેઓ સમજે તો.” આની મતલબ એ છે કે માણસ સિવાય કોઈને જીન્દગી અથવા સજીવનતા નથી.
(૧૦૯) આ ઉપરથી એ સિધ્ધ થાય છે કે શરીયત યાને નમાઝ રોજા, હજ, જકાત, કુરાને શરીફ વિગેરે જે કાંઈ અલંકાર રૂપે કહેવામાં આવેલ છે તે બધામાંનું “સત્ય” “પુરૂષ” છે. એ મુજબ નમાઝ “પુરૂષ” છે. અને જકાત “પુરૂષ” છે, કુરાને શરીફ “પુરૂષ” છે. એ પ્રમાણે બધુએ એ રીતે જ છે.
જેમ એક એવી વ્યક્તિ હોય છે કે જે આ રૂપાલંકારો યાને શરીયતનો બોધ કરે છે, બરાબર એજ પ્રમાણે એ જરૂરનું છે કે કોઈ એક એવી વ્યક્તિ પણ હોવી જોઈએ, કે જે મઝહબમાંની અલંકારીક રૂપે રહેલી બાબતોને યાને શરીયતમાં રહેલા બાતુની અર્થને સમજાવે. આવા પુરૂષને વસી યાને હ. પૈયગમ્બર (સ.)ના વસીયતની બજવણી કરનાર કહેવામાં આવે છે.
(૧૦૯- ૧૧૦) કુરાને શરીફમાં ફરમાવેલ છે કે, જ્યારે હ. ઈબ્રાહીમે પોતાના પુત્રને છેલ્લી વસીયત કરી ત્યારે ફરમાવ્યું કે (કુરાને શરીફ સુરા ૩૧, આ. ૧૩) “ખુદાની સાથે કોઈને શરીક કરીશ નહિ ખરેખર મોશરકપણું મહા ઝોલ્મ (પાપ) છે.” એ પ્રમાણે મુર્તિ પુજા કરવાથી અથવા ખુદાવંદતઆલાની બરાબર ગણીને કોઈ પણ ચીજની પુજા કરવાથી એક પાપીની ગણના થાય છે. “ખુદાના ભાગીદાર બનાવવા” યાને શીર્ક, શરીયતના અનુયાયીઓ કોઈ કોઈ વખત કરે છે. એની બરાબર છે. હ. મૌલાના મુર્તઝાઅલી (સ.)ના બરોબરીયા તરીકે કોઈને ગણવો એના જેવો મોટો ગુન્હા અથવા મહાપાપ બીજુ કોઈ નથી.
હકીક્તની પયરવી કરવી એટલે કોઈને ખુદાના ભાગીદારો ગણવા અથવા તેના બરોબરીયા ગણવા અથવા તેના બરોબરીયા ગણવાથી દુર રહેવું તે; અને આવી રીતે દુર રહેવાની સ્થિતિ “વસી”ની પયરવી કરવા ઉપર અવલંબેલી છે. વસીનો દરજ્જો સાધારણ અર્થમાં એવો છે કે, કોઈ પણ શખ્સને મરનાર પોતાનું વસીયતનામું અમલમાં લાવવા નિમી જાય છે એના જેવો થાય છે. એને (યાને વસીને) તેની (યાને મરનારની) માલમિલ્કત, કુટુંબ કબીલો અને દરેક ચીજ એવા અખ્તયાર સાથે સોંપવામાં આવે છે, કે જે તેના મૃત્યુ બાદ એનો એને ઠીક લાગે એવી રીતે ઉપયોગ કરે.
એજ પ્રમાણે હ. પયગમ્બરે જે શરીયત સ્થાપી છે તે પોતાની શરીયત, કિતાબ અને પોતાનું કુટુંબ યાને પોતાની ઉમ્મત પોતાના વસીને સોંપી જાય છે અને એ વસીને તેમના હાકેમ તરીકે નીમી જાય છે; પણ તેની શરીયત અને તેની કિતાબમાં જાહેર તેમજ બાતુન એમ બેઉ મતલબ સમાયેલી હોવાથી તેના પુત્રો યાને તેની ઉમ્મતના સભાસદો વારસાનો જુદો જુદો હિસ્સો લઈ લે છે.
(૧૧૦-૧૧૧) ઈલાહી સ્પષ્ટિકરણનો સિધ્ધાંત યાને તન્ઝીલ જાહેર અથવા તેના ઉપર જેટલી હદ સુધી ટકેલા છે એટલી હદ સુધીના પાક કિતાબના જાહેરી અર્થ સાથે સંબંધ ધરાવે છે. અને પેયગમ્બર પોતાની હૈયાતી દરમ્યાન પોતાના પુત્રોને સરખો હિસ્સો આપતા હોય એવી રીતે જુદા જુદા ટોળાઓ વચ્ચે કાંઈ પણ ફરક રાખ્યા વગર બધા લોકોને એક સરખો બોધ આપે છે. જેઓ તન્ઝીલ યાને સાદુ શિક્ષણ સમજી શકે તેવા હોય તેમને વસી તન્ઝીલ યાને સાદુ શિક્ષણ આપે છે અને જેઓને તાવિલ યાને ગુઢાર્થનો ખુલાસો જોઈતો હોય, તેમને તાવિલ આપે છે. આ પ્રમાણે એ દરેક જણને તેની બુદ્ધિમત્તા પ્રમાણે શિક્ષણ આપે છે.
(૧૧૧) એ મુજબ અમે સાબિત કરી ગયા કે “તાવિલ” ફક્ત વસીજ આપે છે એટલે દરેક નાતિકને વસી હોય છે. એ પ્રમાણે હ. આદમના (વસી) હ. શીશ, હ. નુહના હ. શામ, હ. ઈબ્રાહીમના હ. ઈસમાઇલ, હ. મુસાના વસી હ. હારૂન, હ. ઈસાના વસી હ. સામુન સફા અને હ. મહમદ મુસ્તફા રસુલ (સ.)ના વસી હ. અલી હતા. હ. મૌલા મુર્તઝાઅલી—તેઓશ્રીના નામ ઉપર નમન અને તેઓશ્રીના નામનો જય હો - ની વાત દરેક કિતાબ અને હદીસોના દરેક સંગ્રહમાંથી મળી આવે છે અને અકલી દલીલો અને હદીસના સુચનોની મદદથી તેઓશ્રીનો મહાન મરતબો અમે આ અગાઉ સાબિત કરી ચુક્યા છીએ.
(૧૧૨) હ. રસુલ (સ.) તેઓશ્રીના સંબંધમાં કરેલા નીચેના ફરમાનમાં તેઓ નામદારની બાબતોનો ખરો મુદ્દો સમાયેલો છે “મારું કરજ તે ભરશે” આની મતલબ એ છે કે હ. રસુલ (સ.)ને ખુદાઈ સંદેશામાં રહેલું રહસ્ય સમજાય એવી રીતે સમજ આપવાનું ફરમાન હતું કે જે તેઓશ્રી પોતાની ઉમ્મતને બતાવી શક્યા નહિ હતા, પણ તેઓશ્રીને એ (ખુદાઈ સંદેશ) રૂપાલંકારોમાં કહેવા પડ્યા હતા. એટલે હ. રસુલ (સ.)નું એ (ખુદાઈ) કરજ હ. મૌલા મુર્તઝાઅલીએ ભરપાઈ કરવાનું હતું. આનો અર્થ એ કે તેઓ નામદારે લોકોને રૂપાલંકારિક મજહબમાંથી અને શરીયતના જાહેરી અર્થમાંથી બહાર કાઢી તેમને હકીકતી દુનિયાના પ્રકાશની સ્થિતિએ પહોંચાડવાના હતા.
તન્ઝીલ સંજ્ઞા યાને સ્પષ્ટીકરણ “નીચે લાવવું” અથવા કોઈ ચીજને ઉંચ સ્થાનમાંથી નીચેના સ્થાનમાં લાવવું, એવા અર્થવાળા ક્રિયાપદમાંથી બનેલ છે. અને તાવિલ સંજ્ઞા “અવ્વલ”માંથી નિકળેલ છે. જેનો અર્થ “કોઈ ચીજનું મૂળ શોધી કાઢવું” એવો થાય છે. જાહેર અથવા બાહ્ય સ્વરૂપ બીજામાંથી થયેલ ઉત્પત્તિ છે. બાહ્ય જગતની નીચે જે રહેલું છે તે અવિનાશી અને અનંત છે. આ મુજબ “સાહેબે તાવીલ”એ શખ્સ છે કે જે એવી રીતે બોલે કે તેમાંનો ગુઢાર્થ તેમાં રહેલ ખરો અર્થ હકીકતમાં ફેરવાઈ જાય અને તે સમજવામાં લોકોને મદદ કરે.
(૧૧૩) પૈયગમ્બરને “અક્લેકુલ”, સાબિક (સર્વથી શ્રેષ્ઠ), કુર્શી (ખુદાઈ તખ્ત), કાદા (destiny), કલમ, નાતિક (બોલનાર), જાહિર, આકાશ, દિવસ, શહેર, મુત્તહારિ (ગતી આપનાર), એવો શખ્સ જેનું શિક્ષણ આખરે મનસુખ (રદ) થાય, એવા નામથી પણ સંબોધવામાં આવે છે.
વસીને નફ્સેકુલ, અસાસ (પાયો યાને ઈમામત) બીજો (સાની યાને પૈયગમ્બર પછી આવનાર), મેજ (table), કાદર (free will), "નૂન” અક્ષર, સામિત (અબોલ), બાતિન, જમીન, રાત્રી, દરવાજો (બાબ), સાકિન (શાન્ત-quiet), નિવારણ કરનાર અને નાસિખ યાને રદ કરનાર તરીકે સંબોધવામાં આવે છે.
પૈયગમ્બર અને વસી બેઉને સંયોજીત પણે બે પાયા અસયાન (asasayn) અને અક્કલ. મન સાથેના બેઉના સંયોજનને અક્કલો કહેવામાં આવે છે.
જેમ બુદ્ધિમાન વાકચાતુર્ય એ બુદ્ધિવાન મનના કાર્યનું જાહેરી સ્વરૂપ છે, તેમ નફ્સે નાતિકને નફ્સેકુલ મદદ કરે છે, કે જેમાંથી તેને રૂહાની મદદ હાંસિલ થાય છે આને તરેહવાર રીતે સમજાવવામાં આવેલ છે.
(૧૧૩-૧૧૪) કુરાને શરીફમાં અને વાર્તાઓમાં નબીઓ માટેના જે વર્ણનો છે, તે તપાસતા કોઈ પણ નાતિક, મનુષ્ય નબળાઈઓથી મુક્ત નથી. તેમને ભુલો કરતાં અટકાવનાર નફ્સેકુલની રૂહાની મદદ હોય છે. હ. પેયગમ્બર રસુલ (સ.) સંબંધમાં કુરાને શરીફ (સુરા ૧૭ આ. ૭૪)માં ફરમાવવામાં આવેલ છે કે; “જો અમે તને સાબિત કદમ રાખ્યો ન હોત તો નજદિક હતું કે તું તેઓના તરફ સહેજ જરા વલણ કરે.” બીજા શબ્દોમાં કહીયે તો જો અમે તને મદદ કરી ન હોત તો તું જુઠા લોકો તરફ કાંઈક પસંદગીની લાગણી બતાવવાની અણી ઉપર હતો. આ ઈશારો હ. રસુલ (સ.) ભલતાઓને ખિલાફતની ગાદી આપી શકે કે કેમ ? તે સંબંધમાં છે અને જો આવી ગફલતી થઈ જાય તો તે મોટી ભુલ થયેલી ગણાય.
હર ઝમાનામાં "હુજ્જત” અવષ્ય હોવાજ જોઈએ કે જે, એને લગતા સવાલના સંબંધના પ્રકરણમાં અમે જણાવી ગયા છીએ તે મુજબ, કદી ભુલ ન કરે એવા હોવા જોઇએ.
યા અલી મદદ