૧૦૦૦ પવિત્ર ફરમાન મુબારક
રેકોર્ડીંગ - ૯
રેકોર્ડીંગ - ૯
દુનિયા અને આખરત
હ. ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું :-
દુનિયા એક નઠારી સ્ત્રી જેવી છે, તેને જલ્દી કાઢી મુકવી જોઈએ. ઈન્સાન એવી સ્ત્રીમાં મન લગાડે તેમાં શું ફાયદો થાય ?
ગધેડા જેવા માણસો આવીને અમને પુછે છે કે, અમે શું કરીએ ? અમારા ખ્યાલ દુનિયા ઉપર છે અને ઈબાદત પણ જબાનની છે. આવા માણસને અમારે શું જવાબ દેવો ? તેથી અમારે કાન બંધ રાખીને ચુપ બેસવું પડે છે.
તમે બચ્ચાંની માફક દીનને દુર કરીને દુનિયા સાથે રમો છો; અમને સર્વે રોશન છે.
જેમ મરઘી જમીન ઉપર માથું પટકે છે તેમ કેટલા દિવસ તમે જમીન ઉપર માથું પટકતા રહેશો ?
ખુદા કાંઈ મદારી નથી કે તમને દોરી નાખી ખેંચી લેશે.
સોના ચાંદીની વીંટીઓ પહેરી દુઆ વખતે જવું નહિ કારણ કે, તેમાં ખુદા રાજી નથી.
જે બાઈઓ પોતાના ધણીના હકક રાખશે તેમની જ ઈબાદત કબુલ થશે; જે ધણીના હક્ક નહિ રાખે તેની ઈબાદત કબુલ નહિ થશે.
તમને ખબર નથી કે, એક ગાળ દેવામાં કેટલા ગુન્હા છે? જો ખબર હોયતો ગાળ ન દીઓ.
તમે મોમન હો પણ થોડી કસર હોય તો કામ નહિ આવે.
ઈમામ, ઈન્સાન ઉપર આવતા કિસ્મતી અને કુદરતી દુઃખો ટાળવા કોશિષ ન જ કરે, જો ઈમામ તેમ કરે તો પછી બીજી દુનિયા અહીં જ હોય, યાને કે દુનિયા અને આકબત કે આખરત જેવું કંઈ રહે નહિ.
ઈન્સાનને આ દુનિયામાં જે દુઃખ પડે છે, તેથી નારાજ થવું જોઈએ નહિ, પણ તેના માટે ઈન્સાને ખુશી થવું જોઈએ. કારણ કે આવા કુદરતી દુઃખોથી ઈન્સાનના પાપો ધોવાય છે અને આત્માને પાપમાંથી મુક્તિ મળે છે.
અમે જ્યારે મુંબઈ હતા ત્યારે બદકશાનનો મુખી અમારી પાસે આવ્યો હતો, કે જેનું આખું શરીર સફેદ કોઢથી નહી પણ કાળા કોઢથી જખ્મી થયેલ હતું અને તેના શરીરનાં બધા અવયવો બહુ અશકત હાલતમા હતા, છતાં પણ તે ખુશી થતો હતો અને અમારો આભાર માની કહેતો હતો કે, આથી અમારા પાપ ધોવાય છે, અને જે તકલીફ મને આ દુનિયામાં પડે છે, તેથી આવતી દુનિયામાં મને તકલીફ ભોગવવી નહી પડે.
તમને જે દુ:ખ અને તકલીફ આવે છે, તેની ફરિયાદ નહી કરતા, તેને ખુશી થઈને કબુલ કરી લેવી જોઈએ.
તમારે સમજવું જોઈએ કે, કિસ્મતના જે દુ:ખો અને તકલીફો નિર્માણ થએલ હોય છે, તે સહન કરવાથી જ આત્મા શુધ્ધ થાય છે.
પણ જે બીમારીઓ અને દુઃખો તમારી બેદરકારીથી આવે છે, તેનાથી પાપ ધોવાતા નથી.
ઈન્સાનને ખુદાવંદતઆલાએ અક્કલ આપી છે જેથી તેનો ઉપયોગ કરી ગફલતીથી આવતી બિમારીઓના ઉપાયો કરવા જોઈએ. ખાનાવાદાન.
પચાસ ટકા દુઃખો કિસ્મતના અને કુદરતી હોય છે, કે જે દુ:ખો ઈન્સાનની સત્તાથી બહાર હોય છે અને તેવા દુઃખો સહન કરવાથીજ ઈન્સાનનો આત્મા સાફ થાય છે. ખાનાવાદાન.
ઈત્માદી સબજાઅલીએ અમારી એવી ખિદમત કરી છે કે, તેને મરણ બાદ પીરનો દરજજો અમે આપ્યો છે. બીજા પણ જો એ મુજબની ખિદમત કરશે તો તેને પણ એવો દરજ્જો મળશે.
અમારી ૫૪ વર્ષની ઈમામતના વખત દરમ્યાન એકજ જણને અમે આવો દરજજો અર્પણ કર્યો છે. ખાનાવાદાન.
ઈત્માદી સબજાઅલી ખુદાની રહેમતે પહોંચ્યો. તેના હકમાં અમે ઘણી દુઃઆ આશિષ ફરમાવીએ છીએ. તેનું નામ તવારિખમાં હંમેશાં કાયમ અને દાયમ રહેશે. અગાઉ જેઓ દાઈ થઈ ગયા છે, તેની માફક હાલની જમાતમાં તે મોટો દાઈ હતો.
ઈત્માદી સબજાઅલીએ પોતાની રૂહાનીનું બળ હજારો માણસોને, તેમજ બહારની કોમને દેખાડેલ છે.
ઈત્માદી સબજાઅલી હકીકતી મોમનનો અમલદાર હતો, દુનિયામાંથી એ રહેલત કરી ગયો છે, તેથી દુનિયાને ઘણું નુકશાન થયું છે, પણ તેની પોતાની રૂહાનીને ઘણો ફાયદો થયો છે. એ હકીકતી ખુશહાલીમાં ગયો છે.
વારસ બસરીયા, વારસ રહીમ અને વારસ રહીમની માતાએ અમારી ઘણી ખિદમત કરી છે. વારસ રહીમે અમારી ખિદમત ઈશ્ક, મહોબત અને દિલોજાનથી કરેલ છે, તે માટે ઘણી દુઃઆ આશિષ ફરમાવીએ છીએ.
હંમેશાં એ ત્રણે અમારા ખ્યાલમા જીવતા છે અને અમે હંમેશાં યાદ કરીએ છીએ. જો કે એ ત્રણે આ ફાની દુનિયા મુકી ગયા છે પણ તે અમારા દિલમાં હૈયાત છે. ખાનાવાદાન.
એક ભાઈએ હાઝર ઈમામ પાસે અરજ કરી કે, “મને દુનિયામાં રહેવું ગમતું નથી મને અસલમાં વાસલ કરો.” ત્યારે હાઝર ઈમામે ફરમાવ્યું:
દુનિયામાં રહો, દુનિયામાં રહીને મોમનના કામ કરો. આ દુનિયામાં પણ મોમન અસલમાં વાસલ થઈ શકે છે. આપણા મઝહબમાં દુનિયામાં રહીને અસલમાં વાસલ થવું આસાન બાબત છે. તમે બયતુલખ્યાલમાં દાખલ છો ? દાખલ થતી વખતના હુકમ પ્રમાણે અમલ કરો તો ઈશ્ક પણ પેદા થશે અને સર્વે બની શકશે. ખાનાવાદાન.
તમે દુનિયાનો રસ છોડી આપો તો બહેસ્તમાં જાઓ.
દુનિયાના સ્વાદ છોડી દેશો ત્યારે જ મુશ્કીલીથી બહેશ્તમાં પહોંચશો.
મનજી લાલજી નાઇયાણીની ઘરવાળી તથા તેનો છોકરો હુસેન અતરે મેળામાં આવીને ખુદાની રહેમતે પહોંચ્યા છે એવી અરજ હુઝુરમાં કરવામાં આવી ત્યારે ફરમાવ્યું :
તેઓ સીધા અમારી હુઝુરમાં પહોંચ્યા છે, કારણ કે તેઓ અમારી ઉમેદ કરીને અતરે આવ્યા હતા, જેથી તેઓના સઘળા કામ અમે કબુલ કરીયે છીએ અને તેઓ અમારા નુરમાં પહોંચ્યા છે.
અગર તેઓ દુનિયામાં હૈયાત રહેતે અને અમારી હુઝુરમાં કામ કરત તો પણ ફરી તેઓથી ગુન્હા પણ થાત ને વળી માફી માંગત; એમ ગુન્હા થયા કરત, પણ એ તો નિર્દોષ સીધા અમારી હુઝુરમાંજ પહોંચ્યા છે. તેઓને ઘણી દુઆ આશિષ ફરમાવીએ છીએ. ખાનાવાદાન.
એક બાઈની રૂહાનીની મેમાનીમાં ફરમાવ્યું :
એ બાઈ અમારી હજુરમાં છે અને તમે ખાત્રીથી માનજો કે તે ખુદ પોતે જ અમને મહેમાની કરે છે અને એ પોતે અહીં હાજર છે. ખાનાવાદાન.
મોમનને વાસ્તે પહેલું કામ એ છે કે, હેવાનની હાલત છોડી આપે. હેવાનની હાલત છે તે બદ છે.
ફિરસ્તા થવું હોય તો બદનઝર છોડી આપો.
દશ અવતારની ફિલસુફી લઈ ઈસ્લામી સિધ્ધાંતથી સમજાવવી જોઈએ અને દુનિયાની ઉત્પતિ પહેલાથી ચાલતા આવેલા ખુદાઈ નુરની સમજણ આપવી જોઈએ.
ઈસ્લામશાહના વખતમાં પીર સદરદીને જે સિધ્ધાંતો સમજાવ્યા હતા, તે પ્રમાણે સમજાવવું જોઈએ.
વહીર સાલેહ જેવા ઘણા થોડા માણસો છે. તે ગુજરી ગયો છે, હવે તેને તમે જોઈ શકશો નહિ, કારણ કે તે નુરમાં મળી નુર થઈ ગયો છે, જેવી રીતે કે નદી દરિયામાં મળી જાય છે. મરણ પછી આ થઈ શકે છે. હૈયાતીમાં નથી બની શકતું, પણ હૈયાતીમાં મહેનત કરવાથી મરણ બાદ ઈમામ સાથે એક થવાય છે.
બધાથી મહત્વની વાત એ છે કે મા, બાપ, માલ, અને જાન કરતા પણ મોહમ્મદ અને અલીના ગાદીવારસ પર તમારૂ ઈમાન મજબુત રાખજો. મહમદ અને અલીના વંશ જેઓ બીરાજે છે તેના ઉપર પ્યાર રાખશો તો તમને દુનિયામાં કોઈ ડર રહેશે નહિ. આ એક ફરમાનમાં ઈબાદત બંદગી અને મઝહબની બધી ખુબીઓ આવી જાય છે.
જે હકીકતી દીદાર છે તે તમારા દીલમાં છે.
જે મોમન હકીકતી છે તેના દિલમાં અમારૂં રહેઠાણ છે.
તમે એમ નહિ સમજો કે સાહેબ ખુરશી ઉપર બેઠા છે, તેમ નથી.
સારા અમલ કરનાર અને હકીકતીનાં દિલમાં અમે છીએ, પણ તેમાં બે શરતો છે.
(૧) ઈમાન સાફ હોય.
(૨) અમલ સારા હોય.
તેના દિલમાં અમે છીએ. ખાનાવાદાન
જે હકીકતી સાચા મોમન છે. તે હૈયાતી સુધી મોમન રહીને ગુજરી જાય તો તેનો રૂહ ઈમામના રૂહમાં દાખલ થાય છે, તે પણ મરણ બાદ થાય છે. પણ જ્યાં સુધી મોમનના બદનમાં રૂહ છે. ત્યાં સુધી હૈયાતીમાં તે એક થઈ શકતો નથી.
જેમ મીઠા પાણીની નદી દરિયામાં મળી જાય છે. તેજ પ્રમાણે મરણ બાદ મોમનનો રૂહ ઈમામના રૂહમાં દાખલ થાય છે, પણ હૈયાતીમાં જમીન અને આસમાન જેટલું દુર છે
મરણ બાદ હવાની માફક બીજી હવામાં મળી જાય છે.
જેમ વઝીર સાલેહ થઈ ગયો, તેમ અલબત્તા એક રૂપ થઈ શકાય છે.
વજીર સાલેહ જેવા ઘણા થોડા માણસો છે. તે ગુજરી ગયો છે, હવે તેને તમે જોઈ શકશો નહિ, કારણ કે તે નુરમાં મળી નુર થઈ ગયો છે.
જેવી રીતે કે નદી દરિયામાં મળી જાય છે.
પરમાર્થ કરી બીજાને છોડાવવો, એ હજાર વર્ષ બંદગી કરો તે કરતાં વધુ છે. હજાર વર્ષ બંદગી કરો તે કરતા પણ એ કામ મોટું છે.
સો વર્ષ બંદગી કરો તે કરતા બીજા જીવને છોડાવવો એ વધારે છે.
દુનિયામાં ઈબાદત કરવાવાળા ઘણા ઓછા છે. ઈબાદત નહિ કરવા માટે પુછાણું લેવાશે.
માણસો પૈસામા ગુલતાન થઈ જમાતખાને જતા નથી.
ઘણા ખરા દોલત ઝાઝી માંગે છે, પણ જમાતખાને ઓછા જાય છે.
ઈન્સાફથી જવાબ આપો કે, તમે ઔલાદ માંગો છો અને જમાતખાનાથી મોહબ્બત કેમ કરતા નથી ?
તમે દૌલતને ઈબાદતથી પણ વધારે ચાહો છો !
જ્યારે નફસા નફસી થશે ત્યારે, ઔલાદ, દૌલત કાંઈ પણ કામ નહિ આવે. ઈબાદત કામ આવશે.
દુનિયામાં એવી રીતે ચાલો અને એવા કામ કરો કે, કયામતમા કાળું મોઢું લઈને નહિ જાઓ.
કયામતમા એક કલાક હજાર વર્ષ જેવડી લાગશે. ત્યાં તમે શું કરશો ? અને શું જવાબ આપશો ?
"મહાદનકા રોયા કુછ કામ નહિ આવે.”
ખુદાની બીક રાખો અને છેલ્લા દમ સુધી બીજો હરફ ન નિકળે તેની બીક રાખો.
ઈન્સાનની મકસદ એ છે કે, અસલ મકાને પહોંચે. દીનના કામમાં ગાફલ થશો તો નહિ પહોંચો, હેવાન થઈ જશો.
દીનને વાસ્તે ઔલાદ, જાનમાલ કુરબાન કરો. આવી રીતે વર્તશો ત્યારે અલમાસ જેવા થશો. આવી રીતે નહિ વર્તશો તો કાચ જેવા થશો.
કાચને ગમે તેટલો સાફ કરો તો પણ, તે અલમાસ જેવો નહિ થાય.
બે કલાક બેસીને દીનના ખ્યાલ કરવા જોઈએ.
ઈન્સાન પહેલા તો પત્થર હતો, પછી ઝાડ થયો, હેવાન થયો, વાંદરો થયો, ત્યાર બાદ માણસ થયો. આ સઘળું પોતાના હાથમાં છે. આ બાબત નસીબ ઉપર આધાર નથી રાખતી.
અધીં રાતે અર્ધો કલાક ફરાગતથી બેસી દીનના ખ્યાલ બરાબર કરજો, જરૂર કરજો. હાઝર જોમાના ફરમાન દિલ ઉપરથી વિસારી નહિ મુકતા.
યા અલી મદદ