૧૦૦૦ પવિત્ર ફરમાન મુબારક
રેકોર્ડીંગ - ૧૦
રેકોર્ડીંગ - ૧૦
દશોંદ
હ. ઈમામ સુલતાન મુહમ્મદ શાહે ફરમાવ્યું
“મહાદનકા રોયા કુચ્છ કામ નહિ આવે.”
તમારામાથી ઘણા જણ રૂપીઆ સાત દઈને કહે છે કે, ગુન્હા માફ કરો ! તેમ ગુન્હા માફ થતા નથી.
ભુલમાં માલેવાજબાત ખવાઈ ગયો હોય, તે છાંટા નાખવાથી માફ થાય; પરંતુ, મોમનના ગુન્હા કરશો તે માફ નહિ થાય.
તમારામાંથી કોઈ દીનભાઈની ગીલા કરે, તે ગુન્હા કેમ માફ થાય ? તેનો હાથ ચુમીને અરજ કરે કે, મેં તમારી ગીલા કરી છે, મને માફ કરો, અને તે માણસ માફ કરે તો માફ થાય.
કોઈ માણસ જઈફ બુઢી બાઈના દાગીના, પૈસા અનામત હોય તે પચાવી પાડે. તેનો ગુન્હો કેમ માફ થાય ? આવા માલના પૈસામાંથી એક રોટલી વેચાતી લઈ ખાશો, તો તે રોટલી કયામતના દિવસે તમારી ગરદન પકડશે અને હિસાબ લેશે.
ઈન્સાન, જે કંઈ ખુદાના ગુન્હા કરે છે તેણે ઉમેદ મોટી રાખવી જોઈએ; યાને ખુદા રહેમ રહેમી છે. તે પોતાના ગુન્હા માફ કરશે. માટે તે જે ખુદાના ગુન્હા કરે છે, તેની મને ધાસ્તી નથી. કારણ કે કદાચ તે માફ કરે. ખુદા રહેમ રહેમી છે.
કોઈ મોમનનો ગુન્હો કરવો યાને કોઈ મોમનના માટે કિન્નો રાખવો, યા કોઈની ગીલા કરવી, યા કોઈનો માલ લઈ લેવો, યા કોઈની ઔરત ઉપર બદનઝર કરવી. તેવાઓના માટે મને ઘણી ધાસ્તી છે. માટે તેનાથી તમે પાક રહેજો કારણ કે, તે પારકો હક છે. તે ગુન્હા ખુદા માફ નહિ કરે.
પરાયા હકના ગુન્હા, ખુદા માફ કરે તો તે રહેમ રહેમી ન કહેવાય, ઝાલીમ કહેવાય, માટે તે ગુન્હા ખુદા માફ નહિ કરે.
પરંતુ, જે ઈન્સાનના ગુન્હા કર્યા હોય, તે ઈન્સાન માફ કરે તો માફ થાય, ખુદા માફ નહિ કરે.
કોઈ પણ ઈન્સાનની પાછળ ગીલા કરી હોય અથવા દિલમાં દુશ્મની રાખી હોય તો, કોઈ પણ બહાનાથી તેની પાસે માફી કરાવી લઈ કહેવું કે, મારાથી આવા ગુન્હા થઈ ગયા છે, હું ખુદાથી ડરૂં છું, માટે તું મને માફ કર. એ પ્રમાણે વર્તી, તેની પાસે માફ કરાવી લીઓ.
આખી જિંદગી સુધી અગર કોઈએ સરકાર (ઈમામ)ને એક પૈસો પણ નહિ આપ્યો હોય, તેવા ગુન્હા કરતા કોઈ મોમનનો એક પૈસો ખાધો હોય તો, તે ગુન્હો મોટો છે.
ખુદાનો પૈસો છે તે જુદી બાબત છે. ખુદા રહેમ રહેમી છે. તે કદાચિત માફ કરશે. પણ મોમનનો પૈસો લીધો હશે તો મોમન કદાચ માફ નહિ પણ કરે કારણ કે, તે રહેમ રહેમી નથી.
તમે કોઈ વખત ભુલમાં કોઈનો પૈસો ખાશો તો તમારૂં તેટલું ગોસ્ત ખુદા કાપી લેશે. પારકો પૈસો તે સુવ્વર બરાબર છે.
દશોંદ આઠમો ભાગ બરાબર આપતા રહેજો. તમારા ખેતરમાં જે પાકે તેમાંથી, રાજા પોતાનો ભાગ લઈ જાય પછી, જે બાકી રહે તેમાંથી આઠમો ભાગ આપજો. ઉધડ આપતા નહિ.
પારકા પૈસા લઈ દીનના કામમાં વાપરો એ ઘણું જ ખરાબ છે. કોઈ પરાયાનો માલ ખાઈ જવો એ ઘણું ખરાબ છે.
કોઈ બદકામ કરનાર હોય અથવા તમારા દીનનો વેરી હોય, તેનો પૈસો પણ ખાઈ જવો હરામ છે. આમાંથી તમે ધર્મમાં વાપરશો તેનો કાંઈ પણ ફાયદો નહિ થાય, ઉલ્ટાં ગુન્હા થશે.
કોઈ પરાયાનો માલ ખાઈ જવો તે, મોમન માટે વાજબ નથી.
દીનના દુશ્મનનો પણ માલ નહિ ખાવો.
કોઇનો પૈસો પણ નહિ ખાવો.
દુઆ
હ. ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું :-
બીજી ફરજો ઉપરાંત પ્રથમ તો તમારે ત્રણ વખતની દુઆ કદી પણ ચુકવી નહિ. વખત થયો કે તરત દુઆમાં હાજર થવું.
હંમેશાં દુઆ વખતે જમાતખાનામાં હાજર રહેવું અને ત્યાં જ દુઆ પડવી.
જો જમાતખાનું દુર હોય અને તમને ખાત્રી હોય કે વખતસર ત્યાં પહોંચી નહિ શકાય તે વખતે તમે રસ્તામાં હો તો રસ્તામાં, દુકાને હો તો દુકાને, રેલગાડીમાં હો તો ત્યાં, જ્યાં તમે હો ત્યાં દુઆનો વખત ગુજારી લેવો.
જમાતખાનું દુઆ પડવા માટે છે, માટે તમે હંમેશાં દુઆ પડવા આવો. અગર કોઈ બીમાર હોય તે કારણથી આવી ન શકે, તે કદાચ ન આવે, પણ બાકીના બધા દુઆ વખતે સાંજે જમાતખાનામાં આવો.
મગરિબ વખતે દુઆ પડવામાં તમને કાંઈ નુકશાન કે અડચણ નથી. દુનિયાનો ધંધો કરવાનો એ વખત નથી, તથા બીજી કોઈ અડચણ નથી.
મગરિબ વખતે દુઆ પડવા નહિ આવો તો શું જવાબ આપશો ? જમાતખાનામાં આવીને દુઆ પડો તેમાં ઘણું જ સારૂ છે. આનો ફાયદો દુનિયા તથા આખરતમાં ઘણો જ છે.
મોમનને લાજમ તથા વાજબ છે કે, મગરિબ વખતે હંમેશાં દુઆ પડવા હાજર થાય.
જેઓ મગરબ ટાણે દુઆ પડવા નથી આવતા, તેઓ પોતા ઉપર જુલમ કરે છે.
દુઆ જમાત સાથે પડો. ઘરે પડવાથી કાંઈ ફાયદો નથી
દુઆ ઘરે પડવાથી ભુલી જશો; ભુલી જશો તો હેવાન થશો, હકીક્તને નહિ પહોંચો.
જમાતખાનામાં દુઆ પડવા નહિ જાઓ તો આસ્તે આસ્તે ભૂલી જશો અને અસલ હેવાનની સાથે જઈ મળશો.
એક મોમન માણસ હોય તે એવો ખ્યાલ કરે કે, હું આજે જમાતખાનામાં નહિ જઈશ તેના બદલે કાલે જઈશ. વળી કાલ થાય તારે એવો ખ્યાલ કરે કે, હવે આજ તો નહિ કાલે જઈશ. આ પ્રમાણે તે સુસ્તી કરશે તો સુસ્તી કરવાની તેને આદત થઈ જશે. અને આસ્તે આસ્તે તેનું ઈમાન ઓછું થઈ જશે. એમ કરતા કરતા આખરે તેનું સઘળું ઈમાન જતું રહેશે.
આવી સુસ્તી મોમનને થઈ તેનું કારણ શું ? કારણ એ છે કે શેતાન તેની પુઠે લાગેલો હોય છે તે તેને સુસ્તી કરાવે છે અને કાંઈ પણ સારૂં કામ કરવા આપતો નથી.
તમને ઈલમ ગીનાન આવડતા હશે, માએના પણ આવડતી હશે, પણ જો તમે હંમેશાં જમાતખાનામાં નહિ આવો તો કોઈ ચીજ તમને ફાયદો કરશે નહિ. આ મોટી નસિહત છે.
તમે ઘણા નશીબવાળા છો કે, સવારે જમાતખાને આવો છો અને અમારા દિદાર કરો છો.
અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે.
ફરમાન ધ્યાનમાં નહિ લીયે તે મુર્ખ નાદાન છે.
નાદાન દીનનો દુશ્મન છે.
જેઓ મુનાફક છે તેઓ અમારા ફરમાનને કાન આપતા નથી.
અમારા ફરમાન ઉપર ચાલે છે તેજ અમારા ખરાં મોમન છે.
અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે.
જેઓ જમાતખાને નથી આવતા તેઓને ઈમાન નથી, એ શક વગરની વાત છે, માટે તમે હંમેશાં જમાતખાને આવવાની આદત રાખો. અમારા આ ફરમાનો કાનેથી સાંભળી, મગજમાં ખુબ યાદ રાખો. ખાનાવાદાન.
દુઆ પડવાની અને જમાતખાને આવવાની આદત છોડી દેશો તો ઈમાન ચાલ્યું જશે.
મિશનરીઓ
હઝરત ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું :–
મિશનરીઓ તમોને વાએજ સંભળાવવા આવે ત્યારે, તમે હાજર રહીને સાંભળજો.
અગર કોઈ મિશનરીની માએના તમોને ઠીક ન લાગે અને તેની ભુલ જણાય તો, માએના વખતે તેને અટકાવતા નહિ, પણ તમોને ઠીક ન લાગે તો, બીજે દિવસે વાએજ કરવાની મના કરવી.
જો કે મિશનરીઓની ઘણી જરૂર છે અને ગામોગામ જઈ બોધ કરવો જોઈએ, પણ તેવા ભગતો હોવા તો જોઈએ ? !
મિશનરીઓને જે મિજલસોમાં તેડાવ્યા હોય ત્યાંજ જાય, એ મિશનરીઓનું કામ નથી, એ તો મહેમાન માફક થયું.
મિશનરીઓએ દુનિયા તથા ઈજ્જત (માનપાન) ઉપરથી હાથ ઉપાડી લેવો જોઈએ.
જે મિશનરીઓ ઈજ્જત આબરૂ સાથે તેડું આવે તો જવું, એવો ખ્યાલ રાખતા હોય, તેમણે મિશનરીના કામ ઉપરથી હાથ ઉપાડી લેવો જોઈએ.
પાદરી, સાધુ, દરવેશ વિગેરે જે મિશનરીઓ છે, તેઓને કોઈ ગાળો ભાંડે છે. અથવા પથ્થર મારે છે. તો પણ સહનશીલતાથી ખમી લઈને ખુલ્લી રીતે બજારોમાં પોતાની વાએજો કરે છે.
જ્યાં પાંચ, દશ અથવા વીસ ઘર હોય ત્યા મિશનરીઓએ વગર બોલાવે જવું જોઈએ. વર્ષમાં છ માસ લગી વાએજ માટે તેઓએ ગામોગામ ફરતાં રહેવું જોઈએ.
મિશનરીઓએ જમાતખાના સિવાય, બીજે ક્યાંયે ઉતારો કરવો નહીં.
લોકો વાએજ સાંભળે અથવા ન સાંભળે, તો પણ મિશનરી પોતાની ફરજ પ્રમાણે વાએજ કર્યા જાય. આવી રીતે વર્તનાર ખરા મિશનરી છે. તે સિવાય બીજાઓ મિશનરીનું ખોટું નામ ધારણ કરે છે.
મિશનરીઓને લોકો જાણે પણ નહિ, તો તેઓ કઈ જાતના મિશનરીઓ છે ? આવું ખોટું નામ ધારણ કરનાર મિશનરીઓ ન હોય તો વધારે સારૂં.
દરેક માણસ પાસે જઈ તેને દીનમાં મજબુત કરવાનો બોજો મિશનરીઓ ઉપર છે.
તમને ઈલમ ગીનાન આવડતા હશે, માએના પણ આવડતી હશે, પણ જો તમે હમેશાં જમાતખાનામાં નહિ આવો તો કોઈ ચીજ તમને ફાયદો કરશે નહિ. આ મોટી નસિહત છે.
ઈમાની માણસોની ફરજ છે કે, પોતાના દોસ્તો તથા કુટુંબ કબીલાને દીનનું શિક્ષણ આપતા રહે.
જેઓને કુરઆન શિખવાની ઈચ્છા હોય, તેઓ કુરઆનનો હકીકી અર્થ જાણનાર પાસેથી શિખે. આ પ્રમાણે શિખવાથી તેની ખરી માયના શું છે તે ખબર પડશે.
કિતાબ મૌલાના રૂમ અને કિતાબ શાહ શમ્સ તબ્રેઝની પડશો તો તમને ખબર પડશે કે કયો રસ્તો સારો છે.
જેઓને ઈલમની ખબર નથી, તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો.
તમે હકની વાત જાણતા હશો, છતાં બીજાને નહિ કહો તો તમને ગુન્હા થશે.
અમારા ફરમાન પ્રમાણે ચાલે છે તેજ અમારા ખરા મોમન છે.
માસ્તર હુશિયાર હોવો જોઈએ, તેમ રૂહાની ઈલમથી પણ વાકેફગાર હોવો જોઈએ.
યા અલી મદદ