૧૦૦૦ પવિત્ર ફરમાન મુબારક
રેકોર્ડીંગ - ૧૧
રેકોર્ડીંગ - ૧૧
ગીનાન
આશાજી મારગ ચોકખો મલી કરી ચાલો,
ઈસ માંહે અંધેરા નાહીં લગારજી;
અંજવાળામાંહે જે અંધારૂં કરશે,
તે જાશે નરગ દુઆર. અલી...
આશાજી જનમ ખોટા તે જીવ કહીએ,
જે ગીનાન વિચારી નહીં ચાલેજી;
તે જીવ માનખા જનમ જ હોશે,
પણ હોશે તે ઢોર પરમાણ. અલી...
*****
એજી જે સતપંથ લઈ ઓસરી ગયા,
અને ગુર પીરને દેવરાવશે ગાળ,
તેનું મુખ દીઠે બ્રહ્મ હત્યા ઉપજે,
તે તો પડશે દોઝખની જાળ.
કલજુગ સંધે એવા જીવ થાયસે,
પોતે ડુબસે અને બીજાને ડુબાવસે,
અર્થનો અનર્થ કરીને ઠેરાવસે,
અને સતગુરના વચન ઉથાપસે તેનીવાર.
===============
કલામે મૌલા
ગુમરાહકું ગુમરાહીમેં છોડો,
ઉસકા નહીં કુછ ઈલાજ;
જીસકું ખુદાને ગુમરાહ કીયા,
વએ રાહ ન પાવે બાજ.
આંખાં અંધી ઈલાજ કરે,
તો ચંગી હોવે જાન;
પણ જીસકા સીના અંધા ઈલાજ નહીં,
જો ફીર કર આવે લુકમાન.
===============
** કલામે મૌલા**
દુનીયા ઘર માતમકા,
જીસે દેખો સો રોતા હએ ઝારો ઝાર;
ગફલતકા ડટા કાનુસે કાઢો,
તો સુનો ક્યસી પડી હએ પુકાર.
કાઠ શીર કરવત ફીરે પથ્થર ટાંકે,
એ દોએ કયસા કરતે હએ શોર;
બહેતે પાનીમેં અવાજ ક્યસા,
ઉમરોહી વહી જાતી સો રોતી હુએ ઝોર.
ભુલા વએ જે કોઈ દુનિયા રીઝા,
જીયું પ્યાસા દેખે વેલા ધુપ;
કે જંગલ સારા ભરા હએ પાની,
એ તો ઘુલ દીસે હએ પાની રૂપ.
દુનીયા સબ ધુલ હએ,
દુનીયા માલ ગાડો વએબી હએ ધુલ;
ઈસ ધુલકું તું સોના રૂપા માણેક દેખે,
એ તુમારે દેખનેમેં પડી હય ભુલ.
જીને આપ માલ ખઝાના કીઆ,
ઓર અપની દોલત આપે નહીં ચાખી;
વએ હાથ ઘસંતા આપ ઉઠ જાવે,
જીયું મધ ન ખાયા માખી.
હાથ ઘસંતી દેખો માખી,
ચેતો ભાઈ દુનીયા સંગ ન આવે;
તીયું આકબત કમાઈ કીયું નહીં કરતા,
મુરખ આપ જનમ તું કીયું ગમાવે.
પાનીકી પીયાસ સે,
માલકી પીયાસ જાનો હોવે સખત;
માલકી પીયાસ ન ઘડી એક બુજે,
પાનીકી પીયાસ હોવે કોઈ વખત.
જીસકું પીયાસ માલકી હુઈ,
ઉને પીયાસમેં ખોઈ સારી ઉંમર;
કબી નહીં પેટ ઉસકા ભરે,
જો સબ માલ પાવે જેતા હુએ દુનીયા ભીતર.
દુનીયા બેચ યે ફાની હયે,
ઓર મુલ લે આકબત કામ;
દુનીયા તેરે સંગ ન રહેસી,
ખુબ આકબત મુકામ.
દુનીયા દિન ચાર હએ,
ચેત તું છોડ જાયસી;
ઈસે બેચ આકબત બસાએ લે,
વએ તુજ કામ આયસી.
દુનીયાકી ન્યામતું સે,
ખુબ સવાબ આકબત કેરા;
આકબત સદા બાકી રહેસી,
દુનીયા ફના હોવે સવેરા.
જો તુજે ખુદાને અકકલ દીઆ,
તો દુનીયાકું ન કર પ્યાર;
કે જો ઠામ છોડના વાંહા ઘર કરે,
એસા કામ કરે ગેમાર.
દુનીયા દેખો જાવે ચલી,
યેહ હએ દો દિનકી બહાર;
શાહ ગધા ઓર અદના આલા,
નહીં કીસીકું ઈસમેં કરાર.
ચેત સમાલો મોમનભાઈ,
જબ લગ નહીં આએ ખીઝાકે આસાર;
તબ લગ પાની સીંચો નેક બંદગીકા,
તો તેરી જીંદગીકા બાગ
સદા રહે ગુલઝાર.
ગુમરાહ હુઆ વએ,
જીને દીનસે દુનીયાકું અદકા ચાહયા;
કે દુનીયા કામ કરતે,
જીને દીનકા સો કામ ગમાયા.
પહેલા તુજે દુનીયા સીરજીયા,
કે આકબત કારણ કરે કમાઈ;
તો વએ સહી ગુમરાહ હુઆ,
જીને દુનીયા કારણ આકબત ગમાઈ.
ગુમરાહકું ગુમરાહીમેં છોડો,
ઉસકા નહીં કુછ ઈલાજ;
જીસકું ખુદાને ગુમરાહ કિયા,
વએ રાહ ન પાવે બાજ.
આંખાં અંધી ઈલાજ કરે,
તો ચંગી હોવે જાન;
પણ જીસકા સીના અંધા ઈલાજ નહીં,
જો ફીર કર આવે લુકમાન.
ખુશી ને આરામ ચાહો તો,
આરામ વાંહાં જાહાં નહીં ડર;
દુનીયામેં તો બોહોત કસાલા,
આરામ કહાં હએ ઈસ દુનીયા ભીતર.
એક દિન ખુશીસેં ઢોલ બજાયા,
દુજે દીન કોઈ મુઆ હુઆ ગમ;
ભલી ખુશીઆલી આકબત કેરી,
દિનદિન અદકી હોયસી ન હોયસી કમ.
દુનીયા લોક કહે પેટ ધંધા લાગા,
કબ બએઠે હમ ખુદાએકે ગએલ;
મઉલા ફરમાવે જો વેલા ધંધા નહીં,
રબકું સંભારો બીચ અંધેરી લએલ.
સબ દિન પીછે રાત હએ,
દિનકું કરો આપ કમાઈ ધંધા;
રાતકું બએઠો આરામસે,
જંપો ઉસકું જીસકા હએ તું બંદા.
મએરાજ ખુદાકા રસુલ પાયા,
જીને સબ રાત કીતી હક બંદગી;
સો મએરાજ મોમીનકું હોવે,
જો દિલસે નીકાલે સબ દુનીયા ગંદકી.
રાતકુ જાગે એક ધીઆનસું,
પયરવી રસુલકી કરે કીરદાર;
તો ઉસ મોમનકું મએરાજ હોવે,
અપને રબકા દિદાર.
રએન મરતબા બહોત હએ,
સબ ખલકત પાવે આરામ;
પીર પયગમ્બર વલી ઓલીઆ,
રાત બંદગીસે સબ પાએ નામ.
મએરાજ રસુલ બી રાતમેં પાયા,
આશક વસ્લ પાવે માશુક;
જો તું સચ્ચા આશક હય,
તો રએન બંદગીસે મત ચુક.
સબ દીલ મીને લગન હએ,
પણ ભલા દીલ વએ
જીસ દીલ હએ લગન કીરતાર;
ઓર લગનમેં પડા સો ડુબા,
રબકી લગન ભલી જો ઉતારે પાર.
લગન બીના કોઈ દીલ ખાલી નહીં,
બીન લગન તો દીલ રહે ઉદાસ;
સાચે સાંહીસું જો લગન બાંધો,
તો ઝીકર કરો સાસ ઉસાસ.
મોમનકે મોંહો ઉપર નુર અદકેરા,
જો બીચ રાત ઉઠ કરે કમાઈ;
રાતકી બંદગી દિનમેં દીસે,
કે કરનહારકે મોંહો ઉપર હોવે રોશનાઈ.
કીયામતકે દિન કોઈ મોંહો કાલે,
કોઈ મોંહો હોવે સફેદ;
વએ જીને રાતમેં બંદગી કીતી,
સાચે સીદકસે ઉને પાઈ ઉમેદ.
** સલોકો **
પીર શમ્સ અને પીર સદરદીન
સતગુર કહેરે નામ લિયા સો અતિ ઘણા,
પણ પ્રેમ પીડા ન લાય;
એ તો ધુળી ઉપર લીંપણા,
જેમ ફૂટા મંડલ બજાયરે.
સતગુર કહેરે પિયું પિયું કરતાં જો પિયુ મીલે,
અને સીર ઉપર ભરિયા ભાર;
જો મન ખેલે મોકળા,
તો ભાંગી નાવ ન હોવે પારરે.
સતગુર કહેરે સતી થઈ તો કીયુ રહી,
જો ન જલી પિયુજીકે લાય;
જા જા ન મૂઈ દોલડી,
પ્રેમ લાજ ન માંહેરે.
સતગુર કહેરે સીતા કારણ દુઃખ સહીયા,
દસ સીર દીયા કટાય;
પણ સચે સુરીજન કેરે કારણે,
એક સીર દીયો નવ જાયરે.
સતગુર કહેરે બોલે બોલે લીજીયે,
અને પિયુંને પીછાણ;
સીર સાટે જો પિયુ મીલે,
તોએ સોંઘા જાણરે.
સતગુર કહેરે સીર સાટા તો કીજીયે,
જો પિયુજી બીકાતા હોવે હાટ;
તો એક ક્ષણ વિલંબ ન કીજીયે,
સર હાથે દીજે કાટરે.
સતગુર કહેર સીર દીયા તો કયા હુઆ,
જો રદેહ ન ભીના જાણ;
કટકા કરે કાયા તણા,
તોય અજંપિયા જાય વિના કુડા કામરે.
સતગુર કહેરે સીર સાટા જો કીજીએ,
તો રહેણી જગાઈએ આપ;
જીવ લગાઈએ ઝીકરસું,
તો સાચા સુરિજન પાસરે.
સતગુર કહેરે અમારી પોકાર જે સાંભળે,
અને સાંભળે એકાંતે જાણ;
તે પાંચ હત્યાથી અલગા રહેવે,
ભાઈ તે માંહે અમારૂ ઠામરે.
સતગુર કહેરે અમે આવી તે માંહે બેસીયે,
અને બોતેર કોઠા માંહે થાય અવાજ;
રહેણી જાય તેની જાગતા,
ત્યાં ૨ચના ગિનાનની થાયરે.
સતગુર કહેરે અજંપિયા જાપ તેને ઘટ વસે,
અને કાયા માંહે થાય જંત્રીનો અવાજ;
ત્યાં બોત્તેર કોઠામાં તાલ તંબલ વાજે,
તેની ઘાત જાણે વિરલા કોઈ રે.
સતગુર કહેરે તે જીવની જીભ અમ તણી,
અને વસે તે આ સંસારજ માંહે;
તેને બંધ બંધાણા અમ તણા,
તેની ઘાત જાણે કોઈ રે.
સતગુર કહેરે નાવ કીજે અલીકે નામકી,
અને માંહે સાચા ભરિયે ભાર;
પવન જો ચાલે પ્રેમકા,
તો સતગુર ઉતારે પારરે.
સતગુર કહેરે પ્રીત પીઆની દોહેલી,
અને પ્રેમ પીડા હએ સુલ;
એ કનક કસોટી આપકું,
તો ચઉદા પાવે મુલરે.
સતગુર કહેરે ઈશ્ક વાડીમાં ન નીપજે,
અને ઈશ્ક હાટે ન વેચાય;
ઈશ્ક તો હયડા માંહે નીપજે,
તે હયડું કોરી ખાયરે.
સતગુર કહેરે પ્રેમ રસ અતિ રસ મીઠડા.
અને જે કોઈ દેખે ચાખ;
સ્વાદ જો પાવે સીર લગી,
તેનું હયડુ દેવે સાંખરે.
સતગુર કહેરે સોના વેચી સાજન લીજીયે,
અને મોતી કેરે મૂલ;
વે સાજન કેમ છોડિયે,
ભાઈ લોકા કેરે બોલરે.
સતગુર કહેરે જેને કલેજે બાણ લાગાં નેહ તણાં,
તેની દ્રષ્ટિ કેમ અવર જાય;
તેનું પિંડ ચાલે મીરત લોકમાં,
તેની સુરતી આકાશે જાયરે.
સતગુર કહેરે મીઠી દુનિયા સરવે દૂર કરો,
અને માયામાં ન લાવો જીવ;
જનમ ગમાઈએ પ્રેમસું,
તો પામીએ સાચા પીવરે.
સતગુર કહેરે માનખા અવતાર તું પામિયો,
પણ કાંઈ ન જાણ્યો મુગતીનો ભેદ;
માણક મોટો શું થયો,
જો અંતર ન પડયો છેદરે.
સતગુર કહેરે દિદાર અમારો દોએલો,
અને રાતે જાગો લોક;
નિંદ્રા તેને શું કરે,
જે રાખે મૌલા સું હેતરે.
સતગુર કહેરે દીલમાંહે દેવલ પુજીએ,
અને દીલમાંહે દેવ દુવાર;
દીલમાંહે મૌલા આપે વસે
અને દીલમાંહે આપે દીદાર રે.
સતગુર કહેરે જીસ ઘટ ઈમાન પરગટિયા,
તીસથી ગફલત હોવે દૂર;
તીયાં અંધારા શું કરે,
જીયાં સતગુર કેરા નૂરરે.
સતગુર કહેરે દીદાર અમારો દોયલો,
તે માંહે ઘાટીઉં છે અપાર;
એક એક ઘાટી માંહે સોળ સોળ ચોક છે,
તે બીન ખમિયા ન આવે હાથરે.
સતગુર કહેરે પાંચ તંતવમાં સરદાર છે,
ભાઈ તેનું ખમિયા નામ;
જે ખમિયા રાખે દેહીમાં,
તેને ત્યાં સહુ ઉઠી કરે સલામરે.
સતગુર કહેરે ભલકા વાગે ભાવકા.
અને પડે પ્રેમકે ઘાવ;
જો પીડા હોવે પ્રેમકી,
તો નઈણે નિંદ ન આયરે.
સતગુર કહેરે નિંદ બીચારી કયા કરે,
જો બંદા હોય હુશિયાર;
પિયું પિયું કરતાં રહેણી ગુમાવે,
પછી હોવે પ્રભાતરે.
સતગુર કહેર નિંદ્રા તો જમની દાસી જાણીયે.
અને કાયા કસીએ આપ;
પોતાની હકની કમાઈ કરીને ખાઈયે,
ભાઈ તો નિંદ્રા ન આવે પાસેરે.
યા અલી મદદ