૧૦૦૦ પવિત્ર ફરમાન મુબારક
રેકોર્ડીંગ - ૧૨
રેકોર્ડીંગ - ૧૨
**બુજ નિરંજન**
અતિ અચરત કહું એક પહેલી,
જીસથી હાવે વાટ સોહેલી.
પીયુ છાના કયું પ્રગટ આયા,
કોન કોન પીયા ભેખ ફિરાયા.
લા થી ઉન ઝાત કહાવે,
જાં કી બાત કહી નહીં જાવે.
ડુબકી લે લે ગોથા ખાવે,
પીર પયગમ્બર તો નહીં પાવે.
મહા અગમ સમુંદ્ર કહાવે,
જા કો પાર કોઈ ન પાવે.
જો ઈસ સમુંદ્રમાં ડુબકી ખાવે,
મરજીવા હોએ સો માણક લાવે.
ડુબકી લે લે જનમ ગમાવે,
વાં કો થાગ કબહુ પાવે.
રે તું હી
મારા સાચા સાંહીયા પીયુજી તુંહીં,
નિરાલા નિરંજન કહીએ;
નિરાલી કહીએ કુછ બાત રે;
ગુંગે સપના પાએઆ,
સમજ સમજ પછતાય રે.
===============
*** બ્રહ્મ પ્રકાશ ***
[પીર શમ્શુદીન]
સત શબ્દ હય અલી હમારા
તાંકો લખે નયો સંસારા;
સત શબ્દકા કરો વિચારા
પીરશાહ કહોજી વારંવારા;
પ્રથમ ધ્યાન રસનાચું કીજે
નિશદીન પીરશાહ પીરશાહ ભણીજે;
તીન માસ રસના બીચ રહયા
પીછે નામ બ્રહ્મસો કહયા;
નામ લેતા ભયા પ્રેમ પ્રકાશા
તબ ઉપજયા મન વિશ્વાસા;
કહો પ્રેમ લક્ષ કેસા રે ભાઈ
ગુપ્ત ભેદ કહુ પ્રગટ બતાઈ;
ગદ ગદ લહેરી પ્રેમકી ઉઠે
તાં બીચ ધારા શીરી મુખકી છુટે;
હોત ગલગલી સુખમે આગાહી
તાં બીચ મનવા રહ્યા સમાઈ;
ચલે ત્રટ જહાં પ્રેમકી ધારા
પિવત પ્રેમ હોવત મતવાલા;
છકી કર બકીયા અન ભય બાની
દુર પહોંચેકી યેહી નિશાની;
બ્રહ્મ સુખકી ક્યા કહું વડાઈ
મહીમા અધીક કહી નવ જાઈ;
કહો અરૂ લોક કેસારે ભાઈ
વહાંકી મહીમાં કહી ન જાય;
અખંડ શબ્દ ખંડત ન હોઈ
નિશદિન રહેત સુરતમે સોઈ;
અમર શબ્દ મરે નહિ જાહીં
રહી સુરત તાં બીચ સમાઈ;
અજર શબ્દ ધ્યાનમું જરીઆ
સહેજેહી કામ મુક્તિકા સરીઆ;
અખર શબ્દ કબહુ નહિ ખરેઆ
મીલી કરી બ્રહ્મ અખર હોઈ રહ્યા;
શબ્દ અકાલ કાલ જહાં નાહિ
નિશદિન રહેત સુરતી તહાં માંહી;
શબ્દ અખંડ ધ્યાનસુ દેખા
આવા ગમણકા મીટીઆ લેખા;
શબ્દ અલેખ જુગતીસું લીખીયા
જહાં ફલ સુરતી મુક્તિકા ચખીયા;
શબ્દ અડોલ ભવે નહિં ડોલે
શબ્દ અતોલ તાંહી કોણ તોલે;
શબ્દ અપાર પાર કોન પાવે
શબ્દ અથા થા નહિ આવે;
સુરતી શબ્દકા જહાં હય વાસા
જહાં નહિ ધરણી નહિ આકાશા;
સુરતી શબ્દકી ઉનમુની લાગી
જહાં જનમ મરણકી ખડબડ ભાંગી;
જહાં ઈંગલા પીંગલા સુખમણા નાડી
લાગી શબદસું ઉનકી તાળી;
શબ્દકો દેખે દેહ સંજોગા
સુરતી શબ્દકા લેખ ન જોગા;
સુરતી શબ્દકી ગાંઠી ગુલાઈ
જયું જલમેં જલ દીયા મીલાઈ;
એક સમે અબ દેહી છુટે
તોએ સુરતી શબ્દકી ગાંઠી ન તુટે;
શબ્દ નીરંજન નિરાકારા
જીસને ફીર અંજન નહિ ધારા;
જીસ અંજન ધારા નહિ કરતા
કરતા સો અંજન નહિ ધરતા.
===============
** ઝીકર જાપ (ઈબાદત) **
સુરીજન સાર તો જા કરસી,
જીકરૂં લેકર દીલમાંહે ધરસી;
નીશદીન જંપીએ શાહ કા નામ,
તેમ તેમ દીલ આવે ઠામ;
હયાત દીલકી જીકરૂં પાવે,
જીકરે નેહડા અદકા વાદે;
જપણી કમ મ કરજો રે કોઈ,
તો જા દીલ તેરા જીંદા હોઈ;
રસુલે આખી એહી જ ગાલી,
દીલ ઠામ ન આવે જીકરૂં ટાલી.
રે તુંહી...
જીકર જીસે હય પીયાકી,
ભાઈ દીલકી દારૂ એહરે.
જીંદા હોવે દીલ માંહેથી,
અને અદકા વાદે નેહરે.
===============
** રૂહાની ઈશ્ક**
નેહકે મીંદર જો જા પડીયા,
તો રોમે રોમે તીસે દુઃખડા જડીઆ;
તન, મન, ધન પીઆકા જાણે,
આપસ માંહે પીયા દેખ પીછાણે;
પીયાકી પ્રીત જીસ મન ભાવે,
સો સબ જાએ અગન જલાવે;
ઔર સો સારે સુખસું સોવે,
પ્રેમુંમા તો એ ટપ ટપ રોવે;
ઔર સો હંસા બાજી બુઝે.
વિરેહ વઈરાગીકું સબ કુછ સૂઝે.
રે તુહીં...
સીર સાટા જે કરે,
સો ખેલે પ્રેમજ ખેલરે;
જીવ ગમાવે આપણા
અને સતસું બાંધે નેહરે.
===============
** જુદાઈનો ફીરાગ**
જીસકું પીયા કી વિરેહજ હોવે,
સો કયું જાકર રોટી મોહોવે;
ઉસકું તપતે રેહેણી જાવે,
સુખસું નીંદ તીસે કેસી આવે;
ઉસ દોહાગણકી ફૂટી છાતી,
શાહ બીસારી જે નીંદજ માતી;
જુઠ બીસારો તો નીંદ ન આવે,
સાચ કારણ સબ જુઠ ગમાવે;
જીસકું પીયુકા બીછોડા હોવે,
સો કયું જાકર સુખસું સોવે.
રે તુંહી...
જીસે બીછોડા પીયુકા,
તીસે નીંદ ન આવે રાતરે;
જીવ ગમાવે આપણા,
ઝીકર કરે દીન રાતરે.
===============