Ilm Majalis Logo

ILM MAJALIS

૧૦૦૦ પવિત્ર ફરમાન મુબારક

રેકોર્ડીંગ - ૧૩

રેકોર્ડીંગ - ૧૩

0:000:00

        ગીનાન (ગરબી)
            [પીર શમસ]

તમે લણી લેજો લુણવા કાજ કે,
અહોનીશ જાગજોરે લોલ.

તમે અમીરસ પીજો દીન ને રાત કે,
નુર નુરાનીયારે લોલ.

જાંકી સુરતી લાગી ભરમંડ કે,
નુર માંહે ખેલજો રે લોલ.

માંહે વરસે અમરત નુર કે,
કુદરતી ખેલજોરે લોલ.

અનહદ વાજા વાજે સાર કે,
નીત સોહંગ ઉઠે રે લોલ.

જાંકી સુરતી લાગી ભરમંડ કે,
નુરમાંહે ખેલજો રે લોલ.

ભરમંડ આખો કરજો હાથ કે,
જ્યાં રવી ચમકાર છે રે લોલ.

સીર આલ્યાથી આવે હાથ કે,
તોય સોંઘો જાણજો રે લોલ.

એવા ફરી ફરી જનમો કાંય દુનિયા માંહે,
કે ફેરા શું ફરોરે લોલ.

==============

          ગીનાન

એજી ભાઈઓ ભરમે ન ભૂલીએ,
વીરા નવ ભૂલીએ;
સમજો સતગુરની વાણ,
કાયા કેરો જુંપડો,
કાયા મડોરે મસાણ. ભાઈઓ....૧

એજી કાયા ગંદીને ગોબરી,
કાયા મેલી સદાએ;
કાયા વણસે ને સડે,
કાયા ભુંડી ગંધાએ. ભાઈઓ...૨

એજી મળ મૂત્ર માંહે ભરીઓ,
દહાડે ઉઠે દુર્ગંધ;
ઉપર આલીઓ ચામડો,
માંહે છે નસ જાળીના બંધ. ભાઈઓ...૩

એજી શુકર કહીએ તાતનું,
શોણીત માતાની હોએ;
ઉપજ એની વિચારતા,
આવે ઉકળાટો જોઈ. ભાઈઓ...૪

એજી તેને તું ધોઈશ કેમ કરી,
કાંઈ શુધ નવ થાએ;
નવ દુવાર નિત ચુવે,
માંહે નરગ ભરાએ. ભાઈઓ...૫

એજી કાયા લુલી બહેરી પાંગળી,
કોઢી કુશટીને અંધ;
નુર સતગુર બોલીઆ,
દેહીનો એવો સંબધ. ભાઈઓ..૬

એજી પડી રહે તો કીડા પડે,
બાળી રાખજ થાએ;
નરગ કરીને જો નાખીએ,
તો સહુ જનાવર ખાએ. ભાઈઓ..૭

એજી મુખમાં છે કટકા હાડના,
ઉપર રોમની મુછ;
મનમાં માન ધરે ઘણું,
અમે છીએ કુળના ઉંચ. ભાઈઓ..૮

એજી કુળનું માન કરતા,
રખે ધરતા અભેવ;
કાયા કલેવર કારમી,
દેહીથી અલગો છે દેવ. ભાઈઓ..૯

એજી દેહીને જે "હું હું" કરી માનતા,
તે તો દેખીતા અંધ;
હ્રદયની આંખો નથી ઉઘડીઉં,
તેને લાગો છે ધુંધ. ભાઈઓ..૧૦

એજી બે બે લોચન સર્વને,
વિધ્યા લોચન ત્રણ;
સપત લોચન ધરમના,
જુઓ વિચારી જન. ભાઈઓ.૧૧

એજી લાખ લોચન છે જ્ઞાનના,
જેનું વાર ન પાર;
આતમા તંતવને જે ઓળખે,
તે છે સારમાં સાર. ભાઈઓ..૧૨

એજી તત્વ જ્ઞાની ત્રણ લોકમાં,
સમજે કોઈક સંત;
તેની દ્રષ્ટિ સઘળે ફરે,
તેની આંખુ અનંત. ભાઈઓ..૧૩

એજી ગંદી દેહીથી અલગા રહો,
કાઢી નાખોને કહાર;
જેમ સરપની કાંચલી,
દેહીથી અલગી થાએ.ભાઈઓ.૧૪

એજી ક્યાંની દેહી ક્યાંનો આતમા,
જેનું વાર ન પાર;
ગંદી દેહી અશુધ છે,
આતમા છે શુધ સાર. ભાઈઓ.૧૫

એજી આતમા નિરગુણ બ્રહ્મ છે,
દેહી છે તરલા ને ઘાસ;
નુર સતગુર બોલિયા,
મુનિવર કરજો આતમા અભિયાસ. ભાઈઓ..૧૬

===============

            ** ગીનાન **

એજી બીંદ્રારે વનમાં સુખ ચરેરે ગાવંત્રી,
ચરંતે ચરંતે સીંહલે વશ પડયા.

એજી રહો રહો સીંહલા તુમ મત નાખો હાથ,
હું તો વાછડે કેરી ચુસણીજી.

ખમો ખમો સીંહલા તમે ધામ કરી બેશો,
વચન આલીને ગવરી ચાલીયા.

પહેલે હીંચોલે ગવરી સીમ શેઢે આવી,
બીજે હીંચોલે ગવરી વાડીયે.

ત્રીજે હીંચોલે ગવરી જાંપલે આવી,
ચોથે હીંચાલે ગવરી કોડમાં.

ઉઠો ઉઠો વછડા તુમ દુધ મેરા પીયો,
મેં વાચાકી બાંધી આઈ.

વાચાકી બાંધી માતા દુધ નાહી પીયું,
મેં ચલું તુમારે સાથ.

આગે આગે વછડા ને પીછે ગાવંત્રી,
ભાઈ સીંહલે ઘેર સધારીયા.

એકકુ બુલાયા તો દો ચલકર આયા,
ભાઈ સીંહલે ઘેર વધામણા.

ઉંઠો ઉંઠો સીંહલાજી માંસ મેરા ભરખો,
પીછે ભરખો મોરી માઈ.

એટલીરે સુધ બુધ કોણે તમને દીધી,
કોણે તે તમને બોધીયા.

એટલીરે સુધ બુધ ચંદે સુરજ દીધી,
પીર સદરદીને બોધીયા.

એજી જાઓ જાઓ ગાવંત્રી તુમ મેરી બહેના,
વછડા મેરારે ભાણેજડા.

જાઓ જાઓ ગાવંત્રી ડુંગરને કોરે મોરે,
ખડરે ખાઓ પાણી મોકળા.

ભણે પીર સદરદીન તુમ સુણો મોમન ભાઈ,
આપણો સતપંથ સુધો કરી જાણો.

===============

તીલ એક જો બાહીએ,
પ્રેમજ કેરી જાલરે;
ભસ્મ કરે એક પલમાં,
સ્વર્ગ મૃત પાતાલરે.

===============

તીલ સુખ કારણ તેરી કાયા વટલાણી અબધુ.
દુઃખ દોહેલા મેરૂ સમાનજી.

===============

            ** ગીનાન **

એજી અજંપીયા જાપ વીના મુગતી ન હોય.
એજી અંજપીયા જાપ મુનિવરે જાણેઆ,
લખ ચોરસી જીવના ફેરા ટાળીઆ,
જાપ જંપો વીરા નિશદિન,
ખાલક શબ્દ, ખાલક શબ્દ પીછાણો.

==============

એજી હરદમ ઝીકર કરના,
હકસે સાબત હોના;
તનમન સૂરત શમસા,
જબ એક હોતા હય. ઊઠ...

===============

હો જીરે પ્રાણી કોલ દઈને કલજુગ માંહે આવ્યો,
જીવ જાણે હું તો છૂટો;
લોભ સવારથ કરવાને લાગો,
ને શાહજીસું ચાલ્યો ખોટોરે.

===============

હરદમ જીકર કરના,
સુરત નિરત ઉન પર ઘરના,
પીર શાહકા જાપ જપના,
આઠ પહોર લેલો નહાર.

===============

એ વીરા મારા શાહજીને મલ્યાનું એ છે એંધાણ,
ગીરભા વાસની વાચા પાળો તો છુટો ચારેઈ ખાણ.

===============