Ilm Majalis Logo

ILM MAJALIS

૧૦૦૦ પવિત્ર ફરમાન મુબારક

રેકોર્ડીંગ - ૭

રેકોર્ડીંગ - ૭

0:000:00

ઈબાદત

હ. ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું:-

તમે ઉંઘમાં પડેલા છો તેથી, તોપના અવાજ સંભળાતા નથી. સુતેલા માણસને ઉઠાડવામાં આવે છે તેમ, અમે તમને જગાડીએ છીએ કે, ઉઠો ! ઈબાદતમાં મશગુલ થાઓ, ભુલો નહિ ! ત્રણ વાગાની ઈબાદતમાં ઘણો ફાયદો છે. એક તરફ આખી દુનિયાનો માલ અને બીજી તરફ ઈબાદત એવું ઈબાદતનું જબરૂં વજન છે.

ખુદાને મળવું ઈબાદત ઉપર છે, ઈબાદત ઈમાન ઉપર છે. વળી ઈમાન હાંસલ થવું એ ઈશ્ક ઉપર છે.

ઈશ્ક કેવો હોવો જોઈએ ?

જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરશ્યો પાણી માટે તલબ કરે છે, તેવીજ રીતે રૂહને પણ ઈમામનો ઈશ્ક હોવો જોઈએ. ઈમામના બદન ઉપર નહિ, પરંતુ ઈમામના રૂહ ઉપર ઈશ્ક હોવો જોઇએ.

જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તેજ ખુદા પરસ્ત છે.

ઈન્સાનને લાજમ છે કે ખુદાવંદતઆલાનો ઈશ્ક દિલમાં રાખે.

ઈન્સાન દુનિયાના ઈશ્કમાં કેટલો મુસ્તાક રહે છે અને કેટલી બેકરારી કરે છે ? તે કરતાં પણ હજારો દરજ્જે વધારે ખુદાનો ઈશ્ક રાખવો જોઈએ.

તમે મોમન છો તો ખુદાવંદતઆલા ઉપર આશક થાઓ.

હકીકતીઓનો ઈશ્ક ઔલાદ, સ્ત્રી તથા પૈસા ઉપર નથી હોતો, પરંતું ખુદાવંદતઆલા ઉપર હોય છે.

મોમન જેમ જેમ ખુદાવંદતઆલા ઉપર વધારે અને વધારે મોહબત રાખે છે, તેમ તેમ ખુદાને વધારેને વધારે નજીક થતો જાય છે; તે ખુદાને પ્રત્યક્ષ જુએ છે.

એવી જાતની મહોબત તમે અમારા માટે તમારા દિલમાં રાખો કે, તમારૂં શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય.

જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તેજ ખુદા પરસ્ત છે.

જો ઈશ્ક બરાબર હોય તો, ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે.

તમે ઈમાનની બરાબર સંભાળ રાખજો.

જેમ માણસો પોતાની દોલત સંભાળે છે, તે પ્રમાણે મોમન પોતાના ઈમાનની સંભાળ રાખે છે.

તમે તમારૂં ઈમાન મનસુર જેવુ રાખો.

જુઓ મનસુરને શુળી ઉપર ચડાવવામાં આવ્યો તો પણ તેણે પોતાનું ઈમાન મુક્યું નહિ.

જ્યારે મનસુરને શુળી ઉપર ચડાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું, એ લોહીમાંથી પણ “અનલહક”નો અવાજ નીકળતો હતો. આખરે તેને સળગાવી દેવામાં આવ્યો. આ ઈમાનની નિશાની છે.

ઈમાન અમુલ્ય વસ્તું છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હ. મૌલા મુર્તઝાઅલીને મોમન નુસેરી “અલ્લાહ” કહેતો હતો, તેને ૭૦ વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે “અલી અલ્લાહ" કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે, અને એની ઔલાદ પણ એવી સચ્ચાઈવાળી થશે. આ મોમન અને એની ઔલાદને કયામતમાં પુછાણું નથી. આટલો દરજજો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો.

જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહિ.

જે શખ્સ ઈબાદત નથી કરતો તે હકની રોજી નથી ખાતો અને તેના દિલ ઉપર શેતાન કાબુ કરી તેનું ઈમાન લૂંટી લ્યે છે.

કેટલા દિવસ તમારા દિલને ઈબાદત વગરનું રાખશો.

ઈબાદતનો બોજો ગરીબ તથા પૈસાદાર બન્ને ઉપર સરખો છે.

પૈસા ન હોય તો નહિ આપો પણ ઈબાદત કરો.

જો ઈબાદત નહિ કરો તો જહન્નમમાં જશો અથવા પાછા હેવાન થશો તેમાં શું ફાયદો ?

સલમાન ફારસ પણ તમારા જેવો માણસ હતો. તે પોતાના અસલ મકાને પહોંચ્યો.

તમે પણ ઈબાદત કરી સલમાન ફારસ જેવા થાઓ. તમે ઈબાદત કરો તો પીર સદરદીન જેવા થાઓ

તમારે તમારી ઈબાદત છોડી દેવી જોઈએ નહિ. 

જો કદાચ તમે બીમારીના બીછાના પર પડ્યા હો, તો પણ ઈબાદત છોડતા નહિ. 

જ્યાં સુધી તમારા તનમાં પ્રાણ છે ત્યાં સુધી તમારી ઈબાદત છોડતા નહિ.

ખુદાવંદતઆલાની ઈબાદત કરતી વખતે દુનિયાનો કોઈ પણ ખ્યાલ દિલમાં રાખશો નહિ.

ઈન્સાન તે છે, જે ઉપર જવાની ઉમેદ રાખે છે. તે સિવાય આ દુનિયામાં ઈન્સાન માત્ર જનાવર મિસાલ છે.

જેઓ ઉપર જવાની ઉમેદ ધરાવે છે તેઓ ઉપર પહોંચવા માટે બંદગી વધારે કરે છે અને મહોબત પણ વધારે કરે છે.

હંમેશા ખુદાની ઈબાદત કરજો.

હરપળ, હર સાયત ખુદાને યાદ કરવા જોઈએ.

અગર તમે ભુલી ગયા હો, અને ગાફલ થઈ ગયા હો, તો અમે તમને યાદ અપાવીએ છીએ.

     દુનિયામાં ઈબાદત કરવાવાળા...

હઝરત ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું:—

દુનિયામાં ઈબાદત કરવાવાળા ઘણા ઓછા છે. ઈબાદત નહિ કરવા માટે પુછાણું લેવાશે.

માણસો પૈસામાં ગુલતાન થઈ જમાતખાને જતા નથી.

ઘણા ખરા દોલત ઝાઝી માંગે છે, પણ જમાતખાને ઓછા જાય છે.

ઈન્સાફથી જવાબ આપો કે, તમે ઔલાદ માંગો છો અને જમાતખાનાથી મોહબ્બત કેમ કરતા નથી ?

તમે દૌલતને ઈબાદતથી પણ વધારે ચાહો છો !

જ્યારે નફસા નફસી થશે ત્યારે, ઔલાદ, દૌલત કાંઈ પણ કામ નહિ આવે. ઈબાદત કામ આવશે.

કયામતના દિવસે જહન્નમમાં એવા લોકોને નાખવામાં આવશે કે જેઓએ ઈબાદત બંદગી કરી નહિ હોય.

કેટલા દિવસ તમારા દિલને ઈબાદત વગરનું રાખશો.

ઈબાદતનો બોજો ગરીબ તથા પૈસાદાર સર્વેના ઉપર સરખો છે.

પૈસા ન હોય તો નહિ આપો પણ ઈબાદત કરો.

જો ઈબાદત નહિ કરો તો જહન્નમમાં જશો અથવા પાછા હેવાન થશો તેમાં શું ફાયદો ?

તમારે તમારી ઈબાદત છોડી દેવી જોઈએ નહિ.

જો કદાચ તમે બીમારીના બીછાના પર પડ્યા હો, તોપણ ઈબાદત છોડતા નહિ.

જ્યાં સુધી તમારા તનમાં પ્રાણ છે ત્યાં સુધી તમારી ઈબાદત છોડતા નહિ.

જે શખ્સ ઈબાદત નથી કરતો તે હકની રોજી નથી ખાતો અને તેના દિલ ઉપર શેતાન કાબુ કરી તેનું ઈમાન લુંટી લ્યે છે.

જેનું ઈમાન ગયું તેનું બધું ગયુ જેનું ઈમાન સલામત રહયું તેનું સઘળું સલામત રહ્યું માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહિ.

સલમાન ફારસ પણ તમારા જેવો એક માણસ હતો. તે પોતાના અસલ મકાને પહોંચ્યો.

તમે પણ ઈબાદત કરી સલમાન ફારસ જેવા થાઓ.

તમે ઈબાદત કરો તો પીર સદરદીન જેવા થાઓ.

લખચોરાસીના ફેરા ફરીને ઈન્સાન થવાનો શું ફાયદો ?

જ્યારે ઈન્સાન થયા તે વખતમાં નહિ ચેત્યા. ગધેડા કુતરા જ રહી ગયા, લખ ચોરાસીમાં પડી હેવાન થયા અને મરી ગયા ત્યારે શું હાંસલ ? મરીને પાછા કુતરા થયા તેમાં શો લાભ ?

તમે ઈન્સાન થયા ત્યારે તમને જન્મ તથા મરણ છે.

ઈન્સાન જન્મ અને મરણની વચમાં ફર્યા કરે તેમાં શું ફાયદો થાય ?

તમારા ખ્યાલ એવા રાખો કે, મરવા પછી તમારો રૂહ અવતાર લઈને પાછો ત્યાંથી નહિ વળે અને પાછા દુનિયામાં અવતાર નહિ લીચે.

સમજદાર ઈન્સાનને મોટી ઉમેદ રાખવી જોઈએ; તે એ છે કે, રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે.

અસલ મકાને પહોંચવા માટે નામર્દીને જડ મુળમાંથી ઉખેડી નાખવી જોઇએ. હિચકારાપણું છોડી દઈને હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય છે.

હિંમતવાળાનો રૂહ જલદીથી દરિયામાં મળી જાય છે.

તમને ઈલમ ગીનાન આવડતા હશે, માએના પણ આવડતી હશે, પણ જો તમે હંમેશાં જમાતખાનામાં નહિ આવો તો કોઈ ચીજ તમને ફાયદો કરશે નહિ. આ મોટી નસિહત છે.

મારા ફરમાન તમારા દિલમાં ઘડ બેસે છે કે નહિ ? હું મુશ્કીલ સમજું છું. 

અમારા ફરમાન તમને સખત લાગે છે અને મુશ્કીલ માલમ પડે છે, પણ અમારી ફરજ છે કે તમને ફરમાન કરીયે.

અમારા ફરમાન એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નહિ નાખતા.

ફરમાન ધ્યાનમાં નહિ લીએ તે મુર્ખ નાદાન છે.

નાદાન દીનનો દુશ્મન છે.

જેઓ મુનાફક છે તેઓ અમારા ફરમાનને કાન આપતા નથી.

ફરમાન ઉપર અમલ નહિ કરશો તો શેતાન થશો. તકબ્બુરી વાળા થશો. 

પહેલા અમારા ફરમાન સાંભળો પછી ગીનાન. અમારા ફરમાન પ્રમાણે ચાલો તો તમને ફાયદો થાય.

તમે જમાતખાનામાં અમારા ફરમાન શા માટે વાંચતા નથી ?

અમારા ફરમાન વાંચવા તથા તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે, તે દીનનો દુશ્મન છે.

અમારા ફરમાનની ખબર તમને આખરતમાં પડશે.

અમારા ફરમાન પ્રમાણે નહિ ચાલશો તો, તમે પરેશાન થશો. ત્યાં લોખંડ તથા આતશના ગુરજ તમારા માથામાં મારવામાં આવશે, ત્યારે તમે ત્યાં પોકાર કરશો અને કહેશો કે, "તૌબા તૌબા" રાત દિવસ ગુરજ માથામાં લાગશે.

તમે હકની વાત જાણતા હશો, છતાં બીજાને નહિ કહો તો તમને ગુન્હા થશે.

દરેક જમાતની ફરજ છે કે, નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહે.

રૂહાની તથા જીસ્માની દીનમાં કેટલો બધો ફરક છે ? તે મુખી કામડીયા બચ્ચાંઓને નહિ સમજાવે અને નાનપણમાં તેઓની રૂહાનીને નસિહતના બોલ નહિ લાગે તો જીસ્માની દીન બચ્ચાંઓના ધ્યાનમાં બેસી જશે.

અમારી દુઆ તો જેઓ હિંમતવાળા છે, તેઓને જ કામ આવે છે.

હિંમતવાળાનો રૂહ જલદીથી દરિયામાં મળી જાય છે.

અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે.

અમારા ફરમાન પ્રમાણે ચાલે છે. તેજ અમારા ખરા મોમન છે.

જે ફરમાન અમે કર્યા છે તેને જીવતા જાગતા રાખવા તમારા હાથમાં છે. તેને તમે લખો. વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય, તેમ નહિ કરો તો તેને મારી નાખ્યા ગણાય.

રોજ ક્યામતના દિવસે એવા લોકોને જહન્નમમાં નાખવામાં આવશે કે જેઓએ ઈબાદત બંદગી કરી નહિ હોય.

                         આમાલ

હ. ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું :-

હાલ તમે ખાક છો, એ ખાકમાંથી તમે પાક થાઓ.

ઈન્સાન કેવી રીતે પાક થાય ? આંખ, કાન, નાક, મોઢું સર્વે પાક થાય ત્યારે રૂહ ઉપર ચડી શકે. 

ઈન્સાનમાંથી ફિરસ્તો થઈ શકાય છે.

પરંતું ઈન્સાનમાંથી ફિરસ્તા થવું તેમાં ઘણી મહેનત છે.

તમે મોમન હો, પણ થોડી કસર હોય, તે કામ ન આવે.

કુતરો જ્યારે કરડે છે ત્યારે તેનું મોઢું બંધ કરવામાં આવે છે, બીજા હેવાનનું મોઢું પણ બંધ કરવામાં આવે છે તેમ, ઈન્સાનનું મોઢું પણ ફરમાનથી બંધ કરવામાં આવે તો બંધ થાય છે.

હકીકતી ઈન્સાન તથા હેવાનનો ફરક એ છે કે, ઈન્સાનનું મોઢું નહિ બાંધો તો પણ તે કરડતો નથી.

હકીકતીનું દિલ કોઈને કરડવાને ચાહતું નથી કારણ કે, તે કરડવાને ખુશી નથી, પણ એવા આખી દુનિયામાં થોડાજ મળી આવશે.

તમારૂં મોઢું ખુલ્લું હોય તો પણ તમારે કરડવું નહિ. તમે કોઈને કરડવાના ખ્યાલ પણ રાખો નહિ.

તમને ખબર નથી કે, એક ગાળ દેવામાં કેટલા ગુન્હા છે ? જો ખબર હોયતો ગાળ ન દીઓ.

મોમનનું મોઢું બગીચા મિસાલ છે.

મોમનના મોઢામાંથી લાનત અથવા ખરાબ શબ્દો નીકળવા ન જોઈએ.

જબાન પાક રાખવાની મતલબ એ છે કે, કોઈ પણ વખત કોઈ મોમન કે બીજાની ગીબત અથવા બદગોઈ કરવી નહિ. આવી રીતે તમારી જબાન પાક રાખો.

કદાચ કોઈ મોમનમાં કોઈ જાતનો એબ માલમ પડે તો, તેનો ઈન્સાફ કરીને તમારી જબાનથી તેનો એબ ખોલવો નહિ.

કોઈ પણ માણસ અથવા મોમનનો ઈન્સાફ કરવો એ તમારૂં કામ નથી.

ખુદાવંદતઆલા પણ માણસોના એબ ઉપર પડદો ઢાંકે છે, ત્યારે તમારે પણ પોતાની જબાનથી કોઈનો એબ ખુલ્લો કરવો નહિ જોઈએ. આવી રીતે તમારી જબાન પાક રાખો.

ખોટું ન બોલવું. મારા દીનમાં ખોટું બોલવાની મનાઈ છે.

જે ઈન્સાનની આંખ પાક નહિ હોય તેને મોટા ગુન્હા છે.

આંખો પાક રાખવાનું કામ બહુજ મુશ્કેલ છે.

તમારી આંખો પાક હોવી જોઈએ.

જો તમે પાક આંખોથી જોશો તો, દરેકમાં ખુદાવંદતઆલાનું નુર જોશો.

ફરમાન છોડીને બદનજર થી જોશો તો, તમારા દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઈ જશે. દિલમાં અંધારૂં થઈ જશે.

તમારા હાથને ખરાબ કામ કરવાથી અટકાવો. આવી રીતે તમારે દરેક કામમાં પાક થવું જોઇએ.

જેમ ડાક્ટર બિમાર માણસની નાડ તપાસે છે કે, આ દર્દીને તાવ છે કે નહિ ? તેજ રીતે તમે પોતેજ ડાક્ટર થઇને તમારા દિલની નાડ તપાસો.

તમે તપાસ કરો કે મેં  બેફરમાનીના કામ કર્યા છે કે કેમ ? મારૂં દિલ કોઈ ઉપર હસદ કરે છે કે કેમ ? મને ખરાબ શેતાની ખ્યાલ ઉત્પન્ન થાય છે કે કેમ ? કોઈની દુશ્મની કરૂં છું કે કેમ ? કોઈની સાથે દગલબાજી કરૂં છું કે કેમ ? આવી રીતે તમારા દિલને તપાસો. જો તમે એવા કામ કરતા હશો તો તમારો રૂહ જરૂર તમને એ વિષે ખાતરી આપશે.

જો તમારૂં દિલ તમોને ખાત્રી આપે કે, તમે ગીલા ગીબત કરો છો, કોઈ સાથે દગાબાજી કરો છો, જુઠું બોલો છો, તો તમારા દિલને એવા ખરાબ કામ કરવાથી દુર રાખજો.

જે શખ્સ સાથે તમે દગાબાજી કરી હોય, જેની નીંદા કરી હોય, જેને વાસ્તે બુરૂં બોલ્યા હો, તે શખ્સ પાસે તરત તમે જાઓ. તે શખ્સ જમાતખાનામાં અથવા બીજે કોઈ ઠેકાણે હોય, ત્યાં જઈને આજીજી તથા ખુલ્લા દિલથી, દગાબાજી, દુશ્મની તથા જે પ્રકારનો તેનો ગુન્હો તમે કર્યો હોય, તે કબુલ કરી તેની પાસે તમે માફી માંગો. સાફ દિલથી માફી માંગીને એક દિલ કરો.

મોમનને ગુન્હાથી દુર ભાગવું જોઈએ.

જેમ માણસો બિમારીથી દુર ભાગે છે. તેમ મોમન ગુન્હાથી દુર નાસી જશે.

મોમન મોમન વચ્ચે હંમેશાં એકદિલી તથા સંપ રાખવો. 

મોમનના દિલમાં ફિતનો હોતો નથી.

કુસંપ રાખવો એ મોમનનું કામ નથી.

કોઈની દુશ્મની કરવી એ મોમનને વાજબ નથી.

તમોએ કોઈની નીંદા કરી હોય તો, તરત તેની રૂબરૂમાં જઈ તેના તરફ કરેલો તમારો ગુન્હા તેની પાસે કબૂલ કરજો અને તે માફ કરવા માટે તેને આજીજી કરજો. મોમનની પીછાણ એજ છે. આમ કરવાથી જરૂર તે માફ કરશે.

મોમન ફિરસ્તા જેવા થાય.

સારી બાઈ તે છે કે, જેના કામ સારા હોય. તેના કામ મોમન જેવા સારા હોય.

જે બાઈઓ પોતાના ધણીના હક્ક રાખશે તેમની જ ઈબાદત કબુલ થશે.

જે ધણીના હક્ક નહિ રાખે તેની ઈબાદત કબુલ નહિ થશે.

યા અલી મદદ