Ilm Majalis Logo

ILM MAJALIS

૧૦૦૦ પવિત્ર ફરમાન મુબારક

રેકોર્ડીંગ - ૫

રેકોર્ડીંગ - ૫

0:000:00

હઝરત ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું :-

“કરબલામાં બધી જાતના માણસો હતા. તેમાં કેટલાકો ઈમામ હુસેનને ઈમામ કહેતા હતા."

<i>તેના વિષે મૌલાના હાઝર ઈમામે એક બેત કહી સંભળાવી, જેની મતલબ એ હતી કે:</i>

“ઈમામ! ઈમામ કહેતા હતા પણ પોતાના ઈમામને શહીદ કર્યા.”

શીમર પણ ખુદાને યાદ કરતો હતો અને કહેતો હતો કે, હું તમારો બંદો છું, છતાં તેણે પોતાના મૌલાને શહીદ કર્યા.

તે શીમર એમ સમજ્યો કે, ઈમામ પણ અમારા જેવો માણસ છે. એણે ખ્યાલ કર્યો કે મુર્તઝાઅલી ખુદાના હાથ હતા, પણ તે કાંઈ હમણાં નથી, કે જેથી અમે ડરીએ.

તે શીમર ન ઓળખ્યો કે ઈમામ હુસેન એજ મુર્તઝાઅલી છે. દુનિયાની લાલચ અને મતલબ ખાતર ભુલી ગયો. આજ પણ, જે હકીકતીએ દુનિયાથી દિલ નથી બાંધ્યું તે ઓળખશે અને તેનું દિલ રોશન થશે. જેને દુનિયાની તલબ છે તે ઓળખશે નહિ.

નમરૂદ, જેમ પોતાને ખુદા કહેવડાવતો હતો. એવો કાંઈ શીમર નહિ હતો. એતો કહેતો હતો કે, હું તો ખુદાનો બંદો છું, અને ખુદાની ઈબાદત બંદગી પણ કરતો હતો છતાં, હ. ઈમામ હુસેનને શહીદ કર્યા; એટલું જ નહિ પણ શહીદ કરવા માટે ઘણી ઉતાવળ કરતો હતો. હ. ઈમામ હુસેને ફરમાવ્યું કે, આટલી બધી ઉતાવળ શા માટે કરે છે ? ત્યારે શીમરે કહ્યું કે, નમાઝનો વખત થયો છે જેથી, તમને જલ્દી શહીદ કરી નાખી, નમાઝમાં શામીલ થાઉં અને નમાઝ પડું.

નમરૂદ આખી રાત ઈબાદત કરતો હતો છતાં, દિવસના પોતાને ખુદા કહેવડાવતો હતો અને પયગમ્બર સામે લડતો હતો. તેથી તેની ઈબાદત અને નમાઝ શું કામ આવી ? કારણ કે તે પયગમ્બરને ઓળખતો નહિ હતો.

અમે જોઈએ છીએ કે અમારા દીનમાંથી ફરી જઈને કોઈ ઈશનાશઅરી અથવા સુન્ની તથા નસારા થઈ જાય છે, તેમાં અમે અજબ થતા નથી. કારણકે તે પોતે બેઇલ્મ છે. બેઅકકલ આદમ માટે હકીકતી દીન ઘણો જ મુશ્કીલ છે. બેઅક્કલને માટે અમારો દીન ઘણો જ મુશ્કીલ છે. બેઅક્કલ ફરી જાય, તેમાં અમને તાજુબી લાગતી નથી, કેમકે આ દીન ઘણો સખત છે.

આપણ મઝહબમાં નિકાહ સિવાય બીજી કોઈ પણ રસમ કે રિવાજ વાજબ નથી. નિકાહ સિવાય બીજી રસમો તરત બંધ કરો.

અમારો મઝહબ રૂહાની છે અહીંયા લાકડી કે પથ્થરનો મઝહબ નથી. પણ રૂહાની મઝહબ છે, ઘણી દુઆ આશિષ ફરમાવીએ છીએ.

અગાઉ મિસરમાં અમારા બાપ દાદાના રાજમાં, દારૂલ હિકમત નામનું એક મોટું મકાન હતું. તેમાં દીન તથા દુનિયાની કેટલીક બાબતોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. છેવટે મુરીદો એવા નાહિંમત થયા કે, એક વખત પોતાના ઈમામને પણ છોડીને એક બાજુ બેસી રહ્યા. આ કારણથી તે કામ ટકી શક્યું નહિ. એવીજ રીતે જો તમે પણ નાહિંમત થશો તો નુકશાની થશે.

હઝરત ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું :-

તમારામાં કેટલાક એવા છે કે જેમને પોતાના દીનની કાંઈ ખબર નથી.

તમે પણ બેખુદ છો. તમારા દીનની અસલ ખુબી તમે જાણતા નથી, તેની માયના સમજતા નથી. દીનની કેવી ઉમેદ છે તે વિષે તમને ખબર નથી.

તમારામાં ઘણાએક એવા છે કે જેઓએ પોતાના નામો ઈસ્માઈલી મઝહબમાં રાખેલા છે અને કહે છે કે અમે ઈસમાઇલી છીએ; પણ ઈસમાઈલી મઝહબ શું છે અને તેની ખુબી શું છે તે વિષે તેઓને કાંઈ ખબર નથી.

અમે જોઈએ છીએ કે અમારા દીનમાંથી ફરી જઈને કોઈ ઈશનાશઅરી અથવા સુન્ની તથા નસારા થઈ જાય છે, તેમાં અમે અજબ થતા નથી. કારણકે તે પોતે બેઈલ્મ છે.

બેઅકકલ આદમ માટે હકીકતી દીન ઘણો જ મુશ્કીલ છે. બેઅક્કલને માટે અમારો દીન ઘણોજ મુશ્કીલ છે. બેઅકકલ ફરી જાય, તેમાં અમને તાજુબી લાગતી નથી, કેમકે આ દીન ઘણો સખત છે.

તમે ઈસમાઈલી દીનની માયના નથી સમજતા. તમે સહી ચોકકસ કરીને સમજો કે, તમારો દરજ્જો કેવો છે ?

દુનિયામાં ઘણા મઝહબ છે, જેઓ સુફી નથી.

શરિયતી, નસારા, યહુદી, હિંદુ વિગેરે સર્વે મઝહબવાળાઓ સુફી નથી. તેઓના ખ્યાલ તથા બંદગી નીચે જવાની હોય છે. તેઓ જે ઉમેદ ધરાવે છે, તે ઉમેદ સારી નથી. તેઓને એ ઉમેદ છે કે, બહેશ્તમાં જઈ ત્યાં સારૂં સારૂં ખાવું, સારા લુગડા, ઝાઝી સ્ત્રીઓ અને બહેશ્તના સુખ પોતાને મળે. તેઓની આવી ઉમેદો સારી નથી. એવી ઉમેદો શરિયતીની છે. બહેશ્ત પણ દુનિયા માફક છે. રૂહની જે અસલ ઉમેદ છે તે જુદી વસ્તુ છે.

શરિયતીઓ અમારા હકીકતી ફરમાન સાંભળે, તો તેમના દિલમાં અસર કરતા નથી.

મારા વાસ્તે ઘણી મહેનત છે. એ બેઈલ્મી કેમ રાજી થાય ? એ હકીકતને પકડતો નથી. એને હકીકત જોઈતી નથી.

જેઓ બેઈલ્મી છે તેઓ હકીકતને છોડી આપે છે,

મારા ફરમાન તમારા દિલમાં ઘડ બેસે છે કે નહિ ? હું મુશ્કીલ સમજુ છું.

જેઓના દિલ ઝઈફ છે અને હિંમત નથી તેમના દિલમાં થોડો અથવા વધારે શક ઉત્પન્ન થશે, કારણ કે હકીકત ઉપર તેમને ઓછો ઈતબાર છે.

અધુરા મનવાળા અમને પોતાના જેવા સમજે છે.

અમે પયગમ્બરની આલ છીએ.

અમારા ઘરની તારીફો, અને કુદરત જેઓ ઈલ્મમાં વાકેફગાર છે તેઓ સમજશે.

અધુરા ઈમાનવાળાઓને અમારા ઉપર બીલકુલ વિશ્વાસ નહિ આવશે.

જેઓ ઈશનાશરીઓમાં જાય છે તે મઝહબ અમારો નથી. તેઓ અમને ઓળખતા નથી. ત્યાં જઈને ભુલ નહિ ખાતા. તેઓ મોઢેથી કહે છે, “ઈમામ દુનિયામાં હાઝર કાયમ જોઈએ.” ઈમામ વગર દુનિયા ખાલી નથી, ઈમામ દુનિયા ઉપર જરૂર જોઈએ, પણ તેઓ સમજતા નથી. તેઓ એક બાજુ નબીની આલની તારીફ કરે છે અને બીજી બાજુ કહે છે કે ઈમામ બાર સિવાય બીજો ઈમામ નથી.

તેઓ એટલું પણ સમજતા નથી - વિચાર કરતા નથી કે ૧૦૦૦ થી ૧૨૦૦ વર્ષ થયા શું ઈમામ ત્યાં બેસી રહ્યા હશે ?

તેઓ ઈમામને “સાહેબે ઝમાન” તરીકે તો સંબોધે છે; પણ તેઓ તેનો અર્થ નથી સમજતા, અને જ્યારે તે ઈમામ જગતમાં મૌજુદ નથી તો પછી તેને “સાહેબે ઝમાન”નો લકબ કેમ આપી શકાય?

ઈમામ દુનિયામાં મૌજુદ હોવોજ જોઈએ. દુનિયાનો આધાર ઈમામ છે.

અમારા ફરમાન ઉપર ચાલે છે તેજ અમારા ખરા મોમન છે.

મુરશિદ જે ફરમાન કરે તે વગર આનાકાનીએ તમારે મંજુર રાખવા જોઈએ.

કેટલીક વાતો તમારી અકકલમાં ન ઉતરે તો પણ, પીર મુરશિદ ફરમાવે તે પ્રમાણે તમારે કરવું જોઈએ.

તમારા ઉપર વાજબ છે કે, હું જે ફરમાનો કરૂં તે પ્રમાણે તમે અમલ કરો. એજ મોમનનો ધર્મ છે.

ફરમાન ધ્યાનમાં નહિ લીએ તે મુર્ખ નાદાન છે.

નાદાન દીનનો દુશ્મન છે.

જેઓ મુનાફક છે તેઓ અમારા ફરમાનને કાન આપતા નથી.

તમે યઝીદનું નામ સાંભળ્યું હશે ? યઝીદ કોણ હતો ? 

યઝીદ એક અરબ હતો. જાહેરમાં મૌલાનો ભત્રીજો થતો હતો. જાહેરમાં કુરઆને શરીફ ઘણું પડતો હતો અને મુસલમાન પણ કહેવાતો હતો; પણ હાઝર ઈમામના ઘરનો દુશ્મન હતો.

                           
                            ચાંદરાત

મુંબઈ તા. ૪-૨-૧૮૮૪
હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આગા સુલતાન મોહમ્મદ શાહ હાઝર ઈમામે હસનાબાદમાં મુખી લાડકભાઈ હાજી અને કામડીઆ ઈસમાઈલ ભાઈ કાસમાણીના વખતમાં રવીવારના પંજેભાઈઓની મીટીંગમાં પંજેભાઈઓને પોતાના મુખ મુબારકથી ફરમાવ્યું:

આ ફરમાન સર્વે જમાત હકીકતીના છુટકારા માટે ફરમાવું છું.

તમે આઠ આઠ દિવસે મીજલસ કરવાનો ઠરાવ કર્યો છે તે ઠીક છે. પણ, કુલ્લ મુંબઈના પંજેભાઈઓ ભેળા થઈને મહિનામાં એક રાત યાને ચાંદરાતના મીજલસ કરો તો ઘણું સારૂં. તમે સઘળા પંજેભાઈઓ એક દિલ થઈને જમાતખાનામાં આવી બંદગી કરો. ખુદા તમારા ગુન્હા માફ કરે અને તમે દુનિયામાંથી પાક થઈને બહેશ્તમાં જાઓ અને દિદાર નસીબ થાય.

પહેલા તો પોતામાં એકદિલ થાઓ. કોઈ હકીકતીની, તેમજ બીજા દીનની ગીલ્લા ગિબત કરશો નહિ. બીજું, કોઈ ઉપર બદનઝર કરશો નહિ. પારકા માલથી દુર રહેજો.

જે કોઈ પંજેભાઈ ચાંદરાતની મીજલસમાં નામ નોંધાવે તેની પાસેથી મહિને મહિને એક પૈસાથી આઠ પૈસા સુધી લેજો. જેમાં પૈસાથી ઓછું નહિ અને આઠ પૈસાથી વધારે નહિ.

ગરીબ તેમજ પૈસાવાળા બધા સરખા છે. પૈસાથી આઠ પૈસા સુધીના જે કાંઈ પૈસા ભેળા થાય તે જુદા રાખજો; તેના માટે છ અમલદાર ઠરાવ્યા છે, તે ઉપજના પૈસા છ જણા પાસે રહે. 

અગર ચાંદરાતના પંજેભાઈઓમાંથી કોઈ આ ફાની દુનિયા છોડી આખરત તરફ જાય યાને કોઈના સો વર્ષ પુરા થાય, તો તેના નામની એક નાની મીજલસ જમાતખાનામાં કરજો, જેમાં થોડો જુરો પણ કરજો. તેમાં એમ નહિ કરજો કે, ગરીબ વાસ્તે થોડો અને નાણાવાલા વાસ્તે વધારે. બધાનો હકક સરખો છે, ને કાયદા પ્રમાણે ખર્ચ કરજો.

બધા ભેળા થઈને તેના હકમાં દુઆ માંગશો તો ખુદા તેના ગુન્હા માફ કરે અને બહેશ્ત નસીબ કરે, તેમ તમને પણ ફાયદો થાય.

અમે તોજ ખુશી થાશું કે અમારો કોઈ પણ મુરીદ દુનિયામાંથી ગુન્હેગાર થઈ ગુજરી ન જાય.

ઈન્શાઅલ્લાહ ! તમે બધા એકદિલ થઇને જમાતખાનામાં આવી બંદગી કરો. તેમાં સલવાત ઝાઝી પડશો તો  ઈન્શાઅલ્લાહ તમારૂં જોર દિન પ્રતિ દિન વધશે અને તમારા દુશ્મન દફે થશે; તમારા ગુન્હા માફ થશે; તમે બહેશ્તમાં જશો અને દિદાર નસીબ થશે. ઈન્શાઅલ્લાહ!

પવિત્ર નુર મૌલાના શાહ કરીમ હાઝર ઈમામે ફરમાવ્યું :–

અમારા દાદાએ જીંદગીના છેવટ સુધી પોતાના રૂહાની ફરજંદોની ભલાઈ માટે કાર્ય કર્યું હતું. અમો પણ અમારી જીંદગી તમોને અર્પણ કરીએ છીએ.

એવણ અમારા માટે પ્રેરણાદાયક હશે. અને એમના નકશે કદમ ઉપર ચાલવાની હંમેશા અમારી ખ્વાહીશ રહેશે.

રૂહાની બાબતોમાં અમો ઈચ્છીએ છીએ કે તમે એ યાદ રાખો કે આપણી જમાતની પ્રણાલીકાઓ તેરસો વરસથી ચાલી આવે છે.

અમો ઈચ્છીએ છીએ કે તમે આપણી પ્રણાલીકાઓને મજબુતપણે વળગી રહો.

અમો ઈચ્છીએ છીએ કે અમારી જમાત ઈમામતની રસીને મજબુતપણે વળગી રહે.

સદીઓ થયા જુદા જુદા ઈમામોના વખતમાં મઝહબી રીત રીવાજો એક સરખાજ રહ્યા છે.

દુન્યવી બાબતો માટે ઈમામ પોતે નિર્ણય લ્યે છે. અને જુદા જુદા વિસ્તારોમાં અમો ફેરફાર કરી રહ્યા છીએ.

અમો માનીએ છીએ કે અમારી કોમી જીંદગીમાં ફેરફારો થવાજ જોઈએ.

પરંતુ અમારે ભારપુર્વક જાણાવવું જોઇએ કે એ જરૂરી નથી કે અમારા મઝહબી સિધ્ધાંતોમાં પણ થવા જોઈએ.

જો તમે ઈલ્મ થકી તમારી જાતને સજાવશો અને તે મુજબ અમલ કરશો. તો તમે ફિરસ્તા બનશો.

અમો તમોને વખતો વખત દુન્યવી બાબતોને લગતા ફરમાનો કરીએ છીએ પણ જે બાબત અગત્યની છે અને હંમેશાં અગત્યની રહેશે તે એ છે કે અમારા રૂહાની બચ્ચાઓએ પોતાના મઝહબનો અર્થ સમજવો જોઈએ.

તેએાએ નિયમીત રીતે પોતાના મઝહબની પાબંદી કરવી જોઈએ પછી તે (પ૦૦) વરસ ભુતકાળમાં હોય કે (૫૦૦) વરસ ભવિષ્યમાં હોય.

આત્મા માટે બંદગી અને શરીર માટે કસરત કરવા સાથે શુભેચ્છા અને સહકારની ભાવના કેળવશો તો તમોને હંમેશા સફળતા મળશે.

આત્માને રૂહાની ખોરાકની જરૂર પડે છે, તેજ પ્રમાણે શરીરને કસરતની જરૂર પડે છે.

ઈન્સાનમાં બે ચીજો છે: એક શરીર અને બીજો આત્મા.

સાચા સુખની એક માત્ર ખાત્રી પૂર્વકની ચાવી છે તે છે ઈબાદત.

અમારા વ્હાલા રૂહાની બચ્ચાઓ એક મુદ્દો ઘણી જબરી મહત્ત્વતા ધરાવે છે, અમો ઇચ્છીએ છીએ કે તમે હંમેશા એ યાદ રાખો કે તમો તમારી જીંદગી દરમ્યાન જમાતખાનાની હાજરીમાં નિયમીત રહેશો.

તમારી બંદગીઓમાં હંમેશા નિયમીત રહેશો.

યા અલી મદદ