Ilm Majalis Logo

ILM MAJALIS

સુરે નૂર, નૂરની આયત

રેકોર્ડીંગ - ૧

રેકોર્ડીંગ - ૧

0:000:00

ખુદાવંદ નૂર મૌલાના શાહ કરીમ અલ-હુસૈની હાજર ઈમામે આપેલી ‘સૂરા નૂર' આયત(૩૫)ની સમજણ.

અલ્લાહ જમીન અને આસમાનોનું નૂર છે; એનુ નૂર એક એવા ગોખલા જેવું છે જેમાં એક દીવો છે. અને દીવો કાચની અંદર છે, એ કાચ એવો છે જાણે એ ઝગમગતો તારો હોય.

તે પ્રજવલીત થાય છે મુબારક ઝયતુનના ઝાડથી (જે) ન તો પૂર્વનું છે ન તો પશ્ચિમનું, જેનું તેલ ચોક્કસપણે પ્રકાશ આપે છે જો કે આગ તેને અડી ન હોય.

નૂરન અલા નૂર, અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂર પ્રતી દોરે છે.

(સૂરા ૨૪ 'નૂર' આ.૩૫).

આપણે કુરઆને (શરીફ)ના પ્રતિકોનું અર્થતારણ કરીએ તે અગાઉ એ ચાર વસ્ત્રો જે આપણા પ્રવાસીએ ‘દ્વારો ઉપરના અપરિચિતો' પાસેથી મેળવ્યા હતા તેનો ભાવાર્થ શું છે તેનું સ્પષ્ટીકરણ કરવું બહેતર રહેશે.

પહેલુ એ તેનું રૂહાની જીસમ હતું, જેનુ કાર્ય જ્ઞાન પ્રાપ્તિ છે.

બીજુ એ તેનું લાગણીશીલ જીસમ હતું, જેનું કાર્ય છે ભાવના જન્માવવી.

ત્રીજું એ તેનું માનસિક જીસમ હતું, જેનુ કાર્ય વિચારવાનું છે.

ચોથું એ તેનું ભૌતિક(શારીરિક) જીસમ હતુ, જેનું કાર્ય છે ક્રિયા કરવી.

તેને(પ્રવાસીને) અમુક શક્તિઓની ન્યામત બક્ષવામાં આવી છે. અગ્ની, વાયુ, પાણી અને માટી - ચાર મુળ તત્ત્વો, જે માનવ શરીરની રચના કરે છે.

પોતાના મૂળભૂત પ્રતિકો વડે કુરઆને શરીફની આ આયાત એ આ હકીક્તનો(સત્યનો) સાક્ષાત્કાર છે. સર્વ પ્રથમ તો આ સંપૂર્ણ આયાતની આસપાસ રહેલા રહસ્યની પ્રશંસા કરવી જોઈએ.

ખુદાનું ઈલાહી નૂર માનવી સમક્ષ સીધેસીધુ પ્રગટ ન કરી શકાય. આ સીધેસીધું ઈલાહી જહુરાત(પ્રાકટ્ય) માનવી સમક્ષ શા માટે કદીયે છતું(ખુલ્લુ) નથી થયું એ એક ચોક્કસ રહસ્ય(ભેદ) છે.

પરંતું અગર માનવ-આત્મા પ્રબળ ધ્યાનથી(intense meditation) તેની અંતીમ હકીકતને પહોંચે છે ત્યારે તેની સમક્ષ એ ખુલ્લું(જાહેર) થતું જાય છે. પરંતું જ્યાં સુધી આપણે આ શારીરિક કવચોની અંદર પુરાયેલા છીએ, ખુદા હંમેશા માનવજાત સાથે રૂપકો દ્વારા વાત કરે છે.

હવે અંતમાં આપણે આ આયાતનો ખુલાસો મેળવવા સુફી માર્ગ પર આવીએ. જેઓ સર્વે આ માર્ગ ઉપર ચાલવાની ઈચ્છા ધરાવતા હોય તેઓને હું અનુરોધ કરૂં છુંઃ ચાલો આપણે બધા એકસાથે ઈશ્ક અને દુઆઓ તેમજ સહનશિલતાથી ચાલીયે, જેથી આપણે અલ્લાહના વધું ગહન(ઉંડા) ભેદોને પામી શકીયે.

અમે અગાઉ જે સંકેત આપ્યો હતો તે હવે વધુ સંપુર્ણ અને સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે, કે આ આયત અને તેના પાંચ પ્રતિકો માનવીના આ ધરતી ઉપરના પુર્નજીવનનું સુચન કરે છે. અને કે તેના શરીર(body), મગજ(mind), દિલ(heart), ચૈતન્ય(spirit) અને જેને આપણે 'જીવન' કહીએ છીએ તે સર્વેની અંતર્ગત તેનો આત્મા ગુપ્તપણે જળવાયેલો છે. જે અલ્લાહનું નૂર છે. અને પૃથ્વી ઉપરના તેના આ 'જીવન' થકી તેણે આ અંદર રહેલી હકીક્તની ખોજ કરવી જોઈએ અને સ્વયં પોતાને અને ખુદાને ઓળખવો જોઈએ.

આમ, ગોખલો એ આ આયતમાં તેના શારીરિક જીવન, તેના શરીર અથવા તો સમયને આધીન એવા વાહનના પ્રતીકનું સુચન કરે છે પરંતુ, આ કંઈ સામાન્ય વાહન નથી સર્જનહારે તેમાં એક દીવો(જ્યોત) મુકી તે ઉપર નવાજીશ કરી છે, જેની અંદર શાશ્વતપણે(અનંત/અવિનાશી) તેનું(સર્જનહારનું) નૂર રોશન (પ્રજ્વળ) છે. માનવીમાં આ દીવાની મૌજુદગી અને માત્ર જેઓ તેની આ ઈલાહી મૌજુદગીથી પરિચિત(aware) છે, અથવા તો તેની ઝલક(glimpse) પામ્યા છે, તેઓ પોતાનું જીવન ખરા અર્થમાં જીવ્યા છે એમ કહી શકાય.

એ પછી આવે છે દીવાનું પ્રતીક. દીવો એ આધ્યાત્મિક(બાતુની) સત્યનું કેન્દ્ર(હાર્દ) છે, અને જે પ્રકાશનું(રોશની)નું સાચું ઉદભવસ્થાન છે.

ચાલો આપણે આ દીવો કે જે આપણે સૌ આપણા પોતામાં ધરાવીએ છીએ તેનો અભ્યાસ કરીએ. કુરઆને શરીફના એ પ્રતીકો કે જે દીવા પછી રજુ થાય છે, તે તેના(દીવાના) ઘડતરનું સ્પષ્ટપણે દર્શન કરાવે છે –

એ કાચ, એ ઝયતુનનું ઝાડ અને એ ઝયતુનનું તેલ, આ છેલ્લું(ઝયતુનનું તેલ) તે ઈલાહી પ્રકાશ(રોશની)નું ખરેખરું ઉદભવસ્થાન છે.

આમ, જો કે દીવો એ ગોખલા કરતા વધુ ઉચ્ચ સ્થાને છે. છતાં તે સાત્વીક પ્રકાશ (ખરી રોશની /pure light) કરતાં વધુ નીચા સ્તરે છે.

આમ, આ પાંચ પ્રતીકો વડે જીવન-શક્તી જે માનવ શરીરમાં આવિશ્કાર પામે છે, તે વધુ સતેજ અને વધુ સૂક્ષ્મ બને છે,

અર્થાત ગોખલો એ શરીર છે દીવો(જ્યોત) એ સર્વવ્યાપક, સંપૂર્ણ, અખંડ અને હંમેશા મૌજુદ એવો આત્મા, જે ટકાવી રાખનાર, માનવીને પોષણ આપનાર, છતાં તેને આવરણ એ કાચનું છે કે જે ત્રણ મહત્વની અર્થપૂર્ણતા ધરાવે છે:

(૧) પારદર્શક માધ્યમ, જે થકી માનવ જાતને પ્રકાશ આપવા જ્યોત પ્રસારે છે. અને જો તે હમેશા મૌજુદ આત્માસાથે ખરી રીતે બંધબેસતી હોય તો તે માનવીના અસલ મુકામની પહોંચ માટેનો ઝળહળતો ઉન્નત (પ્રગતીશીલ) સિતારો બની શકે છે.

(૨) તે માનવીમા રહેલી વધુ નીચી અને વધુ હલકા પ્રકારની ઈચ્છાઓ સામે રક્ષણાત્મક ઢાલ બની રહે છે.

(૩) આત્મા સાથે બંધ બેસતા થવામાં નિષ્ફળ થવા બદલ તે આંતરીક અસ્તિત્વને બાહ્ય(બહારના) જગતની ખોટી છાપનું પ્રસારણ કરે એવો સંભવ છે.

વિશાળ અર્થમાં કહીયે તો એ કાચ ખરી અને તાર્કિક રીતે મગજની ઉપમા છે. ઈદ્રિયગમ્ય એવા બાહ્ય જગત અને વાસ્તવિકતાના આંતરીક હાર્દ(કેંદ્ર) વચ્ચે મગજ અસ્તિત્વ ધરાવે છે.

ઝયતુનનું ઝાડ એ તેલનું મુળ સાધન છે મારે એ સ્વીકારવું જોઈએ કે આપણે આ પ્રતીકને સમજવામાં મુશ્કેલી અનુભવી છે,

અને આપણે તેના અર્થતારણનો પ્રયાસ કરીએ તે પહેલાં આપણે આપણા પદચિહનો (પગલા-footsteps)ને ફરી ચકાસી લેવા અને એક ટુંકા પુનરાવલોકન (recapitulation)નો પ્રયાસ કરવો જોઈએ.

આપણી તાર્કિક વિચારણા મુજબ, આપણે માનવ શરીરને ગોખલા તરીકે રજુ કર્યુ હતું, જેનુ કાર્ય છે માનવ મગજને તેની પાંચ ઈદ્રિયો દ્વારા બાહ્ય જગતનું પ્રસારણ કરવું.

એ દીવો તે સમગ્ર જીવનનું પરિબળ અથવા તો જીવંત આત્મા છે,

જેનું પહેલું સ્તર, એ કાચ અથવા તો મગજ(mind) છે, જે શરીર કરતા વધુ સુક્ષ્મ અને વધુ સતેજ છે. તેનું કાર્ય છે - ઈન્દ્રિયો દ્વારા પહોંચાડાયેલી વિગતોનો સંગ્રહ કરવો અને તેની વિચારશક્તીમાંથી જ્ઞાનના એક ક્ષેત્રનું સર્જન(નિર્માણ) કરવું અમે માનીએ છીએ કે વિચારણાની આ રેખા એ ઝાડ કે જે દીલ સમાન છે તે તરફ દોરી જાય છે, જે તેલનું ઉત્પાદન કરે છે, જે જરૂરી ઈંધણ(બળતણ) છે.

ભૌતિક(physiological) શાસ્ત્રની દ્રષ્ટિએ દીલ એ ઝાડ સાથે ઘણું મળતાપણું ધરાવે છે.

મનોવૈજ્ઞાનિક(psychological) દ્રષ્ટિએ, એ એક એવું વિખરાયેલું(અવ્યવસ્થિત) તત્વ(જીવ) છે જે મગજમાંથી મળતી બુદ્ધિગમ્ય વિગતો પ્રાપ્ત થતા તેનું સંયોજન કરી શુધ્ધ વિચારશક્તિનું નિર્માણ કરે છે.

એ માનવ લાગણીઓ અને ભાવનાઓનું સ્થાન પણ છે. ઝાડની જેમ દિલ બે દુનિયાઓનુ સર્જન છે. એ ઝાડના મુળીયા ઘેરી(અંધારી) પૃથ્વીના પેટાળમાં ઉંડે સુધી પહોંચેલા છે, અને તેનો બાહ્યભાગ(ટોચ/crown), ઉપર રહેલા સુક્ષ્મ તત્વો સાથે જોડાણ સાધવા ઉન્નત કરવામાં આવ્યો છે.

એ રીતે દિલ પણ નિચલી કક્ષાના હેવાની ખ્વાહીશો ધરાવતું હોવા છતાં તે માનવીને જીવનની સર્વોચ્ચ સીમાઓને પહોંચવા માટે તનતોડ મહેનત કરવા પ્રેરે છે.

તે આ કેવી રીતે કરે છે ? આવશ્યક એવા ઈંધણનું ઉત્પાદન અને તેનું નિર્માણ કરી પ્રકાશ આપતા ઈલાહી નૂરની જ્યોત પ્રગટાવી અને તેને પ્રજ્વલીત કરે છે, એ ઝયતુનનું તેલ છે. એ તેલ માનવીમાં સર્વોત્તમ ઝળહળતો પ્રકાશ પેદા કરે છે. ખચીત, માનવીના સંદર્ભમાં આ પ્રતિકરૂપે કંદીલ(દીવા) સમાન છે. આ ઈંધણ મગજ અને દિલ કરતાં એક ઉચ્ચ પ્રકારના આત્માનું પ્રતિનીધીત્વ કરે છે,

કારણ કે તેના ઘડતરમાં નીચા પ્રકારના તત્વો નથી. એ એટલું પ્રકાશમાન છે કે જાણે તે સ્વપ્રજ્વલીત હોય, અને તે માનવીને પરભૌતિક અને પયગમ્બરીભાવ (prophetic spirit)ની નવાજેશ કરે છે. અમે માનીએ છીએ કે તે અમર છે તેમજ તેની સ્મરણશક્તિ, જ્ઞાન અને સુઝમાં અવીરત (અંત વગરનું) છે.

પરંતું તે, એ ઈલાહીયતના અંતિમ તણખાની ઝંખના કરે છે. અને જ્યાં સુધી એ તણખો તેને પ્રજવલીત ન કરે ત્યાં સુધી તે નિષ્ક્રીય હોય છે.

આ તબક્કે આપણી આ આયતના રહસ્યોમાંની આધ્યાત્મિક ખોજ પરાકાષ્ટાએ પહોંચે છે. આ અંદર રહેલો દીવો, કે જે ઈંધણ અને કાચ ધરાવતો હોય અને જે ગોખલામાં મુકવામાં આવ્યો છે, તે માત્ર અલ્લાહની કૃપા(રહેમત) થકીજ પ્રજવલીત કરવામાં આવશે.

આ ભાવના સ્પષ્ટપણે ‘નુરન અલા નૂર' શબ્દોમાં જાહેર થાય છે : 'અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂર પ્રતી દોરે છે :

અને જ્યારે અલ્લાહના અપાર પ્રેમની તેના(માનવીના) આત્મા પર નવાજીશ થાય છે ત્યારે તેને સર્વે જન્મ અને મરણની ગહન(ઉંડી) નિંદ્રામાંથી જાગૃત અને પ્રકાશિત કરવામાં આવે છે.

એ ક્ષણ પુર્નજાગૃતીની ક્ષણ છે કે જ્યારે માનવી પોતાને ખુદામય નિહાળે છે, એ ક્ષણ તે પુર્નજન્મની ક્ષણ છે, કારણ કે માનવી એક સર્વોચ્ય માનવી - પયગમ્બર તરીકે નવો જન્મ ધારણ કરે છે.

આ તેનો ખરો(વાસ્તવીક) જન્મ છે, કે જે હંમેશા હૈયાતી ધરાવતો આત્માનો જન્મ છે, જે આ બ્રહ્માંડની સઘળી ચેતનાની સભાનતાનો પ્રારંભ છે, કે જેમાં તેના(માનવીના) ભૂત, વર્તમાન અને ભવિષ્ય સર્વેનું એકાકાર(વિલીન) થઈ જાય છે.

અને એ સર્વોત્તમ ક્ષણે માનવી પોતાનો અંતીમ મુકામ પ્રાપ્ત કરે છે -- તે છે અલ્લાહ સાથેનો રૂહાની વિસાલ.

In that supreme moment man achieves his ultimate Destiny the Spiritual Union with God.

(આમીન).

ઈસ્લામના અભ્યાસ માટે પાઠ્ય સ્ત્રોત. સ્ત્રોત:

એન્ડ્રુ રિપ્પોન અને જાન નેપર્ટ દ્વારા સંપાદિત અને અનુવાદિત.

યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ 1990.

END