Ilm Majalis Logo

ILM MAJALIS

કિતાબ-ઈ-જામી-અલ-હિક્મતાયન

રેકોર્ડીંગ - ૪

રેકોર્ડીંગ - ૪

0:000:00

નાસીર ખુશરૂના ઈલ્મનો ટૂંક સાર.

નાસીર ખુશરૂ મીસરના ફાતિમી યુગના આખરી સમયના ઈસમાઈલી દાઈ હતા. ઈમામ મુસ્તનસિરબિલ્લાહ તેમની ખુરાશાનના દાઈ તરીકે નીમણુંક કરી હતી અને તેઓએ દીનની ઘણી ખીદમત કરી હતી. ઉંમર ખૈયામને પણ તેઓએ બોધ કર્યો હતો. તેમણે ઘણા પુસ્તકોની રચના કરી છે જેમાં ઘણી ઉંડી આત્મજ્ઞાનની ફિલસુફી છે. આમ તેઓ દ્વારા મીસરના ફાતિમી યુગના જાહોજલાલી ભર્યા બૌદ્ધિક વિકાસ અને જ્ઞાનની શોધના યુગના જ્ઞાનનો એમના લખેલા પુસ્તકો દ્વારા આપણને લાભ મળ્યો છે.

અગાઉ મિસરમાં અમારા બા૫ દાદાના રાજમાં, દારૂલ હિકમત નામનું એક મોટું મકાન હતું. તેમાં દીન તથા દુનિયાની કેટલીક બાબતોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. છેવટે મુરીદો એવા નાહિમ્મત થયા કે, એક વખત પોતાના ઈમામને પણ છોડીને એક બાજું બેસી રહ્યા. આ કારણથી તે કામ ટકી શક્યું નહિ. એવીજ રીતે જો તમે પણ નાહિમ્મત થશો તો નુકશાની થશે. (પુના, તા. ૧૨ - ૧ - ૧૯૦૮, ઈમામ સુલતાન મુહમ્મદશાહ)

મૌલાએ ફરમાનોમાં તેમને યાદ કર્યા છે:-

"આપણે નાસીર ખુશરૂનો સંદર્ભ ભૂલવો ન જોઈએ" (તા. ૧૦-૧૧-૧૯૯૨, સુરત-ભારત. ઈમામ શાહ કરીમ).

અલી અલ્લાહ સહી અલ્લાહ

અલી મહંમદ યક ખુદા.

૧- અલ્લાહ.

૨- "કુન" "થા" શબ્દ (મધ્યસ્થિ).

૩- અકલેકુલ.

મધ્યસ્થ કુન શબ્દ દ્વારા અક્લેકુલ પેદા થયું અને કુન શબ્દ અક્લેકુલમાં સમાય ગયો. આ બે ચીજ "કુન" શબ્દ અને "અક્લેકુલ" ભેગા મળવાથી નફ્સેકુલ જાહેર થયું. આમ કુન શબ્દ અને અક્લેકુલ એકજ થઈ ગયા.

એટલે અલ્લાહ અને અકલેકુલ વચ્ચે કોઈ મધ્યસ્થ નહી રહેવાથી રૂહ અક્લેકુલમાં મળે યાને ફનાફીઅલ્લાહ થાય. ટૂંકમાં રૂહને અક્લેકુલ સુધી, "મગજ" સુધી પહોંચવાનું છે.

રૂહાની જગતના સાત દરજ્જા.

1- Origination -

ઉદ્દભવ સ્થાન, અસલ, "કુન" શબ્દ +

2- Intellectual Substance -

અક્લનું તત્વ, પદાર્થ =

3- Entirety of intellect -

અકલની સંપૂર્ણતા, અક્લેકુલ (સંપૂર્ણ અસ્તિત્વમાં આવ્યું)

Namely એટલેકે એમાં ત્રણ ચીજો:-

a - Intellect, અક્લેકુલ, અસલ, નિરાકાર(લા), (વાસલ).

b - Act of Intellect, અમલ,

કાર્ય:- જુદાઈનો-ફીરાક અને ચાહના.

c - Object of intellect, હેતુંનું જ્ઞાન, અસલનું જ્ઞાન, મકસદનું જ્ઞાન, વહેદતનું જ્ઞાન.

a - અસલથી જુદા થયા, એ ખ્યાલ મગજમાં ભરી રાખવો (હેતુનું જ્ઞાન, વહેદતનું જ્ઞાન object)

b - ચાહના કરવી(અમલ Act)

c - વાસલ થવું Origination-Intellect અસલ.

અક્લેકુલનું તત્વ, નિરાકાર, જ્ઞાન knowledge (વહેદતનું જ્ઞાન) છે. દરેક ચીજોને જાણવા સાથે તે પોતે પોતાને ઓળખી શકવાની ખાસ શક્તિ ધરાવે છે. જે બીજું કોઈ આવી શક્તિ ધરાવી શકે નહી. વહી દ્વારા જ્ઞાન આપે.

પીર સદરદીન:- ભાહુત - તે જે ચલણ હલણ શુલક્ષણપણું-પણ મુગતમય કોઇને કળ પડે નહીં ને સર્વની કળ જાણે સૃષ્ટીને મુગતમય જાણે.

૪- Universal Soul નફ્સેકુલ,

જીબ્રાઈલ, Universal soul સર્વવ્યાપક આત્મા, ઈલાહી સુરત, સરૂપ:- જીણા રજકણની આલમ.

કાર્ય:- પ્રેરણા આપે, નાતિકનો મદદ કર્તા દોસ્ત.

પીર સદરદીન:- હાહૂત - તે જે પોતે સાક્ષાતપણું, એ વાત માંહે બોલ્યાની જગ્યા નથી. સમજી રહેવું, સર્વત્ર વ્યાપક, જેને મોહિત (રૂહાની ઈશ્ક) કહીએ.

શમ્સ તબ્રેઝ:- હાહૂત, દરેક જનો (નીચલી દુનિયાના) માલિક બની જાય છે.

૫- જદ્ Good fortune,

સારું નસીબ, (આત્મા પર અસર કરનાર તત્વ) સારી સંપત્તિ, મિકાઈલ.

કાર્ય:- રહેમતનો વરસાદ વરસાવવો, રોજી આપવી.

પીર સદરદીન:- લાહુત, તે જે મહા કારણ, જે લા-મકાન, નફી (ફના) થઈ રહે, અખંડ સમાધિ, વિદેહપણું.

શમ્સ તબ્રેઝ:- લાહુત, તલાશ કે શોધ હશે નહી. ખુદાતઆલા સાથે વાતચીત. ડરતો નહી.

૬- ફત્હ, Victory,

ફતેહ, વિજય Conquest, અસરાફીલ.

કાર્ય:- અનંત જીવન આપે, બીજા રણશીંગડાના અવાજથી મરેલાને જીવંત કરે.

પીર સદરદીન:- જબરૂત, તે જે કારણ મોક્ષ, જન્નત. પીર, પયગમ્બર, ઓલીયા, અંબીયાના અહેવાલ સાથે મળી રહે.

શમ્સ તબ્રેઝ:- જબરૂત, અજાયબીયો (ભેદ) અને કરામતો જાહેર થઈ જાય. દુનિયા અને આખરત બન્ને મળે તો પણ લોભાતો નહી, આગળ વધ.

૭- ખ્યાલ, Imagine,

સ્મરણ, અજરાઈલ.

કાર્ય:- નીચેની દુનિયામાંથી મુક્તિ આપે, મૃત્યુ આપે, આલીમોને પહેલા રણશીંગડાના અવાજથી મારી નાખશે.

પીર સદરદીન:-

મલકુત:- તે જે રૂહ ચૈતન્ય, બાતુનના લોકનો અહેવાલ માલૂમ પડે.

શમ્સ તબ્રેઝ:- મલકુત યાને ફિરસ્તા અને આસમાનનો હાલ ખુલ્લો થઈ જાય.

"પીર સદરદીન ફરમાવ્યું છે ખ્યાલમાં મરી જાઓ" (ખાનગી ફરમાન).

"આપણે દુઆ (ઈલમ) કે તેના અર્થ સમજવામાં જ માનતા નથી. પરંતું આપણે જીવનમાં શક્તિ મેળવવામાં માનીએ છીએ." (ઈમામ શાહ કરીમ)

"ઈત્માદી સબજાઅલીએ પોતાની રૂહાનીનું બળ (શક્તિ) હજારો માણસોને તેમજ બહારની કોમને દેખાડેલ છે." (ઈમામ સુલતાન મુહમ્મદશાહ)

આ તદ્દન-pure રૂહાની બાબતો છે. રૂહાની દરજ્જા છે. ઈન્સાની અક્કલથી પર છે.

ઉપરના રૂહાની દરજ્જા જેમ રૂહ ઉપર ચઢે છે તેમ રૂહાની "કુવ્વત" હાંસલ કરતો જાય છે.

નીચેના દીની જગતના દરજજાઓમાં "જ્ઞાન" વધતું જાય છે.

"દીની જગત"

દાવતના સાત દરજ્જા.

દીની જગતમાં દાવત (જ્ઞાન આપવાની અને મેળવવાની) આવી પદ્ધતિ છે.

૧- નાતિક

ઈલ્મ:- તન્જીલ દ્વારા (ભેદમાં) આપે.

શબ્દ:-"સતશબ્દ” (જવાહીર કુંજામાં)

જાહેર પ્રતિકો, મિસાલો, રૂપકો દ્વારા જ્ઞાન આપે પરંતુ હેતું સતશબ્દની ઈબાદત.

જેમ મૌલાએ ૧૧ જુલાઈ ૨૦૧૭ના ફરમાનમાં "બિસ્મિલ્લાહી ર્રહીમાનીર્ર રહીમ" થી શરૂઆત કરી જેનો અર્થ અલ્લાહના નામ "ઈસ્મેઆઝમ"થી શરૂઆત યાને ઈબાદત-સતશબ્દની યાદી આપી.

૨- અસાસ (સ્થાપક ઈમામ)

(નાતિક અને અસાસ દૌરે નબુવતમાં જાહેર હતા - પંજતન પાક).

ઈલ્મ:- તાવીલ દ્વારા (ખુલાસો) આપે. ચાર હદના અસ્તિત્વની સમજ આપે.

શબ્દ:- "અલ લા" , આ શબ્દ કેન્દ્ર સ્થાને રાખીને દઆવત આપે જેનો અર્થ નહિવત્ બનો, નમ્રતાની હાલત.

"જે કોઈ પૂછે ઉસે યહી દીન બતાવે, હલીમી બીના ન હોયસી કામ."

"આલીમકું જબ હલીમી આઈ, તબ ઉસકા ઈલમ હુઆ તમામ."

"અલ્લાહ અલ્લાહ કર આપ ગુમાવે, ઈલલ્લાહ કર સાજન પાવે."

ચાર હદનું તાવીલ સમજાવે છે. મકસદ સમજાવે છે. માટે અસાસની તાબેદારીનું ઘણુંજ મહત્વ છે.

૩- ઈમામ

(દૌરે ઈમામતમાં, દરેક દરજ્જાઓનો સમાવેશ જાહેર ઈમામમાં થએલ છે - પંજતન પાક એકજ નુર ઈમામ).

ઈલ્મ:- હુકમ દ્વારા આપે.

શબ્દ:- "અનલહક", આ શબ્દ કેન્દ્ર સ્થાને રાખી દઆવત આપે, દરજ્જાનું ભાન કરાવે.

"અમે રાત કહીએ તો રાત અને દિવસ કહીએ તો દિવસ, પણ ઈમામની અક્કલ મુજબ તમારે ચાલવું જોઈએ.

ઈમામના "હુકમ" વચ્ચે તમારી અક્કલ દોડાવવાનું કાંઈ પણ કામ નથી".

હુકમ:- તમારું ઈમાન મન્સુર જેવું રાખો.

૪- ઈમામનો બાબ

સંજોગો વસાત ઈમામ દઆવત ન આપી શકે તો તેને બદલે બાબ (ટેમ્પરરી ઈમામ) દઆવત આપે. બન્નેની દઆવત એકજ છે.

૫- હુજ્જત (પીર)

ઈલ્મ:- શબ્દોના અર્થઘટન થકી આપે.

શબ્દ:- "અલી અલ્લાહ" આ શબ્દ કેન્દ્ર સ્થાને રાખી દઆવત આપે. અલી અલ્લાહનું ઈમાન મજબૂત બનાવે.

"અલીને સહી અલ્લાહ કરી માનશે તે રોજની બંદગી છે, હકીકતી બંદગી". ---ઈમામ આગા અલીશાહ

આ ઉપરના પાંચ દરજ્જાવાળાઓને રૂહાની મદદ મળે છે.

નીચેના બે દરજ્જાવાળાને રૂહાની મદદ નથી.

૬- દાઈ યાને મિશનરી

ઈલ્મ:- સાદા જ્ઞાનનો ફેલાવો કરે.

શબ્દ:- "પીર શાહ", આ શબ્દ કેન્દ્રસ્થાને રાખી, શાહ અને પીરની ઓળખ આપી તેમની બૈયત તથા તાબેદારીમાં વફાદાર રહેવા સમજાવે.

"જે કોઈ એક વખત "પીર-શાહ"નું નામ લીએ તો તેનો સવાબ દુનિયા આખીના હીરા માણેક અને મોતીના ભંડારથી પણ વધારે છે". ---ઈમામ આગા હસનઅલીશાહ

૭- શિક્ષક

ઈલ્મ:- શરિયતની પાબંદીનું જ્ઞાન.

શબ્દ:- "સલવાત"

સલવાતનું લખાણ સૂત્ર લાંબું હોવાથી ધ્યાન કેળવવાની પ્રેક્ટિસની શરૂઆત માટે ઉત્તમ. સલવાત પડવાના સવાબો સમજાવે, દુઆ, ક્રિયાઓ અને ઈતિહાસ ભણાવે.

"મલાએક કહ્યું, વરસાદના એક એક ટીપાંનો હિસાબ હું રાખી શકુ છું. સલવાતના સવાબનો હિસાબ મારાથી થઈ શકે તેમ નથી." ---ઈમામ આગા અલીશાહ

આમ દરેક દરજ્જાવાળાઓ પોતાના દાયરામાં બરાબર ફરજ બજાવીને આગળ વધતા જાય છે. દરેક દાયરામાં જીકરજાપ અને ઈલમનું યોગ્ય મહત્વ છે. દરેકે પોતાની હદથી જુગતીસર આગળ વધવું જોઈએ.

મુસ્તજીબ યાને વિદ્યાર્થી Student. ધર્મની તાલીમમાં નવા દાખલ થયેલ મુરીદ.

ભૌતિક જગત

બ્રહ્માંડના સાત ગ્રહો.

1- Sun. - સૂર્ય, રવિ

2- Moon - ચંદ્ર, સોમ

3- Mars - મંગળ

4- Mercury - બુધ

5- Jupiter - ગુરુ

6- Venues. - શુક્ર

7- Saturn - શનિ

નાની દુનિયા

માણસમાં સાત તત્વો છે.

1- Life--------------------જીવન તત્વ.

2- Knowledge------------જ્ઞાન, સમજ શક્તિ.

3- Power-----------------શક્તિ, કુવ્વત.

4- Perception------------ દ્રષ્ટિ.

5- Action-----------------અમલ, કાર્ય શક્તિ.

6- Will--------------------ઈચ્છા શક્તિ.

7- Continuance (baqa)---અનંતતા (રૂહાની તત્વ) બકા.

"ભૂલચૂક શાહપીર બક્ષે" 🙏🏻