કિતાબ-ઈ-જામી-અલ-હિક્મતાયન
રેકોર્ડીંગ - ૩
રેકોર્ડીંગ - ૩
સમજણ મેળવનાર અને સમજણ મેળવવાની ક્રિયા વચ્ચેનો તફાવત.
(૨૫૩) 'સમજનાર' અને 'સમજણ' વચ્ચે તફાવત કરવોજ જોઈએ જો એક ઈન્સાન બેદરકારપણાની નિંદ્રામાંથી જાગૃત થવા ઈચ્છે તો. (જુર્જાની કસીદા ૫૬).
આ પ્રશ્ન એવો છે કે જે સમજણ મેળવવાવાળો અને સમજણ મેળવવાના કાર્ય વચ્ચેના તફાવત સબંઘી છે; ત્રીજું પાસું, જે વસ્તું સમજાય છે તેના વિશે અહીં બોલી શકાય નહિ. આ (અરેબિક શબ્દ) મુદ્રીક, ‘સમજણ મેળવવાવાળો’, તે એ છે કે જે એક વસ્તુંને સમજે છે, જ્યારે અરેબિક શબ્દ ઈદ્રક, એટલે કે 'સમજવું', એ તેનું કાર્ય છે, એટલે કે સમજવાનું. અરેબિક શબ્દ મુદ્રકનો અર્થ એમ થાય છે કે ‘સમજાયું’ એમ થાય છે. આ એવું છે જાણે કોઈ "પ્રતિનિધિ" અને "કાર્ય" વચ્ચે 'વ્યાકરણ સબંધી' તફાવત કરે. પ્રતિનિધિ તે છે કે જેમાંથી કાર્ય બહાર આવે છે, જેમ કે સુથારના બાબતમાં સુથારીકામ કાર્યનો પ્રકાર છે જે તેના રૂહમાં છુપાએલું છે અને સિંહાસન તે છે કે જેનાથી તેનું સુથારીકામ જાહેર બને છે. ફિલોસોફરો કહે છે કે કાર્ય એ પ્રતિનિધિ અને તેના કાર્યના હેતુના વચ્ચે મધ્યસ્થ છે. કાર્ય હંમેશા પ્રતિનિધિના સ્વભાવમાં સંભવિત રીતે હોય છે અથવા તો તે બનાવેલી ચીજમાં વાસ્તવિક રીતે હોય છે.
(૨૫૪) રૂહની પહેલી ક્ષમતા એ દ્રષ્ટિ છે. તેનું સ્થાન કાળી આંખની કીકીના કેન્દ્રમાં છે કે જેના નીચે ચમકતું આવરણ કે જ્યાં બધા પોતાના સ્વરૂપનું પ્રતિબિંબ બીજાની આંખમાં જોઈ શકે. આના કારણે આંખની કીકીને 'નાનું માણસ' પણ કહેવામાં આવે છે. રૂહની દ્રશ્યમાન વસ્તુંઓ માટેની સમજણ, રંગો અને આકારો કે જે તેના સ્વભાવો અને હલનચલનના સાથે છે, એ આ ક્ષમતાના કારણે બને છે કે જે તે જગ્યાના નીચે સ્થિત છે કે જેનો આપણે ઉલ્લેખ કર્યો. તે શક્તિ ભૌતિક આકારો મેળવે છે અને જે સર્વવ્યાપક ઈન્દ્રીય (universal sense) સામે લાવે છે જે રૂહ છે. આ શક્તિના મધ્યસ્થથી રૂહને આની જાણ થાય છે, રૂહ આની ધારણા બનાવે છે અને તેમાંથી તફાવત કરે જેથી તે જાણી શકે કે આ વસ્તુંનો ક્યો રંગ છે, અને તેનો આકાર ક્યો છે.
(૨૫૫) તેવીજ રીતે, રૂહની બીજી ક્ષમતા એ સાંભળવાની છે. એ કાનની શરૂઆતની જગ્યામાં છે કે જેથી તે બન્ને અર્થવાળા અને અર્થ વગરના અવાજની સમજણ મેળવી શકે. હવા અને શબ્દના સ્વરૂપો હવામાં તરંગ જેવા છે જે દેખાતા નથી. તેના વિરુદ્ધ કે જે આંખથી સમજી શકાય છે. જે બધું આ ઈન્દ્રિયો સમજે છે, તે આ સર્વવ્યાપક ઈન્દ્રીય કે જે રૂહ છે તેને અભિવ્યક્ત કરે છે કે જેથી રૂહ તેનું પૃથકરણ (અલગ કરવું) કરી શકે છે.
બીજી ક્ષમતા સ્વાદની છે, જે જીભના ટેરવાની ત્વચાની નીચેની જગ્યાએ છે કે જેથી તે સ્વાદને સમજે બધું કે જે આ ઈન્દ્રીય સમજી શકે છે જે બીજી બે ઈન્દ્રિયો કે જેનો આપણે ઉલ્લેખ કર્યો તેનાથી જુદું છે. આ ઈન્દ્રીય પોતાની સમજણની વસ્તુંઓને રૂહ સુધી પહોંચાડે છે કે જે પાંચે ઈન્દ્રિયોનો ધણી છે.
(૨૫૬) રૂહની ચોથી ક્ષમતા કે જેના દ્વારા તે સમજે છે તે છે સુંઘવાની ક્ષમતા; આ ક્ષમતાનું સ્થળ નસકોરી (nostril)માં છે કે જે અંતરછાલ (membrane) કે જે મગજની પાછળ છે ત્યાં રહેલી છે. આ ક્ષમતા વાસને (smell) સમજે છે કે જે દ્રષ્ટિથી, સાંભળવાથી અને સ્વાદથી અદ્રશ્ય છે અને તે જે કઈં પણ તેના લગતી વસ્તુંને સમજે છે તેને પણ રૂહ સુધી તેના સર્વવ્યાપક ઈન્દ્રીય તરીકે પહોંચાડે છે.
રૂહની પાંચમી ક્ષમતા સ્પર્શ છે. તે આખા શરીર પર ફેલાએલી છે પણ તે ખાસ કરીને આંગળીઓના ટેરવાની ચામડી પર સ્થિત છે કે જેના દ્વારા તે નરમ અને ખરબચડા, ગતિ અને ગતિહીન, ઠંડુ અને ગરમને સમજી શકે છે. આ ઈન્દ્રિ જે સમજી શકે છે તે બીજી ઈન્દ્રિયો જે સમજે છે તેનાથી જુદું છે. સમજવાવાળો પણ તેની ખાસ સમજવાવાળી વસ્તુંને સર્વવ્યાપક સમજણવાળો જે રૂહ છે તેને પહોંચાડે છે.
તેથી આપણે સાબિત કર્યું કે રૂહ પાસે પાંચ સમજવાવાળી વસ્તુંઓના લગતી એવી પાંચ ક્ષમતાઓ છે. આ દરેક ક્ષમતાઓનું તેમના ઈન્દ્રિયોથી સમજાય એવી વસ્તુંઓ ઉપરનું કાર્ય એજ તેનું સમજવાનું કાર્ય છે: ઈન્દ્રિયોની વસ્તુંઓ એ તેની સમજણની વસ્તુંઓ છે.
(૨૫૭) વધુમાં, આપણે કહીએ છીએ, કે એ જાણવું જરૂરી છે કે જ્યારે આમાંની દરેક સમજણની ક્ષમતાઓ સમજણના કાર્યમાં લાગે છે કે જે તેના લગતી છે, ઈન્દ્રિયો ઉપર તે કાર્યની અસર થાય છે. બીજા શબ્દોમાં, જ્યારે આંખ એક વસ્તું કે જેણે રંગ અને રૂપ છે તેને જુવે છે, જોવાની ક્ષમતા (એટલે કે આંખને) રંગ અને આકારને તદ્દન નિરાકાર ગ્રહણ શક્તિના સદગુણથી મેળવે છે, અને તે રંગ અને આકાર સાથે એક થઈ જાય છે ત્યાં સુધી કે જ્યાં સુધી તે તેને સમજી જાય છે. અને તો આ જોનાર એક કર્તા (agent) છે જેને પોતાના કાર્યથી અસર થાય છે. વસ્તું કે જેને જોવામાં આવે છે તેને જોયા પછી પણ તે પોતાની અસલ હાલતમાંજ રહે છે, જ્યારે જોનાર કે જેને આ રંગ અને આકાર મળે છે તે પોતાની અસલ હાલતથી બદલાય છે. તેથી આપણે જોયું છે કે જોવાવાળા કર્તા (agent), જે મુદ્રીક છે તેની સમજણના કાર્યનું અસર તેના પોતા પર થાય છે; તેની હાલત બદલાય છે જ્યારે કે તે વસ્તું કે જેને જાણવામાં આવે છે તે એમજ રહે છે.
(૨૫૭/૨૫૮) આપણે આ મુદ્દાની નોંધ લીધી કારણકે એક એવું જૂથ છે જે માને છે કે જો આપણે અક્કલના સર્જનહારને અક્કલના માધ્યમથી જાણી શકીએ, તો અક્કલ એક કર્તા હોવું જોઈએ અને તેનો સર્જનહાર - મહાનતા હો તેની - એક હેતું પણ, આ ખરું ન હોય શકે. આપણે અક્કલવાળા માણસોને બુદ્ધિગમ્ય પુરાવા આપીને દર્શાવ્યું છે કે અક્કલ તેના સર્જનહારને સંપૂર્ણ મંજૂરીથી સમજે છે, સમજ દ્રષ્ટી અથવા જ્ઞાન આત્મિક શંકાના રાજ્યોના ગુણોથી શુદ્ધ કરેલું છે; એટલે તે સાચો સર્જનહાર-મહાનતા હો તેની –અક્કલની વસ્તું ન હોય શકે. તેના વિરુદ્ધ, અક્કલ કે જે સમજણથી પ્રકાશિત થઈ છે તે ગુણવત્તાવાળી અનુમતિ દ્વારા મહાનતા અને તેજ મેળવે છે. એ અક્કલ છે કે જેના ઉપર કાર્ય કરવામાં આવે છે, ન કે સર્જનહાર ઉપર ભવ્યતા હો તેની મહાનતા હોય તેની બુદ્ધિગમ્ય ઈચ્છાની બાબતના પ્રશ્ન વિશેનો આ એક વાદવિવાદ વગરનો જવાબ છે.
(૨૫૮/૨૫૯) ફિલોસોફરો કહે છે કે સમયની ત્રણ શાખાઓ છે. પહેલી છે વર્તમાનકાળ, જેમ કે આજે અથવા આ ક્ષણ બીજી છે; ભૂતકાળ ગઈકાલ, તેના પહેલાનો દિવસ. ત્રીજું છે ભવિષ્યકાળ: આવતીકાલ અને તેના પછીનો દિવસ દુન્યવી વસ્તુંઓ પણ આ ત્રણ શાખાઓમાં મળી આવે છે.
તેઓ કહે છે કે આંખ કંઈ વસ્તું કે જે અહીંયા અને હમણાં છે તેને સમજવાનું સાધન છે.
કાન એ કંઈ વસ્તુ કે જે ગઈ કાલે અથવા તેના પહેલા, એ વસ્તું કે જે થઈ ગઈ છે એને સમજવા માટેનું એક સાધન છે.
વિચાર એ કંઈ વસ્તું કે જે કાલે અને આવતી કાલે થશે તેને સમજવાનું સાધન છે. અને અક્કલ જે તેઓ કહે, એ “કંઈ નહિ”માંથી સર્જાએલી વસ્તુંઓને સમજવા માટેનું એક સાધન છે, ન કે તેણે (ખુદાને) જાણવા માટે કે જેને “કાંઈ નહિ”માંથી તેનું સર્જન કર્યું અને સર્વ વખાણ ખુદા માટે છે.
વર્તુળ, મરઘી અને ઈંડા વિશે.
વર્તુળની શરૂઆત અથવા તેના અંતમાં તફાવત કોણ કરી શકે છે.
મરઘી અને ઈંડા બેમાંથી, કશું નબળું ન કહી શકાય. (જુર્જાની કસીદા ૬૦).
(૨૬૫) અમે બતાવ્યું કે પક્ષી ઈંડા પહેલા આવે છે જેવી રીતે ખજુરનો ગર્ભ ખજુરીના ઝાડ પહેલા આવે છે, અને પ્રાણી તેના બી (વીર્ય) પહેલા આવે છે જે પ્રાણીમાંથી બહાર આવે છે. તે આમ એના માટે છે કારણકે જો ઈંડાને સેવન કરવા માટે પક્ષી ન હોત તો, તો કોઈ પણ પછી પક્ષી ન હોત; અને જો બીજને પોષણ આપવા માટે પ્રાણી ન હોત તો, કોઈ પણ પ્રાણીજ ન હોત. જો કોઈ કહે કે બી પ્રાણીના પહેલા આવ્યું તો એક માણસ એમ પણ કહી શકે કે ઈંડું પક્ષીના પહેલા આવ્યું. કેમકે વર્તમાનમાં પ્રાણીઓનું અસ્તિત્વ પેઢી દ્વારા આવે છે, અને તે વ્યક્તિઓ જે પહેલા આવ્યા. એ એમ જરૂરી પણે દર્શાવે છે કે પેઢીનું કોઈ પ્રારંભ બિંદુ હતું કે જે આજે અંત બિંદુ ઉપર આવ્યું છે, કેમકે જેની પણ શરૂઆત નથી તેનો અંત આવી શકે નહિ. જ્યારે આપણે અક્કલનો ચુકાદો (judgement) વાપરીએ આપણે જોઈએ છીએ કે એક જન્મ, આજ, (ક્રમમાં) અંત છે, અને આપણા બાળકો કે જે હજુ જનમ્યા નથી તેઓ પણ જન્મોના ક્રમમાં અંત હશે; એ જરૂરી પણે સમજાય છે કે પેઢીની શરૂઆત છે. કેમકે પેઢીની શરૂઆત હોવીજ જોઈએ, ત્યાં એક એવો જન્મદાતા હોવો જોઈએ જે પોતે બીજાથી જનમ્યો નથી અને જેનું અસ્તિત્વ, તેનાથી વિપરીત, કોઈ પણ પેઢીના કાર્ય વગર આવ્યું છે. આ અભિપ્રાયને સમજદાર માણસો ‘ઉત્પત્તિ' કહે છે. આ બુદ્ધીગ્રાહીય અખંડનીય (incontrovertible) છે અને અક્કલ તેને શંકા વગર કબુલ કરે છે.
(૨૬૬) આપણે કહીએ છીએ કે વનસ્પતિઓમાં મૂળ (origin) જેમ કે ઘઉં, જવ અને વગેરે તે છે કે જે ઝાડ અને વનસ્પતિઓને પોતે ઉત્પન કરે છે. કોઈએ શું એમ કહેવું જોઈએ કે ‘વનસ્પતિઓ અને ઝાડનું બી પક્ષીના સંબંધમાં ઈંડાની જેમ અને પ્રાણીઓના સંબંધમાં વીર્યની જેમ એક ક્રમમાં ઉભું રહે છે, કારણકે જેમ ઈંડું પક્ષીમાંથી આવે છે એમ બી ઝાડમાંથી આવે છે. તો પછી એ જરૂરી પણે સમજાય છે કે ખજુરીનું ઝાડ પહેલા આવે છે કે જેથી બી તેમાંથી બહાર આવે અને ઘઉંનું બી પહેલા આવે છે કે જેથી ઘઉં તેમાંથી બહાર આવી શકે', આપણે જવાબ આપશું કે આ સમજુતી ભૂલ ભરેલી છે. હકીકતમાં, ખજૂરીનું બી ખજુરના પહેલા આવે છે, અને ઘઉંનું બી (unripe ear) ઘઉંના પહેલા આવે છે.
(૨૬૬/૨૬૭) અનાદીકાળની ઉત્પત્તિ 'બી'માં છે, નહિ કે ઝાડમાં. તમે દાવો કરો છો તેનાથી ઉલટું, વનસ્પતિ બી ના સંબંધમાં પક્ષીના ઈંડાના સ્થરે છે અને પ્રાણીના સંબંધમાં વીર્યના બુંદના ક્રમે છે. એ પુરાવો કે આ દાવો સાચો છે તે એ છે કે બી એક વનસ્પતિ છે, પણ એ ક્યારે શક્ય નથી કે કોઈ કહે કે વનસ્પતિ એ બી છે કારણકે માનવજાત – કે જે આને વિવાદમાં મૂકયુ છે - વનસ્પતિઓ, ઝાડ, બી, અને ફળો ત્યાર સુધી વિકસે છે કે જ્યાં સુધી અંકુર અને લાકડું ઝાડની છાલ અને પત્તા બહાર આવે. અને પેઢીઓના બી આદિકાળના છે; દરેક ઝાડનું બહાર આવવું તે મૂળ જોડીમાંથી છે કે જેણે આ બધાને પરાગન (pollinated) કર્યા છે. આપણે જાણીએ છીએ કે આ ખજૂરીનું ઝાડ પુરુષ - સ્ત્રી (male-female) (જોડી) માંથી ઉદભવેલું હતું અને એ ઝાડનું બી એકજ જગ્યાએ એક સાથે બંધાયેલું છે. સમાનતા હોવાથી વનસ્પતિની દરેક પ્રજાતિ મનુષ્ય જાતના સંદર્ભમાં આદમ અને બીબી હવાના દરજ્જે છે; એવીજ રીતે ઘોડાઓની પહેલી જોડ ઘોડાઓને લગતી પ્રજાતિના સંબધમાં છે; અથવા ત્રણે જગતોમાં આકાશ અને પૃથ્વીના જેવું છે. આ એટલા માટે છે કારણકે એવું કોઈપણ હસ્તી ધરાવતું નથી કે જે એક જોડીમાંથી ન આવ્યું હોય કે જે તેના પહેલા હતી. એવીજ રીતે, રૂહ (નફ્સેકુલ) અને અક્કલ (અક્લેકુલ) એ પહેલી જોડી છે જે બધી હસ્તી ધરાવતી વસ્તુંઓની સંપૂર્ણતાની પહેલા આવી, અને બ્રહ્માંડ પોતે, આ બીજું, આકાશ અને પૃથ્વી, તે મુખ્ય આકાશ અને પૃથ્વીમાંથી આવ્યા, જેમ અમે અગાઉ જણાવ્યું છે.
(૨૬૮) એટલા માટે, આ તાર્કિક દલીલોના આધારે અમે જણાવીએ છીએ કે મરઘી પહેલા આવી અને પછી ઈંડું. આ એ છે કે જે અમે કહેવા માંગતા હતા.
રૂહાની પિતા અને માતા વિશે.
(૨૮૮) શા માટે એક નર બાળક જ્યારે જન્મે છે પોતાનું મોઢું ઊંચ તરફ ફેરવે છે. (જુર્જાની – ૬૭).
(૨૮૯) અહલે – તાઈદનો જવાબ - તેમના ઉપર શાંતિ હો, આ પ્રશ્ન, માટે એ કહેવું છે કે સ્ત્રી કુદરતી રીતે કમજોર છે, એવી રીતે કે કિતાબ યાને કાયદાના જાહેરી પાસા જેવી. જે કોઈ પણ કિતાબ યાને કાયદાના જાહેરી પાસાને વળગી રહે છે, તેમનો રૂહ કમજોર છે, જે કોઈ પણ જાહેરી અર્થઘટન ઉપર આધાર રાખે છે તેઓ સ્ત્રી જેવા છે, જેમ ખુદા કહે છે, "તમારી સ્ત્રીઓ તમારા માટે ખેતર છે તેથી તમે ચાહો તેવી રીતે તમારા ખેતરમાં જાવ.' (2:223) જાહેરી અર્થઘટન કરવાવાળા કહે છે કે ખુદાનો કહેવાનો અર્થ એ થાય છે કે,'તમારી પત્નીઓ સાથે તમે ચાહો તેવી રીતે સમાગમ કરી શકો છો.' પણ તાવિલ ઉપર અમલ કરવાવાળા કહે છે કે આનાથી ખુદા મુસ્તજીબને (ધર્મમાં નવો દાખલ થનારને) સંબોધે છે. તે કહે છે કે દાઈ સમજદારી પૂર્વક જે બોલવું હોય તે બોલી શકે છે કે જેથી મુસ્તજીબ વહી અને અર્થઘટનનું ખરું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, કે જે તેના માટે ઉત્તમ છે.
(૨૮૯/૨૯૦) એ જગતમાં એક હાલત છે કે જેની નિશાનીઓ માટે ખુદા કહે છે, એમ કહીને કે 'અને તમારા માટે (સારા આમાલો) આગળ મોકલો'. અને તેઓ કહે છે કે 'સારા આમાલોને આગળ મોકલવું' તે જ્ઞાનને મૂળ સુધી પહોંચાડવામાં રહેલું છે, અને ન કે સ્ત્રીઓ સાથે સમાગમ કરવામાં. જેઓ બાતુની સમજણથી વાકેફગાર છે તેઓ પુરુષો જેવા છે, પણ સાચો પુરુષ પયગમ્બર છે કે જેને ખુદા કે જે મહાન તેણે આખી ઈન્સાનજાત ઉપર નિમેલ છે, બીજા બધા કે જેઓ તેમની મરદાનગીના લીધે તેમના માટે સ્ત્રીના દરજ્જે છે. અને કેમકે કાયદામાં સ્ત્રીઓને પુરુષો સામે આજ્ઞાકારી હોવાનું જરૂરી છે અને પયગમ્બરને વફાદાર રહેવું ફરજીયાત છે, એ સ્પષ્ટ છે કે પુરુષ પયગમ્બરના દરજ્જે છે, જ્યારે કે બધા ઈન્સાનો તેમના સંબંધમાં સ્ત્રીના સ્થાને છે.
(૨૯૦) બીજો પુરાવો એ છે કે પયગમ્બર પુરુષના દરજ્જે છે જ્યારે કે બધા ઈન્સાનો સ્ત્રીના દરજ્જે છે કે જે ખુદાની કિતાબમાં છે કે ખુદા કે જે મહાન છે જ્યારે ખુદા - તેમના વખાણ હો- પુરુષોને હુકમ કરે છે,' તે સ્ત્રીઓને ચેતવણી આપો કે જેઓની બળવાખોરીથી તમે ડરો છો, તેમને તેમની આરામની જગ્યાથી દુર રાખો અને તેમને ફટકારો. જો તેઓ તમારી આજ્ઞાનું પાલન કરે તો તેમની વિરુદ્ધ કંઈ પણ કરો નહિ’. (4:34). બીજે ઠેકાણે ખુદા જે મહાન છે તેમના પયગમ્બરને બહુદેવવાદીઓ સાથે એવી જ રીતે વર્તવાનો હુક્મ કર્યો છે: તેમનાથી ફરી જાઓ અને તેમને ચેતવણી આપો અને તેમની સામે સ્પષ્ટ રીતે તેમના બારામાં કહો'. (4:63) અને એક બીજા કલામમાં ખુદા કહે છે, 'તેમની સાથે લડો કે જ્યાં સુધી કોઈ કુસંપ બાકી ન રહે અને ત્યાર સુધી કે ધર્મ ખુદાનો હોય. અને પછી જો તેઓ છોડી દે, તો ફક્ત ખોટું કરવાવાળાઓના વિરુદ્ધ શત્રુતા રહેવા દો.'
(૨૯૧/૨૯૨) તેથી આપણે શાસ્ત્ર જ્ઞાનની સાબિતીથી એ સ્પષ્ટ કર્યું કે પયગમ્બર પુરુષના દરજ્જે છે. જ્યારે કે બીજા બધા ઈન્સાનજાત સ્ત્રીના દરજ્જે છે. ખુદા જે મહાન છે તે પુરુષને વારસાની બાબતમાં બે સ્ત્રીઓના દરજ્જે રાખે છે. તેને (ખુદા) હુકમ કર્યો કે એક સ્ત્રી કે જેને વારસામાં જે મળ્યું છે તે કરતા બમણું એક પુરુષ મેળવે, અને આવુંજ bloodmoney (એટલે ખૂન કરવા માટે આપેલા પૈસા) માટે લાગુ પડે છે, સ્ત્રીઓ માટેની bloodmoney (એટલે ખૂન કરવા માટે આપેલા પૈસા) પુરુષો કરતા અર્ધા છે. જે કોઈ પણ દીનની બાબતમાં આ બન્ને આંતરિક તેમજ બાહ્ય કાયદાના પાસા તરફ ધ્યાન આપે છે તે દીનનો પુરુષ છે. કારણકે તેનો હિસ્સો બન્ને ભાગમાં છે. જે કોઈ તન્ઝીલને માને છે પણ તેના તાવિલને સમજ્યા વગર તે પાળે છે તો તે ધર્મમાં એક સ્ત્રી જેવો છે. એ હદ સુધી કે તે ધર્મમાં ફક્ત એક ભાગ જેટલુંજ મેળવે છે. જાહેરી દીનના જન્મમાં નારી બાળક છે અને તે તેની પીઠ (જાહેરી દીન) 'દીનની માતા' તરફ ફેરવે છે, કે જે પ્રતીકરૂપે સમજુતીનો બાદશાહ છે, અને તેનું મોઢું તેની તરફ ફેરવે છે, અને આ કારણે સંતો કહે છે કે જ્યારે નારી જન્મે છે તે તેની પીઠ માતાના ચહેરા (જાહેર) તરફ ફેરવે છે.
પણ ઇમાનવાળાઓ કે જે આંતરિક માર્ગદર્શક મેળવેલ છે એક નર બાળક છે. અને જ્યારે તે જન્મે છે ત્યારે પોતાનો ચહેરો દીનની માતા (તાવિલ) તરફ રાખે છે.
જાહેરી માનવાવાળા, તે નારી બાળક કે જે પોતાની પીઠ 'માતાનું જ્ઞાન' તરફ ફેરવ્યું છે, અનિવાર્યપણે ધર્મના ખજાનામાંથી એકજ ભાગ મેળવ્યો છે એટલે કે કુરાનની આયાતો અને કાયદાઓનું જાહેરી પાસુ.
પણ ઈમાનવાળાઓ જે નર બાળક છે અને જેણે પોતાનો ચહેરો 'માતાના જ્ઞાન' તરફ ફેરવ્યું છે, તેની પાસે દીનના ખજાનામાંના બે હિસ્સા છે, એટલે કે કાયદાઓનો જાહેરી અને બાતુની પાસા, તેમજ કિતાબની તન્ઝીલ અને તેની તાવિલ બન્ને મેળવેલ છે.
(૨૯૨) આ સવાલ માટે આ એક વિસ્તૃત રૂહાની જવાબ છે.
શીખેલો માણસ જીવંત છે અજ્ઞાન માણસ મૃત્યુવશ છે.
(૨૯૨/૨૯૩) શોધો અને લખો ! પછી વાંચો અને પ્રશ્ન કરો ! તેના પછી શીખો અને પછી જાણો અને તે બધાને તમારા દિલમાં રોપો.
સિંહનો શિકાર હરણ છે, ચિત્તાનું નાનું હરણ, પણ ડહાપણવાળા ઈન્સાનનો શિકાર ઈલમ અને ડહાપણ છે.
ઈલ્મવાળો ઈન્સાન કબરમાં પણ મરતો નથી, અજ્ઞાન માણસ સિહાંસન પર પણ મડદું છે.
હું અતિશય રાજી થઈશ જો જવાબો આવશે કોઈ પાસેથી જે સાબિતી લાવશે અને દાવત ધરાવશે.
પણ જે શીખ્યો નથી અને જે પાયા વિનાનો છે ગતિહીન તેના પ્રવચનોનું માપમાં કે માપદંડમાં મહત્વ નથી.
ઓ તું, જે ભાગ્ય નીમે છે, બધી વસ્તુંઓને ઉત્પન્ન કરનાર અહમદ, જે પસંદ થએલા છે તેના અંદર અને પૂજ્યભાવથી.
બચાવો અમને અને તે કે જે ધર્મના ઈલ્મને શોધે છે તેમને પીડાની નહેરમાંથી બચાવો,ઓ ગુનાહોની માફી આપનાર ! સારા માણસો સાથે જે ખરાબ કરે છે, તેના ઉપર, ઓ માલિક, કોપ નાખ અને તેને ખાડામાં નાખ ! (જુર્જાની કસીદા ૭૫-૮૨).
(૨૯૩) અમારો હેતું એ બતાવવાનો છે કે મૃત્યું પછી ખુદાની લોકો માટેની ક્યામતનો અર્થ એ છે કે લોકોને અજ્ઞાનતામાંથી જ્ઞાનમાં લાવવું. જ્ઞાની માણસનું જીવંત સાથે, અને અજ્ઞાન માણસનો મરેલા સાથે કસીદામાં આ શબ્દો ઉચ્ચારીને આ માણસે જે તુલના કરી તે એને દર્શાવે છે કે જે સિરાતલ મુસ્તકીમના માર્ગ ઉપર ઈમાનદારીથી ચાલે છે તેઓમાંના અહલે તાઈદ છે જેઓને દિવ્ય પ્રેરણાની મદદ મળેલી છે, અને બાતુની અર્થઘટન, તાવિલનો અમલ કરનાર છે.
યા અલી મદદ