Ilm Majalis Logo

ILM MAJALIS

કલામે શાહ કરીમ (Excerpt)

રેકોર્ડીંગ - ૧

રેકોર્ડીંગ - ૧

0:000:00

તાલીકા મુબારક :

તા. ૧૩-૭-૧૯૫૭-જીનીવા.

અમારા પ્યારા પુજનીય યાદના દાદાજાનની સંપૂર્ણ ઈચ્છા અને નિમણુંક મુજબ પવિત્ર ઈમામતની મારી ગાદીનશીની નિમિત્તે અમો આખી દુનિયાના બધા વહાલા રૂહાની બચ્ચાઓને અમારા માતા અને પિતા તરીકેના ઉત્તમ દુઆ-આશિષો ફરમાવીએ છીએ. ખાનાવાદાન.

(ફ/૧, પે/૧) તમો અમારા સઘળા રૂહાની બચ્ચાઓને અમો ઘણા ઘણા દુઆ આશિષ ફ૨માવીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમો સુખી અને આબાદ રહો.

અમારા દાદાએ જીંદગીના છેવટ સુધી પોતાના રૂહાની બચ્ચાઓની ભલાઈ માટે કામ કર્યું હતું અમો પણ અમારી જીંદગી તમોને અર્પણ કરીએ છીએ.

(૨/૧)  અમારા દાદા પ્રત્યે તમોએ જે ભક્તિભાવ અને વફાદારી બતાવી છે તેની અમારા દિલ ઉપર ઘણી ઉંડી અસર થઈ છે. અમો અમારા દાદાની જેમ તમારી ભલાઈ માટે અમારી જીંદગી અર્પણ કરીએ છીએ. 

(૩/૨) અમારા વખતમાં કોમ સુખી રહે અને અમારા દાદાજાને બતાવેલ માર્ગે તમારી દેખભાળ અને ચડતી થતી રહે એ માટે "અમો અમારાથી બનતું બધું કરી છુટશું."

(૮/૫) ઈમાનવાળા ગરીબ માણસનું જીવન તે ઈમાન વગરના ધનવાન કરતાં ઘણું જ કિંમતી છે.
       
પૈસા અને દુન્યવી ન્યામતો એ ખરી ફત્તેહમંદીથી ઘણા જ દુર છે.

(૮/૬) અમારી નસિહત પ્રમાણેના સિદ્ધાંતો ઉપર મજબૂત રહીને અમલ કરશો તો અમોને પાકી ખાત્રી છે કે તમારી જીંદગી કુદરતી બક્ષિસોથી ભરપૂર અને સુખી બનશે.

(૧૦/૭) શીયા ઈમામી ઈસ્માઈલીઓના ઈમામ તરીકેનો દરજ્જો અમો ધરાવીએ છીએ જે રાજદ્વારી નથી, અને કોઈપણ દિવસ તેમ થશે નહિ.

(૧૪/૧૧) આપણા માટે ફક્ત એક જ પ્રવૃતિ છે. અને તે છે શિક્ષણ સંપાદન કરવાની. 

(૧૭/૧૩) ઈમામ જાફર-અસ-સાદિક અ. કોણ હતા ? તેમની જીવન કારકિર્દી શું હતી ? તેમનો ઈતિહાસ શું છે? તેવી જ રીતે નાસિર ખુસરો કોણ હતા ? વગેરે સર્વે ઈતિહાસથી ઈસમાઈલી બાળકો સ્કુલમાં વાકેફગાર બને એમ અમો ઈચ્છીએ છીએ.  ખાનાવાદાન.

(૧૯/૧૫) તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે એકલી કેળવણી જ પુરતી નથી. તમારામાં ઈમાન અને મઝહબ માટે પ્રેમ પણ હોવા જોઈએ.

(૨૦/૧૬) હ. નબી મુહમ્મદ મુસ્તફા (અ.સ.) ના જમાનાથી એવી માન્યતા છે કે તરસ્યાઓને પાણી પીવડાવવામાં સવાબ છે. તેજ પ્રમાણે તમો જમાતને પાણી પીવડાવો છો તે માટે અમો તમોને ઉત્તમોત્તમ દુઆ આશિષ ફ૨માવીએ છીએ.

ઈસ્લામમાં ત્રણ ચીજ છે; ઈસ્લામ ધર્મ, પાણી અને ખજૂર એ ત્રણેની અંદર મુખ્ય જે પાણી છે એ તમો પીવડાવો છો. પાણી ખોરાકની માફક જરૂરી છે, અને એ લોહીના માટે ઉપયોગી છે.

ઈન્સાનમાં બે ચીજો છે એક શરીર અને બીજો આત્મા. આત્માને રૂહાની ખોરાકની જરૂર પડે છે. તેજ પ્રમાણે શરીરને કસરતની જરૂર પડે છે.

(૨૨/૧૭) ઈમાન એ મોટામાં મોટી વસ્તુ છે. રસ્તામાં ધુળ પડી હોય તેની કંઈ કિંમત નથી તેમ ઈમાન વગરના માણસની કિંમત ધુળ મિસાલ છે.

 (પેજ-૧૮)એક જમાનો એવો હતો કે જ્યારે ઈસમાઈલીઓનું રાજ્ય હતું તે વખતે તેઓનું ઈમાન મજબુત હતું. તેઓ ઈમાનને બરાબર જાળવી રાખતા હતા. 
     
તમારૂં ઈમાન અને ડીસીપ્લીન એવાં હોવા જોઈએ, કે જેઓમાં આ વસ્તું ન હોય, તેના પર પણ તમો છાપ પાડી શકો. તમો તમારા ઈમાન અને ડીસીપ્લીનથી દુન્યાને બતાવી આપો કે, આ અમારૂં ઈમાન છે અને આ અમારો ધર્મ છે. એવો દાખલો બેસાડવો એ કંઈ નાની સુની વાત નથી.

(૨૯/૨૩) કોઈપણ બાબતોનો ઈતિહાસ સહેલાઈથી સમજવાને માટે એને લગતા સવાલોની તલાસ કરવાની જરૂર છે. 

(૩૩/૨૬) ક્યામતના દિવસે તમારો તોલ ..... સૌથી વધું તો અલ્લાહ ઉપર તમોને કેટલું ઈમાન છે તે ગણત્રી ઉપર કરવામા આવશે.

(૩૯/૩૦)  તા.૨૯-૧૦-૧૯૫૮, પાકિસ્તાન (સંદેશ મુબારક)

તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. 
       
આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિષે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ-આશિષો ફરમાવીએ છીએ.  ખાનાવાદાન.

(૪૩/૩૨) પયંગમ્બર હ. મહમદના સમયથી આપણા મુખ્ય સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત એ પણ ચાલતો આવ્યો છે કે ઈમાન ટકાવી રાખવું, પણ વખતને અનુસરીને પોતાના વિચારો બદલતા જવા.

(૪૫/૩૩) કેટલાક લોકોએ અમને અરજ કરી છે કે, અમે ઈબાદત બંદગીમાં હંમેશા એક ધ્યાન નથી થઈ શકતા આથી તેઓને ચિંતા થાય છે. ખેર અમે ઈચ્છીએ છીએ કે તમે એ સમજો કે આ કોઈ કોયડો નથી, આ કોયડો તો તમારા પોતાના મનનો છે. પરંતુ હકીકતમાં એ કોઈ કોયડો નથી. આપણે માનવજાત છીએ વળી જો તમારાથી એક ધ્યાન ન થવાતું હોય તો એ વધું સારૂં છે કે ટૂંકી એવી દુઆ-બંદગી કરી ત્યાંજ અટકી જવું અને જ્યારે તમે હૃદયથી દુઆ-બંદગી કરતા હો ત્યારે વધું લાંબી ઈબાદત કરો. તમારો રૂહ કાંઈ મશીન નથી.

(૪૮/૩૬) એક બાળક ....જેટલું એ લેકચરો સાંભળીને શીખે છે તેટલું જ લાગણી થકી, અર્થસમજણ થકી શીખે છે.

(૫૧/૩૮) આનંદ મેળવવાની જો કોઈ ચોક્કસ ખાત્રીવાળી ચાવી હોય તો તે બંદગીજ છે.

(૫૨/૩૮) અમારા વહાલા રૂહાની ફરજંદો જે દેશમાં તેઓ રહેતા હોય તે દેશના તેઓ પ્રમાણિક, વફાદાર અને પહેલા વર્ગના નાગરીક બનીને રહે.

(૫૪/૩૯) નવા વરસ દરમ્યાન તમારા દુન્યવી અને રૂહાની સુખમાં દસગણો વધારો થાય અને દર વર્ષે એમ જ થતું રહે. 

(૫૬/૪૧) જીવનના દરેક ક્ષેત્રમાં તમારે લોજીકને અનુસરવું જોઈએ આનો અર્થ એ નથી થતો કે તમો તમારું ઈમાન જતું કરો પરંતુ ઈસ્લામનો ખરો સિધ્ધાંત એ છે કે ઈમાન તર્ક અને બુદ્ધિ ઉપર આધાર રાખે છે.


(૫૭/૪૨) પ્રાથમીક સાધનો ઉપર રચાયેલા ત્રીજી અને ચોથી કક્ષાના પુસ્તકો ફરી ફરીને વાંચવાનો કોઈ અર્થ નથી, આથી આપણે બીજા લોકોએ તારવેલા અર્થની અસરમાં આવી જઈને મૂળ હકીકતો ને છોડી, આપણે દુર દુર થતા જઈશું. અને સત્ય ઢંકાઈ જવાથી આપણે સંપૂર્ણ ગુંચવાડામાં પડી જઈશું. અમો એમ નથી કહેતા કે આમ થવા પામ્યું છે. પરંતુ અમો કહીએ છીએ કે આમ બનવાનો ભય છે. જેને આપણે દુર કરવો જોઈએ.

(પે-૪૪) ઢગલાબંધ સાધન સામગ્રીઓ એકઠી કરીને અભ્યાસ કરે, અને ત્યાર બાદ પોતે શેની શોધમાં આવેલા છે, તે પ્રશ્ન જ્યારે ઉપસ્થિત થાય, ત્યારે તેનો કોઈ અર્થ નથી.

(પે-૪૫) ઈસ્લામનું ખરું રહસ્ય બુદ્ધિમાં ઉતરે એવું છે. ઈસ્લામ કંઈ અસ્ટમ પસ્ટમ ધર્મ નથી. તથા તેમાં કોઈ અર્થ વગરની વાતો નથી તે સ્પષ્ટ અને સરળ રીતે સમજી શકાય તેવો ધર્મ છે. 

(પે-૪૫) ઈસ્લામનો અર્થ માત્ર શ્રધ્ધા નથી. પરંતુ સાથે કાર્ય પણ છે. 

(૫૮/૪૭) ...જમાતમાં ઈલ્મની જ્યોતને જારી રાખીને તેના પ્રકાશને આગળ પ્રસરાવવોજ જોઈએ, આગળ ધપાવવોજ જોઈએ.  ખાનાવાદાન.

(૬૩/૫૦) આજના સમયમાં ઈન્સાનને આધુનિક પધ્ધતિનું જીવન જીવવું શક્ય છે. અને સાથે સાથે ખરૂં ધાર્મિક જીવન પણ જીવી શકાય છે.

(૬૪/૫૧) અમે તમને દરરોજ વરસના પ્રત્યેક દિવસ જોતા રહીએ છીએ. અમે તમારી સફળતા કે તમારી નિષ્ફળતાને રસપૂર્વક ધ્યાનમાં લેતા રહયા છીએ અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ જાણો કે અમે તમારી સફળતા ચાહીએ છીએ. માટે સખત મહેનત કરો, નિયમિત જમાતખાને આવો કારણ કે દુઆ-બંદગી વગરના માનવીનો આ જગત ઉપર કોઈ ઉપયોગ નથી. 
     
નિયમિત ઈબાદત- બંદગી કરવાનું અને સખત મહેનત કરવાનું યાદ રાખો.  

(૬૭/૫૩) ખરો માર્ગ એ છે કે તમો તમારી બંદગીના વખતને બરાબર સંભાળો અને એકાગ્રતાથી ખરૂં સુખ મેળવો.  ખાનાવાદાન.

(૭૦/૫૫) ...ફરમાનોના અર્થ તમારે સંપૂર્ણ રીતે સમજવા જોઈએ. અને તે ઉપર તમારે બરાબર અમલ કરવો જોઈએ.
      
તમોને કંઈ પણ થાય પણ જો તમારા દીનમાં ચુસ્ત હશો તો કદી પણ દુ:ખી નહિ થાવ, કદાચ તમો ગમગીન થશો, તમને વ્યાધી થશે. પણ તમે દુ:ખી નહિ થાવ.

(૭૨/૫૮) તમોને બૈતુલખ્યાલમાં દાખલ કરવામાં આવેલા હોય, અને તમો વહેલી સવારે દુઆ બંદગીમાં આવતા હો, ત્યારે જ તમો શક્તિ અને બળ હાંસલ કરી શકશો, તમોને સુખ મળશે.

(૭૫/૬૧) જેઓએ બૈતુલખ્યાલમાં નિયમિત હાજર રહી વહેલી સવારની ઈબાદતથી પોતાના દિલમાં રોશની પ્રાપ્ત કરી છે, તેઓ એ સમજે છે કે આ આનંદ, અનેરો આનંદ અને ખુશી છે કે જે આનંદ અમારા રૂહાની બચ્ચાઓ ઈબાદત થકી મેળવે છે, તે બીજા દુન્યવી સુખો કરતાં ઘણું જ ઉત્તમ અને ઘણું જ ચડિયાતું છે.

(૭૬/૬૨) બંદગી એ તમારા રૂહાની જીવનનો પાયો છે એ તમો ભુલી જશો નહિ. આ બાબત હંમેશને માટે બહું જ જરૂરી અને મહત્વની છે. 
           
બંદગીથીજ રૂહાની આનંદ મળે છે. અને અમારા રૂહાની બચ્ચાઓ હંમેશા એ રૂહાની આનંદ મેળવતા રહે એવું અમે ઇચ્છીએ છીએ.

(૭૭/૬૨) આ દુનિયાની જીંદગી અલ્પકાલિક અને ઘણી જ ટૂંકી છે. માટે હવે પછીની જીંદગી કે જે હંમેશા રહેનાર છે તેના સુખ માટે આપણે દરેકે કાર્યો કરવા જોઇએ.

(૭૮/૬૩) અમોને તમારી કદર તમારા દિલમાં રહેલા ઈમાન અને તમારા આત્મામાં રહેલા ભક્તિભાવ ઉપરથી થાય છે.

(૮૯/૭૦) અમો પણ તમારા માટે દુન્યવી અને રૂહાની બાબતોમાં સૌથી ઉત્તમ હાલત તમોને પ્રાપ્ત થાય તેમ ઈચ્છીએ છીએ.

(પેજ-૭૨) સફળતા એ તમારો હક છે એવું તમો નહિ સમજજો એ તો અલ્લાહની મરજી ઉપર આધાર રાખે છે.  ખાનાવાદાન.

(૯૧/૭૩) તમારે તમારી દુઆ-બંદગીમાં નિયમિત રહેવું જોઈએ કારણ કે આજ વસ્તુ છે જે તમને જીવનનું ટુંકાપણું અને હવે પછીના જીવનની મહાનતાની યાદ આપશે.

(૯૬/૭૬) તમો તમારા ઈતિહાસના અભ્યાસમાંથી પ્રેરણા લ્યો. તે તમોને ઈસ્લામની ભાવના મુજબ જીવન જીવવા માટે સહાય રૂપ થશે.

એક રિવાયત અગર હદીસમાં કહેવામાં આવ્યું છે કે,  "હઝરત પયગમ્બર (સ. અ.) પોતાના હાથ ધોયા વગર કદી જમતા નહિ" આએ રિવાયત કદી સોએસો ટકા સાચી ન પણ હોય...
     
અલ્લાહતઆલાએ કુરઆનમાં સ્ત્રીઓ અને પુરૂષોને સંબોધન કરતાં ફરમાવેલ છે કે: "ખલક કુમ મિન નફિસન વાહિદતિને" એટલે કે તેણે તમોને "એકજ નફસ"(એકજ રૂહ) માંથી પેદા કરેલ છે.

(૯૭/૭૮) દુન્યવી તેમજ રૂહાની રીતે પ્રગતી કરવા બને તેટલું શક્ય તમારે કરવું જોઈએ.

(૧૦૧/૮૦) અમો એ પણ ઈચ્છીએ છીએ કે તમો હંમેશા પોતાને દુન્યવી અને રૂહાની રીતે ઉત્તમો ઉત્તમ બનાવવાનો પ્રયાસ કરો.

(૧૦૨/૮૨) અમો ઈચ્છીએ છીએ કે, તમે તમારા મનમાં એ પણ સ્પષ્ટ કરી દો કે, આપણી પ્રેકટીસમાં કઈ ચીજ અગત્યની છે. એ ફક્ત દુઆજ નથી, એ ફકત જમાતખાનાની હાજરીજ નથી, એ ફક્ત ઈમામ અને જમાતની ખિદમતજ નથી, પરંતું એ ઈબાદત પણ છે. એવા રૂહાની બચ્ચાઓ છે કે, ઈબાદતનો અર્થ સમજતા નથી, જેઓ કદર કરતા નથી. 

(પેજ-૮૪) તમારા જીવનકાળ દરમ્યાન ....રૂહાની બાજુની અવગણના કરવાનું વલણ રહેશે, આવું વલણ રહેશે. તમારામાંના કોઈએ પણ આની અવગણના નહી કરવી જોઈએ. જો તમે આમ કરશો તો, તમે નાખુશ થશો. ....ઈબાદત નહી કરવી છતાં ખુશ રહેવું એ શક્ય નથી.
         
એ ફક્ત જાહેરી બાબતો નથી કે, જે મહત્વની છે. પરંતું એ ઈબાદત પણ છે, જે તમારા દિલમાં હોય છે.

(પેજ-૮૫) .....જો તમે તમારી દુઆ-બંદગી અપાએલા સમયે ગુજારી શકતા નથી તો બીજા કોઈ સમયે પણ તમારે તે ગુજારવી જરૂરી છે.
    
તમારે તમારા મઝહબને તમારા દિલમાં અને તમારા રૂહમાં જાળવી રાખવો જોઈએ આ ઈબાદતનો અર્થ છે. 

(પેજ-૮૬) અમો તમને એ યાદ રાખવાનો આગ્રહ કરીએ છીએ કે, આપણો તરીકો એ ઈબાદતનો(તરીકો) છે. એ કે જે ઈબાદતની અવગણના કરે છે અથવા ઈબાદતને ભુલી જાય છે. એ કે જે ભુલી જાય છે, તે ખોટા માર્ગ ઉપર છે, તે ખોટા માર્ગ ઉપર છે; એક મુસલમાન હોવા માટે ફક્ત જાહેરી બાબતોનુંજ નહીં પરંતુ તમારા દિલ અને તમારા રૂહમાં જે હોવું જોઈએ તેનું પણ મહત્વ છે, કેમ કે, એ તમારૂં દિલજ છે અને તમારો રૂહજ છે કે, જે ઈમાન વડે ભરપુર હોવા જોઈએ.

(૧૦૩/૯૩) રૂહાની બાબતોમાં પણ જે ઉત્તમ હોય તે મેળવવા માટે પ્રયાસો કરવા જોઈએ. 

(૧૦૬/૯૫) અમે દુઆ કરીએ છીએ કે આ દુનિયામાં જે સર્વોત્તમ છે તે તમે પ્રાપ્ત કરો અને રૂહાની જગતમાં જે સૌથી ઉત્તમ છે તે તમે પ્રાપ્ત કરો. અને આ દુનિયામાં તેમજ આવતી દુનિયામાં તમને જે જોઈએ તે સઘળું તમે પ્રાપ્ત કરો.  ખાનાવાદાન.

(૧૦૮/૯૬) ૧૧ મી જુલાઈ ૧૯૫૭ થી અમારા સર્વે હેતુઓ અને મહત્વકાંક્ષાઓ અમારા રૂહાની બચ્ચાઓને રૂહાની અને દુન્યવી બાબતોમાં સહાયરૂપ થવા અને દોરવણી આપવા માટે અર્પણ કરેલ છે. 
    
સઘળી બાબતોમાં સત્ય માટેની સતત શોધ તે સઘળું તમારા થકી છે.

(પેજ-૯૭) સેંકડો વરસથી અમારા રૂહાની બચ્ચાઓ ઈમામતની રસ્સી દ્વારા દોરવણી મેળવતા રહયા છે. 

(પેજ-૯૮) ....તેઓનું રૂહાની અને નૈતિક બળ એવા પ્રકારનું છે કે  “તે કે જેની પાસેથી આપણે આવ્યા છીએ અને જેની તરફ આપણે પાછા ફરવાના છીએ.” તેનું સ્મરણ તજી દીધા વગર અને તેને આધિન રહીને પણ અનેકાનેક દુન્યવી લાભો લેવા (આપણો મઝહબ) છુટ આપે છે.

(૧૦૯/૧૦૦) ગીનાનો યાદ કરવા જોઈએ, ગીનાનોની માયના સમજવી જોઈએ અને ગીનાનોની સમજણ પોતાના દિલમાં લેવી જોઈએ.
 
....ખાસ જરૂરી છે કે જુગાજુગ અને પેઢી દર પેઢી તેઓ આ(ગીનાનની) પ્રણાલિકાને પકડી રાખે આપણી આ પ્રણાલિકા અજોડ છે અને અમારી જમાત માટે અતિશય મહત્વની છે.  ખાનાવાદાન.


(૧૧૫/૧૦૩) તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમ્યાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય.

(૧૧૭/૧૦૭) જેઓ ઈમાનવાળા છે તેમને આપણે ઉચ્ચ વિદ્વત્તા સભર ચીજો નહિ આપીએ, પરંતુ ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરેલ લોકો સાથે આપણે તેમના ધોરણે વાત કરીશું.

(૧૨૧/૧૦૯) એક સિધ્ધાંત એ છે કે તમારે હંમેશા જમાતખાનામાં નિયમિત હાજરી આપવી જોઈએ. 
            
જીંદગીની સફળતા તે તમારા જ્ઞાનથી નહી પણ અલ્લાહની રહેમતો થકી મળે છે.

(૧૨૪/૧૧૧) તમારામાંના જેઓ ચિંતામાં ઘેરાયેલા છે, તેઓએ ચિંતાઓ સાથે જીવવું જોઈએ. થોડોક વખત વીતાવવા દેવો જોઈએ. થોડોક વખત વિતાવા આપો અમોને ખાત્રી છે કે, વખતના વહેવા સાથે અમારા રૂહાની બચ્ચાઓને ખાત્રી થશે કે જે કોયડાઓ તેઓને મુંજવી રહયા હતા, તે પ્રશ્નો ધીમે ધીમે અને ક્રમવાર આપો આપ પોતાની જગ્યાએ સમાઈ જશે.

(પેજ-૧૧૨) અમો ઈચ્છીએ છીએ કે તમો ચપળ, મહેનતું બનો, કે જેનાથી તમો તમારા વિશ્વાસ અને વફાદારીની ઉંચામા ઉંચી સાબીતી અને પુરાવાની ખાત્રી બતાવી શકો.

(૧૨૫/૧૧૩) છેલ્લા થોડા મહિનાઓમા તમારી બૈતુલખ્યાલની હાજરી ઘણા જ પ્રમાણમાં વધેલી છે. આનાથી અમો ખરેખર ઘણા જ ખુશી થયા છીએ.

(૧૩૦/૧૧૭) અમે તમને પુછીએ છીએ કે શું તમે પોતાની જમાતખાનાની હાજરીમા નિયમિત રહેશો ?

(જમાતે અરજ કરી; આમીન ખુદાવિંદ)

અમે તમને એક બીજો સવાલ પુછીએ છીએ, જીવનમાં તમારી પહેલી જવાબદારી કઈ છે ?

(જમાતે અરજ કરી; ઈબાદત, ખુદાવિંદ)

તો પછી, જો તમે જવાબ જાણો છો તો જ્યારે અમે શારીરિક રીતે અહીં હાજર ન હોઈએ ત્યારે પણ તમારે આ ન ભુલવું જોઈએ.
       
તમારો એક માત્ર અંશ જે અમર છે તે તમારો રૂહ છે, આ કદી પણ ભુલશો નહી.

(પેજ-૧૧૮) તમારામાંના જેઓને તકલીફો અને મુસીબતો હોય તેઓએ તેની પાસેથી શક્તિ માટે આજીજી કરવી જોઈએ.

(૧૩૧/૧૧૯) તમારે એ સમજવું જોઈએ કે તમારા દરેકમાં રૂહ છે અને આ રૂહ જ કેવળ અનંત છે. તમારા દરેકમાં રૂહ છે એ હકીકત યાદ રાખવી, એ તમારા હર કોઈની ફરજ અને જવાબદારી છે.

(૧૩૨/૧૨૦) અહીં ક્યો રૂહાની બાળક છે કે જે અમને "મલિકિન્નાસ"નો અર્થ જણાવી શકે તેમ છે ?

(એક રૂહાની બાળકે અરજ કરી કે; મલિકિન્નાસ એટલે લોકોના માલિક, હાજર ઈમામ. મૌલાના હાજર ઈમામે ખુશી દર્શાવતાં ફરમાવ્યું)

સરસ,ઘણું સરસ !

અમારા વહાલા રૂહાની બચ્ચાઓ,

અમે આગળ વધશું. 

આ સુરા આવે છે : કુલ અઊઝું બિ રબ્બિન્નાસ, મલિકિન્નાસ, ઈલાહીન્નાસ મિનશર્રલ વસ્વાસિલ ખન્નાસ. 

"વસ્વાસ" શબ્દનો શો અર્થ થાય છે ? આનો અર્થ જાણવો અગત્યનું છે.

(એક રૂહાની બાળકે "વસ્વાસ"નો અર્થ ગુજરાતીમાં "વસવસો" થતો હોવાનું જણાવ્યું જેથી મૌલાના હાજર ઈમામ રાજી થયા અને ફ૨માવ્યું,)

સરસ, ઘણું સરસ.

(પેજ-૧૨૧) અમે એક વધું સવાલ પુછીશું : "યોમિદીન"નો શો અર્થ થાય છે ? અમે ઈચ્છીએ છીએ કે અહીં હાજર રહેલામાંના કોઈ અમને "યોમિદીન"નો અર્થ જણાવે.

(એક રૂહાની બાળકે અરજ કરી : ઈન્સાફનો દિવસ)

અમારા વહાલા રૂહાની બચ્ચાંઓ,અમે ચાહીએ છીએ કે તમને એક વધું સવાલ પૂછીએ, શું તમે જાણો છો કે "અલ - હલ્લાજ" કોણ હતો?

(એક રૂહાની બાળકે અરજ કરી; મન્સુર અલ હલ્લાજ)

જીવનમાં તેનો મુખ્ય હેતું શો હતો?

(એજ રૂહાની બાળકે ફરી અરજ કરી; અલ્લાહ સાથે એક થઈ જવાનો)

(પેજ-૧૨૨) અમારા વહાલા રૂહાની બચ્ચાઓ,

અમે જે સવાલ પુછયો તે મુશ્કેલ હતો તે ઘણો જ મુશ્કેલ પ્રશ્ન હતો કારણ કે તેને આપણા ઇતિહાસ સાથે સબંધ નહોતો, પરંતુ તેનો એક વિચારસરણી સાથે સબંધ હતો ઈસ્લામના પાલનની એક એવી વિચારસરણી જે આપણી વિચારસરણીની નજીક છે. જે રૂહાનિયતની વિચારસરણી છે.

અલ - હલ્લાજ શહીદ થઈ ગયો કારણ કે તે એમ માનતો હતો કે તેણે પોતાના રૂહને ઉચ્ચ દરજ્જે પહોંચાડયો હતો. અને તેણે સર્વે દુન્યવી બાબતોને પુરતી રીતે દુર કરી હતી કે જેથી તેનો રૂહ તોહીદ સાથે, સર્વવ્યાપક એકતા સાથે એકરૂપ થાય.

તેણે જાહેરમાં "અનલ હક્ક"નો દાવો કર્યો જેનો અર્થ થાય છે "હું સત્ય છું" અને તે સમયના મુસ્લિમોએ તેની ગણના ધર્મથી ફરી ગયેલામાં કરી અને તેને ધર્મથી ફરી ગયેલો ગણીને મારી નાખવામાં આવ્યો.

આ સવાલ પુછવાનું કારણ એ હતું કે અમારા રૂહાની બચ્ચાઓ આવતા વરસો દરમ્યાન ઈસ્લામની બે વિચારસરણી સમજે. રૂહાની વિચારસરણી જે આપણી છે. તેમજ ઈસ્લામની કેટલીક બીજી શાખાઓની એટલે કે તેઓની કે જેઓ એમ કહે છે કે નહીં ઈસ્લામનું કોઈ બાતુની સ્વરૂપ નથી, ફક્ત એક જાહેરી સ્વરૂપ જ છે.

(પેજ-૧૨૩) આજ કારણસર અમે પુછ્યું હતું કે "અલ-હલ્લાજ" કોણ હતો અને અમે ઘણા જ ખુશી થયા છીએ, તેમજ "અલ- હલ્લાજ" કોણ હતો એ જાણનાર રૂહાની બાળકને અમે મુબારકી આપીએ છીએ.

(પેજ-૧૨૩) આવતા વરસોમાં ....અમે તમને પુછીએ કે બાતુની ધર્મ અને જાહેરી ધર્મ વચ્ચેનો તફાવત શો છે ? તો તમે અમને જણાવી શકો તેમ હો !

(પેજ-૧૨૪) ઈસ્લામની સ્થાપના વખતે હ. પયંગમ્બર સાહેબના અસહાબોમાં ઈસ્લામની દાવત માટે જેવો જુસ્સો હતો, તેવો જુસ્સો આજના વિદ્યાર્થીઓએ શિક્ષણ ગ્રહણ કરવા માટે બતાવવો જોઈએ.

(૧૩૫/૧૨૯) તમે એ નહી ભુલશો કે "ભાવાર્થ" એ આપણી ઈસ્લામી માન્યતાનો પાયો છે. કારણ કે આપણી વિચારસરણી બાતુની છે. જો એ જાહેરી હોત તો કોઈ વાત નહોતી. પરંતુ તે જાહેરી નથી એતો બાતુની છે. જેનો અર્થ એ થાય છે કે એ ભાવાર્થ આપણી જમાત માટે છે. એ આપણા તરીકા માટે છે. અને આજ પાયો છે માટે આ ભુલતા નહી.

(પેજ-૧૩૦) ઈસ્લામનો આપણો તરીકો, ઈસ્લામનો એક બાતુની તરીકો છે. બાતુનનો અર્થ એ થાય છે કે જે લખેલું છે તે તો છે જ, પરંતુ તેનો ભાવાર્થ દરેક માટે નથી હોતો, એ ફક્ત તેઓને માટે છે કે જેઓ આપણી જમાતના અંગ છે.
    
અમે તમને ફરમાવીએ કે "કૌકબુન"નો અર્થ શો છે ? તો તમે એ જાણતા હો એવી અમે આશા રાખીએ છીએ. અને જો અમે ફરમાવીએ કે તેનું બહુવચન શું છે ? તો તમે જાણતા હોવા જોઈએ કે તે "કવાકિબ" છે. જેનો અર્થ અનેક તારા થાય છે.
    
"જૈતુન" વિશે પણ આજ પ્રમાણે છે. "જૈતુન" કુરઆને શરીફમાં એક સામાન્ય શબ્દ છે અને તે પોતાનું ખાસ મહત્ત્વ ધરાવે છે, જેને સમજવું જોઈએ.

(૧૪૦/૧૩૭) તમે કાઉન્સીલના પ્રેસીડેન્ટ હો અથવા તો તમે શાળામાં અભ્યાસ કરતા એક નાનકડા બાળક હો એ મહત્વનું નથી. અમારે માટે તો દરેક રૂહાની બાળક એક સમાન છે.

(૧૪૨/૧૩૯) પ્રત્યેક રૂહાની બાળકને પોતાના જમાતખાના માટે ગૌરવ હોવું જોઈએ અને જે સ્થળે તે શાંતીથી દુઆ બંદગી ગુજારી શકે છે તે સ્થળે અહી આવતાં તેને ખુશી થવી જોઈએ. દરેક રૂહાની બાળક જે જમાતખાને હાજરી આપતો હોય તે માટે પોતાને ગૌરવ હોવું જોઈએ.