કલામે ઈમામે મુબીન ભાગ-૨ તારવણી
રેકોર્ડીંગ - ૩
રેકોર્ડીંગ - ૩
હક મૌલાના ધણી સલામત સરકાર સુલતાન મોહમ્મદશાહ હાઝર ઈમામે ફરમાવ્યું:
(પેજ - ૩૫૧) તંદુરસ્તીના નિયમો બાબત બાઈઓને સમજાવવું જોઈએ કે જેથી કોમમાંથી પચાસ ટકા જેટલી બીમારી દૂર થઈ જશે, બાકીની પચાસ ટકા બીમારી તો કુદરતી આવે છે અને તેના માટે દિલગીર થવું જોઈએ નહિ, બલ્કે ખુશી થવું જોઈએ કારણ કે તેવી કુદરતી બીમારીઓથી ઈન્સાનના પાપો ધોવાય છે અને આ દુનિયામાજ તેનો ફેરો સફળ થાય છે અને પેલી દુનિયામાં તેના માટે આસાની છે.
(૩૫૩) તમારે ઈસ્લામી નામો પયગમ્બરો, ઈમામો અને પીરોની પુઠીઓમાંથી રાખવા જોઈએ.
(૩૫૪) અમે અત્યાર સુધી જે જે ફરમાનો કર્યા છે તે સર્વ તમે હંમેશા વાંચશો અને તે પ્રમાણે અમલ કરશો તો ફાયદો ઉઠાવશો. એક કાનથી સાંભળી બીજે કાનેથી કાઢી નાખશો તો કંઈ પણ ફાયદો થઈ શકશે નહિ. ખાનાવાદાન.
(૩૫૫) તમે જમાતખાનામા વાએજ લેકચરો કરો છો અને મારફતી જ્ઞાન ઈલ્મનો બોધ આપો છો, તે જાણી અમે ઘણા ખુશી થયા છીએ.
"નુરૂમ મુબીન"નો અભ્યાસ કરવો જોઈએ કારણકે તેમાં આપણા મજહબની ઐતિહાસિક ઘણી વાતો લખેલ છે, આવી ઐતિહાસિક વાતો જમાતને સંભળાવી બોધ આપવો એ ઘણું જ જરૂરનું છે.
આવતા વર્ષે અમારી ડાયમંડ જ્યુબિલી અત્રે ઉજવવામાં આવશે, તેથી આ વર્ષે તમે ઓછો ખર્ચ અને શણગાર કરો. આ સર્વ જાહેરી અને દુન્યવી મોજમજાહ છે. જ્યારે ખરી અને બાતુની મોજમજાહ તેમજ ખુશી તો જમાતખાનામાં આવી દુઆ પડવામાં આવેલી છે.
જ્યુંબિલીનો પ્રસંગ પાંચથી છ ઈમામોના વખતમાં થયેલ છે. પણ ડાયમંડ જ્યુબિલીનો આ અપૂર્વ પ્રસંગ ઈતિહાસમાં અજોડ અને પહેલોજ બનશે. તેથી તે વખતે જેટલો બને તેટલો વધુ શણગાર અને રોશની તેમજ આનંદ ઉજવજો. ખાનાવાદાન.
(૩૬૦) ઈમામ ઈન્સાન ઉપર આવતા કિસ્મતી અને કુદરતી દુઃખો ટાળવા કોશીષ ન જ કરે . જો ઈમામ તેમ કરે તો ૫છી બીજી દુનિયા અહીંજ હોય યાને કે દુનિયા અને આકબત કે આખરત જેવું કંઈ રહે નહિ. ઈન્શાનને આ દુનિયામાં જે દુઃખ પડે છે. તેથી નારાજ થવું જોઈએ નહિ; પણ તેના માટે ઈન્શાને ખુથી થવું જોઈએ. કારણ કે આવા કુદરતી દુ:ખોથી ઈન્સાનના પાપો ધોવાય છે. અને આત્માને પાપમાંથી મુકિત મળે છે.
ત્યારબાદ મુંબઈનો એક દાખલો આપતા ફરમાવ્યું: "અમે જ્યારે મુંબઈ હતા ત્યારે બકશાનનો મુખી અમારી પાસે આવ્યો હતો કે જેનું આખું શરીર સફેદ કોઢથી નહિ પણ કાળા કોઢથી જખમી થયેલ હતું, અને તેના શરીરના બધા અવયવો અશકત હાલતમા હતા, છ્તાં પણ તે ખુશી થતો હતો અને અમારો આભાર માની કહેતો હતો કે, આથી અમારા પાપ ધોવાય છે. અને જે તકલીફ મને આ દુનિયામાં પડે છે. તેથી આવતી દુનિયામાં મને તકલીફ ભોગવવી નહિ પડે."
બાદ ફરમાવ્યું:
તમને જે દુઃખ અને તકલીફ આવે છે. તેની ફરીયાદ નહિ કરતા, તેને ખુશી થઈને કબુલ કરી લેવી જોઈએ તમારે સમજવું જોઈએ કે, કિસ્મતના જે દુઃખો અને તકલીફો નિર્માણ થયેલ હોય છે. તે સહન કરવાથીજ આત્મા શુધ્ધ થાય છે. પણ જે બિમારીઓ અને દુઃખો તમારી બેદરકારીથી આવે છે. તેનાથી પાપ ધોવાતા નથી. ઈન્શાનને ખુદાવંદતઆલાએ અક્કલ આપી છે. જેથી તેનો ઉપયોગ કરી ગફલતીથી આવતી બિમારીઓના ઉપાયો કરવા જોઈએ.
પણ જે બિમારીઓ અને દુઃખો તમારી બેદરકારીથી આવે છે. તેનાથી પાપ ધોવાતા નથી. ઈન્સાનને ખુદાવંદતઆલાએ અક્કલ આપી છે. જેથી તેનો ઉપયોગ કરી ગફલતીથી આવતી બિમારીઓના ઉપાયો કરવા જોઈએ.
(૩૬૫) ફરમાનોનો અમલ કરશો તો તમારા દુઃખો અને આદતોમા પચાસ ટકા સુધારો થશે. બાકીના પચાસ ટકા દુઃખો કિસ્મતના અને કુદરતી હોય છે. કે જે દુઃખો ઈન્સાનની સત્તાથી બહાર હોય છે . અને તેવા દુઃખો સહન કરવાથી જ ઈન્સાનનો આત્મા સાફ થાય છે. ખાનાવાદાન.
(૩૭૦) અમારા ફરમાનો પીરોના ગીનાનો અને ઈતિહાસ સિદ્ધ મઝહબના મૂળ તત્વો અને ઉસુલો ઉપર મુદ્દાસરની સચોટ અને અસરકારક વાએઝ જમાતને સંભળાવવી જોઈએ.
ઈમામ તથા ઈસમાઈલી ધર્મના મૂળ તત્વો અને ઉસુલોનું ખરૂ રહષ્ય સમજાવવું જોઈએ કે જેથી બચ્ચાંઓ કોઈના ફરેબમાં આવી બીજા ધર્મ તરફ દોરવાઈ જાય નહિ.
(૩૭૩) તમે એક ઘોડાને પાણીની નજીક લઈ જાઓ, અગર તો તેને નદી કે સરોવરની વચ્ચે લઈ જઈ પાણીમાં ડુબાડી પણ દીઓ, છતાં જો તે રાજી ખુશીથી પાણી ન પીએ તો તમે તેને શું કરી શકો ? તેથી કંઈપણ ફાયદો નથી. મતલબ કે તમે અરસપરસ ખંત, હિંમત વિશ્વાસ અને પ્રમાણિકપણે એક બીજાનો લાભ લઈ જમાતને અને પોતાને ફાયદો નહિ પહોંચાડો, તો ઘોડાની માફક બધું નકામું છે. અને અમારી રાત દિવસની જહેમત અને ચિંતા બરબાદ જશે. માટે આવી સંસ્થાઓનો નિતી અને ઈમાનદારીથી પ્રમાણિક પણે પૂરેપૂરો લાભ ઉઠાવજો. જેમ કે એક કાગળનો ટુકડો હોય તો તે ટુકડાને સહેલાઈથી અને જલ્દીથી ફાડી શકાય છે, પણ જો તેવા એકસો કાગળ હોય તો તેને ગમે તેવો એક જોરાવર માણસ પણ ફાડી શકશે નહિ. તેવીજ રીતે એક માણસ બીજા માણસને નુકશાન પહોંચાડી શકે, પણ જો ઘણા માણસો સાથે હોય તો, કોઈની તાકાત નથી કે તેઓને નુકશાન પહોંચાડી શકે.
(૩૭૮) માલેવાજબાત આપવી એ કોઈ નવી વસ્તું નથી પણ અસલથી ચાલી આવતી રૂઢી છે. અને તે દરેક મઝહબમાં છે.
(૩૭૯) જેમ દુનિયાના રાજ્યો પોતાની પ્રજાના રક્ષણ અને સલામતી માટે તેમજ રાજતંત્ર ચલાવવા માટે પ્રજા પાસેથી જુદી જુદી જાતના કરવેરા લે છે. તેમ ધાર્મિક રાજ્ય ચલાવવા ઈમામને માલેવાજબાત આપવો જ જોઈએ. ધાર્મિક હકુમત ચલાવવા માટે માલેવાજબાત આપવી એ ઘણું જ જરૂરનું છે અને તેનો બદલો આ દુનિયામાં તથા બીજી દુનિયામાં મળે છે. માલેવાજબાત એ ઈમામનો હક છે. માલેવાજબાતની ખુબી અને જરૂરીયાત વિશે બચ્ચાઓને બચપણથી જ જ્ઞાન આપવું જોઈએ, કે જે જ્ઞાન તેઓની નસેનસમાં ઓતપ્રોત થઈ ગયું હોય; જેથી તેઓ જ્યારે મોટા થાય ત્યારે પણ માલેવાજબાત આપવામાં બિલકુલ કાહેલી કરે નહિ. ખાનાવાદાન.
(૩૮૨) અત્યાર સુધી અમે તમને જે જે ફરમાનો કર્યા છે, તે ભૂલી જતા નહિ, પણ તેનું નિયમિત વાંચન કરી તે પ્રમાણે અમલ કરશો તો ફાયદો મેળવશો. તમારી ધાર્મિક તેમજ દુન્યવી બહેતરી માટેના અમે તમને આ સર્વે ફરમાનો કર્યા છે, તેનું વાંચન કરી તે અનુસાર અમલ કરશો તો બંને દુનિયામાં ફાયદો હાંસલ કરશો.
(૩૮૪) અત્યાર સુધીમાં ફક્ત ત્રણજ ઈમામોએ ડાયમંડ જ્યુબેલી એટલે કે ઈમામતની ગાદી ઉપર ૬૦ વર્ષ પુરા કર્યા છે, તેમાં પહેલા હક મૌલાના શાહ મુસ્તનસીરબિલ્લા (પહેલા) કે જે જેવણે 60 વર્ષ ઈમામત ભોગવી હતી. બીજા હક મૌલાના શાહ કાસમ શાહ કે જેવણ પણ ૬૧ વર્ષ સુધી ઈમામતની ગાદી ઉપર બિરાજમાન હતા, અને ત્રીજા અમારા દાદા હક મૌલાના શાહ આગ હસન અલી શાહ દાતાર (બીજા) જેમણે પણ ૬૫ વર્ષ સુધી ઈમામતની ગાદી ભોગવી હતી અને હવે અમને ઈમામતની ગાદી ઉપર ૬૫ વર્ષ તરીકે ૧૭/૮/૧૯૪૫ના રોજ પુરા થયા છે. આ પહેલોજ ડાયમંડ જ્યુબેલી તુલાવિધિનો અપૂર્વ અને ઈતિહાસમાં અજોડ પ્રસંગ દુનિયામાં ઉજવવામા આવશે, જે માટે તમે સર્વ જમાતને ઘણી ઘણી મુબારકીઓ અને ઘણા ઘણા દુઆ આશિષો ફરમાવીએ છીએ. ખાનાવાદાન.
(૩૮૫) આ ડાયમંડ જ્યુબેલીનો અવસર ૪૮ ઈમામોમાંથી ફક્ત ત્રણ ઈમામોનો થયેલ છે. આ વખતે તમે બધા એક થઈ જાવ.
(૩૮૬) અમારી ૬૦ વર્ષ સુધીની ઈમામત દરમ્યાન અમે ક્યારે પણ તમારા ઉપર બોજો રાખ્યો નથી. પણ આ વખતે અમે તમારા ઉપર બોજો રાખીએ છીએ કે આ વખતે જરૂર મુંબઈ આવો. ડાયમંડ જ્યુંબિલીનો આ અવસર જોવા જરૂર આવો. ગરીબ અને બીમાર ઉપર ફરજ નથી. ખાનાવદાન.
(૩૯૩) તમે જાણતા હશો કે આજે પળે પળે માનવીનું જીવન અને જગત પલ્ટાતા જાય છે. દરેક વસ્તું બદલાતી રહે છે. જેમાં ખરી દોરવણી હાજર ઈમામ જ આપી શકે. ઈસમાઈલીઓ પાસે દોરવણી માટે કોઈ લખેલું પુસ્તક નથી. પણ હૈયાત ઈમામ છે.
(૩૯૭) મર્હુમ હુઝુર મુખી કાનજી રહીમના સંબંધમા ફરમાવ્યું: તેણે અમારી ઘણી ખિદમત કરી છે. મર્હુમ ડાયમંડ જ્યુબિલી જોવા નસીબ નથી થયા, તે બાબતથી અરજ કરવામાં આવતા ફરમાવ્યું: તે આસમાનમાંથી જ્યુબીલી જોશે. ઘણી દુઆ આશિષ. ખાનાવદાન.
(૩૯૮) દ૨રોજ સવારના ગરમ પાણીમાં ચાના પાંદડા નાખી તેને ઉકાળી સ્ટ્રોંગ બનાવ્યા બાદ ચૂલા ઉપરથી ઉતારી, તે પાંદડાવાળું પાણી ઠંડુ પડવા દઈ, તેમાં રૂં બોળીને તે રૂંથી આંખ સાફ કરવી.
(૪૦૧) કેળવણીનો વિષય એટલો બધો ગંભીર અને જરૂરનો છે કે કોઈપણ કોમ, અગર તો જમાતના જીવન મરણનો સવાલ છે.
(૪૦૮) તમે ચોખા ઓછા પ્રમાણમાં ખાઓ કારણ કે ચોખા(rice) વધું ખાવાથી કબજીયાત થાય છે. તમારે મહિનામાં એક વખત એરંડીયા તેલ (castor oil)નો જુલાબ લેવો જોઈએ કે જેથી કબજીયાત અને પેટની સાધારણ બિમારીઓ દૂર થઈ તદુંરસ્તી મળે.
(૪૧૮) ડાયમંડ જ્યુબિલી જેવો પ્રસંગ પાંચસોથી હજાર વર્ષે માંડ એક વખત આવે છે. બધા ઈન્સાનો પોતાની જીંદગીમાં આવો પ્રસંગ જોઈ શકતા નથી, પણ તમે નસીબદાર છો કે તમારી જિંદગીમાં આવો મહાન અવસર જોવા ભાગ્યશાળી થયા છો.
(૪૩૮) બાતુનમાં તો અમે હંમેશા તમારી સાથે છીએ, પણ જાહેરમાં તમારી સાથે રહેવાથી અમને ઘણોજ આનંદ થયેલ છે.
(૪૫૪) અમે ઈચ્છીએ છીએ કે દરેક સ્ટુડન્ટ મહેનત કરે અને પહેલો નંબર આવે. દરેક જણ તો પહેલો ન જ આવી શકે, પણ જે ખરા દિલથી મહેનત કરે છે. તે નૈતિક રીતે પહેલો જ નંબર છે.
(૪૫૫) જેવી રીતે જાહેરમાં તમે અમારા દીદાર કરો છો, તેવી રીતે રૂહાની દીદાર પણ કરતા રહેજો. ખાનાવાદાન.
જાહેરમાં અમે તમારી વચ્ચે હાજર નહિ હતા પણ બાતુનમાં તમે સર્વેને અમે હંમેશાં યાદ કરતા હતા. અમે તમારી વચ્ચે રૂહાની રીતે હાજર હતા.
(૪૬૦) એક દીનદારે હુજુરમા અરજ કરી કે “મૌલા મને માફ કરો ત્યારે હાઝર ઈમામે ફરમાવ્યું: અમારી હુઝુરમાં આવ્યા તેથી બધું માફ છે. પાક અને પવિત્ર થયા. ખાનાવાદાન.
એક ભાઈએ બાતુની દિદાર મળે એ બાબતની અરજ કરતાં ફરમાવ્યું: "જુઓ જે મોમન દુઆ માલેવાજબાત બરાબર અદા કરે છે. તો તેને અલબત્ત દીદાર થાય છે."
(૪૬૧) અસલ મકાન મેળવવા માટે અરજ થતાં હાજર ઈમામે ફરમાવ્યું; દુઆ અને માલેવાજબાત જેની બરાબર છે. તે અસલ મકાને જઈ શકે છે.
(૪૭૨) હવેથી તમે સુધારેલી દુઆ પડજો. જે અમે પોતાના હાથે સુધારેલ છે, તે ચાલું ઝમાના માટે પૂરેપૂરી બરાબર છે.
અમે રાત દિવસ બાતુની રીતે તમો બધાને યાદ કરતા હોઈએ છીએ, અમને ઉમેદ છે કે તમે પણ એવી રીતે રાત દિવસ અમને યાદ કરતા રહેશો, અમારા રૂહાની ફરજંદો માટે હંમેશા અમારા દિલમાં જગ્યા છે. હકીકતી મોમનના દિલમાં અમારૂં ઘર છે. ખાનાવાદાન.
નુરમ મુબીન, હફત બાબ (kalame pir), પીર શાહબુદ્દીન શાહની કિતાબ (hakikati din) અને ફાતીમી ખિલાફતનું પુસ્તક પણ વાંચવું જોઈએ.
(૪૭૩) દસ અવતારની ફિલસૂફી લઈ ઈસ્લામી સિધ્ધાંતથી સમજાવવી જોઈએ અને દુનિયાની ઉત્પત્તિ પહેલાથી ચાલતા આવેલા ખુદાઈ નુરની સમજણ આપવી જોઈએ.
ઈસ્લામશાહના વખતમાં પીર સદરદીને જે સિધ્ધાંતો સમજાવ્યા હતા, તે પ્રમાણે સમજાવવું જોઈએ. ખાનાવાદાન.
(૪૭૬) આપણે ઈમામી ઈસમાઈલી ફીરકાના મુસ્લિમો છીએ અને સામાન્ય રીતે ઈસ્લામમાં અને ખાસ કરીને ઈસમાઈલીઓ, એ બન્નેમાં એવી માન્યતા અને શ્રધ્ધા છે કે ખુદાનું માત્ર ખરૂં ઘર-મસ્જિદ ઈન્સાનનું શરીર છે, કે જેમાં રૂહ ડીસીપ્લીન, આનંદ, મુશીબતો અને ગમગીનીઓની દુન્યવી અસર હેઠળ રહે છે. આ શરીરની સંભાળથી જતન લેવી જેઈએ.
(૪૮૨) શિક્ષણમાં નુરમ મુબીન, મૌલાના રૂમની કિતાબ પડો. ઈમામોનો ઈતિહાસ શીખવો. તેનો અભ્યાસ કરાવો. ખાનાવાદાન.
(૪૮૩) મુંબઈની ઈસમાઈલીયા એસોસીએશન હવેથી આપણા મઝહબની કિતાબો અંગ્રેજીમાં છાપવી શરૂ કરેલ છે. તે તમે મંગાવો અને તે બચ્ચાઓને શીખવો. હવે ગુજરાતી ભાષાની જરૂર નથી. ઈંગ્લીશમાં શીખશે તો તેઓ વધુ સારી રીતે સમજશે. દુઆ અંગ્રેજીમાં પડવી બાળકોને સહેલી થશે, દુઆ તો તેની તેજ છે, પરંતું અક્ષરો અંગ્રેજી લીપીના રહેશે. ફરમાન પણ ઈંગ્લીશમાં છાપવામાં આવશે, "નુરમ મુબીન" પણ ઈંગ્લીશમાં મળશે, પીર શાહબુદ્દીન શાહની તવારીખ પણ અંગ્રેજીમાં છે. આખી દુનિયામાં પણ ઈંગ્લીશ ભાષા મોટા પ્રમાણમાં ચાલું છે. માટે તમારા બચ્ચાઓને અંગ્રેજી શિક્ષણ આપો. ખાનાવાદાન.
(૪૮૪) ડોકટરથી આરામ થાય તેમ ન હોય તોજ અમને કહેજો, ખાલી દુઃઆ આશિષ માટે અમને નહિ લખતા. એે તો હંમેશા તમને આપીએ છીએ. અમે મુશ્કીલ કુશા છીએ અને મુશ્કીલ આસાન કરવા માટે અમે આવ્યા છીએ. તો તમને એવી કોઈ મુશ્કેલી હોય તો અમને ગુજરાતીમાં કે અંગ્રેજીમાં લખીને આપજો. ખાનાવાદાન.
અમારા ફરમાન દિલોજાનથી કબુલ કરવાની ઘણીજ જરૂર છે. આ કામ ઉપર ચાલવાની ફરજ છે. અમારા ફરમાન ઉપર અમલ કરજો.
(૪૯૦) ઓનરરી મીશનરીઓ પાસે વકૃત્વશકિત હોવી જોઈએ. તે લોકો માટે ઈલ્મની સખ્તાઈની જરૂર નથી. પણ તે લોકો ઈમાનદાર, અકલમંદ અને સારા બોલવાવાળા હોય. દીલી લાગણીવાળા હોય, જમાતના હ્રદયને અસર કરી શકે. વાએઝ નસિહત કરી મઝહબ પર મુસ્તકીમ રહી શકે, અને જમાતનું દીલ ખેંચી શકે ! એ જરૂરનું નથી કે તેઓને મોટી મોટી કિતાબોનો અભ્યાસ હોવો જોઈએ. તેઓને પરીક્ષાઓની સખ્તાઈઓ નહિ હોવી જોઈએ. તેઓની વાએઝ પ્રેક્ટીકલ હોવી જોઈએ, કે જેથી જમાતના દિલની અંદર તેઓ મઝહબને ઉતારી શકે. તેઓ એવા આકર્ષક વાએઝ કરનાર હોવા જોઈએ, કે જે જમાતને પોતાની સાથે લઈ જઈ શકે.
(૪૯૧) તમારા મઝહબનો એ પાયો છે કે, જેમ વખત બદલાય છે. તેમ ફરમાનો બદલતા રહે છે. ઈસમાઈલી મઝહબ એક જ પુષ્પ ભિન્ન ભિન્ન રંગમાં છે. જમાના અનુસાર જુદા જુદા જમાનાને અનુકુળ ફરમાનો થાય છે. જેમ જેમ જરૂ૨ પડે છે, તેમ તેમ ફરમાનો બદલતા રહે છે.
ઓનરરી મીશનરીઓ એવા હોવા જોઈએ કે તેઓ આ બાબત પોતે પહેલા સમજે અને પછી પોતે જમાતને સમજાવે. જમાના પ્રમાણે ફરમાનો થાય એને સમજવા એ મઝહબનો પાયો છે. ફરમાનો કે અહકામો વચ્ચે વિરોધાભાષ હોઈ શકે. અમારી ઈમામતના સીત્તેર વર્ષમાં અમે સીત્તેર વખત ફેરફારો કર્યા છે, એટલે કે અમારા શરૂઆતના ફરમાનો અને હમણાના ફરમાનોમા તમે ઘણો તફાવત જોશો.
જેમ જમાનામા ફેરફાર થાય છે તેમ ફરમાનોમા પણ ફેરફાર થાય છે; માટે આ બાબતનું તત્વ સમજવું જોઈએ . ઈમામની જ્યોત એકજ છે, તેના સ્વરૂપો જુદા જુદા છે; જેમ કે લાઈટના બલ્બ બ્લુ, લાલ, પીળા, લીલા, રંગના હોય છે, પરંતુ લાઈટ એકજ છે. તત્વ એનું એજ છે, સ્વરૂપો જુદા જુદા છે.
એ જરૂરનું નથી કે તવારિખના સામાન્ય સત્યો સિવાય વધુ જાણવું જોઈએ. તવારિખની વધુ વિગત નહિ, પણ તત્વ સમજવું જોઈએ. અસલથી ઈમામ જાફર સાદિકના જમાનાથી લઈ મિસર, ઈરાન અને હિંદમાં ઈમામત કેવી રીતે આવી ? ક્યા ક્યા વખતમાં ઈમામત કેવી રીતે પસાર થઈ ? એટલું યાદ રહે તો બસ છે. ઈલેક્ટ્રીસીટી એકજ છે અને હજાર જાતના સ્વરૂપો છે.
એ જાણવું જરૂરનું છે કે ઈમામતનો શજરો કેવી રીતે ચાલ્યો આવે છે. ખાનાવાદાન.
(૪૯૨) આપણા ઈસમાઈલી મઝહબનો વિકાસ કેવી રીતે થયો હતો, તે બાનું તેમજ મર્દ ઓનરરી મીશનરીઓએ જાણવાની ઘણી જરૂર છે. તેમણે ઈમામોનો ઈતિહાસ વિગતવાર નહિ, પણ તેનો સાર જાણવો જોઈએ.
તેમણે મદીના, મિસર, ઈરાન વગેરેના સમયના ઈમામોનો ઈતિહાસ જાણવો જોઈએ અને જમાતોને વાએઝોમાં ખુલાસાથી સમજાવવો જોઈએ.
તેમણે જમાતોને એ પણ ખુલાસાવાર સમજાવવું જોઈએ કે આપણો મઝહબ ક્યાંથી અને કેવી રીતે શરૂ થયો અને કેવી રીતે વિકાસ પામ્યો ? આ સારતત્વ ઘણી સહેલાઈથી દસ, પંદર મિનિટમાં બલ્કે એક મિનિટમાં, ખુલાસાથી સમજાવી શકાય એમ છે.
ઓનરરી મીશનરીઓએ ઈતિહાસવેત્તા થવાની જરૂર નથી. તેમણે દરેકે દરેક હકીકત જાણવાની જરૂર નથી, પણ ફક્ત તેનો સારતત્વ ગ્રહણ કરી લેવો જોઈએ. દાખલા તરીકે જમાતોને એ સમજાવવું ઘણું સહેલું છે કે ત્રણ ઈમામો જેવા કે મુસ્તનસિરબિલ્લાહ. શાહ હસનઅલી અને અમે પોતે લાંબા વખત સુધી યાને ૬૦ વર્ષો સુધી ઈમામત ભોગવી છે.
મિસરનું સામ્રાજ્ય પ્રથમ કોણે સ્થાપ્યું ? એ તેમણે જાણવું જોઈએ. તેમણે માત્ર પોતેજ જાણવું જોઈએ એટલુંજ નહિ પણ તેમણે જમાતને એ શીખવવું જોઈએ. તેમણે એ પણ જાણવું જોઈએ કે એ જમાનામા લોકો મુરીદો કેવા પ્રકારની સામાજીક સેવાઓ આપતા હતા ? તે વખતે તમારી સેવાઓ કેવી હતી ?
અલ હાકિમ-બિ-અમ્રિલ્લાહના જમાનામાં કારે બુઝુર્ગ (બૈતુલખયાલ) ઘણુંજ આગળ વધ્યું હતું.
ઓનરરી મીશનરીઓએ ઓછામાં ઓછું દરેક ઈમામોની મુખ્ય બાબતો વિષે જાણવું જોઈએ. મધ્ય એશિયામાં ક્યા ક્યા ઈમામના વખતમાં ક્યા ક્યા મિશનરીઓ, દાઈઓએ કામ કર્યુ, એ તેમણે જાણવું જોઈએ.
(૪૯૩) તમારા પુર્વજો તરફ ક્યા ઈમામના વખતમાં ક્યા મીશનરીઓ આવ્યા હતા અને તેમને ઈસમાઈલી બનાવ્યા હતા, એ પણ તમારે જાણવું જોઈએ.
આખી દુનિયા જાણે છે કે ઈમામ ઈસ્લામશાહે આપણે ત્યાં મીશનરી મોકલ્યા હતા, જર્મન અને અંગ્રેજ એ બધા લોકોને આ વાતની ખબર છે. આની ખબર નથી એવા લોકો હોય તો તે આપણે છીએ.
કરાંચી તા. ૯-૨-૧૯૫૧.
હક મોલાના ધણી સલામત સરકાર સુલતાન મોહમ્મદશાહ હાઝર ઈમામે લેખિત સંદેશામાં નીચે પ્રમાણે ફરમાવ્યું:
ઈસમાઈલીઆ એસોસીએશન આજે અગાઉના ઈસમાઈલી દાઈઓ અને મીશનોની મુખ્ય વારસદાર છે. બધા ઈસમાઈલીઓની ફરજ છે કે તેઓ ભલી લાગણી અને માનથી તેને મદદ કરે. જો ટીકા કરવામાં આવે, તો તેને મદદગાર થઈ પડે તેવી રીતે થવી જોઈએ, તેનો વિરોધ કરવા માટે નહિ. ખાનાવાદાન.
યા અલી મદદ