Ilm Majalis Logo

ILM MAJALIS

ઈમામ શાહ કરીમ બૈતુલખ્યાલ ફરમાન

રેકોર્ડીંગ - ૧

રેકોર્ડીંગ - ૧

0:000:00

આપણા શીરછત્ર નુર મૌલાના શાહ કરીમ અલ- હુસેની હાઝર ઈમામે બૈતુલખ્યાલ મંડળીને ફરમાવ્યું :-

અમારા વહાલા રૂહાની બાળકો,

પેજ(૧) બૈતુલખ્યાનું કામ ઘણું જ ગંભીર છે.

'ઈસ્મે આઝમ’નો સબંધ તમારા પોતા સાથે છે તે બરાબર યાદ રાખજો. અનેરો આનંદ થશે અને ઘણા ફાયદા થશે.

"હવે તમને ‘ઈસ્મે આઝમ’ બક્ષિશ કરીએ છીએ અને સાથે અમારા ઉત્તમ દુઆ આશિષ ફરમાવીએ છીએ.”

પેજ(૫) આ કામ ઘણું મહાન અને ગંભીર છે.

પેજ(૬) અમે તમને જે ‘ઈસ્મે આઝમ’ બક્ષિશ કરીએ છીએ તે ઉપર બરાબર કોશિષ કરશો અને તેના ઉપર રહેશો તો આવતા અમુક વરસોમાં આ કડી મજબુત, મજબુત અને મજબૂત થતી જશે અને જેમ જેમ મહેનત કરતા રહેશો તેમ તેમ આ સાંકળ ટૂંકી થતી જશે જેથી તમે તમારા ઈમામની નજદીક થઈ શકશો.

જો તમે તમારા ઈમામ સાથેનો સબંધ ચાલું રાખવા ઈચ્છતા હો તો તમે આ ચીજને ભુલી નહિ જતા અને આ સાંકળને તોડી યા ભાંગી નહિ નાખજો. જો તમે બૈતુલખ્યાલમાં બરાબર નહિ આવો તો ભુલી જશો અને આ સાંકળ તુટી જશે.

પેજ(૭) જો તમે મહેનત કરશો તો કોઈને પણ બાકી ન રાખતાં તમારામાંના દરેકને અમે આગળ વધારીશું. તમે ખુશી સાથે આ કામમાં દાખલ થયા છો તો તમારી ફરજ છે કે તમે બૈતુલખ્યાલમાં નિયમિત આવજો અને ઈબાદતમાં મશગુલ રહેજો.

પેજ(૮) આ બાળકોએ ઘણીજ નાની ઉંમરથી મઝહબની ખીદમત કરી છે અને અમે દુઆ કરીએ છીએ કે આખરી દમ સુધી ઈમાની અને વફાદાર રહેશે. આ બાળકોને દીનથી વાકેફ રાખજો, ઈમામ અને મઝહબની સમજ આપજો. એવું ન થાયકે બાળકો બૈતુલખ્યાલમાં દાખલ થયા તો તમે માવીત્રો ખુશીથી બેસી રહો, પણ તેઓને ઈમામ અને મઝહબની સમજ આપજો કે તેઓ વફાદાર રહે. અમે આ બોજો માવિત્રો ઉપર નાખીએ છીએ.

પેજ(૯) આ 'બોલ' છે તે હાઝર ઈમામ સાથેની કડી છે, રસ્સી છે, તે એકે એકનો વ્યક્તિગત રીતે હાઝર ઈમામ સાથેનો સબંધ ધરાવે છે. સમુહગત રીતે નહિ. તમારી અને હાઝર ઈમામ સાથેની દોરી છે.

કડી (લીંક) એવી છે કે જો તમે મહેનત કરશો, ઈબાદત કરશો તો અમે દુઆ કરીએ છીએ કે તે કડી (લીંક) મજબુત બનશે, અને તે કડી(લીંક)થી હાઝર ઈમામની નઝદીક આવી શકશો.

પેજ(૧૦) જો તમે યાદ કરશો મહેનત કરશો, પ્રયત્ન કરશો તો નજદીક આવશો. આ તમારી મહેનત ઉપર છે.

પેજ(૧૩) પ્રયત્ન કર્યો હશે તો બીજો બોલ આપીશું કે જે વધુ શક્તિશાળી હશે અને તમને તે વધારે નજદીક કરશે.

પેજ(૧૪) હવે અમે તમને બોલ આપ્યો છે. ઈસ્મે ‘આઝમ’ મળી ચુક્યો છે.

પેજ(૧૭) ‘બોલ’ મજબુત હશે તો દોરી મજબુત થશે અને ટૂંકી થશે એટલે મૌલાને નજદીક લાવશે.

હવે તમને ‘બોલ’ મળી ચુક્યો છે, તેની પુરી રીતે પ્રેક્ટીસ કરશો અને ઈબાદતમાં મજબુત રહેશો તો તરક્કી કરશો.

પેજ(૧૮) જો તમે અહીં રહેવા માગતા હો તો તમારે ઈબાદત કરવી જ પડશે.

પેજ(૧૯) જ્યારે અમે બીજી વખત આવીશું ત્યારે અગર તમે લાંબા ટાઈમ સુધી આ વસ્તું ઉપર મક્કમ રહ્યા હશો તો અમે તમને નવો ‘બોલ’ આપીશું અને આગળ વધારીશું. એ નવો ‘બોલ’ એવો આપીશું કે જે ટૂંકી રસી હશે એટલે તમે અમારી વધારે નજદીક થશો.

 

પેજ(૨૦) હવે અમે અમારા સર્વે રૂહાની બાળકોને ચાહીએ છીએ એટલે તમને એવી કોઈ વસ્તું નહીં આપીએ કે જે મુશ્કેલ હોય અથવા તો અશક્ય હોય. તમે ઘણા ખરા યુવાન છો એટલે અમે એમ નથી ધારતા કે તમે કલાકોના કલાકો સુધી ઈબાદત માટે બેસી શકશો. વળી એમ પણ નથી ધારતા કે તમે દરેક સવારે એકજ રીતે ધ્યાનમાં બેસી શકશો. તમે યુવાન છો. તમારા વિચારો એક સરખા ન રહી શકે. વળી આપણે મશીન નથી. એક સવારે તમે બહુજ સારી રીતે બેસી શકો અને બીજી સવારે અગર તેથી ઓછું હોય અને તમને પુરતો સંતોષ ન પણ થાય તો તમારે ફીકર કરવી નહિ. તમારે માત્ર એજ ધ્યાનમાં રાખવુ કે તમારે દરેક સવારે નિયમિત રીતે ઈબાદતમાં બેસવું.

 

જ્યારે તમે એક ધ્યાનથી બેસશો ત્યારે તમે સાચું સુખ પામશો આ તમારા માટે બહુજ મોટી ન્યામત છે. જે ઈબાદત થકીજ મળી શકે છે.

તમારે એકજ બાબત ધ્યાનમાં રાખવી કે તમારે નિયમિત રીતે જમાતખાને આવવું અને પુરા ધ્યાનથી ઈબાદત કરવી.

તમે કોશિષ કરો કે થોડો ટાઈમ પણ તમે પૂર્ણ એકાગ્રતાથી બેસી શકો અને જ્યારે તમે પૂર્ણ એકાગ્રતાથી બેસશો ત્યારે તમને સાચા સુખનો અનુભવ થશે. તમારા દિલમાં રોશની જોશો. એ વખતે ઈમામને કહેવાની જરૂરત નહીં પડે કે તમે સુખ મેળવ્યું છે કે નહીં, આ વસ્તુંની તમને પોતાનેજ ખબર પડશે.

પેજ(૨૧) યાદ રાખો કે જે સાચું સુખ તમે ઈબાદતમાં અનુભવશો તેની સાથે કોઈ વસ્તુંની સરખામણી ન થઈ શકે અને આ સુખ મેળવવા માટે તમારો ધ્યેય હોવો જોઈએ.

પેજ(૨૨) ઈમામ માત્ર જાહેરી ફરજો બાબત દોરવણી આપતા નથી, પરંતુ દિલ અને રૂહને લગતી બાબતો માટે પણ દોરવણી આપે છે. અમે ઈચ્છીએ છીએ કે તમે તમારા દિલમાં નુર પ્રાપ્ત કરવા અને સુખ મેળવવા માટે એકાગ્રચિત્ત બનો. ઈસ્લામની સાચી સમજ માટે આ બહુ જરૂરનું છે.

પેજ(૨૩) તમારા જીવનકાળ દરમિયાન તમે દુન્યવી બાબતોમાં વધુ અને વધુ ઘેરાતા જશો, તમારા ઉપર વધુ અને વધુ જવાબદારીઓ આવતી જશે. ત્યારે ઈબાદત એ એકજ માર્ગ છે કે જેના થકી તમે દુન્યવી મુશ્કેલીઓમાંથી પસાર થઈ શકશો. સુખ પ્રાપ્ત કરવાનો આ એકજ માર્ગ છે અને તેના થકી દુન્યવી મુશ્કેલીઓ તમને અસર કરશે નહીં.

અમારા એકે એક રૂહાની બાળકે યાદ રાખવું જોઈએ કે અખંડતા (eternity)ને પહોંચવા અહી તમારા હાથમાં થોડો સમય છે. તેથી અમે તમને અમારી સાથેની આ સાંકળ આપીએ છીએ, આ સાંકળ થકી તમે અમારી નજદીક અને વધુ નજદીક થશો. અમે ઈચ્છીએ છીએ કે તમે આ સાંકળને પકડી રાખો અને ઈમામતના નૂરની નજદીક થાઓ.

 

પેજ(૨૩) જો ઘણા વર્ષો સુધી પણ તમને આ વસ્તું ન મળે તો પણ ઈબાદત છોડશો નહીં. ઈબાદતમાં બેસવાનું ચાલું રાખજો, ચાલું જ રાખજો. એક વખત તમને નુરની પ્રાપ્તિ થાય અને તમને સુખ મળે તો તમે તમારા દિલમાં હંમેશા તેનો અનુભવ કરી શક્શો; પણ તમે બહારના બીજા કોઈને તે કહી શકશો નહીં. કારણ કે બીજાઓ આ પ્રેક્ટિસ કરતા નથી અને તેથી તેઓ ઈબાદતનો અર્થ સમજી શકશે નહીં.

અમારા રૂહાની બાળકોએ સમજવું જોઈએ કે તેઓમાંના ઘણા ખરાને દુન્યવી ફિકર ચિંતાઓ છે. ઈબાદતની એકાગ્રતા વખતે આ ફિકર ચિંતાઓ તમારે દુર કરવી જોઈએ. દુન્યવી બાબતો એ સત્વ (ESSENCE) નથી. રૂહ છે તે ખરૂં સત્વ છે. જે રૂહને ભુલી જાય છે તે દુ:ખી છે. આ હકીકત તમે તમારી આજુબાજુ હંમેશા જોઈ શકશો.

જ્યારે તમે ઈબાદત માટે બેસો ત્યારે દુન્યવી બાબતોને ભુલી જાવ. તમારે ખુલ્લા દિલ સાથે બેસવું જોઈએ. અને ‘બોલ’ ઉપર મનને એકાગ્ર કરવું જોઈએ.

ઘણા મુસ્લિમો ઈબાદતના અર્થને ભુલી ગયા છે. તમે ઈતિહાસ વાંચશો તો તમને ખબર પડશે કે હઝરત પયગંબર (સ.લ.)ના ઝમાનામાં મુસ્લિમો આટલું બધું કાર્ય કેમ કરી શક્યા હતા. આનું કારણ એ છે કે તેઓ ઈબાદત કરતા હતા.

અત્યારનું આપણું જીવન ઈસ્લામની દોરવણી પ્રમાણેનું નથી પણ તેના ઉપર (બીજા) મઝહબો અને દુન્યવી બાબતોની અસર પડેલી છે. જો તમે આ ચાવી ગુમાવી દેશો તો તમારા માટે મુશ્કેલ બનશે.

'બોલ’ ઉપર - બોલના અર્થ ઉપર એકાગ્રચિત્ત બનો અમે તેના માટે તમને ભલામણ કરીએ છીએ કે આ બાબતને ઘણીજ ગંભીર લેખજો અને તેના થકી તમને સાચા સુખની પ્રાપ્તિ થશે. અમારા જે રૂહાની બાળકો આ વસ્તું ગુમાવી દેશે તો તેઓ મકસદને સમજી શકશે નહીં.

આપણે માત્ર દુઆમાં કે તેનો અર્થ સમજવામાંજ નહિ પણ જીવનમાં શક્તિ મેળવવામાં માનીએ છીએ. આ વસ્તું તમે ઈબાદત થકી મેળવી શકશો. મઝહબનો આ બહુજ અગત્યનો ભાગ છે.

અમારી દુઆ છે કે તમે ઈબાદતમાં બેસી અને નૂરને તમારા દિલમાં મેળવવા શક્તિમાન થાવ. આ જરૂરનું છે. આને પછી તમે કોઈ પણ દુન્યવી તકલીફો અને ફિકર ચિંતાઓનો સામનો કરી શક્શો. આ દુનિયા છોડી જતા પહેલાં તમે નૂર વડે ભરપુર હશો.

અલીના નૂર વડે તમે આ વસ્તું મેળવી શકશો પણ દિલમાં ઈમામનુ નૂર પ્રાપ્ત કરવા માટે તમારે તમારૂં દિલ બરાબર ખુલ્લું રાખવું જોઈએ.

પેજ(૨૭) આપણે અલ્લાહના અસ્તિત્વ ઉપર બંદગીના સમયેજ નહીં પણ દિવસ અને રાત દરમ્યાન બીજા વખતે પણ એકાગ્રચિત્ત થવું જોઈએ. હઝરત પયગંબર (સ.લ.)ની એક હદિસમાં તેમણે એમ ફરમાવ્યું હોવાનું કહેવાય છે કે ‘ઈબાદતના વખત સિવાયના બીજા સમયે જો કોઈ મુસ્લિમ પોતાના દિલમાં અલ્લાહ વિષે વિચારે છે તો તે સમય ઈબાદતની બરાબર છે.’

પેજ(૨૮) બંદગી થકી અપાર સુખની પ્રાપ્તિ થશે, પણ તેમ માત્ર અલ્લાહની રહેમત થકી જ બનશે.

ઘણા રૂહાની બાળકોને આ માટે ૧૫ કે ૨૦ વર્ષ સુધી રાહ જોવી પડી છે અને છતાંય તેમને આ સુખની પ્રાપ્તિ થઈ નથી, પરંતુ એક વખત તમને આ સુખ મળી જાય પછી બધું બરાબર થઈ જશે. તેને તમે સમજી શકશો, પછી ક્યારેય સવાલ ઉઠાવશો નહીં અને ઈબાદતનો અર્થ સમજવામાં ચુકશો નહીં.

ઈબાદત એ ઈસ્લામને સાચી રીતે સમજવાની ચાવી છે.

પેજ(૨૯) ઈન્સાને રૂહાની ઉચ્ચતા થકી પોતાના દિલમાં ઈમામતના નૂરને પ્રાપ્ત કરવું અને તે વડે ઉચ્ચતર નૂરને પહોચવું જોઈએ અને ત્યાં પહોંચવાની ઉમેદ રાખવી એ દરેક રૂહાની બાળકની ફરજ છે.

 

પેજ(૩૧) તમને ઈબાદત બંદગીમાં બેસવાનો ગંભીર પણે ખ્યાલ ન હોય તો તમે ‘બોલ’ લ્યો એમ અમે ઈચ્છતા નથી.

અમે ઈચ્છીએ છીએ કે બૈતુલખ્યાલની શ્રેષ્ઠતા અને મહત્વતાને તમે સમજો. જ્યારે તમે બંદગીમાં બેસો ત્યારે જે સમય તમને આપવામાં આવ્યો છે તેનુ પાલન કરવું મુશ્કેલ છે. આ સમય તમને એટલા માટે આપવામાં આવ્યો છે કે તમે એકે એક જ્યારે બંદગીમાં બેસો ત્યારે તમામ દુન્યવી બાબતોને સંપૂર્ણ પણે ભુલી જાવ. તમારી રોજીંદી જિંદગીમાં તમારી આસપાસ જે બનાવો બને છે, તમારા મનમાં અને તમારા દિલમાં જે કાંઈ હોય તેને મગજમાંથી સંપૂર્ણ પણે કાઢી નાખો અને તમારૂં દિલ પુરેપુરૂં ખુલ્લું રાખીને સંપૂર્ણપણે ખુલ્લા દિલથી તમારે બંદગીમાં બેસવું જોઈએ અને નૂરને તમારા દિલમાં પ્રાપ્ત કરવા માટે તમારે ચાહના રાખવી જોઈએ.

પેજ(૩૩) જ્યારે બંદગીમાં બેસો ત્યારે તમામ દુન્યવી બાબતોને ખ્યાલમાંથી દુર કરવા પુરતા શક્તિમાન થાવ.

તમારી જિંદગીમાં વ્યક્તિગત રીતે એક એક સાથે આ બાતુની નૂર હોવું જોઈએ અને જો તમે આ ભુલી જશો તો તમે ભવિષ્યમાં ગુમરાહ થવાનું બહુ મોટું જોખમ વહોરી લેશો.

પેજ(૩૪) જ્યારે તમે બંદગીમાં બેસો ત્યારે ‘બોલ’ વડે અલીના નૂર અને ઈમામતના નૂર થકી તે (અલ્લાહ)ની પ્રાપ્તિ કરવા માટે ચાહના રાખવી જોઈએ.

અમે દુઆ કરીએ છીએ કે તમારામાંના એકેએક ઈમામતના નૂરને અને તેના વધુ અને વધુ બળને આ સાંકળ થકી મેળવે અને તમારી આખી જિંદગી દરમ્યાન તમે ઈમામતના નૂરની નજદીક, નજદીક અને વધુ નજદીક થાવ.

પેજ(૩૫) અમે ઈચ્છીએ છીએ કે બૈતુલખ્યાલમાં બાતુની હકીકતોનો શું અર્થ થાય છે તે તમે ચોક્કસ પણે સમજો. એમ બને કે આજે અથવા આવતી કાલે અમે તમારી સાથે ન હોઈએ. આમ બને, પરંતુ અમારી જમાતો જાણે છે કે ઈમામતનું નૂર હંમેશા દુનિયામાં મૌજુદ છે. અને આ રસી જે તમારી પાસે છે તે ઈમામતનું નૂર છે.

અમે શારીરિક રીતે અહીં હોઈએ કે નહી હોઈએ તો પણ તે અહીં રહેનાર છે. શારીરિક રીતે ઈમામતની ગાદી ઉપર કોઈ પણ હોય. તમારે સમજવું જોઈએ કે આ તે વસ્તું છે કે જેથી અમારી જમાતો મજબુત બની છે. તેઓ આ રસીને ઈમામતના નૂરને વળગી રહ્યા છે. અને તમે જાણો છો કે ઈમામતનું નૂર આ જગતમાં હંમેશા મૌજુદ છે.

પેજ(૪૧) જે પ્રમાણે આપણે આપણી દુન્યવી હાલતમાં સુધારો કરવા પ્રયાસ કરીએ છીએ તેમ આપણી રૂહાની સમજણોનો પણ વિકાસ કરવો જોઈએ.

પેજ(૪૩) આપણા ઈમામોએ હંમેશા એવીજ દોરવણી આપી કે રૂહાની ઉન્નતિ માટે ‘બોલ’ પર લક્ષ કેન્દ્રીત કરવા તમે રાતનો સમય આપો, જે સમય દરમ્યાન તમે સામાન્ય બંદગી અદા કરતા નથી. તમારા મઝહબ વિષેની વધુ સારી સમજણો મેળવવા અને આ જિંદગી વિષેના ઊંડા અર્થો સમજવા તેમજ એ સર્વેથી વિશેષ તો તમામ વસ્તુંઓથી પણ જે સર્વોતમ છે, તેની નિકટતા સાધવાનો પ્રયત્ન કરવા તમારા મનમાંથી સઘળી દુન્યવી વસ્તુંઓ દુર કરવા અને જે સર્વેથી ઉપર છે તેના નજદીક જઈ શકાય તે માટે તમારા રૂહ અને વિચારોને ઉન્નત બનાવવા તમારી જાતને વિકસીત કરો.

પેજ(૪૪) જ્યારે તમે ઈબાદતમાં બેસશો, જ્યારે તમે બંદગીમાં બેસસો અને તમે દરેક તમારા જીવનમાં એક વખત પણ જો તમારા દુન્યવી વિચારોને દુર કરવામાં અને તમારી જાતને ઉન્નત દશામાં મુકવા સફળ થશો તો તમને સમજણ માટે ભાન થશે, સુખ વિષે સમજ પડશે અને જીવનનો આંતરિક અર્થ શું છે તેની પણ સમજણ પડશે.

અને તમારા માટે ફરી એક વખત એ બાબત જે પ્રમાણે રહેવી જોઈએ તેજ પ્રમાણે કેન્દ્રસ્થાને રહેશે કે આ જીવન થોડા સમય પુરતુંજ છે, આના પછીનું જે જીવન છે તેને કોઈજ મર્યાદા નથી અને એ માટેજ તમારે તમારી જાતને તૈયાર કરવી જોઈએ.

આથી જ્યારે તમે ઈબાદતમાં બેસશો ત્યારે જો તમને ઉન્નત સ્થિતિએ પહોંચવામાં, તમારા હૃદયના દ્વારો ખોલવામાં અને તમારા મગજમાંથી દુન્યવી બાબતોને ખંખેરી નાખવામાં તમને સફળતા મળશે તો તમે સાક્ષાત્કાર કરી અને સુખ અનુભવી શકશો. આ વસ્તું શરીર પર રાખવામાં આવતા સંયમ જેવી છે.

સવારે સૂર્ય ઉગે છે અને સાંજના સૂર્ય આથમી જાય છે. એ જેમ તમે જાણો છો તેવીજ રીતે તમે આ બાબતને પણ સમજી શકશો.

જો આ બાબત તમે બીજા માણસોને સમજાવવા ઈચ્છશો તો તેઓ તેને સમજી નહીં શકે પરંતુ તેમને માત્ર એવોજ ભાસ થશે કે આ માણસ મને એ વસ્તું માટે કહી રહ્યો છે જે મારાથી ઉંચાઈએ છે. આજ પ્રમાણે આ સુખ અને આ અનુભવની જેને પ્રતિતી નથી થઈ તેના માટે પણ આ વસ્તું ઉંચાઈએ જણાશે.

 

પેજ(૪૫) જેને આનો અનુભવ થઈ ચુક્યો છે તેના સામે જો તમે આ બાબતનો ઉલ્લેખ કરશો તો તેના સમક્ષ આવી છણાવટ કરવાનો કોઈ હેતું રહેતો નથી કારણ આ વસ્તું શું છે તેને એ સારી રીતે સમજે છે. આથી આની છણાવટની કોઈ જરૂર રહેતી નથી.

'બોલ’ શું છે ?  જેના દ્વારા તમારે રૂહાની રીતે વિકસિત બનવાનું રહે છે. આ વસ્તુંનો શું અર્થ છે ?  ‘બોલ’ એ એવી વસ્તું છે જે તમને સર્વેથી મહાન એવા તમારા સર્જનહારની નજદીક લઈ જાય છે.

તમે આ જગત માટે વિચાર કરો અને એ (સર્જનહાર) આ જગતથી પણ ઉંચાઈએ છે, તમે બ્રહ્માંડનો વિચાર કરો અને એ (સર્જનહાર) બ્રહ્માંડથી પણ ઉપર છે, તમે શક્તિ માટે વિચારો તો તે (સર્જનહાર) તમે જેની કલ્પના પણ ન કરી શકો એવી તમામ શક્તિઓથી પણ વધુ શક્તિશાળી છે.

બીજા શબ્દોમાં કહીએ તો અલીના નૂર મારફત, ઈમામતના નૂર દ્વારા તમે તેની (સર્જનહારની) નજદીકી પ્રાપ્ત કરી શક્શો, વધુ સારી સમજણો મેળવી શકશો અને જે સર્વેથી વધુ મહાન છે, જેણે આ બ્રહ્માંડનું અને આ જગતનું સર્જન કર્યું છે તેના વિષેની સ્પષ્ટ સમજણ પ્રાપ્ત કરી શકશો.

'બોલ’ મારફતજ તમે આવી રોશની મેળવી શકશો. આ એક ગંભીર બાબત છે, આ એક એવી બાબત છે જે ગંભીરતા પૂર્વકની એકાગ્રતા માંગી લ્યે છે.

પેજ(૪૯) બંદગી મારફત જે સર્વેથી ઉપર છે તેની તમે નજદિક આવશો. જો તમે આ જગત માટે વિચાર કરો તો તે આ જગતથી પણ ઉપર છે, જો તમે આ બ્રહ્માંડ માટે વિચારો તો તે આ બ્રહ્માંડથી પણ ઉપર છે. જો બે હજાર બ્રહ્માંડો હોય અને તમે તે માટે વિચારો તો તે બે હજાર બ્રહ્માંડોથી પણ ઉપર છે. તમે શક્તિ માટે વિચારો તો તે જેની કલ્પના પણ ન કરી શકાય તેવી કોઈ પણ શક્તિથી ચોક્કસપણે વધુ શક્તિમાન છે.

આથી તમે અલીના નૂર મારફત , ઈમામના નૂર દ્વારા તમે તેની નજીક આવવાના પ્રયત્નો કરો અને જે સર્વેથી ઉપર છે તે વિષેની સારી સમજણ મેળવો. બંદગીનો આ અર્થ છે, બૈતુલખ્યાલનો આ અર્થ છે.

પેજ(૫૨) બંદગીમાં તમે બેસી શકો અને ધ્યાનથી બેસી શકો તે માટેની શક્તિ તમારામાં હોવીજ જોઈએ, તે માટેની હિંમત પણ તમારામાં હોવીજ જોઈએ.

પેજ(૫૩) અંતમાં અમે દુઆ કરીએ છીએ કે તમારા જીવન દરમિયાન એક વખત પણ તમને સાચા પ્રકાશનો અનુભવ થાય, તમારા હ્રદયમાં સાચી સમજણ જાગે, આ રોશની મારફત - આ જ્ઞાન મારફત તમે સાચા ઈમાની બની શકશો.

પેજ(૫૭) તમો વહેલી સવારે દુઆ બંદગીમાં આવતા હો ત્યારેજ તમો શક્તિ અને બળ પ્રાપ્ત કરી શકશો અને સુખ મળશે અને તમારા આ સુખને કોઈપણ છીનવી શકશે નહીં, કારણ કે આ એવી વસ્તું છે કે જે સુખને તમોએ તમારી શ્રદ્ધામાંથી ઉત્પન્ન કરેલ છે.

આ ફરમાનો યાદ રાખજો અને જો તમારામાં સાચું ઈમાન હશે, તમો નિયમીત દુઆ બંદગી ગુજારતા હશો, તો તમો જરૂર શોધી શકશો કે આ મુશ્કેલીઓ તમારા માટે તુચ્છ અને નકામી લાગશે.

પેજ(૬૧) આ બાબતમાં શક્તિ, હિંમત અને દ્રઢતાની જરૂર પડે છે. જે લોકો બંદગીને હળવા હ્રદયે લેખે છે અને બંદગી કરવાના ઈરાદામાં મક્કમ નથી તેઓ આ રીતે રૂહાની સુખ મેળવી શકશે નહિ.

આ બાબત એવી છે કે જેમાં તમે સંપૂર્ણ તેની ઈચ્છાને તાબે (સમર્પિત) થઈ જાઓ કે જે સર્વેથી ઉપર છે, આ સંપૂર્ણ તાબેદારી એક દિવસ તમને રૂહાની સુખ, રૂહાની બળ અને રૂહાની રોશની આપશે.

પેજ(૬૩) અમોએ તમોને ઈસ્મે આઝમ આપ્યું છે તે મારૂં નૂર છે. રાત અને દિવસ તમારા ખુદાવીંદની યાદમાં રહો.

બૈતુલખ્યાલનું કામ ડીફીકલ્ટ છે. ડીસીપ્લીનથી સખત પાબંદીની જરૂર છે.

નબી મહમદ રસુલ એ ઘણા મુરીદોને હિંમત આપી હતી કે તમારૂં મન તે ખુદાવીંદ સાથે લગાવો, મઝહબને બુલંદ બનાવો.

પેજ(૬૪) મેં તમોને ઈસ્મે આઝમ આપ્યું છે એના માટે કે તમો સદા તેની સાથે રહી શકો.

ઈસ્મે આઝમ-બોલની બંદગીની ખાસ જરૂર છે. બંદગી ત્યારે હોઈ શકે કે તમો તંદુરસ્ત હો, મન શાન્ત હોય, એ વખતે બંદગી કરો. ચારથી પાંચના ટાઈમે દુન્યાથી અલગ થાઓ....  ખાનાવાદાન.

આસ્તે આસ્તે તમોને લાઈટ પાવર યાને સાંભળી શકશો, જોઈ શકશો, વગેરે.... તે લાઈટ થશે, રોશની થશે, આસ્તે આસ્તે.... ખાનાવાદાન.

પેજ(૬૫) મજલસમાં આવવું એ ઈમાનની નીશાની છે.

આ દવા છે. તમો મોટા થશો, બુઢાપો આવશે, બુઢાપામાં રસ નહિ રહે.

જુવાનીમાં તૌબા કરવી એ પયગમ્બરની નિશાની છે.

પેજ(૬૬) બૈતુલખ્યાલની ડીસીપ્લીન બહુ સખત છે અને તે બહુ ભોગ માંગે છે.

પેજ(૬૭) નબી સાહેબ (આવી બંદગીઓના વખત સિવાય) બીજા સમયે બંદગી કરવા માટે ઉત્તેજન આપતા હતા, એ જાણીતી વાત છે. કારણ કે ઈસ્લામનો એ એવો મુળભુત સિધ્ધાંત છે કે પોતાના જીવનકાળ દરમિયાન દરેકે હંમેશા હરેક પળે પોતાનુ ધ્યાન અને પોતાના વિચારો અલ્લાહની નજીક અને અલ્લાહ વિષેના ખ્યાલોમાં રાખવા જોઈએ કે જેથી તમારો મઝહબ તમારી રોજીંદી જિદગીનો એક અંતર્ગત (Integral) ભાગ બની જાય.

અમારી જમાત માટે એ પુરતું નથી કે દુઆ બંદગીના સમયે જમાતખાને જાય અને એમ સમજે કે આટલુ બસ છે, મઝહબ પ્રત્યેની મારી ફરજો મેં પુરી કરી દીધી છે. આવું ઘણી વખતે બીજા મુસ્લિમો કરે છે. તેઓ મસ્જિદમાં જાય છે, નમાઝ પઢે છે. અને સમજે છે કે આટલુ બસ છે. અને (પરીણામે) અલ્લાહનુ વજુદ, અલ્લાહનો ખ્યાલ, અલ્લાહ હસ્તી ધરાવે છે તે બાબત અને તેની સાથેનો રૂહાની સબંધ, આ બધી વસ્તુઓની તેમને સમજ નથી હોતી.

પેજ(૬૮) પ્રતિક રૂપે હઝરત અલી મારફત તમો તે કે જે બીજા સઘળા કરતાં મહાન છે, તેના સુધી પહોંચી શકશો.

પેજ(૬૮) ક્યારેક તમને એમ લાગે કે તમારૂં દિલ પથ્થર જેવું સખત છે, ત્યારે ચિંતા કરશો નહીં. ‘નૂર’ તમારા રૂહનું ઉંચે ચઢવું એ કોઈ એવી વસ્તું નથી જેના માટે તમે માંગણી કરી શકો. તે તમારો હક નથી આતો બક્ષિસ છે. જેની તમોને નવાઝીશ કરવામાં આવે છે, અને તે તમને ક્યારે આપવામાં આવશે તે બાબત તમે કાંઈ અગાઉથી ધારણા બાંધી શકતા નથી.

પેજ-(૬૯) પરંતુ એક વખત જ્યારે તમને એમ લાગે કે તમે ઉચ્ચ મંઝીલે જઈ રહ્યા છો. ત્યારે તે લાગણી તમને દરેકને એટલી બળવાન અને એટલી ચેતનવંતી લાગશે કે તમે જિંદગીભર તે ભુલી શકશો નહીં. આનાથી તમોને શક્તિ મળશે અને તે પળ ને પાછી મેળવવા માટે તમારે ચાહના રાખવી જોઈએ પણ તે વસ્તું ફરી પાછી પ્રાપ્ત કરવા માટે નમ્રતાથી ચાહના કરજો.

આ એક એવો આનંદ છે કે જે તમોને નમ્રતાની હાલતમાં બક્ષવામાં આવે છે. માટે તમારે બંદગીમાં બેસવું જોઈએ અને અમોએ તમોને જે ‘બોલ’ આપેલ છે, તે ઉપર એકચિંત થવાની ચાહના રાખવી જોઈએ. આ ‘બોલ’નો અર્થ સમજવાની, અલ્લાહના અર્થને સમજવાની ચાહના રાખો. તમારા રૂહની ઉન્નતિ સાધવાની ચાહના રાખો. અને જો તમે આમ કરવામાં નિયમિત રહેશો અને ‘બોલ’ યાદ કરતા રહેશો તો થોડા વરસ પછી અમો તમોને નવો ‘બોલ’ આપીશું.

અને જેમ જેમ તમે મોટા થતા જશો તેમ તેમ જીવનની શારીરિક બાજુના ભાનથી તમે ધીમે ધીમે મુક્ત થતા જશો કે જેથી તમારી રૂહાની સાંકળ મજબુત, મજબુત અને વધારે મજબૂત બનતી જશે. અને આ જ વસ્તું છે, જે અમો તમારામાંના દરેક માટે ઈચ્છીએ છીએ.

પેજ(૭૦) બંદગી તે ડીસીપ્લીન, હિંમત, સમયનો ભોગ અને શારીરિક સહનશીલતા માંગે છે.

 

પેજ(૭૧) ઈસ્લામમાં સારા મુસ્લિમ હોવા માટેનો પાયારૂપ સિધ્ધાંત એ નથી કે તે કેટલીવાર નમાઝ કે દુઆ પડે છે, પરંતુ તેને અલ્લાહનું અને અલ્લાહના અસ્તિત્વનું ભાન હોવું જોઈએ.

યા અલી મદદ