ખાનગી ફરમાન
રેકોર્ડીંગ - ૨
રેકોર્ડીંગ - ૨
હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે ફરમાવ્યું કેઃ-
પેજ(૪૯) ખરા દીને ઈસમાઈલી તમે છો. અને બાતુની દીન ઈસમાઈલી તમારા પાસે છે.
આગળ માટે તમે બીલકુલ ખ્યાલ ન કરજો અને આગળ બહેશ્ત મળશે કે દોજખ, તેના માટે બીલકુલ ખ્યાલ ન કરજો. કારણ કે દોજખ અને બહેશ્ત બધું મારા હાથમાં છે.
બંદગીના ટાઈમ પર સારા કે નરસા ખ્યાલ બિલકુલ દિલમાં ન લાવજો, કે આ કામ કરવા હું બેઠો છું કે બીજી સારી આશા પર ધ્યાન ન દેજો. બંદગીના વખતે ઝીકર ઉપર ધ્યાન દેવું.
પેજ(૫૦) ફકત ઝીકરમાંજ ધ્યાન સાસ-ઉસાસ ઉપર પહોંચાડવું.
જે કિંમતી ચીજ અમો ઈનાયત કરીએ છીએ તે અમારૂં નામ છે. જો ખરા યકિનથી મારા ફરમાન પ્રમાણે ચાલો તો જે નામ તમને આપ્યું છે તે સરૂપ તમે જોઈ શકશો. અમને આ સ્વરૂપમાં જોઈ શકશો નહીં, જે નામ હશે એજ સ્વરૂપ હશે.
પેજ(૫૨) તમારૂં ધ્યાન પગથી પર મજબૂત રાખીને ચોક્કસ કરશો તો એ પગથી પરથી ઠેક મારીને ચાર પાંચ પગથિયા ચઢી જશો.
પેજ(૫૩) તમે તમારી ઈબાદતના વખતે હંમેશા હાઝર રહેજો અને ઈબાદતના મકાનમાં આવતા જાઓ અને ઈબાદત, ઝીકર કરવું, પણ જો કદાચ બિમારીના લીધે આવી ન શકો તો પોતાના ઘરમાં ઈબાદત કરો, પણ ઈબાદત જરૂર કરવી. ફરમાવ્યું કે બિમાર હો અને ખાટલા પર પડિયા હો, તમારો સાંસ આવે અને જાય તો પણ ઈબાદત થઈ શકે છે માટે ઈબાદત કરવી.
ઈબાદત એવી કરવી જે ખ્યાલ બીજે ઠેકાણે ન જાય. જો તમે એમ કરો અને તેનો ફાયદો ન દેખો એ બનવા જોગ નથી, તે કસૂર તમારી છે, માટે તમે આદત પાડો કે ઈબાદત વખતે રૂહને શરીરમાંથી બહાર કાઢીને ઈબાદત કરો, મિસાલ મુડદા માફક મરી જવું. ઈબાદત એવી કરવી જેમ બીજા કોઈ વાતમાં ખ્યાલ ન રાખવો.
પેજ(૫૩)આ વરજશ છે, તે એક મિનિટ, બે મિનિટ, ત્રણ મિનિટ, ચાર મિનિટ અને એ પ્રમાણે રૂહની કસરત કરો. પોતાના ખ્યાલને બધી જગ્યાએથી રોકી અને પોતાના શરીરથી પણ રોકીને ફક્ત ઈબાદત કરવી. જો કે એમાં મહેનત છે જે પોતાના ખ્યાલને તાબામાં રાખવો, એક કલાક તાબામાં રાખવો, એકદમ એકઅથવા અડધો કલાક રૂહને બહાર મોકલવું તે બનતું નથી પણ આદતથી બની શકે છે.
પેજ(૫૪) એક ઠેકાણે ખ્યાલ રાખવાની આદત રફ્તે રફ્તે પાડો. જેમ ક્લોરોફૉર્મ દવા છે જેનાથી માણસ બેહોશ થઈ જાય છે. એવી રીતે બંદગીમાં પણ બની શકે છે, પણ તેમાં પોતાના આમાલ નેક કરજો, નેક આમાલ નહિ હશે તો ફાયદો થશે નહિ, માટે આમાલ સારા જોઈએ અને જાહેરી કામ પણ કરવા જોઈએ અને જમાતખાનામાં આવવું જોઈએ પણ જો નહિ આવશો અને બંદગી ટાણે હાઝર નહિ થશો, તો તે શેતાની છે.
એક કોટડીમાં બેસી ખ્યાલ રોકવાથી કદાચ બની શકે છે અને નિંદ્રામાં પણ ધ્યાન ટકી શકે છે. પણ માણસોના વચમાં બેસીને ધ્યાન ટકાવવું તે હિંમત છે. કોટડીમાં અથવા નિંદ્રામાં બેસીને ધ્યાન ટકાવી કસરત કરે, આસ્તે આસ્તે તેના કરતાં પણ બેઠક કરીને રૂહને એક અથવા અડધો કલાક બહાર મોકલી આપવો તેમાં ફાયદો છે.
પેજ(૫૫) જુઓ ઈસમાઈલી અરબ લોકોને કેટલા વરસ સુધી કેદમાં રાખ્યા, ઓછામાં ઓછા નવથી દસ વરસ જમીનમાં કેદ રહ્યા હતા, તો પણ તેઓએ પોતાનો ધરમ છોડ્યો નહીં અને દસ વરસ મુસીબતો સહન કરી અને અહીં આવીને દિદાર કર્યા.
તમને જરા તસદી પડે છે તો આવીને અરજ કરો છો કે અમને આ મુસીબત છે. તમને તસદી વધુ હોય તો પણ જેનો ઈશ્ક વધુ હશે તો તેને બીલકુલ ખબર પડશે નહિ.
ફરમાવ્યું કે ઝખમ હાથમાં લાગેને જો તમારી હિંમત મજબુત હશેને ઈશ્ક હશે તો તમારો હાથ કંપશે નહિ અને ખબર પણ પડશે નહિ. જેમ એક માણસને ક્લોરોફૉર્મ સુંઘાવે છે અને બેહોશ થાય છે. તેમ ઈશ્ક હશે ને તકલીફ હશે તો ખબર પડશે નહીં.
પેજ(૫૬) ફરમાવ્યું કે તમને બે વરસ આગમાં દાટી રાખે તો પણ પોતાનો દીન ન છોડવો. ખાનાવાદાન.
પેજ(૫૭) એક કલાકના ટાઈમમાં બરાબર ખ્યાલ રાખીને કામ કરશો તો ફાયદો જોશો. આ ખ્યાલમાં એટલા મજબુત રહેવું જોઈએ અને એવો ખ્યાલ રાખવો જોઈએ જે ઑપરેશન કરે, ઝખમ મારે તો પણ ખબર ન પડે. બીજો કોઈ દુનીયાનો ખ્યાલ ન જોઈએ અને પોતાનો ખ્યાલ પણ તૂટે નહિ એવો મજબૂત ખ્યાલ જોઈએ. આ કામ છે તે શરીરમાંથી રૂહને બહાર કાઢી કરવું જોઈએ. જ્યારે તમે આ કામ બરાબર ધ્યાનથી કરશો ત્યારે તે વખતે રૂહ શરીરમાંથી છૂટો થઈ બહાર જઈ પાછો એક કલાક પછી શરીરમાં દાખલ થશે. અગર રૂહ શરીરમાંથી બહાર નહિ નિકળે તો રૂહ ફાયદો કેમ જોઈ શકશે ?
તમે સાંભળ્યું છે કે પયગમ્બરને મએરાજ થઈ હતી; તે આ રીતે મએરાજ ગયા હતા.
પેજ(૫૮) જો આમાલ સારા નહિ હોય તો તેને ફાયદો થશે નહિ; માટે જેનું ઈમાન સારૂં છે, દીન ભાઈઓથી મહોબ્બતથી વર્તશો, બીજા આડા અવળા વિચારો નહિ કરશો તો જરૂર રૂહાનીને જોશો, તેમાં જરાય શક નથી. ખાનાવાદાન.
પેજ(૫૯) આ કામ જેણે કર્યું છે અને તે બરાબર બજાવે છે તેના દિલમાં ખુદાનું નૂર છે તેમાં જરાય શક નથી.
પેજ(૫૯,૬૦) જ્યારે કામ માથે બેસો ત્યારે મસ્ત માણસની માફક બેસો, જેને કાપી નાખવામાં આવે તો પણ ખબર ન પડે, જો તોપ ફૂટે તો પણ શું થયું ? તો પણ તેને ખબર ન પડે. જેને અમોએ 'શબ્દ' અથવા 'નકશ' આપ્યો છે તે પગથિયા માફક કામ ન કરે અને ગફલત કરે તો નૂર નહિ જોઈ શકે. તમે ઉંચે ચડો છો અને કહો છો જે પગથિયા છે અને આ નથી થતું, એ સારૂં નથી.
પેજ(૬૧) તમે આ મોટા કામમાં દાખલ થયા છો તથા તમો એજ ખ્યાલમાં છો; ખરી રીતે તો હમણા તમો હકીકતના મુલકમાં દાખલ થયા છો. તમારી મંઝિલ અથવા તો રહેવાનું મકાન દારેસલામ , જંગબાર વિગેરે જગ્યાઓ નથી પણ મએરાજમાં તમારૂં રહેવાનું રહેઠાણ છે. તમારૂં શરીર દુનિયાના કામમાં યાને દુનિયા પર હોય પણ તમારો રૂહ છે તે મારી મોહબ્બતમાં હંમેશાં મારી અંદર દાખલ હોય.
જ્યારે તમારો રૂહ શરીરમાંથી નિકળશે ત્યારે જેમ નદી સમુ્દ્રમાં મળી જાય છે તેમ મળી જશો યાને મરણ બાદ ત્યાં દાખલ થઈ શકશો.
રૂહની મુલાકાત તે અમલની છે. મહોબ્બત એજ મુલાકાત છે.
પેજ(૬૨) અમારા ફરમાન જે છે તે કાનમાંથી કાઢી નાખજો નહીં. બૈતુલખ્યાલમાં હંમેશાં આવવું તથા યાદ કરો. જેવી રીતે મિશનરી વાયેઝ કરે છે તેવી રીતે અમારા ફરમાન વાંચીને સંભળાવો અને તેની માયના કરો.
પેજ(૬૩)એકવીસ વરસ સુધી અખંડ રાત દિવસ બંદગી કરે અને એક ફળ હાંસલ થાય છે તે અમો તમને બક્ષીએ છીએ.
પેજ(૬૪) અમો તમારા પર રહેમ કરીને એકદમ ઉંચે લઈ જઈએ છીએ, તમો બંદગી કરો ત્યારે દુનિયાનો કોઈ પણ ખ્યાલ ન કરો. બંદગીમાં તમોને ખબર ન પડવી જોઈએ કે તમો જમીન પર છો કે આસમાન માથે, અથવા જંગબારમાં છો કે મુંબઈમાં તે તમને ખબર પડવી ન જોઈએ, ત્યારે તમે નૂર જોઈ શકશો.
હઝારો માણસો કહે છે જે અમો નૂર દેખીએ છીએ, તમો કેમ નથી જોતા ? જો તમે તમારા શરીરમાં સોય મારો તો લોહીનું ટીપું બહાર આવવુંજ જોઈએ.
પેજ(૬૫) હુકમ પ્રમાણે ન ચાલો તો એક હઝાર વરસ સુધી બંદગી કરશો તો પણ મકસુદને પહોંચશો નહીં.
તમો રૂહને જોવાની તજવીજ કરો. તમો બધાઓની માફક ન ચાલો, પણ એક સરખી રીતે એકતારથી બંદગી કરો. સફેદ રૂહ સાથે મારી હઝુરમાં આવશો. ખાનાવાદાન.
પેજ(૬૬) અમો એવો ખ્યાલ નથી કરતા જે એક, બે, દશ, વીસ, પચાસ, અમે તો એમ સમજીએ છીએ કે તમારામાંથી બસો માણસો ફિરસ્તા જેવા થાય. હમણા અમે જોઈએ છીએ કે તમારી મહોબ્બત ઘણી છે. એવી રીતે ચોક્સી કરો, જેઓ હિંમત કરે છે તે દરજ્જે પહોંચે છે. એવો ખ્યાલ ન કરો કે નથી પહોંચતા દિવસે દિવસે એવી હિંમત કરો જે તે જગ્યા પર પહોંચો. અમો દુઆ કરીએ છીએ કે ઉંચે ચડો, મિસાલ ફિરસ્તાના દરજ્જે પહોંચો.
પેજ(૬૭) કામ પર બેસો ત્યારે એવું દિલ જોઈએ કે જો તલવારથી મારી નાખે તો પણ ખબર ન પડે. એ કામ પર બેસવું જોઈએ ત્યારે બહારનો ખ્યાલ કાંઈ પણ થવો ન જોઈએ. કામમાં બેઠા હો ત્યાં માણસો આવતા હોય, અવાજ થતો હોય, બોલતા હોય તો પણ કાંઈ ન સાંભળે; મિસાલ માણસનું મુડદું હોય એ પ્રમાણે જોઈએ.
તમો દરજ્જો ચડતા જાઓ, ફરિશ્તાના દરજ્જે ચડી જાઓ. જ્યાં સુધી આ દુનિયામાં હૈયાત છો ત્યાં સુઘી ફિરશ્તા જેવા રહો. મરી ગયા પછી ફિરશ્તા કરતા પણ ઉપર જાઓ.
પેજ(૬૯) જે ઈન્સાન ઈબાદત કરે અને એ જાપ હોય તો એ જાપ મગજ શક્તિથી કોઈ પણ મંઝીલ હોય તો એ જાપની બંદગી કરવી તેથી તેને ફાયદો થશે.
પેજ(૭૦) જો તમે ઈબાદતમાં ઉંચે દરજ્જે ચડશો તો ફનાફીલ્લાહની પદવીને નજદીક થશો અને ઉપર પહોચશો.
એક કલાક તમે ઈબાદતમાં એવા મશગુલ થાઓ કે જીવતા મરી જાઓ.
પેજ(૭૧) જેઓ દસ મિનિટ એક ધ્યાનથી ઈબાદતકરી શકે છે તેઓને ચાલીશ વરસની ઈબાદત કરતા વઘારે ઈબાદતનો ફાયદો હાસલ થાય છે અને ચાલીશ વરસ કરતાં વધુ ઈબાદત કબુલ થાય છે. તેથી તમે હમણા એક કલાક ઈબાદત કરો, તે બરાબર એક ખ્યાલથી તો ઘણું છે. તમો બધાના દિલમાં એક જ ઉમેદ હોવી જોઈએ. તે કેવી રીતે, જેમ રસુલીલ્લાહ મએરાજ પર ગયા હતા અને બદન દુનિયામાં પડ્યું હતું. તેમ તમારો રૂહ આ દુનિયામાંથી આસમાન માથે પહોંચે અને આ બદન દુનિયામાં હોય અને રૂહને ત્યાં પહોંચાડો. ઝીકરનો એક કલાક જે તમારા ઉપર ફર્ઝ છે તે બરાબર ખ્યાલથી કરશો તો તે કલાકમાં દશ મિનિટ એવી આવશે જે તેની અંદર તમો ફનાફિલ્લાહ થઈ શકશો.
પેજ(૭૪)ઈબાદત એવી રીતે કરો જે પયગમ્બર પોતાનું બદન મૂકીને રૂહથી મએરાજ ગયા એજ પ્રમાણેની જરૂરત છે.
પેજ(૭૫) બંદગી કરતી વખતે તમોએ મરી જવું જોઈએ. એક કલાક તો તમે ફનાફીલ્લાહ ન થઈ શકો પણ પાંચ મિનિટ અથવા એક મિનિટ ફનાફીલ્લાહ થાઓ તો પણ ઘણું સારૂં છે. તમને કોઈ તે વખતે ટાંચણી મારે અથવા બીજું કાંઈ મારે અથવા કાપે તો પણ ખબર ન પડે, એવી રીતે બંદગીમાં બેસવું જોઈએ.
પેજ(૭૮) તમે મૌલાનું લશ્કર છો હવે જો તમે નૂરને જોઈ નહિ શકશો તો મોટા કામના નામને બદનામ કરો છો.
અમોએ બંદગીનો એક કલાક આપ્યો છે, તેમાં મનને વશ રાખી અખંડ ખ્યાલથી બંદગી કરવી જોઈએ. અને એટલા વખતમાં એક એવો ટાઈમ આવશે જે નૂરને જોઈ શકશો. વધુ વખતની કાચી બંદગી કરતા દસ મિનિટની પાકી બંદગી ઘણી સારી છે.
પેજ(૭૯) એ દશ મિનિટમાં તમે નૂરને જોઈ શકશો, પણ અખંડ ખ્યાલથી બંદગી કરશો તોજ તેમા ફાયદો થશે.
ફરમાવ્યું કે તમે બંદગીમાં ફનાફીલ્લાહ થઈ જાઓ તો જલ્દીથી નૂરને જોઈ શકશો. તેમાં જરાએ શક નથી.
નૂરને જોવામાં ચાર બાબતો પાળવાની ખાસ જરૂર છે.
(૧) ચુસ્ત ઈમાન.
(૨) ચોખ્ખી દશાંદ.
(૩) અખંડ ખ્યાલ.
(૪) નજર સાફ અને પાક.
પેજ(૮૨) તમે કામમાં છો અને ફળ પેદા ન કરો તો શું ફાયદો ? તમે કિલ્લામાં દાખલ થયા છો તો ઈબાદત કરી જરૂર કાંઈને કાંઈ ફળ હાંસલ કરવું જોઈએ. જેઓ બૈતુલખ્યાલમાં દાખલ છો તેઓએ હંમેશા ખુશીમા રહેવું, કદી પણ ગમીમાં રહેવું નહિ, ખુશી એવી કે જાણે મોમન સાત આસમાન માથે બહેશ્તમાં હોય તેમ ખુશીમાં રહેવું જોઈએ.
પેજ(૮૩) જે મૌલાનું નૂર તમારા દિલમાં છે તે રોશન થાય એવી ઈબાદત કરો. મૌલાનું નૂર હમેશાં રોશન રહે અને દિલમાં અંધારૂ ન રહે. નૂર છે તે ચિરાગ યાને બત્તી છે, જેવી રીતે બત્તીમાં તેલ નાખવાથી રોશની પુરણ જારી રહે છે. તેમ તમે ઈબાદતનું તેલ આપો તો રોશની થશે. તો દિદારને જોઈ શકશો. ફરમાવ્યુંકે ઈલેકટ્રીક યાને વિજળીની બત્તીમાં પાવર હોવાથી રોશની થાય છે તેના માટે પાવર હાઉસથી કનેક્શન રાખવો પડે છે તેમ તમે પણ હાઝર ઈમામના દિદાર માટે ઈમામના નૂરથી સબંધ રાખો. જેનાથી રોશની કાયમ રહેશે અને હાઝર ઈમામનું નૂર તમારા દિલમાં રોશન રહેશે. તે ઈબાદત ચાલું કરવાની સાથે જ રોશની થશે. ખાનાવાદાન.
પેજ(૯૨) નેચરલ એટલે કુદરતી રીતે શ્વાસ ચાલતો હોય, શ્વાસ જબરદસ્તીથી ચલાવવો નહીં.
ઈબાદતમાં તમે જે જે ચીજ અને ખુબસુરતી જોઈ હોય તે ભુલતા નહીં. ખાનાવાદાન.
પેજ(૯૩) તમોને જે પવીત્ર જાપ આપેલ છે તે બરાબર યાદ રાખજો, તેની સુરત દેખાશે. જેવી રીતે સૂરજને યાદ કરો તો સુરજ તમોને નજરમાં - ખ્યાલમાં આવે છે, તેવીજ રીતે નક્શને જોવું તે ખુદાની સુરત છે. અમો જે નક્શ આપીએ છીએ તે 'નામ' અને 'નકશ' યાદ કરજો. એક કલાક ઈબાદત અહિં તહિંનો ખ્યાલ કર્યા વગર એક ધ્યાનથી કરજો, મોમનની દશોંદ પાકી હોવી જોઈએ.
પેજ(૯૪) તમો બધા મોટા કામમાં દાખલ થએલા છો એટલે તમે જાણો છો કે અમો તમને કેટલા નજદીક છીએ. તમે એમ ન સમજો કે અમો ખુરશી પર અહિં બેઠા છીએ. પણ અમો તમારા દિલમાં, તમારા ધ્યાનમાં બેઠેલા છીએ. તમે પણ અમારા દિલ અને ધ્યાનમાં રાત દિન રહો.
પેજ(૯૫) ઈબાદત વખતે પાચ મિનિટ પણ બેહોશ અને મુરદા જેવા થઈને બેસશો તો પચાસ કલાકથી પણ વધારે ફાયદો થશે. ઈબાદત વખતે રૂહની મસ્તીમાં રહેજો. દુનિયામાં કોઈ શરાબ પીનાર માણસ કેટલો મસ્ત રહે છે, તેમ તમે પણ ઈબાદતમાં મસ્ત રહેજો, છેવટે અડધો કલાક પણ મસ્ત રહજો. જાહેરી ઈબાદત પણ છોડજો નહીં. જમાતખાને હંમેશાં આવવું તે એક 'ડીસીપ્લીન' અર્થાત નિયમ પાલન કરવાનું છે, જેમ લશ્કરને કવાયતની જરૂર છે તેમ જમાતખાને આવવું પણ કવાયત છે, તેથી રૂહની તાકાત વધે છે. દશોંદ છે તે તમારા પર ફરજ છે. ખુશીનો સોદો નથી. મઝહબનું જાહેરી રાજ્ય ચલાવવા માટે દશોંદ ફરજિયાત છે કે જે દશોંદ થકી ચાલે છે. તે તમારે આપવાની ઘણી જરૂર છે. એ તમારા માટે ફાયદાની ચીજ છે. તે દરેકે આપવી વાજબ છે.
આ ફરમાનોથી તમને રૂહાની ફાયદો થશે. દુનિયાના ફરમાનો પાળવાથી દુન્યવી ફાયદો થશે.
પેજ(૯૯) જ્યાં સુધી તમારૂં ધ્યાન અમારામાં છે ત્યાં સુધી રૂહાની સગપણ છે. જ્યારે તમે અમને યાદ કરતા નથી ત્યારે રૂહાની સગપણમા ફેર પડે છે.
પેજ(૧૦૧) તમે સારી રીતે ખ્યાલ રાખજો, ખ્યાલ કર્યા વગર તમને જવાબ નહી મળી શકે. તમારા ખ્યાલ અને અમારો જવાબ હંમેશાં બન્ને સાથે રહે છે.
જ્યારે બાતુની ખ્યાલ પાકો થાય છે એ વખતે ઘણું સંભાળો, તે વખતે ઈમામનો ખ્યાલ કરો. ત્રેવીસ કલાક રૂહને દુનિયામાં રાખો પણ એક કલાક રૂહને અમારા પાસે મોકલી આપો. પીર સદરદીને ફરમાવ્યું છે કે ખ્યાલમાં મરી જવું જોઈએ.
જો એવી રીતે એક કલાક મરી ન શકો તો બૈતુલખ્યાલનો કાંઈ ફાયદો નથી.
પેજ(૧૦૪) બાતુની મઝહબની માયના એ છે કે અહિયાં, આ દુનિયામાંજ પોતાની હૈયાતીમાં બહેશ્ત અને ફાયદો જોઈ શકાય છે.
એક કલાકમાં એક મિનિટ પણ મળી જાય (એમ કહીને ચપડી વગાડીને ફરમાવ્યું) તો કાફી.
જેણે આંબો ખાધો નથી તેને શું ખબર પડશે કે આંબો આવો છે અને તે તેવો છે એમ કહેશે, પણ તેને સ્વાદ કે લિજ્જતની શું ખબર પડશે ?
પેજ(૧૦૫) તમારૂં ઈમાન પાકું હોવું જોઈએ. વગર ઈમાને કાંઈ પણ ફાયદો નથી. ઈમાન એવી ચીજ નથી કે ખુદબખુદ, એની મેળે દોડતું આવે, તેના માટે જે પ્યાર રાખે છે. તલબ કરે છે, તેની પાછળ દોડે છે. તેનેજ મળે છે.
હસનાબાદના કુબાના ઉપર સોનાનો કળશ છે તેની નીચે પાયો મજબુત છે તેથી રહ્યો છે, નહિ તો રહી શકે નહિ, તેમ મોટા કામનું ફળ છે તે (હસનાબાદના કુબા પરના સોનાના કળશ તરફ હાથ કરી બતાવતાં ફરમાવ્યું કે) આ સોના માફક છે અને મકાનનો નીચેનો પાયો મજબુત છે તે ગોયા ઈમાન છે. જો ઈમાન રૂપી પાયો મજબુત નહિ હશે તો નૂરરૂપી સોનુ કેવી રીતે હાથ આવશે ?
પેજ(૧૦૬) ઈમાન આપો આપ નથી આવતું. બિલાડી ચુવાને પકડવા કેવી હોંશીયાર સાવચેત અને આતુર હોય છે ? ઈમાન રૂપી નૂર માટે પણ તેવીજ આતુરતા અને હોશિયારીની જરૂરત છે.
પેજ(૧૧૫) જાપ મનથી બોલજો. જેમ તમે મનથી બોલો 'દિલ્હી', 'આગરા' એવી રીતે ઝબાન હલાવ્યા વગર મનથી જાપ બોલવો.
ઈબાદત બંદગીનું પવિત્ર ફરમાન
પેજ(૧૧૮) ખુદાના દિદારનો તલબગાર ઈન્સાન ખુદાના દિદારની પ્રાપ્તી ચોક્કસ કરી શકે છે. જો ઈચ્છા કરશો તો જરૂર મળશે, દરવાજો ખખડાવશો તો તે જરૂર ખુલશે.
તમારા પગ નીચે માયાનો ગંજ છે તેના ઉપર ધુળ વળી ગયેલ છે, તમો એટલી મહેનત નથી કરતા કે તે ધુળને એક બાજુ કરો, જેથી તે ખજાનો તમારા હાથમાં આવે, તે વસ્તું જરાય દુર નથી, બહુજ નજદીક છે, છતાં થોડી જેટલી પણ એકદિલથી સંપૂર્ણ ધીરજની સાથે મહેનત કરશો તો અવશ્ય લાભ પ્રાપ્ત થશે.
પેજ(૧૧૯) તમો અમારૂં નામ લ્યો તે બસ નથી, પણ મને યાદ કરો એટલે કે ફામમાં લાવો, આમ કરવાથી તમારા દિલમાં અમારૂં નૂર રોશન થશે.
પેજ(૧૨૦) ઈબાદત બંદગી કરતી વખતે ભુતકાળમાં થયેલા ગુન્હા, ભૂલચુકથી થતા ચાલું ગુન્હા, ખરાબ ખ્યાલો અને કરેલું દાન પૂણ્ય તેમજ તમારી સઘળી ઉમેદો અમોને સોંપી તમારૂં દિલ તદ્દન હળવું કરી અમોને તમારા દિલમાં પ્યારથી પ્રગટાવો, દુન્યવી વિચારો આવે તો જરા પણ હતાશ ન થશો એ ભાર દિલ ઉપરથી તરત કાઢી નાખી ઝીકરનું રટણ ચાલુંજ રાખો.
સંપૂર્ણ પ્રેમથી એક ઘડી, એક પળ, અમારા પ્રત્યે ધ્યાન ટકાવો તો તમોએ આખી દુન્યાની દોલતનું દાન કયુઁ લેખાશે. જ્યાં સુધી તમારૂં ધ્યાન ઈબાદતમાં નથી, ત્યાં સુધી તે વસ્તું તમારી નજરમાં આવતી નથી. તમો શાંતિપુર્વક બંદગી કરો, બંદગી ધીરજ પુર્વક અને અતિ પ્યાર અને વિનયથી કરજો.
હું સાત જમીન, અને આસમાનમાં નથી સમાતો પણ મારા મોમનના દિલમાં હું આરામથી રહી શકું છું.
જે અમારા દિદારની ઈચ્છા કરે છે, તેના માટે અમારા દિદાર મૌજુદ છે.
ખાનાવાદાન, ખાનાવાદાન, ખાનાવાદાન.
યા અલી મદદ
