૧૦૦૦ પવિત્ર ફરમાન મુબારક
રેકોર્ડીંગ - ૧
રેકોર્ડીંગ - ૧
સંગ્રહ કર્તા :- સેવક મહમદઅલી ઈબ્રાહીમ નાનજી "અભ્યાસી"
નુર ઈલાહી અવલ થા, સો આખર જગમેં પાયા ઝહુર;
ઈસી દીનકે તાબે હોવે, ઉસમે રોશન હોવે રબકા નુર.
ખતમ કીયા ઈસ કલામકું સબ ઝાહેર કહે સુનાયા;
સો પડો શીખો ઓર સુનો સુનાઓ, યું મઉલાને હુકમ ફરમાયા.
મરતબા ઈલમ કેરા, સબ હુન્નર ઉપર હએ આલા;
કે ઈલમસે તો રબ પહેચાના, જીને અપના દીલ ઉજાલા.
ઓર હુન્નર કમાઈ સબ ફના હોવે, પહેચાન ખુદાકી રહેવે બાકી;
એ સુનો સમજો યાદજ રાખો, ફરમાયા કઉસરે સાકી.
-- કલામે મૌલા
અંગ્રેજ, જર્મન, ફ્રેન્ચ, ક્રિશ્ચિયનો અને ઈરાની વગેરેની માતબર કિતાબોમાં તેમજ પ્રોફેસરોના પુસ્તકોમાં આપણા મઝહબની તવારીખ સિઘ્ધાંતો અને દરેકના વર્ણનો બરાબર કરવામાં આવેલ છે. અને તેઓ બરાબર જાણે છે કે આપણો મઝહબ શું છે. તેઓ એ પણ જાણે છે કે ઈમામ શું છે અને તેની તાબેદારી કેવી રીતે કરવી જોઈએ, તે તેઓ બરાબર જાણે છે.
-- હઝરત ઈમામ આકા સુલતાન મુહમ્મદશાહ.
જો તમે કેટલાક બીજા દેશોએ અખત્યાર કરેલ છે, એ રસ્તાને અપનાવશો અને તમારા મજહબને છોડી દેશો અને તે જાણે કોઈ ગુઝરેલા જમાનાની વસ્તું હોય, એવી રીતે તેની સાથે વર્તશો તો ચોક્કસ જ તમે જીંદગીભરની મોટી નાકામીઓ લઈ લેશો એની અમોને ખાત્રી થઈ ચુકી છે.
-- નુર મૌલાના શાહ કરીમ હાઝર ઈમામ.
હઝરત ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું :-
જે ફરમાનો અમે કર્યા છે, તેને જીવતા જાગતા રાખવા તમારા હાથમાં છે; તેને તમે લખો, વાંચો, અમલ કરો તો ફરમાનોને જીવતા રાખ્યા ગણાય. તેમ નહિ કરો તો તેને મારી નાખ્યા ગણાય.
દશ અવતારની ફિલસુફી લઈ ઈસ્લામી સિધ્ધાંતથી સમજાવવી જોઈએ અને દુનિયાની ઉત્પત્તિ પહેલાંથી ચાલતા આવેલા ખુદાઈ નુરની સમજણ આપવી જોઈએ.
ઈસ્લામશાહના વખતમાં પીર સદરદીને જે સિધ્ધાંતો સમજાવ્યા હતા, તે પ્રમાણે સમજાવવું જોઈએ.
અમારા ફરમાનોની તારવણી કરી જમાતને સમજણ પાડવી એ મીશનરીઓનું ખાસ કામ છે.
ગીનાન તથા ફરમાનમાં ફરમાવ્યું છે તે પ્રમાણે ચાલો, તેની કીતાબો બરાબર પડો, તેની માયના કાઢો, તે ઉપર અમલ કરો.
પવિત્ર નુર મૌલાના શાહ કરીમ હાઝર ઈમામે ફરમાવ્યું:-
અમને લાગે છે કે આપણી યુવાન પ્રજાને ગીનાન શીખવવાની ઈસમાઈલીયા એસોસીએશન ઉપર ખાસ કરીને જે જવાબદારી અને ફરજ છે તેને અંજામ આપશે તોજ આપણી આ અદભુત પ્રણાલીકાઓને આપણે ચાલુ રાખી શકીશું, નહિતર આપણો અગત્યનો એવો ભુતકાળનો અમુક વારસો ગુમાવી બેસસું કે જે આપણી જીંદગી પર્યંત અને હવે પછી જનમવાના છે તે અમારા રૂહાની બચ્ચાઓના જીવન માટે અતિ અગત્યનો છે.
યાદ રાખો જે અમો તમોને અવર નવર દુન્યવી ફાયદા માટે ફરમાન ફરમાવીએ છીએ પરંતુ અમો જોઈએ છીએ કે તમારામાંના ઘણા ખરા દુનિયા પાછળ લાગેલા હોય છે અને દુન્યવી પ્રગતિને જ પોતાના જીવનનો ધ્યેય બનાવેલ છે આવા લોકો અવળે રસ્તે દોરવાઈ ગયેલા છે.
ખરો માર્ગ એ છે કે તમો તમારી બંદગીના વખતને બરાબર સંભાળો અને એકાગ્રતાથી ખરૂં સુખ મેળવો.
તમારે યાદ રાખવું જોઇએ કે ગરીબ કે પૈસાદાર સર્વે માટે બંદગી જરૂરી છે.
સાચા સુખની એક માત્ર ખાત્રી પુર્વકની ચાવી છે, તે છે ઈબાદત.
હઝરત ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું:-
જે હકીકતી દીદાર છે તે તમારા દિલમાં છે. અલહમ્દોલિલ્લાહ જાહેરી દીદાર તમે આજે કરો છો.
અમે તમારાથી ઘણા રાજી છીએ. તમે મિજલસમાં ભેગા થાઓ છો, તેથી ઘણા રાજી થઈએ છીએ.
જે મોમન છે તે અમારી આંખોની બરાબર છે. જે મોમન હકીકતી છે તેના દિલમાં અમારૂં રહેઠાણ છે. હંમેશાં અમારૂં દિલ તમારા દિલમાં છે.
તમે એમ નહિ સમજો કે સાહેબ ખુરશી ઉપર બેઠા છે, તેમ નથી; સારા અમલ કરનાર અને હકીકતીના દિલમાં અમે છીએ, પણ તેમાં બે શરતો છે.
(૧) ઈમાન સાફ હોય.
(૨) અમલ સારા હોય.
તેના દિલમાં અમે છીએ. ખાનાવાદાન.
હઝરત ઈમામ સુલતાન મુહમ્મદ શાહે ફરમાવ્યું:-
મોમન હોય તે હાઝર ઈમામના ફરમાન કબુલ કરે અને જે કાંઈ હાઝર ઈમામ હુકમ ફરમાવે તે માથે ચડાવે.
તમારા ઉપર વાજબ છે કે, અમે જે ફરમાન કરીએ તે પ્રમાણે અમલ કરો. મોમનનો એજ ધર્મ છે.
દરેક જમાતની ફરજ છે કે, નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહે.
હકીકતી મોમનોએ હંમેશાં ફરમાન ઉપર નિગાહ રાખવી.
હકીકતી મોમનોએ અમારા ફરમાન ઉપર મુસ્તકીમ રહેવું જોઈએ.
એવી રીતે જેઓ અમારા ફરમાન ઉપર અમલ કરે છે, તેઓજ હકીકતી મોમન છે.
જેવી રીતે એક હેલકરી પોતાની મરજી પ્રમાણે જરાવાર સડક પર ચાલે છે અને જરાવાર નીચે ચાલે છે, એ પ્રમાણે મરજી મુજબ ચાલવું એ હકીકતી મોમનનો રસ્તો નથી.
મોમનને વાજબ નથી કે, તે પોતાની નિગાહમાં આવે તેમ કરે.
મુરશિદ જે ફરમાન કરે, તે વગર આનાકાનીએ તમારે મંજુર રાખવા જોઇએ.
આવી રીતનું ફરમાન કેમ થયુ? તે તમારે બોલવાનું નથી. અમે રાત કહીએ તો રાત અને દિવસ કહીએ તો દિવસ, પણ ઈમામની અક્કલ મુજબ તમારે ચાલવું જોઈએ.
પહેલા અમારા ફરમાન સાંભળો પછી ગીનાન, અમારા ફરમાન પ્રમાણે ચાલો તો તમને ફાયદો થાય.
તમે જમાતખાનામાં અમારા ફરમાન શા માટે વાંચતા નથી ?
અમારા ફરમાન વાંચવા તથા તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે, તે દીનનો દુશ્મન છે.
ફરમાન ધ્યાનમાં નહિ લીયે તે મુર્ખ નાદાન છે.
નાદાન દીનનો દુશ્મન છે.
જેઓ મુનાફક છે તેઓ અમારા ફરમાનને કાન આપતા નથી.
ફરમાન ઉપર અમલ નહિ કરશો તો શેતાન થશો. તકબ્બુરીવાળા થશો.
અમારા ફરમાન તમારા દિલમાં ઘડ બેસે છે કે નહિ? અમે મુશ્કીલ સમજીએ છીએ.
શરિયતીઓ અમારા હકીકતી ફરમાન સાંભળે, તો તેમના દિલમાં અસર કરતા નથી. જેઓ હકીકતી નથી તેઓ બેઅક્કલ છે.
અસલ અમે જમાતોને “દરવેશ”નો લકબ આપતા હતા, પરંતુ ઘણાઓને દરવેશનો લકબ પસંદ નહિ પડતાં, અમે ખાસ આ કારણે કાઢી નાખેલ છે.
પવિત્ર નુર મૌલાના શાહ કરીમ હાઝર ઈમામે ફરમાવ્યું :-
અમારા દાદાએ જિંદગીના છેવટ સુધી પોતાના રૂહાની ફરજંદોની ભલાઈ માટે કાર્ય કર્યું હતું. અમો પણ અમારી જીંદગી તમોને અર્પણ કરીએ છીએ.
એવણ અમારા માટે પ્રેરણાદાયક હશે. અને એમના નકશે કદમ ઉપર ચાલવાની હંમેશાં અમારી ખ્વાહીશ રહેશે.
અમો માનીએ છીએ કે અમારી કોમી જીંદગીમાં ફેરફારો થવાજ જોઈએ.
દુન્યવી બાબતો માટે ઈમામ પોતે નિર્ણય લ્યે છે. અને જુદા જુદા વિસ્તારોમાં અમો ફેરફાર કરી રહ્યા છીએ.
પરંતુ અમારે ભારપુર્વક જણાવવું જોઈએ કે એ જરૂરી નથી કે અમારા મઝહબી સિધાન્તોમાં પણ થવા જોઈએ.
સદીઓ થયા જુદા જુદા ઈમામોના વખતમાં મઝહબી રીત રીવાજો એક સરખાજ રહયા છે.
તેઓએ નિયમીત રીતે પોતાના મજહબની પાબંદી કરવી જોઈએ પછી તે (૫૦૦) વરસ ભુતકાળમાં હોય કે (૫૦૦) વરસ ભવિષ્યમાં હોય.
સાચા સુખની ખાત્રીપુર્વકની માત્ર એક ચાવી છે, તે છે ઈબાદત.
તમારી દુકાનો, તમારા મકાનો, તમારી સર્વે ઔલાદ, પૈસા વિગેરે બધું અહીંજ રહી જશે માત્ર તમારો રૂહ એકલોજ જશે. આ બાબત તમે કદી પણ ભુલશો નહિ.
યા અલી મદદ