કિતાબ-ઈ-જામી-અલ-હિક્મતાયન
રેકોર્ડીંગ - ૧
રેકોર્ડીંગ - ૧
સર્વવ્યાપક સ્વભાવ વિશે (On Universal Nature).
(૧૬૮) તેઓએ મારી સાથે સર્વવ્યાપક પ્રકૃતિના વિશે તેની હાલતના પ્રથમ સિદ્ધાંતોમાં વાત કરવી જોઈએ, તો પછી મને જણાશે કે તમે ન્યાયમાંથી છો.
મને ફરી કહો તેના સ્વરૂપ અને તેના ગુણો બન્ને વિશે. કારણ કે હું તેને વાંસળીના સંગીતથી સો ઘણું વધારે ચાહું છુ. (જુર્જાની કસીદા ૧૨-૧૩).
અહલ-એ-તાવિલનું અમલ કરવાવાળાઓને જવાબ તેઓના ઉપર શાંતિ હો - 'પ્રકૃતિને સમર્થન આપવું તે એમ કહેવું છે કે પ્રકૃતિ, તે જેમ છે તેમ, નફ્સેકુલનો પ્રતિનિધિ છે, અને તેને શરીરોના ભાગોને તેના યોગ્ય આકારમાં જાળવી રાખવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે.
(૧૬૯) જેઓ એમ માન્ય રાખે છે કે પ્રકૃતિ તે રૂહ (નફ્સેકુલ) પોતેજ છે. એ જૂથના સિદ્ધાંતોને તેઓ નકારે છે. તેઓ એ આધાર પર એમ કહે છે કે વનસ્પતિના રાજ્યમાં અમુક વનસ્પતિને બીજ છે જ્યારે બીજાને ન તો બીજ છે ન તો મૂળ છે, જેવી રીતે કે બિલાડીનો ટોપ અને ટોપ (mushroom). પ્રાણીઓમાં પણ કોઈ એક એવા છે કે જે પુરુષ અને સ્ત્રીથી ઉત્પન્ન થાય છે જ્યારે બીજાઓ ઉદભવ્યા નથી પણ સ્વયંભુ પેદા થયા છે, જેવી રીતે કે માખી, મચ્છર, ઉંદર વગેરે. તેઓ કે જે ઉદભવ્યા છે તેઓ માટે રૂહ પ્રતિનિધિ છે, જ્યારે કે તેઓ કે જે પેદા થયા છે તેઓ માટે રૂહ પ્રતિનિધિ નથી, કેમ કે પેદા થવાવાળાઓનું અસ્તિત્વ ઉદભવવાળાઓના અસ્તિત્વ સમાન નથી. કેમ કે એ પ્રતિનિધિ કે જેમાંથી આ હસ્તીઓ પેદા થઈ છે તે રૂહ નથી, ત્યાં એક પદાર્થ હોવો જોઈએ કે જેનું કાર્ય તેના તત્વમાંથી શરીર ઉપર આવે છે અને તે છે સર્વવ્યાપક સ્વભાવ.
(૧૬૯/૧૭૦) આ જગતમાં નફ્સેકુલની રહેવાની જગ્યા, તે (સ્વભાવ) એવી છે કે જેમ એક માણસને બાદશાહી (royal) કારપેટ પાથરવા માટે કાર્ય સોપ્યું હોય; એ મિશ્રણ કે જેમાંથી નિરંકુશ ઘટકો (ભાગો) પડી જાય છે, (સ્વભાવ) હવે કઈંક વનસ્પતિ જેવું, હવે કઈંક પ્રાણી જેવું, અને તેઓને યોગ્ય માપમાં જેમ તે હોવાજ જોઈએ તેવું રચે છે (અને તે એમ છે જેવી રીતે) કચરાવાળો રહેવાની જગ્યાને સાફ રાખે છે, માણસ જે કુદરતી પ્રકૃતિથી બનેલો છે તેને સાફ કરે છે. અને તેની પોતાની સાફ કરવાની પ્રક્રિયાથી તે માણસમાંથી વિનાશક નાપાકીઓ દુર કરે છે – ખુદાનું સર્વોત્તમ સર્જન - જેમ સ્વભાવ માણસને અધમ, દુર્ગંધ. તેવીજ રીતે પ્રકૃતિ ઉંદર, સાપ, વીંછીની તેમની અત્યંત ખરાબ, દુર્ગંધ મારતું, હાનીકારક સ્વભાવોથી ઈન્સાનને જમીનના નીચે લઈ જઈને બચાવે છે. આ ક્રિયા દ્વારા સર્વવ્યાપક પ્રકૃતિ ઈન્સાનને ખરાબ સિદ્ધાંતોની હાનીકારક અસરોથી દૂર રાખે છે. પ્રકૃતિ માખી અને મચ્છરોને ખરાબ પાણી અને નકામી જમીનમાંથી ઝાડી અને દલદલમાં એવી રીતે લાવે છે કે તે જગ્યાની પ્રદુષણ અને અશુધ્ધતાને ટાળી શકાય અને તેની અસરો હવા થકી વિખેરાય જાય. આ સ્વભાવો તેમના સ્વરૂપમાં આરોગ્યદાયક બની જાય છે. કેમકે જ્યારે આ જંતુઓ મરે છે ત્યારે તેમના શરીરો તેઓની પ્રકૃતિ તરફ પાછા ફરી જાય છે. હવે તેઓ પહેલા કરતા વધુ સુધારેલા અને વધુ સારા સ્વરૂપોને ગ્રહણ કરી શકે તેવા બનાવ્યા છે.
(૧૭૦/૧૭૧) આ ઊંચ ડહાપણ છે. એ ચોખ્ખી સાબિતી છે કે સર્વવ્યાપક પ્રકૃતિ (universal nature) નફ્સેકુલની પ્રતિક્રિયા માટે, આ દુનિયા જે અશુદ્ધિઓ અને નાપાકીથી ભળેલી છે એને નિરંતર શુદ્ધ અને પાક કરે છે. આ પુરવાળા ક્ષેત્રો જેઓ સુકા અને વાવેતર માટે આ પ્રતિક્રિયા દ્વારા યોગ્ય થયા છે તેઓ પુરાવો આપે છે કે સર્વવ્યાપક પ્રકૃતિ નફ્સેકુલના બંદા તરીકે કામ કરે છે. સર્વવ્યાપક પ્રકૃતિ એ છે કે હરેક જે વિવિધ પ્રકૃતિના છે તેમને પોતાના સ્વરૂપોમાં સાચવે છે કે જેથી તેઓ ન તો છુટા થઈ શકે, ન તેઓનો અંત આવે ન તો તેઓ સડી જાય. આ એ પદાર્થ છે. જે ભૌતિક જગતના ભાગોની સંપૂર્ણતામાં છે; આ કારણે તેને ‘સ્વભાવની દુનિયા' (the world of nature) કહેવાય છે.
(૧૭૧/૧૭૨) તેના શરીરમાં તેના પોતાના કાર્યના જોડાણથી તેની પોતાના સાથે, અને તે પ્રાથમિક ક્રિયા કે જે નફ્સેકુલના માધ્યમથી ભૌતિક દુનિયામાં જાહેર થાય છે, કે તેથી તે જગતને સાચવે છે. શરીરથી થવાવાળી ક્રિયાઓનું તેની પોતાની સાથે જોડાણ, અને તેના પ્રાથમિક ક્રિયાના જોડાણ દ્વારા જે ભૌતિક જગતમાં નફ્સેકુલના મધ્યસ્થ દ્વારા જાહેર થાય છે, એ દુનિયાને સાચવે છે. એટલુજ નહિ તે ગોળાઓને પણ ગતિમાં લાવે છે, એ ન તો ભારે ન તો હલકો છે. એટલુજ નહિ તે આગને પણ દુનિયાના છેડા ઉપર હલન ચલન કરાવે છે, એ છે હલકું. પણ એટલુજ નહિ તે પૃથ્વી અને પાણીને પૃથ્વીના કેન્દ્ર સુધી આગળ ઘટકો આપે છે, તે ભારી છે. એટલુજ નહિ તે (પ્રકૃતિ) છે જે વનસ્પતિઓને ઉંચા વધારે છે, તેને ‘વધતો રૂહ’ કહેવાય છે અને કારણ કે તે એ છે કે જે ઈન્દ્રિયગમ્ય રૂહને શરીરોના આનંદોને શોધવા માટે આગળ વધારે છે, એને ‘ઈન્દ્રિગમ્ય રૂહ' કહેવાય છે. તેમાં એવું કાંઈ છે કે જે ઈન્સાનના રૂહને અસ્તિત્વવાળી વસ્તુંઓનું જ્ઞાન હાંસલ કરવા માટે જગાડે છે એ છે 'બુદ્ધિગમ્ય રૂહ.'
(૧૭૨) સંપૂર્ણ જગતના બધા ભાગો પાસે એક સ્વભાવ છે કારણ કે જગતના બધા ભાગો માટે એક પ્રતિનિધિ છે. આ બધાઓનું નામ તેની પ્રતિક્રિયા કે જે તે બજાવે છે તેનાથી બીજું હોય શકે છે. તો પણ સૂક્ષ્મતાની અંદર જે રૂહ છે તે એક જ છે, જોકે તેની ક્રિયાઓ ઘણી બધી છે તે એના કારણે છે કે તે ઘણા બધા સાધનો વાપરે છે. એ એક સુથાર જેવું છે જે પોતાના દરેક સાધનને જુદી જુદી રીતે વાપરે છે. સર્વવ્યાપક સ્વભાવના ચોક્કસ કાર્યો નફ્સેકુલના ઉદભવની નકલ જેવા છે - જેનાથી મારો કહેવાનો અર્થ એ વસ્તુંઓના એ પદાર્થના સંબંધમાં થાય છે કે જે નફ્સેકુલે ઉદભવ્યા છે, જેમ કે સોનું અને ચાંદી વગેરે, જ્યારે સર્વવ્યાપક સ્વભાવ આયન સલ્ફેટ (iron sulphate), ઝીણી ધાતુ, સોમલ(arsenic) અર્ધધાતુંના સ્વરૂપનું મૂળ તત્વ વગેરે. અને તેમજ, પ્રાથમિક વનસ્પતિના સુસંગતમાં, સ્વભાવમાં ટોપ (mushroom) અને બિલાડીનો ટોપ (truffle) વગેરે છે. અને પક્ષીઓ અને પશુઓના સંબંધમાં સ્વભાવમાં માખીઓ, મચ્છરો, કીડીઓ અને દેડકા સુસંગત થાય છે.
(૧૭૩) અને આ કારણે હકીકતી દીનના સંતો તત્વમાંના નિષ્ણાંતો કહે છે કે નફ્સેકુલનો વિદ્યાર્થી સર્વવ્યાપક પ્રકૃતિ છે. નફ્સેકુલનું નિશ્ચિત કાર્ય ઈન્સાનના મંદિર (શરીર)માં બુદ્ધિગમ્ય રૂહનું સર્જન કરવું છે. વ્યક્તિઓના શરીરો પર તેનું કાર્ય સ્વરૂપના લાદવાથી બને છે. વનસ્પતિનું પ્રાણીમાં રૂપાંતર થવું અને બીજા બધા ફેરફારો અને રૂપાંતરો જે વ્યક્તિઓમાં થાય છે, એ સર્વવ્યાપક પ્રકૃતિને યોગ્ય છે જે આ દુનિયામાં ચંદ્રનો ગોળો અને તે બિંદુ જે બ્રહ્માંડનું કેન્દ્ર છે. ત્યાં સ્થિત થયેલું છે 'રાજ્યો' અને ગોળાઓનો આધાર આમાં સર્વવ્યાપક પ્રકૃતિ છે. દુનિયા સર્વવ્યાપક પ્રકૃતિથી ભરેલી છે છતાં તેમાં બિલકુલ જગ્યા ધરાવતી નથી, કારણ કે તે એક અવકાશી સ્થાન વગરનો પદાર્થ છે.
(૧૭૩/૧૭૪) જુર્જાનીએ કસીદામાં સર્વવ્યાપક સ્વભાવને ‘તેની હાલતના પ્રથમ સિદ્ધાંતોમાં,’ એવી રીતે ઉલ્લેખ કર્યો, તે એમ છે કે તે શરીરના પદાર્થમાં તેની પ્રથમ શરૂઆતમાં સર્વવ્યાપક સ્વભાવના અસ્તિત્વની શોધમાં પાછુ ફરવું છે. શરીરના પદાર્થમાં નફ્સેકુલના અસ્તિત્વ માટે અમે આવો જવાબ આપીએ છીએ કે – જે નફ્સેકુલનો પડછાયો છે - જે એની પ્રારંભિક હાલતમાં નફ્સેકુલના પોતાના પડછાયાના ચિંતનમાંથી આવે છે, જેમ કે નફ્સેકુલનું અસ્તિત્વ અક્લેકુલના પોતાના તત્વના ચિંતનમાંથી આવે છે. જો કોઈ આ વિચારની અવગણના કરે છે, એમ પુછીને કે કોઈનું કોઈ વસ્તું માટેનું ચિંતન કેવી રીતે સક્રિય પ્રતિનિધિને ઉત્પન્ન કરી શકે, અને પછી વધુમાં પુછપરછ કરે, ‘કેવી રીતે’ સર્વવ્યાપક સ્વભાવ નફ્સેકુલના મુખ્ય પદાર્થના ચિંતનમાંથી બહાર આવે છે, કે જે તેનો પડછાયો છે ?'
અમારા જવાબમાં ઊંચ લક્ષણવાળો ચિંતક હોય અને તે જે ચિંતન કરે છે તે તેની જાતી અને પોતાપણામાં સરખું છે, તો તે ચિંતનના પરિણામે સક્રિય પદાર્થ બહાર આવે છે. આનું સ્પષ્ટ ઉદાહરણ આ દુનિયામાં છે: જ્યારે સૂર્ય જે મહાન પદાર્થ છે તે પારદર્શક ગોળાને – ચોખ્ખો ગોળ દડો જે સૂર્યની જાતીનો એવોજ પદાર્થ છે એવું સમજે છે તે દડાની અંદર આગ ઉત્પન્ન કરે છે અને તે આગ એક સક્રિય પદાર્થ છે. નફ્સેકુલ મહાન છે અને તેનો પડછાયો તેના સાથે સહજાતિય છે. જ્યારે તે ચિંતન કરે છે, ત્યારે સર્વવ્યાપક સ્વભાવ હય્યુલામાં (matter) જાહેર થાય છે, કારણ કે તેના (નફ્સેકુલના) પડછાયામાં હય્યુલા જાહેર થાય છે, તે તેના હેતુંઓને પરિપૂર્ણ કરે છે અને તેના અમુક કાર્યો એ રીતે બજાવે છે કે જેવી રીતે આગ કે જેને સૂર્યએ સ્ફટિકમાં (crystal) બહાર લાવે છે તે સૂર્યના અમુક કાર્યો કરે છે.
(૧૭૫) સર્વવ્યાપક સ્વભાવ જ્યારે નફ્સેકુલના પોતાના પડછાયામાંથી ચિંતન કરીને બહાર આવે છે, શરૂઆતમાં ચાર વ્યક્તિગત સ્વભાવો શરીરના પદાર્થમાં સંયુક્ત થાય છે, કારણ કે એ આદિકાળના સર્જનના પછીનું ચોથું અસ્તિત્વ છે કે જે શૂન્યમાંથી આવ્યું છે - એ છે અક્લ(અક્લેકુલ), રૂહ(નફ્સેકુલ), હય્યુલા, અને ચોથું છે સર્વવ્યાપક સ્વભાવ. પદાર્થનો એક ભાગ ભારે થાય છે અને ડૂબી જાય છે જ્યારે બીજો ભાગ હલકો થઈને ઉપર ચડે છે કારણ કે આ પદાર્થનું કોઈ માપ નથી – ખરેખર એ અનંત છે તે કે જે ભારી છે અને કેન્દ્ર તરફ પડે છે અને ભળી જાય છે, જ્યારે તે કે જે હલકું છે અને બહારના કિનારા પર પાછુ ફરે છે અને ઉભું થઈ જાય છે, જ્યારે એ પાછુ ઉભું થાય છે, એક વર્તુળ બને છે, જેમ કે એક પત્થરને સ્થિર પાણીમાં ફેકવામાં આવે છે ત્યારે એ સ્થળથી વર્તુળ દેખાય છે કે જ્યાં પત્થરને ફેકવામાં આવ્યું છે અને તે વર્તુળ દરેક દિશામાં પ્રસરી જાય છે, જેમ અમે આગળ સમજાવ્યુ.
એક'ની વ્યાખ્યા
(૧૮૪) તે એક (અક્લેકુલ) શું છે કે જેમાં ઘણી બધી હસ્તીઓ અસ્તિત્વ ધરાવે છે, વિશિષ્ટતામાં સંપૂર્ણ ?
શા માટે તમે તેને સર્જનહાર અને સંકલનકર્તા (compeller) કહો છો ?
તે કે જેણે ન તો બેઘણું કે ન તો અડધો ભાગ કરવું અસર કરે છે. જે ન તો સંખ્યામાં વધે છે અથવા ઘટે છે ? તે એક કે જે આવશ્યકતા થકી અથવા અંદાજ થકી, ન કે ચોક્સાઈ થકી આવા વાક્યો કેવી રીતે સમજી શકાય ? (જુર્જાની કસીદા ૧૬-૧૮).
(૧૮૫/૧૮૬) પ્રાચીન ફિલોસોફરો અને સંતો વચ્ચે, પાયથાગોરસ (pythagoras) સંખ્યાઓના (numbers) વિજ્ઞાનના માસ્ટર હતા, તે અંકગણિતના માહિર હતા. અહીંયા ડહાપણ ધરાવતા ફિલોસોફરનું એમ કહેવું છે કે: ‘ઈન્દ્રીય જગત કાલ્પનિક છે, જગતનો ક્રમ સંખ્યા પર રહેલો છે. જગતની શરૂઆત ‘એકમાંથી’ થઈ છે અને તે ‘એક’ તે છે જે આ જગતનો બનાવનાર છે જેને બહુવિધ (multiple) જગત તેના એકમાંથી બહાર લાવ્યો છે’. અને તેઓ આગળ કહે છે કે ‘જેવી રીતે એકને પોતાના સ્વભાવથી કોઈ સંખ્યાની જરૂરત નથી પડતી – કારણ કે જો ત્યાં બીજી કોઈ સંખ્યા ન હોત, તો પણ ત્યાં હજુ એક હોત – બીજી બધી સંખ્યાઓને તેમના પોતાના અસ્તિત્વ માટે એકની જરૂર પડે છે. જો એક ન હોત, તો કોઈ પણ બીજી સંખ્યા હોય શકે નહિ, દરેક સંખ્યા કે જેમાંથી એક કાઢી નાખવામાં આવે તો તે બિનઅસ્તિત્વ બની જાય છે. ખુદા પણ, જે 'એક' છે તેને કોઈપણ સર્જાએલી વસ્તુંઓની જરૂરત નથી.' જો આ બહુવિધ જગત અસ્તિત્વમાં ન હોય તો પણ ખુદા અસ્તિત્વમાં રહેશે, પરંતુ, જો ખુદા અસ્તિત્વ ન ધરાવતો હોત તો, આ જગત અસ્તિત્વ ધરાવતું ન હોત. તેવીજ રીતે જો ત્યાં એક ન હોત, તો ત્યાં અનેકતા પણ ન હોત.' અને તેઓ જણાવે છે કે: ' સંખ્યાની ઉત્પત્તિ અને અસ્તિત્વ એકની સંખ્યા દ્વારા આવે છે; તે સંખ્યાનુ કારણ છે. સંખ્યાનો અર્થ તે છે કે જેની ગણતરી થઈ શકે, અને આ જગત એક એવો વિભાજીત પદાર્થ છે. વિભાજકતાનો અર્થ અનેકતા છે. વિભાજકતા અનેકતાને દર્શાવે છે; તેથી, જગતની ઉત્પત્તિ જે માપી શકાય છે અને બહુવિધ છે તે 'એક' ના દ્વારા આવે છે, જે કારણ અને સર્જનહાર બંને છે.
(૧૮૬/૧૮૭) કોઈ પણ ફિલોસોફરો એ નકારતા નથી કે ખુદા 'એક’ છે. તેઓ બધા જગતના ભાગોની અનેકતાને ખુદાના એકપણાની સાબિતી તરીકે રજુ કરે છે. તેઓ કહે છે કે એક કે જેણે આ જગત બનાવેલ છે, અને જેના થકી તે અસ્તિત્વ ધરાવે છે, આ બધી સાબિતીઓ છે કે તેનો સર્જનહાર એક છે. તેઓ આગળ દલીલ કરે છે કે જો કંઇક રીતે સર્જનહારનો સ્વભાવ એક કરતા વધારે હોવાનો હોત તો, તે પ્રમાણે તે જરૂરી બનત કે તેના કર્તા ત્યાં હજુ બીજો તેના પહેલા એક સર્જનહાર હશે જે વાસ્તવમાં એક હતો અને જેમાંથી આ 'બહુવિધ સર્જકનું' (multiple creator) જગત ખરું જોતા ક્રમમાં આવ્યુ છે. વધુમાં તેઓ કહે છે કારણ કે આ જગત પોતેજ બહુવિધ છે અને બહુવિધનું અસ્તિત્વ આ 'એક’ના કારણે છે, તે આવશ્યકતા અનુસાર બહુવિધ જગતનો સર્જનહાર તેના અસ્તિત્વથી પહેલા છે. તેઓ આગળ કહે છે, 'તે તેના પોતાના સ્વભાવથી, 'એક' ન તો અર્ધો ભાગ ન તો બેગણું સ્વિકારે છે.' અને વધુમાં, 'એક અર્ધો હજુ અર્ધો છે. ત્રણ ગુણ્યા એક બરાબર ત્રણ વખત એક થાય છે. 'એક’નો વિભાગ કરવાથી તે ઓછો નથી થઈ જતો કેમકે 'એક' વિભાજીત થઈ શકતો નથી, ખરેખર તેના પોતાના સ્વભાવથી તે અવિભાજિતપણે અસ્તિત્વમાં રહે છે. ફિલસુફીનો આ વિચાર એ ઉત્તમ છે અને હજુ પણ, ખુદા એકલો બહેતર જાણે છે શું સાચું છે.
(૧૮૭/૧૮૮) એ પ્રશ્નોના જવાબમાં કે 'સંપૂર્ણ એક (Absolute One) શું છે ?’ અને ‘બહુવિધ એક (Multiple One) શું છે ?’, અહલ-એ તાયીદ (ahl-i ta'yid) – શાંતિ તેમના પર હો - એમ જવાબ આપે છે કે આ 'એક' કે જેમાંથી સંખ્યાઓના ક્રમ આવે છે અને જે બહુવિધ છે, તે સંયુક્ત (composite) છે, એકપણાથી અને તે પદાર્થથી કે જે એકપણાને (Oneness) ગ્રહણ કરે છે એનાથી બનેલો છે. બીજા શબ્દોમાં આ 'એક' જેને અરબીમાં વાહદા કહેવામાં આવે છે તે 'એક'ના પહેલા છે જેને વાહીદ કહેવામાં આવે છે, જેવી રીતે 'કાળાપણું' (blackness) 'કાળાથી' (black) પહેલા છે અથવા 'મીઠાસ' (sweetness) 'મીઠાઈથી' (sweet) પહેલા છે. અને તેઓ માને છે કે જેવી રીતે કાળું કાળાપણાના સદગુણમાંથી અસ્તિત્વ ધરાવે છે અને મીઠું મીઠાશની લાક્ષણિકતા ધરાવે છે, આ 'બહુવિધ એક'- જે સંખ્યાઓની શરૂઆત છે - તે પણ 'એક' ના સદગુણથી અસ્તિત્વ ધરાવે છે. આ 'એક' દરેક અર્થમાં તેનાથી પહેલા હતો અને તેના તત્વ સાથે બંને સંખ્યાઓ અને માપી શકાય એવી વસ્તુંઓ સાથે રૂપાંતર થવા માટે જોડાય છે. હકીકતમાં, જો તે બહુવિધ એકનું અસ્તિવ ન હોત તો, આ બહુવિધ અને હકીકતમાં, ઘણી વસ્તુંઓ તેના થકી અસ્તિત્વમાં આવતે નહિ; તેથી જે કોઈમાં મીઠાસનો અભાવ છે તે મીઠું ન બને અથવા જે કોઈમાં કાળાશ નથી તે કાળા તરીકે અસ્તિત્વ ન ધરાવી શકે.
(૧૮૮/૧૮૯) તેઓ એમ પણ જણાવે છે કે જોકે એકપણું (Oneness) એકનું (one) કારણ છે, તે પોતે પોતામાં અસ્તિત્વ નથી ધરાવતું. એકપણાના સિવાય એક, એક નથી હોઈ શકતું, જેવી રીતે મીઠાશ મીઠાઈ સિવાય બીજા કોઈમાં પણ હોતી નથી અને મીઠાશની ગેરહાજરીમાં મીઠાઈ (sweet) જાણી શકાતી નથી. આ બન્ને જે બહુવિધ (multiple) જગતના કારણો છે તેઓને અસ્તિત્વ ધરાવવા માટે એક બીજાની જરૂર પડે છે. પછી અક્કલ એ જરૂરીપણે ખાતરી આપે છે કે તે અસ્તિત્વ કે જેના કારણે આ બંનેને એક બીજાની જરૂર પડે છે, એટલા માટે કે અસ્તિત્વ દ્વારા અને એક બીજાને અસ્તિત્વમાં લાવવા, બહુવિધતા બહાર આવે અને તે બહુવિધતાથી, બહુવિધ અસ્તિત્વમાં આવે. તેઓ કહે છે કે તે કે જેણે એકપણાને અસ્તિત્વમાં અને એકમાંથી બહાર જાહેર કર્યું તેને મુબદી (originator) કહે છે (અસ્તિત્વનું અસલ કારણ); પહેલું કારણ તે એ છે કે જેણે સુન્યમાંથી સર્જન કરીને એકપણાને એકનું કારણ બનાવ્યું, ન કે કોઈ વસ્તુંમાંથી, એટલા માટે કે તે એકપણાના અસ્તિત્વ દ્વારા એક થઈ શકે અને એકપણું પોતે એકમાં સમાઈ શકે. બંને એક પદાર્થ બની ગયા. જેવી રીતે, દા.ત. આકાર (form) અને પદાર્થ (matter) સયુંકત (united) છે, અને અસ્તિત્વમાં આવે છે, તે બન્ને આ એકતા દ્વારા જોકે તે જાણીતું છે અને સમજાય છે કે આકાર તે એ છે જે પદાર્થથી જુદું છે.
(૧૮૯/૧૯૦) તેઓ આગળ કહે છે કે પહેલી હસ્તી (First Existent) એ તત્વ છે કે જેના સાથે એકપણું જોડાએલુ છે. તે અક્લેકુલ છે કે જેને ફિલોસોફરો 'પ્રતિનિધિ અક્કલ' કહે છે અને જે સર્વે હસ્તીઓની શરૂઆત છે. તેઓ આ અક્લેકુલને 'એક - હસ્તી' (વાહીદ) કહે છે કારણ કે તે 'એકપણા' (સંજ્ઞા)ના નામનું કર્તા છે અને તેનો 'એક હસ્તી'નો હોદ્દો એકપણાના સદગુણના લીધે છે- એટલે કે, તેને એકપણાના સાથે એક બનાવવામાં આવ્યું છે. કારણકે એક એકપણાના સદગુણના લીધે એક છે, તે સંપૂર્ણ (Absolute) એક નથી પરંતુ તે તેના સ્વભાવ અને તત્વમાં બહુવિધ (multiple) એક છે, અને તે બહુવિધતાનું મૂળ અને પહેલું બહુવિધતાનો મૂળ સિદ્ધાંત છે; રૂહ (નફ્સેકુલ) એકપણાની શક્તિ દ્વારા તેમાંથી (અક્લેકુલ)માંથી બહાર આવે છે, કારણકે રૂહ(નફ્સેકુલ) 'બેપણાનો' આધાર છે. તેનાથી આપણે જાણી શક્યા કે રૂહ (નફસેકુલ) અક્લેકુલના એકપણામાંથી બહાર આવે છે; કે તે બેપણાનો મૂળ આધાર છે; કે રૂહ (નફ્સેકુલ) અક્લેકુલની અસરોને ગ્રહણ કરે છે કેમ કે બહુવિધ એક 'સર્જનહાર' (absolute one)ના એકપણા દ્વારા અસ્તિત્વમાં આવે છે, તેઓ કે જેઓને દિવ્ય પ્રેરણા મળે છે, મુઆયદન-ઈ-ઇલાહી શાંતિ તેમના ઉપર હો - કહે છે કે તે જરૂરીપણે એમ અનુસરાય છે કે તે એકપણાનો ઉદભવનાર પોતેજ એકપણાથી ચઢિયાતો છે, તે કે જે ખુદાને સહુથી નજીક છે તે એકપણું છે, કલ્પનાની નજીક લાવવા માટે, કે જેવી રીતે એક ચીજ કે જે એકપણાના સહુથી નજીક છે તે એક છે. અને એકની નજીક કોઈ ચીજ છે તો તે બે (નફ્સેકુલ) છે. અને કેમકે અક્લ(અક્લેકુલ) તેના સ્વભાવમાં દિવ્ય (ખુદાઈ) ગુણની સમજ માટે એકપણાથી ઉંચે નથી જઈ શકતી, અક્લેકુલને તેના વખાણ હો ને એક કહેવામાં આવે છે.
(૧૯૧) તે એમ છે કે જેમ ખુદા કહે છે, 'તે અલ્લાહ છે જે એકજ છે' (૧૧૨;૧) એટલા માટે (ઈમામ) જાફર - અલ- સાદિક- તેમના પર શાંતિ હો - સુરતુલ - ઈખલાસ આવા પરમાનંદથી પઢયા. અક્કલવાળો માણસ તેના મગજમાં જેટલું નજદીક લાવી શકે તેટલું લાવીને સાચા ઉદભવનારને 'એક પરે' (Absolute One) કહે છે. કેમકે તે બહુવિધ એકને 'એકપણા'માં અને 'એક'માં વિભાજિત કરી શકાય છે, વસ્તુંઓના ક્રમ પ્રમાણે તેના એક ભાગને 'એકપણું' છે અને બીજા ભાગને 'તત્વ' છે, અને તે શૂન્યમાંથી બહાર લાવી શકાય છે. વસ્તુંઓના ક્રમમાં તે બેની સાથે પણ ગુણાકાર કરી શકાય છે. અને તેઓ કહે છે કે જ્યારે બહુવિધ એકને વિભાજન અને ગુણાકાર લાગુ પડે છે, સંપૂર્ણ એક (Absolute One) ને આવું કંઈ પણ લાગુ નથી પડતું.
(૧૯૧/૧૯૨) તેઓ કહે છે કે પહેલી અક્લ (અક્લેકુલના) બમણા સ્વભાવની સાબિતી તે બે પ્રકારની છે. આમાંની એક જન્મજાત અક્કલ છે, તે ઈન્સાનનું મૂળભૂત પાસું (અસલ) છે. બીજું તે મેળવેલી અક્કલ છે જે શિક્ષણ દ્વારા મેળવવામાં આવે છે. તેનું અસ્તિત્વ અક્લ (અક્લેકુલ)ના બમણા સ્વભાવ (નફ્સેકુલ)માં સ્થાપિત થાય છે. નફ્સેકુલ, અક્લેકુલના 'એક'ના સંબંધમાં 'બે'ના દરજ્જે છે, અને તેના પોતાના બે પણામાં, તે(નફસેકુલ) 'ત્રણ'ના દરજ્જે આવે છે. આ કારણે આત્માની પ્રજાતિઓ ઉદભવેલી હસ્તીઓમાં સંખ્યામાં ત્રણ છે: એક, ઉગતી; બીજી ઈન્દ્રીગમ્ય; ત્રીજી બુદ્ધિગમ્ય. તેથી, રૂહના (નફ્સેકુલના) પછી, નફ્સેકુલ અને અક્લેકુલના મધ્યસ્થથી, પદાર્થ (હય્યુલા) સર્જનહારના-વખાણ હો તેના - હુકમથી અસ્તિત્વમાં આવે છે. ચોથો દરજ્જો હય્યુલાનો છે; આ એ કારણે છે કે અક્લેકુલને બીજો દરજ્જો છે અને નફ્સેકુલને ત્રીજો, અને તેથી હય્યુલા જરૂરીપણે ચોથા દરજ્જે છે. અને તેથી હય્યુલા ચાર પ્રકારના છે: પહેલું સર્જનાત્મક હય્યુલા (creative matter); બીજુ કુદરતી હય્યુલા (natural matter); ત્રીજું સંપૂર્ણ હય્યુલા (total matter) અને ચોથું મૂળભૂત હય્યુલા (prime matter), એવું હય્યુલા કે જે આકાર વગરનું છે. હય્યુલા પછી, તત્વો (nature/elements) અસ્તિત્વમાં પાંચમાં દરજ્જે આવે છે. અને એટલા માટે સ્વભાવો પોતેજ સંખ્યામાં પાંચ છે. આમાંના ચાર સરળ છે- પૃથ્વી, પાણી, હવા અને આગ- જ્યારે કે પાંચમો ગોળો (sphere) છે. પછી સ્વભાવોનું હય્યુલા સાથેના જોડાણથી, શરીર અસ્તિત્વમાં આવે છે અને છઠ્ઠા દરજ્જામાં, એટલા માટે શરીરને છ (૬) બાજું છે, સમજશક્તિ માટે, ઉપર, નીચે, જમણી, ડાબી, આગળ, પાછળ. ગોળાનો આકાર સાતમાં દરજ્જા ઉપર છે, કારણકે ગોળાઓ પોતેજ સાત છે અને ગ્રહો પણ સાત છે, જેમ જાણીતું છે.
(૧૯૨/૧૯૩) તત્વોના ક્રમાંક ગોળાની અંદર આઠમા દરજ્જા પર છે, આ એમ છે કારણ કે દરેક તત્વના બે સ્વભાવો છે; તેથી, આગ ગરમ અને સુકી બન્ને છે; હવા, ગરમ અને નરમ છે; પાણી, ઠંડુ અને ભીનું; પૃથ્વી ઠંડી અને સુકી. પછી, ‘મા' સ્વભાવો’ અને ‘પિતા' ગોળાઓ'માંથી જન્મેલા ત્રણ રાજ્યો એટલે કે ખનીજો, વનસ્પતિઓ અને પ્રાણીઓ આ ત્રણ પ્રકારના છે; અને આમાંના દરેક ત્રણ પ્રકારોના છે એવી રીતે કે હસ્તી ધરાવતી વસ્તુંઓના ક્રમમાં આ રાજ્યો નવમાં દરજ્જા પર હોય છે. તેથી ખનીજો ત્રણ પ્રકારના છે. પહેલો પ્રકાર ધરતીનો છે, તે પીગળે છે અને બળે છે. દા.ત. આયન સલ્ફેટ (iron sulphate), કોલીરીયમ (collyrium) વગેરે. બીજો પ્રકાર હવાદાર છે, તે ન તો પીગળે છે ન તો બળે છે, જેમ કે ત્રીજું પાણીનું, તે બફાય છે પણ બળતું નથી, જેમ કે સલ્ફર, ડામર વગેરે.
(૧૯૩) પ્રાણીઓ પણ ત્રણ પ્રકારના છે. એક પ્રકાર જે પોતાના બચ્ચાને જન્મ આપે છે અને સંભાળ રાખે છે, જેમ કે ઈન્સાન અને ચાર પગાવાળા પ્રાણીઓ વગેરે, બીજા પ્રકારના જે ઈંડા મુકે છે અને સંભાળ નથી રાખતા જેમ કે પક્ષીઓ અને માછલીઓ. ત્રીજા પ્રકારના જે (ભેજ) ભીની જગ્યાએથી બહાર આવે છે જેમ કે મચ્છર અને માખી.
(૧૯૩/૧૯૪) વનસ્પતિઓ પણ ત્રણ પ્રકારના છે. એક છે જેનું વાવેતર કરવામાં આવે છે અને આખા જન્મારા સુધી રહે છે જેમકે અખરોટનું ઝાડ અને ખજૂરી વિગેરે. બીજો પ્રકાર એવો છે જે દર વર્ષે રોપાણ કરવામાં આવે છે અને પછી મરી જાય છે, જેમ કે ઘઉં અને જવ વગેરે. ત્રીજા પ્રકારને એક બીજ હોય છે જે વરસો સુધી ઉગે છે જેમ કે વનસ્પતિ મુળ વગર.
(૧૯૪) તેથી આપણે સ્પષ્ટ રીતે બતાવ્યું કે બધી અસ્તિત્વવાળી વસ્તુંઓ નવ દરજ્જામાં વહેંચાએલી છે. અને આ કારણે જરૂરીયાતવાળા શરીરને નવ અકસ્માતો છે. જેવી રીતે આપણે આ માણસ (જુર્જાની)ના સવાલોના જવાબમાં પહેલા સમજાવ્યું. ત્રણ ‘રાજ્યો’ સંબંધમાં ત્યાં ઘણા કારણો છે. હય્યુલા (પદાર્થ) અને આકાર અને તેના સંયોજન સહીત, હવે પદાર્થ અને અકસ્માત બન્નેના સંયોજન અથવા શરીર અને જીવ અને તેનો સમાગમ, શરીરના લંબાઈ, અને પહોળાઈ અને ઊંડાઈના ત્રણ પરિમાણો, શરીરના અકસ્માતો તેની લીટી, સપાટી, અને વિસ્તાર અને સમયના ત્રણ તબક્કા ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ છે.
જાતી અને પ્રજાતિના માટે.
(૧૯૫) જાતી શું છે, ન કે પ્રજાતિ, અને પ્રજાતિ ન કે જાતી ? તે શું છે કે જે હમણા એક જાતી છે, હમણા સંપૂર્ણપણે બીજી પ્રજાતિ ? (જુર્જાની કસીદા ૧૯).
(૧૯૫/૧૯૬) અહલે તાઈદના આ પ્રશ્નના જવાબમાં તેમજ અધ્યાત્મિક ફિલોસોફરોએ આ જગતની અસ્તિત્વ ધરાવતી હસ્તીઓની મૂળભૂત બાબતો અને વિભાગો કરવા તેના બન્ને સામાન્ય ક્રમ અને વિશિષ્ટ વિગતોના વિશે સંબંધિત કહયું છે કે ફિલોસોફરો જે માન્યતા ધરાવે છે તેમાં કોઈ પણ મતભેદ નથી, અને હજીપણ (તેઓ નોંધે છે) ખુદાના ધર્મનો જે પાયો છે તે આ દુનિયાની સરખામણીમાં છે કારણકે, આ દુનિયાનું અસ્તિત્વ અક્લેકુલના સત્વથી છે જ્યારે ધર્મની સ્થાપના દિવ્ય અમ્રના સત્વમાંથી છે. સર્જન અને અમ્ર એનાજ છે, અને એ કહે છે કે ‘શું સર્જન અને અમ્ર બન્ને એના પોતાના નથી ? ધન્ય હો ખુદાના, જગતોનો ધણી !’ (૭:૫૪) ઈન્સાન માટે એ જરૂરી છે કે સર્જનના દરજ્જાઓને સમજે કારણ કે આ ઈલમ થકી એને અમ્રના દરજજાના ઈલમની સમજણ પડશે, અને નકામું ચિંતન અને વિચાર કરવા કરતા આ દુનિયાની સાબિતી મેળવે. પયગમ્બરની એક પ્રણાલિકા છે જે કહે છે, 'ખુદા જે મહાન છે તેણે પોતાના ધર્મની સરખામણી પોતે સર્જાએલી દુનિયા સાથે કરી કે જેથી કોઈક તેના સર્જનમાંથી તેના દીન તરફ દોરવાય અને ત્યાંથી તે એકપણા સુધી દોરવાય. અને તેથી દરેક કે જે સર્જનમાં અસ્તિત્વ ધરાવતી વસ્તુંઓના દરજ્જાઓને જાણે છે તે ધર્મના દરજ્જા તરફ દોરવાય છે, દીનના જગતના બધા દરજ્જાઓ આ જગતના દરજ્જાના સંબંધમાં અનુરૂપ છે, માટે આ તેનું મૂળ રૂપ છે.
(૧૯૬/૧૯૭) દીન કે જે મૂળમાં એક છે તેની બે શાખાઓ છે; આમાંની દરેક તેના ઉપરની બાબતમાં શાખા છે પણ એની નીચે વાળા માટે એક મૂળ છે (આ આકૃતિ જુઓ) તેથી, આના સંબંધમાં પયગમ્બર (નાતિક) (એના દીનની) શાખા છે પણ એના નિયુક્ત વસી (અસાસ)નું મૂળ છે. પયગમ્બરના સંબંધમાં વસી (અસાસ) એક શાખા છે પણ ઈમામના સંબંધમાં તે એક મૂળ છે. વસીના સંબંધમાં ઈમામ એક શાખા છે પણ હુજ્જતના સંબંધમાં એક મૂળ છે. હુજ્જત એ ઈમામની શાખા છે પણ દાઈના સંબંધમાં મૂળ છે. અને હુજ્જતના સંબંધમાં દાઈ શાખા છે પણ દાવતના સદસ્યો માટે તે મૂળ છે.
(૧૯૭/૧૯૮) આ મૂળનું બીજું પાસું છે. અક્લ (અક્લેકુલ) છે કે જે પયગમ્બર (નાતિક)ના સમાન છે, જે (દિવ્ય) અમ્રના સંબંધમાં શાખા છે પણ વસી (અસાસ) અને રૂહ (નફસેકુલ) માટે મૂળ સિદ્ધાંત છે. અક્લ (અક્લેકુલ)ના સબંધમાં રૂહ (નફ્સેકુલ) એક શાખા છે અને જદ્દ અને ઈમામના સબંધમાં મૂળ છે. રૂહ (નફસેકુલ) માટે જદ્દ એક શાખા છે પણ ફત્હ અને હુજ્જત માટે તે એક મૂળ સિદ્ધાંત છે. જદ્દ માટે ફત્હ એક શાખા છે પણ ખ્યાલ અને દાઈ માટે એક મૂળ છે. ફત્હ માટે ખ્યાલ એક શાખા છે પણ દાવતના સદસ્યો માટે મૂળ છે. જેઓએ આ પુકારને પ્રતિસાદ આપ્યો છે તેઓ દીનના જગતમાં એ જગ્યા મેળવે છે જે આ દુનિયામાં ઈન્સાનજાત સમાન છે. જેમ ઈન્સાન પદાર્થના સંબંધમાં “પ્રજાતિઓની પ્રજાતિ છે”; સર્વશ્રેષ્ઠ જાતી, તે કે જે સાચા દીનના સંબંધમાં પુકારને પ્રતિસાદ આપે છે. એ શાખાઓની શાખા છે, જે પોતેજ “મૂળોનું મૂળ” છે.
(૧૯૮) આ સરખામણીનો બુદ્ધિશાળીઓ ચિંતન મનન કરે.
(પેજ-૧૯૯)
(પેજ-૨૦૦)
યા અલી મદદ