Ilm Majalis Logo

ILM MAJALIS

રોશનાઈ નામા

નાશીર ખુશરૂના પુસ્તકોનો અભ્યાસ કરતા દીનદારોએ ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા

નાશીર ખુશરૂના પુસ્તકોનો અભ્યાસ કરતા દીનદારોએ ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા

0:000:00

આપણો દીન ઈમામના ફરમાનો ઉપર રચાએલ છે.

"અમારા ફરમાનને માન આપે છે તેઓ મોટા છે. દીનનો ખરેખર અર્થ પણ એજ છે."

કલામે ઈમામે મુબીન, ભાગ-૧. ફરમાન નં - ૧૨૪. નૈરોબી, તા. (૪-૧૦-૧૯૦૫).

ખુદાએ "કુન" શબ્દ ઉચ્ચાર્યો જે અમ્ર-હુકમ-ફરમાન અને સર્વે સર્જન થયું અને હજુ સુધી સર્જન ચાલુંજ છે. Continue છે. આ ઉપરથી ફરમાન-અમ્રનું કેટલું મહત્વ છે તે સમજાય છે.

"પહેલા અમારા ફરમાન સાંભળો પછી ગીનાન."

(સીંધ હૈદરાબાદ, તા. ૨૬-૨-૧૯૦૦).

(૨/૩૪૭) "અમારા ફરમાનોની પીરોના ગીનાનોની સાથે સરખામણી કરી વાએઝ કરશો તો અમને ઘણો આનંદ થશે." (જંગબાર, તા. ૨૬-૬-૧૯૪૫. કલામે ઈમામે મુબીન. ભાગ - ૨.)

ભારતીય ઉપખંડની જમાતો તમે જેને ગિનાન કહો છો તે ધરાવે છે, તો ઈરાન કે અફઘાનિસ્તાનની જમાતો તમે જેને કસીદા કહો છો તે ધરાવી શકે છે.

(તા. ૧૧-૧૨-૧૯૮૮), નૈરોબી (કેન્યા).

"...ગીનાન, કુરાન, મશનવી વગેરેની માયના સરખાવીને સમજાવવામાં આવે તો ઘણી સારી અસર થાય.

કુરાન, ગીનાન તથા મશનવી સર્વેની સરખી માએના ઉતારવી જોઈએ.

જેવી રીતે પીર સદરદીનના બોધ છે, તેવીજ રીતના મશનવીના અર્થ છે પણ તે ફારસીમાં છે; માટે માએના શીખવી જોઈએ." (અમદાવાદ, ૧૩-૧૦-૧૯૦૩).

Nasir Khusraw's philosophy is better than Masnawi.

(First Ismaili Conference 1945.

Imam Sultan Mohmed Shah).

"...એ યાદ રાખો કે આ મુરીદો એક સમાન જ અર્થઘટન ધરાવે છે, પરંતુ ઘણીવાર જુદા જુદા ઐતિહાસિક સંદર્ભમાંથી આવે છે, અને તે ઐતિહાસિક સંદર્ભ જે નાસિર ખુસરૂનો સંદર્ભ છે, તે સંદર્ભ ઘણો અગત્યનો છે અને તેને ભુલવો જોઈએ નહિ."

(તા. ૧૦-૧૧-૧૯૯૨, સુરત-ભારત).

૮મી જુલાઈ, ૨૦૨૪, તાલીકા મુબારક

ઈમામત દિન પ્રસંગે વિશ્વભરની જમાત વતી પેશ કરવામાં આવેલ, નાસિર ખુસરૂના દીવાનમાંથી અભિલેખનો (Inscription) સાથેની. ૧૮મી સદીની યાદગાર કૂંડી (monumental basin)ની ભેટથી અમે અત્યંત પ્રભાવિત થયા છીએ. કળાકામની આ કૃતિ તેઓએ (નાસિર ખુશરૂએ) આપણા ઇતિહાસમાં ભજવેલી મહત્વની ભૂમિકાનું પ્રતીક રજૂ કરે છે. અને તેમના (નાસીર ખુશરૂના) ઉપદેશો તથા તેમના ઉદાહરણે જગતભરના ઈસ્માઈલીઓની પેઢીઓને પ્રેરણા આપવાનું ચાલું રાખેલ છે.

(૩૪૭) - અમારા વ્હાલા રૂહાની બચ્ચાઓ, તમે હમણાં અમને એક અતિશય મહત્વપૂર્ણ ભેટ -- નાસીર ખુશરૂનું દીવાન અર્પણ કરેલ છે. અને અમે આ અસાધારણ ભેટ બદલ તમારો આભાર માનવા ચાહીએ છીએ, કે જે તમે જાણો છો તેમ - "નાસીર ખુશરૂનું દીવાન" તમે અમને આપી શકો તેવી સૌથી વધુ અર્થપૂર્ણ ભેટ છે. અમે આ વિચારશીલ, ઉદાર અને અદભુત ભેટ બદલ અમારી જમાતનો આભાર માનીએ છીએ. આ એક ભવ્ય ભેટ છે. જેણે પણ આ નિર્ણય લીધો છે, તે સુંદર રીતે બુદ્ધિશાળી, સુંદર રીતે બુદ્ધિશાળી છે - કારણ કે આ એક કૃતિ છે કે જે આપણે સૌ જાણીએ છીએ તેમ સંપૂર્ણ રીતે અજોડ છે, અને આપણી જમાતના નૈતિક અને બૌદ્ધિક ઈતિહાસમાં સૌથી વધુ મહત્વપૂર્ણ છે. (ડાયમંડ જ્યુબીલી: કેલગરી, કેનેડા, ૧૧મી મે, ૨૦૧૮)

"પહેલા અમારા ફરમાન સાંભળો પછી ગીનાન."

(સીંધ હૈદરાબાદ, તા. ૨૬-૨-૧૯૦૦).

"ગીનાનમાં તમારા દીનના સર્વે ખુલાસા આપેલા છે." (જંગબાર, તા. ૪-૭-૧૮૫૫).

ગીનાન, મશ્નવી, ના. ખુશરૂનું ઈલ્મ વગેરે ફારસી ભાષાના જ્ઞાનને મૌલાએ ગીનાનની કેટેગરીમાં મૂકેલ છે. અને તેનો અભ્યાસ કરી માયના શીખવા મૌલાએ ભારપૂર્વક ભલામણ કરી છે.

મૌલાએ ફરમાવ્યું:

જેઓને ઈતિહાસમાં રૂચિ (interested) છે તેઓએ આપણા ઈતિહાસના દાઈઓ વિશે વાંચવું જોઈએ. જેવી રીતે સદીઓથી જમાતોએ પ્રેક્ટીશ કરી છે. તેમાંથી ઘણું બધું શીખવા જેવુ છે. તેમાંથી ઘણું બધું શીખવા જેવુ છે. તે જ્ઞાનનું સ્ત્રોત છે, તે આપણી પ્રણાલીકાની સમજણનું સ્ત્રોત છે. જો સમય હોય અને જો તમોને રુચિ હોય તો જગતભરની આપણી જમાતના દાઈઓનો ઈતિહાસ વાંચો. અને અમે એમ વિચારીએ છીએ કે તમોને તેમાંથી પ્રેરણા મળશે, તમોને તેમાંથી એવી યુક્તિયો મળશે કે જેને આજના સમયમા જીવંત રાખવું યોગ્ય છે." (B.K. લિસ્બન, પોર્ટુગલ ૭મી જુલાઈ, ૨૦૧૮).

નાસિર ખુશરૂ, ચાર હદ, ચાર દરજ્જા વિષે સમજાવ્યું છે.

૧ - અકલેકુલ.

૨ - નફ્સેકુલ.

૩ - નાતિક.

૪ - અસાસ.

પીરોએ ગીનાનમાં એજ ચાર ચીજો આ રીતે સમજાવી છે.

૧ - નિરાકાર.

૨ - નિરંજન.

૩ - સતશબ્દ (જીકરજાપ).

૪ - રૂહાની ઈલ્મ.

ઈમામે ફરમાનમાં એજ ચાર ચીજો આ રીતે સમજાવી છે.

૧ - ફનાફિલ્લાહ.

૨ - આઝાદી.

૩ - ઈબાદત(જીકરજાપ).

૪ - ફરમાન(રૂહાની ઈલ્મ).

ઉપર પ્રમાણે ચાર તબક્કા સમજીને ફરમાન, ગીનાન, નાસીર ખુશરૂ, મશ્નવી દરેકની સરખામણી કરી, સરખી માયના ઉતારવી જોઈએ.

અલ્લાહ, મહમદ અને અલી ત્રણે એકજ (સત્વ) છે. જુદા દેખે છે તેની દ્રષ્ટિમાં ખામી છે. (કલામે પીર).

નાસીર ખુશરૂએ વધારે સમજણ માટે ત્રણ જગત સમજાવ્યા છે.

૧ - રુહાની જગત.

૨ - ભૌતિક જગત.

૩ - દીની જગત.

રૂહાની જગતના બે દરજ્જા છે.

૧ - અકલેકુલ: સર્વ વ્યાપક બુધ્ધિ, Universal Intellect. સંપૂર્ણ.

૨ - નફ્સેકુલ: સર્વ વ્યાપક રૂહ, Universal Soul. એકજ નફ્સ, One Soul.

આ બે, અક્લેકુલ અને નફ્સેકુલ તદ્ન રૂહાની દરજ્જા છે.

આ બે દરજ્જાનું અસ્તિત્વ ઈલમથી કબુલ કરીને તે ઉપર ઈમાન રાખવાનું છે.

રૂહ ભૌતિક જગતમાંથી, રૂહાની જગતમાં પાક થઈને જાય તે માટે દીની જગતની મધ્યસ્થતાની જરૂર છે.

દીની જગતના બે દરજ્જા છે.

૧ - નાતિક: (સતશબ્દ).

૨ - અસાસ: પાયો, Foundation. તાવિલી ઈલ્મ, રૂહાની ઈલ્મ.

આ બે દરજ્જાનો અમલ કરવાનો છે. નાતિકનો એકાગ્રતા થકી અને અસાસનો મનન ચિંતન દ્વારા.

"તમે ઈલમ પડો ત્યારે બેસીને ખ્યાલ કરો. આ તરફનો ખ્યાલ કરો અને પેલી તરફનો પણ ખ્યાલ કરો."

અસાસ દ્વારા નાતિકમાં જઈ શકાય છે.

નાતિકની મધ્યસ્થિ થકી નફ્સેકુલમાં જઈ શકાય છે. દરેક ઈન્સાની રૂહો "એકજ નફ્સ" યાને નફ્સેકુલમાંથી પેદા થયેલ હોય તેમાં મળી જાય છે. ત્યારે આઝાદ થાય છે.

નફ્સેકુલના માધ્યમ દ્વારા રૂહ અક્લેકુલ યાને 'કુન', 'થા' શબ્દ, કલીમામાં મળીને પોતાના મકસદને પામે છે.

દરેકે દરેક ઈસમાઈલી માટે જુગતીસર મકસદને પહોંચવું શક્ય છે અને આસાન છે.

મૌલાએ ફરમાવ્યું છે:

"અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ." (જંગબાર, ૩૦-૭-૧૮૯૯).

આપણી પાસે ગુજરાતીમાં નાસિર ખુશરૂ રચિત:

(૧) "રોશનાઈ નામા" Six Chapters.

(૨) "કલામે પીર" Haft Bab-Seven Chapters.

(૩) "વજહેદી દીન" Face of Din.

(૪) "ગુશાઈશ વ રીહાઈશ" "જ્ઞાન અને આઝાદી" Knowledge & Libration.

(૫) અને "કિતાબે જામી અલ હિકમતયન"(તાવીલ અને તન્ઝીલ વચ્ચે બે ડાહપણનો સુમેળ) Between Reason and Revelation, Twin wisdoms reconciled.

આ બુકો ઈન્સાઅલ્લાહ, આપણે જેટલી બને તેટલી જલ્દી રજુ કરીશું.

નાસિરખુશરૂના પુસ્તકોની તારવણી તથા તેની ઓડીયો તથા ફુલબુકની PDF,નો હેતું ફક્ત દીનદારોની રૂહાની સમજણમાં વધારો થાય તે સિવાય કોઈ હેતું નથી. તો કોઈ ભૂલ-ચૂક-ક્ષતિ માટે દિનદારો મોટા દિલે ઉદારતા દાખવશે એવી નમ્ર વિનંતી.

ભૂલ ચૂક શાહપીર બક્ષે.