Ilm Majalis Logo

ILM MAJALIS

નફ્સેકુલ અને અકલેકુલ વિષે - ટૂંક સાર.

રેકોર્ડીંગ ૧

0:000:00

રેકોર્ડીંગ ૨

0:000:00

ડાયમંડ જ્યુબિલી સંદેશ:-૧૯૪૬

ડાયમંડ જ્યુબિલીનો સમય ફક્ત જીસ્માની પ્રસંગ નથી, પરંતુ તે રૂહાનિયત માટેના પ્રસંગની નિશાની પણ છે.

તે એવો સમય છે જેનો સબંધ ઈન્સાની આત્માના વિકાસ, રૂહાની જ્ઞાન અને પ્રેરણા મેળવવા સાથે છે, જે અનંત રૂહાની વિભાગ અક્લેકુલ અને નફ્સેકુલ છે તેમાંથી પ્રાપ્ત કરવાનો આ વખત છે.

ડાયમંડ જ્યુબિલી ઈસ્માઇલી મુસ્લીમો માટે રૂહાની અને ભૌતિક સિધ્ધિઓ મેળવવાની તક પુરી પાડે છે, જે સિધ્ધિઓ મેળવતા સામન્ય રીતે સદીઓ વીતી જાય છે.

--- હ. ઈમામ સુલતાન મોહમદશાહ.

ડાયમંડ જ્યુબિલી સંદેશ,૧૯૪૬.

ઈસમાઇલી (મેગેજીન).

The Diamond Jubilee is not only an event in physical time; it is also a marker of spiritual time – that is the time related to the evolution of the human soul and its reception of spiritual knowledge and inspiration from the eternal realm of the Universal Intellect and Universal Soul. The Diamond Jubilee presents an opportunity for Ismaili Muslims to achieve spiritually and materially what could only be ordinarily accomplished through many decades.

Furthermore, the Diamond Jubilee is an appropriate time for every Ismaili Muslim to re-examine, understand and reflect on the history of the Ismaili Imamat and recognize why they believe in the Ismaili Imam as the Sahib al-Zaman wa al-Asr – the Master of both physical time and spiritual time.

“This unique occasion should be for my spiritual children all over the world a starting point in the heart and conscience of each and every one to further know, understand and obey the history and spiritual doctrines of the Ismaili Faith.”

– Imam Sultan Muhammad Shah Aga Khan III,

(Diamond Jubilee Message 1946, The Ismaili).

નફ્સેકુલ માટે Similar ૭૦ શબ્દો

૧- ઈમામતનું નુર - Noor of Imamat

૨- આઝાદી

૩- સર્વવ્યાપક આત્મા - Universal Soul

૪- હંમેશની હૈયાતી - રૂહાની જીવન અનંત છે.

૫- આલમ ઝરે - આલમે અરવાહ - જીણા રજકણ

૬- નિરંજન

૭- નામી

૮- રૂહાની ઈશ્ક (pure)

૯- Spiritual Mother

૧૦- ફિરસ્તા - જીબ્રાઈલ

૧૧- અજંપીયા જાપ

૧૨- Eternal Peace

૧૩- Creator - સર્જનહાર (નીચલી દુનિયાનો)

૧૪- ખુદાના નુરનો દીવો - હ. મુસાની બત્તી

૧૫- પાક રૂહ

૧૬- રબ

૧૭- સુકી જમીન

૧૮- ઈલાહી સુરત

૧૯- મએરાજ (નફ્સેકુલનો દિદાર - રબકા દિદાર)

૨૦- હૌજે કૌસર

૨૧- ક્યામતનો “દિવસ”

૨૨- ચાંદ Full Moon

૨૩- પીયુજી - ખુદા

૨૪- હંસપુરી નગરી

૨૫- તાવિલ - સૂક્ષ્મ - Subtle - બાતિન

૨૬- અદ્રશ્ય નૂર

૨૭- અલી (બીજી હદ - સાની)

૨૮- પીર

૨૯- દિદાર

૩૦- અનલહક - હક નૂર

૩૧- ઈમામની શનાખત

૩૨- હકીકતી ખુશાલી

૩૩- તક્તી - લોહે મહેફુજ - Tablet

૩૪- ઈન્સાનનું અસલ મકાન

૩૫- ખાલક

૩૬- રૂહાની રોશની - Spiritual Enlightenment

૩૭- સિંધુનદી

૩૮- નુરનું ઘર

૩૯- અનંત

૪૦- ખીજર

૪૧- સરૂપ

૪૨- બકા - બકાબિલ્લાહ

૪૩- અહલેબૈત - હમશાયે સલમાન

૪૪- રૂહની ઓળખ - રૂહની શનાખત

૪૫- ઈલ્મ - આત્મજ્ઞાન

૪૬- નુરાની કાયા

૪૭- અમરદેહી

૪૮- હક

૪૯- “અર્થ” meaning of …..

૫૦- લીલો રંગ - Green Colour

૫૧- રૂહ દોસ્ત

૫૨- દિલથી દોસ્ત

૫૩- અંતરજામી

૫૪- સતગુર

૫૫- સાની - બીજો - Second

૫૬- મારિફત

૫૭- ઐક્યતા - Oneness

૫૮- હાહુત

૫૯- નિર્ગુણજ્ઞાન

૬૦- નફ્સેકુલ

૬૧- જે કાંઈ છે તે રૂહજ છે. ...રૂહ શું ચીજ છે તો કોઈની બાજી ખાશો નહી.

૬૨- વાસલહક

૬૩- રૂહાની દીન

૬૪- બહેશ્ત - જીસ બહેશ્તમેં મૌત ન આયે. મન્સુર વાસ્તે બહેશ્ત મૌજુદ હતી.

૬૫- એકજ નફ્સ One Soul - તમોને એકજ નફ્સમાંથી પેદા કરવામાં આવ્યા છે.

૬૬- વિદેહી

૬૭- નિર્વિચાર

૬૮- દીન (૭૨ દીન ઉપર એક દીન છે તે સાચો છે)

૬૯- શબ્દ અપાર - દરિયા દરિયા

૭૦- ઈન્સાની અક્કલથી પર, સમયથી પર, બ્રહ્માંડથી પર, પૃથ્વીથી પર, (માનવ) જીવનથી પર.

અકલેકુલ માટે Similar શબ્દો.

*1️⃣ અક્લેકુલનું પ્રતિક

*2️⃣ નફ્સેકુલનું પ્રતિક

૧ - 1️⃣ અક્લેકુલ - સર્વવ્યાપક અક્લ

2️⃣ નફ્સેકુલ-સર્વવ્યાપક આત્મા

૨ - 1️⃣ One- એક- અવ્વલ - સાબિક-અહદ-વહદ

2️⃣ Second- બીજો-સાની-Oneness ઐક્યતા

૩ - 1️⃣ લાલ રંગ Red

2️⃣ લીલો રંગ Green

૪ - 1️⃣ નિરાકાર “લા”

2️⃣ આલમ ઝરે- જીણારજકણ - નિરંજન

૫ - 1️⃣ કલીમા-શબ્દ

૬ - 1️⃣ સંપૂર્ણ -perfect-Absolute one

૭ -1️⃣ બીજું જવહર*-રૂહનું અસલ મકાન

2️⃣ ઈન્સાની રૂહનું અસલ મકાન- પોતાનો દરજ્જો(પહેલું જવહર)

૮ - 1️⃣ Spiritual Father

2️⃣ Spiritual Mother

૯ - 1️⃣ કલમ-Pen

2️⃣ તક્તી - Tablet

૧૦- 1️⃣ ઈલાહી રૂહ

2️⃣ ઈલાહી સુરત

૧૧- 1️⃣ શાહ-અલ્લાહ-ઈમામ

2️⃣ પીર - હુજ્જત - Nc

૧૨- 1️⃣ Universal(Divine) Intellect

2️⃣ Universal Soul

૧૩- 1️⃣ Originator

2️⃣ પ્રતિનિધિ Representative

૧૪- 1️⃣ કુન(કુની) -થા- અમ્ર

2️⃣ ફયકુન - થઈ ગયું

૧૫- 1️⃣ અલીફ

2️⃣ લામ

૧૬- 1️⃣ રહેમાન

2️⃣ રબ

૧૭- 1️⃣ અરૂપ

2️⃣ સરૂપ

૧૮- 1️⃣ ફનાફીલ્લાહ-મગજ-મકસદ

2️⃣ બકાબિલ્લાહ- આઝાદી- બકા

૧૯- 1️⃣ સૂર્ય Sun

2️⃣ ચંદ્ર Moon

૨૦- 1️⃣ પાંચમો ખુદા - પાંચમો ઈમામનો ભેદ

2️⃣ મારિફત

૨૧- 1️⃣ પયગમ્બર

2️⃣ જીબ્રાઈલ ફિરસ્તા

૨૨- 1️⃣ સબસે ન્યારા

2️⃣ સકળપસારા

૨૩- 1️⃣ ભાહુત

2️⃣ હાહુત

૨૪- 1️⃣ જુદાઈનો ફીરાક (પયગમ્બર)

2️⃣ રૂહાની ઈશ્ક(ફિરસ્તા)

૨૫- 1️⃣ સમુદ્ર

2️⃣ મોટી સિંધુ નદી

3️⃣ (અટકનદી = નાતિક)

રેકોર્ડીંગ - ૨.

નાતિકમાંથી નફ્સેકુલમાં કેવી રીતે જવું ? 🔵🔜🟢

ખુદા સાથે ખ્યાલ બાંધે તો ઈન્સાન ફિરસ્તો થાય.

આ જાપ છે તે નૂરને જોવા માટે છે.

ખુદાને મળવાનો રસ્તો શબ્દ ઉપર છે.

અજર શબ્દ ધ્યાનસું જરીયા, સહેજે કામ મુક્તિકા સરીયા.

ઈબાદતમાં ખ્યાલ પૂરો રાખો અને વખતો વખત સુધારા વધારા હાંસલ કરતા જાઓ જેથી તમારો રૂહ (જુગતીસર) દેહથી જુદો થાય અને પોતાના અસલમાં અર્થાત નુરમાં મળી જાય, ખાનાવાદાન.

અજંપીયા જાપ વિના મુકિત ન હોય.

પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો કે ખુદા મારી પાસે છે.

તમે પણ મહેનત કરો અને પીર સદરદીન જેવા થાઓ.

જીકર જીસે હય પીયાકી, દિલકી દારું એહરે;

જીંદા હોવે દિલ માંહેથી, અદકા વાદે નેહ(ઈશ્ક)રે.

બૈતુલખયાલમાં દાખલ છો ? દાખલ થતી વખતના હુકમ પ્રમાણે અમલ કરો તો ઈશ્ક પેદા થશે અને સર્વે બની શકશે. ખાનાવાદાન.

હાજર ઈમામને ઓળખીને ઈબાદત કરે તેની ઈબાદત કબુલ થાય અને કામ આવે અને સઘળું સારું થાય.

ખરો માર્ગ એ છે કે તમારી બંદગીના વખતને બરાબર સંભાળો અને એકાગ્રતાથી ખરું સુખ મેળવો.

(પેજ - ૧૩૫) તમારે તે નૂર કઈ રીતે પ્રાપ્ત કરવું જોઈએ ? તમારે તેને ‘બોલ’ મારફત , ‘ બોલ’ પરની એકાગ્રતા મારફત પ્રાપ્ત કરવું જોઈએ.

(પેજ - ૪૫) ‘બોલ’ શું છે ?  જેના દ્રારા તમારે રૂહાની રીતે વિકસિત બનવાનું રહે છે આ વસ્તુંનો શું અર્થ છે ?  ‘બોલ’ એ એવી વસ્તું છે જે તમને સર્વથી મહાન એવા “તમારા સર્જનહાર”ની નજદીક લઈ જાય છે.

જે નામ હશે તેજ સરૂપ હશે.

નામ લેતા નામીકું પાવે.

જો તમોને સુકે રસ્તે જવું હોય તો તમારા રૂહને (ઈમાન વડે) પાક કરો અને હંમેશા સાચા (નાતિકના) રસ્તે ચલાવો. આવી રીતે તમોને તમારો સુકો રસ્તો હાથ લાગશે.

હાજર ઈમામ(નાતિક)ને ઓળખીને મારિફતનો ગમ કરો. મારિફત(NC)ને ઓળખવા સિવાય બધું ખોટું છે.

…તમે "તે" (NC) ઉપર તમારો ખ્યાલ રાખો. જો "તે" (NC) ઉપર તમારો ખ્યાલ હશે અને તમારા બદનમાંથી રૂહ નીકળી જશે તો પરબારા બહેશ્તમાં જશો.

મોમન જેમ જેમ ખુદાવંદતાલા(જાપ) ઉપર વધારે અને વધારે મહોબ્બત કરે છે તેમ તેમ તે ખુદાની વધારે અને વધારે નજદીક થાય છે તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે.

ખેતી બોવે પ્રેમકી, પાણી દેવે ગીનાનરે;

નુર તજલ્લી ફુલ ફલે, જો પીયાસું લાગે ધ્યાનરે.

હો જીરે મારા હંસા,

બુધની બંદૂકને સુરતીનો દારું,

તો ગીનાન ગોલી બીચ ભરનાજી;

પ્રેમનો પલીતો(મશાલ) દિલસું દાગીજે,

તો શબ્દ ભડાકેસું લડનાજી.

Houston, United States

November 9, 1986

I would like to finish the farman this morning by emphasizing to you that the "Bol" is like a spritual link. That link, if you are successful, should get shorter and shorter and shorter during your lifetime, in such a manner that ultimately there is only Light and no matter. And that is when your life becomes iternal, that is when you are physically no longer. Now that image is an image I want you to keep in your minds. Remember that this is a matter of the soul, a matter of the faith and spirit. It has got nothing to do with the physical environment.

અમો આજ સવારે આ ફરમાનને પૂર્ણ કરતી વેળા તમને ભારપૂર્વક ફરમાવવા ઇચ્છીએ છીએ કે 'બોલ' એક રૂહાની જોડાણ માફક છે. જો તમે સફળ થયા તો એ જોડાણ તમારા જીવનકાળ દરમ્યાન વધારેને વધારેને વધારે ટૂંકું થવું જોઈએ, તે એવી રીતે કે અંતે એ રોશનીજ રહી જાય અને કોઈ પદાર્થ બાકી ન રહે. અને તે એ સમયે થાય છે કે જ્યારે તમારું જીવન અનંત બની જાય છે. એટલેકે જ્યારે દુન્યવી રીતે તમે જીવંત રહેતા નથી. હવે તે અનુભવ એવો અનુભવ છે કે જેને અમો ઇચ્છીએ છીએ કે તમારા મન(mind)માં રાખજો. યાદ રાખો, આ બાબત રૂહની છે, આ બાબત ઈમાનની છે અને સત્વની છે. તેને ભૌતિક બાબતો સાથે કાંઈ લાગતું વળગતું નથી.

એક સરખી રીતે એક તારથી બંદગી કરો. સફેદ રૂહ સાથે મારી હુજુરમાં આવશો, ખાનાવાદાન.

જ્યાં જ્યાં મન જાય તે ફરી ફરીને શબ્દ વિષે રાખે,

સરૂપને વિષે અતિશય જોર,

સરૂપને જુવે જે કેવો રંગ(નુરાની) છે ?

સરૂપને જોઈ લીન થાય, તે શું જે મળી જાય, જેને વાસલ હક કહીએ. (સમાધી=હૈયાતીમાં મરી જવું).

હાહુત - તે જે પોતે સાક્ષાતપણું એ વાત માંહે બોલ્યાની જગ્યા નથી, સમજી રહેવું. સર્વત્ર વ્યાપક જેને મોહિત કહીએ.

૧- જ્ઞાનથી ધ્યાન,

૨- ધ્યાનથી પ્રેમ,

પ્રેમથી આનંદ એજ પરમ આનંદ.

જીવ(ધ્યાન) શિવ(આદમ)માં સમાણા,

શિવ(આદમ) નિરંજન(NC)માં સમાણા,

નિરંજન અલખ(AC)માં સમાણા.

અલખ તે અલ્લાહ કહીએ.

—ગીરભાવલી, પીર સદરદીન.

એક હદીશમાં ફરમાવેલ છે કે: ખુદાનો બંદો, ભક્તિ(ઈબાદત)ના કાર્યોની મદદથી મારી પાસે આવવા માટે ધાર્મિક અહકામો (Asas+Ntk) બજાવવામાં, જ્યાં સુધી હું રાજી થાઉં ત્યાં સુધી કદીપણ પાછી પાની કરતો નથી.

અને જ્યારે હું ખુદા ખરેખર તેને ચાહવા માંડું છું, (રાજી થાઉં છું) ત્યારે તેના કાન બની જાઉં છું કે જેનાથી તે સાંભળે છે અને તેની નજર બની જાઉં છું કે જેનાથી તે જુંએ છે, તેનો હાથ બની જાઉં છું કે જેનાથી તે ગ્રહણ કરે છે અને તેના પગ બની જાઉં છું કે જેનાથી તે ચાલે છે.

—કલામે પીર, ચેપ્ટર - ૫, નાસીર ખુશરૂ

સખી(ઈસ્મેઆઝમ) મારી આતમના ઓધાર કે અલગા મ જાજોરે;

એવો સરૂપ મીંદરિયો સાર, ત્યાં તમે બીરાજોરે.

સતગુર કહેરે,

અજંપીયા જાપ તેને ઘટ વશે, અને કાયામાં થાય જંત્રીનો અવાજ;

ત્યાં બોત્તેર કોઠામાં તાલ તંબલ વાજે, તેની ધાત જાણે વીરલા કોઈરે.

“સમરણ કરતા કરતા દિદારમાં મશગૂલ થાય અને સમરણ વિસરાય જાય એજ ખરું સમરણ.”

— ઈમામ જાફર સાદિક

સતશબ્દ હય ગુરુ હમારા, અલી હમારા.

જીસ ગુરકું સતગુર કહું, વે ભયો ઘટ માંહેરે;

જો ઘટથી પરગટ હોવે, તો રોમે રોમે સુખ હોયરે.

ફરમાન માનો તો ફેરા ટળે, પીરશાહ કહેતા ઉતરીયે પાર.

ઈલમ જોઈ જોઈ ચાલજો, તમે રાખો ધણી સાથે ધ્યાન.

પહેલા તમારા રૂહને પાક કરો. જે રસ્તાની તમને માહિતગારી છે, તે રસ્તા ઉપર મુસ્તકીમ રહેવું જોઈએ. આવી રીતે રૂહ પાક થશે. તમારા મરણ બાદ તમારો રૂહ પાક થવાથી “બીજી દુનિયા”માં જશે. કારણ કે રૂહ ખુદાનું નૂર છે. જેમ એક આગનું તણખલું મોટા ઢગલામાં નાખીએ તો એક થઈ જાય. તમારો રૂહ મળી જશે તે નૂર એક થઈ જશે.

—ખાનગી ફરમાન નં - ૧૬

(પેજ - ૧૪૯)  જાહેરી એટલે જે કાંઈ દેખાય છે તે અને જે કાંઈ જોવામાં આવે છે તેનાથી જેઓ આગળ જવાની કોશિષ કરતા નથી તે.

(પેજ - ૧૬૧) ભાષા એ માનવિય ગુણ છે. નહિ કે રૂહાની ગુણ.

(પેજ - ૧૫૦)  બાતુની બાજુનો આ અર્થ છે તે એ છે કે જે જોવામાં આવે છે તેનાથી વધારે મેળવવા માટેની ચાહના રાખો જે સ્વર્ગીય છે, જે રૂહાની છે અને ઈમામ તરફથી તમને જે કાંઈ કહેવામાં આવે છે તે મેળવવાની ચાહના રાખો બાતુનીનો આ અર્થ છે.

જાહેર સઘળું દુનિયાને લગતું છે. બાતુન જોશો ત્યારે તમારા કામ થશે.

હકીકત અને શરીયત શું છે ? “આ” અને “તે”…

હકીકતના રસ્તાથી વાકેફગાર થશો ત્યારે તમે આઝાદ થશો.

મલકુલ મૌત તો સબ પર આવે, સબ બંદેકી લે જાતા હય જાન;

મરને આગે જો મર ચલે, સો મર કર પાવે અમર મકાન.

જીસ બહેશ્તમેં મૌત ન આવે, સોહી તખ્ત ખુદાકા જાન;

ખુદાતો સબ ઠોરમેં બસતા, ખાલી નહી ઉસ બીન કોઈ મુકામ;

સબ કુછ ઉસમેં વો સબમેં, બાહર ભીતર હય ભરપુર;

ઐસા સમજ જે કોઈ મીલીયા ઉસમેં, લા મૌત હુઆ ઉસકા નૂર.

તેરી મેરી સાહીયા એક મન એક ચિત્ત,

સામી રાજો ભરપુર રહીયા…હો જીરે ભઈયા.

જીભ બાંધો, ધ્યાન ખોલો.

દિલકી જીકરું સાધીએ, ચિત્ત સઘળા લાયરે;

ઐસી જુગતી જે કરે, સો સબ દરશન પાયરે.

ઈમાની ઉતરશે પાર.

ઈમાન રાખશો તો છુટશો.

હિંમત બડી ઈમાન નિશાની, ભાઈ બડી રાખો અપની હિંમત;

જીસ કીસીકી હિંમત બડી, ઉસ ઉપર સહી આવે રબકી રહેમત.

રબકી રહેમત સો ઈમાન પુરા.

બુલંદ હિંમત,

આબદાર તલવાર,

ખુદાની રહેમત.

નાહિંમત ઉપર ખુદાની રહેમત નાજીલ થતી નથી.

રબકી રહેમત વએ કોઈ પાવે, જે કોઈ જીકર કરે હરદમ.

સાચા હકીકતી મોમનને ફાયદો થાય છે પોતાની મેળે થાય છે.

⭐️⭐️⭐️

નફ્સેકુલમાંથી અકલેકુલમાં કેવી રીતે જવું ? 🟢🔜🔴

🟢🔴 ૧- ખ્યાલ કરો કે તમારું અસલ શું છે ? ઝરાથી પણ ઝીણા “લા” અર્થાત “નિરાકાર” કહેવાય છે તે હતા.

અલહમ્દોલિલ્લાહ, એ રસ્તો તમોને મળ્યો છે. તમોને દેખાડીયો છે પણ ચાર કડીયોની સાંકળ મિસાલ છે.

પહેલે તમે જુદાઈનો ખ્યાલ કરો કે અમે પોતાના અસલથી જુદા થયા છીએ.

બીજું એવા ખયાલને હંમેશા મગજમાં ભરી રાખો એટલે કે ભૂલી ન જવું અને હંમેશા યાદ રાખવું અને

(ત્રીજું) વાસલ થવાની દિલમાં ચાહના કરો,

(ચાર) તે માશુક સાથે મિલાપ થાય.

એવી રીતે ચાર કડીયોની એક સાંકળ થઈ.

(૧) જુદાઈનો ફિરાક

(૨) એ મગજમાં ભરી રાખવું

(૩) દિલમાં તેની ચાહના કરવી

(૪) વાસલ થવું.

આ ચાર કડીયોની જે સાંકળ બની તે રસ્તો (તદ્દન) રૂહાનીનો છે. માટે તેનો હંમેશા ખયાલ કરતા રહેજો કે જેથી તમે તમારા અસલ મકાન(અકલેકુલ) ઉપર પહોંચો.

— ખાનગી ફરમાન નં - ૧૩.

🟢🔴 ૨- પેજ(૨૯)  ઈન્સાને રૂહાની ઉચ્ચતા થકી પોતાના દિલમાં ઈમામતના નૂરને પ્રાપ્ત કરવું અને તે વડે ઉચ્ચતર નૂરને પહોચવું જોઈએ.

— શાહ કરીમ B.K.

🟢🔴 ૩- કેટલાક હઝાર વર્ષો થઈ ગયા તેમાં કેટલા માણસો તે મકસદને પહોંચ્યા?

હ.ઈશા, હ.રસુલ, મન્સુર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો ત્યાં પહોંચ્યા.

જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા રૂહના દોસ્ત હતા તેઓ તે મકાને પહોંચ્યા.

મિસાલ મન્સુર ચાલ્યો. મન્સુર વાસ્તે બહેશ્ત મૌજુદ હતી પણ તે કહેતો હતો કે જ્યાં સુધી “મગજ”ને ચાખીશ નહી ત્યાં સુધી પાછો નહીં વળું, આગળ વધીશ.

…આખરે તેને સળગાવી દેવામાં આવ્યો.

રૂહની અસલ ઉમેદ છે તે બીજું જવહર* છે.

ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો.

તમે પણ ફનાફીઅલ્લાહ થાઓ.

— ૩૧૩ ફરમાન મુબારક

🟢🔴 ૪- જુદાઈનો ફીરાક

જીસકું પીયાકી વિરહજ હોવે, સો ક્યું જાકર રોટી મોહવે;

ઉસકું તપતે રહેણી જાવે, સુખસું નીંદ તીસે કૈસી આવે;

ઉસ દોહાગણકી ફૂટી છાતી, શાહ બિસારી નીંદજ માતી;

જૂઠ બિસારો તો નીંદ ન આવે, સાચ કારણ સબ જૂઠ ગમાવે;

જીસકું પીયુંકા બીછોડા હોવે, સો ક્યું જાકર સુખસું સોવે.

રે તુંહી

મારા સાચા સાંહીયા, પીયુંજી તુંહી,

જીસે બીછોડા પીયુંકા, તીસે નીંદ ન આવે રાતરે;

જીવ ગમાવે આપણા અને જીકર કરે દીન રાતરે.

*

તીલ એક જો બાહીએ, પ્રેમજ કેરી જાલરે;

ભસ્મ કરે પલ એકમાં સ્વર્ગ, મૃત્યું, પાતાલરે.

— રૂહાની જવાહીર

🟢🔴 ૫- ખુદાને મળવું ઈબાદત ઉપર છે.

…હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય છે.

હિંમતવાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે.

જેનો રૂહ પાક હશે તે જીબ્રાઇલ ફિરસ્તાથી પણ ઉચે દરજે જશે. એટલે કે પયગંબર(અક્લેકુલ) જેવો થશે.

તે (તેલ-નફ્સેકુલ) ઈલાહીયતના અંતિમ તણખાની ઝંખના કરે છે.

— સુરે નૂરની સમજણ

🟢🔴 ૬- અક્લ ઉપર તેના પોતાના કરતાં બળવત્તર કોઈ હોવું જોઈએ એટલે આપણે એ ઉચ્ચતર અસ્તિત્વ યાને ખુદાવન્દતઆલાના એનાથી નીચી પંક્તિનાં અસ્તિત્વ કે જે “અક્લેકુલ" છે તેની શક્તિ વડે ઓળખવો જોઈએ. છ્તાં એ બનવું તો અશક્ય છે, કારણકે નીચી પંક્તિનું અસ્તિત્વ પોતાથી ઉચ્ચતર અસ્તિત્વને પોતામાં સમાવી શકે નહી. જેવા આપણે આ સમજી શક્યા કે તુરતજ એ જ્ઞાનના પ્રતાપે “તવહીદ”ના કલમાની અને “અક્લેકુલ”ના દરજ્જાની સમજ આપોઆપ આવી જાય છે.

—રોશનાઈનામા પેજ-૨૪, ચેપ્ટર-૨.

નાસીર ખુશરૂ.

the ‘Aql must have someone who is stronger than itself (qahir), it follows that we may know this Stronger One, i.e. God, by the power of that inferior (maqhur) one, the reason (‘aql). But it is impossible for the inferior to comprise the stronger one. When we realize this, then we arrive at the correct understanding of the oneness of God (tawid), and at the same time, of the position of the ‘Aql.

— Roshnai Naama, Chapter - 2,

Nasir Khusraw

🟢🔴 ૭- અમ્ર યાને શબ્દ કલીમામાંથી અકલેકુલ ઉત્પન્ન થયું અને કલીમા અને અક્લેકુલ બન્ને એક થઈ ગયા. (હવે અલ્લાહ અને અકલેકુલ વચ્ચે કોઈ મધ્યસ્થ નથી).

🟢🔴 ૮- ભાહુત:

તે જે ચલણ હલણ સુલક્ષણપણું - પણ મુગતમય, કોઈને કળ પડે નહીં ને સર્વની કળ જાણે, સૃષ્ટિને મુગતમય જાણે.

🟢🔴 ૯- સતગુર કહેરે,

તે જીવની જીભ અમતણી, અને વસે તે આ સંસારજ માંહે,

તેને બંધ બંધાણા અમતણા, તેની ધાત(ભેદ) ન જાણે કોઈરે.

🟢🔴 ૧૦- અવ્વલ આખર, જાહેર બાતન, દીસતા સુનતા સો હય;

હય સબહીમેં સબસે નીયારા, ઓર નહીં સબ વો હય;

મંય ઓર તું કી દોય છોડ કર,એક દેખ કુછ દો નહીં હય;

અયસા સમજ ફના હો ઉસમેં, તું નહીં તબ વો સહી હય.

— કલામે મૌલાનો છેલ્લો કલામ, કલામ નં-૩૨૮

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟

હ. નબી સાહેબે ખયબરના યુદ્ધ વખતે ૪૦ દિવસમાં ખયબરનો કિલ્લો ફતેહ કરવાની કાફરોને ચેલેન્જ આપી હતી. હ. અલીની આંખો દુખતી હતી, તેથી તેઓ આ લડાઈમાં ભાગ લઈ શક્યા ન હતા. ૩૯ દિવસ વીતી ગયા છ્તાં ઈસ્લામની જીતની કોઈ નિશાની દેખાતી ન હોવાથી કાફરો પવિત્ર પયગમ્બરને ખોટા કહી મશ્કરી કરવા લાગ્યા. આથી હ. નબી સાહેબને ઘણું લાગી આવ્યું અને તેઓશ્રીના મુખેથી હ્રદયના ઉંડા ભાવ સાથે આ શબ્દો સરી પડ્યા : "યા અલી અદરિકની" યાને ઓ અલી મારી મદદે આવ. ખયબરથી હ. અલી માઈલો દૂર હોવા છ્તાં એક પલકમાં આવી પહોંચ્યા અને ૪૦ મા દિવસની સાંજ સુધી ખયબરનો કિલ્લો ફતેહ કર્યો.

તાલીકા મુબારક

૧૦મી ડીસેમ્બર ૨૦૨૩.

મૌલાએ ફરમાવ્યું :

"અમારા જન્મદિન પ્રસંગે અમારી જમાતની પેશ કરવામાં આવેલ નાદેઅલીની દુઆને દર્શાવતો ઐતિહાસિક મુગલ પુષ્ટ(ફોલીયો)ની ભેટથી અમે અત્યંત પ્રભાવિત થયા છીએ. આ દુઆ જે રૂહાની મજબુતી અને તંદુરસ્તી માટે હ. અલીની કૃપાની યાચના કરે છે તે આપણા તરીકામાં ઘણીજ મહત્વપૂર્ણ છે."

મૌલાએ ફરમાવ્યું :

(પેજ ૧) "હઝરત મૌલા મુર્તઝાઅલી નાના હતા, મગર પોતાની જવાન વયે ખયબરનો કિલ્લો ફતેહ કર્યો હતો અને કિલ્લાના દરવાજાને ખાઇ ઉપર પકડી રાખી સઘળા લશ્કરને તેના ઉપરથી પસાર કરાવ્યું અને જીબરા નામના કાફરને મારી નાખ્યો હતો.”

“જાહેરીમાં તેઓ ઘરમાં જવની રોટલી ખાતા હતા, પણ બહાર પહાડોને ચીરી ટુકડે ટુકડા કરી નાખતા હતા અને એક પલકમાં આખી દુનિયાને છેડે જઇ પહોંચતા હતા અને જે કોઇ મૌલા મુર્તઝાઅલી પાસે તલબ કરતો તેની ઉમેદ પુરી કરી મુશ્કિલ આસાન કરતા હતા.

આપણે આ ઉપરના રૂહાની પ્રગતીના દ્રષ્ટાંતરૂપ ફરમાનનું તાવિલ સમજવા બીજા કેટલાક ફરમાનોનું ચિંતન કરીએ.

મૌલાએ ફરમાવ્યું: (B.K. Imam Shah Karim) Excerpts of firmans

And the Word I will give you is a Word on which you should concentrate in order to elevate yourselves. And in a symbolic sense, it is through HAZRAT ALI that you will approach He who is higher than anyone else,

Symbolically, the Bol I give you means that through the Noor of Ali, you would come closer to He who is above all else.

હું તમોને જે શબ્દ આપીશ તે એક શબ્દ છે, જેના ઉપર તમારે તમારી જાતને ઉન્નત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને પ્રતિક રૂપે તે હ. અલી દ્વારા તમે તેની પાસે જશો, જે સર્વથી પર છે.

Symbolically, હું તમને જે બોલ આપું છું તેનો અર્થ એ છે કે અલીના નૂર દ્વારા, તમે તેમની નજીક આવશો જે બીજા બધાથી પર છે.

An individual, at a given time in his life or her life, seeks spiritual uplifting, spiritual strength, seeks courage to face difficulty.

....વ્યક્તિ, તેના જીવન અથવા તેણીના જીવનના કોઈ ચોક્કસ સમયે રૂહાની ઉન્નતિ, રૂહાની શક્તિ માટે અને મુશ્કેલીનો સામનો કરવા માટે હિંમત માંગે છે.

....so it should enlighten your lives, by the spiritual strength of that Light.

....તેથી તે નુરની રૂહાની શક્તિ દ્વારા તમારા જીવનને પ્રકાશિત કરવું જોઈએ.

(KIM, પેજ ૧૭૬) "એ ઈબાદત છે, તે ખાસ કરીને બાતુનની ઈબાદત છે, એ ઈબાદત શું છે ? અને તેમાં શું થાય છે ? અને તે કેવી રીતે થાય છે ? એ એક રૂહાની વરજશ યાને તાલીમ છે, તેની કેટલાકને ખબર પડે છે. આવી તાલીમ પોતાના રૂહને હમેશાં દેવી."

બદનને મહેનત તથા કુવ્વત આપવાથી પહેલવાન થવાય છે, તે તમે જાણો છો. તેવીજ રીતે બાતુનની ઈબાદત વડે રૂહને કસરત આપશો તો તમે ફિરસ્તા થશો. તમારી હિંમતને નીચે હઠવા આપતા નહિ.

હ. મુસા પયગમ્બર એક વખત શહેરમાં જતા હતા ત્યારે, દુરથી તેઓએ એક બત્તી જોઇ. તેઓ તે બત્તીની નજદીક જતા ગયા. જેમ જેમ પયગમ્બર બત્તીની નજદીક જતા હતા, તેમ તેમ તે બત્તી દુર થતી જતી હતી, તો પણ તેઓ ઘણી મહેનત લઇને બત્તી પાસે પહોંચી ગયા.

મુસા નબી એકદમ નુરને જોઇ શકયા ન હતા; તેઓએ ...."દિલોજાનથી ખિદમત બજાવી," ત્યારે નુર જોઇ શક્યા હતા.

...તમારા દિલમાં હિંમત રાખો અને મહેનત કરો. ...આગળ તો વધશોજ અને કાંઇ પણ જોઈ શકશો.

(પેજ ૧૮૦) જે કોઇએ મોટું કામ, એટલે અમારી બૈયત કરી હોય (મોટો કાંગવો ભર્યો હોય) અને બે ત્રણ પગથીયા ઉપર ચડયો હોય, તે અગર ચીન જેવા મુલ્કમાં એકલો જાય, તો પણ કોઇની બાજી ખાશે નહિ. તેના દિલમાં "ઈમાનના નુરનો પ્રકાશ" હોય છે.

(પેજ ૧૭૬) અમે એટલું તો કહીએ છીએ કે જે માણસ દિલ પાક રાખીને આગળ વધવાની ઉમેદ રાખે છે, તેના હકમાં દુઆ ફરમાવીએ છીએ કે, તે ફિરસ્તો થઇ શકશે.

(પેજ ૨૩૦) "ફિરસ્તા પાક છે."

(પેજ ૧૬૫) "રૂહને પાક કરવાની રીત શું છે ? પહેલું એ છે કે, ઈમાન પાક હોવું જોઇએ; ત્યાર પછી ઈબાદત કરવી અને તે પછી હંમેશની તાલીમ લેવી જોઇએ. માણસ કસરત કરવાથી પહેલવાન થઇ શકે છે. પહેલવાન થવાને જેવી કસરત કરો છો, તેવી કસરત રૂહ સાથે કરો ત્યારે આગળ વધી શકો; ત્યારે તમે રૂહના પહેલવાન થઇ શકશો.

જેનો રૂહ પાક હશે તે જીબ્રાઇલ ફિરસ્તા(NC)થી પણ ઉંચે દરજ્જે જશે એટલે કે, પયગમ્બર (અક્લેકુલ) જેવો થશે."

(પેજ ૧૬૮) જે કોઈ પોતાના પાક અને સાફ દિલથી ઈબાદત કરશે તે હ. ઈશા(અ.કુ.) તથા હ. મુસા(ન.કુ.) જેવા થશે.

(પેજ ૩૪૭) જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા તેઓ તે મકાને(મકસદે) પહોંચ્યા.

"અલી ગુયમ, અલી જુયમ" હું અલીને પુકારું છું, હું અલીને ઝંખુ છું. -- કસીદા.

"નાદે અલીયન, નાદે અલીયન"...

અલ્લાહ શબ્દના ચાર અક્ષર (૧) અલીફ (૨) લામ (૩) અડધો લામ (૪) હે.

આ ચાર અક્ષરો ભેગા મળવાથી જેમ "અલ્લાહ" શબ્દ જાહેર થાય છે.

તેમ ચાર દરજ્જા (૧) અક્લેકુલ (૨) નફ્સેકુલ (૩) નાતિક (૪) અસાસ.

આ ચાર દરજ્જા અક્લેકુલમાં ભેળા મળવાથી વહેદત અલ્લાહ જાહેર થાય છે.

યા અલી મદદ

🙏🏻 ભૂલચૂક શાહપીર બક્ષે.