ડાયમંડ જ્યુબિલી : મહેમાની ૨૦૧૭-૨૦૧૮ (Excerpt)
તાલિકા મુબારક
અમારા વ્હાલા પ્રેસિડેન્ટ અને મેમ્બરો,
(પેજ નં - ૯) - ૧૧મી જુલાઈ, ૨૦૧૭ના ઈમામત દિન, કે જે અમારી ડાયમંડ જ્યુબિલી વર્ષની શરૂઆત પણ દર્શાવે છે, તે પ્રસંગે,...જમાતના સર્વે રૂહાની બાળકોને અમારા અતિશય હેતપૂર્વકના, માતા પિતા તરીકેના વ્હાલભર્યા દુઆઆશિષો ફરમાવીએ છીએ. આ સમયે જગતભરના અમારા સર્વે વહાલા રૂહાની બાળકો, ખાસ કરીને અમારા હૃદયમાં, વિચારોમાં અને દુઆઓમાં છે.
ઝમાનાના ઈમામ તરીકે, અમે અમારી જમાતને નવીન ઉદ્દભવ થઈ રહેલા પડકારોનો સામનો કરવા માટે, હિદાયત અને દોરવણી આપવાનું ચાલુ રાખીશું.
(૧૦) - અમારી જમાતો કે જે જુદા જુદા દેશો, સંસ્કૃતિઓ અને પ્રણાલિકાઓમાં, ઈમામ પ્રત્યેની તેમની સામુહિક વફાદારી દ્વારા અને ઈસ્માઇલી તરીકાના એ મૂળભૂત સિદ્ધાંતો, કે જે જીવનના રૂહાની અને ભૌતિક પાસાઓ વચ્ચે સમતુલા, ધર્મના પાલનમાં નિયમિતતા અને ઈસ્લામની શાંતિ, સહાનુભૂતિ, ઉદારતા તેમજ માનવ જીવન અને પ્રતિષ્ઠા માટેના સન્માનને નીતિમત્તાઓના સતત અમલને આવશ્યક બનાવે છે, તેના પાલન દ્વારા સંગઠિત થયેલ છે.
આપણે જ્યારે ડાયમંડ જ્યુબિલી વર્ષની શરૂઆત કરીએ છીએ...
(૧૧) - અમે દુઆ કરીએ છીએ કે આ સાઠ વર્ષો દરમ્યાન જે સંસ્થાકીય પાયાઓનું આપણે ઘડતર કર્યું છે, તે આ જમાતોને ઈન્શાઅલ્લાહ, એક સલામત અને સમૃદ્ધ ભવિષ્ય તરફ ઝડપી પરિવર્તન માટે આગળ વધવાનું ગતિશીલ બળ પુરૂ પાડશે.
ડાયમંડ જ્યુબિલી એક ખુશીનો પ્રસંગ છે.
(૧૨) - જમાતે ડાયમંડ જ્યુબિલી માટે અમને જે નઝરાણું અર્પણ કર્યું છે, તેને સમર્પિત કરીએ છીએ અને અમે દુઆ કરીએ છીએ કે તમારી ઉદારતાનો અનેક અનેક ઘણી વધુ વાર બરકાતની સાથે બદલો પ્રાપ્ત થાય.
(૧૩) - અમારી જમાતની ઈમાનની મજબૂતી અને એકતા માટે અમારા ખાસ દુઆઆશિષોની સાથે અમે તમારી રૂહાની ભલાઈ, દુન્યવી સફળતા, તંદુરસ્તી, સુખ અને પ્રગતિ માટે અમારા હેતપૂર્વકના વ્હાલભર્યા દુઆઆશિષો ફરમાવીએ છીએ.
(૧૭) - અમોને ખુશી થાય છે કે આપણી સંસ્થાઓ ગરીબી નાબુદીના પ્રશ્ને કાર્ય કરી રહી છે....ગરીબી નાબુદીની પ્રાથમિકતા કેન્દ્ર સ્થાને રહેશે. અમારી વિચારણામાં દીન માટેની સંસ્થાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.
(૨૦) - મઝહબી બાબતોમાં વખતના ઈમામ જમાતની વિવિધતા અને પ્રણાલિકાઓને ધ્યાનમાં લઈ દિશાસૂઝ અને દોરવણી આપવાનું ચાલુ રાખશે. અમોને ખાત્રી છે કે જીવનના પડકારો ખાસ કરીને કટોકટી અને ઝડપી ફેરફારોનો સામનો કરવા માટે ફક્ત તમારા વડવાઓનો મઝહબ જ તમને શક્તિમાન બનાવશે. દરેક સમયે તમારા ધર્મને તમારી સાથે રાખો, જે અવળા સંજોગોમાં રક્ષણ અને રાહતનું મૂળ બનશે.
અમારી જમાત એ યાદ રાખે કે આપણી પ્રણાલિકા એ અક્કલની પ્રણાલિકા છે. અક્કલની પ્રણાલિકા આપણને જ્ઞાન હાંસલ કરવાની છૂટ આપે છે. જેનો ઉપયોગ અલ્લાહના સર્જનને સારી રીતે સમજવા અને વિશાળ સમાજના (large society) ભલા માટે કરવામાં આવે છે. જ્ઞાન હાસલ કરી તમારા દીન પ્રમાણે જીવન જીવો, તે જ્ઞાનથી બીજાઓને મદદરૂપ થાઓ.
પોર્ટુગલમાં ઈસ્માઈલી ઈમામતની બેઠક (seat of Ismaili Imamat) સ્થાપિત થવાથી મને ઘણો સંતોષ થયો છે.
(૨૫) - સારા શિક્ષણનો ફાયદો મેળવવો જોઈએ, કે જેથી અલ્લાહ-ખુદાએ આપણને જે નવાજેશ ફરમાવેલ છે, કે જે બુદ્ધિશક્તિ (brain) છે -- જે બુદ્ધિશક્તિ છે -- આપણને જે આપવામાં આવ્યું છે, તેમાં આપણે રોકાણ કરી શકીએ છીએ, જે આપણને આપણી અતરાફના સર્વે પ્રાણીઓ, કે જેને આપણે દરરોજ જોઈએ છીએ, તેનાથી જુદા પાડે છે.
ધર્મ એ અક્કલની બાબત છે; એ અક્કલ, માનવીની અક્કલ છે, જેને ધર્મના પાલનમાં પ્રવૃત કરવી જ જોઈએ.
(૩૫) - ફાતિમી સિક્કાઓની આ સુંદર ભેટ કે જે જગતભરની પરિસ્થિતિઓમાંની જમાતના આપણા લાંબા ઈતિહાસની તમને યાદ અપાવે છે.
(૪૦) - એ ભૂલી નહિ જાઓ કે તમારો એક માત્ર ભાગ જે અનંત છે, તે તમારો રૂહ છે; તમારું શરીર અનંત નથી-- તમારો રૂહ અનંત છે. અને આથી, જ્યારે તમારી પાસે શાંતિની એક ક્ષણ હોય, ત્યારે તમારી તસ્બીહ લ્યો, અલ્લાહના નામનું, પયગંબર (સ.અ.સ)ના નામનું, હઝરત અલી (અ.સ.)ના નામનું સ્મરણ કરો કે જેથી તે ક્ષણે તમે તમારા ધર્મ સાથે શાંતિમાં હો, કે જેથી તમારા જીવનનો તે ભાગ સઘળા સમયે તમારી સાથે હોય.
તમારા ધર્મને ભૂલી જાઓ નહિ.
(૪૧) - તમે એવી પરિસ્થિતિઓમાં રહો છો કે જે અમે માનીએ છીએ કે તમને અમુક સ્તરની રાહત આપે છે. પરંતુ આ રાહત, તમારા વ્યક્તિત્વો (individualities)માં જે અનંત છે, કે જે તમારો રૂહ છે, તે માટેની સંભાળની સાથે હોવી જોઈએ. અમે આશા રાખીએ છીએ કે અમારી જમાત આ સંદેશ સમજે છે, તેને તમારામાંના પ્રત્યેક માટે તે એક વ્યક્તિગત સંદેશ તરીકે લેશે, અને જ્યારે તમારી પાસે એક ક્ષણ હોય ત્યારે તમે તમારી તસ્બીહ લ્યો, અને અલ્લાહને યાદ કરો. આથી, દરેક મુસ્લિમના જીવનનો અગત્યનો ભાગ સ્મરણ (remembrance) છે. તે દુઆ-બંદગીના સમયે જ ન હોવું જોઈએ, તે કોઈ પણ સમયે હોઈ શકે છે. તે વિચાર તેના પોતામાં એક આશીર્વાદ છે.
(૪૬) - આપણું સદભાગ્ય છે કે આપણો ધર્મ એ અક્કલનો ધર્મ છે, એ અર્થમાં કે આપણા ધર્મનું પાલન આપણને દરરોજ અલ્લાહના સર્જન વિશે વધુ શીખવાનું જણાવે છે. તેનો અર્થ એ છે કે જ્યારે તમે ભૌતિક જગતમાં રહો છો ત્યારે તમારી અક્કલ બીજા જગતમાં રહે છે. અને બુદ્ધિવાદ (intellectualism)ના માર્ગનું અનુસરણ કરવાનું, તે બૌદ્ધિક માર્ગમાં એ લક્ષ્ય કે જે ધર્મ છે તેને હાંસલ કરવાનું, અલ્લાહના સર્જનને સમજવાનું પ્રત્યેક વ્યક્તિ ઉપર રહેલુ છે.
(૪૭) - પશ્ચિમને ઈસ્લામ પાસેથી ઘણું શીખવાનું છે. અમે તે ફરીથી ફરમાવીએ છીએ: "પશ્ચિમને ઈસ્લામ પાસેથી ઘણું બધું શીખવાનું છે."
(૪૮) - અમે નથી માનતા કે માનવજાતનો ચમત્કાર એક એવો (ચમત્કાર) છે કે જેને ક્યારે પણ સંપૂર્ણ રીતે સમજવામાં આવશે. અને આપણી આસપાસ જે દરેક વસ્તુ છે તેને સમજવાનું બૌદ્ધિક મિથ્યાભિમાન (vanity) ધરાવતા હોવાનો આપણે શા માટે ડોળ કરવો જોઈએ. આપણે બૌદ્ધિક રીતે સન્માનજનક (respectful), બૌદ્ધિક રીતે નમ્ર, બૌદ્ધિક રીતે જિજ્ઞાસુ (curious), બૌદ્ધિક રીતે સુમાર્ગદર્શિત (well-directed) બનીએ, પરંતુ આપણે એવો ડોળ ન કરીએ કે માનવ જ્ઞાનના પાસાને કોઈ મર્યાદાઓ નથી.
(૬૦) - નવા જ્ઞાનમાં, પુલો બાંધવા વિશે વિચાર કરો, કે જેથી જેમ કહેવામાં આવે છે તેમ, તમે (જીવનની) રમતમાં આગળ રહો (be ahead of the game). હા, અમે માનીએ છીએ કે જગતના આ ભાગમાં આમ કહેવામાં આવે છે : રમતમાં આગળ (રહો). અને તમારા ઈમામ તરીકે અમે તેના કરતા વધારે શેની ઈચ્છા કરી શકીએ કે તમે હંમેશા રમતમાં આગળ રહો. હા, જીતવા માટે બહાર પડો. આથી, અમે અમારી જમાત માટે દરેક દિવસે, દરેક દિવસે, દરેક દિવસે મહત્વકાંક્ષી છીએ.
(૬૨) - અમે હંમેશા અમારી જમાત સાથે છીએ, હંમેશાં સર્વ સમયે.
(૬૭) - તમારે એ જાણવું જોઈએ કે જેમ સમય વીતતો જાય છે, તેમ ઈમામ હંમેશા તમારી નજદીક છે, હંમેશા. અને આથી, એવી એક પણ સેકન્ડ નથી હોતી, કે જ્યારે ઈમામ તેમની દુઆઓમાં, તમારી નજદીક ન હોય, અને તેઓ સઘળાઓને, તમારામાંના એકે એકને, પ્રથમ તમારા રૂહાની જીવનમાં સફળતા માટે, પછી તમારા ભૌતિક જીવનમાં સફળતા માટે, અને શાંતિ તેમજ સ્વસ્થતા (tranquility)ના વાતાવરણમાં રહેવા માટે, તેમના ઉત્તમ દુઆઆશિષો ફરમાવે છે.
(૬૮) - આપણે કહીએ છીએ, "મુશ્કિલ-આસાન" - તે એ બાબત છે કે જે અમે આજે અહીં અમારા સઘળા રૂહાની બાળકો માટે ઈચ્છીએ છીએ, મુશ્કિલ-આસાન. તમારા જીવનમાં કોઈ પણ સમસ્યાઓ ન હોય.
(૯૨) - દરેક દિવસે, દરેક મિનિટે, દરેક સેકન્ડે, અમે હંમેશાં અમારી જમાત સાથે છીએ...અમારા બાળકો હંમેશાં અમારી સાથે છે, હંમેશાં, દિવસ અને રાત, શિયાળો, પાનખર, ઉનાળો, વરસની દરેક ઋતુમાં અને જગતના દરેક સ્થળોએ, તેઓ હંમેશાં અમારી સાથે છે.
(૯૮) - એ યાદ રાખો કે તમારા ઈમામ સર્વ સમયે, સર્વ સમયે તમારી સાથે છે.
(૧૦૮) - અમે અમારા રૂહાની બાળકોને ફરમાવીએ છીએ: જો કે, એ યાદ રાખો કે જગત એ માત્ર એક ભૌતિક વાતાવરણ નથી. રૂહનું વાતાવરણ (પણ) છે, અને દરેક વ્યક્તિનો તે એક માત્ર અનંત ભાગ છે. આથી, તમારા ધર્મનું નિયમિત રીતે - પરંતુ અનિયમિત રીતે પણ, અનિયમિત રીતે પણ પાલન કરવા સાવચેત રહો. અલ્લાહને એ સમયે યાદ કરો કે જ્યારે કોઈપણ તમારી બાજુમાં ન હોય, જ્યારે તમે એકલા હો.
(૧૨૬) - ઈસ્લામમાં શિક્ષણ ભૌતિક આશય માટે નથી. શિક્ષણ પ્રથમ અલ્લાહના સર્જન વિશે શીખવા માટે છે -- તે ઈસ્લામમાં શિક્ષણનો મૂળભૂત આશય છે તે પછી, તમારા શિક્ષણનો ઉપયોગ તમારા દરરોજના જીવનમાં તમારી પોતાની પ્રવૃતિઓ માટે થાય છે.
(૧૨૭) - જો તમે આપણી નીતિમત્તાઓ પ્રમાણે જીવન જીવો છો, તો ઈમામ તરીકે અમે, દરેક દિવસે, દરેક દિવસે તમારી પડખે હશું. આથી, તમે એ ધ્યાનમાં રાખો કે આ તમારા ઈમામની ઈચ્છા છે કે તમે આ રીતે આગળ વધો.
(૧૩૩) - ઈસ્લામમાં, જ્યારે શિક્ષણ માટેની સલાહ આપવામાં આવે છે, ત્યારે તે અલ્લાહના સર્જન વિશે વધુ સારી રીતે શીખવા માટે હોય છે. આથી, તે તેના પ્રતિ એક એવું પાસું ધરાવે છે, કે જે ધર્મ પ્રતિ જોડાયેલું છે, દુન્યવી લક્ષ્યાંકો પ્રતિ જોડાયેલું નથી.
(૧૩૪) - જીવનમાં દરેક પાસાઓમાં લાલચી નહિ બનો. (પણ) શિક્ષણમાં લાલચી બનો. શિક્ષણમાં લાલચી બનો. જાઓ અને તેની શોધ કરો. તેને તમારી પોતાની તરફ લઈ આવો અને તમારા દરરોજના જીવનમાં તેનો ઉપયોગ કરો.
(૧૭૧) - અમે અમારી જમાતને ફરમાવીએ છીએ: તમારા કાર્યમાં મહત્વકાંક્ષી બનો, ઉંચો ઉદ્દેશ્ય રાખો, ઉંચો ઉદ્દેશ્ય રાખો, અને એ યાદ રાખો, એ યાદ રાખો કે આપણા ધર્મનો ભાગ આપણી અક્કલને પ્રવૃત્ત બનાવે છે, તે આપણી અક્કલને પ્રવૃત્ત બનાવે છે, તે કહે છે, "જગત વિશે, અને અલ્લાહના સર્જન વિશે શીખો" આથી જ્ઞાન ધર્મની આધ્યાત્મિકતા (spirituality)ની શોધના ભાગરૂપ છે.
(૧૮૯) - અમે આજે અમારા રૂહાની બાળકોને, ખાસ કરીને યુવાન પેઢીઓને ફરમાવીએ છીએ: જ્ઞાન મેળવો અને જ્ઞાન મેળવો અને જ્ઞાન મેળવો અને જ્ઞાન મેળવો અને જ્ઞાન મેળવો અને જ્ઞાન મેળવો અને જ્ઞાન મેળવો અને જ્ઞાન મેળવો અને જ્ઞાન મેળવો અને જ્ઞાન મેળવો અને જ્ઞાન મેળવો. કારણ કે પહેલા કદીપણ હતું તે કરતાં વધુ આજે, તમે જીવનમાં જેમ આગળ વધતા જાઓ, તેમ જીવન પર્યંતનું શિક્ષણ (life-long learning) તમારી સાથે રહેવું જરૂરી છે.
(૧૯૮) - તમારા ધર્મના પાલનમાં નિયમિત બનો. એ ધ્યાનમાં રાખો કે દરેક મુરીદનો એક માત્ર ભાગ જે અનંત છે તે રૂહ છે. શરીર અનંત નથી, માત્ર રૂહ જ અનંત છે. આથી, તમારી દુઆ-બંદગીમાં નિયમિત રહો, કોઈપણ સમયે તમારી તસ્બીહ લ્યો, અને અલ્લાહ વિશે વિચાર કરો. કેવળ તસ્બીહ લ્યો અને કોઈ પણ સમયે, અલ્લાહના નામનું સ્મરણ કરો.
ઈસ્લામમાં અલ્લાહ વિશેની સભાનતા (awareness) એક મૂળભૂત સિદ્ધાંત છે, અને આથી અમે ચાહીએ છીએ કે અમારા રૂહાની બાળકો એ સમજે કે તે સભાનતા ઘણી, ઘણી, ઘણી અગત્યની છે. અમે આ ફરમાન અમારા રૂહાની બાળકોને અગાઉ નથી ફરમાવ્યું, અને અમે તે તમને આજે ફરમાવીએ છીએ, કારણ કે અમે ચાહીએ છીએ કે તમે એ સમજો કે જો કે, તમે ભૌતિક જગતમાં જીવો છો, તેમ છતાં તમારે તે ભૌતિક જગતને તમારા જીવનનો અંતિમ ઉદ્દેશ્ય બનાવવો જોઈએ નહિ. તમારા જીવનનો અંતિમ ઉદ્દેશ્ય રૂહાની સુખ, ઈમાનની મજબૂતી, ધર્મનું પાલન, ધર્મની નીતિમત્તા અને ઈન્શાઅલ્લાહ, એ સિદ્ધાંતોમાં જીવન જીવવાથી તમે મહાન ખુશી મેળવશો.
(૨૦૩) - રૂહાની રોશની માટેની પરંપરાગત વ્યક્તિગત શોધ હઝરત અલીના સમયથી અમારા તરીકામાં અસ્તિત્વમાં છે. આ પ્રેકટીસ એ વિવિધ સ્વરૂપો અપનાવ્યા છે. અને આ શોધ અમારા ધર્મનો મૂળભૂત સિધ્ધાંત રહેલો છે.
(૨૨૪) - એક પિતા તરીકે, અમારા બાળકોના સ્મિત અને હાસ્યથી વધારે અમે શેની ઈચ્છા રાખી શકીએ. આથી, જ્યારે તમે ખુશી હો છો, ત્યારે અમે ખુશી હોઈએ છીએ.
(૨૩૧) - અમે તમારામાંના એકે એકને "દાઈ" બનાવીએ છીએ, એટલે કે ઈમામનો સંદેશ તમારા કુટુંબો પ્રતિ, તમારી જમાત પ્રતિ લઈ જાઓ.
(૨૩૯) - જીવન આશ્ચર્યો (surprises) ધરાવે છે -- અમુક આવકાર્ય હોય છે, અમુક બિન-આવકાર્ય હોય છે. અમે આજે સાંજના, ખાસ દુઆઆશિષો ફરમાવીએ છીએ કે તમે ફક્ત આવકાર્ય આશ્ચર્યો ધરાવો.
વ્યક્તિ તેના અથવા તેણીના ભૌતિક શરીર, અને તેના અથવા તેણીના આત્માની બનેલ હોય છે. અને અમે અમારા રૂહાની બાળકોને ફરમાવીએ છીએ કે, હા, દુઆ-બંદગી માટેનો સમય હોય છે, પરંતુ વ્યક્તિના ધર્મ સંબંધી વિચાર કરવા માટેનો -- વ્યક્તિના ધર્મ સંબંધી વિચાર કરવા માટેનો પણ સમય હોય છે. અને એક વ્યક્તિ તરીકે તે સંબંધી વિચાર કરવો: તમારી ખુશી શું છે? તમે તમારા ધર્મમાંથી કેવી રીતે ખુશી મેળવી શકો છો? આથી, આજે અમે અમારા રૂહાની બાળકોને ફરમાવીએ છીએ: તમારા ધર્મ વિશે દિવસના અને રાત્રીના વિવિધ સમયે વિચાર કરો. જે દરેક સમયે તમે તમારા ધર્મ વિશે વિચાર કરો છો, તે એક આર્શીવાદ છે, તે એક આર્શીવાદ છે. આથી, તમારા ધર્મ વિશે વિચાર કરો, તેને તમારી સાથે રાખો, અને તેને સઘળા સમયે તમારી પાસે રાખો. જ્યારે તમારી પાસે તમારા ધર્મ વિશે વિચાર કરવાનો સમય હોય, તમારી તસ્બીહ લ્યો, અને અલ્લાહના, અથવા આપણા પયગંબર (સ.અ.સ.)ના, અથવા હઝરત અલી (અ.સ)ના નામનું સ્મરણ કરો, તમારી તસ્બીહ લ્યો. આ રૂહાની ખુશીને, જરૂરી રીતે સમયના બંધનમાં રહ્યા વગર, દરરોજ સતત ધોરણે, તમારી પોતાની તરફ લઈ આવો. તે વિચાર, સમર્પણ હોય છે કે જેને ગણતરીમાં લેવામાં આવે છે. આથી, અમે અમારા રૂહાની બાળકોને ફરમાવીયે છીએ: તમે તમારા ધર્મને સર્વ સમયે, સર્વ સમયે તમારી સાથે રાખો. અને અમે તમારી રૂહાની ફરજોમાં સફળતા માટે દુઆઆશિષો ફરમાવીએ છીએ, તમે ખુશી મેળવો, તમે મજબૂતી મેળવો, તમે હિંમત મેળવો, તમે દ્રઢતા (rigour) અને સૌથી વિશેષ, જગતભરની સઘળી જમાતમાં ભાઈચારો મેળવો.
ખાનાવદાન, ખાનાવદાન, ખાનાવદાન.
(૨૪૨) - કોઈપણ મુરીદ અલગ પડી ગયેલ હોવાનું ન અનુભવે, વંચિત રહી ગયેલ હોવાનું ન અનુભવે. દરેક મુરીદ એ જાણતો હોય કે તે અથવા તેણી જગતભરમાં હજારો ભાઈઓ અને બહેનો ધરાવે છે. આથી, કોઈપણ મુરીદ એકલો નથી, અને તે ઉપરાંત, અમે જગતભરના અમારા સઘળા મુરીદોની સાથે છીએ.
(૨૬૦) - તમારા ભૌતિક જીવન માટે અને રૂહાની જીવન માટે, પરંતુ ખાસ કરીને તમારા રૂહાની જીવન માટે, નિયમિત બનો, વિચારશીલ બનો, નમ્ર બનો, અને તમારા ધર્મની રોશની મેળવવાનો પ્રયાસ કરો.
(૨૬૧) - આજે અમે તમને અમારા દાઈઓ બનાવવા ચાહીએ છીએ, જેઓ ઐતિહાસિક રીતે, જગતભરમાં ઈમામનો સંદેશ લઈ જતા હોય છે. ઈમામ તરફથી તમારા સઘળા કુટુંબો પ્રતિ વહાલનો, દુઆઆશિષોનો, પ્રેમનો અમારો સંદેશ લઈ જાઓ.
(૨૬૩) - અમે જયારે જમાતના ભવિષ્ય તરફ આગળ દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે અમે અમને પોતાને પૂછીએ: "એવા કયા પાયાઓ છે કે જેના ઉપર તમે તમારા ભવિષ્યનું ઘડતર કરશો?" અને અમે આજે તમને ફરમાવીએ છીએ: પ્રથમ આપણા ધર્મનું સન્માન અને પાલન છે. બીજું, જ્ઞાનનો ઉપયોગ સારા હેતુ માટે કરવાનો છે, જ્ઞાનનો ઉપયોગ સારા હેતુ માટે કરવાનો છે. ઈસ્લામમાં આપણે કહીએ છીએ: "અલ્લાહના સર્જનને વધુ સારી રીતે સમજવા માટે જ્ઞાન હાસિલ કરો." આ શિક્ષણનો હેતુ છે -- તે મોટાઈ (aggrandisement) અથવા ધન-સંપત્તિ, અથવા સત્તા અથવા બળના હેતુ માટે નથી. તે અલ્લાહના સર્જનને વધુ સારી રીતે સમજવા માટે છે.
(૨૬૪) - ઈસ્લામમાં જ્ઞાનનો આ હેતુ છે. તે પછી જો તમે શિક્ષણ મેળવો અને તે જ્ઞાનનો ઉપયોગ તમારા દરરોજના જીવનમાં, તમારા અને તમારી ભવિષ્યની પેઢીઓના જીવનની ગુણવત્તા સુધારવા માટે કરો છો -- તો તે સારું છે, તે સારું છે, તે ઘણું સારું છે, તે શ્રેષ્ઠ છે !
(૨૬૮) - શિક્ષણ એ પુંજી છે. પણ તે પુંજીનો અક્કલપૂર્વક, ડહાપણપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, અને કે જેથી તે અલ્લાહના સર્જનને સમજવા માટે તમારા ઈમાનમાં (faith) મજબૂતી લાવે.
(૨૬૯) - શિક્ષણ ફક્ત દુન્યવી શિક્ષણ ન હોવું જોઈએ - તે આપણા દીનનું પણ શિક્ષણ હોવું જોઈએ, જેથી દરેક મુરીદો આપણા દીનનું સત્વ સમજી શકે.
અમે તમને એક ઉદાહરણ આપવા ચાહીએ છીએ: કુરાનમાં એક આયાત છે જે કહે છે "કુલ હુ'વલ્લાહુ અહદ" તમારામાંથી કોણ 'કુલ' શબ્દનો અર્થ જાણે છે ? સરસ, અમે એક હાથ ઊંચો થયેલો જોયો. સરસ. તે છે, "કહે."(Say). પણ તે કોને અને કયા સંદર્ભમાં સંબોધવામાં આવ્યું છે ? અને કુરાનમાં તે શા માટે વારંવાર પાછું આવે છે ? તે એટલા માટે કે અલ્લાહ પયગંબરને કહેવા માટે આદેશ આપે છે. તેથી તે સીધેસીધું અલ્લાહ આપણા પયગંબરને બોલવા માટે(to speak), કહેવા માટે (to say)અને વાતચીત માટે (to communicate) આદેશ આપે છે.
(૨૭૨) - અમે ઇચ્છીએ છીએ કે દરેક મુરીદ દાઈ બને. શું તમે જાણો છો તે શબ્દનો શું અર્થ છે? હા ? સરસ. દાઈઓનો ઈતિહાસ અને તેઓએ જમાત અને વખતના ઈમામ માટે જે મુસાફરીઓ કરી છે તે તમે જાણો છો. હવે, અમારી એ ઈચ્છા છે કે, તમારા કુટુંબની આ પેઢીના તમે બધા દાઈઓ બનો.
(૨૮૮) - તમે કોઈપણ સમયે, તમારી તસ્બીહ લઈ શકો છો, તમે અલ્લાહના નામનું સ્મરણ કરી શકો છો, તમે પયગંબર (સ.અ.સ) ના નામનું સ્મરણ કરી શકો છો, તમે હઝરત અલી (અ.સ)ના નામનું સ્મરણ કરી શકો છો. આથી, તમે દિવસ અને રાત્રી દરમ્યાન, કોઈપણ સમયે, કેવળ ધર્મ પ્રતિ સમર્પણ કરવાની દુઆ બંદગીના નિયમિત કલાકોની બહાર, ધર્મ પ્રતિ સમર્પિત કરવા માટે, એ એક સેકન્ડ અથવા એ બે સેકન્ડ અથવા એ દસ મિનિટો લઈ શકવાની સ્થિતિમાં હો છો. આ ઘણું સારું છે, અને અમે અમારા રૂહાની બાળકોને ફરમાવીએ છીએ. જ્યારે તમે આમ કરવા શક્તિમાન હો છો, તો પછી અમે માનીએ છીએ કે તમે તમારા જીવનમાં વધારે રહેમતો ધરાવશો. અને અમે તમને તે બિન ઔપચારિક સમર્પણ (informal submission) બિન ઔપચારિક સમર્પણ -- અને અલ્લાહના સ્મરણમાં સફળતા માટે અમારા ઉત્તમ દુઆઆશિષો ફરમાવીએ છીએ. આથી, અમે આશા રાખીએ છીએ કે તમારામાંના એકે એક સુખની, સત્યની, પ્રેમની, હેતની, અને દ્રઢતા (rigour)ની, તેમજ સિરાતલ-મુસ્તકીમ ઉપર રહેવાની શોધના એ તત્ક્ષણ ક્રિયા (spontaneous gesture)માં ખુશી મેળવશો.
ખાનાવદાન, ખાનાવદાન, ખાનાવદાન.
(૨૯૩) - અમે આજે અમારી જમાતને એ બાબત ફરમાવવા માટે ખુશી છીએ કે, એ અમારી આશા છે કે આવનારા વર્ષોમાં, આપણે અહીં હ્યુસ્ટનમાં એક સેન્ટરનો વિકાસ કરી શકીશું.
(૨૯૪) - તે આપણી જમાત માટે એક પ્રતિનિધિત્વ ધરાવતી (ambassadorial) ઈમારત, સંસ્કારિતા (elegance)ની ઈમારત, ધર્મનું પ્રતિનિધિત્વ ધરાવતી ઈમારત હશે.
અહીં આપણે એક એવી ઈમારતનું બાંધકામ કરવામાં સફળ થઈશું કે જે અમારી અહીંની અને જગતભરની સઘળી જમાત માટે પ્રતિનિધિત્વ ધરાવતી (representational) હશે -- એક એવી ઈમારત કે જ્યાં તમે શાંતિ, એકતા અને સિરાતલ-મુસ્તકીમ ઉપર મજબૂતી મેળવી શકશો.
ખાનાવદાન, ખાનાવદાન, ખાનાવદાન.
(૩૦૪) - અમે જ્યારે કેનિયામાં પ્રથમ રહેતા હતા ત્યારે અમે એક બાળક હતા, અને અમે નૈરોબીની (perimeter) પરિસીમામાં એક મિલકત ધરાવતા હતા. અમારા ભાઈ અને અમે સસલાઓ એકત્રિત કરતા હતા. આથી, દરરોજ સવારે, અમે બહાર જતા અને સસલાઓને "સુપ્રભાત" (good morning) કહેતા અને એક સવારે અમને ભયંકર આશ્ચર્ય થયું - તે બધા ખતમ થઈ ગયા હતા, તેનું ભક્ષણ થઈ ગયુ હતું.(ખવાઈ ગયા હતા). આમ, અમારા બાળવયની સ્મૃતિ છે -- ઘણી બધી મજા, થોડાક આઘાત (heartaches), અને સૌથી વિશેષ, અહીં કેનિયામાં હોવાની ખુશી.
(૩૪૦) - અમે તમારા કુટુંબના સઘળા રૂહાની સભ્યોના આત્માની અનંત શાંતિ (eternal peace) અને રાહત (rest) માટે-- તેમના આત્માની અનંત શાંતિ અને રાહત માટે ખાસ દુઆઆશિષ ફરમાવીએ છીએ.
શબ્દ અનંત (eternal) ઉપર ધ્યાન આપો-- અનંત એટલે સદાકાળ (forever). આ બાબત છે કે જે આપણે ચાહીએ છીએ.
(૩૪૨) - અમને લાગે છે કે અમારા દાદાશ્રીની અભિવ્યક્તિ (expression) હતી, "શબ્દો નહિ, કાર્ય કરો". અમારું તમને ફરમાન છે: "કાર્ય કરો અને ઘણા શબ્દો (પણ કહો)." આથી, વાતચીત કરો, હસો જીવનનો આનંદ માણો.
(૩૪૭) - અમારા વ્હાલા રૂહાની બચ્ચાઓ,
તમે હમણાં અમને એક અતિશય મહત્વપૂર્ણ ભેટ -- નાસીર ખુશરૂનું દીવાન અર્પણ કરેલ છે. અને અમે આ અસાધારણ ભેટ બદલ તમારો આભાર માનવા ચાહીએ છીએ, કે જે તમે જાણો છો તેમ - નાસીર ખુશરૂનું દીવાન તમે અમને આપી શકો તેવી સૌથી વધુ અર્થપૂર્ણ ભેટ છે. અમે આ વિચારશીલ, ઉદાર અને અદભુત ભેટ બદલ અમારી જમાતનો આભાર માનીએ છીએ.
આ એક ભવ્ય ભેટ છે. જેણે પણ આ નિર્ણય લીધો છે, તે સુંદર રીતે બુદ્ધિશાળી, સુંદર રીતે બુદ્ધિશાળી છે - કારણ કે આ એક કૃતિ છે કે જે આપણે સૌ જાણીએ છીએ તેમ સંપૂર્ણ રીતે અજોડ છે, અને આપણી જમાતના નૈતિક અને બૌદ્ધિક ઈતિહાસમાં સૌથી વધુ મહત્વપૂર્ણ છે.
(૩૭૩) - અમુક વખતે મુરીદો અમને કહે છે: "હાઝર ઈમામ, એવું શા માટે છે કે તમે અમને હસાવવા ચાહો છો?" અને અમે ફરમાવીએ છીએ: પરંતુ, જો અલ્લાહે આપણને ખુશીની એક અભિવ્યક્તિ (expression) તરીકે હસવાની ક્ષમતા આપી છે, તો શું આપણે તે ખુશીની અભિવ્યક્તિનો ઉપયોગ નહિ કરીએ ? આપણો ધર્મ ગમગીની અથવા મુશ્કેલી અથવા સમસ્યાઓમાં નથી જનમ્યો -- આપણો ધર્મ એક ખુશીનો ધર્મ છે. અને અમે ચાહીએ છીએ કે અમારી જમાત એ સમજણમાં વિશ્વાસ ધરાવતી હોય કે, અલ્લાહ ન માત્ર એ લોકો કે જેઓ (ધર્મનું) પાલન કરે છે, તેમના સંબંધી સવાલો પૂછીને પોતાને પ્રગટ કરે છે, પરંતુ તે ખુશી લઈ આવીને પણ તેમ કરે છે. ખુશી ઈસ્લામમાં એક રહેમત છે -- એ બાબત ધ્યાનમાં રાખો, એ બાબત ધ્યાનમાં રાખો -- તે આપણા ધર્મમાં એક રહેમત છે. આથી, જો જમાતમાં ખુશી હોય અને તે ખુશી સારી રીતે રહેલી (well-placed) હોય, તો પછી તે ખુશીનો આનંદ માણો તે ખુશીનો આનંદ માણો, તેને તમારા જીવનના ભાગરૂપ બનાવો.
(૨૧) - અમારા મુરીદ દુનિયાના કોઈપણ ભાગમાં, દુનિયાના કોઈપણ ખૂણામાં રહેતા હોય તે દરેકે દરેક મુરીદના ખભા ઉપર અમે અમારો હાથ મુકીએ છીએ, અને દરેકને વ્યક્તિગત રીતે અમારા ઉમળકાભર્યા, અમારા વ્હાલભર્યા માતા પિતા તરીકેના પ્યારભર્યા દુઆઆશિષો ફરમાવીએ છીએ.
અમે દુઆ કરીએ છીએ કે તમારી બધી દુન્યવી મુશ્કેલીઓ સામે રક્ષણ મળે, તમારી વ્યક્તિગત મુસીબત યા તો કુટુંબીક મુસીબતોની મુશ્કેલ આશાન માટે દુઆ ફરમાવીએ છીએ. અમે દરેક મુરીદના ઈમાનની મજબૂતી માટે દુઆ ફરમાવીએ છીએ કે જેથી તમે સિરાતલ-મુસ્તકીમ ઉપર મજબુત રહો. અમે શાંતિ માટે, સારી તંદુરસ્તી માટે, તમારા કુટુંબમાં એકતા માટે દુઆ ફરમાવીએ છીએ. મર્હુમ રૂહાની બાળકોના રૂહોની અખંડ શાંતિ અને રાહત માટે દુઆ ફરમાવીએ છીએ.
અમે દુઆ કરીએ છીએ કે તમારા જીવનમાં રૂહાની રોશની હોય, જે તમને તમારા દરરોજના જીવનમાં માર્ગદર્શન આપે.
(૨૨) - મઝહબની પ્રેક્ટીસની સફળતા માટે,
(૫૦) - આપણા ધર્મની નીતિમત્તા પ્રમાણે જીવન જીવવા માટે,
(૬૮) - અમે તમને સુખ માટે, લાંબા જીવન માટે, સારી તંદુરસ્તી માટે, તમારા કુટુંબોમાં એકતા માટે, અને તમારી ઉમેદોની પરિપૂર્ણતા માટે અમારા ઉત્તમ અને અમારા અતિશય ઉમળકાભર્યા, પ્રેમાળ દુઆઆશિષો ફરમાવીએ છીએ.
ખાનાવાદાન, ખાનાવાદાન, ખાનાવાદાન.
યા અલી મદદ