Ilm Majalis Logo

ILM MAJALIS

બિન્દરારેવનમાં સુખ ચરેરે ગાવંત્રી....

ગીનાનની સેવક અભ્યાસી દ્વારા સમજુતી.

૧ - બિન્દરારેવન.....

૧ - બિન્દરારેવન.....

0:000:00

૨ - સખી મારી આતમના ઓધાર....

૨ - સખી મારી આતમના ઓધાર....

0:000:00

૩ - કાચબા કાચબી....

૩ - કાચબા કાચબી....

0:000:00

હાજર ઈમામના મુબારક નામ ઉપર સલવાત પડો.

ફરમાનઃ- "અમારા દાદાએ જીંદગીના છેવટ સુધી પોતાના રૂહાની બચ્ચાઓની ભલાઈ માટે કામ કર્યું હતું, અમો પણ અમારી જીંદગી તમોને અર્પણ કરીએ છીએ.

શાહ કરીમ હાઝર ઈમામે અડતાલીસમા જોમામા ફરમાવ્યું. “પીર સદરદીનના રૂહાની ગીનાન તથા હાઝર જોમાના ફરમાન પડો.”

પીર સદરદીનના રૂહાની ગીનાનને આપણી અદના બુદ્ધિથી મળીને સમજવાની કોશીશ કરીએઃ

પીર સદરદીન ફરમાવે છે કે બિન્દ્રારેવનમાં સુખ ચરે રે ગાવંત્રી...

બિન્દ્રાવન” નામ પીર સદરદીને કેમ આપ્યું? કૃષ્ણ અવતારમાં ગોકુળમાં મૌલા પોતે ગાયો ચરાવતા હતા, પોતે સૃષ્ટીનો સરજણહાર વાંસળી વગાડતા હતા અને બિન્દ્રાવનમાં ગાયો ચરાવતા હતા. પણ અહિંયા પીર ફરમાવે છે કે બિન્દ્રાવનમાં સુખ ચરે રે ગાવંત્રી.સાધારણ સમજૂતીથી સમજીયે કે સિંહ છે તે વનનો રાજા છે ત્યાં ગાય સુખે કેમ ચરે, ગાયને ખબર છે કે આ જંગલમાં ચારો ચરવા માટે લાવ્યા છે. પણ આ જંગલનો રાજા સિંહ છે તે જોશે તો એક મિનિટમાં મને ભક્ષ કરી દેશે. તે ગાયને ખબર હોય છે. પણ પોતાને અહીં લઈ આવનારના કહેવાથી તે ચારો ચરે છે.

બિન્દ્રાવન એટલે ખુદાનું ઘર એટલે જમાતખાનું છે. ગાય રૂપે આપણે છીએ ત્યાં રૂહાની ખોરાક ચરવા જઇએ છીએ. તે વખતે આપણા ખ્યાલ વિચાર સ્થિર નથી રહેતા, જમાતખાનામાં હાજર ઈમામ હાજર-નાજર હોય છે. આપણે જમાતખાનામાં જઈએ છીએ પણ આપણા ખ્યાલ વિચાર સ્થિર ન રહેવાથી આપણે સુખે નથી ચરતા. ગાય જ્યારે સુખે ચરી ત્યારે સિંહ બહાર આવ્યો.

બિન્દ્રાવનમાં એટલે જમાતખાનામાં ખ્યાલ વિચાર રોકીને સુખે ચરીએ એટલે એક ધ્યાનથી મૌલાને શ્રેવીએ તો એ બિન્દ્રાવનનો રાજા ખુદાવંદતઆલા નૂરાની સ્વરૂપે બહાર આવે. મૌલા આવે તો મૌલા એજ માંગે ને! પોતાની અંદર સમાવી લેવાનું કરે.

પીર માબાપ કહે છે કે ચરંતે ચરંતે સિંહલે વશ પડયા... સુખે ચરીએ ત્યારે નૂરાની બક્ષીસ દેખાય છે.

રહો રહો સિંહલા તુમ મત નાખો હાથ હું તો વાછડે કેરી ચુસણીજી....

આપણે વિચાર કરીએ કે વનમાં ગાય સુખે ચરે ખરી? અને સિંહ આવે તો આટલી વાતચીત કરે ખરો ? ત્યારે ગાય કહે છેઃ- યા મૌલા હું તો એક મોમન રૂપે આ જીસમની અંદર છું ખરી રીતે હું વાછરડા રૂપી રૂહ છે તેની રખેવાળ ગાય છું.

ખમો ખમો સિંહલા તમે ધામ કરી બેસો, વચન આલીને ગવરી ચાલ્યા...

આપણે જાહેરી રીતે જોવા જઈએ તો સિંહ ભરોસો કરે ખરો કે ગાય પાછી આવશે. પીર સદરદીન રૂહાનીયત સમજાવે છે, મોમન એક ધ્યાનથી ખુદાવંદતઆલાના ઘરમાં લેહ લગાવે છે, ત્યારે સિંહ રૂપી ખુદાવંદતઆલા બહાર આવે છે. પીરે અહીં સિંહની ઉપમા આપેલી છે, જેવી રીતે સિંહ વનનો રાજા તેમ ખુદાઈ ઘરનો રાજા ખુદા પોતે દર્શન દીધું. ત્યાંથી ગાય જાય છે.

પહેલે હિંચોલે ગવરી સીમ સેઢે આવી, બીજે હિંચોલે ગવરી વાડીએ ત્રીજે હિંચોલે ગવરી જાપલે આવી, ચોથે હિંચોલે ગવરી કોઢમાં..

બિન્દ્રાવન એ ઘટ છે, ત્યાં દિદાર થયો. કોઢમાં એટલે નાભીમાં, રૂહતો નાભીએ વસંતોજી, રૂહ પાસે પોતે જાય. બાતુનમાં મોમન પોતાના રૂહને સંદેશો આપે છે કે બિન્દ્રાવનમાં હું સુખે ચરતી હતી તો વનનો રાજા પવિત્ર ખુદાવંદતઆલાએ પોતાના નૂરનો દિદાર મને દિધો, મૌલા મારા ઉપર રાજી થયા, મેં તેને વચન આપ્યું છે જેથી હું તને કહીને જાઉં છું. હાજર ઈમામે ફરમાવ્યું છે કે મારા ફરમાન તમારા રૂહને પહોંચાડો. ગાય રૂપી મોમને પોતાના રૂહને વાછરડાને આ સંદેશો દિધો કે હું આજે સુખે ચરી તો ખુદાતઆલા મારા ઉપર રાજી થયા અને મને કબુલ ફરમાવી ત્યારે મૌલાને મેં અરજ કરી કે હું તો વાછડે કેરી ચુસણી છું. કેદખાનામાં રોજનો દૂધ પીનારો વાછરડો કહે છે કે :-

વાચાકી બાંધી માતા દૂધ નહી પીંઉ મેં ચલુ તુમારે સાથ…

પીર સદરદીનના રૂહાની ગીનાની ખુબી જુઓ, આપણે બચ્ચાને લઈને જમાતખાને જઈએ છીએ ત્યારે બચ્ચાને ખબર નથી હોતી કે જમાતખાનું ક્યાં છે? માં પોતે આંગળી પકડીને તેડીને લઈ જાય છે. અહીંયા પીર સદરદીન રૂહાનીયતની ખુબી સમજાવે છે કે :-

આગે આગે વાછડા પીછે માતા ગૈયા, સિંહલે ઘેર સધારીયા...

એનો મતલબ એ થાય છે કે અસલમાં વાસલ રૂહને થવું છે નહિં કે આ જીસમને. દુન્યવી બાબત હોય તો ગાય પાછી ન જાય.

એકકું બુલાયા તો દો ચલકર આયા, ભાઈ સિંહલે ઘેર વધામણા...

પછી રૂહ રૂપી વાછરડો ખુદાતઆલા રૂપી સિંહને અરજ કરે છે કે:-

ઉઠો ઉઠો સિંહલા માંસ મેરા ભરખો, પીછે ભરખો મોરી માઈ...

પહેલે મને પોતાના અસલમાં સમાવી દયો, પછી ભરખો મોરી માઈ, આ જીસમ તો ખાક છે. એનો ઈસ્માઈલીમાં જનમ સફળ થયો એના અંદર હું હતો. તેનો જનમ સફળ થયો કે એણે મને આઝાદ કર્યો, પછી સિંહ રૂપી ખુદાવંદતઆલા વાછરડાને પુછે છે કે:-

એટલી રે સુધ-બુધ કોણે તમને દીધી, કોણે તમને બોધીયાજી…

ત્યારે વાછરડો જવાબ આપે છે કે:-
એટલી રે સુધ-બુધ ચંદો-સુરજે દીધી, પીર સદરદીને બોધીયા...

ચંદો એટલે રાત, સુરજ એટલે દિવસ. ચંદો-સુરજ એટલે રાત-દિવસ ઈબાદત કરી (૨૪) ચોવીસે કલાક.
પીર સદરદીને બોધ્યા.

હાજર ઈમામ ફરમાવે છે કે તમે પીર સદરદીનના રૂહાની ગીનાન પડો કે જેને આપણે સાંભળી રહ્યા છીએ, આપણે ખુશ નસીબ છીએ, તે આપણા રૂહના ભલા માટે છે.

વાછરડા રૂપી રૂહને અને ગાય રૂપી મોમનને મૌલા ફરમાવે છે કે:-

જાઓ જાઓ ગાવંત્રી ડુંગરને કોરે મોરે, ખડરે ખાઓ પાણી મોકળા…

મારી રહેમતથી તમને રજા આપુ છું કે ખડરે ખાઓ એટલે ખુબ ઈબાદત કરો, ખડ એટલે વાછરડાનો ખોરાક, ઘાસ નહીં પણ ઈબાદત છે. પાણી એટલે મારી રહેમત તમારા ઉપર ખુબ વરસી છે, કે નૂરનું પાણી તમારા માટે ખુલ્લું છે.

એસો ગીનાન ભણાવે પીર સદરદીન તમે સુણો મોમનભાઈ, આપણા મૌલાને સાચું કરીને શ્રેવજો...

પીરે ફક્ત શ્રેવજો એમ ન કહ્યું, પરંતુ સાચું કરીને શ્રેવજો, એવી રીતે શ્રેવજો કે ખુદાના ઘરમાં સુખે ચરજો એટલે ખ્યાલ વિચાર ત્યજીને એક ધ્યાનથી ઈબાદત કરજો.

મોમન જ્યારે એટલે દરજ્જે જાય છે ત્યારે પહેલા તો હૈયાતીમા અસલમા વાસલ થવું જોઈએ, જ્યાં સુધી હૈયાતીમા અસલમા વાસલ નથી થતો, ત્યાં સુધી એક નથી થઈ શકતો. મોમનને બાતુની સુખ મળી ગયું ત્યારે કહ્યું કે જાઓ જાઓ ગાવંત્રી તુમ મેરી બહેના, વછડા મેરા ભાણેજડા.

આ ગિનાનમાં ત્રણ ચીજો છે.

એક સિંહ એટલે ખુદા
બીજું ગાય એટલે મોમન
ત્રીજું વાછરડું એટલે રૂહ

ચાર તબક્કા કહ્યા છે.

સિંહે ગાય રૂપી મોમનને દિદાર આપ્યો. દિદારનો પહેલો સ્ટેજ.

દિદારના ત્રણ સ્ટેજ છે. નૂરની ત્રણ જગ્યા છે. પહેલો દિદાર દિલમાં થાય છે. ઈલમથી બોલું છું. નૂરની પહેલી પ્રાપ્તિ દિલમાં થાય છે.

આપણે સવારે ઉઠીએ ત્યારે સુરજ ઉપર નથી હોતો યાને દેખાતો નથી, એટલે કે સ્ટાર્ટીંગ (શરૂઆત) ક્યાંથી થાય છે ? આપણે સવારે છ વાગ્યે દરિયા કિનારે ઉભા હોઇએ ત્યારે સુરજ માથા ઉપર નથી હોતો પછી હોય છે. નૂરની જે ખુશનસીબી મોમનને થાય છે, ઈલમમાં એની શાખ છે. દિદાર જુદો અને નૂર જુદો, દિદાર પણ નૂરનો. તફાવત કેટલો ? જેમ એક માણસ ઉભો હોય અને પડછાયો પડે આપણે માણસને નથી જોઈ શકતા પણ પડછાયા ઉપરથી કહી શકીએ કે માણસ ઉભો છે.

અત્યારે પણ જુઓ કે જે કોઈ ત્રણ વાગે વૃંદાવનમાં જાય છે અને એક ધ્યાનથી સુખે ચરે છે તેને મૌલા ફરમાવે છે કે... અમે તમારા શરીરના રૂંવાડા છે તેના કરતા પણ વધારે નજીક છીએ.

હું બધાને એમ કહેવા માંગુ છું કે મૌલાએ ફરમાનમા ફરમાવ્યું છે કે, પીર સદરદીનના રૂહાની ગીનાનો પડો, મૌલા જોર આપે છે કે અમારા ફરમાન યાદ કરો.

એવી રીતે પીર સદરદીનને જે મએરાઝ થઈ, પીર શમ્સને પણ મએરાઝ થઈ.

મએરાઝનો મતલબ શું છે? મએરાઝનો મતલબ ખુદા સાથે હમકલામ. બીજું ત્યાં કંઈ ન હોય.

પીર શમ્સ “હક તું પાક તું” ગીનાન બોલ્યા, એટલે મૌલા સાથેજ બોલ્યા, પીર સદરદીન પણ મૌલા સાથેજ બોલ્યા. (વાતો કરી)

સખી મારી આતમના ઓધાર... પીર સદરદીન ઈસમેઆઝમ સાથે બોલ્યા. ઈસ્મેઆઝમ યાને મૌલાના
હાઝર ઈમામે ફરમાવ્યું:-

અમે જે જાપ આપીએ છીએ તે અમારૂ અસલ સ્વરૂપ છે. અસલ સ્વરૂપ અને અસલ મકાન એકજ છે.

મૌલાએ ફરમાવ્યું કે:-

હ. રસુલે કરીમની મએરાઝ વીષે તમોએ સાંભળ્યું છે, એ બાબતમાં તમોએ શું ખ્યાલ કર્યો? માણસો કહે છે કે હ. રસુલ ઘોડા ઉપર બેસી મએરાઝ સીધાવ્યા, એ બધી લોકોની વાતો છે ખુદા માત્ર આસમાનમાંજ છે એમ નથી, ખુદા બધે ઠેકાણે છે પણ તેઓ અસલ મકાને પહોંચી પાછા વળ્યા તે રાત મએરાઝની હતી. આ મએરાઝ છે.

અસલ મકાન, અમે તમોને જે જાપ આપીએ છીએ તે અમારૂ અસલ સ્વરૂપ છે.

અસલ મકાન કહો કે અસલ સ્વરૂપ કહો કે નૂરનો દરિયો કહો એક જ છે, કે જ્યાંથી રૂહ જુદો પડયો છે. પીર સદરદીન ઈબાદત કરીને, સમજીને કેટલા દર્દથી ગીનાન બોલ્યા છે !

         સખી મારી આતમના ઓધાર.

સખી મારી આતમના ઓધાર અલગા મ જાજો રે... સખી એટલે દોસ્ત, પુરૂષ માટે દોસ્ત અને બાઈ માટે સખી શબ્દ વપરાય છે. પીર સદરદીન એટલા આશક થઈ ગયા હતા કે ઈસમેઆઝમને સખી કહી.

સખી મારી આતમના ઓધાર… કેવી સખી ?
મારા રૂહનો છુટકારો કરે એવી સખી. સખી કોને કહી ?ઈસ્મેઆઝમને સખી કહી. સખી મારી આતમના ઓધાર કે અલગા મ જાજો.

એવો સ્વરૂપ મિંદરિયો સાર ત્યાં તમે બીરાજો. 
ક્યાં બીરાજો ? એવો સ્વરૂપ મિંદરિયો સાર, કેવો સ્વરૂપ ? એના જેવું કોઈ રૂપજ નઈ. મોમનનું દિલ છે તે ખુદાવંદતઆલાનું ઘર છે.

ઈસ્મેઆઝમને ક્યા જગ્યા આપશો ? ક્યા બીરાજવાનું પીર સદરદીન કહે છે ? એવો સરૂપ મિંદરિયો સાર ત્યાં તમે બીરાજો. કોને કહે છે ? નર શ્રી ઇસ્લામ શાહને બીરાજવાનું નથી કહેતા, કરીમ હાઝર ઈમામ જે પેરીસમા રહે છે એને પણ નથી કહેતા, પણ જાપને કહે છે (જાપકે ચુનતા). જાપને ક્યા બેસવાનું કહે છે ? એવો સરૂપ મિંદરિયો સાર ત્યાં તમે બિરાજો. હે સખી, મારા રૂહનો ઉદ્ધાર કરનાર ખુદાની જગ્યા જ્યાં છે ત્યાં તમે બીરાજો.

સખી સેજ અનુપમ સાર કે પલંગ પર વારી રે;
હું તો પ્રેમે પીયાજી કે પાસ, દુ:ખડા વિસારીરે…

ક્યા દુઃખ? દુનિયાના દુઃખ નહીં, જનમ મરણના દુઃખ. હે સખી તું જુદી ન બેસ, મારી પાસે બેસ. હે ઈસ્મેઆઝમ મારા રૂહની સખી તું પલંગ ઉપર બેસે અને હું ખુરશી ઉપર બેસું એમ નહીં, હે, ઈસમે આઝમ મારી રૂહની સખી, તું મારી પાસે બેસ.

પ્રેમે પીયાજીને પાસ, જનમ મરણના દુઃખડા વિસારી.

પલંગ પર વારી રે... એટલે જાપમાં ઓતપ્રોત થવું.

સખી હિંચે હિંડોળા ખાટ કે સાસ ઉસાસે રે;
મારા અંગડામાં ઉઠી છે લહેર કે પીયાજીને પાસે રે...

જાપ એવો જપ્યા કે શ્વાસ ઉશ્વાસ. હું તને કેવો જંપુ? હું તને એવો જંપુ, એવો જંપુ સાસ ઉસાસ. મારા અંગડામા ઉઠી છે લહેર કે પીયાજીને પાસે રે...

સખી વાલમ વિરેહની વાત કેની આગલ કહીએ રે... કોઈ સંત મિલે સુધીર સમજીને રહીએ રે..…

અહીં પીર સમજાવે છે કે વાલમના વીરેહમા યાને ઈસમે આઝમના વિરહમા જે લાભ થયો તે કોને કહેવું ? એવું થાય છે કે હવે હૈયાત નથી રહેવું. આ વીરેહની વાત કોને કહું !

સખી ખાલક ખલકણ હાર તેણે લઇ તાર્યા રે 
પીર સદરદીનની પકડી બાય ભવ સાગર તાર્યા રે...
કોણે પકડી ? ઈસમે આઝમે, પીર સદરદીનની પકડી બાય, ભવ સાગર તાર્યા. પીર સદરદીને નહીં પણ પીર સદરદીનની પકડી બાય.

હાઝર ઈમામે ફરમાવ્યું કે:-
જ્યારે તમે નવરા બેઠા હો ત્યારે ખ્યાલ કરો, ખાલક કોણ છે? મખલુક કોણ છે?

ખાલક એટલે માલિક યાને ઈસમે આઝમ યાને ખુદા.

પીર સદરદીનની પકડી બાંય (હાથ) ભવ સાગર ઉતાર્યા રે.

કોણે પકડી? ઈસમે આઝમે પકડી.

એક માણસે ઈમામને અરજ કરી કે મને અસલમાં વાસલ કરો, ત્યારે ઈમામે ફરમાવ્યું કેઃ- દુનિયામાં રહો અને મોમનના કામ કરો આપણા મઝહબમાં દુનિયામાં રહીને અસલમા વાસલ થવું આસાન છે.

મોટું કામ કીધું છે ? મોટા કામમાં દાખલ થતી વખતના હુકમ પ્રમાણે અમલ કરો, તો ઈશ્ક પણ પેદા થશે, અને સર્વે બની શકશે.

પીર સદરદીને રસ્તો બતાવ્યો છે. પીર સદરદીને, પીર હસન કબીરદીનને, પીર તાજદીને રસ્તો બતાવ્યો હતો. પીર સદરદીને (ગીનાનમાં) રસ્તો દેખાડ્યો, નહીં કે તારી દીધા. પીર સદરદીનના રૂહાની ગીનાનમાં ઘણો ખજાનો છે, આપણે ઘણા ખુશ નસીબ છીએ કે રૂહાની ગીનાન ઉપર તથા હાઝર ઈમામ યાને ઈસમે આઝમ ઉપર મહોબ્બત છે.

રૂહની શક્તિ ઘણી જબરી છે. ઘણી જબરી છે. ખુદાની શક્તિ અને રૂહની શક્તિમાં કાંઇ ફરક નથી. રૂહ કેદખાનામાંથી નીકળી જાય તો રૂહની શક્તિ અને ખુદાની શક્તિમાં કાંઈ ફરક નથી.

મૌલાએ જમાતને સમજાવવા માટે એક મોમનને ફરમાવ્યું, કે તારી સમજણ જમાતને કહે. ત્યારે તેણે અરજ કરી કે યા મૌલા ! આપ હુકમ કરો તો આખી દુનિયાને તોડી પાછી બનાવું.

હું ઈલમથી કહું છું કે ખુદાની શક્તિમાં અને રૂહની શક્તિમાં કાંઈ ફરક નથી. પરંતુ ફરક એટલો કે રાજાજો બેટો કેદમાં.

હાઝર ઈમામે ફરમાવ્યું છે કે :- જ્યારે તમે માણસને જુઓ છો ત્યારે માણસની સિકલ જોવામાં આવે છે. હાથ, પગ, મોઢું, આંખો સર્વે દીઠામાં આવે છે. પણ રૂહ દીઠામાં આવતો નથી. પણ તમે રૂહને જોવાની તજવીજ કરો.

આ કોશીષ કરો. મૌલા તેમાં આપણને ફતેહ દીએ.

મૌલાએ ફરમાવ્યું, “પોતાના દિલમાં, પોતાના રૂહને (જુઓ) એટલે કે મારા નૂરને જુઓ.”

કેટલી તાકાત રૂહમાં !? રૂહને જોયો એટલે ખુદાને જોયો.

મૌલાએ ફરમાવ્યું, “ખુદાના નૂરનો દીવો તમારી અંદર છે, તમારા હાથમાં છે, એ દીવો તમો સર્વેમાં છે. તેને તમે જુઓ તેને તમે પુછો, તેને નહીં જુઓ, નહીં પુછો તો તમને ક્યાંથી ખબર પડશે ?”

                     કાચબો-કાચબી

આ ઉપરથી ખબર પડે છે કે:- .

હાઝર ઈમામ સાતમા અવતાર રામચંદ્રજીના વખતમા એક બનાવ બન્યો હતો :-

મૌલા પેરીસથી અહીં આવે તો આપણને કેમ ખબર પડે ? આગેવાનો હાઝર ઈમામને પેરીસ જઈ આમંત્રણ આપે અને હાઝર ઈમામ કબુલ કરે.

રામ અવતારમાં હાઝર ઈમામ સાથે લક્ષ્મણ (રામના ભાઈ) અને સીતા (હાઝર ઈમામની રાણી). તે વખતે લક્ષ્મણ જમાતને દિદાર આપવા માટે રામને અરજ કરે છે. જેવી રીતે પ્રેસીડેન્ટ મૌલાને અરજ કરે છે કે પાકિસ્તાનની જમાત, હિન્દુસ્તાનની જમાત દિદાર માટે આતુર છે, તેવી રીતે લક્ષ્મણ જે જતી (Celibate 
બ્રહ્મચારી) હતા. તેમણે અરજ કરી કે ફલાણી જગ્યાએ ભગત છે જે તમારા દિદારનો તલબગાર છે, ત્યારે મૌલાએ કહ્યું કે આપણે જઈશું. એ ખબર પાણીમાં રહેવાવાળો કાચબો, લખચોરાસીમાં પડેલો, પાણીનો જીવ, તત્વજ્ઞાની.

ભક્તિ બીજ પલટે નહીં ઉંમરો જાયે વહી જનમો જનમ. ઉંચ નીચ ઘર અવતરે તોએ સંતના સંત.

પ્રહલાદે કલપમાં ઇબાદત કરી હતી છતાં કર્મ સંજોગે કર્તા જુગમાં જનમ લેવો પડયો હતો (દિદાર નહોતા થયા). પ્રહલાદ પાંચ વર્ષનો હતો ત્યારે પણ જાપ જપતો હતો. પ્રહલાદ જાપ જપતો હતો તે હરણાકંસને ખબર પડી. ઘણાં દુઃખો સહન કરવા છતાં પણ ઈબાદત મુકી નહીં.

તેવી રીતે કાચબો પણ ઈબાદતી હતો. તે એટલો જબરો ઈબાદતી હતો કે પાણીના તળીએ હોવા છતાં રામચંદ્ર અને લક્ષ્મણની વાત કાચબાએ સાંભળી લીધી.

કાચબો પણ સંતના સંત (ઈબાદતી) કાચબાને નર નારીનું કરમ બાકી હતું.

રામ આવવાના સમાચાર સાંભળી કાચબો કાચબીને કહે છે, “આપણે પાણી ઉપર જઈએ અને રામના દિદાર કરીએ.” કાચબાની ઉંમર હજાર હજાર વર્ષની હોય છે ! દિદાર કરવાવાળા બધા એક સરખા નથી હોતા.

હાઝર ઈમામ જાહેરમાં દિદાર આપવા આવવાના હોય આપણે બધા ભેગા થયા હોઈએ અને કોઈ તવો, ચુલો, અગ્નિ લઈને આવે અને કહે આ લોકોને એક એકને તવામાં નાખો તો કેટલા જણ દિદાર કરવા હાજર રહે...?

રામ આવવાના સમાચાર સાંભળી કાચબો અને કાચબી દિદાર માટે પાણીના ઉપર કિનારે આવ્યા.

કાચબી કહે છે કે હજુ રામ આવ્યા નથી ચાલો પાછા ચાલ્યા જઈએ. ત્યારે કાચબો કહે છે કે ના, રામતો જરૂર આવશે ત્યારે કાચબી કહે છે કે રામને શું ખબર પડશે ? કે આપણે અહીં દીદારની રાહ જોઈ રહ્યા છીએ ! ત્યારે કાચબો કહે છે દિદાર કરવા છે તો કસોટી તો આવશેજ, સબુરી રાખવી પડશે. કાચબો ઈમાની હતો કાચબી મોમન હતી પણ કચાસ હતી.

એટલામાં પારધી (માછીમાર) આવી જાળ નાખી બન્નેને ટોકરી (છાબડી)માં નાખ્યા. માછીમારની ઝુંપડી ચોવીસ (૨૪) માઇલ દૂર હતી. કાચબી ટોપલીમાં કહે છે,

“કહેતીતી પણ કહેવું ન માન્યું ક્યાં ગયો તારો રામલો પીર, જો હવે શું થાય છે એની પેર...”

માછીમાર ટોકરી નીચે રાખે છે. લાકડા એકઠા કર્યા. પછી કઢાઈ ચુલા ઉપર રાખે છે. કાચબી ફરીથી ટાણું મારે છે, “કહેતીતી કહેવું ન માન્યું ક્યાં ગયો તારો રામલો પીર?”

કડાઈ ગોઠવીને બન્નેને અંદર નાખ્યા. કડાઈ ગરમ થવા લાગી ત્યારે કાચબી મેણા મારે છે,

“કહેતીતી કહેવું ન માન્યું ક્યાં ગયો તારો રામલો પીર ?”

ત્યારે કાચબો કહે છે, “હે ! રામૈયા તારી રીત છે રૂડી, પણ પાસમાં છે આ કાચબી કૂડી. મને ઈમાન છે કે રામલો મારો આવશે. નીંદા મ કર મારા નાથની, મારા કલેજે લાગે છે બાણ.”

હવે તવો ગરમ થયો.

કાચબી ફરીથી ટાણું મારે છે, “કહેતીતી કહેવું ન માન્યું ક્યાં ગયો તારો રામલો પીર ?”

કાચબો કહે છે, “બળતી હોય તો બોલજે રાખું મારા તન ઉપર પ્રાણ, પણ નીંદા મ કર મારા નાથની, મારા કલેજે લાગે છે બાણ.

હે ! રામૈયા તારી રીત છે રૂડી પણ પાસમાં કાચબી છે કુડી. પણ મને ઈમાન છે, નીંદા મ કર મારા નાથની, મારા કલેજે લાગે છે બાણ.“મારો રામલો આવશે આપણને ઉગારવા સારું.”

એ પ્રમાણે શાહ કરીમ ખુદાવંદ એજ રામ રૂપે હતા.

અલ્લાહ એક હોય, બે ન હોય.

“અલ્લાહ એક ખસમ સબુકા દુનિયા ઉસકી સારી,
અવીચલ નામ ખુદાવંદ ભણીએ ઔર સબ મીટીયા કેરી બાજી...”

એજ રામચંદ્ર સર્વ શક્તિમાન ખુદાવંદતઆલાએ એવો ભારે વરસાદ વરસાવ્યો !

એજ ખુદાવંદતઆલાએ એવો ભારે મેઘ વરસાવ્યો કે પાણીના જાનવરો પાણીમાં મળી ગયા.

“અકળ સરૂપ દેખી દુનિયા લાજે..”

હાજર ઈમામે ફરમાવ્યું, “તમારામાના તમારા કરતા વધારે અક્કલવાળા હતા તે અમારે રસ્તે ચાલ્યા.”

બારે મેઘ વરસાદ એક પળમાં વરસાવી દીધો, શા માટે ?

દરિયો અને ગામ એક થઈ ગયું. દરિયા દરિયા થઈ ગયો.ચુલો પાણીમાં ગયો, તવો પાણીમાં ગયો. કાચબા-કાચબીને પાણીમાં જવું ન પડયું. પાણી પાણીમા સમાઈ ગયું.

“તમારૂં ઈમાન મનસુર જેવું હોવું જોઇએ.”

“તમારૂ ઈમાન ગીરનારના પહાડ જેવું મજબુત હોવું જોઇએ.”

આવી કસોટી છતાં, વ્હાલો મારો આવશે. એવું ઈમાન હોવું જોઈએ.

મારો કહેવાનો મતલબ એ છે કે પાણીના ઉપર ગયા પછી આ બધા હાલ થવાના છે. એ ખબર હોવા છતાં દિદારની તલબ હતી (ઈશ્ક હતો) દુશ્મન ઉપર છે, એ ખબર હતી છતાં ઈમાન કેવું મજબુત ! દિદાર માટે જઈએ છીએ, તો દિદાર થશેજ.

મૌલા ફરમાવે છે, “ઈન્સાન પાસે એટલી કુદરત નથી કે માણસને પેદા કરી શકે, પણ એવી રીતે જુએ કે ખુદાના ભેદ અને કરામતની ખબર પડે.”

                            યા અલી મદદ.
                  
                  (ભૂલ ચૂક શાહપીર બક્ષે)